The Play - 11 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Play - 11

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

લિઅમ અને મેઘ બસ્તીમાં આંટો મારવા નીકળે છે. ત્યાંજ મેઘ અને દેવતી અમ્માની મુલાકાત થાય છે. દેવતી અમ્મા મેઘનાં માથા પર હાથ મુકે છે. ત્યારે જ પંચ પ્રજ્ઞા ત્યાં આવે છે. મેઘ બેભાન અવસ્થામાં રહે છે. મેઘનો પરિચય પંચ પ્રજ્ઞા સાથે થાય છે. બસ્તીમાં દ્રશ્યપાનનાં જલસાની જાહેરાત થાય છે. મેઘ દ્રશ્યપાન કરે છે અને સ્મૃતિની સફરે નીકળે છે.

 • સફર
 • ‘તો આજે ફરી તુ આવ્યો.’, નવ્યા બોલી. મેઘ કંઇજ ન બોલ્યો. એની સામે નવ રંગોના ષટકોણ આવી રહ્યા હતા. જે ક્ષણે ક્ષણે રંગ બદલી રહ્યા હતા. ચારેતરફ વિવિધ રંગો અને આકારો ફરી રહ્યા હતા. જેમાં ચારે તરફ નવ્યા જ હતી.

  ‘કેમ આજે મૌન છે?’, ફરી નવ્યા બોલી. મેઘ ચારેતરફ આકારોમાં થઇ રહેલ હિલચાલને જોઇ રહ્યો હતો. એને ખબર નહોતી પડી રહી કે એ ક્યા સ્થળે છે. એ કંઇજ નહોતો બોલી રહ્યો.

  ‘કેમ અઘરૂ છે યાદ રાખવું?’, ફરી નવ્યા બોલી. જાણે એવી રીતે વાત કરી રહી હતી કે મેઘ એનો દૂશ્મન હોય. મેઘ ચારેતરફનાં રંગો જોઇને ગભરાવા લાગ્યો. એને પરસેવો છુંટવા લાગ્યો. એનો શ્વાસ ચડવા લાગ્યો. એણે એક લાંબી ચીસ પાડી અને આંખો બંધ કરી લીધી.

  ***

  મેઘનાં ચહેરા પરથી પરસેવો છુટી રહ્યો હતો. મેઘ નશાની અવસ્થામાં જ જોર જોરથી શ્વાસ લઇ રહ્યો હતો. અચાનક અચેતન અવસ્થામાં મેઘે મોટી ચીસ પાડી. કર્ત અને શર થોડા ગભરાઈ ગયા. એમણે મેઘને પવન નાખવાનું શરૂ જ રાખ્યુ અને મેઘનાં ચહેરા પરનોં પરસેવો લૂંછ્યો. કર્ત અને શર બન્ને એકબીજાની આંખોમાં મેઘ માટે દયા ઠાલવતા જોઇ રહ્યા.

  ***

  મેઘે ધીમેંથી આંખો ખોલી. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એ પહાડી વચ્ચેના રસ્તા પર ઉભો હતો. એની બાજુમાં જ નવ્યા ઉભી હતી. નવ્યાએ મેઘનો હાથ પકડ્યો.

  ‘ચાલ.’, નવ્યા મુસ્કાઈને બોલી. મેઘ કંઇજ બોલ્યા વિના નવ્યા સાથે ચાલતો રહ્યો. અચાનક એ એક પહાડી પર આવી પહોંચ્યા. દૂર એક મોટી વિજળીનોં કડાકો થયો. મેઘ કંઇજ બોલ્યા વિના બની રહેલી ઘટનાઓને જોઇ રહ્યો હતો. એ લોકો જ્યાં ઉભા હતા ત્યાં અચાનક એક બળદ પ્રગટ્યો. થોડીવાર માટે ત્યાં પ્રકાશ ફેલાઈ ગયો. બળદે સીધી જ નીચે તરફ દોટ મુકી.

  ‘ચાલ’, નવ્યા મુસ્કાઈને બોલી. બીજી જ ક્ષણે મેઘ અને નવ્યા પહાડોને કાપીને ચાલી રહેલ બસમાં હતા.

  ‘તને આજનો દિવસ જ મળ્યો છે? આ ગાઢ જંગલ અને આ કાળો વરસાદ? કોઇ ડોક્ટર નથી અહિં, થોડી રાહ જોઇ જા બેટા. મારે તને જીવાડવો છે.’, નંદિની બોલી. મેઘની નજર નંદિની તરફ ગઇ. એને જોઇને મેઘનાં રૂવાંટા ઉભા થઇ ગયા. થોડીજ વારમાં અચાનક બસની બ્રેક લાગી. નંદિનીને પ્રસવ પીડા શરૂ થઇ ચુકી હતી. મેઘની આંખો ભીની થઇ ગઇ. નવ્યા મેઘને હાથ પકડીને નીચે લઇ ગઇ. નંદિનીને મુશળધાર વરસાદમાં જંગલ તરફ લઇ જઇ રહ્યા હતા.

  ‘ચાલ’, નવ્યાએ કહ્યુ અને બન્ને જંગલની જુપડી પર પહોંચી ગયા. નંદિની પ્રસવ પીડાને કારણે ચિલ્લાઈ રહી હતી. મેઘની આંખમાં આ પીડા જોઇને આંસુ આવી ગયા.

  ‘સોડી ઢીલી પય્ડમાં, મુખ ખુય્લુ નથ હજુ.’, વાલી ડોશી બોલી. નંદિનીએ ફરી પોતાનું જોર લગાવ્યુ.

  નંદિનીએ પોતાના જેટલી તાકાત હતી એ બધી જ લગાવી. યોનીમાર્ગ થોડોક વધારે ખુલ્યો. આદિવાસી સ્ત્રીએ નંદિનીના યોનીમાર્ગ પર અસ્ત્રથી કાંપો મુક્યો. કેટલુક રક્ત વહ્યુ. કાળુ ભંમર માથુ દેખાણુ. નંદિનીએ થોડુ વધારે બળ કર્યુ. માથુ યોનીમાર્ગમાંથી બહાર આવી ગયુ હતુ.

  ‘મેઘો આવ્યો સે.’, એક આદિવાસી સ્ત્રી બોલી.

  ‘મેઘ.’, નંદિની બોલી. નવ્યા અને મેઘે એકબીજા સામે જોયુ.

  ‘ચાલ’, નવ્યા ફરી બોલી. એ લોકો વરસતા વરસાદમાં એક રોડનાં કિનારે આવીને ઉભા રહી ગયા. ફરી રોડનીં બાજુનાં ખુણામાં પ્રકાશ થયો અને બકરો પ્રગટ્યો. એણે દોડવાનું શરૂ કર્યુ.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા. રોડનાં કિનારે ઉભેલી નવ્યા પાસે હતા. નવ્યાએ રોડ ક્રોસ કરવા પગલુ ભર્યુ. એ રસ્તા વચ્ચે પહોંચી, પેલો બકરો પૂરપાટ જડપે નવ્યા તરફ આગળ વધી રહ્યો હતો.

  દ્રશ્ય જોઇ રહેલ મેઘ સહન ન કરી શક્યો એ આગળ વધવા ગયો. પરંતુ નવ્યાએ મેઘનોં હાથ પકડીને ના માટે ડોકું ધુણાવ્યુ.

  ‘મેમ…’, કારમાંથી મેઘનોં અવાજ આવ્યો. રસ્તા વચ્ચેની નવ્યાનીં નજર એ તરફ જાય તે પહેલા જ બકરાએ નવ્યાનેં ટક્કર મારી.

  ‘ચાલ.’, નવ્યા અને મેઘ બન્ને હોસ્પિટલમાં આવી પહોંચ્યા. નવ્યા બેડ પર હતી અને મેઘ નવ્યાનેં જોઇ રહ્યો હતો.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા એક ક્લબનાં એન્ટ્રન્સ પર હતા. અચાનક ત્યાં પ્રકાશ થયો અને મેઘ પ્રગટ્યો.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા ખ્યાતિનાં બેડરૂમમાં હતા. મેઘ અને ખ્યાતિ સંભોગમાં ડૂબેલા હતા.

  ‘આ હું નથી.’, નવ્યા સાથેનોં મેઘ તરત બોલ્યો.

  ‘મને ખબર છે.’, નવ્યાએ સ્મિત સાથે કહ્યુ.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા બન્ને લિફ્ટમાં હતા. લિફ્ટમાં તર્જની, ખ્યાતિ અને નવ્યા હતા.

  ‘હેલો.’, ખ્યાતીએ પોતાનો હાથ નવ્યા તરફ લાંબો કર્યો. બન્નેએ હાથ મેળવ્યો.

  ‘હું આજ એક મસ્ત હોટ પર્સનને મળી. ઓહ માય ગોડ. હી વોઝ સો હોટ.’, ખ્યાતીએ તર્જની સામે જોઇને કહ્યુ.

  ‘વાવ. કોણ હતુ એ?’, તર્જનીએ કહ્યુ.

  ‘આઇ ડોન્ટ નો.’, ખ્યાતી હસી પડી.

  ‘એન્ડ વોટ હેપ્પન્ડ બીટવીન ટુ ઓફ યુ?’, તર્જનીએ ખ્યાતીના ગળા પર પોતાનો ધીમેંથી હાથ સરકાવતા કહ્યુ.

  ‘સો મેની થીંગ.’, ખ્યાતી બોલી. લિફ્ટ નીચે આવીને ઉભી રહી.

  ‘ચાલ.’, રોડનાં કિનારે મેઘ ઉભો હતો. એ નવ્યાનીં જ રાહ જોઇ રહ્યો હતો. દ્રષ્ટા નવ્યાએ દ્રષ્ટા મેઘને આવી રહેલ નવ્યા, ખ્યાતિ અને તર્જની તરફ આંગળી ચીંધી. મેઘને સમજમાં આવી રહ્યુ હતુ, પરંતુ બધુ અધૂરૂ. રોડની એક તરફથી આખલો આવી રહ્યો હતો એ મેઘે જોયો અને એ સાઇડમાં ખસી ગયો. ખ્યાતિ અને તર્જની પોતાની કાર તરફ વળી ગયા. નવ્યા મેઘનીં બાજુમાં આવીને ઉભી રહી. બન્નેએ એકબીજા સામે જોયુ.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. ખ્યાતિ અને તર્જની રીસેપ્શન પર જગડો કરી રહ્યા હતા.

  ‘ચાલ.’, મેઘ અને નવ્યા મેન્ઝ રેસ્ટરૂમમાં હતા. અચાનક પ્રકાશ થયો અને મેઘનાં ચહેરા જેવી જ બીજી વ્યક્તિ પ્રગટ થઇ. મેઘ અને નવ્યા એ વ્યક્તિની પાછળ ગયા. બહાર નવ્યા, તર્જની, ખ્યાતિ અને મેઘ ઉભા હતા.

  ‘આઇ એમ શૈવ.’, બીજા મેઘે કહ્યુ.

  ‘ચાલ.’, બન્ને એક રોડ પરનાં ઢાબા પર હતા. ફરી કોઇ વ્યક્તિ પ્રગટ થઇ. એ કોઇનાં ટ્રકમાં બેસી અને ટ્રક લઇને નીકળી ગઇ.

  ‘ચાલ.’, રોડની એક તરફ હતી નવ્યા અને બીજી તરફ હતો મેઘ.

  ‘હું નહિ જોઇ શકુ.’, મેઘ બોલ્યો. રોડના એક કિનારા પરથી નવ્યા મેઘ તરફ પ્રેમ વ્યક્ત કરી રહી હતી. એ ટ્રક પૂરપાટ જડપે આવે છે અને નવ્યાનેં કચડી નાખે છે. મેઘની આંખો બંધ થઇ જાય છે.

  ***

  મેઘ એક અંધકારમય ટનલમાંથી પસાર થઇ રહ્યો છે. ધીરે ધીરે એ ટનલ મોટી થતી જાય છે. ટનલ પૂરી થતા જ ફરી તે એ જગ્યાએ પહોંચે છે જ્યાં ષટકોણીય આકારો અને અલગ અલગ રંગો છે. નવ્યા ત્યાંજ હોય છે. એક ષટકોણ મેઘ પાસે આવે છે, મેઘ એના પર બેસે છે. એની બાજુમાં નવ્યા આવી જાય છે અને મેઘનોં હાથ પકડે છે.

  ‘મેઘ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. માયાજાળમાંથી તારે બહાર આવવાનું છે.’, નવ્યા બોલી.

  ‘પ્રેમ વાસ્તવિક નથી હોતો? શું એ પણ માયા જ છે?’, મેઘે પૂછ્યુ. નવ્યા કંઇજ ન બોલી.

  ‘કદાચ આ માયા જ મારા માટે વાસ્તવિકતા હશે.’, મેઘ બોલ્યો.

  ‘મેઘ તારૂ પીડાવાનું કારણ માયા છે.’, નવ્યા બોલી.

  ‘ચાલ.’, આ વખતે મેઘે નવ્યાનોં હાથ પકડ્યો. બન્ને એક શાંત જગ્યાએ હતા. નવ્યા અને મેઘ એકબીજાનીં બાહોંપાશમાં હતા.

  ‘યાદ રાખજો, હું જ તમારૂ સુખ છું અને હું જ તમારૂ દુખ છું.’, નવ્યા થોડા મસ્તીના મુડમાં બોલી.

  ‘પૂસ્તકો વાંચવાનોં શોખ લાગે છે?’, મેઘ હસીને બોલ્યો.

  ‘આઇ એમ ડેન્જરસ.’,

  ‘આઇ ડેર.’,

  ‘હું તમારી સાથે હોવ ત્યારે તમને ગમે છે?’, નવ્યાએ પ્રશ્ન કર્યો.

  ‘બહુ જ.’

  ‘ચેતજો, ક્યાંક હું તમને બહુ રડાવું નહિં.’, નવ્યાનાં ચહેરા પર થોડાક ગંભીર ભાવો આવ્યા.

  ‘જો તમે સાથે હશો, તો આંસુ ગમશે મને.’

  ‘કિસ મી.’, નવ્યાએ મેઘના ચહેરા પાસે ચહેરો લાવીને મેઘની આંખોમાં જોઇને કહ્યુ.

  ‘નો, લેટ ઇટ હેપ્પન.’, મેઘની આંખો બંધ થઇ ગઇ. થોડી વારે આંખો જાતે જ ખુલી ગઇ.

  ‘ઇટ હેપ્પન્ડ, મેં કંઇજ નથી કર્યુ.’, નવ્યાએ હસીને કહ્યુ.

  ‘શું થયુ? કંઇ થયુ?’, મેઘે પણ હસીને જવાબ આપ્યો.

  ‘આઇ કાન્ટ ઇમેજીન સિંગલ મોમેન્ટ વિધાઉટ યુ.’, નવ્યા મેઘની આંખોમાં જોઇને બોલી રહી હતી. બન્નેની આંખો ભીની હતી.

  ‘મેઘ ક્યારેય પણ તમને એમ લાગે કે તમે મને ઇચ્છો છો અને હું ત્યારે ન હોવ તો અહિં આવી જજો. આ જગ્યા અને આ નદી સાથે મેં ઘણો સમય વિતાવ્યો છે. ખબર નહિં આ નદી કેટલી સફરો ખેડીને એના પ્રેમને મળતી હશે. મારી એક ઇચ્છા છે કે ક્યારેક આના કિનારે આની સાથે એના અંતિમ સ્થાન સુધી જાવ. હું ક્યાંય પણ હોવ પણ મારો એક ટુંકડો અહિં તો રહેશે જ. મેં તો પપ્પાને પણ કહેલું છે, જીવ્યા પછી મને આ પ્રવાહી વહેતી આત્માના કાંઠે ભસ્મ કરી દેજો. અથવા આની સાથે વહાવી દેજો.’, નવ્યા ખુબ જ શાંતિથી બોલી રહી હતી.

  ‘એ પહેલા આ નદિની જેમ જ ઘણુ વહેવાનું છે.’, મેઘે નવ્યાનો ચહેરો પોતાના ચહેરા સાથે ભીંસ્યો.

  ‘યાદ રાખજો હું અહિં જ હોઇશ.’,

  ‘જ્યાં તું હોઇશ ત્યાં હું હોઇશ.’, મેઘે સ્મિત કરીને કહ્યુ.

  ‘આ માયા છે?’, દ્રષ્ટા મેઘે નવ્યા સામે જોઇને પૂછ્યુ.

  ‘ચાલ’, મેઘ બોલ્યો. બન્ને નવ્યાનાં ઘરની બહાર હતા.

  ‘ધ્યાન રાખજો.’, નવ્યા ઘરમાં જતા પહેલા મેઘના ગળે મળી.

  ‘ધ્યાન રાખજો.’, મેઘે નવ્યાના કપાળ પર ચુંબન કર્યુ.

  ‘આ માયા છે?’, મેઘે ફરી પ્રશ્ન કર્યો.

  ***

  ‘ચાલ’, દ્રષ્ટા મેઘ અને નવ્યા કારની પાછલી સીટ પર હતા.

  ‘હુ…હા’, નવ્યાએ કારનો દરવાજો ખોલ્યો એટલે એ મેઘની સ્ટાઇલમાં બોલી. મેઘ ચોંકી ગયો.

  ‘આ શું થયુ તમને?’, મેઘ ચોંકીને હસતા બોલ્યો.

  ‘મેઘનો રોગ લાગ્યો.’, નવ્યા શરમાઇને બોલી.

  ‘આ માયા છે?’, મેઘે ફરી પ્રશ્ન કર્યો. મેઘે આંખો બંધ કરી. ફરી બન્ને ષટકોણીય આકાર પર જઇને બેઠા.

  ***

  ‘મેઘ આ એક એવું નાટક છે જેમાંથી કોઇ જ છુટી શક્યુ નથી.’, એક રંગબેરંગી ષટકોણ પર બેસીને બન્ને અવકાશગંગાની સફરે નીકળ્યા હતા.

  ‘મને તારી કોઇ વાત નથી સમજાતી. મને ખબર છે મને તુ શરીર રૂપે તો નથી જ મળવાની. બસ હું તારી સ્મૃતિઓ લઇને સ્વસ્થતાથી જીવવા માંગુ છું.’,

  ‘તુ મને હજુ મેળવી શકે છે, પરંતુ જો તુ જાગી જાય તો.’,

  ‘હું જાગુ જ છું.’, મેઘે શાંત ભાવે કહ્યુ.

  ‘તુ એક પાત્ર માત્ર છે.’, નવ્યાએ પણ શાંત ભાવે કહ્યુ.

  ‘બસ કર નવ્યા.’

  ‘માત્ર વિચાર કરજે. આના પર ધ્યાન કરજે. જે જે લોકો પ્રગટ થયા હતા એ કોણ કોણ હતા અને એની તારા જીવન પર શું અસર થઇ છે?’, નવ્યાએ કહ્યુ.

  ‘મારે નથી જાગવું, મારે નથી જાણવું.’, મેઘે ખુબ જ ઉજ્જડાઈથી કહી દીધુ.

  ‘આ આપણી છેલ્લી મુલાકાત છે.’, નવ્યા પોતાનો ચહેરો મેઘનાં ગાલ પાસે લઇ ગઇ, ચુંબન આપીને દૂર જવા લાગી. મેઘ કંઇજ બોલ્યા વિના જોઇ રહ્યો હતો. એ કંઇજ નહોતો બોલવા માંગતો, ન તો એ કંઇ બોલી રહ્યો હતો. અનંત બ્રહ્માંડમાં નવ્યા એક સુક્ષ્મ કણ સમાન થઇને અદ્રશ્ય થઇ ગઇ. મેઘ માત્ર ઉભો રહ્યો. એની આંખનાં ખુણા થોડાક ભીના તો થયા જ હતા. એણે સ્મૃતિની કડવી દવા પીને આંખો બંધ કરી દીધી.

  ***

  એ ભટકેલો હતો. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે જોલા ખાતો. દ્રશ્યપાન એને વધુને વધુ મુંજવણમાં મુકી રહ્યુ હતુ. નવ્યાએ પોતાના અસ્તિત્વનાં બધા કણો પીગાળી નાખ્યા હતા. મેઘને માત્ર એટલુ યાદ હતુ કે ‘ધ્યાન કરજે.’.

  કેટલું વિચિત્ર છે. જ્યારે તમે સપનામાં હોવ ત્યારે સપનાનીં દૂનિયા વાસ્તવિકતા લાગતી હોય. મેઘ દ્રશ્યપાનનાં નશામાં ઉંઘી રહ્યો હતો. પરંતુ એની ચેતના હજુ વિચારો સાથે જજુમી રહી હતી. જાણે બધુ ઘટી રહ્યુ હોય. દ્રશ્યપાનનાં નશામાં ધ્યાન ઉતમોતમ હોય છે એવું પંચપ્રજ્ઞાઓનું કહેવુ હતુ. ઘડિયાળોમાં ઢાળેલો સમય એ આપણી ભૌતિક જરૂરિયાતથી વિશેષ કંઇજ નથી.

  મેઘે એ ષટકોણિક રંગબેરંગી શીલાઓ પર બેસીને ધ્યાન શરૂ કરી દીધુ હતુ. કહેવું સહેલુ હોય છે કે પોતાનાં જીવનમાં કોઇ લક્ષ્ય નથી. પરંતુ એવું હોય છે ખરૂં? મેઘ કંઇજ નિર્ણય નહોતો લઇ રહ્યો, પરંતુ દ્રશ્યપાન એનો જાદુ તો બતાવે જ ને. લાલચ થઇ આવતી. વારંવાર એ દરેક જગ્યાએ જઇ આવતો જ્યાં અલગ અલગ લોકો પ્રગટ થતા હતા. એ ચાહે એના જન્મ પહેલા પહાડી પરથી ઉતરતો બળદ હોય, નવ્યાને મળ્યા પહેલા રોડ પર દોડીને આવતો બકરો હોય, ખ્યાતિ સાથે સહવાસ કરી રહેલ પોતાની પ્રતિકૃતિ કે પછી ટ્રકમાં ચડતી એ વ્યક્તિ. દ્રશ્યપાનનાં સહારે આનાથી આગળ જવુ શક્ય નહોતુ.

  પરંતુ ધ્યાન એજ વ્યક્તિનેં અક્રિય બનાવે છે, સાક્ષિ બનાવે છે. પોતાનું અસ્તિત્વ વિશે જાગૃત કરે છે. મૌસમનો ખયાલ વિસરાઈ જાય છે. સમયનું અસ્તિત્વ અદ્રશ્ય થઇ જાય છે. કશું જ રહેતુ નથી. એ છતા બધુ જ રહેતુ હોય છે. ન કોઇ બંધન કોઇ મુક્તતા, દ્વેતતાનાં બધા ભાવો કે કોઇ ભાવો નું અસ્તિત્વ નથી રહેતુ. એ એક્ય થઇ જાય છે. બ્રહ્માંડ સ્થગિત થઇ જાય છે. પછી ખબર પડતી હોય છે અસ્તિત્વ છે?

  ***

  એની આંખ ઉઘડી. ચારેતરફનોં પ્રકાશ એની આંખ જીરવી ના શકી. એ તરત જ બંધ થઇ ગઇ. ચારેતરફ અવાજો થવા લાગ્યા. એણે ફરી આંખ ખોલવાનોં પ્રયત્ન કર્યો. આખરે આંખો ઉઘડી. એણે સૌપ્રથમ એના હાથ સામે જોયુ. હાથની રૂંવાટીઓ સફેદ થઇ ચુકી હતી. એણે પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો. લાંબી ધોળી દાઢી એ જોઇ શકતો હતો. એનો હાથ એના છાતીના વાળ પર પહોંચ્યો. છાતીના વાળ પણ ધોળા થઇ ચુક્યા હતા. એણે આસપાસ નજર કરી. કેટલાંય લોકો ખુબ જ ઉત્સાહથી આસપાસ હતા. કેટલાંયનાં હાથમાં પાણી અને ભોજન ભરેલા વાસણો હતા. બહારથી પ્રંચડ અવાજ આવી રહ્યો હતો. એણે ઓરડીમાં ચારેતરફ નજર કરી અને એ પ્રકાશની દિશા તરફ ચાલતો થયો. એક ઉંચી ટેકરી પર પવન સુસવાટા મારતો હતો. એ જોઇ શકતો હતો કે લોકોના ટોળેટોળા ટેકરી તરફ આવી રહ્યા હતા. ચારે તરફ વાંજીત્રો અને નગારાઓ વાગી રહ્યા હતા. એણે આંખો બંધ કરી કે ફરી ટેકરી વચ્ચે પ્રકાશ થઇને બળદ પ્રગટવાનું, રોડનાં કિનારે બકરાનાં પ્રગટવાનું, કોઇ ક્લબના દરવાજા પર કોઇ વ્યક્તિ પ્રગટવાનું, રેસ્ટરૂમમાં કોઇક વ્યક્તિનાં પ્રગટવાનું અને પ્રગટ થઇને ટ્રક પર ચડતી વ્યક્તિનું દ્રશ્ય દેખાણુ. એણે આંખ ખોલી નાખી. બધી જ મુંજવણ વચ્ચે એને અમુક ધુંધળી સ્મૃતિઓ હતી અને અમુક પ્રશ્નો.

  હું ક્યાં છુ ? હું કોણ છુ ? આ દ્રશ્યો શું છે?

  પરંતુ હજુ ધુંધળી સ્મૃતિઓ હતી, હજુ પ્રશ્નો હતા.

  ***

  શું મેઘ જાણી શકશે, શું મેઘ પરમ રહસ્યનેં પામી શકશે? શું ફરી મેઘની નવ્યા સાથે વાત થશે? શું મેઘ નવ્યાનેં મેળવી શકશે? જાણવા માટે વંચો ધ પ્લે ચેપ્ટર – ૧૨ આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.


  લેખક વિશે

  હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

  Social Media

  Facebook.com/meHirenKavad

  Twitter.com/@HirenKavad

  Instagram.com/HirenKavad

  Mobile and Email

  8000501652

  HirenKavad@ymail.com