સત્યના પ્રયોગો - ભાગ-2 - 27 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-2 - 27

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૭. મુંબઇમાં સભા

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઇની સભાને સારુ જવાનું હતું. જાહેરમાં સભાને સારુ ભાષણ વિચારવા જેટલો મને વખત નહોતો મળ્યો. ઉજાગરાઓનો થાક લાગ્યો હતો. સાદ ભારે થઇ ગયો હતો. ઇશ્વર જેમ તેમ મને નિભાવી લેશે એમ મનમાં વિચારતો હું મુંબઇ ગયો. ભાષણ લખવાનું તો મને સ્વપ્નેય નહોતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

‘ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે ?’ તેમણે પૂછયું.

‘ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વીચાર રાખ્યો છે,’ મેં બીતાં બીતાં ઉત્તર આપ્યો.

‘એ મુંબઇમાં નહીં ચાલે. અહીં રિપોર્ટિંગ ખરાબ છે, ને આ સભાથી આપણે કશો

લાભ ઉઠાવવા માગતા હોઇએ તો તમારું ભાષણ લખેલું જ હોવું જોઇએ ને તે રાતોરાત લખી શકશો ના?’

હું ગભરાયો. પણ મેં લખવાનો પ્રયત્ન કરવાની હા પાડી.

‘ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા ક્યારે આવે ?’ મુંબઇના સિંહ બોલ્યા.

‘અગિયાર વાગ્યે,’ મેં ઉત્તર આપ્યો.

સર ફિરોજશાએ મુનશીને તે કલાકે ભાષણ મેળવી રાતોરાત છપાવવા હુકમ કરી મને વિદાય કર્યો.

બીજે દહાડે સભામાં ગયો. ભાષણ લખવાનું કહેવામાં કેટલું ડહાપણ હતું એ હું જોઇ

શક્યો. ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટના હૉલમાં સભા હતી. મેં સાંભળેલું કે સર ફિરોમજી

બોલવાના હોય તે સભામાં ઊભવાની જગા ન હોય. આમાં મુખ્યત્વે વિદ્યાર્થીવર્ગ રસ લેનારો હોય.

આવી સભાનો આ મારો પહેલો અનુભવ હતો. મારો સાદ કોઇ નહીં સાભળી શકે એવી મારી ખાતરી થઇ. મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. સર ફિરોજશા મને ઉત્તેજન આપતા જાય. ‘હજુ જરા ઊેચે સાદે’ એમ કહેતા જાય. મને તો લાગે છે કે મારો સાદ

તેમ તેમ નીચો પડતો જતો હતો.

પુરાણા મિત્ર કેશવરાવ દેશપાંડે મારી વહારે ધાયા. તેમના હાથમાં મેં ભાષણ મૂક્યું.

તેમનો સાદ તો બરાબર જ હતો. પણ પ્રેક્ષકગણ શેના સાંભળે? ‘વાચ્છા’ ‘વાચ્છા’થી હૉલ ગાજી

રહ્યો. વાચ્છા ઊઠ્યા. સભા તુરત શાંત થઇ, ને અથથી ઇતિ સુધી સભાએ ભાષણ સાંભળ્યું.

શિરસ્તા મુજબ જોઇએ ત્યાં ‘શેમ શેમ’ ને જોઇએ ત્યાં તાળીઓ હોય જ. હું રાજી થયો.

સર ફિરોજશાને પરિણામે દેશપાંડે તેમ જ એક પારસી ગૃહસ્થ પલળ્યા. પારસી ગૃહસ્થા આજે હોદ્દો ભોગવે છે, એટલે તેમનું નામ પ્રગટ કરતાં ડરું છું. તેમના નિશ્ચયને જજ ખરશેદજીએ ડોલાવ્યો, ને તે ડોલવાની પાછળ એક પારસી બહેન હતી. વિવાહ કરે કે દક્ષિણ આફ્રિકામાં આવે ? વિવાહ કરવાનું તેમણે વધારે યોગ્ય ધાર્યું, ને પારસી બહેનની વતીનું પ્રાયશ્ચિત્ત તો તેઓ પોતે જ કરી રહ્યા છે. વળતાં ઝાંઝીબાર આવતું હતું ત્યાં એક તૈયબજીને મળેલો. તેમણે પણ આવવાની આશા આપેલી, પણ દક્ષિણ આફ્રિકા કંઇ એ આવે ? આ ન આવવાના ગુનાનો બદલો અબ્બાસ તૈયબજી વાળી રહ્યા છે. પણ બારિસ્ટર મિત્રોને દક્ષિણ આફ્રિકા આવવા

લલચાવવાના મારા પ્રયત્નો આમ નિષ્ફળ ગયા.

અહીં મને પેસ્તનજી પાદશાહ યાદ આવે છે. તેમની સાથે મને વિલાયતથી જ મીઠો સંબંધ હતો. પેસ્તનજીની ઓળખ મને લંડનની અન્નાહાર આપનારી વીશીમાં થયેલી. તેમના ભાઇ બરજોરજીની દિવાના તરીકેની ખ્યાતિ હું જાણતો હતો, મળ્યો નહોતો. પણ મિત્રમંડળ

કહેતું કે તે ‘ચક્રમ’ છે. ઘોડાની દયા ખાઅ ટ્રામમાં ન બેસે; શતાવધાની જેવી સ્મરણશક્તિ છતાં ડિગ્રીઓ ન લે; મિજાજે એવા સ્વતંત્ર કે કોઇની શેહમાં ન આવે; અને પારસી છતાં અન્નાહારી

! પેસ્તનજી છેક તેવા ન ગણાતા. પણ તેમની હોશિયારી પંકાયેલી હતી. તે ખ્યાતિ વિલાયતમાં પણ હતી. પણ અમારી વચ્ચેના સંબંધનું મૂળ તો તેમનો અન્નાહાર હતો. તેમની હોશિયારીને પહોંચવું મારી શક્તિબહાર હતું.

મુંબઇમાં પેસ્તનજીને ખોળી કાઢયા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ્‌

ગુજરાતી શબ્દકોશના રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકમાંના કામમાં મદદ માગવાની બાબતમાં એક મિત્રને મેં છોડ્યાં નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી ! ‘મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ

મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે ? જુઓની, આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી કરવાની છે ? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઇનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે.

પણ તેમાં તમારા જેવા ખરચાઇ જાય એ હું સહન ન કરું આપણે જો અહીંયાં આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઇ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું. આ વચન મને ન ગમ્યાં. પણ પેસ્તનજી પાદશાહને વિશે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઇ હું

મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજજડ થઇ. તેમનું દૃષ્ટિબિન્દુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ પણ મારે તો તેને વધારે વળગી રહેવું જોઇએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો...

ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે.

સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.