‘શાંતનુ’
- સિદ્ધાર્થ છાયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
આઠ
‘એનું નામ અમરેન્દ્ર પાંડે છે. બેઝીકલી બિહારનો છે એન્ડ હી ઇઝ એ સોફ્ટવેર ઇન્જિનીયર. અત્યારે એ અમેરિકાની સિલિકોનવેલીની એક આઇટી કંપનીમાં સીનીયર માર્કેટિંગ હેડ છે. હું જ્યારે ટુરીઝમ નો કોર્સ કરવા બેંગ્લોર ગઇ હતી ત્યારે એજ ઇન્સ્ટીટ્યુટનાં બિલ્ડિીંગમાં એ પણ એક આઇટી કંપનીમાં જોબ કરતો. ધીરેધીરે મુલાકાતો થઇ એકબીજાં સાથે વાતો થવા લાગી અને વન ડે હી પ્રોપોઝડ મી..મને તો એ પહેલેથી જ ગમતો હતો, આઇ મીન ટોલ ડાર્ક એન્ડ હેન્ડસમ યુ નો?’ એટલે મેં તરત જ હા પાડી દીધી.’ અનુશ્રી નાં ચહેરા પર એક અજીબ સી ખુશી હતી. એને અમરેન્દ્ર કેટલો પસંદ છે અથવાતો એ એને કેટલો પ્રેમ કરે છે એ એનાં અવાજમાં સ્પષ્ટપણે છલકાતું હતું.
‘હમમમ...’ એક મોટા શોક ખમી ચુકેલાં શાંતનુ પાસે હવે અનુશ્રીની પ્રેમ કહાણી સાંભળવા સીવાય બીજો કોઇ જ વિકલ્પ પણ ન હતો.
‘..પણ એને કઇક કરી બતાવવું હતું. એનાં મોમ-ડેડ બહુ ટીપીકલ હતાં યુનો?... બેંગ્લોર માં જ એને એક અપોર્ચ્યુનીટી મળી અને એજ કંપની લાસ્ટ યર એને યુએસ પણ લઇ ગઇ. અમેે તો ત્યારે જ મેરેજ કરી લેવાનાં હતાં પણ અન્ફોર્ચ્યુનેટલી તે વખતે જ એનાં ડેડ એક્સ્પાયર થઇ ગયાં.’ અનુશ્રીની કહાણી ચાલુ રહી.
‘ઓહ...પછી?’ શાંતનુ ફક્ત બોલવા ખાતર બોલ્યો.
‘મને પણ મમ્મા અને સુવાસભાઇને વાત કરતાં બીક લાગતી હતી આઇ મીન મેં તો એમને હજીપણ વાત નથી કરી એટલે મને થોડો ટાઇમ મળી ગયો પણ યુ નો શાંતુ, નેક્સ્ટ મંથ અમર અમદાવાદ આવે છે અને વી હેવ ડીસાઇડેડ કે આ વખતે તો અમે મેરેજ કરી જ લઇશું. હું પણ થોડાં દિવસોમાં મમ્મા ને અને ભાઇને કહી દઇશ ભલે એમની મરજી હોય કે ન હોય, વી વીલ ગેટ મેરીડ ફોર શ્યોર ફોર ધેટ મને તારી મદદ જોઇશે
શાંતુ, તું મને મદદ કરીશ ને?’ અનુશ્રી બોલી.
‘હા..હા. વ્હાય નોટ? આઇ મીન કેમ નહી? હું તમારો ફ્રેન્ડ છું.’ શાંતનુએ ‘ફ્રેન્ડ છું.’ શબ્દ પર એવી રીતે ભાર મુક્યો જાણે કે એ અનુશ્રીએ કઇક સંભળાવવા માંગતો હોય.
‘શાંતનુ પ્લીઝ એમ ન માનતો કે મેં તારી આજની વાતથી હર્ટ થઇ ને તને ના પાડી છે પણ અમારુંં અફેર છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે..તારા જેવો પ્યોર હાર્ટ વાળો છોકરો મેેળવીને કોઇપણ છોકરી લકી હોત ઇવન આઇ વુડ હેવ બીન ધેટ લકી ગર્લ કારણકે હું અમરની રગરગ થી વાકેફ છું શાંતુ, તારા જેવો પ્યોર તો એ પણ નથી, પણ સોરી...આઇ એમ ઓલરેડી હીઝ.’ અનુશ્રી એ હસીને ટેબલ પર શાંતનુએ મુકેલા હાથને પોતાની લાંબી આંગળીઓ થી દબાવ્યો.
‘નો નો ઇટ્સ ઓકે અનુ, એટલીસ્ટ મેં તમને મારા દિલની વાત કરી દીધી એનો મને આનંદ છે જો એમ કર્યા પહેલાં જો તમે મને તમારી વાત કરી દીધી હોત તો કદાચ મારી હાલત ખુબ ખરાબ થાત કારણકે પછી હું તમને કશું કહી ન શક્યો હોત. હું થોડો ટચી છું... ઇમોશનલ ફૂલ...’ શાંતનુ દાઢમાં બોલ્યો.
‘ડોન્ટ સે લાઇક ધેટ યુ આર ઇનફેક્ટ વેરી સ્વીટ. અમર જરાપણ ઇમોશનલ નથી એ પ્રેક્ટીકલ વધુ છે...અને મને ખબર હતી કે યુ આર ઇન ડીપ ડીપ લવ વિથ મી એટલે જ તો મેં તારાં કહેવાની રાહ જોઇ. જો તે ન કહ્યું હોત તો હું તને બહુ જલ્દીથી આ બાબત ની યાદ દેવડાવત. લાસ્ટ સન્ડે નાં લંચે ઇનડીરેક્ટલી આપણી બન્નેની મુશ્કેલીઓ દુર કરી દીધી.’ અનુશ્રી એ જવાબ આપ્યો.
‘તો ક્યારે આવે છે અમરેન્દ્ર?’ શાંતનુએ હવે પોતાનાં હથિયાર લગભગ હેઠા મૂકી દીધાં હતાં અને પોતાની જાતને અનુશ્રીને બનતી મદદ કરવા માટે તૈયાર કરી રહ્યો હતો.
‘સેકન્ડ ઓક્ટોબરે, આજે સવારે જ એનું કન્ફર્મેશન આવ્યું એટલે જ આજે હું જલ્દી થી ઓફિસ આવી ગઇ હતી.’ અનુશ્રીના અવાજમાં ઉત્સાહ હતો.
‘ઓહ ઓકે.’ શાંતનુએ મનોમન તાળો મેળવ્યો કે કેમ અનુશ્રી અઠવાડિયામાં અમુક દિવસે સવારનાં આઠેક વાગ્યે ઓફિસે આવી ને પેસેજનાં છેક છેવાડે ઉભી રહીને પોતાનાં સેલફોન પર લાંબા સમય સુધી વાતો કરતી.
“એ કોલ્સ અમરેન્દ્રનાં જ હશે કારણકે ત્યારે અમેરિકામાં રાત હોય એટલે...” શાંતનુ મનોમન વિચારી રહ્યો હતો.
‘પણ યુ આર એન્ડ યુ ઓલ્વેઝ બી માય બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર શાંતુ, તું હજુ પણ મારો બીએફએફ (બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર) છે ને?’ અનુશ્રીએ પોતાનો હાથ લંબાવ્યો.
‘શ્યોર, બીએફ (બોયફ્રેન્ડ) કરતાં બીએફએફ માં એક ‘એફ’ વધુ હોય છે એટલે હું અમરેન્દ્ર કરતાં એક ડીગ્રી વધુ ધરાવું છું. એમ માની લઇશ.’ અનુશ્રીનો હાથ પકડતાં જ શાંતનુની સેન્સ ઓફ હ્યુમર અચાનક એક્ટીવેટ થઇ ગઇ.
‘ઓહ માય ગોડ, શાંતુ, યુ આર ધ બેસ્ટ, અને એટલે જ આઇ લવ યુ ફોર ધેટ, પણ પેલું લવ યુ નહી હોં?’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.
‘હા અને હું હવે એ બાબત કાયમ ધ્યાનમાં જ રાખીશ.’ શાંતનુએ જવાબમાં ફિક્કું સ્મીત આપ્યું.
‘હવે તારે મને એક ઇન્સ્ટન્ટ મદદ કરવી પડશે શાંતુ.’ અનુશ્રી બોલી.
‘હા બોલોને મેડમ એટ યોર સર્વિસ.’ શાંતનુ એ હવે મન સાથે પૂરેપૂરું સમાધાન કરી લીધું હતું.
‘કાલેજ તારે રાયપુરના આર્યસમાજમાં જઇને ફિક્થ ઓક્ટોબર બુક કરી દેવી પડશે. અમારાં મેરેજ માટે, અમર વોઝ સો વરીડ કે એ અમદાવાદમાં લેન્ડ થયાં પછી બે દિવસમાં બધું કેવીરીતે મેનેજ કરશે પણ મેં સવારે જ અમર ને કીધું હતું કે શાંતનુ છે ને? એ બધું જ સાંભળી લેશે.’ અનુશ્રીના અવાજમાં વિશ્વાસ હતો.
‘હમમમ.. ઓકે શ્યોર, એની થિંગ ફોર અનુ.’ શાંતનુ બોલ્યો એ કદાચ હજીપણ અનુશ્રીને એમ બતાવવા માંગતો હતો કે એ તેને કેટલો પ્રેમ કરે છે.
‘થેન્કસ શાંતુ, મને ખબર જ હતી કે તું ના નહી જ પાડે.’ અનુશ્રી બોલી.
‘પણ આર્યસમાજ કેમ?’ શાંતનુએ પ્રશ્ન કર્યો.
‘કારણકે જો મમ્મા અને ભાઇ મને અમર સાથે મેરેજ કરવાની હા નહી પાડે તો નેચરલી મારે ઘેરેથી ભાગવું પડશે અને એટલે અમે બન્ને ફિફ્થ નાં દિવસે સવારે મેરેજ કરી ને બેંગ્લોર જતાં રહીશું. ત્યાંથી હું ભાઇ અને મમ્મા ને કૉલ કરીશ અને એમનાં આશિર્વાદ માંગીશ અને પછી જો અહિયા બધું ઠીક થઇ જશે તો દસેક દિવસ પછી અમે પાછાં આવીશું અને મમ્મા-ભાઇ નાં આશીર્વાદ લઇને હું જ્યાં સુધી મારો યુએસ નો વિસા ન થાય ત્યાં સુધી હું અહી જ એમની સાથે રહીશ અને પછી સાન ફ્રાન્સિસ્કો.’ અનુશ્રી પાસે આખોય પ્લાન તૈયાર હતો.
‘અને જો હા પાડે તો?’ શાંતનુ અનુશ્રીના પ્લાન થી બઘવાઇ ને બોલ્યો.
‘તો પણ અમે મેરેજ તો આર્યસમાજમાં જ કરીશું કારણકે અમર પાસે ફક્ત વીસ દીવસ જ છે હા કદાચ રીસેપ્શન જરૂર કરીએ.’ અનુશ્રી બોલી.
‘હમમ..’ શાંતનુ સાંભળી રહ્યો હતો.
‘ચલ શાંતુુ મોડું થઇ ગયું છે, ઇટ્સ ઓલરેડી સેવેન થર્ટી. બાકીની વાત વ્હોટ્સ એપ્પ પર કરીશું ઓકે?’ અનુશ્રી અચાનક ઉભા થતાં બોલી.
‘હા ઓક્કે, પપ્પા પણ ચિંતા કરતાં હશે.’ શાંતનુ પણ ઉભો થયો.
‘આઇ એમ રીયલી સોરી શાંતુ, તું પ્લીઝ ખોટું ન લગાડતો.’ અનુશ્રી રેસ્ટોરાં માંથી બહાર આવતાં બોલી.
‘અરે શું યાર તમે પણ? મને એમ કે મારે સોરી કહેવું પડશે મારાં બિહેવિયર માટે પણ તમે...’ શાંતનુએ હસીને જવાબ આપ્યો.
‘ધેટ્સ સો સ્વીટ ઓફ યુ શાંતુ, લવ યુ.’ અનુશ્રીએ શાંતનુના ગાલ પર ચૂંટી ખણતા કહ્યું અને પછી તે પાર્કિંગ માં પાર્ક કરેલી પોતાની સ્કુટી તરફ વળી ગઇ.
શાંતનુએ થોડીવાર પોતાનો ગાલ પંપાળી લીધો અને વિચાર્યું “કાશ આ ઘડી કોઇ બીજી રીતે અને કોઇ બીજાં સમયે આવી હોત તો?”
સવારે એ કેટલો તાણમાં હતો? હિંમત દેખાડીને એણે અનુશ્રીને બધું કહી તો દીધું અને વિચાયુ હતું એનાથી ઉલટું પરિણામ આવ્યું. એ જેને ગુનો ગણતો હતો એને કારણે નહી પણ કોઇ અન્ય કારણે અનુશ્રી એને ન મળી. શાંતનુ પોતાની બાઇક પર બેઠોબેઠો વિચારી રહ્યો હતો. કાંડા ઘડિયાળ પોણા આઠ દેખાડી રહી હતી હજી જમવાને વાર હતી અને એને અક્ષયને મળવાની તીવ્ર ઇચ્છા થઇ રહી હતી કારણકે હવે એને પોતાનું મન ખાલી કરવા માટે અક્ષય સીવાય બીજો કોઇજ ખભો મળવાનો નહોતો. જ્વલંતભાઇને એણે ફોન કરીને પોતાની તબિયત સારી છેપણ હજી વાર થશે એમ કહી દીધું. ત્યાર પછી એણે અક્ષયને કૉલ કર્યો...
‘બોલોને બીગ બોસ, શું કરો છો? તબિયત કેવી છે હવે?’ અક્ષયે એની ટેવ મુજબ હેલ્લો કર્યા સીવાય જ વાત ચાલુ કરી દીધી.
‘તબિયત તો સારી છે પણ મારે તને અરજન્ટ મળવું છે, સોરી પણ આજે તારી સાથે સિરુ હશે તો પણ મારે તને મળવું છે.’ શાંતનુનો અવાજ ભારે થઇ રહ્યો હતો.
‘અરે શું થયું મોટાભાઇ? હું હું હું હમણાં જ આવું તમે ક્યાં છો?’ અક્ષય ને ચિંતા થઇ.
‘અત્યારે તો હું આપણી ઓફીસ સામે જ છું પણ આપણે ક્યાંક બીજે મળીએ તો?’ શાંતનુ બોલ્યો.
‘હા તો બોલીને ક્યાં આવું? હું ઘરે જ છું.’ અક્ષયનાં અવાજમાં ઉતાવળ હતી.
‘આપણે પ્રહલાદનગર ગાર્ડનમાં મળીએ હું પંદર મીનીટમાં પહોંચું છું.’ કહીને શાંતનુએ કૉલ કટ કરી નાખ્યો.
અક્ષયે પણ વધુ વિચાર ન કરીને પહેરેલ કપડે પ્રહલાદનગર ગાર્ડન તરફ દોટ મૂકી. શાંતનુએ રસ્તામાં નક્કી કરી લીધું કે અક્ષયને અનુશ્રી સાથે રવિવારનાં લંચ પછી એની જે હાલત થઇ હતી એ ન કહેવું પણ આજે જે કાઇ બન્યું ફક્ત એટલું જ કહીને પોતાનો ભાર હળવો કરી લેવો. અનુશ્રી હવે ક્યારેય પોતાની નહી થઇ શકે એ બાબતે શાંતનુ ચોક્કસ થઇ ચુક્યો હતો. એણે એનું મન મનાવી લીધું હતું પણ એણે અત્યારે જે એનાં હ્ય્દય પર જે હજારો મણનો ભાર હતો એ ભાર એણે અક્ષય પાસે હળવો કરવો હતો. પંદર મીનીટમાં જ શાંતનુ પ્રહલાદનગર ગાર્ડનનાં દરવાજે પહોંચી ગયો અને ત્યાં જ અક્ષયનો કૉલ આવ્યો અને શાંતનુએ એને સામે દેખાતાં એક અંધારા ખૂણામાં પોતે બેઠો છે એમ કહી ને એ તરફ વળ્યો. લગભગ પાંચેક મિનીટ પછી શાંતનુએ અક્ષયને ગાર્ડનમાં દાખલ થતાં જોયો અને હાથ ઉંચો કરીને એણે બોલાવ્યો.
‘શું થયું ભાઇ, તમે આમ અચાનક મને...’ અક્ષય શાંતનુ સામે આવીને ઉભો રહ્યો એ એકદમ ટેન્શનમાં હતો.
શાંતનુ ઉભો થયો અને એને વળગી પડ્યો અને પછી એણે રડવાનું શશરું કર્યું અને અવિરતપણે રડતો જ રહ્યો ... રડતો જ રહ્યો. અક્ષયને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે એનો જીગરજાન મિત્ર કોઇ મોટાં દુઃખ અથવાતો તકલીફ નો સામનો કરી રહ્યો છે પણ અત્યારે એને શાંતનુને રોકવાનો કોઇજ પ્રયાસ ન કરીને એને ફક્ત રડવા દીધો. શાંતનુ નું રુદન ચાલુ જ રહ્યું એ નાનાં બાળકની જેમ ડૂસકાં ભરી રહ્યો હતો. અક્ષય શાંતનુ ની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો અને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો. લગભગ ચારેક મીનીટના અવિરત રુદન પછી શાંતનુ ધીરેધીરે શાંત થવા લાગ્યો.
‘બધું પતી ગયું અક્ષુ...’ આટલાં રુદન પછી શાંતનુ ફક્ત આટલું બોલી શક્યો અને ફરીથી રડવા લાગ્યો.
‘શું પતી ગયું દાદા? એક કામ કરો, પહેલાં શાંતી થી બેસો...એક મિનીટ તમારાં માટે પાણી લઇ આવું.’ અક્ષયે શાંતનુ ને અગાઉ એ જે બેંચ પર બેઠો હતો ત્યાં એને બેસાડ્યો.
‘ના તું અહીં જ રે, મારી પાસે.’ શાંતનુએ અક્ષયનનો હાથ ખેંચીને એને બાજુમાં બેસાડી દીધો.
‘ઓકે ભાઇ પણ તમારે મને બધી વાત કરવી પડશે કોઇ જ જલ્દી નથી. ટેક યોર ટાઇમ.’ અક્ષય શાંતનુ ને શાંત પાડી રહ્યો હતો.
થોડીવાર પછી શાંતનુ પુરેપુરો શાંત થયો. પેન્ટનાં ખીસ્સા માંથી રૂમાલ કાઢીને પોતે જ પોતાનાં આંસુઓ લૂછ્યા અને ધીરેધીરે અક્ષય સમક્ષ છેલ્લાં એક કલાક અગાઉની આખીય ઘટના ફરી તાજી કરી. જો કે એણે ધ્યાન રાખ્યું હતું કે આ દરમ્યાન એણે અનુશ્રી સમક્ષ એક કહેવાતા ગુનાની કબૂલાત પણ કરી હતી એનાં વિષે એ એકપણ શબ્દ ન ઉચ્ચારે. શાંતનુની આખીય વાત સાંભળ્યાં પછી અક્ષયને એટલો ખ્યાલ આવ્યો કે શાંતનુએ અનુશ્રીને આજે આખરે પ્રપોઝ કર્યું અને અનુશ્રી કોઇ અમરેન્દ્ર પાંડે નામનાં વ્યક્તિનાં પ્રેમમાં હોવાથી શાંતનુની ‘પ્રેમ પ્રપોઝલ’ નકારાઇ ચુકી છે.
‘બ્રધર, હું તમને એમ તો નહી કહું કે તમે થોડીક ઉતાવળ કરી પણ મને જરાક હિન્ટ આપી હોત તો...’ અક્ષય બોલ્યો.
‘તું અને હું શું કરી શકવાનાં હતાં અક્ષુ? એ ઓલરેડી છેલ્લાં ત્રણ વર્ષથી પેલાનાં પ્રેમમાં છે.’ શાંતનુએ યોગ્ય દલીલ કરી.
‘હમમ..એ વાત તમારી સાચી..તો હવે?’ અક્ષય શાંતનુની દલીલ સાથે સહમત થયો.
‘કશું જ નહિ અક્ષુ. લાઇફ અહીં પૂરી ક્યાં થઇ ગઇ છે? ફક્ત એનું એક ચેપ્ટર પત્યું છે. હું કોઇ નબળાં હ્ય્દય નો વ્યક્તિ નથી કે કાઇ અજુગતું કરી બેસું અને પપ્પા અને તને કાયમનું દુઃખ આપીને જતો રહું. હા મને ધક્કો જરૂર લાગ્યો છે. તું જાણે છે કે હું એને પાગલની જેમ પ્રેમ કરતો હતો ... કરતો હતો શું? કરું છું અને મરીશ ત્યાં સુધી કરીશ. અત્યારસુધી પહેલો પ્રેમ ભૂલી ન શકાય એ લોેજીક થી હું એટલો બધો સહમત નહોતો થતો પણ ફક્ત એક કલાક માં મને એ લોજીકે પગથી માથાં સુધી ઘેરી લીધો છે. પણ એનાં થી તો લાઇફ આગળ ન વધે ને?’ શાંતનુએ બોલતાં બોલતાં એક વિરામ લીધો.
‘ધેટ્સ ધ સ્પીરીટ ભાઇ, હું તમારી સાથે જ છું.’ અક્ષયે શાંતનુ ની પીઠ ઠપકારી અને એને પણ શાંતી થઇ કે શાંતનુ કોઇ અવળું પગલું નહી જ ભરે.
‘તું છો, પપ્પા છે...મને કોઇ જ વાંધો નહી આવે’ શાંતનુએ નબળું સ્મીત આપ્યું.
‘ગ્રેટ ભાઇ એટલે જ તમે બીગ બ્રો છો.’ અક્ષયે શાંતનુ નો હાથ લઇને દબાવ્યો.
‘મારે મન ખાલી કરવું’તું એટલે તને બોલાવ્યો. કાલે આપણે કૉલ
પર જઇએ ત્યારે શાંતી થી વાત કરીએ.’ શાંતનુ નું સ્મીત આ વખતે વધુ કુદરતી હતું.
‘એની ડે બોસ્સ...તો કાલે મળીએ?’ અક્ષય અને શાંતનુ ઉભા થયાં.
ગાર્ડન ની બહાર આવીને બન્ને પોતપોતાની બાઇક પર સવાર થઇ ને પોતપોતાનાં ઘેરે ગયાં. ઘરે પહોંચીને શાંતનુ સીધો જ બાથરૂમ માં ગયો અને ન્હાઇને ફ્રેશ થઇ ગયો જેથી જ્વલંતભાઇને કોઇ શંકા ન જાય. છેલ્લાં બે-ત્રણ દિવસની માનસિક તાણ ઉપરાંત આજે શાંતનુને આટલો મોટો માનસિક ધક્કો લાગ્યો હોવા છતાં વધુ રાહત અનુભવી રહ્યો હતો. જમીને ટીવી જોઇ રહ્યો હતો ત્યાં લગભગ દસેક વાગ્યાની વ્હોટ્સ એપ્પ પર અનુશ્રીનો મેસેજ ઝબક્યો.
‘રીયલી સોરી શાંતુ, મને તારા માટે બહુ જ ફીલ થાય છે’ દુઃખી થયેલાં સ્માઇલી સાથે અનુશ્રીએ મેસેજમાં લખ્યું હતું જે વાંચીને શાંતનુના ચહેરા પર સ્મીત આવી ગયું.
‘અરે ઇટ્સ ઓકે, હું ખાલી ત્રણ જ વર્ષ મોડો પડ્યો એટલે મારે પેનલ્ટી તો ભરવી પડે ને?’ શાંતનુએ આંખ મારતાં સ્માઇલ સાથે જવાબ આપ્યો.
‘બસ તારી આ જ વાત મને ખુબ ગમે છે શાંતુ, તું કોઇપણ કંડીશન માં સ્ટેબલ હોય છે, હસતો જ હોય છે.’ અનુશ્રીએ વળતો જવાબ આપ્યો.
‘થેન્ક્સ અનુ. બસ હવે ફ્રેન્ડશીપ ન છોડતાં નહી તો હું સ્ટેબલ નહી રહી શકું.’ શાંતનુ એ મેસેજ કર્યો.
‘હેય યુ આર માય બીએફએફ અને એ તું હવે મારી આખી લાઇફ માટે રહીશ.’ અનુશ્રી નો જવાબ આવ્યો.
‘એક પ્રોમિસ કરશો અનુ?’ શાંતનુ એ પૂછ્યું. એ હવે પોતાનાં રૂમમાં પહોંચી ગયો હતો અને પોતાની બેડ ઉપર સુતો હતો.
‘બોલને શાંતુ, તું જે કહે તે. બસ ફરીથી પ્રપોઝ ન કરતો.’ આંખ મારતાં સ્માઇલી સાથે અનુશ્રીએ મજાક કરી.
‘ના આ જન્મમાં હવે ફરી નહી કરું પણ આવતાં જન્મ માં તો કરું ને? ત્યારે ના ન પાડતાં પ્લીઝ!’ શાંતનુએ અનુશ્રી સમક્ષ લગભગ યાચના કરી.
‘શું તારે મારી પાસે આ જ પ્રોમિસ જોઇએ છીએ શાંતુ?’ કદાચ અનુશ્રીને આશ્ચર્ય થયું.
‘હાસ્તો, નહીં તો બીજું શું?’ શાંતનુ એ જવાબી મેસેજ મોકલ્યો.
‘અફકોર્સ તું આવતાં જન્મ માં મને પ્રપોઝ કરી શકે છે શાંતુ પણ...’ પણ શબ્દ પછી અનુશ્રી એ કશું જ ન લખ્યું.
‘પણ...? પણ શું અનુ?’ શાંતનુની ઉત્કંઠા વધી ગઇ જેમાં થોડીક ચિંતા પણ હતી.
‘પણ..આગલાં ફ્કત એક જન્મ માટે નહી પણ આવનારાં દરેક જન્મ માટે સ્ટુપીડ.’ અનુશ્રીએ સ્મીત આપતું સ્માઇલી સાથે મેસેજ મોકલ્યો. શાંતનુ વાંચીને એટલો ખુશ થયો કે બે કલાક પહેલાં એને પડેલાં દુઃખ ને એ લગભગ ભૂલી ગયો.
‘થેન્ક્સ અનુ. યુ આર સો સ્વીટ.’ શાંતનુએ મેસેજ મોકલ્યો.
‘યુ ડિઝર્વ ધેટ શાંતુ.’ અનુશ્રી નો જવાબ.
‘બસ હવે મને કોઇ જ પ્રોબ્લેમ નથી અનુ તમે મારાં પ્રેમ ને આટલી હદ સુધી સન્માન આપો છો એટલે હું હવે મારી બાકીની આખી લાઇફ જીવી લઇશ.’ શાંતનુએ અનુશ્રીને જવાબ આપ્યો અને એ ખરેખર પૂરી રીતે શોક માંથી દુર આવી ગયો હતો એવું એને પોતાને લાગી રહ્યું હતું.
‘યુ ડિઝર્વ એવરી બીટ ઓફ ઇટ..તારાં જેવો આટલો ઇન્ટેલીજન્ટ અને મેચ્યોર છોકરો મને આટલો બધો પ્રેમ કરે એ મારાં માટે અભિમાન લેવા જેવી વાત છે શાંતુ.’ અનુશ્રી એ શાંતનુનાં વખાણ કર્યા અને શાંતનુને પોતાનાં પર ગર્વ થઇ ગયો.
‘થેન્કસ અ લોટ અનુ, બસ નાઉ આઇ એમ અબ્સોલ્યુટલી ફાઇન.’ શાંતનુએ મેસેજ કર્યો.
‘ગ્રેટ, સાડાદસ થયાં છે શાંતુ, કાલે જોબ પર જવાનું છે ને? ચલ સુઇ જઇએ.’ અનુશ્રી એ શાંતનુને ટાઇમ યાદ દેવડાવ્યો.
‘હું આવું કે તમે આવો છો?’ શાંતનુ એ આંખ મારતાં અને જીભ બહાર કાઢતાં બે સ્માઇલી સાથે અનુશ્રીને એનાં સુઇ જવાની વાતને એક અલગ રીતે જ રજુ કરી. શાંતનુ એનાં અસલ રંગમાં આવી ગયો હતો અને હવે અનુશ્રી સાથે ફલર્ટ કરી રહ્યો હતો.
‘નાલાયક...મારી નાખીશ તને તો...!!’ બે ત્રણ ગુસ્સેલ અને પછી ઘણાં બધાં હસતાં સ્માઇલીઓ ઉમેરીને શાંતનુને જવાબ આપ્યો.
‘મને મારવા માટે પણ તમારે અહીં આવવું પડશે અનુ.’ શાંતનુએ પણ ફક્ત હાસ્ય દેખાડતાં સ્માઇલીઓ સાથે જવાબ આપ્યો.
‘ચલ સી..યુ...ઊંઘી જા હવે..ગુડ નાઇટ.’ અનુશ્રી એ ગુડ નાઇટ મેસેજ આપ્યો અને ઓફલાઇન થઇ ગઇ.
શાંતનુએ થોડીવાર એની અનુશ્રી વચ્ચેની વહોટ્સ એપ્પ પરની અત્યારની આખીય ચર્ચા ફરીવાર વાંચી અને શાંતીથી સુઇ ગયો. જે બાબતે એને છેલ્લાં બે દિવસો થી સરખી ઊંઘ કરવા નહોતી દીધી એ બાબત અનુશ્રી સમક્ષ સ્વીકાર્યા પછી એણે અચાનક જ અનુશ્રી સમક્ષ પોતાનાં એની પ્રત્યેનાં પ્રેમ નો એકરાર કરવો પડ્યો અને એ તરત જ નકારાઇ ગયો એ પછી નોર્મલ વ્યક્તિ ને કદાચ ઊંઘ ન આવે પણ શાંતનુ તો ઘસઘસાટ સુઇ ગયો અને સવારે અલાર્મ વાગ્યો ત્યારે જ ઉઠ્યો.
પ્રાતઃ કર્મ પતાવી, નાસ્તો કરીને શાંતનુ પહેલાં ની જેમ જ ઓફિસે પૂરાં જોશમાં ગયો. શાંતનુ હવે પૂરી રીતે સ્વસ્થ છે એ જોઇને જ્વલંતભાઇ પણ ખુબ ખુશ થયાં. ઓફિસે જઇને એ રોજની જેમ અનુશ્રીને પણ મળ્યો અને ઓફિસમાં પોતાનાં કામે વળગી ગયો. અક્ષય પણ શાંતનુને સ્વસ્થ જોઇને ખુશ થયો. બન્નેને તે દિવસનો કઠવાડાનો બાકી રહેલો કૉલ આજે પૂરો કરવાનું નક્કી કર્યું. શાંતનુએ અનુશ્રીને પોતે કઠવાડા જાય છે એટલે લંચ સાથે નહી કરી શકે એવો મેસેજ વ્હોટ્સ એપ્પ પર આપીને અક્ષય સાથે નીચે ઉતરી ગયો. આજે અક્ષયે કઠવાડા જવા માટે પોતાનું બાઇક લીધું.
‘આપણે રાયપુર થઇ ને જવાનું છે.’ શાંતનુ અક્ષયની પાછળ બેસતાં બોલ્યો.
‘રાયપુર કેમ? ઊંધું પડશે બોસ.’ અક્ષયે શાંતનુ સમક્ષ વિરોધ નોધાવ્યો.
‘અરે મારે થોડું પર્સનલ કામ છે યાર.’ શાંતનુ એ અક્ષય નો ખભો થપથપાવતાં કહ્યું.
‘તો એમ બોલો ને, તમારાં માટે તો જાન પણ હાજર છે...બડે ભાઇ.’ બાઇકને કીક મારતાં અક્ષય બોલ્યો અને બાઇક પોતાનાં કોમ્પ્લેક્સ માંથી બહાર કાઢી.
વીસેક મિનીટ પછી એ બન્ને રાયપુરમાં આવેલાં આર્યસમાજ માં પહોંચી ગયાં.
‘અહિયા શું કામ છે ભાઇ? અનુભાભીએ ના પાડી એટલે સન્યાસ લેવો છે કે શું?’ અક્ષયે આંખ મારી.
‘ઓ ભાભા, તારી ભાભી તો ગઇ કાયમ માટે... હું તો જમીન પર આવી જ ગયો છું હવે તું પણ આવી જા.’ શાંતનુ અક્ષયની છાતીમાં હળવો મુક્કો મારતાં હસતો હસતો બોલ્યો સામે અક્ષય પણ ખડખડાટ હસી પડ્યો. એનું હાસ્ય અડધું ખોટું હતું પણ શાંતનું નોર્મલ થઇ ગયો છે એ જોઇને એને આનંંદ પણ ખુબ થઇ રહ્યો હતો.
‘ઓકે ચલો તો પછી અંદર જઇએ?’ અક્ષયે શાંતનુને આગળ વધવાનો ઇશારો કર્યો.
બન્ને ઓફિસમાં ગયાં. શાંતનુએ ત્યાં થી જ અનુશ્રીને ફોન લગાડીને એને આર્યસમાજ વિધી થી થતાં લગ્ન વિષે થોડી માહિતી ઓફિસમાં રહેલાં વ્યક્તિએ જે રીતે કહી એ પ્રમાણે આપી અને અનુશ્રીની સુચના મુજબ એનાં અને અમરેન્દ્ર નાં લગ્ન માટે પાંચમી નવેમ્બર અમરેન્દ્ર પાંડે નાં નામે બુક કરાવી દીધી. આ બધી જ ઘટના અક્ષય આશ્ચર્ય અને થોડાં અણગમા નાં મિશ્રિત ભાવ સાથે જોઇ રહ્યો હતો. બુકિંગ પતાવી ને બન્ને ફરી બહાર આવ્યાં.
‘વાહ, વાહ, વાહ .. મોટાભાઇ જેણે તમારાં પ્રેમ ને એક લાતે ઠુકરાવી દીધો એનાં લગ્ન કરાવવા માટે તમે એને મદદ કરી રહ્યાં છો? બ્રાવો મેન! હેટ્સ ઓફ ટુ યુ.’ અક્ષય નાં શબ્દો માં અનુશ્રી પ્રત્યે ભારોભાર અણગમો અને ગુસ્સો હતો.
‘જો અક્ષય, અનુ એક છોકરી હોવાના નાતે આ બધું કરી ન શકે અને અમરેન્દ્ર માટે અમદાવાદ સાવ અજાણ્યું છે. અનુશ્રીના દોસ્ત તરીકે હવે હું એને મદદ નહી કરું તો કોણ કરશે?’ શાંતનુ અક્ષયને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.
‘અરે તો તેલ લેવા જાય એવી દોસ્તી. તમારાં જેવાં મસ્ત માણસને ઠુકરાવીને એણે બીજાં સાથે લગ્ન કરવા હોય તો જાતે મહેનત કરે અને દોસ્ત? તમે એનાં દોસ્ત? વાહ? એને શું વાંધો હોય ભાઇ? એનું તો કામ થાય છે ને? તમને દોસ્ત કહીને તમને મીઠું મીઠું બોલીને પોતાનું કામ કઢાવે છે અને તમેય પાછાં ગોળ જેવાં ગળ્યા થઇ ગયાં, એણે તમને દોસ્ત કહી દીધો ત્યાં તો.’ અક્ષયનો ગુસ્સો સ્પષ્ટપણે એનાં ચહેરા પર દેખાઇ રહ્યો હતો.
‘એવું કાઇ નથી અક્ષય એ મારાં પ્રેમ નું સન્માન કરે છે કાલે એણે પોતે મને વ્હોટ્સ એપ્પ પર કીધું.’ શાંતનુ પોતાનો સેલફોન ખીસ્સામાં થી કાઢીને અક્ષયને પોતાની અને અનુશ્રીની ચેટ દેખાડવાની કોશિશ કરી.
‘એને શું વાંધો હોય ભાઇ તમારાં પ્રેમને સન્માન આપી ને? એને શું ફર્ક પડે છે યાર? એને તો એનો અમરેન્દ્ર મળે છે ને તમારો યુઝ કરી ને?’ અક્ષય શાંતનુને સમજાવી રહ્યો હતો.
‘તો ભલે ને યુઝ કરે? એ મને પ્રેમ નથી કરતી, હું તો કરું છું ને? અને એ પણ ધમધોકાર!! મને યુઝ થવામાં કોઇ જ વાંધો નથી. અનુના કોઇ કામ માં આવી શકું એ જ મારાં માટે ઘણું છે.’ શાંતનુનાં ચહેરા પર અજીબ સ્મીત હતું અને એનાં હાવભાવ એકદમ એકદમ પાકાં હતાં.
‘હમમ..જો તમે નક્કી કરી જ લીધું છે તો હું શું કહું? પણ તમને એક મિત્ર એક નાના ભાઇ તરીકે સલાહ આપું તો આ બાબતે બહુ ઇન્વોલ્વ ન થતાં ક્યાંક ફસાઇ જશો.’ અક્ષયે શાંતનુના ખભા પર હાથ મુક્યો.
‘ડોન્ટ વરી, હું ધ્યાન રાખીશ. આપણે નીકળીએ નહી તો પેલો આજે તો ગરમ થઇ જશે તો ફરીથી અપોઇન્ટમેન્ટ નહી આપે.’ શાંતનુ હસ્યો.
બન્ને પોતાનાં રસ્તે ગયાં અને સેલ્સ કૉલ પતાવીને ઓફીસે પાછાં ફરતાં અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી પ્રખ્યાત ટામેટાં નાં ભજીયા વેંચતી ની લારી પાસે ભજીયાં ખાવાં ઉભાં રહ્યાં.
‘એને કોઇ ગુજરાતી ન મળ્યો તે છેક બિહાર થી નંગ શોધ્યો?’ અક્ષય હસતાંહસતાં બોલ્યો.
‘એને? યાર આટલો ગુસ્સો ન કર. મેં કીધું નહી? એ ત્રણ વર્ષથી એનાં પ્રેમમાં છે અને હું તો એને પાંચ મહીના પહેલાંજ મળ્યો, તો એનો શું વાંક?’ શાંતનુ એ અક્ષયને વાર્યો.
‘ઓકે સર જેવો તમારો હુકમ. પણ મને એમનાં પર કોઇ જ ગુસ્સો નથી હા તમને ના પાડી એટલે થોડી ખીજ છે પણ એક વાત કહું?’ અક્ષયે પોતાનો પક્ષ મુક્યો.
‘બોલ ને યાર તને કોઇ આજ સુધી રોકી શક્યું છે?’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.
‘કાલે આપણે ગાર્ડન થી છૂટાં પડ્યા ત્યારથી મને એક લાગણી થઇ રહી છે કે ઓલ ઇઝ નોટ ઓવર યટ. અનુ હજીપણ મારી ભાભી થશે અને બીલીવ મી, તમારો આજનો મૂડ જોઇને મને હવે ખાત્રી થવા લાગી છે કે એક દિવસ એ અનુશ્રી શાંતનુ બુચ બની ને જ રહેશે.’ અક્ષયના અવાજમાં ગજબ નો ભરોસો હતો.
‘અનુશ્રી શાંતનુ બુચ...હમમ સાંભળવામાં તો ઘણું સારું લાગે છે પણ એ આ જન્મમાં શક્ય નથી અક્ષુ હા અનુએ મને આવતાં જન્મ માટે પ્રોમિસ આપ્યું છે પણ ત્યારે એનું અને મારું નામ જુદું હશે અને મારી અટક પણ.’ શાંતનુ હાથમાં રહેલાં ગરમાગરમ ટામેટાંનું ભજિયું તોડતાં બોલ્યો.
‘નો મોર આગલો જન્મ દાદા, આજ જન્મ...મને ખબર નહી કેમ પણ એવું લાગે છે કે હજી પણ ચાન્સ છે.’ અક્ષય શાંતનુએ તોડેલાં ભજીયા માંથી એક ટુકડો તોડતો બોલ્યો.
‘ઠીક છે ત્યારની વાત ત્યારે પણ અત્યારે તો ભજીયા ખાઇને ઓફિસે જઇએ?’ શાંતનુ એ મુદ્દાની વાત કરી.
ભજીયાં ખાઇને બન્ને ઓફિસે ગયાં ત્યારે પાર્કિંગમાં અનુશ્રી ની
સ્કુટી ન હતી. શાંતનુને થોડી ચિંતા થઇ એટલે એણે વ્હોટ્સ એપ્પ પર અનુશ્રીના ખબર પૂછ્યા પણ બે કલાક સુધી કોઇ જ જવાબ ન આવ્યો. એનું લાસ્ટ સીન પણ બપોરનું દોઢ વાગ્યાનું હતું એટલે લગભગ ત્રણેક કલાક થી અનુશ્રી ઓફલાઇન હતી. પછી મોડી સાંજે જમીને શાંતનુ ટીવી પર પોતાનાં મનપસંદ ગીતો જોઇ રહ્યો હતો ત્યાં જ શાંતનુનાં સેલફોન પર અનુશ્રી નો કૉલ આવ્યો પણ એ એનો લેન્ડલાઇન નંબર હતો.
‘ધ્યાન થી સંભાળ શાંતુ વચ્ચે ન બોલતો, મારી પાસે જરાપણ ટાઇમ નથી. મેં આજે હિમત કરીને ભાઇને અને મમ્મા ને બધી વાત કરી અને એઝ એક્પેક્ટેડ એમણે મને ના તો પાડી જ પણ બન્ને મારાં પર ખુબ ગુસ્સે પણ છે અને મારો સેલ પણ એમણે લઇ લીધો છે એટલે તને હું લેન્ડલાઇન પરથી કૉલ કરું છું. એટલું સારું છે કે મને જોબ પર જવાની મનાઇ નથી કરી કારણકે અમર સેકન્ડ ઓક્ટોબરે અહીં આવે છે એવું મેં એમને નથી કહ્યું. આ સબ્જેક્ટ પર તારાં પર ભાઇનો કોઇ કૉલ આવે તો આટલું ધ્યાન રાખજે અને એમને કહેજે કે તને આ બાબતે કોઇ જ ખ્યાલ નથી. ઓકે? બાકી કાલે સવારે જોબ ઉપર, બાય.’ અનુશ્રી એ એકધારી વાત કરી અને શાંતનુને બોલવાનો કોઇ ચાન્સ જ આપ્યો અને કૉલ કટ કરી નાખ્યો.
શાંતનુને એટલો ખ્યાલ આવી ગયો કે અનુશ્રીનો કેસ ધાર્યો એટલો સરળતો નહી જ હોય અને અક્ષયને વચન આપ્યાં છતાંય એણે દરેક સ્થિતિમાં અનુશ્રી ની સાથે જ રહેવાનું છે. બીજા દિવસે અનુશ્રી એ બધી જ વાત મુદ્દાસર રીતે શાંતનુને કરી અને અમરેન્દ્ર ને પણ શાંતનુનાં સેલફોનથી કૉલ કરીને એને હવેથી જ્યારે પણ એણે પોતાની સાથે વાત કરવી હોય ત્યારે ઇન્ડીયાના સવારનાં સમયમાં આ જ નંબર ઉપર કૉલ કરવાનું કહી દીધું.
આખરે બીજી ઓક્ટોબર પણ આવી ગઇ અને વહેલી સવારની ફલાઇટમાં અમરેન્દ્ર પણ અમદાવાદ આવી ગયો. અનુશ્રીના પ્લાન મુજબ શાંતનુ અમરેન્દ્ર જે હોટલમાં રોકાયો હતો ત્યાં સવારે સાત વાગે જ પહોંચી ગયો. રજા હોવાથી અનુશ્રી પાસે ઓફિસે જવાનું કોઇ કારણ ન હતું. અમરેન્દ્ર શાંતનુથી ઘણો ઉંચો હતો પણ એની સામે શાંતનુ કદાચ વધુ હેન્ડસમ જરૂર લાગે.
‘હાઇ, સો યુ આર શાંતનુ માય સ્વીટ્સ બેસ્ટ ફ્રેન્ડ રાઇટ?’ અમરેન્દ્ર એ શાંતનુ સાથે હાથ મેળવ્યો.
‘યા થેન્કસ, નાઇસ મીટીંગ યુ.’ શાંતનુએ હસીને જવાબ આપ્યો.
‘વિશ મૈ ભી શાયદ યે કહ સકતા કે નાઇસ મીટીંગ યુ બટ..કભી કભી ગધે કો ભી બાપ કહના પડતા હૈ ઐસી હી કુછ હમરી સિચ્યુએશન હૈ અભી તો.’ અમરેન્દ્ર ખંધુ હસ્યો એનાં ચહેરા પર શાંતનુ પ્રત્યે માનસન્માન તો દુર ભારોભાર નફરત ની લાગણી હતી.
જવાબમાં શાંતનુ ફક્ત હસ્યો અને અપમાન નો ઘૂંટડો ફક્ત અનુશ્રીનો વિચાર કરીને ગળી ગયો.
‘વૈસે હમને અનુ કો મના કીયા થા કી કીસીકો ન ભેજે મેરી મદદ કો પર પતા નહી ઉસકો તુમ પર ક્યા બીસ્વાસ હૈ, ભોર હોતે હી તુમ્હે ભેજ દિયા.’ ભલે એકાદ વર્ષથી જ અમેરિકા રહેતો હોય પણ તેમ છતાં અમરેન્દ્ર ટીપીકલ બિહારી લહેજામાં બોલીને મીનીટે મીનીટે શાંતનુનું અપમાન પર અપમાન કરી રહ્યો હતો.
‘શાયદ અનુજી કો લગા હોગા કી આપકો કહીં જાના હો તો...’ શાંતનુ હજીપણ ગજબની શાંતી દેખાડી રહ્યો હતો.
‘અરે તો હમ છુટકા બચ્ચે હૈ કા ? વો ભી ખામખા ટચી હો જાતી હૈ હર બાર. વૈસે તુમ્હારા ઔર અનુ કા મામલા દોસ્તી તક હી હૈ ના યા...?’ કહીને શાંતનુ સામે આંખ મારીને અમરેન્દ્ર ખડખડાટ હસ્યો.
શાંતનુ માટે અનુશ્રી નો પ્રેમ સર્વસ્વ હતો પણ અનુશ્રી એને પ્રેમ નહોતી કરતી એની જાણ એને હતી એટલે એને અમરેન્દ્રનો આ ટોણો ખુબ ખૂંચ્યો.
‘ચલ અભી તુમ આ હી ગયે હો તો ઇ લેટર તુમ અનુ તક પહોંચાઇ દયો તો અચ્છા હોગા..હમ દોનો કો આગે કા કરના હૈ ઉ સબ ઉસમેં લીખા હૈ. ઉસકા ફોન ઉ સાલે બુડબક સુવાસ ને લે લીયા હૈ આજ ઉ ભી છુટ્ટી પર હૈ ઉ તો તુમકો માલુમ હી હોગા, દોસ્ત જો બનાકે રખ્ખા હૈ તુમકો? તો સીધા ઉસકે ઘર જાઓ કીસીકો પતા ના ચલે વૈસે ઉસકો યે લેટર દે દો ઔર જો મસેજ અનુ દે વો મુજે ફોન પર દે દેના..ઠીક હૈ?’ અમરેન્દ્ર જાણેકે શાંતનુ જાણેકે શાંતનુ નો બોસ હોય એવી રીતે એને સુચના આપતો હતો.
‘ઠીક હૈ, અનુજી કા મેસેજ મેં આપ કો ફોન પે બોલ દુંગા.’ શાંતનુએ પોતાનાં માટે પહેલાં આવી અપમાનજનક ભાષા ક્યારેય નહોતી સાંભળી હતી, મુખોપાધ્યાય પાસે થી પણ નહી એટલે થોડો આઘાતમાં જરૂર હતો અને એટલે જ એ પોતાનું ભાન ભેગું કરતાં થોડી વાર ત્યાં જ ઉભો રહ્યો.
‘અબે ગધઉ પરસાદ ઐસે હી ખડે રહોગે કા? જાઓ ભાઇ...’ અમરેન્દ્ર નાહકનો ગુસ્સો કરી રહ્યો હતો.
‘ઓકે બાય.’ શાંતનુએ તો પણ હસીને વિદાય લીધી.
એ વિચલિત હતો. એ અમરેન્દ્રનું એક એક અપમાન એ ફક્ત અને ફક્ત અનુશ્રી ને કારણે જ સહન કરી રહ્યો હતો. એરપોર્ટ હોટેલથી એ સીધો અનુશ્રીને ઘેરે ગયો.
‘આવ શાંતનુ આવ.’ ઘરનો દરવાજો ખોલતાં જ અનુશ્રીના મમ્મા એ શાંતનુને આવકાર્યો.
‘સુવાસભાઇ નથી?’ શાંતનુ ઘરમાં ઘૂસતાં ની સાથે જ આખાં લીવીંગ રૂમને સ્કેન કરતાં બોલ્યો કારણકે અમરેન્દ્રએ એને સ્પષ્ટ સૂચના
આપી કહી કે એ જે એનો પત્ર લાવ્યો છે એ ફક્ત અનુશ્રી પાસે જ જાય.
‘ના બેટા એ તો ક્યારનોય દુકાને જતો રહ્યો. તારા માટે પાણી લાવું?’ અનુશ્રીનાં મમ્મા એ વિવેક કર્યો.
‘ના મમ્મીજી અનુ ક્યાં છે?’ શાંતનુ એ હવે સીધો જ સવાલ કર્યો. અનુશ્રીના મમ્મા અને સુવાસ બન્ને ને શાંતનુ અને અનુશ્રીના પાક્કી દોસ્તી વિષે ખબર નહી.
‘એ રહી એનાં રૂમમાં તબિયત ખરાબ છે એમ કરીને રૂમ બંધ કરીને બેસી ગઇ છે. તું કઇક સમજાવ એને શાંતનુ, એમ કાઇ જિંદગી નાં નિર્ણયો થોડાં લેવાય હેં? તું ડાહ્યો છોકરો છે જરાક એને મનમાં બેસાડ કે એમ ગમેતેણી સાથે જિંદગી ન જોડાય. મા-બાપ કે ભાઇ જે કહે એ પણ સાંભળે. અમે એનાં દુશ્મન તો નથી ને?’ અનુશ્રી ના મમ્મા નાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
શાંતનુને અનુશ્રીનાં મમ્માની વાત સાંભળીને ખ્યાલ આવી ગયો કે અનુશ્રીના મમ્મા અને ભાઇ સુહાસે અમરેન્દ્ર સાથે એને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતાં અનુશ્રી પાસે હવે ભાગીને લગ્ન કરવા સીવાય બીજો કોઇ જ ઉપાય ન હતો.
‘એ..એ. એટલે જ આવ્યો છું. સવારે ઓફિસે અનુને ન જોયાં એટલે એમની ઓફિસમાં તપાસ કરી, ફોન સ્વીચ ઓફ આવતો હતો. મને ચિંતા થઇ કારણકે ઓફિસવાળાએ તબિયત ખરાબ છે એમ કહ્યું હતું. આ બાજુ મારે કૉલ હતો એટલે થયું કે મળતો આવું.’ આજે જાહેર રજા હતી એ જાણતો હોવા છતાં શાંતનુ ખોટું બોલ્યો, ફક્ત અનુશ્રી માટે...
‘હા હા તો જા ઉપર એનાં રૂમમાં અને એને સમજાવજે હોં ભાઇ?’ અનુશ્રીના મમ્માએ ફરીથી શાંતનુને વિનંતી કરી અને એમને શક નથી ગયો એ જાણીને શાંતનુને પણ રાહત થઇ.
‘હા હા ચોક્કસ મમ્મીજી.’ કહીને શાંતનુ અનુશ્રીના રૂમ તરફ લઇ જતાં દાદરા ચઢવા લાગ્યો.
અનુશ્રીનાં રૂમનું બારણા પર પોતાની આંગળીઓ થી ટકોરા માર્યા.
‘કોણ?’ અંદરથી અનુશ્રીનો અવાજ આવ્યો.
‘શાંતુ...’ શાંતનુ એ અનુશ્રીએ જ પાડેલું પોતાનું લાડકું નામ કહ્યું.
‘પ્લીઝ કમ ઇન શાંતુ.’ અનુશ્રી બોલી.
શાંતનુ બારણું ખોલી ને અંદર ગયો. અનુશ્રી હજીપણ એનાં નાઇટ ડ્રેસમાં જ હતી. એનો ચહેરો એક વાતની ચાડી ખાતો હતો કે એ આખી રાત ખુબ રડી હતી અને કદાચ શાંતનુનાં આવવા સુધી રડી રહી હતી.
‘આ શું અનુ? આમ રોવાય? હવે તો ખુશીનાં દિવસો આવવાનાં છે.’ શાંતનુ અનુશ્રીના બેડ પાસે પડેલી ખુરશી ખેંચતા બોલ્યો.
‘આઇ નો, પણ હું જે કરવા જઇ રહી છું એનું મને બહુ દુઃખ છે. મારે મમ્મા અને સુવાસભાઇ ને ચીટ કરીને જવું પડશે.’ અનુશ્રીની મોટી મોટી આંખોમાં ફરીથી આંસુઓ ધસી આવ્યાં.
‘એ સીવાય તમારી પાસે બીજો ઓપ્શન પણ ક્યાં છે અનુ? આપણી લાઇફ નાં નિર્ણયો આપણે જ કરવાનાં છે અને એકવાર એક નિર્ણય લેવાઇ જાય પછી ગમે તો મુશ્કેલી આવે એને વળગી રહેવું જોઇએ હા પણ જ્યારે આપણને એમ ખબર પડે કે આપણો એ નિર્ણય ખોટો હતો તો એને બદલીને એ નિર્ણયથી દુઃખી થયેલાં લોકોની માફી માંગતા પણ અચકાવું ન જોઇએ’ શાંતનુએ પોતાની ફિલોસોફી પેશ કરી.
‘પણ હું અનુ છું શાંતનુ નથી...મને અમર પણ જોઇએ છીએ અને મમ્મા અને ભાઇ પણ...તું મળ્યોને અને? કેવો લાગ્યો?’ અનુશ્રી એ શાંતનુને કદાચ જવાબ આપવો ન ગમે એવો સવાલ કર્યો.
‘બહુ ખરાબ.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો પણ એનાં મનમાં
અમરેન્દ્ર પ્રત્યે જે ધિક્કાર ઉભો થયો હતો એને એણે હસીને પણ અનુશ્રીને
સાચું કહીને બહાર કાઢ્યો.
‘એટલે? તને ન ગમ્યો?’ અનુશ્રી ચિંતાતુર થઇ ગઇ.
‘અફકોર્સ ન ગમ્યો. જે માણસ આજથી થોડાંજ દિવસ પછી મારાં પહેલાં પ્રેમ ને ભગાડીને લઇ જવાનો છે એ તો મને ખરાબ જ લાગે ને?’ શાંતનુ એ હસતાંહસતાં અનુશ્રીને આંંખ મારતાં કહ્યું.
‘નાલાયક..સ્ટુપીડ..આઇ હેઇટ યુ!!’ બાજુમાં પડેલા એક સોફ્ટ ઓશીકાને ઉપાડીને અનુશ્રીએ શાંતનુ તરફ ફેંક્યું જેને શાંતનુને આબાદ પકડી લીધું.
બન્ને ખુબ હસ્યાં...ઘણું હસ્યાં. થોડીવારનાં આ હાસ્ય પછી અનુશ્રીના આંસુ તો સુકાઇ ગયાં પણ શાંતનુની આંખો ભરાઇ આવી. આ ખુશીના આંસુ તો નહોતાં જ એની શાંતનુને ખાત્રી હતી.
‘લ્યો આ તમારાં અમરે તમને આ લેટર આપ્યો છે એને ધ્યાનથી વાંચો અને પછી મને કહો કે મારે એમને શું કહેવાનું છે?’ ખીસ્સા માં થી અમરેન્દ્રએ આપેલો પત્ર અનુશ્રી સામે લંબાવતાં શાંતનુ બોલ્યો.
અનુશ્રીએ તરત જ એ પત્ર શાંતનુના હાથમાં થી લઇ લીધો અને એને વાંચવા લાગી. શાંતનુ કાયમની જેમ અનુશ્રી સામે ટગરટગર જોવા લાગ્યો. આ આખોય પત્ર વાંચતા અનુશ્રીએ ત્રણેક વાર પોતા૪ની લટ કાન પાછળ ખેસવી અને શાંતનુ ખ્યાલ આવ્યો કે થોડાંક દિવસો પછી અનુશ્રીની આ અદા જોવા એણે વર્ષો સુધી રહા જોવી પડશે.
‘ઓકે.. ચોથી તારી અમારે એનાં વકીલ ને મળવા જવાનું છે અમુક ડોક્યુમેન્ટ્સ પર મારી સાઇન ની જરૂર છે. હું ઓફિસે થી જ સીધી ત્યાં જતી રહીશ. આમાં એનું અડ્રેસ એણે આપ્યું છે. તું એને બહાર જઇને કૉલ કરી દે જે કે હું ફોર્થના દિવસે ટાઇમસર એનાં વકીલની ઓફિસે
પહોંચી જઇશ.’ અનુશ્રી બોલી એનાં ચહેરા પર સ્મીત હતું.
‘અમરેન્દ્રને મારી બીજી કોઇ મદદ ની જરૂર છે? એવું કશું લખ્યું છે આમાં?’ અમરેન્દ્રનાં આટઆટલા અપમાન પછી પણ શાંતનુ પોતાની મદદની ઓફર કરી રહ્યો હતો.
‘ના ફિક્થ નાં ચોક્કસ તારી જરૂર પડશે શાંતુ. મેં સિરુ ને કહી દીધું છે. ઇફ પોસીબલ અક્ષયને પણ ત્યાંં બોલાવી લેજે. વિટનેસ માં સહી કરવા માટે જરૂર પડશે. તમે બધાં દસેક વાગે ત્યાં આવી જજો.’ અનુશ્રી બોલી.
‘શ્યોર એ દિવસે તો જરૂર આવીશું. તો હું જાઉં? નહી તો મમ્મીજી ને ખોટો ડાઉટ થશે.’ શાંતનુએ અનુશ્રી ને ચેતવતાં કહ્યું.
‘હા એમ જ કર, ટેઇક કેર શાંતુ. તું આવ્યો તો મારું મન હળવું થઇ ગયું. લવ યુ... પણ પેલું નહી હોં?’ અનુશ્રી ખડખડાટ હસતાં બોલી.
‘અફકોર્સ દોસ્તી વાળું લવ યુ...યુ ટુ ટેઇક કેર.’ કહીને હસાતાં મોઢે શાંતનુ અનુશ્રીના રૂમની બહાર નીકળી અને દાદરો ઉતરી ગયો.
અનુશ્રીના મમ્મા સામે જ ચા નો કપ લઇને આવતાં હતાં એટલે ઉભા ઉભા જ શાંતનુએ ચા પી ને એમની વિદાય લીધી.
બહાર નીકળીને એણે અમરેન્દ્રને કૉલ કર્યો અને અનુશ્રી સાથે એણે કરેલી બધીજ વાત એને કરી. અમરેન્દ્રએ જવાબમાં ફક્ત ‘ઠીક હૈ’ કહી ને બે સેકન્ડમાં જ શાંતનુનો કૉલ પૂરો કરી દીધો.
એ પછીનાં બે દિવસોમાં અનુશ્રી રોજ સાંજે ઘરે વહેલી જતી રહેતી અને શાંતનુને પોતાની લેન્ડલાઇન થી કૉલ કરતી કારણકે આ દરમ્યાન એ ઘરમાં એકલી રહેતી કારણકે એનાં મમ્મા આ સમયે મંદિરે જતાં. શાંતનુની મુલાકાત પછી અનુશ્રી પણ ટેકા માં હતી. આ દરમ્યાન અનુશ્રીને અમરેન્દ્રને જે કોઇ મેસેજ આપવો હોય એ તે શાંતનુને આપી દેતી અને શાંતનુ એ મેસેજ અમરેન્દ્રને કૉલ કરીને ડીલીવર કરી દેતો. સામે અમરેન્દ્ર ને પણ કશું કહેવું હોય તો એ એની રીત થી શાંતનુને કહી દેતો જે શાંતનુ અનુશ્રીને કહી દેતો કારણકે અનુશ્રી અને અમરેન્દ્ર બન્ને એ ઓફિસમાં થી પણ એકબીજા સાથે આ દિવસોમાં વાત ન કરવાનું નક્કી કર્યું હતું.
આમનેઆમ ચોથી ઓક્ટોબર ની સવાર પડી.
શાંતનુને ખ્યાલ હતો કે હવે અનુશ્રી આજે અમરેન્દ્રનાં વકીલ ને મળવા જવાની છે એટલે કદાચ એને શાંતનુની કોઇ મદદની જરૂર પડશે. અમરેન્દ્ર ભલે એનું અપમાન કરે પણ એતો અનુશ્રીને મદદ કરશે જ. કેલેન્ડરમાં ફરીથી ચોથી ઓક્ટોબર જોઇને શાંતનુને દુઃખ પણ થઇ ગયું કે અનુશ્રી આવતીકાલે કાયમ માટે અમરેન્દ્રની થઇ જવાની છે. એની આંખોમાં તરત જ આંસુ ધસી આવ્યાં પણ મન મનાવી લીધું કે અનુશ્રી એને પોતાનો પાક્કો દોસ્ત તો માને છે. એની વર્ષોજુની મિત્ર સિરતદીપ કરતાં પણ એ શાંતનુ ઘર વધુ વિશ્વાસ કરે છે. મિત્ર રહેવાથી પણ જો અનુશ્રીના સતત સંપર્કમાં રહેવાનું હોય તો શું ખોટું છે? પોતાનાં આંસુઓ લુછીને શાંતનુ ઓફિસે જવા તૈયાર થયો. રોજની જેમ જ નાસ્તો કરીને એ ઓફિસે જવા નીકળી ગયો.
આજે એણે લંચ પછી એકલાં મણીનગર સેલ્સ કોલમાં જવાનું હતું પણ એને એકલાં જવાથી એ વારંવાર અનુશ્રીનાં લગ્ન વિષે વિચારીને પોતે દુઃખી રહેશે એમ વિચારીને એણે અક્ષયને સાથે ચાલવાનું કહી દીધું હતું. એ એને અક્ષય સિસ્ટમમાં ગઇકાલનાં સેલ્સ કોલ્સ ની એન્ટ્રી કરીને રીપોર્ટસ બનાવી રહ્યાં હતાં. શાંતનુનું ધ્યાન સતત એની ડેસ્ક પર પડેલા પોતાનાં આસપાસ વાઇબ્રેશન પર મુકેલો એનો સેલફોન ઝબક્યો અને એણે જોયું તો અનુશ્રીનો લેન્ડલાઇન નંબર ઝબકી રહ્યો હતો. શાંતનુ ખુશ થઇ ગયો અને એણે કૉલ રીસીવ કર્યો.
‘હાઇ મને ખબર જ હતી કે તમે મને કૉલ કરશો જ...’ કાયમ માટે જતાં પહેલાં અનુશ્રીની સાથે થોડીક મીનીટો ગાળવાનો શાંતનુ નો ઉત્સાહ એનાં અવાજમાં ભારોભાર છલકાતો હતો.
‘શાંતનુ તું અત્યારે ને અત્યારે જ ઘેરે આવી જા મારે તારું કામ છે.’ સામે થી સુવાસ નો અવાજ આવ્યો એનાં અવાજમાં ભારોભાર ગુસ્સો હતો.
‘સુવાસભાઇ તમે? શું થયું? બધું ઠીક તો છે ને?’ અચાનક સુવાસનો અવાજ સાંભળીને શાંતનુ ગભરાયો એને કઇક તો ખોટું થયું હોવાનો અંદેશો આવી ગયો.
‘તું ખાલી ઘેરે આવીજા બસ.’ કહીને સુવાસે કૉલ કટ કરી નાખ્યો.
શાંતનુ પરસેવે રેબઝેબ થઇ ગયો એણે તરત જ અક્ષયને વાત કરી અને એ બન્ને સત્યાને ફેમીલી ઇમરજન્સી નું કારણ જણાવીને અનુશ્રીના ઘર તરફ ઉપડ્યા. લગભગ પોણા કલાક પછી એ બન્ને અનુશ્રીના ઘેરે પહોંચ્યા અને ઘરની બહાર બાઇક પાર્ક કરીને ઘરની અંદર ગયાં. સુવાસ પોતાનાં સેલફોન પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો એ ખુબ ગુસ્સામાં અને ટેન્શનમાં હતો. શાંતુનુને જોઇને અનુશ્રી નાં મમ્મા અન્ય કોઇ સ્ત્રીના ખભે માથું મુકીને રડવા લાગ્યાં. શાંતનુને ટેન્શન થઇ રહ્યું હતું એને ખબર નહોતી પડતી કે શું થઇ રહ્યું છે. અક્ષયે શાંતનુનો ખભો દાબીને એને શાંતી રાખવા જણાવ્યું.
‘હમણાં તને કૉલ બેક કરું.’ શાંતનુ ને જોતાં જ સુવાસે પોતાનો કૉલ કટ કર્યો અને સેલફોન પોતાનાં ખીસ્સામાં મૂકી દીધો.
સુવાસ ઝડપ થી શાંતનનુ તરફ આવ્યો અને એણે શાંતનુનાં ગાલ પર સણસણતો તમાચો ચોડી દીધો.
-ઃપ્રકરણ આઠ સમાપ્તઃ