રોબોટ્સ એટેક 7 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 7

રોબોટ્સ એટેક

ચેપ્ટર 7

મિટિંગની જગ્યાએ બધાજ દેશોના પ્રતિનિધિઓ આવી ચુક્યા હતા.રોબોટ્સના પક્ષમાં વચ્ચે શાકાલ બેઠો હતો અને તેની આજુબાજુ તેના અંગરક્ષકો બેઠા હતા.સામેની તરફ મિ.જ્યોર્જ અને દુનિયાના બાકીના બધા દેશના પ્રતિનિધિઓ બેઠા હતા.શાકાલની નજર ડૉ.વિષ્નુને શોધી રહી હતી,પણ ડૉ.વિષ્નુ ક્યાંય નજર નહોતા આવી રહ્યા.તેને થોડો અંદાજો તો આવી જ ગયો હતો કે ડૉ.વિષ્નુ આ મિટિંગમાં નહિ આવે.કારણ કે તેને સામેથી જ્યારે ડૉ.વિષ્નુને આ મિટિંગમાં આવવા માટે કહ્યુ ત્યારે જ તે તેનો તેમને મિટિંગમાં બોલાવવા માટેનો હેતુ સમજી ગયા હશે.છતા પણ તે એકવાર કન્ફર્મ કરવા માગતો હતો.તેથી તેને મિ.જ્યોર્જ ને પુછ્યુ. ડૉ.વિષ્નુ નથી આવ્યા મિટિંગ માટે? મિ.જ્યોર્જે કહ્યુ,હા હુ પણ તેમને જ શોધી રહ્યો છુ.કાલે જ્યારે છુટા પડતી વખતે મે તેમને પુછ્યુ ત્યારે તેમને મને કહ્યુ હતુ કે તે મિટિંગમાં જરુર આવશે પરંતુ એ પછી મે પણ તેમને જોયા નથી.હવે શાકાલને પુરો વિશ્વાસ આવી ગયો હતો કે,તેનો શિકાર તેના પંજામાંથી છટકી ગયો છે.તેની તત્કાલ કેટલાક રોબોટ્સની એક ટીમને ડૉ.વિષ્નુને શોધવા માટે રવાના કરી દીધી.પણ હવે એ માટે ખુબ જ મોડુ થઇ ગયુ હતુ.તે તેની જીતના અભિમાનમાં ડૉ.વિષ્નુ પર નજર રાખવાનુ ચુકી ગયો હતો.જે અત્યારે તેને ભારે પડી ગયુ હતુ અને ભવિષ્યમાં પણ તેની આ ભુલ તેને ખુબ જ ભારે પડવાની હતી.

મિટિંગ પહેલા જ તેને મિટિંગમાં આવનાર તમામ લોકોને બંદી બનાવીને આખી દુનિયા પર કબજો કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો હતો.બસ તેની એક ચુક થઇ ગઇ હતી અને તેનો ફાયદો ઉઠાવીને ડૉ.વિષ્નુ તેના આ પ્લાનમાંથી સાફ બચી નિકળ્યા હતા.હવે મિટિંગ બસ શરુ થવાની તૈયારીમાં જ હતી ત્યાંજ અચાનક મિટિંગની જગ્યાને શાકાલના રોબોટોએ ચારેબાજુથી ઘેરી લીધી અને બધા દેશોના પ્રતિનિધિઓ શાકાલની જાળમાં ફસાઇ ગયા.હવે તેમની પાસે ત્યાંથી બહાર જવાનો કોઇ જ રસ્તો ન હતો. તેઓ ચારે બાજુથી ઘેરાઇ ગયા હતા તેમને શાકાલ પર ભરોસો રાખીને સૌથી મોટી ભુલ કરી હતી.તેના જ પરિણામ સ્વરુપે તેઓ અહિંયા ફસાઇ ચુક્યા હતા.હવે ન તો તેઓ શાકાલની ચુંગલમાંથી નિકળી શકે તેમ હતા કે ન તો બહારથી કોઇને મદદ માટે બોલાવી શકે તેમ હતા.કારણકે તેમના બધાના મિટિંગમાં આવતા પહેલા જ બધાના કોમ્યુનિકેશન માટેના બધા જ સાધનો મિટિંગના બહાને બહાર મુકાવી દીધા હતા.દુનિયાના તમામ દેશોના પ્રતિનિધિઓ અત્યારે શાકાલના કબજામાં હતા.તે હવે તેમની સાથે ચાહે તે કરી શકે તેમ હતો,પણ તેનો પ્લાન કોઇને મારવાનો કે હાનિ પહોચાડવાનો ન હતો.તેને બધાને પકડીને એક સિક્રેટ રસ્તા દ્વારા માનવોના સૈન્યને વાતની ખબર પડે તે પહેલા જ બધાને બંદી બનાવીને બીજી જ્ગ્યાએ ટ્રાંસફર કરી દીધા.હવે તે લોકો ક્યાં છે તેની ખબર ફક્ત શાકાલને જ હતી,તેથી માનવોનુ સૈન્ય ખબર પડવા છતા કંઇ કરી શકે તેમ ન હતુ.શાકાલ જાણતો હતો કે જો આ બધા અહિંયાથી પાછા જશે તો તે તેમના પર કેટલી પણ નજર રાખે તે ફરીથી યુદ્ધ માટે ઉભા થવાની કોશીશ જરુર કરશે તેથી જ તેને દરેક દેશના સૌથી ઇંટેલીજંટ માણસો જેમના પર રોબોટ સામે લડવા માટેની જવાબદારી સોપાઇ હતી તે બધાને જ તેને તેના કબજામાં લઇ લીધા જેથી ભવિષ્યમાં પણ કોઇ તેની સામે લડવા માટેનો વિચાર પણ ના કરી શકે.

ત્યાર પછી તેને જાતે જ તે વાતની ઘોષણા કરી દીધી કે વિશ્વના બધા જ દેશોના પ્રતિનિધિ તેના કબજામાં છે અને બાકી બચેલા માનવસમુહના સૈનિકો અને તેમના ઉપપ્રમુખોને કહ્યુ કે જો તેઓ તેમના વડાઓને અને તેમના દેશવાસીઓને જીવતા જોવા માગતા હોય,તો બધા જ અહિંયાથી પોતપોતાના દેશમાં ચાલ્યા જાય અને ચુપચાપ તેની ગુલામી સ્વીકાર કરી લે.જે તેમ કરવાનો ઇંકાર કરશે તેના દેશના વડાનુ તો મોત નિશ્ચિત જ છે,પણ સાથે સાથે તેના દેશ પર મુસીબત માટે પણ તે જ જવાબદાર હશે.શાકાલ માણસોની ફિતરત સારી રીતે જાણતો હતો.તે જાણતો હતો કે દેશને બચાવવાની વાત આવશે એટલે સૈનિકોને તેની વાત માનવી જ પડશે.થયુ પણ એવુ જ...બધાજ દેશોના સૈનિકો એક પછી એક તે મનહુસ જગ્યાને છોડીને પોતાના દેશમાં જવા માટે રવાના થવા લાગ્યા.કારણકે શાકાલે હવે તેમના માટે બીજો કોઇ રસ્તો છોડ્યો ન હતો.

બધા જ દેશોના સૈનિકો પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા હતા.અત્યાર સુધી બધુ જ શાકાલના પ્લાન પ્રમાણે જ ચાલતુ હતુ.હવે શાકાલ માટે દુનિયા એક ખુલ્લુ મેદાન હતી અને તેને બસ દરેક જગ્યાએ તેનો ધ્વજ લહેરાવી દેવાનો હતો.હવે દુનિયામાં તેનો વિરોધ કરવાવાળુ કોઇ સશક્ત વ્યક્તિ બચ્યુ ન હતુ.જો કોઇ તેના રસ્તામાં આવે તો તેનુ મોત નિશ્ચિત હતુ.પછી શરુ થઇ શાકાલની દુનિયા પર કબજો જમાવવાની, માનવતાના નાશની અને રોબોટ્સના દુનિયા પર રાજ કરવાના સમયની શરુઆત.

***

એક સિલસિલો શરુ થઇ ચુક્યો હતો દુનિયા પર કબજો જમાવવાનો.સૌથી પહેલા તેને દુનિયાના દરેક મોટા શહેરોને તેના કબજામાં લેવાની શરુઆત કરી.દુનિયાના દરેક દેશની દુખતી નસ તો તેના હાથમાં હતી. છતા પણ મોટા શહેરો પર કબજો જમાવીને ત્યાં તેનુ શાસન કાયમ કરવુ એ કામ તેના માટે પણ મુશ્કેલ તો હતુ જ.કારણ કે દેશોના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ તો તેની સામે આસાનીથી ઘુંટણ ટેકવી દે તેમ હતા. પણ લોકોને તેમના પર હવેથી રોબોટ્સ રાજ કરશે અને તેમને રોબોટ્સની ગુલામી કરવી પડશે તે વાત મંજુર ન હતી.તેને બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા છતા દરેક શહેરોમાં તેને વિરોધનો સામનો કરવો પડ્યો.જ્યાં જેવી જરુર હતી તેવી નીતિ અપનાવીને તે એક પછી એક દુનિયાના દરેક મોટા શહેરોને તેના કબજામાં લઇ રહ્યો હતો.પણ આ માટે તેને ધાર્યો હતો તે કરતા ખુબ જ વધારે સમય લાગી રહ્યો હતો.સમય ઘણો વીતી ચુક્યો હતો અને શાકલ દુનિયાના મોટા ભાગના વિસ્તારો પર પોતાનો સિકંજો કસી ચુક્યો હતો.જે કેટલાક શહેરોમાં ખુબ જ ઉગ્ર વિરોધ થયો હતો તે સમગ્ર શહેરને દુનિયાના નકશા પરથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા.ત્યાંની સંસ્કૃતિ અને વારસાને જડ મુડથી ઉખેડીને તેને ખંડેર બનાવી દીધા હતા.તેના લીધે તેનો એટલો ડર ફેલાઇ ચુક્યો હતો કે જે કેટલાક લોકો મક્કમતાથી તેનો વિરોધ કરી રહ્યા હતા,તેમનો આત્મવિશ્વાસ પણ આવી ઘટનાના લીધે ડગી ગયો હતો.તેનો ફાયદો ઉઠાવીને શાકાલે તેની સામેનો વિરોધ દબાવી દીધો હતો.માણસોની કમજોર કડી તે જાણી ચુક્યો હતો અને તે તેનો ભરપુર લાભ ઉઠાવી રહ્યો હતો.હવે સમગ્ર દુનિયા તેના કબજામાં હતી.જે થોડાઘણા નાના વિસ્તારો હજુ જ્યાં લોકો રોબોટ્સનો ઉપયોગ જ ન કરતા હતા ત્યાં તે પહોચ્યો ન હતો.પણ તેને હવે તેની ફિકર પણ ન હતી.હવે તે એક એવી દુનિયાનો માલિક હતો,જેમાં રોબોટ માલિક હતા અને માણસો તેમના ગુલામ હતા.અત્યાર સુધી માણસો રોબોટ પાસે તેમના કામો કરાવતા હતા,અત્યારે તે જ રોબોટ્સની તે ગુલામી કરી રહ્યા હતા.

સ્થિતી બદલાઇ ચુકી હતી.હવે સમગ્ર દુનિયાની કમાન એક સનકી રોબોટના હાથમાં હતી.જે પોતાની જાતને દુનિયાનો ભગવાન માનતો હતો.જ્યારે કોઇ તેને કહેતુ કે,ભગવાન તેમને આ નર્કમાંથી બચાવવા માટે આવશે અને તેને દંડ આપશે.ત્યારે તે કહેતો કે જે દેખાતો જ નથી તેનાથી શુ ડરવાનુ.જે લોકો ભગવાન પર વિશ્વાસ રાખતા હતા તેમની તે મજાક ઉડાવતો હતો.માણસોના ભગવાન પરના વિશ્વાસને જોઇને તેને નવાઇ લાગતી હતી,કે જે દેખાતો જ નથી તેના પર તેમને આટલો વિશ્વાસ કેવી રીતે છે? પણ તે રહસ્યને સમજવા માટે દિલની જરુર પડે છે.જ્યારે તેની પાસે તો દિલ હતુ જ નહિ.તેની પાસે ફક્ત દિમાગ હતુ એક શાતિર અને શેતાની દિમાગ.તેને દુનિયાની કમાન સંભાળ્યા પછી નવા જ કાયદા અને એક નવી જ શાસન વ્યવસ્થા લાગુ પાડી હતી,જેમાં રોબોટ્સ જ સર્વોપરી હતા.બધા જ ઉચ્ચ હોદ્દાઓ પર તેને રોબોટ્સની નિમણુક કરી દીધી અને માણસોને ફક્ત નિમ્ન કક્ષાના કામો કરવા માટે રાખ્યા.એક સરમુખ્ત્યાર કરતા પણ નિચલી કક્ષાએ તે પહોચી ગયો હતો.માણસોને ત્રાસ આપવા માટે તે નવા નવા નુસખાઓ શોધ્યા કરતો હતો.

***

એક તરફ જ્યારે શાકાલ મિટિંગમાં બધાને બંદી બનાવીને બીજી જગ્યાએ મોકલતો હતો તે જ સમયે ડૉ.વિષ્નુએ મોકલેલો માણસ તેમનો સંદેશો લઇને મેજર વર્મા પાસે પહોંચી ગયો હતો.મેજર વર્મા પણ વિચારમાં પડી ગયા કે ડૉ.વિષ્નુ તો હજી કાલે જ ગયા છે અને તેમને આજે કેમ સંદેશો મોકલાવ્યો હશે? તે સંદેશો શેના વિશે હશે? તરત જ તેમને સૈનિકે આપેલા સંદેશને વાચ્યો.ડૉ.વિષ્નુનો સંદેશ વાંચીને તેઓ ચોંકી ઉઠ્યા! તે સંદેશ વાંચીને તેમને આશ્ચર્ય તો થયુ પણ તેમને ડૉ.વિષ્નુની દરેક વાત પર પુરો ભરોસો અને શ્રદ્ધા હતી.સાથે સાથે તેમને એ વાત પણ ખબર પડી ગઇ કે ડૉ.વિષ્નુ કોઇ મુસીબતમાં જરુર છે.કારણ કે તેમને પત્રમાં તેમના પુત્રની જવાબદારી તેમને સોંપી હતી.એનો મતલબ તે હવે કદાચ અહીં આવી શકે તેવી પરિસ્થિતીમાં નહી હોય.તેમને તરત જ ડૉ.વિષ્નુની શોધખોળ કરવા માટે નિકળવાનુ નક્કી કર્યુ.પરંતુ થોડો વિચાર કરતા તેમને લાગ્યુ કે ડૉ.વિષ્નુએ તેમના પર ભરોસો રાખીને તેમને લોકોની અને તેમના પુત્રની,જે ભવિષ્યનો તેમનો મસિહા હતો તેની જવાબદારી સોંપી છે તેથી તેમના કદમો રોકાઇ ગયા.તેમને તાત્કાલિક તેમના કેટલાક ખાસ માણસો જે તેમના માટે જાસુસીનુ કામ કરતા હતા તે બધાને બોલાવીને દરેકને દુનિયાના ખુણે ખુણે ફેલાઇને ડૉ.વિષ્નુને ગમે ત્યાંથી શોધી કાઢીને તેમના વિશે માહિતી લઇ આવવા માટે કહ્યુ.

ત્યારબાદ તેમને બધા જ લોકોને એકઠા કરીને ડૉ.વિષ્નુએ કાગળમાં લખીને તેમને લોકોને જે વાત જણાવવા માટે કહ્યુ હતુ તે બધી વાત કહી.તેમને લોકોને આશ્વાસન આપ્યુ કે ડૉ.વિષ્નુના માનવા પ્રમાણે આપણને આઝાદ કરાવવા માટે એક મસિહા યોગ્ય સમય આવ્યે જરુર આવશે.તેમને કહ્યુ,મને ડૉ.વિષ્નુની વાત પર પુરો ભરોસો છે.શુ તમને બધાને ડૉ.વિષ્નુ પર પુરો ભરોસો છે? લોકોએ એકી અવાજમાં ખુબ જ ઉંચેથી હા કહી.તેથી હવે મેજરનો વિશ્વાસ વધારે દ્રઢ બની ગયો.કારણ કે એક વ્યક્તિનો વિશ્વાસ ખોટો પડી શકે પણ આટલા બધા લોકોનો વિશ્વાસ ખોટો ના હોઇ શકે.ત્યારબાદ તેમને આગળ કહ્યુ,આપણે આ જગ્યાને અત્યારે જ છોડવાની હોવાથી બધાને પોતાનો જરુરી સામાન પેક કરી લો.ડૉ.વિષ્નુએ આ જગ્યાને અત્યારે જ છોડવા માટે તેમને મોકલેલા સંદેશમાં કહ્યુ છે.ત્યારબાદ તેમને તરત જ મિ.સ્મિથની સાથે કોંટેક્ટ કરીને તેમના માટે રહેવા માટેના નવા સ્થાનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યુ.મિ.સ્મિથ ખુબ જ સારા માણસ હતા.યુદ્ધ ભલે તેઓ હારી ચુક્યા હતા પણ તેમનો વાયદો તેમને યાદ હતો.તેમને મેજરને કહ્યુ કે તમારા ધ્યાનમાં કોઇ સુરક્ષીત જગ્યા હોય તો જણાવો ત્યાં તમારા બધાના રહેવા માટે અને અન્ય જરુરિયાતો માટે જે પણ ખર્ચ થશે કે જે પણ વસ્તુની જરુર પડશે તે બધુ જ તે પુરુ પાડશે.મેજરે તરત જ તક ઝડપી લીધી અને કહ્યુ કે તેમના ધ્યાનમાં એક જગ્યા છે.ડૉ.વિષ્નુના કહ્યા પ્રમાણે એ જગ્યા પર તેમના બધાના રહેવા માટે અને તેને સુરક્ષીત બનાવવા માટે જરુરી ખર્ચ અને મદદ માટે વિનંતી કરી.મિ.સ્મિથે તરત જ મેજરને તેમના લોકો સાથે ત્યાં શિફ્ટ થવા માટે કહ્યુ અને તેમને ત્યાં જે પણ વસ્તુની જરુર પડે તે તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટેનુ વચન આપ્યુ.જેવો મિ.સ્મિથે તેમના નવા સ્થાન માટે તમામ મદદનો ભરોસો આપ્યો તેવા તરત જ તેઓ એ જગ્યા છોડીને ડૉ.વિષ્નુએ સુચવેલી જગ્યાએ પ્રસ્થાન કરવા માટેની તૈયારીમાં લાગી ગયા. રાત સુધીમાં તો તે બધા તે જગ્યા છોડીને નિકળી ચુક્યા હતા.થોડા જ સમયમાં તેમના સુધી એ સમાચાર પહોંચી ગયા કે શાકાલે દુનિયાના બધા જ દેશોના પ્રતિનિધિઓને બંદી બનાવી લીધા છે અને ડો.વિષ્નુ તેને ચકમો આપીને ત્યાંથી નિકળી ગયા છે.સાથે સાથે એ સમાચાર પણ મળ્યા કે શાકાલ હવે સમગ્ર દુનિયા પર તેની સત્તા સ્થાપિત કરવા માટે નિકળી ચુક્યો છે.તેથી હવે તેમને વધારે સાવધાની રાખીને આગળ વધવાનુ હતુ.

ત્યાંથી તેઓ કાશી જવા માટે નિકળી તો ચુક્યા હતા,પણ આટલી મોટી સંખ્યામાં લોકોને લઇને એકસાથે જવામાં ખુબ જ જોખમ હતુ.તેથી મેજરે બધા લોકોને નાની નાની ટુકડીઓમાં વિભાજીત કરી દીધા અને બધી ટુકડીઓને દિવસ દરમ્યાન એકબીજાથી અમુક અંતર રાખીને ચાલવા માટે કહ્યુ.રાત્રી દરમ્યાન કોઇ પડાવ નાખીને બધાને ભેગા થઇને ચારેબાજુ પહેરા માટે વારાફરથી લોકોને ગોઠવવાનો પ્લાન બનાવ્યો.તેમને આખો પ્રવાસ પેદલ જ કરવાનો હતો.કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો માટે વાહન મળવા જ મુશ્કેલ હતા.વળી વાહનમાં તેમને રોબોટ દ્વારા પકડાઇ જવાનો પણ ભય રહેલો હતો.તેથી તેઓ પેદલ અને શહેરોથી બને તેટલી દુરી રાખીને ચાલી રહ્યા હતા.તેઓને તેમના જાસુસ સાથીઓ દ્વારા જે માહિતી મળતી રહેતી હતી તેના આધારે તેમને એ વાત તો નિશ્ચિત થઇ હતી કે શાકાલ પહેલા બધા જ મોટા શહેરો અને પછી નાના શહેરો પર જ કબજો જમાવવાની સ્ટ્રેટેર્જી અપનાવી રહ્યો છે.તેથી તેમના માટે તેનાથી છટકવુ આસાન બની ગયુ.તેઓ શહેરોથી દુર જે કેટલાક ગામડા હજુ પણ આધુનિકતાની આંધીથી બચી ગયા તેમાંથી અને ખેતરોના રસ્તેથી આગળ વધી રહ્યા હતા.છતા પણ આટલી મોટી સંખ્યામાં લોકોને લઇને ચાલી રહ્યા હતા તો પણ તેમને હજી સુધી કોઇ રોબોટ્સ મળ્યો ન હતો.આ સાવ કોઇંસીડંટ તો ન હતો પણ કોઇ ઇશ્વરીય શક્તિ તેમની મદદ જરુર કરી રહી છે તેવુ બધા જ લોકોનુ માનવુ હતુ.હવે જ્યારે તેઓ જેમ જેમ કાશીની નજીક પહોંચી રહ્યા હતા તેમ તેમ તેમને ડૉ.વિષ્નુની કહેલી એક એક વાત પર પુરી રીતે વિશ્વાસ આવી રહ્યો હતો. હવે તે બધાની અંદર એક આશાએ જન્મ લીધો હતો કે તેમને બચાવવા માટે કોઇ મસિહા જરુર આવશે.

હવે જોવાનુ એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને સાથે લઇને નિકળેલા મેજર શુ કાશી સુધી સહી સલામત પહોંચી શકશે? કે પછી તેમને રસ્તામાં જ રોબોટ્સનો સામનો કરવો પડશે? બીજી તરફ ડૉ.વિષ્નુ પણ શાકાલથી બચીને તે બધા લોકો અને મેજરને ફરી મળી શકશે કે શાકાલની પકડમાં આવી જશે? બધુ જ જાણવા માટે જરરથી વાંચો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.