ખુશી Dipesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુશી

ખુશી

“બોલ મીઠ્ઠું હા કે ના???”, ૨૧ વર્ષની ખુશી તેની જીવનના અતિ મહત્વના નિર્ણયો હોય કે આજે કયો ડ્રેસ પેહરવો જેવા સામાન્ય નિર્ણય લગભગ આમ જ લેતી હતી,ઘર વાળાઓ ને એમ કહે કે પાંચ મીનીટમાં આવું અને તેના રૂમમાં આવીને તેના પાળેલા પોપટ પાસે જઇને વાતો કરે,પૂછે. પોપટ ને મીઠ્ઠું કહીને બોલાવતા ,પોપટ શુ કરે કે કહે એ ખબર નહિ પણ ખુશી પાસે 5 મિનીટ પછી જવાબ તૈયાર હોય. ખુશી ઘરની સોથી નાની દીકરી હતી.તેને એક મોટો ભાઈ હતો અને એક બહેન,બંનેના લગ્ન થય ગયા હતા.ખુશી ના પપ્પા દિલીપ ભાઈ ખાનગી બેંક માં મેનજર હતા.હવે એની એક માત્ર જવાબદારી બાકી છે તે ખુશી ના લગ્ન હતા.ખુશી બાર સુધી જ અભ્યાસ કર્યો હતો, તે ભણવામાં ઠીક ઠાક હતી અને પાછુ કોલેજ કરવી કે નહિ એ પણ મીઠ્ઠું ને પૂછ્યું હતું અને મીઠ્ઠું એ કે ખુશી એ ખબર નહી કોને પણ કોઈક એ નાં પડી હતી.

આજે પણ એવો જ એક દિવસ હતો. ખુશીને “જોવા” માટે છોકરા વાળા આવવાના હતા,અને ખુશીના પપ્પા ચિંતા માં હતા કે આજે પણ ખુશી ઓલા મીઠ્ઠુંને પૂછીને જવાબ આપશે કે નહી.સવારથી ઘરમાં સાફસુફ અને તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.ખુશીના પપ્પાનું માનવું હતું કે “ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન”.

ખુશી સમયશર પૂરે પૂરી તૈયાર થઈ ને પોતાના રૂમમાં મીઠું ની બાજુમાં બેઠી હતી.તેને આજે પિંક કલરનો પોલીસ્ટરનો ડ્રેસ પેહર્યો હતો,વાળમાં મસ્ત શેમ્પુ અને કન્ડીશનીંગ કરીને સફેદ કલરની રીબીન પણ નાખી હતી.મેકઅપ તો આમ પણ ખુશી બહું કરતી જ ન હતી અને આજે પણ ન જ કર્યો છતાં પણ સુંદર અને સેક્સી લગતી હતી. આજે ખુશી ખુબ નર્વસ પણ હતી.

છોકરા વાળા સમયશર ખુશીના ઘરે આવી પોહ્ચ્યા, ખુશી તેના રૂમમાં બેઠા બેઠા જ બહારની વાતો સાંભળતી હતી અને બહારના રૂમના દ્રશ્યનું ચિત્ર પોતે વિચારતી હતી. છોકરા એ ઈસ્ત્રી વાળા પેન્ટ શર્ટ પેહર્યા હતા. એક બાજુ તેના પપ્પા અને એક બાજુ તેના મમ્મી ખુશીના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ખુશીના પપ્પા દિલીપ ભાઈ એ આવકાર વિધિ હસ્તે મોઢે અને ઉમળકાથી પતાવીને મેઈન મુદ્દા પર આવી ગયા. દિલીપ ભાઈ એ હસતા હસતા પૂછવાનું ચાલુ કર્યું.” છોકરો શુ કરે છે , કેટલું ભણ્યો, કઈ વ્યસન છે કે નહિ...”” વગેરે વગેરે..સમા પક્ષે જે છોકરો હતો તેના પપ્પા એ આદરપૂર્વક અને વિનમ્રતાથી જવાબ આપવાનું ચાલુ કર્યું , ” મારા છોકરા એ MBA એ કર્યું છે અને અત્યારે અમારી પેઢીની ખાનદાની દુકાન “મધુર જવેલર્સ” માં બેસે છે. વ્યસનમાં તો આ ધાણાની દાળ પણ નથી ખાતો ચા પણ નથી પીતો, ખાલી સવારે એક વાર કોફી પીવે છે”.

ખુશીના પપ્પા દિલીપ ભાઈને છોકરો દેખાવે,ભણતરમાં, આવકમાં ને બીજી બધી રીતે ગમી ગયો હતો. હવે તેની લાડલી ખુશીને ક્ન્વીંશ કરવાનો સવાલ હતો. એક આ ખુશીનું સારા ઠેકાણે “થઈ” જાઈ એટલે શાંતિ..

દિલીપ ભાઈ ખુશીના રૂમમાં આવ્યા પાસે બેસીને બધું પ્રેમથી અને શાંતિથી સમજાવ્યું.ખુશી બધી વાતોનો જવાબ હા, હા કહીને આપતી હતી.

હવે ખુશીને ચા-પાણી લઈને ડ્રોઈંગ રૂમમાં જ્યાં મેહમાનો આવ્યા હતા ત્યાં જવાનું હતું. ખુશીના મગજમાં અત્યાર સુધી તો એવી કોઈ વાત બની ન હતી જેના થી આ છોકરાને નાં કહી દે. સમય સકારત્મક રીતે પસાર થઈ રહ્યો હતો. હાથમાં ટ્રે લઈને ખુશીનો ડ્રોઈંગમાં પ્રવેશ થયો. તે છોકરો અને તેના મમ્મી પપ્પા ખુશીને સુંદરતા અને સાદગી જોઇને મોહિત થઈ ગયા એવું લાગ્યું. ખુશીના મુખ પર એક ઇપીક પ્લાસ્ટિક સ્માઈલ જ હતી.ધીમે ધીમે ખુશી ચા-પાણી આપીને પાછી તેના રૂમમાં ચાલી ગઈ.

ખુશીના પપ્પા દિલીપ ભાઈ ના મન તો આ સંબધ પચાસ ટકા ફાઈનલ જ હતો એટલે બંને છોકરા-છોકરી ને એકાંત માં બે ચાર મિનીટ વાતો કરવાની અને બે-ચાર સવાલો પૂછવાનો અને જાણવાનો આગ્રહ કર્યો.ખુશી જ્યાં બેઠી હતી તે બેડ પર જ બે ફૂટ દુર આવીને છોકરો પણ બેસી ગયો.શરુઆતની બે મિનીટ પીન ડ્રોપ સાયલન્સમાં જ પસાર થઈ ગઈ.છોકરા એ ધીમેથી દબાયેલા સ્વરે વાતની શરૂઆત કરી,.”આ પોપટ બોવ પ્રિય લાગે છે નહિ??”..ખુશી એ શબ્દોને ન વાપરી ખાલી ઇશારાથી જ હા પડી. આવા જ બે ત્રણ સવાલ છોકરા એ કર્યા ખુશીએ તેના જરૂર કરતા પણ ઓછા જવાબ આપ્યા.છોકરી એ ખાલી એક જ સવાલ કર્યો , ”તમને પ્રાણી કે પક્ષી ગમે”??” છોકરા એ હકારમાં માથું હલાવ્યુ.પાછુ બે-એક મિનીટ પીન ડ્રોપ સાયલન્સમાં બેઠા પછી છોકરા એ પહેલા તે રૂમ માંથી જવાની રજા લીધી.છોકરાના મમ્મી-પપ્પાએ દિલીપ ભાઈની રજા લીધી તે ધીમેધીમે ઘરની બહાર તરફ ચાલ્યા ગયા.

ખુશીના પપ્પા દિલીપ ભાઈ જલ્દીથી ખુશીના રૂમમાં આવ્યા ને કેહવા લાગ્યા, “મને તો છોકરો ગમે છે હવે તું બોલ તારો શુ વિચાર છે.દેખાવ,આવક, ખાનદાન,પરિવાર બધું જ એ-વન છે, હવે બીજું શુ જોઈ એ ?? ભણેલો છે કોઈ જાતનું વ્યસન નથી આના થી સારો છોકરો ક્યાંય નહી મળે ખુશી”. આજે ખુશીના પપ્પા ઘણા ખુશ હતા હવે એક વાર ખુશી હા પાડે એટલી જ વાર પછી, લગ્નની તૈયારી શરુ કરી. ખુશી એની રોજીંદી રીત પ્રમાણે અને તેની જૂની અને તકિયા કલમ સ્ટાઈલ પ્રમાણે મીઠું ને પૂછવાનું વિચારતી હતી, દિલીપ ભાઈ ખુશીના રૂમની બહાર આપમેળે જતા રહ્યા અને બહાર આવી તેના જવાબ ની રાહ જોવા લાગ્યા..

હવે તે ખુશીના રૂમમાં ખુશી અને મીઠ્ઠું બે જ હતા.ખુશીના પપ્પા દિલીપભાઈ પણ પ્રાથર્ના કરતા હતા કે ખુશીના જવાબ થી તેના ચેહરામાં પણ ખુશી આવી જાય.

ખુશીએ તેની ઝીંદગીનો અતિ મહત્વનો સવાલ આજે મીઠ્ઠું ને પૂછ્યો...

“બોલ મીઠ્ઠું હા કે ના...........”

જે જવાબ મીઠ્ઠું એ કે ખુશીએ આપ્યો તેના થી તો ખુશીના પપ્પા દિલીપ ભાઈ પણ બહુ ખુશ થઈ ગયા.

હવે તમે જ વિચારો કે મીઠ્ઠું/ખુશીનો શુ જવાબ હશે હા કે ના?

Written By : Dipesh Barot