કર્મો ના ફળ shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મો ના ફળ

કર્મો ના ફળ

પરમાત્મા મહાવીર ના સમય ની ઘટના જરૂર વાચંજો.

પૃથ્વીલોકને પાવન કરતા ભગવાન મહાવીર સદેહે વિચરી રહ્યા હતા. સાથે તેમના પટ્ટ શિષ્ય ઈન્દ્રભૂતિ અને અન્ય મુનિઓ હતા....

મૃગાવતી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સાધુગણે સ્થિરતા કરી હતી. સવાર-સાંજ ઈન્દ્રભૂતિ અને મુનિઓ જુદી જુદી દિશામાં ગોચરી માટે નીકળતા હતા.

નિર્દોષ આહાર પાણીનો જ્યાં જોગ હોય અને તે વોરાવતાં યજમાનને કંઇ ઊણપ ન વર્તાય અને તેનો ભાવ ન બગડે તેનું ધ્યાન રાખીને તેઓ ગોચરી લેતા હતા..

ગોચરી લેવા જતાં મુનિઓને ઘણાં શ્રાવક કુટુંબોનો સંપર્ક થતો હતો અને અનાયાસે તેમની પરિસ્થિતિ જોવા-જાણવા મળતી હતી....

એક દિવસ ગોચરી લઇને આવેલ ઈન્દ્રભૂતિ ગોચરીનાં પાત્રો મૂકતાં બોલ્યા, ''પ્રભુ! આજે મેં એવા રોગી માણસને જોયો જેના જેવું જગતમાં બીજું કોઇ દુઃખી નહિ હોય.''.

ભગવાને કંઇ ઉત્તર ન આપ્યો.. તેથી ઈન્દ્રભૂતિએ તેની સામે જોયું એટલે ભગવાન મહાવીર બોલ્યા, ''ઈન્દ્રભૂતિ, કાલે તું રાણી મૃગાવતીને મહેલે જ જે. ત્યાંની ગોચરી તો આપણને ખપે નહિ પણ ત્યાં જઇને તું તેમના કુમારને જોવાની ઈચ્છા કરજે...

શરૃઆતમાં રાણી તને તેમના અન્ય કુમારોને બતાવશે. પછી તું કહેજે કે મારે તો આપના મહેલના ભોંયતળીયાના ખંડમાં જે રોગગ્રસ્ત કુમાર છે તેમને જોવા છે અને 'ધર્મલાભ' આપવા છે. પછી તને જે જોવા મળે તે વિશે વાત કરીશું.''...

બીજે દિવસે ઈન્દ્રભૂતિ રાજગૃહે પહોંચ્યા.... મુનિ પધાર્યા છે તે જાણીને રાજરાણી સ્વયં ઉપસ્થિત થયાં....

વંદન કરતાં તે બોલ્યાં, ''અમારાં ધનભાગ્ય કે મુનિએ આજે અમારાં રાજમહેલના પ્રાંગણને પાવન કર્યું. આપને શું ખપશે?''

ઈન્દ્રભૂતિએ 'ધર્મલાભ' આપતાં કહ્યું, ''આપના રાજકુમારોને જોવાની અને મળવાની મારી ઈચ્છા છે.'' રાણીએ એક પછી એક કુંવરોને બોલાવ્યા....

સૌને ધર્મલાભ આપ્યા પછી ઈન્દ્રભૂતિએ કહ્યું, ''હજુ આપનો એક કુંવર બાકી રહ્યો છે જેને ધર્મલાભ આપવા માટે હું ખાસ આવ્યો છું. તેની પાસે મને લઇ જાઓ.''

મૃગાવતી રાણીએ દાસીને બોલાવીને ભૂગર્ભના ખંડનું બારણું ખોલવા કહ્યું...

દાસીએ જેવું બારણું ખોલ્યું કે દુર્ગંધની એક લહેર ઉપર આવી. તેને કારણે સૌએ નાક ઉપર કપડુ મૂક્યું...

રાણીની સૂચનાથી દાસદાસીઓ ભોંયરાની નીસરણી ઊતરીને આગળ થયા. તેમની પાછળ ઈન્દ્રભૂતિ ઊતર્યા અને પાછળ મૃગાવતી ગયાં....

ભૂગર્ભમાં ઈન્દ્રભૂતિએ જે જોયું, તેવું દ્રશ્ય તેમણે જિંદગીમાં જોયું ન હતું. અરે! તેની કલ્પનાય ક્યારેય કરી ન હતી....

માંડ શરીરનો આકાર ધારણ કરેલ એક માંસલ પિંડ મુલાયમ મખમલની ગાદી ઉપર પડયો હતો. તેમાંથી પાચ-પરૃ-રૃધિર અને ગંદા પ્રવાહીના સ્રાવો થઇ રહ્યા હતા......

ભૂગર્ભમાં આવેલ માણસોની ચહલ-પહલથી આ પિંડ જરા સરવળ્યો અને તેના હલનચલનથી તેને અસહ્ય વેદના થઇ જેને કારણે તે કણસવા લાગ્યો....

આ માંસલ પિંડમાં પાંચેય કર્મેન્દ્રિયનો સ્થાને પાંચ નાનાં મોટાં છિદ્રો હતા...

રાણીની સૂચનાથી દાસીએ તેના મુખના છિદ્ર ઉપર દૂધ જેવું કંઇ પ્રવાહી રેડયું. તે શરીરમાં ઉતરતાં થોડીક વાર પિંડને શાતા વર્તાઇ...

થોડીક વાર પછી પિંડનાં નિહાર છિદ્રો વાટે દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવા લાગ્યું.....

રાણીએ દાસીને આ પુત્રપિંડને જરા ચોક્ખી જગાએ ખસેડવા કહ્યું. દાસીએ વિવશતાથી આજ્ઞાાનું પાલન કર્યું...

ઈન્દ્રભૂતિએ માંસલ પિંડને નવકાર મંત્ર સંભળાવ્યો અને તેઓ નીસરણી ચઢીને ભૂગર્ભખંડમાંથી બહાર આવ્યા...

ઉપર આવીને રાણીને 'ધર્મલાભ' કહી ઈન્દ્રભૂતિ બહાર આવ્યા અને ખિન્ન થતા ઉપાશ્રય તરફ જવા નીકળ્યા...

ઉપાશ્રયે આવીને કંઇ બોલ્યા ચાલ્યા વિના તેઓ સીધા જ ભગવાન મહાવીર પાસે જઇને તેમના પગ પાસે બેસી ગયા...

ઈન્દ્રભૂતિના કંઇ કહ્યા વિના પણ મહાવીર પ્રભુ આખી પરિસ્થિતિ પામી ગયા હતા....

તેમણે કહ્યું, ''ઈન્દ્રભૂતિ ...આ જીવ પૂર્વના ભવમાં લોહખુમાણ નામે એક જાગીરદાર હતો. તેના તાબામાં પાંચસો ગામ હતાં. તે દુરાચારી, વ્યસની અને ઘાતકી હતો. તે પ્રજાજનો ઉપર અત્યાચાર ગુજારતો હતો...

કરપીણ રીતે તે માણસોનાં અંગ-ઉપાંગ છેદી નાખીને તેમને ઉકરડા ઉપર ફેંકી દેતો હતો...

અસહ્ય વેદના ભોગવતા આ માણસો આયુષ્ય હોય ત્યાં સુધી રડતા-કણસતા જીવતા અને છેવટે વેદનામાં શરીર છોડતા હતા. ..

આમ લોહખુમાણે ઘણાં ભારે પાપકર્મોનો સંચય કરેલો તેને કારણે તે આ ભવમાં એક માંસલ પિંડ થઇને જન્મ્યો અને ગત જન્મોનાં પાપ તે આજે ભોગવી રહેલ છે....

આ પાપકર્મ ભોગવાઇ જશે ત્યાર પછી તેનો જીવ છૂટશે....
''
લોહખુમાણનાં માતા-પિતાએ લોહખુમાણને ક્રૂર કર્મો કરતાં રોકેલો નહિ અને ક્યારેક તેનાં હિંસક કૃત્યોની પ્રશંસા કરેલી અને કણસતા માણસોની પીડા જોઇને આનંદ લીધેલો....

કોઇ પુણ્યકર્મના યોગે તેઓ રાજા-રાણી તો થયાં પણ લોહખુમાણનાં ક્રૂર કર્મોમાં પરોક્ષ રીતે ભાગીદાર થયેલાં તેને પરિણામે તેઓ આજે પોતાના પુત્રની અસહ્ય વેદના જોતાં જીવે છે અને ઘણી સુખ-સાહેબી વચ્ચે પણ દુઃખી થઇને જીવન પસાર કરે છે....

હવે તેમને સંસારમાં રસ રહ્યો નથી અને ધર્મ તરફ વળવા લાગ્યાં છે તે સારી નિશાની છે.''

આ છે કર્મની ગહન ગતિની વાત. 'કર્મવાદનાં રહસ્યો'માં આ કથાનકનો ઉલ્લેખ થયેલો છે..

તેને આધાર બનાવીને કર્મબંધની અને કર્મના ભોગવટાની વિગતે ચર્ચા કરવામાં આવી છે....

માણસ પાસે જ્યારે સત્તા હોય છે ત્યારે તે ભૂલી જાય છે કે કર્મનો હિસાબ ચૂકતે કર્યા વિના ચાલવાનું નથી...

જેટલા રસથી કર્મ કર્યું હોય છે તે તેટલી તીવ્રતાથી કોઇ ભવમાં ઉદયમાં આવવાનું અને આપણે તે ભોગવવું પડે છે....

કર્મસત્તા અપવાદ કરતી નથી. કર્મની બાબત ઘણીવાર લોકો એમ માનતા હોય છે કે આપણે પુણ્યકર્મ કરતા રહીશું એટલે પાપકર્મ ધોવાઇ જશે...

પણ કર્મની બાબત એમ હવાલા પડતા નથી... તેથી તો માણસ એકલું પાપ કે એકલું પુણ્ય ભાગ્યે જ ભોગવે છે....

બંને પ્રકારનાં કર્મો પોત પોતાની રીતે પ્રભાવ બતાવ્યા વિના રહેતાં નથી....

ઘણીવાર આપણે જોઇએ છીએ કે નાનાં કુમળાં બાળકો અંગ-ઉપાંગ વિનાનાં કે વિકૃતિવાળાં જન્મે છે.....

આ જન્મમાં તો તેમણે એવાં કર્મ કર્યાં હોતાં નથી પણ તેઓ ગત જન્મોનાં કર્મ ભોગવતાં હોય છે...

માતા-પિતાએ પણ પોતાના બાળકની પીડા જોવાનું કર્મ બાંધેલું હોય છે એટલે એમના ત્યાં જ એ બાળક થઇને અવતરે છે...

જો આપણે કર્મની વ્યવસ્થાને જાણતા હોઇએ તો કેટલાંય આવાં ક્રૂર કર્મો કરતાં અટકી જઇએ અને કોઇ પાપકર્મ કરતું હોય તો તેમાં રસ લઇને આનંદ ન લઇએ ...

કર્મવાદની જાણકારી માણસને સુખી અને સ્વસ્થ જીવનનો રાહ બતાવે છે .....

આ બધું જોઈ ને ગૌતમ સ્વામી ખુબ જ દુઃખી થયા. કર્મો એટલા ભયાનક, આટલી ખરાબ દશા આટલી વેદના ,આટલી લાચારતાં ,આ જોઈ ને ગૌતમ સ્વામી નો વેરાગ્ય વધુ મજબૂત થયો.તીર્થંકર પરમાત્મા શા માટે આ દુનિયા ને સાચો માર્ગ બતવી રહ્યા છે .એનો એહસાસ અમને થયો.આજે સુખ થી ભોગવેલા કર્મો કાલે કઈ ગતિ માં માણસ ને ફેંકી દેશે.એ આજે એમને જોયું.મહાભિનિષ્ક્રમણ નો માર્ગ મુશ્કિલ છે. પણ આત્મા પર લાગેલા કર્મો ને તોડવા સક્ષમ છે.એનો આજે એમને અહેસાસ થયો .

પણ જે માણસ આ કર્મો ને માનતો નથી . તેની દુર્દશા ખુબ જ હાનિકારક હોઈ છે. આજ ના સમય માં ધર્મ ના નામ પાર થતા હિંસા મારામારી પછી જન્મ કે ભવાંતર માં પણ માણસ ની કેવી દુર્દશા કરશે.તે માણસ ને અંદાજો પણ નથી. એટલે સાચું જ કેહયું છે. કોઈ મહાત્માં એ શક્તિ છે તો સારા કામ કરી લો પાછો ૮૪ લાખ ફેરા પછી માનવભવ મળશે કે નહિ. ખબર નથી.