‘શાંતનુ’
- સિદ્ધાર્થ છાયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
સાત
શાંતનુ અને અનુશ્રી હવે રોજ સાથે જ એમની ઓફિસની સામે આવેલી સામે આવેલી રેસ્ટોરાં માં લંચ લેવા લાગ્યાં હતાં અને એમની વાતો ક્યારેય ખૂટતી જ નહોતી, ઓફ-લાઇન અને ઓનલાઇન પણ. શાંતનુ અને અનુશ્રી વ્હોટ્સ એપ્પ પર રોજ ગુડ મોર્નિંગ થી પોતાનો દિવસ શરુ કરે અને ગુડ નાઇટ કરીને પૂરો કરે એ ઉપરાંત આખો દિવસ ચેટ કરતાં રહેતાં. શાંતનુ હવે મોકો મળે એટલે અનુશ્રી જ્યારે બેધ્યાન હોય ત્યારે એનાં સેલફોનમાં અનુશ્રીની જુદીજુદી અદાઓ ક્લિક કરી લેતો અને રોજ રાત્રે સુતાં પહેલાં પોતાનાં સેલફોનનાં ‘પર્સનલ’ ફોલ્ડરમાં મુકેલા અનુશ્રીનાં ફોટા એકવાર તો જોઇજ લેતો. ટૂંકમાં એને હવે અનુશ્રીની લત લાગી ગઇ હતી. આ બાજુ અક્ષય અને સિરતદીપ પણ એકબીજા સાથે ખુબ જ અટેચ થઇ ચુક્યા હતાં પણ અક્ષય હજીપણ શાંતનુ અનુશ્રીને પ્રપોઝ કરે એની રાહ જોઇ રહ્યો હતો. વરસાદનાં દિવસની ઘટના પછી તરત જ શાંતનુ જે રીતે અનુશ્રીને પ્રપોઝ કરવા માટે જેટલો આત્મવિશ્વાસ થી ભરપૂર હતો એ આત્મવિશ્વાસ એ એની અને અનુશ્રીની વધતી મુલાકાતો અને વધતાં ‘મેળમિલાપ’ થી ઘટી રહ્યો હતો. જ્યારે જ્યારે અક્ષય એને પ્રપોઝ કરવાનું કહેતો ત્યારે શાંતનુ કાં તો વાત ટાળી દેતો અને કાં તો એની અને અનુશ્રીની પાકી દોસ્તી એક ઘડાકે તૂટી જવાનો પોતાનો ભય દર્શાવી ને નવી મુદ્દત લઇ લેતો. આમ ને આમ બીજો એક મહિનો વીતી ગયો.
એક રવિવારે સવારે શાંતનુ અને અનુશ્રીએ સાથે લંચ લેવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બરનાં આ દિવસોમાં આમતો વરસાદ ઓછો થઇ જાય પણ તે દિવસે શાંતનુ જ્યારે લંચ માટે નક્કી કરેલી રેસ્ટોરાંએ અનુશ્રી કરતાં પહેલાં પહોંચી ગયો ત્યાં જ અચાનક એક જોરદાર ઝાપટું તૂટી પડ્યું. એણે અનુશ્રીને કૉલ કર્યો તો એણે ઉપાડ્યો નહી. “કદાચ આ અચાનક આવેલાં વરસાદમાં ક્યાંક ફસાઇ ગઇ હશે.” એમ વિચારી ને શાંતનુએ ખીસ્સામાં પોતાનો સેલફોન મુક્યો ત્યાં જ એણે અનુશ્રીને સામેથી સ્કુટી પર પલળતી પલળતી આવતાં જોઇ. તે દિવસે જ્યારે એ બન્ને ઓફિસેથી વરસાદ માં ઘરે ગયાં હતાં ત્યારે તો શાંતનુ અને અનુશ્રી બનને એ રેઇનકોટ પહેર્યા હતાં પણ હાલનાં દિવસોમાં વરસાદ ઓછો થઇ જતાં ન તો શાંતનુ કે ન તો અનુશ્રી કોઇ પણ પોતાની સાથે રેઇનકોટ નહોતાં રાખતાં અને આથી જ શાંતનુએ જોયું કે અનુશ્રી આ અચાનક પધારેલાં વરસાદની ઝપટમાં કદાચ એવી રીતે ફસાઇ ગઇ હતી કે એને પોતાનું સ્કુટી બાજુમાં લઇને કોઇ ઝાડ નીચે થોડીવાર ઉભાંરહેવાનો પણ સમય નહોતો મળ્યો અને એ પગ અને માથાં સુધી સંપૂર્ણપણે ન્હાઇ ચુકી હતી. અનુશ્રી સ્કુટી પાર્ક કરી હતી ત્યાં જ વરસાદ ધીરો થઇ અને બંધ પણ થવા લાગ્યો.
‘હાઇ...’ હેલ્મેટ ડીકીમાં મુકીને પાર્કિંગ થી ચાલતાં ચાલતાં અનુશ્રી શાંતનુ પાસે સંપૂર્ણ ભીંજાયેલી હાલતમાં આવી.
‘હાઇ...’ શાંતનુએ સ્મીત સાથે જવાબ આપ્યો.
‘જો ને યાર કેવો છે આ વરસાદ? બસ આગલાં ચાર રસ્તે જ હતી અને તૂટી પડ્યો અને જેવી અહિયા પહોંચી ત્યાં બંધ થઇ ગયો અને જો પેલી બાજુ જો તડકો નીકળે છે...’ અનુશ્રી એનાં સ્વભાવ પ્રમાણે અસ્ખલિતપણે બોલી રહી હતી અને શાંતનુ એની ટેવ પ્રમાણે એને સસ્મિત સાંભળી રહ્યો હતો.
‘લ્યો આના થી તમારો ચહેરો લુછી લ્યો અહિયા ટોવેલ તો નહી મળે સોરી.’ શાંતનુ મજાકનાં સ્વરમાં પોતાનો હાથરૂમાલ અનુશ્રીને આપતાં બોલ્યો.
‘હાઉ સ્માર્ટ ઓફ યું શાંતુ, ચલ ઉપર જઇએ? મને બહુ ભૂખ લાગી છે યાર.’ અનુશ્રી શાંતનુની મજાક સમજી ગઇ અને પોતાનો ચહેરો લૂછતાં બોલી.
‘થોડીવાર અહીં જ ઉભા રહીએ? તમારી હાલત તો જુવો? ઉપર હોટલમાં એસી ફૂલ સ્વિંગમાં ચાલતું હશે. હમણાં તડકો પણ આવશે, થોડાક સુકાઇ જાવ પછી જઇએ નહીં તો શરદી થઇ જશે.’ શાંતનુ એ અનુશ્રીને સલાહ આપતાં કહ્યું.
‘ના યાર ઉપર જ જઇએ ગરમાગરમ સૂપ મંગાવીએ અને પીએ, મને કઇ નહી થાય તું બહુ ચિંતા ન કર મારી!’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.
‘જેવી હુઝુર ની મરજી.’ શાંતનુ પણ હવે આવા વિશેષણો અનુશ્રી માટે છૂટથી વાપરી લેતો હતો.
બન્ને ઉપર રેસ્ટોરાં માં ગયાં અને એક ટેબલ પર સામસામે બેઠાં. શાંતનુના ધાર્યા પ્રમાણે જ એસી ખુબ જોરથી ચાલી રહ્યું હતું અને થોડીવાર પછી ભીંજાયેલી અનુશ્રી પણ થરથર કાંપવા માંડી. શાંતનુએ તરત જ બે ટોમેટો સૂપ નો ઓર્ડર આપ્યો અને અનુશ્રીને બાકીનો ઓર્ડર નક્કી કરવાનું કહ્યું.
શાંતનુએ કાયમની જેમ હવે અનુશ્રીને નિહારવા નું શરુ કરી દીધુ હતું. એણે જોયું કે અનુશ્રીએ આજે આછાં ગુલાબી રંગનો લખનવી કુર્તો પહેર્યો હતો અને વરસાદમાં ચિક્કાર ભીંજાવાને લીધે એ એનાં શરીર પર ચપોચપ ચોંટી ગયો હતો. અનુશ્રીને આમ નિહારતા નિહારતા અચાનક જ શાંતનુ નું ધ્યાન અનુશ્રીનાં શરીર પર ચપોચપ ચોંટી ગયેલાં કુર્તા માંથી એની બ્રેસીયરમાં છુપાયેલાં તેમ છતાં એકદમ સ્પષ્ટ રીતે દેખાતાં એનાં અને કોઇપણ પુરુષનાં સ્વપ્નમાં આવે એવાં આકાર ધરાવતાં સ્તનો પર ગયું. અનુશ્રી મેન્યુકાર્ડ ફેરવી રહી હતી, અનુશ્રીને આ હાલતમાં જોઇને કોઇપણ પુરુષ એને જોઇને ગાંડો થઇ જાય. અનુશ્રીનાં ભીંજાયેલા સ્તનો અત્યારે શાંતનુને જાણેકે અચાનક જ ભેટમાં મળી ગયાં હોય એવું એને લાગી રહ્યું હતું. શાંતનુ નું ધ્યાન સતત ત્યાંજ હતું, આસપાસ શું બની રહ્યું છે એની પરવા રાખ્યાં વગર.
શાંતનુની નજર હવે એ બન્ને સ્તનોની રચના ઉપર ખુબ જ ધ્યાનથી ફરવા લાગી. શાંતનુના મન અને આખાંયે શરીરમાં કોઇક અલગ જ લાગણી થવા લાગી. આ આખુંય નિરીક્ષણ જ્યારે ચાલુ હતું એ દરમ્યાન એનું ધ્યાન જ્યારે અનુશ્રીની સફેદ બ્રેસીયરમાં થી અડધાં દેખાતાં બે દુધથી પણ સફેદ સ્તનોને અલગ પાડતી અને ઉભરેલી ખીણ પર ગયું ત્યારે એની નજરો ત્યાં જ ચોંટી ગઇ. એને એ જોતો જ રહ્યો...જોતો જ રહ્યો...આજુબાજુ કોણ છે? શું થઇ રહ્યું છે એની કોઇજ સુધ હવે શાંતનુને ન રહી. એજ અજીબ હલચલ એનાં શરીરમાં હજી પણ થઇ રહી હતી. એનું રોમેરોમ અત્યારે ઉભું થઇ રહ્યું હતું. એનાં હ્ય્દય પર એ કશોક ભાર અનુભવી રહ્યો હતો. એનું ગળું સુકાવા લાગ્યું હતું. એવું જરાપણ ન હતું કે શાંતનુનું આ પહેલું ‘સ્તન દર્શન’ હતું એ છેવટે તો આ પૌરુષસભર લાગણી જ હતી ને? એને પણ કોઇપણ પુરુષને કોઇપણ સ્ત્રીપ્રત્યે જે કુદરતી રીતે શારીરિક આકર્ષણ થાય એવું તો કાયમ થતું જ હતું, પણ અત્યાર ની વાત કઇક જુદી જ હતી. આ અન્ય કોઇ સ્ત્રી થોડી હતી? આ તો અનુશ્રી હતી જેને અત્યારેતો એ લગભગ પોતાની જ માની ચુક્યો હતો અને એણે એને એક દિવસ ખરેખર પોતાની બનાવવાની હતી પણ તેમ છતાં અત્યારેતો એ બન્ને વચ્ચે મિત્રતા સીવાય બીજોતો કોઇ સંબંધ ન હતો એ વાત શાંતનુ ભૂલી રહ્યો હતો.
‘મને તો કાંઇજ ખબર નથી પડતી શાંતુ...તું જ બોલ ને યાર... શું મંગાવીએ?’ અનુશ્રીએ અચાનક મેન્યુકાર્ડ બંધ કરીને અનુશ્રીની જ ‘દુનિયામાં ખોવાયેલા શાંતનુને પૂછ્યું.
પણ શાંતનુ ને ક્યાં કોઇ ભાન જ હતું? એ તો કુદરતે અનુશ્રીને ભેટમાં આપેલી એનાં બે ભરાવદાર સ્તનો વચ્ચેની ખીણ અને એની અદ્રુત રચનાને જ નીરખી અને માણી રહ્યો હતો.
‘બોલને યાર? શું મંગાવીશું? આટલી બધી આઇટમ્સ છે, અહીં તો બધું જ મળે છે... પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન...બોલને શાંતનુ..
શાંતનુ?? શાંતુ?? આર યુ ધેર??’ અનુશ્રી એ પોતાની જગ્યાએથી થોડુક ઝૂકીને શાંતનુની આંખો નજીક ચપટી વગાડી...
પણ શાંતનુ હજીપણ ત્યાં જ ખોવાયેલો હતો અને એને કદાચ ત્યાં જ રહેવું હતું, સદાય ને માટે...
‘અરે ઓ... મિસ્ટર શાંતનુ..!!’ અચાનક શાંતનુ નું ધ્યાનભંગ થયું અને એ અનુશ્રી સામે જોઇને બોલ્યો.
‘ક્યાં ખોવાયાં છો મિસ્ટર? હું એમ પૂછું છું કે અહિયા બધું જ મળે છે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડીયન. હું કન્ફ્યુઝ છું મારી મદદ કર યાર.’ અનુશ્રી હસતાંહસતાં બોલી.
‘તમને જે ગમે તે ..અમમ.. મને બધું ભાવે છે.’ શાંતનુ ધીરેધીરે ભાન માંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો.
‘નો, ધીસ ઇઝ નોટ ફેયર શાંતુ, કઇક તો મદદ કર મારી?’ અનુશ્રી બોલી.
‘હમમ.. લાસ્ટ સન્ડે હું ને પપ્પા પંજાબી ખાવા ગયાં હતાં એટલે ચાઇનીઝ કે સાઉથ ઇન્ડિયન બે માં થી કોઇપણ ફાવશે.’ થોડોક વિરામ લઇ ને અને બહારનાં વિચારોને ભેગાં કરીને શાંતનુ બોલ્યો. શાંતનુ ને લગભગ ભાન આવી ગયું હતું.
‘ધેટ્સ બેટર... ચલ સાઇથ ઇન્ડીયન જ મંગાવીએ. બોલ શું લઇશ? હું તો એક મસાલો ઢોંસો જ લઇશ.’ અનુશ્રી બોલી
‘હું મિક્સ ઉથપ્પા લઇશ.’ શાંતનુ બોલ્યો.
‘ઓકે તો તું જ ઓર્ડર આપી દે ને?’ અનુશ્રીએ શાંતનુને કહ્યું.
શાંતનુએ ફ્લોર મેનેજર ને બોલાવી ને ઓર્ડર આપ્યા. ઓર્ડર આપ્યાં પછી ફરીવાર શાંતનુને એનાં મનમાં ફરીથી કશુંક થઇ રહ્યાં હોવાથી લાગણી થઇ રહી હતી. એની નજર હવે થોડીથોડી વારે અનુશ્રીના સ્તન પ્રદેશ પર જતી હતી. નોર્મલી અનુશ્રી સાથે વાતો કરવા માટે ઝૂરતો શાંતનુ અત્યારે સાવ મૂંગો થઇ ગયો હતો. નોર્મલી અનુશ્રીનાં ચહેરા ને અનુશ્રીનું ધ્યાન ન જાય એની કાળજી લઇને જે શાંતનુ એને ટીકીટીકી ને નીરખી રાખતો હતો એ શાંતનુ માટે અત્યારે અનુશ્રી નાં સ્તન યુગ્મો પર એવું સ્થીત થઇ ગયું હતું કે જો હજી વધુ સમય શાંતનુ પોતાનું ધ્યાન બીજે ન વાળે તો અનુશ્રી કદાચ એની આ ચોરી પકડી પણ લે એવી સ્થીતી અત્યારે હતી. નોર્મલી અનુશ્રી ની ફક્ત કાન પાછળ પોતાની લટ એડજેસ્ટ કરવાની અદા પર જે શાંતનુ ઘાયલ હતો એ જ શાંતનુ આજે એ અદા ભૂલીને ફક્ત ને ફક્ત અનુશ્રીનાં ભરાવદાર સ્તનો વચ્ચે ની ખીણમાં જ ક્યાંક ખોવાઇ ગયો હતો.
શાંતનુને અત્યારે કોઇપણ એને ડીસ્ટર્બ ન કરે એવી અદમ્ય ઇચ્છા હતી પણ શાંતનુ ની દરેક ઇચ્છા તો થોડી પૂરી થાય? અનુશ્રી એની આદત મુજબ મૂંગી રહી શકતી ન હતી એ કોઇને કોઇ મુદ્દો ઉપાડી ને શાંતનુ ને વાત કરવા મજબુર કરી રહી હતી. અનુશ્રીને સાંભળવા માટે તત્પર રહેતાં શાંતનુને આજે મૂંગા રહી ને અનુશ્રીનું વણખેડાયેલું સૌંદર્ય માણવું હતું. અનુશ્રી પ્રત્યેના એનાં અદમ્ય પ્રેમ પર અત્યારે વાસના હાવી થઇ રહી હતી પણ શાંતનુ જેનું નામ, ધણી મહેનત પછી અંતે એણે ગમે તે રીતે પોતાની ઉપર કામચલાઉ કંટ્રોલ તો કરી જ લીધો અને ગમેતે રીતે અનુશ્રી સાથે વાતોમાં પરોવાયો. પછી તો એને પણ ખ્યાલ આવ્યો કે જો એમે તરત પોતાની જાત પર કંટ્રોલ ન કર્યો હોત તો કદાચ અનુશ્રીને પણ એ શું નીહારી રહ્યો હતો એનો ખ્યાલ આવી ગયો હોત અને એને આ બાબતનું અત્યંત ખરાબ લાગ્યું હોત અને આ ચાર-પાંચ મહિનામાં મહેનત થીઊભી કરેલી દોસ્તી, જેનો અંત એણે અનુશ્રીને પોતાની જીવનસાથી બનાવી ને કરવો હતો એ એક ઝાટકે તૂટી જાત. ઓર્ડર સર્વ થઇ જતાં બેય જમવામાં અને વાતો કરવામાં પરોવાઇ ગયાં.
જમીને ઘરે જતાં શાંતનુ અને અનુશ્રી શાંતનુ નાં ઘર સુધી સાથે જ પોતપોતાનાં વાહનો ચલાવ્યા અને શાંતનુનાં ઘર પાસેનાં ચાર રસ્તા પાસે બન્નેએ એકબીજા ને ‘બાય’ કરી ને છુટા પડ્યાં. ઘરે આવી ને કપડાં બદલીને શાંતનુ ટીવી પર મેચ જોવામાં પરોવાયો. જ્વલંતભાઇ રોજ ની જેમ પોતાાની બપોર ની ઊંઘ માણવા પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. અને ત્યાં જ શાંતનુ ફરીથી અનુશ્રી અને એની આજે છતી થયેલી ‘આંતરિક’ સુંદરતાનાં વિચારો પર ચડી ગયો, એજ વિચારો જે એને રેસ્ટોરાં માં લંચ લીધાં પહેલાં આવતાં હતાં. અનુશ્રીનાં કુર્તા નીચે ભીંજાયેલા એનાં સ્તનોને એ પોતાની આંખો સમક્ષ ફરીથી જોવા લાગ્યો અને પાછી એનાં તનબદનમાં પેલી ‘અજીબ સી લાગણી’ થવાં લાગી. એનું ધ્યાન હવે ટીવી પર ચાલતી મેચ માં ઓછુ અને થોડાંક કલાકો પહેલાં ઘટેલી આ ઘટના ને યાદ કરવામાં વધુ પરોવાવા લાગ્યું. એની નજરો ભલે ટીવી સામે હતી પણ ધ્યાન ક્યાંક બીજે હતું.
ધીરેધીરે એ વધુને વધુ પેલાં વિચારોમાં સમાવવા લાગ્યો. આટલું ઓછું હોય એમ હવે એને આપોઆપ ઉત્થાનની લાગણી પણ થઇ રહી હતી જે એને આજ પહેલાં અનુશ્રી માટે ક્યારેય નહોતી થઇ કારણકે એણે અનુશ્રીને આજ પહેલાં આમ આવી કામસભર નજરે જોઇ પણ ન હતી. એ સોફા માં થી ઉભો થયો, એનાં રૂમમાં વગર કારણે ગયો અને કશું જ કર્યા વગર પાછો આવ્યો. ફરી સોફા પર બેસીને મેચ જોવામાં ધ્યાન પરોવવાની કોશિશ કરવા લાગ્યો પણ નિષ્ફળ ગયો. ફરીથી એની નજરો સામે અનુશ્રીના પેલાં ભીંજાયેલા કુર્તામાં થી દેખાતાં બે ‘દૂધમલ’ સ્તનો આવવા લાગ્યા. એ ફરીથી ઉભો થયો અને રસોડામાં જઇને ફ્રીઝ ઉઘાડીને પાણીથી ભરેલી લગભગ અડધી બોટલ ખાલી કરી એને એમ ને એમ રસોડાનાં પ્લેટફોર્મ પર મૂકી ને ફરી રૂમમાં આવ્યો. ફરી એણે મેચમાં ધ્યાન આપવાની કોશિશ કરી અને ફરીથી નિષ્ફળ ગયો. કદાચ અનુશ્રીના એ વિચારો આજે કદાચ એનો પીછો છોડવાનાં ન હતાં.
પંદરેક મિનીટ પછી રિમોટથી ટીવી બંધ કરીને થોડીવાર એ પોતાનાં રૂમમાં આડો પડ્યો અને લગભગ પંદરથી વીસ મિનીટ આડા અવળાં પડખાં ફેરવ્યાં પણ એમ કાઇ ઊંઘ થોડી આવે? જે પુરુષ પર કામદેવ સવાર હોય એને કામદેવ એમ સિમ્પલ ઊંઘ થી કેવીરીતે ‘કામ’ ચલાવવા દે? આમ કરતાં કરતાં જ ચાર વાગ્યાં અને એને ખ્યાલ આવ્યો કે જ્વલંતભાઇ બપોરની ઊંઘ માણી ને જાગી ગયાં છે અને અત્યારે રસોડામાં છે. એ બહાર આવ્યો અને રસોડામાં ગયો. પ્લેટફોર્મ પર પડેલી પેલી પાણીની અડધી બોટલ એણે પુરેપુરી પી ને ખાલી કરી. એનું ઉત્થાન હજીપણ એ જ સ્થીતીમાં હતું.
‘તમે ચા પીશો ને શાંતનુ?’ જ્વલંતભાઇ ગેસ ચાલુ કરતાં બોલ્યાં
‘હા પપ્પા.’ શાંતનુ પોતાનું ઉત્થાન છુપાવવા પોતાનું ટી-શર્ટ નીચું કરી રીતસર લીવીંગ રૂમ તરફ દોડ્યો અને ટીવી ચાલુ કરી સોફા પર પગ લાંબા કરી ને બેસી ગયો અને પોતાનાં ઉત્થાનનાં સ્થાન પર તકિયો ગોઠવી દીધો.
‘પણ ક્યાં સુધી? પપ્પા તો હવે મેચ છે એટલે સામે જ રહેવાના છે. મારે મારું ધ્યાન ક્યાંક ડાઇવર્ટ કરવું જ પડશે. આ તકલીફનો બીજો કોઇ જ ઉપાય નથી. એક કામ કરું. અક્ષુને કૉલ કરી ને ક્યાંક મળવા બોલાવું? એની સાથે વાતો કરીશ એટલે મારું ધ્યાન ક્યાંક બીજે જતું રહેશે. પણ પપ્પા? એમને ખરાબ લાગશે સવારે પણ જમવામાં એમની સાથે નહોતો અત્યારે પણ...શું કરું?’ શાંતનુ પોતાની અત્યારની સમસ્યા નું નિવારણ રહ્યો હતો.
‘આ લ્યો ગરમાગરમ ચા શાંતનુ.’ જ્વલંતભાઇ સોફા પાસે પડેલા ટેબલ પર ચા નાં બે કપ મુકતા બોલ્યાં.
શાંતનુ પોતાની જ સમસ્યામાં હતો, જાણેકે એ ત્યાં હોવા છતાં પણ ત્યાં નહોતો.
‘મિસ્ટર એસ. જે. બુચ... તમારી ચા તૈયાર છે સમજે કુછ?’
જ્વલંતભાઇએ શાંતનુ નો ખભો ઢંઢોળી ને કહ્યું.
‘હેં? હા, થોડી ઠંડી થાય પછી લઉં પપ્પા.’ આજે દિવસમાં બીજીવાર શાંતનુ ઊંઘતો ઝડપાયો હતો.
અચાનક એને થયું કે એ પોતે બહાર ન જઇ શકે તો અક્ષયને તો એ ઘેરે બોલાવી જ શકે ને? જો એ હા પાડી દે તો એ પોતાની રમુજી વાતોથી શાંતનુનું ધ્યાન બીજી વાતો પર તરત જ વળી દે એમ હતું. શાંતુનુ મનોમન રાજી થયો.
‘એક મિનીટ પપ્પા મારે અક્ષુને એક અરજન્ટ કૉલ કરવાનો છે, હું હમણાં આવ્યો.’ શાંતનુ બોલ્યો.
‘ઓકે બેટા, મારી યાદ આપજે એ તોફાની બારકસ ને.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં.
‘શ્યોર!’ શાંતનુ ફરીથી પોતાનું ટી-શર્ટ નીચું કરી ને પોતાનાં ઉત્થાન ને છુપાવી ને પોતાનાં રૂમ તરફ ભાગ્યો.
રૂમમાં જઇને એણે તરત જ અક્ષયને કૉલ જોડ્યો અને તરત જ અક્ષયે કૉલ ઉપાડ્યો.
‘શું ચાલે મોટાભાઇ? કેવી રહી લંચ ડેટ?’ ફોન ઉપાડતાં જ અક્ષય બોલ્યો.
‘અરે ડેટ ક્યાં એ તો અમસ્તું જ..’ શાંતનુએ મોળો જવાબ આપ્યો.
‘હા ભાઇ હા તમે ક્યાં હજી ઓફિશિયલી ભાભીનાં પ્રેમમાં પડ્યાં છો હેં?’ અક્ષયે શાંતનુની મસ્તી કરતાં કહ્યું.
‘હમમ.. એ વાત સાચી.’ શાંતનુએ ફરીથી મોળો જવાબ આપ્યો.
‘શું થયું મોટાભાઇ? લંચ મીટ માં કાઇ થયું? ભાભી સાથે ઝઘડો?’ અક્ષયને શાંતનુ નાં અવાજ પરથી ખ્યાલ આવી ગયો કે શાંતનુ ની હાલત નોર્મલ તો નથી જ.
‘નો નો આઇ એમ ફાઇન..તું ઘેરે આવી શકે?’ શાંતનુ થી હવે વધુ કોઇ જ વાત થઇ શકે એમ નહોતી એટલે સીધો પોઇન્ટ પર આવી ગયો.
‘અત્યારે?’ અક્ષયને શાંતનુ ની ઉતાવળથી થોડીક નવાઇ જરૂર લાગી.
‘હા અત્યો જ બને તેટલો જલ્દી જો પોસીબલ હોય તો.’ શાંતનુ બોલ્યો.
‘પણ આજે હું અને સિરુ મુવી જોવા જવાના છીએ ભાઇ...પણ તમે મને કહો કાઇ થયું છે? પ્લીઝ મને કયો, તમારો અવાજ મને જુદો જ લાગે છે.’ અક્ષયે પોતાની ચિંતા રજુ કરી.
‘નો નો નો, હું મજામાં છું તું તારો પ્રોગ્રામ ચેન્જ ન કરતો, તું તારે સિરુ સાથે મુવી જોવા જા, આ તો આઇ વોઝ મિસિંગ યુ યાર એટલે...’ શાંતનુ એ પોતાનો અવાજ જાણીજોઇને સરખો કર્યો જેથી અક્ષયને રાહત થાય નહી તો એ પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરીને દોડી આવે આવે હતો.
‘ઓ ભાઇ? આર યુ ઓલ રાઇટ? જેને મીસ કરવાનાં છે એને કરો ને યાર મને શું કામ મીસ કરી ને પોતાની જાતને તકલીફ આપો છો હેં?’ અક્ષય હસતાંહસતાં બોલ્યો. શાંતનુ ને અત્યારે આવી જ ‘અક્ષય બ્રાંડ મસ્તી’ ની જરૂર હતી.
‘હા હા હા... એને તો કાયમ મીસ કરું જ છું એમાં તો કોઇ કન્શેસન હોય જ નહીં ને અક્ષુ? પણ બેઠોબેઠો બોર થતો હતો થયું કે તારી બકવાસ સાંભળું.’ આમ બોલીને શાંતનુ ફરીવાર સાવ ખોટું હસ્યો.
‘બકવાસ એમ ને? હા ભાઇ હા કોઇનો મીઠો અવાજ સાંભળીને તમે એવાં ટેવાઇ ગયાં છો મોટાભાઇ કે હવે તમને મારી વાતો બકવાસ જ લાગે ને?’ અક્ષય આ વખતે સાચું હસતા બોલ્યો.
‘આઇ વોઝ જસ્ટ જોકિંગ યાર.’ શાંતનુ બોલ્યો.
‘આઇ નો બ્રધર, પણ તેમ છતાં જો તમને જરૂર હોય તો હું આવી જાઉં...પ્લીઝ શરમાતાં નહી, સિરુને તો હું સંભાળી લઇશ.’ અક્ષયે ફરી પોતાની ‘સેવા’ ની ઓફર કરી.
‘નો પ્લીઝ અક્ષય, તું એન્જોય કર આપણે કાલે ઓફિસે મળીયે એટલે વાત કરીએ.’ અક્ષયને ધરપત આપતાં શાંતનુ બોલ્યો.
‘ઓકે બોસ..તો કાલે મળીએ, બાય!’ અક્ષય બોલ્યો.
‘બાય અને એન્જોય, સિરતદીપને મારી યાદી આપજે.’ શાંતનુ એ કહ્યું.
‘શ્યોર બ્રો!’ કહીને અક્ષયે કૉલ કટ કર્યો.
શાંતનુનો આ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. જેટલીવાર એણે અક્ષય સાથે વાતો કરી ત્યાં સુધી એનું ધ્યાન એ વાતોમાં જ રહ્યું અને એનું ઉત્થાન પણ શમી ગયું પણ જેવો ફોન કટ થયો કે તરત જ શાંતનુ ફરીથી એજ વિચારોમાં મગ્ન થઇ ગયો. આવીજ રીતે એણે આખી સાંજ પસાર કરી. મેચ પણ પતી ગઇ. રવિવાર હોવાથી આજે મહારાજે ફક્ત ભાખરીશાક જ બનાવ્યાં હતાં. સાવ લુસલુસ જમી ને શાંતનુએ પોતાનાં ગમતાં ગીતોની ચેનલ પર ધ્યાન લગાવવાની નિષ્ફળ કોશિશ કરી. દસ નાં ટકોરે જ્વલંતભાઇ શાંતનુ ને ‘ગુડ નાઇટ’ કહી ને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.
શાંતનુને આજે કદાચ પહેલીવાર જુના ગીતો સાંભળવાનું નહોતું ગમી રહ્યું એટલે એણે ચેનલો ફેરવવી ચાલુ કરી પણ ગમેતેમ એનું ધ્યાન હજીપણ અનુશ્રીના સ્તનો અને એની ભરાવદાર ખીણમાં જ અટકેલું હતું.
ત્યાં જ રોજની જેમ જ અનુશ્રીનો વ્હોટ્સ એપ્પ પર ‘ગુડ નાઇટ’ નો મેસેજ પણ આવી ગયો. આ જોઇને શાંતનુ નું મન વધુ માત્રામાં અનુશ્રી વિષે વીચારવા લાગ્યું. પોતાનું ધ્યાન બીજે લગાડવા ફરીથી એ ટીવી તરફ વળ્યો થોડીવાર ચેનલો સર્ફ કરીને પણ ધ્યાન બીજે દોરવામાં નિષ્ફળ ગયેલાં શાંતનુએ ટીવી અને લીવીંગ રૂમ ની લાઇટો બંધ કરી પોતાનાં રૂમ તરફ પ્રયાણ કર્યું.
રૂમમાં આવીને એસી ચાલુ કરીને એ પોતાની પથારીમાં પડ્યો અને લગભગ બપોરની જેમ જ પડખાં ફેરવવાનાં શરુ કર્યા. એનાં થી કોઇ ‘ભૂલ’ ન થાય એટલે એણે આજે જાણીજોઇને અનુશ્રીનાં ફોટા ન જોવાનું નક્કી કર્યું જે તેના સુવા પહેલાનાં રોજીંદા ક્રમનો ભંગ હતો. ઊંધ તો એને આવતી જ નહોતી અને કદાચ આવવાની પણ નહોતી. એનું ધ્યાન હજી ‘પેલી’ જગ્યાએ જ હતું જે જગ્યાએ એને મતે કદાચ ન હોવું જોઇતું હતું અને હવે એકલો પડતાં ફરીથી એને ઉત્થાન નો અનુભવ થવા લાગ્યો હતો. શાંતનુને આ પરિસ્થિતિ માં થી બહાર નીકળવું હતું.
એની પાસે એક ઉપાય હતો પણ એ જાણીજોઇને એ ઉપાય નો ઉપયોગ કરવા નહોતો માંગતો. એ ઉપાય હતો હસ્તમૈથુન...પણ આજ સુધી એણે ફિલ્મોની અભિનેત્રીઓ કે જાણી-અજાણી અને ગમી ગયેલી સ્ત્રીઓ કે યુવતીઓની કલ્પના કરીને એ હસ્તમૈથુન કરતો, પણ આ તો અનુશ્રી, એનો એક માત્ર પ્રેમ... એની સાથે આવું કાઇ કરવાની કલ્પના પણ કેમ થાય? શાંતનુને ડર હતો કે એમ કરવાથી એ કોઇ પાપ કરી બેસશે. આમ વિચારીને એ સતત પડખાં ફેેરવતો રહ્યો.
લગભગ એકાદ કલાકનાં માનસિક સંઘર્ષ પછી અંતે કામદેવનો વિજય થયો અને શાંતનુ પોતે અનુશ્રી સાથે છે અને એ એનાં સ્તન સોંદર્યને પોતે માણી રહ્યો છે અને અનુશ્રીને બેફામ પ્રેમ કરતાં કરતાં એની આ ‘પ્રેમિકા’ને પૂર્ણપણે શારીરિક આનંદ આપી રહ્યો છે એવી કલ્પના કરવા માટે મજબુર થયો અને અમુક મિનિટોના હસ્તમૈથુન પછી અનુશ્રીનું નામ લઇને એણે સ્ખલન કર્યું. સ્ખલન કરતી વખતે અને એ પછી ની ઘણી સેકન્ડો શાંતનુનાં જીવનની કદાચ સહુથી સુખદ પળોમાં થી એક હતી. એનું આખુંય શરીર ખુબજ ધ્રુજારી અનુભવ્યા બાદ એક સુખદ થકાન ની લાગણી અનુભવી રહ્યું હતું. આજ સુધી એણે સાચું શારીરિક સુખ માણ્યું ન હતું પણ આ અનુભવ કદાચ ઓછો પણ ન હતો. આ જ સુખદ લાગણી સાથે એને તરત ઊંઘ આવી ગઇ અને સીધો સવારે સાત વાગે એનાં સેલફોન માં જ્યારે અલાર્મ વાગ્યો ત્યારે જ એ જાગ્યો. બ્રશ કર્યા પછી વ્હોટ્સ એપ્પ પર અનુશ્રી નો ‘ગુડ મોર્નિંગ’ નો મેસેજ જોઇને તરત જ એને રાતની વાત યાદ આવી ગઇ અને એ મનોમન શરમાયો પણ ખરો.
રોજનાં ક્રમ મુજબ શાંતનુ સવારનાં કર્યો પરવારવા માં લાગી ગયો. રોજની જેમ જ સેન્ડવીચ અને આ ચા નો નાસ્તો કરીને એ ઓફિસે પણ પહોંચી ગયો. અક્ષયને મળીનેે તો એ ઔર ફ્રેશ થઇ ગયો. શાંતનુને લાગતું હતું કે હવે બધું નોર્મલ થઇ ગયું હતું પણ જ્યારે અનુશ્રી અને શાંતનુ રોજની જેમ તે દિવસે નજીકની રેસ્ટોરાં માં બપોરે જમવા માટે ભેગાં થયાં અને શાંતનુએ અનુશ્રીને પહેલીવાર જોઇ ત્યારે એ ફરીથી બેચેન થવા લાગ્યો.
આ બેચેની હવે જુદી જ જાતની હતી. આ બેચેની કાલની જેવી કામાતુર ન હતી આ ફીલિંગ હતી અપરાધની, કશુંક ખોટું કર્યાની. અત્યારસુધી તો બધું બરોબર જ ચાલતું હતું પણ જેવો શાંતનુ અનુશ્રીને રેસ્ટોરાં ની બહાર મળ્યો કે તરત જ એનું હ્ય્દય ભારે થઇ ગયું. રોજની જેમ એણે અનુશ્રી સાથે હાથ તો મેળવ્યો પણ એ રોજ જેવી ઉષ્મા ન હતી અને આટલું જ નહી રોજ એણે અનુશ્રી સાથે હાથ તો મળવ્યો પણ એ રોજ જેવી ઉષ્મા ન હતી અને આટલું જ નહી રોજ એને અનુશ્રીને મળવા જેવું જ ન હતું. એ આજે અનુશ્રી સાથે બહુ વાત કરી શકશે કે નહી એનો પણ એને સંશય હતો. રેસ્ટોરાં માં પણ જમતાં જમતાં એ લગભગ મૂંગો જ રહ્યો જોકે અનુશ્રી તો એની ટેવ પ્રમાણે સતત બોલતી રહી. જોકે અનુશ્રીને પોતાને પોતાનાંં જમતાં એ લગભગ મૂંગો જ રહ્યો જોકે અનુશ્રીને પોતાને પોતાનાં આ બોલકા સ્વભાવને કારણે અને એને બે બાબતનો પણ ખ્યાલ હોવાને કારણે કે શાંતનુ ખુબ ઓછું બોલે છે એટલે અત્યારે તો મામલો સંભાળાઇ ગયો પણ પછી શું?
રેસ્ટોરાંથી ઓફિસે પાછાં આવીને પણ શાંતનુને ચેન ન પડ્યું. એ કમ્પ્યુટર સામે તો બેઠો હતો પણ એનું મન બેચેન હતું. એને હવે લાગી રહ્યું હતું કે એણે કોઇ મોટી ભૂલ કરી છે. કદાચ ભૂલ નહી બહુ મોટું પાપ એનાં થી થઇ ગયું છે.
‘યાર અનુ તો તને પોતાનો ખાસ ફ્રેન્ડ સમજે છે એનાં વિષે તારે આવું વિચારવાની શું જરૂર હતી? ચલ એ તને ફક્ત ફ્રેન્ડ માને છે તો તું તો એને પ્રેમ કરે છે ને? તો પ્રેમમાં સેક્સ મિક્સ કરાય? બીજી બધી છોકરીઓ તો ઠીક છે રોજ મળે અને જતી રહે પણ અનુ? અનુ માટે આવું વિચારવાનું? એક રાત જો સુતો ન હોત તો શું ખાટું મોળું થઇ જવાનું હતું? તારાંથી બહુ મોટું પાપ થઇ ગયું છે શાંતનુ. તારે આ બાબતે ભગવાનની માફી માંગવી જ રહી, જટ ઉભો થા અને અત્યારે જ કોઇ મંદિરે જા અને ત્યાં સુધી તું એનાં વિષે આવું કાંઇજ ફરીથી નહી વિચારે. ચલ ઉભો થા શાંતનુ. જા’ શાંતનુ મનોમન પોતાની સાથે વાત કરી રહ્યો હતો.
‘મોટાભાઇ જમી આવ્યાં? ચલો કઠવાડા જવું છે ને?’ આઇ એમ રેડી.’ અચાનક અક્ષયના અવાજે શાંતનુ નું ધ્યાન ભંગ કર્યું.
‘હેં..હમમ... ના... નહી જઇએ તો નહી ચાલે?’ શાંતનુ બઘવાયેલી હાલતમાં બોલ્યો.
‘વ્હોટ? બીગ બ્રો, તમે? અને કૉલ પર જવાની ના પાડો છો?’ અક્ષયને આશ્ચર્ય થયું. આજ સુધી શાંતનુ એ ક્યારેય કોઇપણ સેલ્સ કૉલ પર જવાની ના નહોતી પાડી. હા ક્યારેક અક્ષય પોતે કંટાળી જઇ ને કૉલ પર જવાનું ટાળી દેતો પણ શાંતનુએ આજે પહેલીવાર કૉલ પર જવાની ના પાડી રહ્યો હતો.
‘હા યાર આજે નથી જવું.’ શાંતનુ બેઠાંબેઠા જ બોલ્યો. એનાં અવાજમાં ભારે હતો.
‘શું થયું ભાઇ? તબિયત સારી નથી?’ અક્ષયે પૃચ્છા કરી.
‘હા યાર નથી મજા, હું ઘરે જાઉં છું.’ શાંતનુ બોલ્યો.
‘શ્યોર? હું તમને મૂકી જઉં.’ અક્ષય બોલ્યો.
‘ના ના ના હું જતો રહીશ.’ શાંતનુથી થોડું જોરથી બોલાઇ ગયું. એને મંદિરે એકલું જવું હતું અને જો અક્ષય સાથે આવે અને ઘેરે મૂકી જાય તો અત્યારેતો મંદિરે નહી જ જવાય પણ પછી બાકીનો આખો દિવસ જ્વલંતભાઇ પણ એને ખરાબ તબીયત ને કારણે ઘરની નહી નીકળવા દે.
‘ઓકેે, ઓકે ચીલ્લ ભાઇ નહી આવું પણ ઘેરે પહોંચીને મને કૉલ કરી દેજો એટલે મને શાંતી થાય.’ અક્ષય બોલ્યો.
‘ઓકે શ્યોર. અને સાંભળ પપ્પા અને અનુશ્રીને હું કશું જ નહી કહુ, એ બન્ને ને ખોટી ચિંતા થશે. થોડોક થાક છે એટલે હું સુઇ જઇશ એટલે પછી સારું થઇ જશે.’ શાંતનુએ અક્ષયને વિનવણી ભર્યો ઓર્ડર કર્યો.
‘ડન પણ અહીથી આપણે સાથે જ નીકળીએ કૉલ પર જઇએ છીએ એમ કહી ને. તમે ઘેરે જાવ હું જોવું જો સિરુ નવરી હોય તો આજે પણ એને મુવી માં લઇ જાઉં.’ અક્ષય આંખ મારતાં બોલ્યો.
‘તું નહી સુધરે, ચલ નીકળીએ.’ અક્ષયની મજાકે જબરદસ્ત માનસિક તાણ અનુભવી રહેલાં શાંતનુના ચહેરા પર પણ સ્મીત લાવી દીધું.
કઠવાડા સેલ્સ કૉલ પર જવાની વાત કરીને બન્ને ઓફિસેથી નીકળી ગયાં. પાર્કિંગમાં જઇને શાંતનુએ અનુશ્રીને વ્હોટ્સ એપ્પ પર પણ પોતે સેલ્સ કૉલ પર જાય છે અને હવે ઓફિસે પાછો નહી આવે એવો મેસેજ કરી દીધો. પાર્કિંગ થી શાંતનુ અને અક્ષય છુટા પડ્યાં. શાંતનુ સીધો જ એનાં ઘર પાસે આવેલાં મહાદેવનાં મંદિરે જ ગયો. મંદિરના છેક ગર્ભગૃહમાં જઇ ને એણે એનાં માનીતાં ભગવાન શિવ ની માફી માંગી. એકવાર નહી અનેક વાર. થોડીવાર એ મંદિરના ઓટલે એમ જ મૂંગો બેઠો રહ્યો. મંદિરે થી એ સીધો જ ઘરે આવ્યો. શાંતનુનાં ઘેરે વહેલાં આવવાની જ્વલંતભાઇ માટે કોઇ નવાઇ ન હતી એટલે એમણે શાંતનુને આવકાર આપ્યો અને પોતે પોતાની બપોરની ઊંઘમાં પરોવાઇ ગયાં.
પણ શાંતનુ ને મંદિરે પોતાનાં ‘સો કોલ્ડ’ ગુનાનો એકરાર કરીને જે શાંતી મળી હતી એ ક્ષણજીવી જ નીવડી. વળી એને બેચેની થવા લાગી અને એ વારેવારે રસોડામાં જઇને પાણી પીવા લાગ્યો. થોડીવાર પછી એ ટીવી બંધ કરીને પોતાનાં રૂમમાં ગયો અને લેપટોપ પર ઇન્ટરનેટ સર્ફ કરવા લાગ્યો. અહિયા પણ જેવો એ ફેસબુક માં લોગઇન થયો ત્યાં એને હોમપેજ પર પણ અનુશ્રીનાં અપડેટ્સ જ દેખાયાં એટલે ફરીથી એનો જીવ ગભરાવવા લાગ્યો એણે લેપટોપ બંધ કર્યું અને થોડીવાર ઊંઘવાની કોશિશ કરી પણ એ તો શક્ય જ ન હતું. બપોરની ચા પી ને એ પોતાનાં ફ્લેટની નીચે આવેલા ગાર્ડનમાં જઇને બેઠો અને પોતાનાં સેલફોનનાં જુના ગીતો સાંભળવા લાગ્યો પણ થોડીવાર પછી એ ગીતો પણ એને પોતાનું ગઇકાલનું પોતેજ માની લીધેલાં ‘દુષ્કર્મ’ ને ભુલવાડવામાં નિષ્ફળ નીવડ્યા. એની આ હાલત બાકીનાં આખાય દિવસ રહી. રાત્રે એને માંડમાંડ ઊંઘ આવી.
બીજે દિવસે પણ માથું દુઃખવાનું બહાનું ખરીને શાંતનુ ઘરે જ રહ્યો. એણે જ્વલંતભાઇને પોતે ડોક્ટર ને મળી આવશે અને પુરતો આરામ પણ કરશે એમ કહીને ધરપત આપી. અનુશ્રીને ગુડ મોર્નિંગ મેસેજ નો જવાબ આપીને એને સવારથી જ પોતે કામમાં બીઝી છે એમ કહીને પોતે આજે ઓફીસ નહી આવે એ બાબતે જાણ કરી દીધી. અક્ષયને પણ પોતાની તબિયત બાબતે એણે ખબર આપ્યાં અને પોતે અનુશ્રીને પોતાની ખરાબ તબિયત વિષે જાણ નથી કરી એ હકીકત પણ એણે અક્ષય ને જણાવી દીધી. પણ હવે શું?
‘કેટલાં દિવસ એ આમનેઆમ ઘેરે બેસી રહીશ? ભગવાન સામે ગુના નો એકરાર કર્યા છતાંય મને હજી ગીલ્ટ ની ફીલિંગ થઇ રહી છેતો હવે શું કરું? અક્ષયને કહી ને મન નો ભાર હળવો કરી દઉં? હા એમ જ કરું. અક્ષય સીવાય મારી તકલીફ કોઇ બીજું કોણ સમજી શકવાનું? હા એમ જ કરું. એને સાંજે જ આઇ.આઇ.એમ ની કીટલી એ બોલાવી લઉં.’ શાંતનુ પોતાનાં રૂમમાં પોતાની બેડ પર બેઠાંબેઠા કોઇ મેગેઝીન ઉથલાવતાં વિચારતો રહ્યો.
શાંતનુએ પોતાનો સેલફોન ઉપાડ્યો અને અક્ષયનો નંબર ડાયલ કરતો જ હતો ત્યાં ફરીથી રોકાઇ ગયો.
‘ના આ વાત અક્ષયને કહીશ તો પણ શું ફાયદો? એ પણ ભૂલી જાઓ, આમાં શું ખોટું છે આતો નેચરલ છે બધું કહીનેે મને સમજાવવાની કોશિશ કરશે પણ આ ગીલ્ટ તો મને રહેશે જ કારણકે અક્ષયની આમાં ની કોઇપણ વાત મને કોઇ ખાતરી નહી કરાવી શકે કે મેં કોઇ ખોટું કામ નથી કર્યું. મારે કોઇ નક્કર ઉપાય શોધવો છે જેનાં થી મને કાયમ માટે છુટકારો મળી જાય.’ શાંતનુ એ પોતાનો સેલફોન લોક કરી દીધો.
એની હાલત માં કોઇ ફેર નહોતો પડતો. જ્વલંતભાઇને દેખાડવા પુરતો જ એ ડોક્ટર ને ત્યાં થાક ની દવા લઇ ને ઘેરે આવ્યો. મન નહોતું તો પણ જ્વલંતભાઇનાં અણીદાર સવાલો થી બચવા એ નોર્મલ રહ્યો અને જમ્યો. જમી ને એ પોતાનાં રૂમમાં ફરી ગયો અને ફરીથી આ બાબતે શું કરવું એ વિચારવા લાગ્યો.
‘ગુનો મેં અનુશ્રી વિષે ખરાબ વિચારીને કર્યો છે. એ મને કેટલો રીસ્પેક્ટ આપે છે અને મેં એનાં માટે આવું વિચાર્યું? એટલે હવે મારે અનુશ્રીની જ માફી માંગવી જોઇએ. હું અનુનો ગુનેગાર છું એટલે એની સામે જ મારે માફી માંગવી જોઇએ. પણ આવું કહેવાય? કેમ નહી? એ મોડર્ન વિચાર ધરાવે છે. એને ખ્યાલ આવી જ જશે. પણ જો એ ગુસ્સે થઇ ને આ ફ્રેન્ડશીપ મૂકી દેશે તો? ના મારે એ રિસ્ક નથી લેવું, હું એને સાચું કહીશ પણ એ મારું સાચું કન્ફેશન કોઇ જુદી રીતે લેશે તો? ના ના પણ નહીં કહું તો હું કાયમને માટે આમ જ ગીલ્ટ ફીલ કરતો રહીશ. ગમે તે થાય હું એને બધી જ વાત કરીશ અને એની માફી માંગી લઇશ. જે કાઇ થશે એ જોયું જશે. મારો ‘શિવલો’ મારી સાથે છે એ બધુય ધ્યાન રાખશે. અનુ મને બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર ગણે છે એ એટલુ તો સમજશે ને કે હું આ બાબતે એની પ્રત્યે ઓનેસ્ટ છું? અને કોઇ બીજું હોત તો આવી હિંમત કરત? કદાચ એ આખીય બાબત પોઝીટીવ લે અને મારાં પ્રત્યે એને રીસ્પેક્ટ વધી પણ જાય તો પછી કદાચ થોડાં દિવસો પછી હું એને પ્રપોઝ પણ કરી શકીશ. અને કશું નહી તો મારાં મન નો ભાર તો હળવો થશે? હા હું આજે જે એની સમક્ષ મારાં ગુનાની કબુલાત કરી દઇશ નહી તો હજી ઘણાય દિવસ મારે આમનેઆમ ફરવું પડશે.’ શાંતનુએ આમ વિચારતાં વિચારતાં જ નક્કી કરી લીધુંકે એ અનુશ્રીને હિંમત કરીને બધુંજ કહી દેશે.
ઘડિયાળમાં બપોરનાં ત્રણ વાગી રહ્યાં હતાં. શાંતનુએ મન કઠણ કરી ને અનુશ્રી ને પહેલાં વ્હોટ્સ એપ્પ પર ‘કેન આઇ કૉલ યુ? ઇટ્સ કાઇન્ડા અરજન્ટ.’નો મેસેજ કર્યો.
‘શ્યોર શાંતુ, ઇઝ એવરીથિંગ ઓકે?’ અનુશ્રીનો તરત જ જવાબ આવ્યો.
શાંતનુએ મેસેજનો જવાબ આપવાને બદલે સીધો જ અનુશ્રીને કૉલ કર્યો અને સાંજે અનુશ્રી ઓફિસે થી છૂટી ને એમનાં રોજનાં લંચ વાળાં જ રેસ્ટોરાં માં મળે એવું નક્કી થયું. જ્વલંતભાઇને અક્ષયને કામ છે એવું બહાનું કરીને એ ઘરેથી નીકળી ગયો.
બે દિવસથી બેચેન અને ડરી રહેલાં શાંતનુમાં અત્યારે ગજબ ની મક્કમતા આવી ગઇ હતી. જે અનુશ્રી સામે એ પોતાનાં પ્રેમ નો ઇઝહાર કરવામાં ડરી ડરી ને સમય બગાડી રહ્યો હતો એ જ શાંતનુ આજે એને કોઇ એવી વાત કરવાનું નક્કી કરી ચુક્યો હતો જે ખુબ જ અંગત હતી અને આ વાત કર્યા પછી એનાં અને અનુશ્રીના સંબધો પહેલાં જેવાં રહેશે કે નહી એની કોઇજ ખાત્રી ન હતી પણ શાંતનુને તો આર યા પાર થવું જ હતું.
‘બોલ શું થયું શાંતુ? બધું ઠીક છે ને? આઇ એમ વરીડ ફોર યુ.’ શાંતનુ સાામેની ખુરશી પર બેસતાં જ ચિંતાતુર દેખાતી અનુશ્રી બોલી.
‘ઠીક નથી અનુ, મારાં થી એક ભૂલ થઇ ગઇ છે જે નહોતી થવી જોઇતી.’ શાંતનુ સીધો મુદ્દા પર આવ્યો, એને હવે જલ્દીથી આ ભાર હળવો કરવો હતો.
‘ઓહ શું થયું શાંતુ? ઇઝ ધેટ સીરીયસ?’ અનુશ્રીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી.
‘હા સીરીયસ અને કદાચ ઘણું સીરીયસ. એન્ડ વર્સ્ટ પાર્ટ ઇઝ ધેટ ઇટ ઇન્વોલ્વ્ઝ યુ અનુ.’ શાંતનુ એ જવાબ આપ્યો. એ હવે નર્વસ નહોતો ઉલ્ટો એનો અવાજ ખુબ મક્કમ હતો.
‘હું ઇન્વોલ્વ છું? એવું તે શું થયું? નાઉ યુ આર સ્કેરીંગ મી શાંતુ, હવે આડીઅવળી વાત ન કર અને મને સીધેસીધું કે, કે શું થયું?’ અનુશ્રી વધુ ગભરાઇ.
‘પણ તમે મને પ્રોમિસ કરો અનું કે હું જે કાઇ કહું એનાં પર તમે થોડો વિચાર કરીને તમારો નિર્ણય કરશો અને જલ્દી થી કશું જ રીએક્શન નહી આપો.’ શાંતનુ એ અનુશ્રી પાસે વચન માંગ્યું.
અનુશ્રી સાથે એનાં સંબંધો ટકી રહે એની એક માત્ર આશા જીવંત રાખવા એની પાસે બીજો કોઇ રસ્તો જ ન હતો.
‘ઓકે આઇ પ્રોમિસ, પણ તું હવે મને ઝટ કે ને કે શું થયું?’
અનુશ્રીની હવે નહોતું રહેવાતું.
‘ઓકે લીસન. રવિવારે આપણે લંચ માટે જ્યારે મળ્યાં ત્યારે સડનલી વરસાદનું ઝાપટું પડ્યું અને તમે પુરેપુરા ભીંજાઇ ગયાં હતાં. આપણે જ્યારે ઓર્ડર નક્કી કરી રહ્યાં હતાં ત્યારથી માંડીને છેક આપણે છુટા પડ્યા ત્યાં સુધી હું તમારાં આ ભીંજાયેલા શરીરને જ જોઇ રહ્યો હતો. હું તમારી માટે પાગલ થઇ રહ્યો હતો અનુ. મારાં દિમાગમાં તમારાં વિષે ખુબ જ ગંદા ગંદા વિચારો આવવા લાગ્યાં હતાં. ઘરે જઇને પણ મને આવાં જ વિચારો આવવા ચાલુ રહ્યાં હતાં. મને કોઇ બાબતે ચેન પડતું ન હતું. છેવટે તે રાત્રે આઇ હેડ ટુ ટર્ન ટુ યુુ નો...માસ્ટરબેશન...આઇ હેડ ટુ ઇમેજીન યુ અનુ...મને ત્યારથી જ ખુબ ગીલ્ટ ફીલ થઇ રહી છે. પેલી તમને ખરાબ નજરે જોવાની ફીલિંગ કરતાં આ ગીલ્ટ ની ફીલિંગ મને ખુબ પરેશાન કરી રહી છે. હું મંદિરે પણ જઇ આવ્યો પણ તો પણ કોઇ ફાયદોે ન થયો. મને એમ થયું કે હું અક્ષુ ને કહી ને મારો ભાર હળવો કરી દઉં. પણ પછી થયું કે એ પણ શું કરી શકવાનો હતો? મેં ગુનો તો તમારો કર્યો છે ને? કારણકે વી આર ફ્રેન્ડસ અને...’ શાંતનુ બોલી જ રહ્યો હતો જેમજેમ એ આ વાત કરી રહ્યો હતો એમએમ એને વધુ ને વધુ સારું લાગી રહ્યું હતું અને એનામાં વધુને વધુ હિંમત આવી રહી હતી, પણ ત્યાં જ...
‘નો વી આર નોટ ફ્રેન્ડસ...’ અનુશ્રી એ શાંતનુ ની વાત કાપી અને એને રોક્યો.
શાંતનુ ને તરત જ ખ્યાલ આવી ગયો કે હવે અનુશ્રી અને એનો સંબંધ અમુક જ મીનીટો પૂરતો જ છે અને હવે એણે અનુશ્રીનાં ગુસ્સાનો સામનો કરવાનો છે. શાંતનુ પોતાની જાતને આવનારાં તોફાન માટે તૈયાર કરવા લાગ્યો.
‘એટલીસ્ટ તું મને તારી ફ્રેન્ડ નથી માનતો...’ અનુશ્રી બોલી શાંતનુ બોલી શાંતનુ એને જોઇ રહ્યો પણ એનાં ચહેરા પર ખબર નહી કેમ ગુસ્સો ન હતો. શાંતનુ કળી શકતો નહોતો કે અનુશ્રી ખરેખર ગુસ્સે છે કે એને છુપાવી રહી છે?
‘નો નો, હું તમને ખાસ ફ્રેન્ડ જ માનું છું અને એટલે જ તમારી પાસે જ હું આ કન્ફેશન...’ શાંતનુ સફાઇ આપવા ની કોશિશ કરી રહ્યો હતો.
‘નો શાંતુ, આઇ નો યુ આર ઇન ડીપ લવ વિથ મી!!’ અનુશ્રીએ ધડાકો કર્યો...
... અને શાંતનુ હક્કોબક્કો થઇ ગયો.
‘તને શું લાગે છે શાંતુ કે તે દિવસે તું જ્યારે મારાં ક્લીવેજ ને જોઇ રહ્યો હતો ત્યારે મારું ધ્યાન નહોતું? અરે મિસ્ટર ફીમેલ્સ પાસે એક એકસ્ટ્રા સેન્સ હોય છે. સીક્થ નહી તો કદાચ સેવેન્થ. અમને પુરુષ ની તમામ હરકતો અને નજરો ની તરત ખબર પડી જાય છે.’ અનુશ્રી નાં મોઢાં પર હવે સ્માઇલ હતું.
‘એટલે તમે મને જોઇ રહ્યાં હતાં?’ શાંતનુ આભો બની ને બોલ્યો.
‘ઓફકોર્સ નહી તો બે પાાનાના મેન્યુમાં કોઇ પાંચ મિનીટ્સ કેવી રીતે બગાડે સ્ટુપીડ??’ અનુશ્રી હવે હસી પડી અને એ પણ ખડખડાટ...
‘મીન્સ તમને કોઇજ વાંધો નથી?’ શાંતનુ ને લાગ્યું કે એ કોઇ સ્વપ્ન જોઇ રહ્યો છે.
‘ઓહ કમોન યાર હું તારા જેવી સ્ટુપીડ નથી કે નથી હું હડપ્પા કે મોહેંજો દડોનાં જમાનામાંથી આવેલી છોકરી. મને પણ મેલ-ફીમેલ નાં ફીઝીકલ એટ્રેકશન નો સબ્જેક્ટ અટરેકટ કરે છે અને એનાં વિષે ઘણું વાંચું છું અને આઇ નો કે ઇટ્સ નેચરલ. બે જુદાજુદા જેન્ડર વચ્ચે ફીઝીકલ એટ્રેકશન તો થાય જ ને? યુ નો મને એક વાત ગમી કે તે હિંમત કરીને મને બધું જ કહી દીધું. ધેટ શોઝ કે યુ ગોટ પ્યોર હાર્ટ જેનો મને પહેલે થી જ ડાઉટ હતો.’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.
‘હેં?’ શાંતનુ તો જાણે ચાટ પડી ગયો હોય એમ બઘવાઇ ચુક્યો હતો.
‘પણ મને એકવાત ન ગમી શાંતુ.’ અનુશ્રી બોલી.
‘શું? આઇ મીન કઇ?’ શાંતનુ એની ચાલી રહેલી દુવીધામાં જ બોલ્યો.
‘એ જ કે તે મારાં થી આટલાં દિવસો સુધી એ વાત છુપાવી કે યુ લવ મી, જો કે મને તો ઘણાં દિવસો થી ખ્યાલ હતો કે તું મને પ્રેમ કરે છે પણ મને એમ કે તું જ મને કોઇક દિવસ સામે થી મને પ્રપોઝ કરીશ.’ અનુશ્રી ફરીથી હસતાંહસતાં બોલી.
‘ના ના એવું કશું નથી...’ શાંતનુ હવે બચવા માંગતો હતો. જે હિંમત એણે એક સાહસિક કબુલાત કરવા માટે ભેગી કરી હતી એ જાણે પીન મારેલા ફુગ્ગામાં થી હવા નીકળી જાય એમ એનાં શરીર માં થી નીકળી ગઇ હતી.
‘ખોટી વાત શાંતુ, આજે તો તું મને આઇ લવ યુ કહી જ દે શાંતુ. ક્યાં સુધી વેઇટ કરીશ?’ અનુશ્રી હવે શાંતનુ પર હાવી થઇ રહી હતી.
‘હમમ્મ.. તમારી વાત ખોટી નથી અનુ,, આઇ...આઇ...આઇ... રીયલી લવ યુ, પણ ...’ શાંતનુએ અંતે પોતાનાં પ્રેમ નો ઇઝહાર કર્યો એને હતું કે અનુશ્રીએ સામેથી એને આમ કહેવાનું નિમંત્રણ આપ્યું એટલે હવે તો એ હા પાડી જ દેશે. એ અચાનક ઉત્સાહ માં આવી ગયો.
‘મને હતું જ. આટલાં ટાઇમથી આપણે જ્યારે જ્યારે મળીએ ત્યારે જે રીતે તું મને જોતો હોત મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તું...એનીવેઝ, લાસ્ટ મંથ જ્યારે આપણે દાલબાટી ખાવા માટે એસજી હાઇવે નાં ‘શિવ ઢાબા’ પર ગયાં હતાં અને ત્યારે તે મને નેટ સર્ફ કરવા તારો સેલ મને આપ્યો હતો કારણકે મારું બેલેન્સ ખલાસ થઇ ગયું હતું યાદ છે?’ અનુશ્રી બોલી.
‘હા હા તો?’ શાંતનુ ને ખ્યાલ ન આવ્યો કે અનુશ્રી શું કહેવા માંગે છે.
‘મેં નેટ તો બે મિનીટ્સ માં જ સર્ફ કરી લીધું હતું પણ સોરી પછી મેં થોડીવાર માટે તારો સેલ પણ ચેક કર્યો હતો અને એમાં એક ફોલ્ડરમાં મારાં નહી નહી તો હન્ડ્રેડ પ્લસ પીક્સ હતાં જે તે ચોરીચોરી પાડ્યાં હતાં પ્લસ એફબી ની મારી પ્રોફાઇલ માં થી પણ તે થોડાક પીક્સ એમાં સેવ કર્યા હતાં. મને ત્યારે જ પાકે પાયે ખાત્રી થઇ ગઇ હતી કે યુ લવ મી ડેસ્પરેટલી.’ અનુશ્રી નાં ચેહરા પર સ્માઇલ બરકરાર હતું.
‘તો તમે મને કીધું કેમ નહી અનુ?’ શાંતનુ બોલ્યો.
‘કારણકે હું તારી પાસેથી સાંભળવા માંગતી હતી નાલાયક!’ અનુશ્રી એ હસતાંહસતાં જવાબ આપ્યો.
‘તો આજે ગમેતેમ પણ મેં તમને પ્રપોઝ તો કર્યું ને? તો હવે તો કહો ડુ યુ લવ મી? શાંતનુ બોલ્યો એનાં અવાજમાં લગભગ યાચના હતી અને હવેતો અનુશ્રી હા જ પાડી દેશે એવો વિશ્વાસ પણ હતો.
‘નો શાંતુ, આઇ ડોન્ટ લવ યુ...નોટ ઇન ધ સેમ વે એઝ યુ લવ મી... બીકોઝ આઇ એમ ઓલરેડી કમિટેડ ટુ સમવન.’ અનુશ્રીએ શાંતનુની યાચના એક ઝાટકે નકારી દીધી અને લાંબા સમય સુધી શાંતનુ મૌન થઇ ગયો...
-ઃ પ્રકરણ સાત સમાપ્ત :