યે ઇશ્ક હૈ... યે ઇશ્ક હૈ...
સુફી કે સુલ્ફે કિ... લો ઉઠ કે કેહતી હૈ.
આતીસ યે બુજ કે ભી... જલતી હી રેહતી હૈ.
એક છોકરી, સ્ત્રી જાતી માટે લવ મૅરેજ કરવા છોકરાની સરખામણી એ આજે ય ૨૦૧૭માં પણ એટલું સરળ નથી, જ્યારે આ વાત છે આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલાની એ પણ ભારતના અતિ સુંદર, રમણીય પણ અતિ સંવેદનશીલ રાજ્ય એવા જમ્મુ અને કાશ્મીર ની.
કાશ્મીરી રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની ૨૪ વર્ષની હીના હમીદ અને ૩૦ વર્ષીય સી.આર.પી.એફ. સીનીયર સૈનિક પવન કુમાર ને પ્રેમ થઈ ગયો. આ નાનકડી લાઈન કઈ તે બંને અને બંનેના પરિવાર માટે ધરતીકંપ, સુનામી કે પુર જેવી દુર્ઘટનાથી જરાય ઓછી ન હતી. હીનાના રૂપમાં કાશ્મીરી સુંદરતા અને તાજગી છલકતી હતી. બરફ કરતા પણ સફેદ એનું સૌંદર્ય, કાળી કાળી ભમ્મર આખો, કાશ્મીરના ઠંડા મોસમને લીધે આખે-આખું શરીર ઢંકાયેલું રહેતું, ખાલી એક ચહેરો જ ખુલ્લો રહેતો અને તે જ ખાલી કોઈ જુવાન મર્દ જોય લ્યે ને તો તેની હોટનેસ નો અંદાજો આવી જાય. ઉપરથી હિના આર્ટ્સમાં માસ્ટર્સ કરતી હતી અને સાહિત્યની શોખીન યુવતી હતી. બીજી બાજુ મૂળ હરિયાણાનો ગબરુ જવાન પવન કુમાર, દશ વર્ષથી સેનામાં કામ કરતા હોવાને લીધે દેહ એક દમ ભરાવદાર અને કસાયેલો થઈ ગયો હતો છેલ્લા ચાર-પાંચ વર્ષથી કાશ્મીરમાં ડ્યુટી પર હતો એટલે ચહેરા પર એની રોનક અને તાજગી પણ જોવા મળતી હતી તે આબેહૂબ જે.પી. દત્તાના કોઈ ફિલ્મના હીરો જેવો લાગતો હતો. દશ વર્ષની સી.આર.પી.એફની ડ્યુટીમાં પવન કુમારના નામે ઘણા સફળ ઓપરેશન બોલતા હતા
કાશ્મીરી જનતા અને ભારતીય સેના વચ્ચે વર્ષોથી વિવાદાસ્પદ,ચર્ચાસ્પદ અને હમેશા તણાવ ભર્યો સંબંધ જ રહ્યો છે. આવા જ તણાવ ભર્યા સમયે પવન કુમાર અને તેની સેના એક કાશ્મીરી મીલીટન્ટની શોધમાં હતા. તેને ઘણી શોધ ખોળ કરી, નાકા બાંધી કરી એવામાં ઘણા બધા ઘર તપાસતા તપાસતા હિનાના ઘર સુધી પહોચી ગયા. આખરે ત્યાં મિલિટન્ટ (અલગાવવાદી) તો ન મળ્યો પણ પવન કુમારને હીના અને હિનાને પવના કુમાર મળી ગયા. પછી તો શુ કોઈક વાર અચાનક તો કોઈક વાર પવન કુમારના ઇરાદાપૂર્વક આયોજનથી બંને એક-બીજાને શહેરમાં અલગ-અલગ જગ્યાએ મળવા અને ભટકાવવા લાગ્યા. આ મુલાકાતો કોઈ ઔપચારિક મિલન ન હતું અને એક પણ વાર શબ્દોની આપ-લે પણ થઈ ન હતી, પણ જ્યારે આખો એ હા કહી દીધી હોય ત્યારે શબ્દોની ક્યાં જરૂર પડે છે. એક વાર બજારમાં પવન કુમારે હિંમત ભેગી કરીને(બળવાન,બહાદુર જવાનને પણ પ્રેમનો પ્રસ્તાવ મૂકવા હિંમતનો ક્યાંથી ભેગી કરવી જ પડે) હિનાને પૂછી લીધું. હિનાના દૂધ જેવા સફેદ ગાલ, ફૂલ જેવા ગુલાબી થઈ ગયા અને તે શરમાયને ત્યાંથી ચાલી ગઈ. સામાન્ય રીતે આને છોકરીની હા અને છોકરાની જીત વર્ષોથી સમજવામાં આવે છે.
આ ઘટના છડે ચોક, ભર બજારમાં થઈ હતી એટલે તેની જાણ હિનાના અબ્બુ રેહમાનને થતા વાર ના લાગી. રેહમાન સેનાના જવાનને પોતાના અને પોતાની કોમના દુશ્મન અને મિલિટન્ટ ને સાથી - દોસ્ત સમજતા હતા. એક બે વાર આવા મિલીટન્ટને રેહમાને પનાહ પણ આપેલી હતી અને તેને લીધે જ તે સેનાના નિશાના પર હતો. રેહમાને ઘરે જતા જ બે જોરદાર ઝાપટ હિનાને ઝીકી દીધી અને પોતાનો નિર્ણય અને હીનાનું ભવિષ્ય જણાવી દીધું. હિનાને કહી દીધું આજથી તારું કૉલેજ જવું, બહાર જવું બધું બંધ અને આ ઈદ પછી તરત જ તારા નિકાહ પણ કરી દેવામાં આવશે. હિનાના નિકાહ જેની સાથે થવાના હતા તે પણ એક અલગાવવાદી નેતાનો અલગાવવાદી પુત્ર જ હતો.
હીના પાસે હવે બે જ રસ્તા હતા એક તો તેના અબ્બુની ઇચ્છા મુજબ અલગાવવાદી સાથે નિકાહ કરે અને બીજો રસ્તો કે જ્યાં પવન કુમાર ખુલ્લા હાથે તેની રાહ જોતો હતો તેની બાહોમાં જઈને સમાય જાય. દુઃખ, તકલીફ, મુસીબતો બંને રસ્તે આવવાની જ હતી તે તો હિનાને અને પવન કુમારને ખબર હતી, પણ મન મારીને જીવવા કરતા મનનું કરીને જીવવું કે મરવું વધુ શારૂ એમ વિચારી હીના એ બગાવત કરી ખુદના દિલનું સાંભળી બીજો રસ્તો પસંદ કર્યો. હિના એ ધર્મ, જાત, પરિવાર કરતા પ્રેમને પ્રાથમિકતા અને મહત્વ આપ્યું. હિનાના નિકાહ થવાને ૧૫ દિવસની વાર હતી ત્યાં જ તે પવન કુમાર સાથે “ભાગી ગઈ”. જ્યારે પવન કુમારે પણ સીનીયર લેવલની ઝળહળતી કારકિર્દી દાવ પર લગાવી દીધી માત્ર પ્રેમ ખાતર. હીના અને પવન બંને પુખ્ત વયના હતા અને બંને પોત - પોતાની મરજીથી ભાગ્યા કે ચાલ્યા ગયા હતા છતાં રેહમાનની પોલીટીકલ પોહ્ચને લીધે તેને પવન કુમાર ઉપર હિનાના કીડનેપીંગ - અપહરણનો કેસ દાખલ કર્યો. પોલીસ અને સેનાને પણ આ પ્રેમ સંબંધ મંજૂર ન હતો ઉપરથી પોલીટીકલ પ્રેશર પણ હતું પોલીસ અને સેના પર. પોલીસ અને સેનાના થોડાક પ્રયત્નોથી થોડાક જ દિવસોમાં પવન કુમારને સીમલા નજીક એક હોટેલમાંથી શોધી લીધો. પવન કુમાર દશ વર્ષની સેનાની કારકિર્દીમાં ૧૫ મેડલ મેળવ્યા હતા. ઘણા આતંકવાદી માર્યા હતા છતાં તેને એક પ્રેમ સંબંધ કે જે સેના અને સમાજને ખટકતો હતો તેને માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો અને જેલમાં રાખવામાં આવ્યો. પણ હજી હીના હમીદ નો કોઈ અતો-પતો ન હતો. પવન કુમારને રિમાન્ડ પર લઈ ઘણું ટૉર્ચર કરી હીના વિષે માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો પણ પવન કુમારે તેના દશ વર્ષનો સેનાનો અનુભવ દેખાડી દીધો. તે કોઈ આતંકવાદી સામે જુક્યો ન હતો તો આતો બધા તેનાથી જુનિયરો છે અને અત્યારે વાત પાછી પ્રેમની છે. બે મહિના પછી આખરે કોઈ માહિતી ન મળતા પવન કુમારને છોડી દેવામાં આવ્યો. હજુ સુધી હીનાની કોઈ ખબર ન હતી. હવે રેહમાને પણ તેની આશા છોડી દીધી હતી અને માહોલ શાંત પડી ગયો હતો.
5 વર્ષ પછી.........
હેલી કુમાર કે જે અત્યાર સુધી હીના હમીદ નામ ધરાવતી હતી તે તેનું નામ, ધર્મ બદલાવી હિંદુ રિવાજ મુજબ પવન કુમાર સાથે લગન કરી લીધા અને ચંડીગઢ પંજાબમાં રહે છે અને એક કૉલેજમાં પ્રોફેસરની નોકરી કરી રહી છે અને પવન કુમાર તેની ડ્યુટી, સપનાઓ, મેડલો છોડી ચડીગઢમાં જ A.TM. માં સિક્યોરિટી જેવી મામૂલી જૉબ કરે છે.. હેલી ઉર્ફ હીના અને પવન કુમાર બંને એક સાથે પ્રેમથી મોજથી અને સુખ-શાંતિથી રહે છે. પવન અને હીના એ આ પ્રેમ મેળવવા ઘણું બધું ગુમાવવું પડ્યું છે પણ સામે પ્રેમ જેવી પવિત્ર ચીઝ પણ મળી જેનાથી બંને ખુશ છે.
હીનાને રૂમીની કવિતાઓ વાંચવી ખુબ ગમે છે. ક્યારેક ચડીગઢમાં સાંજે છત પર જ્યારે હિનાના ખોળામાં પવના કુમાર માથું રાખીને સુતો હોય છે ત્યારે તે રૂમીની પ્રેમ ભરી કવિતા પવન કુમારને સંભળાવે છે ત્યારે આકાશમાંથી જાણે આ ગીત વાગતું હોય ને એવું લાગે છે , “યે ઇશ્ક હૈ..સુફી કે સુલ્ફે કિ... લો ઉઠ કે કેહતી હૈ. આતીસ યે બુજ કે ભી... જલતી હી રેહતી હૈ. યે ઇશ્ક હૈ… યે ઈશ્ક હૈ… જાગે તો તબરેઝી.… બોલે તો રૂમી હૈ..યે ઈશ્ક હૈ...યે ઈશ્ક હૈ…
(શિર્ષક પંક્તિ – ગુલઝાર, ફિલ્મ – રંગુન)
(સત્ય ઘટના – પાત્રોના નામ બદલાવેલ છે)