Apurna Viram - 34 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 34

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૪

આઈ લવ્ડ યુ, માયા. આઈ ઓલવેઝ લવ્ડ યુ... અઢાર મહિના અમેરિક રહીને પાછા આવ્યા બાદ મેં જ તને માથેરાન જવાનો આગ્રહ ર્ક્યો હતો... આપણી વચ્ચે જે ક્ંઈ થયું હતંુ તે બધું ભુલીને નવી શરુઆત ક્રવી હતી....તને પ્રેમમાં તરબોળ ક્રી દેવી હતી... અને મેં તને પ્રેમ ર્ક્યો હતો, માયા! મન મૂક્ીને વરસ્યો હતો...

લાગણીથી છલક્તા સૂરે મોક્ષનું આમ ક્હેવું અને માયા તરફથી એક્ સાવ સાદો પ્રશ્ન પૂછાવોઃ

પછી શું બન્યું હતું, મોક્ષ? દિમાગ પર જોર દે. આપણે માથેરાન આવ્યાં, એક્મેક્ને પ્રેમમાં ખૂબ ભીંજવ્યાં, પણ પછી...?

...અને મોક્ષનું બેહોશ થઈને ઢળી પડવું.

મોક્ષે અપેક્ષા નહોતી રાખી ક્ે માયાના પ્રશ્નથી આટલો જબરદસ્ત ધક્કો લાગશે. એ ચેતન અને અર્ધચેતન વચ્ચેની તિરાડમાં ખૂંપી ગયો હતો... અથવા ફેંકઈ ગયો હતો સભાનતાની ધાર પરથી. ભયાનક્ વેગથી એ નીચે પટકઈ રહૃાો હતો. હવે કેઈ પણ ક્ષણે ભયાનક્ સંઘાત સાથે કળમીંઢ પથ્થરો પર પટકશે અને શરીરના ટુક્ડે ટુક્ડા થઈ જશે... પણ વેગપૂર્વક્ ફેંકવાની ક્ષણ ખેંચાતી ગઈ. નીચેથી કળમીંઢ પથ્થરોની સપાટી અદશ્ય થઈ ગઈ. હવે ચોમેર ફકત લીલો અવકશ હતો અને રાક્ષસી ગતિથી ફેંકઈ રહેલું શરીર હતું.

“મોક્ષ...”

આવી સ્થિતિમાં ય સમજાતું હતું ક્ે આ માયાનો અવાજ છે. શું એ પણ સમાંતર ગતિ ક્રી છે? ક્ે સ્થિર થઈને શાંતિપૂર્વક્ મને જોઈ રહી છે, આંખોમાં વેદના ભરીને?

- માયા! હું લીલા અવકશમાં પૂરાઈ ગયો છું...

- હું તને અહીંથી બહાર લઈ જઈશ, મોક્ષ. મારી સાથે ચાલ. મારો હાથ પક્ડ.

- પણ તુંય લીલા અવકશમાં ફસાયેલી છે. તું ક્ેવી રીતે બહાર કઢીશ મને?

- તારે મારા પર ભરોસો રાખવો પડશે.

- માથેરાન તો આપણા માટે સુખનું સરનામંુ હતુંને, માયા? એ ક્યારથી આટલી બધી પીડા આપવા લાગ્યું?

- તું પીડાથી પર થઈ શક્ે છે, મોક્ષ. તું સુખ-દુખથી ઉપર ઉઠી શક્ે છે.

- પણ માથેરાને આપણને ક્ેદ ક્રી લીધાં છે.

- તું ફિક્ર ન ક્ર. આપણે માથેરાનને ચીરીને બહાર નીક્ળી જઈશું...

વિરાટ ઘમ્મરવલોણું અટક્યું. મોક્ષે આંખો ખોલી. સામે માયા એ જ રીતે સ્થિર બેઠી હતી, આંખોમાં વેદના ભરીને. મોક્ષ અસહાય થઈને એને વળગી પડ્યો.

“બધું ખતમ થઈ ગયું, માયા...”

એ રડી પડ્યો. માયાએ એને રડવા દીધો. એ ધીમે ધીમે મોક્ષનાં મસ્તક્ પર હાથ પસરાવતી રહી. એક્ સત્ય ક્ષ્ટપૂર્વક્ નિક્ટ આવી રહૃાું હતું. થોડી વારે અળગા થઈને એણે માયા તરફ જોયું. માયાની આંખોમાં શાંત આંસુ ચમક્ી રહૃાાં હતાં.

“આઈ રિઅલી વોન્ટેડ ટુ લવ યુ!”મોક્ષનો અવાજ તૂટવા લાગ્યોે, “પણ...”

“આઈ નો!”

“બધું અધૂરું રહી ગયું...”

માયા દ્રવી ઉઠી. એનું મન ભારે થવા માંડયું. સ્વસ્થ રહેવાની એણે ભરપૂર કેશિશ ક્રી. ક્શંુ જ અધૂરું રહેતું નથી, મોક્ષ. માત્ર સ્વરુપ બદલાય છે.”

મોક્ષની આંખો પાછી છલકઈ ઉઠી, “તને ખરેખર એવું લાગે છે?”

“હા.”

“ક્મ હિઅર...”

માયાએ એની નજીક્ શરીર લંબાવ્યું. મોક્ષે એને આલિંગનમાં લઈને લાંબું ચુંબન ર્ક્યુ, એક્ યુગથી બીજા યુગ જેટલું. આંસુની ખારાશ હોઠની સપાટી પર ઓગળતી ગઈ. આ પળ લાંબી ચાલી હોત, પણ દરવાજા પર ટકેરા પડતાં બન્ને અલગ થયાં. મોક્ષ ઊભો થઈને દરવાજો ખોલવા ગયો. માયા વાળ સરખા ક્રીને સ્વસ્થ થઈને બેઠી.

“અમે ખોટા સમયે તો નથી આવ્યા?” રિતેશ અંદર દાખલ થતાં કહૃાું. પાછળ રુપાલી આવી.

“બિલક્ુલ નહીં,” મોક્ષે ક્હૃાું, “બોલ.”

“નહીં, બસ. બહાર જઈ રહૃાો હતો તો મને થયું ક્ે લાવ, તને પણ સાથે લેતો જાઉં.”

“ક્યાં જવું છે?”

રિતેશ એક્ પળ ખામોશ રહૃાો. પછી ક્હૃાું, “પોલીસ સ્ટેશન!”

“ક્ેમ?” મોક્ષે તીવ્રતાથી જોયું.

“ક્ેમ એટલે? મુમતાઝ માટે. એ ભેદી બાઈની ક્ુંડળી કઢવા. જે કમ તારે તરત ક્રી નાખવાની જરુર હતી તે હવે મારે ક્રવું પડે છે.”

“એટલે તું હવે પોલીસ સ્ટેશન જઈશ?” માયાએ વક્રતાથી પૂછ્યું.

મોક્ષ અને રુપાલી વારાફરતી બન્નેના ચહેરા જોવાં લાગ્યાં.

“અફ કેર્સ!”

“અચ્છા?” માયાના અવાજમાં ન સમજાય એવી ધાર હતી.

“હા. ક્ેમ? મારે ખરેખર જાણવું છે ક્ે મુમતાઝ કેણ છે, ક્યાંથી આવી છે અને વર ગાયબ થઈ જવાની એ જે વાર્તા ક્રે છે એમાં ક્ેટલી સચ્ચાઈ છે.”

માયા ઊંડો ઉચ્છવાસ ફેંક્ીને નકરમાં માથું ધુણાવતી રહી. એના ચહેરા પર અણગમો હતો ક્ે અપાર નિરાશા? જોક્ે રિતેશને એની પરવા ર્ક્યા વગર પોતાની ધૂનમાં બોલતો ગયો, “માયા, એક્ વાત મને સમજાતી નથી. તને મુમતાઝ પ્રત્યે અણગમો શા માટે છે? એણે કેઈ કરણ આપેલું? ક્ેમ તને એના પર શંક થયા ક્રે છે?”

“આઈ ફીલ ઈટ ઈન્સટિંકટીવલી, રિતેશ!” માયા અક્ળાઈ ગઈ, “ઘણી વાર એવું નથી બનતું ક્ે કેઈ અજાણ્યા માણસને જોતાં જ કરણ વગર ગુસ્સો આવે? એની હાજરીમાં અક્ળામણ થવા લાગે? બધું ક્ંઈ તર્ક્થી સમજાવી શકતું નથી. યુ જસ્ટ ફીલ ઈટ.”

“તો પછી તેં ક્ેમ મુમતાઝ વિશે વધારે જાણવાની કેશિશ ન ક્રી?”

માયા સમસમીને ચુપ થઈ ગઈ. રુપાલીએ અધીરાઈથી ક્હૃાું, “આ બધું પડતું મૂકેને ભાઈસાબ! એના ક્રતાં મુંબઈ જવાનું વિચારો. જ્યારથી લિઝાની ખબર પડી છે... મારા ફફડાટનો પાર નથી. સતત થયા ક્રે ક્ે હમણાં ક્યાંક્થી લિઝા દેખાશે, હમણાં એનો અવાજ સંભળાશે! સાચું ક્હું તો માથેરાન પરથી મારું મન ઉઠી ગયું છે.”

કેઈ ક્શું બોલ્યું નહીં.

“મને સમજાતું નથી ક્ે ત્યારે લાઈબ્રેરીમાં આપણે મુંબઈ જવાનું નક્કી ક્રી નાખ્યું હતું, તો પછી હવે ક્ેમ બધા પાછા ઠંડા થઈને બેસી ગયાં છો?”

“હું ઠંડી નથી થઈ,” માયાએ ક્હૃાું, “હંુ તો અબ્બી હાલ છોડવા તૈયાર છું, પણ મોક્ષ...”

“હું પણ તૈયાર છું,” ક્ડવો ઘૂંટડો ગળે ઊતારતો હોય તેમ મોક્ષની ગરદનના સ્નાયુ દબાયા, “હવે જેલ જેવું લાગે છે માથેરાન. ક્યાં સુધી અહીં પૂરાઈને પડ્યા રહીશું? ક્યાં સુધી ઘાટથી ડરતાં રહીશું? માથેરાન છોડવું છે. ઘાટ ઊતરીશું. કેઈ પણ ભોગે...”

૦ ૦ ૦

“અમારે હવે નીક્ળવું જોઈએ.”

સામન્થાએ ચિક્નનો છેલ્લો ટુક્ડો ખતમ ર્ક્યો. સમુદ્ર પરથી ફૂંકતા ઠંડા પવનમાં એના નવા ઉગેલા વાળ સતત ઉડ ઉડ ક્રતા હતા.

“રુમ પર જઈને ચિલ જ ક્રવું છેને? તો અહીં ચિલ ક્ર. હું તો ક્હંુ છું ક્ે આજની રાત તમે બન્ને અહીં જ રોકઈ જાવ!” મિશેલ રેડ વાઈન પીતાં બોલી. “શું ક્હે છે, એલેકસ?”

એલેકસનું ધ્યાન વાતોમાં નહોતું.

“મુશ્ક્ેલ છે...” એના ચહેરા પર તનાવ આવી ગયો, હું ઈમેલ, ફેસબુક્ બધું ચેક્ ક્રી ગયો. અત્યાર સુધી ફકત પાંચ લોકેનું મુંબઈ આવવાનું ક્ન્ફર્મ છે. એ પાંચ અને આપણે ત્રણ. ક્ુલ આઠ. તેં એટલો મોટો પડકર ઝીલ્યો છે ક્ે આઠ પેગનથી ક્શું નહીં વળે. ક્મસે ક્ેમ પંદરથી વીસ પેગન જોઈશે.”

“થઈ જશે.”

“ક્ેવી રીતે થઈ જશે? આટલી શોર્ટ નોટિસ પર આટલા બધા પેગનને મુંબઈમાં એક્ઠા ક્રવા મુશ્ક્ેલ છે, મિશેલ.”

“નહીં વાંધો આવે. થઈ જશે, ક્હૃાુંને.”

“અને ન થયું તો?”

“તો...” મિશેલ અટક્ી. એના ચહેરા પર ભયની લક્ીરો ખેંચાઈ ગઈ, “આઈ ડોન્ટ નો.”

એલેકસ તાક્ી રહૃાો. મિશેલને આ રીતે ભય અનુભવતાં એમણે ભાગ્યે જ જોઈ હતી.

“સુમનને અઘોરી પાસે ક્યારે લઈ જવાની છે?”

“કલે.”

“વજ્રોલી વિધિ માટે?”

“હા.”

“આવી નાજુક્ છોક્રી... અઘોરી અધમૂઈ ક્રી નાખશે એને.”

મિશેલ ક્શું ન બોલી. એના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ એટલે એલેકસ ચુપ થઈ ગયો. ત્રણેય સિગારેટ ફૂંક્તાં, ડ્રિન્કસની ચુસ્ક્ી લેતાં અસ્ત થઈ રહેલાં રતુંબડા સૂરજને જોઈ રહૃાાં. સમુદ્રની સપાટીને સ્પર્શ્યા વિના સૂર્ય સંપૂર્ણપણે વિલીન થઈ ગયો ત્યાં સુધી ખામોશી ફૂંકતી રહી.

“ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આર્યમાન બહુ પૈસાદાર માણસ છે, રાઈટ?” સામન્થાએ વિષય બદલ્યો.

મિશેલે ઊંડો શ્વાસ લીધો. પછી શાંતિથી ક્હૃાું, ફકત ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં, એશિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ એ રિચ ગણાય... પણ એ એક્લો નહીં, એની પાગલ બહેન પણ એના જેટલી જ પૈસાદાર છે. આ આવડો મોટો સી-ફેસિંગ બંગલો છે, આ સિવાય પણ આ લોકેની મુંબઈમાં ખૂબ બધી પ્રોપર્ટી છે.... એન્ડ યેસ, ગોલ્ડ! ઈન્ડિયન્સને ગોલ્ડ ભેગું ક્રવાનું ઓબ્સેશન હોય છે. એમાંય આ તો રિચી રિચ લોકે છે સો યુ ક્ેન ઈમેજિન. આ બધું આર્યમાનનાં મમ્મી-પપ્પા છોડતાં ગયાં છે અને એમાં સુમનનો પણ બરાબરનો હિસ્સો છે.”

“પણ માણસ પાગલ હોય તો મિલક્ત એના નામે થઈ શક્ે?”

“આઈ ડોન્ટ નો! મને લાગે છે ક્ે પાવર ઓફ એટર્ની જેવું ક્ંઈક્ આર્યમાન પાસે હોવું જોઈએ. જોક્ે આમ જોવા જાઓ તો પાવર ઓફ એટર્નીની ય શી જરુર છે?” મિશેલની આંખો ચમક્વા લાગી, “ધારો ક્ે સુમનને ક્ંઈ થઈ જાય તો એના ભાગની પ્રોપર્ટી આમેય આર્યમાનની થઈ જવાની છે... ચિયર્સ!”

સામન્થાએ સામો ગ્લાસ ટક્રાવ્યો.

“તમારે લોકેએ બીજું ક્ંઈ પીવું છે?” મિશેલ એક્દમ ઉત્સાહમાં આવી ગઈ હતી, “વ્હિસ્ક્ી? વોડક?”

“નો.”

“શ્યોર?”

વાત આગળ વધે તે પહેલાં આર્યમાન એક્દમ ટેરેસ-બાલ્ક્નીમાં ધસી આવ્યો.

“મિશેલ?”

એણે પીઠ ઘુમાવી. આર્યમાનના ચહેરા ખેંચાયેલો હતો.

“ઈઝ એવરીથિંગ ઓક્ે, આર્યમાન?”

“હમણાં જ મુકતાબેનનો ફોન આવ્યો.”

“એ તો હોસ્પિટલ ગયાં છે, રાઈટ? ગણપત પાસે?”

“ગણપત ઈઝ નો મોર...” આર્યમાન બોલી ગયો, “એક્ ક્લાક્ પહેલાં જ એણે જીવ છોડ્યો.”

મિશેલ સ્થિર થઈ ગઈ.

“મુકતાબેન સખત મૂંઝાયેલા હતાં. બિચારાને રડવું હતંુ પણ રડી શક્તાં નહોતાં. મારે એની પાસે જવું પડશે. તું સુમન પાસે રહેજે. હું નીક્ળું છું.”

“તું શાંતિથી જા. સુમનની ફિક્ર ન ક્રીશ.”

આર્યમાન ઝપાટામાં નીક્ળી ગયો. મિશેલે નિર્લેપ ભાવે રેડ વાઈનનો ઘૂંટ ભર્યો.

“ગણપત એટલે જે માણસે તારો કેન્ટેકટ અઘોરી સાથે ક્રાવી આપ્યો એ જને?” એલેકસે પૂછ્યું.

“હા.”

“એ મરી ગયો?”

“હા,” મિશેલ વિચિત્ર રીતે હસી પડી, “પરફેકટ ટાઈમિંગ!”

“એક્ મિનિટ!” સામન્થા ગુંચવાઈ, “આ ગણપત જ તને પેલું બનાવટી યંત્ર લાવી આપવાનો હતોને?”

“હા.”

“તો હવે? ગણપત વગર તું યંત્રનું શું ક્રીશ?”

મિશેલ હસતી રહી.

“તને હસવું ક્ેમ આવે છે? તને ખબર હતી ગણપત મરવાનો છે?”

મિશેલ ક્શું ન બોલી. ફકત તેના હોઠો પર, એની આંખોમાં રહસ્યમય સ્મિત ક્યાંય સુધી રમતું રહૃાંુ.

૦ ૦ ૦

બીજા દિવસે રિતેશ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસ સ્ટેશન સુસ્ત અને નાનક્ડું હતું, પણ માથેરાનના પ્રમાણમાં બરાબર હતું. આવા ટચૂક્ડા હિલ સ્ટેશન પર અપરાધો થઈ થઈને ક્ેટલા થવાના?

રિતેશ અંદર પ્રવેશ્યો ત્યારે એકદ-બે જણા હાજર હતા. કેઈએ એના આગમનની નોંધ ન લીધી. એ ઈનચાર્જની સામે લાક્ડાની બેન્ચ પર બેસી ગયો.

“નમસ્તે સાહેબ. મારું નામ રિતેશ છે. મુંબઈથી આવું છું. એક્ ઈન્ક્વાયરી ક્રવાની છે. તમારી મદદ જોઈએ છે.”

સ્થૂળ સબ-ઈન્સપેકટરને જવાબ આપવામાં રસ નહોતો. એ પાન ચાવતો રહૃાો.

“સાહેબ, મુમતાઝ નામની એક્ મહિલા છે. માથેરાનમાં જ રહે છે. એનો વર અહીં કેઈ હોટલમાં કમ ક્રતાં ક્રતાં અચાનક્ ગાયબ થઈ ગયો. તમારા રજિસ્ટરમાં એની ક્મ્પલેઈન્ટ પણ હોવી જોઈએ. આ ક્ેસમાં આગળ ક્ંઈ ખબર પડી? અને સાહેબ, મુમતાઝ મારો દોસ્તના બંગલામાં કમ ક્રવા આવે છે. એના વિશે પણ મારે ઈન્ફર્મેશન જોઈએ છે.”

પોલીસ અધિકરીના હોઠના ખૂણામાંથી પાનનો રગડો બહાર રેલાઈ આવ્યો. ઊભા થઈને, પાન થૂંક્ીને રિતેશ સાથે વાત ક્રવાને બદલે એણે રુમાલથી હોઠ લૂછી લીધા ને મોઢું હલાવતો હલાવતો બધિર નફ્ટાઈથી પોતાના મોબાઈલ સાથે રમવા લાગ્યો. રિતેશનું માથું ગરમ થવા લાગ્યું.

“સાહેબ, હું તમને ક્ંઈક્ પૂછી રહૃાો છું,” એણે બને એટલા સંયત રહેવાની કેશિશ ક્રી તો પણ અવાજમાં ક્રોધ ઊછળ્યા વગર રહૃાો નહીં, “હું તમારી સાથે વાત ક્રી રહૃાો છું ને તમને પાન ચબાવવામાં ફૂરસદ મળતી નથી?”

બે પળ માટે સબ-ઈન્સપેકટરની આંગળી અને મોઢું બન્ને અટક્યાં. ઊભા થવાની તસદી લીધા વિના એણે પગ પાસે પડેલી ક્ચરાટોપલીમાં જ ગંદી પિચકરી મારી.

“અરે ગોયતોંડે!” એણે ક્ંટાળીને દૂર સ્ટૂલ પર બેઠેલા કેન્સ્ટેબલને ઉદ્દેશીને ક્હૃાું, “જરા ગયા વરસની ફાઈલો કઢ તો!”

૦ ૦ ૦

બન્ને મિશેલ એક્મેક્ને તાક્ી રહી હતી. એક્ મિશેલ અરીસાની બહાર હતી, બીજી અરીસાની ભીતર. ચાર આંખો વચ્ચે અદશ્ય વિદ્યુત તરંગ વહી રહૃાો હતો. જાણે એ પોતાની જાત પર સંમોહન ક્રી રહી હતી.

એણે નળ ખોલ્યો. બે હથેળીના ખોબામાં પાણી ભર્યુર્ અને જોશપૂર્વક્ ક્યાંય સુધી ચહેરા પર છાલક્ મારતી રહી. એ હાંફી ઉઠી. એની ત્વચાની ગૌર સપાટી પર ભીનાશ સળવળવા માંડી. શ્વાસોચ્છવાસ સામાન્ય થયો એટલે એણે ખુદના પ્રતિબિંબ પર ફરી ત્રાટક્ ર્ક્યું.

- તું આ જ દિવસની રાહ જોતી હતીને, મિશેલ?

- હા!

- ડર લાગે છે?

- ના.

- ખરેખર?

આ ક્ષણ સહન થઈ શક્તી ન હોય તેમ અસ્વસ્થ થઈને મિશેેલે દર્પણ પરથી નજર હટાવી લીધી. તૈયાર થઈને એ સીધી સુમનના રુમમાં પહોંચી ગઈ. ષ્ઠ

“હેય સુમન... હાઉ આર યુ સ્વીટી?”

મિશેલ હળવે હળવે સુમનનાં માથાં પર હાથ ફેરવ્યો, વધ થવા જઈ રહેલાં સસલાનાં કેમળ બચ્ચાને સહલાવતી હોય તેમ.

“મેં તને શું ક્હૃાું હતું, યાદ છે? તું સાજી થઈ જા પણ તને ફરવા લઈ જઈશ, રાઈટ? હવે તો તું એક્દમ સરસ થઈ ગઈ છો. આજે જઈશુંને ફરવા? પહેલાં શોપિંગ, પછી ફિલ્મ, પિત્ઝા, રાઈડ્સ! લે, આ ફ્રોક્ પહેરીને ફટાફટ તૈયાર થઈ જા. જલદી ક્રજે, હં! ગુડ ગર્લ!” ષ્ઠમિશેલનો એક્ પણ શબ્દ સુમનને સમજાયો નહીં. મોંમાંથી બહાર નીક્ળી ગયેલી જીભને ડાબે-જમણે ફેરવતાં ફેરવતાં એ નવાં ગુલાબી ફ્રોક્ની ફ્રિલને તાક્તી રહી.

૦ ૦ ૦

ટેબલ પર ફાઈલોનો ઢગલો પડ્યો હતો. સબ-ઈન્સપેકટર અને કેન્સ્ટેબલ બન્ને પોલીસ સ્ટેશનની બહાર ઊભા ઊભા ચા પી રહૃાા હતા.

“આ જ ફાઈલો જોવાની છે, સર?” રિતેશે ક્ંટાળીને બૂમ મારી.

ક્શો જવાબ ન આવ્યો એટલે ક્ંટાળીને રિતેશે એક્ પછી એક્ ફાઈલ ઊથલાવવાનું શરુ ર્ક્યું. ફાઈલો જોવામાં ધાર્યા ક્રતાં વધારે ઘણો વધારે સમય લાગ્યો. અમુક્માં એફઆઈઆરની નક્લો હતી. અમુક્માં સરક્યુલરો અને અન્ય સરકરી કગળિયાં હતાં. એડમિનિસ્ટ્રેટિવ મટિરીયલ મારા જેવા આમ નાગરિક્ને જોવા શું કમ આપવી જોઈએ તે રિતેશને સમજાયું નહીં. ખેર, જે માહિતી જોઈતી હતી તે ક્શેય દેખાતી નહોતી. હવે છેલ્લી ફાઈલ બાક્ી હતી. એમાં મરાઠી-હિન્દી-અંગ્રેજી છાપાનાં ક્ટિંગ્સ હતાં. પાનાં ફરવાં શરુ થયાં.

આ રહૃાું!

રિતેશ આંચકે ખાઈને અટક્ી ગયો. ત્રણ કેલમમાં ફેલાયેલી સતસવીર ન્યુઝ આઈટમ પર એની નજર ખોડાઈ ગઈ. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ રિતેશનો શ્વાસ અધ્ધર ચડતો ગયો...

૦ ૦ ૦

મિશેલે બીજી વાર ડોરબેલ વગાડી. ક્યાંય સુધી સળવળાટ ન થયો એટલે એનો જીવ ચુંથાવા લાગ્યો. એ ફરી ડોરબેલ તરફ હાથ લંબાવે ત્યાં જ દરવાજો ખૂલ્યો.

બાબા ગોરખનાથ!

કળો રેશમી ઝભ્ભો, એવી જ લુંગી. ચક્ચક્તિ મસ્તક્. ક્પાળ પર ત્રિશુલ આકરનું સિંદૂરથી બનાવેલું પ્રતીક્. એમની આંખોમાં આંખ મેળવવા માટે મિશેલે મરણિયો પ્રયાસ ક્રવો પડ્યો.

“આવ મિશેલ...”

એણે જોયું ક્ે બાબાની આંખોનો રંગ ફરી બદલી ગયો હતો. આજે એમની આંખો પીળી દેખાતી હતી. એ ઘ્રૂજી ઉઠી. બાબાના ભરાવદાર હોઠ વ્યંગાત્મક્ સ્મિતમાં વંકયા, પણ આંખના ભાવ યથાવત રહૃાા.

“એક્લી છે? એ ક્યાં છે?”

મિશેલે ડાબી તરફ જોયું. સુમન છેલ્લાં પગથિયા પાસે અટક્ી ગઈ હતી.

“અહીં આવ સુમન...”

સુમન ધીમે પગલે ચાલતી મિશેલની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. મિશેલે ડરતાં ડરતાં બાબા સામે જોયું. બાબાની દષ્ટિ સુમન પર ચોંટી ગઈ હતી!

“અતિ સુંદર... અતિ માસૂમ...” જાણે ધ્રૂમ્રસેર છૂટતી હોય તેમ બાબાના હોઠમાંથી શબ્દો નીક્ળ્યા, “અંદર લાવ છોક્રીને.”

મિશેલ સુમનનો હાથ પક્ડીને અંદર આવી. બાબાએ ચુસ્તીથી દરવાજો અંદરથી બંધ ક્રી દીધો.

૦ ૦ ૦

છાપાનાં ક્ટિંગમાંથી શબ્દો ક્રમશઃ જીવતા થતા ગયાઃ

“ખીણમાંથી મળી આવેલી બન્ને લાશનો કેયડો આખરે ઉક્ેલાઈ ગયો છે. સઆદત ક્ૈફ (૪૫ વર્ષ) અને રફીક્ ખાને (૩૩ વર્ષ) પોલીસ સામે પોતાનો ગુનો ક્બૂલી લીધો છે. મુંબઈ સાથે જોડાયેલા અને થાણે જિલ્લાના મુંબ્રા પરામાં રહેતા આ બન્ને આદમી માથેરાનની ગ્રીનરી હોટલમાં સર્વિસ બોય તરીક્ે કમ ક્રતા હતા. બન્ને મુંબઈની ધંધાદારી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા હોવાથી એમનું પારિવારિક્ જીવન વિખવાદભર્યું બની ગયું હતું. એક્ વાર સઆદત અને રફીક્ પોતપોતાની પત્નીઓને માથેરાન લાવ્યા. એમની માફી માગી. હવે પછી ક્યારેય રુપજીવિનીઓનો સંગ નહીં ક્રે એવી ક્સમ ખાધી. બીજા દિવસે વહેલી સવારે પત્નીઓને શાર્લોટ લેક્ પર ફરવા લઈ ગયા. શાર્લોટ પોઈન્ટ પર ચોમાસામાં ભરપૂર ધોધ વહેતો હોય છે, પણ ડિસેમ્બરનો અંત હતો એટલે પાણી સૂકઈ ચુક્યું હતું. પુરુષો પોતાની પત્નીઓને સમજાવી ફોસલાવીને શાર્લોટ પોઈન્ટની બિલક્ુલ ધાર પાસે લઈ ગયા અને આગોતરા આયોજન પ્રમાણે ઘક્કો મારીને બન્નેને ખીણમાં ફેંક્ી દીધી. સેંક્ડો ફૂટની ઊંચાઈ પરથી નીચે ઝીંકવાથી બન્ને સ્ત્રીઓનું મોત થઈ ગયું. કમ પતાવીને સઆદત ક્ૈફ અને રફીક્ ખાન હોટલના માલિક્ને જાણ ર્ક્યા વગર માથેરાનમાંથી રફૂચક્કર થઈ ગયા. ઘટનાના પંદર દિવસ પછી ખીણમાંથી કળા બુરખામાં લપેટાયેલી સ્ત્રીઓની લાશ મળી આવી. વાસ્તવમાં આ બુરખા પર ક્રવામાં આવેલી એમ્બ્રોઈડરી ડિઝાઈન અને ગ્રીનરી હોટલના માલિક્ની જુબાની પરથી પોલીસ અપરાધીઓ સુધી પહોંચવામાં કમિયાબ થઈ શક્ી છે. મહિલાઓની ઓળખ ક્ન્ફર્મ થઈ ચુક્ી છે. એક્ સ્ત્રીનું નામ છે ફાતિમા અને બીજી સ્ત્રીનું નામ છે મુમતાઝ!”

રિતેશની આંખો ફાટી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED