The Play - 2 books and stories free download online pdf in Gujarati

The Play - 2

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

ત્રીદેવ બધા એક્ટરોને પ્રવચન આપે છે અને નાટકની શરૂઆત થાય છે. ધોધમાર વરસાદની વચ્ચે નંદિનીને પ્રસવ પીડા ઉપડે છે. આસપાસ પહાડી જંગલ હોય છે અને મુશળધાર વરસાદ. બાળકને યોનીમાર્ગમાંથી બહાર આવવામાં તકલીફ પડે છે, નંદિની ખુબ થાકી છે. અંતે બાળકનો આ દૂનિયામાં જન્મ થાય છે. જેવુ શરીર એવુ જ એનું નામ પડે છે. મેઘ. હવે આગળ.

Actors

‘વુડ યુ લાઇક ટુ?’, વિષ્નુએ બીયર કેન શિવ તરફ લંબાવતા કહ્યુ.

‘સારૂ અંગ્રેજી આવડે છે, આ લેશો ?’, શિવે હસતા હસતા ભરેલી ચલમ લંબાવી. બન્ને હસી પડ્યા.

‘નાઇસલી ડન.’, શિવે ચલમ ફુંકીને કહ્યુ.

‘થેંક્સ ટુ મી.’, દૂરથી આવી રહેલ નંદિ બોલ્યો.

‘આવો આવો નંદિજી. દમ મારશો?’, શિવ અને વિષ્નુ થોડુ મુસ્કાયા.

‘મારા માટે આવા જ રોલ છે? વરસતા વરસાદમાં રોડ વચ્ચેથી ઉતરવાનું, ખલનાયકને ઢીંક મારવાની? કોઇક સારૂ પાત્ર આપો હવે. તમારો સેવક છુ, એટલુ તો જુઓ.’, નંદિએ શિવે આપેલી ચીલમ લીધી અને એક ઉંડો કશ માર્યો.

‘કરીએ કંઇક.’, શિવે કહ્યુ.

‘હવે પછીનું મેજર શેડ્યુલ કેમ નથી આવ્યુ?’, વિષ્નુએ પૂછ્યુ.

‘પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કોલ કરો.’, નંદિએ સલાહ આપી. ત્યાંજ સામેથી કોઇ આવતુ દેખાયુ. એણે કેટલાક તામ્રપત્રો આપ્યા.

‘નેક્સ્ટ સીન.’, શિવે ઉપર છલ્લી નજર કરી.

‘સ્ટોરી વિશે થોડુ કહોને.’, નંદિએ વિનવણી કરતા કહ્યુ.

‘તને કહુ એટલે તુ બહુ મોટો સ્પોઇલર બની જા છો, એટલે આ વખતે નહિં.’, શિવે સ્ક્રિપ્ટ વિષ્નુને આપી. નંદિ પણ હસ્યો.

‘ફાસ્ટ ફોર્વડ?’, વિષ્નુએ સ્ક્રિપ્ટ પર આંખો નાંખીને કહ્યુ.

‘વોટ બ્રહ્મા ઇઝ પ્લાનિંગ?’, વિષ્નુએ થોડુ મુંજવણમાં કહ્યુ.

‘મસ્ટ બી સમથીંગ એક્સાઇટીંગ.’,

‘કામદેવના ખેલ લાગે છે?’, વિષ્નુએ થોડુ હસીને કહ્યુ.

‘શિવે ડમરૂ વગાડ્યુ.’, ચારે તરફના લોકોનું ધ્યાન એમની તરફ ગયુ. શિવે બધાની સામે જોઇને ફરી ડમરૂ વગાડ્યુ અને ચલમનો એક લાંબો કશ ખેંચ્યો.

***

એક બ્લેક મર્સીડીઝ મોટા બંગલામાં પ્રવેશી. મોટા ગાર્ડનની બાજુમાંથી પસાર થઇને એ બંગલોના પ્રવેશદ્વારના દાદર પાસે જઇને ઉભી રહી. કારનો દરવાજો ખુલ્યો. ઘઉ વર્ણો આછી દાઢી વાળો ભોળો ચહેરો, હાથમાં મોંઘી ઘડિયાળ, શરીર પર બ્રાન્ડેડ જીન્સ ટી શર્ટ, પગમાં સ્પોર્ટ શુઝ, આંખ પર રાઉન્ડ શેપ સન ગ્લાસ અને વિખરાયેલા વાળ. ૨૬ વર્ષનો એ યુવાન ચોકીદારને કારની ચાવી આપી ઘરમાં પ્રવેશ્યો.

‘હુ હા…’, હોલમાં બેસેલા એક ડોશીમાંને પાછળથી કરાટેના અવાજમાં એણે ડરાવ્યા. માજી જસકી ગયા.

‘મેઘલા તને કોઇ’દી શાંતી થાહે?’, મેઘે ડોશીમાને બથ ભરી લીધી.

‘મેઘ તમારા કહેવાથી થોડો શાંત થાય.’, મેઘ બોલ્યો.

મેઘ ગર્જના નાવ.’, શિવે હાંકલો માર્યો.

‘જુઓ એની સાબિતી.’, વાદળોની ગર્જના સાંભળીને તરત જ મેઘે કહ્યુ.

‘તારી માં એ તને કેવા ટાણે જનમ આપ્યો છે, આ વરસાદ પણ તારૂ કેવુ માને છે.’, ડોશીમાં મેઘના માથામાં હાથ ફેરવતા બોલ્યા.

‘ક્યાં છે એ?’, મેઘે પૂછ્યુ. દાદીએ ઉપર તરફ ઇશારો કર્યો. મેઘ તરત જ ઉપર ગયો. એણે ધીમેંથી દરવાજો ખોલ્યો.

વખતે તારો વારો નહિં બસ.’, શિવે નંદિના ખભા પર ઠપકારતા કહ્યુ.

કેમ શું થવાનું છે?’, નંદિએ આતુરતા પૂર્વક કહ્યુ.

કોલ શ્રી મેલડીમાં.’, શિવ થોડુ હસ્યા. ‘એમને કે તમારૂ વાહન જોઇએ છે આવો.’

હોવે.’, નંદિ પણ થોડુ હસ્યો.

મેઘે ધીમેંથી પગલા ભર્યા. નંદિની એક ડાયરીમાં કંઇક લખી રહી હતી. મેઘે પોતાના હાથથી નંદિનીની આંખો મીંચી.

‘મેઘ આવે અને મેઘ ન આવે એવુ આજ સુધી તો ક્યારેય નથી બન્યુ.’, નંદિનીએ સ્માઇલ કરીને કહ્યુ. મેઘે પોતાનો હાથ ધીમેંથી હટાવ્યો. બન્ને એકબીજાને ભેટી પડ્યા. નંદિનીએ મેઘના માથે ચુમ્મી કરી. મેઘે પણ નંદિનીને કપાળ પર ચુમ્મી આપી.

‘તો કેવી રહી ટ્રીપ?’, નંદિનીએ પોતાની ડાયરી બંધ કરતા પૂછ્યુ.

‘તુ જ કેય છે, મેઘ હોય ત્યાં મેઘ હોય જ. તો ત્યાં પણ મેઘ હતો અને મજા કરી.’, મેઘે હસતા હસતા કહ્યુ.

‘કવિ બનીજા.’, નંદિનીએ હસીને કહ્યુ.

‘તુ તો છો.’, મેઘે તરત જ જવાબ આપ્યો.

‘બાય દ વે કેમ છે હવે તને કમરના દુખાવામાં?’, મેઘ અને નંદિની બન્ને બેડ પર બેસ્યા. મેઘે એની માંનો હાથ પોતાના હાથમાં લઇને પૂછ્યુ.

વ્હાય દે આર એક્ટિંગ લાઇક ધે આર લવર્સ?’, પ્રોડક્શન ક્રાઉડમાંથી કોઇ અપ્સરા બોલી. વિષ્નુએ પાછળ ફરીને જોયુ. એના ચહેરા પર ગંભીરતા હતી.

ધે આર લવર્સ.’, વિષ્નુએ શબ્દો વચ્ચે સમયનું અંતર રાખીને સ્થિર ચહેરે કહ્યુ.

‘તને કોણે કહ્યુ?’, નંદિનીએ સામો પ્રશ્ન કર્યો.

‘આપડા ઘરમાં નાની છે, નાના છે, રાઘવભાઇ છે, સાંતા માસી છે, આપડા માળી રઘુવનભાઈ છે. તુ ના કહે એટલે કોઇ જ ના કહે એમ ?’, મેઘે કહ્યુ.

‘બહુ ચિંતા કરમાં કાલે કોઇ લગ્ન થશે એટલે મને છોડવી જ પડશે.’,

‘હુ-હા….’, મેઘે કરાટા કર્યા. નંદિની હસી પડી.

‘સનકી ઢાંઢો થ્યો, હવે તો સુધરી જા.’, નંદિનીએ હસીને કહ્યુ.

‘સુધરે ઇ બીજા. હુ… હા…’, મેઘ ફરી કરાટેની પોઝીશનમાં આવીને બોલ્યો.

‘એટલે જ તારી કોઇ ગર્લફ્રેન્ડ નથી. હેવ અ સમ કુલનેસ માય ડુડ.’, નંદિનીએ કહ્યુ.

‘હુ…હા… આઇ એમ હોટ.’, એ રોબોટીક અવાજમાં બોલ્યો.

‘બસ બસ.’, નંદિનીએ હસવુ રોકીને કહ્યુ.

‘હુ…હા… તો આજે શું લખ્યુ ડાયરીમાં?’, મેઘે પૂછ્યુ. નંદિનીના ચહેરા પર થોડી સ્માઇલ ઓછી થઇ. મેઘને અંદાજો આવી ગયો.

‘હુ…હા… આપડે મુવી જવા જવાનું છે. હુ…હા…’, મેઘે વાત બદલતા કહ્યુ. નંદિનીનો ચહેરો થોડો વધુ ચીમળાયો.

‘મારી નંદુડી એને હવે ભૂલી જા. મેં તો એનો ચહેરો પણ નથી જોયો. મારા જીવનમાં એમનુ અસ્તિત્વ જ નથી.’, મેઘે નંદિનીનો હાથ પકડતા કહ્યુ.

‘યાદ રાખજે એના અસ્તિત્વના લીધે જ તારૂ અસ્તિત્વ છે.’, નંદિનીએ મેઘની આંખોમાં આંખો નાખીને કહ્યુ.

‘તે અત્યાર સુધી મને એનુ નામ પણ નથી કહ્યુ અને મારે જાણવુ પણ નથી. બટ જે આ મોમેન્ટ પર એક્ઝિસ્ટ નથી એને યાદ કરીને કોઇ ફાયદો નથી. ૨૬ વર્ષ થ્યા તને એણે ક્યારેય યાદ કરી? કોને ખબર એ હશે કે નહિં હવે.’, મેઘે થોડુ કઠોર થઇને કહ્યુ.

‘મેઘ.’, નંદિનીએ મેઘ સામે જોયુ.

‘હુ…હા…’, મેઘ જોરથી સામે પડીને બોલ્યો.

‘હુ….હા… લેટ ઇટ ગો. આઇ નીડ અ સ્માઇલ. હુ… હા….’, મેઘે નંદિનીના ચહેરા પર સ્માઇલ લાવવાની ટ્રાય કરી. ‘પાગલ.’, નંદિનીએ મેઘનો હાથ પકડ્યો. બન્ને ફરી ભેટી પડ્યા.

***

યસ મિસ્ટર શિવ’, મેલડીમાં પોતાના વાહન પર સવાર થઇને આવીને શિવ સામે ઉભા રહ્યા.

બેસો. નંદિ કોલ્ડડ્રિંક્સ લઇ આવ.’, નંદિ ઉભો થયો અને સ્પોટ બોય પાસે ગયો.

મેમ માટે કોલ્ડ ડ્રિંક લઇ આવો.’, નંદિએ સ્પોટબોયને કામ સોપ્યુ.

મેં ફર્સ્ટ એપીસોડ જોયો, ઇટ વોઝ પ્રિટી ડેમ્ન એક્સાઇટીંગ.’, મેલડીમાં બોલ્યા. વિષ્નુ, શિવ, નંદિ ત્યાંજ હતા. થોડે દૂર વરૂણ વોટર મેનેજમેન્ટ માટે બધાને ગાઇડ કરી રહ્યા હતા. ઇન્દ્ર થોડા ગુસ્સામાં કોઇને સલાહ આપી રહ્યા હતા. કુબેર પ્રોડક્શન મેનેજર સાથે કંઇક ઉંડી ચર્ચામાં ડૂબેલા દેખાઈ રહ્યા હતા.

થેંક્સ ટુ ટીમ.’, વિષ્નુ વિનમ્રતાથી બોલ્યા.

આઇ ગેસ બસ વચ્ચે જે ગાય આડી પડી હતી નંદિ હતા.’, મેલડીમાં હસતા હસતા બોલ્યા. નંદિએ શિવ સામે નજર કરી. શિવ થોડુ હસી પડ્યા.

આમનો આઇડિયા હતો.’, નંદિ થોડો ગુસ્સામાં હોય એમ બોલ્યો.

બાય વે હમણા શું કરો છો?’, શિવે પૂછ્યુ.

કોઇને કોઇ સેટ પર હોવ છું. મોસ્ટલી એનર્જી ડીસ્ટ્રીબ્યુશન.’

ગુડ ગોઇંગ. તમારા વાહનમાંથી એકની જરૂર પડી છે, નો હીટીંગ, જસ્ટ કોઇને ડરાવવા માટે.’, વિષ્નુએ સમજાવ્યુ.

એનીટાઇમ.’, મેલડીમેમ ખુશ થઇને બોલ્યા.

સ્પેસીફીકેશન્સ આપી દો હું મોકલાવી દઇશ.’, મેલડીમાંએ પોતાની ડાયરી કાઢી.

સીનમાં જોઇએ છે.’, શિવ બોલ્યા.

કેમ વખતે પ્રોપર્ટીઝ અનપ્લાન્ડ લાગે છે.’, મેલડીમાંએ વાત ખોળી.

મિનાક્ષીને મેજર રોલ મળ્યો છે. આર્ટ ડિરેક્ટર કોઇક નવા છે વખતે. એટલે ઇન્દ્રનો ચહેરો જુઓ ને લાલ ઘુમ.’, શિવે ઇન્દ્ર તરફ આંગળી ચીંધીને હસતા હસતા હસતા કહ્યુ. મેલડીમેમ થોડુ હસ્યા.

મિનાક્ષી ઓહો, નાઇસ. શું રોલ છે એનો?’, મેલડીમેમે વધારે પૂછ્યુ.

લીડ. એની એન્ટ્રી છે. એના માટે તમારૂ વાહન જોઇએ છે.’, વિષ્નુએ કહ્યુ.

તો શું એનો પ્રવેશ બકરા પર કરાવવાનો છે?’, મેલડીમાં બોલીને ખુબ હસી પડ્યા. વિષ્નુને પણ હસવુ આવી ગયુ.

જુઓ તો વધારે મજા આવશે.’, વિષ્નુએ કહ્યુ.

કમ માય ડિઅર. શિવ અને વિષ્નુ કહે એમ કરજો.’, મેલડીમાંએ પોતાના વાહનને બોલાવ્યુ. બકરો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યો અને શિવ અને વિષ્નુ પાસે જઇને બેસી ગયો. શિવ અને વિષ્નુ એને સીન સમજાવવા લાગ્યા.

***

ઇન્દ્રા, વરૂણ, કામદેવ, વાયુ. ગેટ રીડી. વી આર ગોઇંગ એક્શન.’, શિવે ઉંચા સાદે આખી ટીમને સંભળાય એમ કહ્યુ.

હુહા…’, સામેથી એકસાથે બધાનો અવાજ આવ્યો અને બધા હસી પડ્યા.

***

‘આજે જ તારી ફિલમ જરૂરી છે? આમ બહાર પવન ને વિજળી તો જો.’, મેઘના નાનાએ પોતાના નાના કાંસકાથી વાળ ઓળતા પૂછ્યુ.

‘એ તો એનું કામ કરે છે દાદા આપડે આપડુ કરીએ.’, મેઘ બોલ્યો.

‘વરસાદ આવવાનો લાગે છે.’, નાની પણ બોલ્યા.

‘મેઘ હોય ત્યાં મેઘ તો આવે જ ને, નંઇ મમ્મી?’, મેઘે નંદિની સામે જોઇને કહ્યુ.

‘ચલ ચલ હવે ડ્રાઇવરને કહે SUV કાર બહાર કાઢે.’, નંદિનીએ હસતા હસતા મેઘને હાથ બતાવતા કહ્યુ. બધા દરવાજાના દાદર પાસે જઇને ઉભા રહ્યા.

એવુ લાગી રહ્યુ હતુ જાણે આકાશમાં નગારા વાગી રહ્યા હોય, પવન ખુબ વેગથી ફુંકાઈ રહ્યો હતો. ઇન્દ્રએ એના વિજળીના બધા જ તાર જાણે ખુલ્લા મુકી દીધા હતા. પરંતુ આટલા ડરામણુ વાતાવરણ હોવા છતા મેઘની પ્રસન્નતા અપાર હતી. મેઘને આજ સુધી વરસાદી ઋતુથી ક્યારેય ચીડ નહોતી ચડી. કહી શકાય કે એને વરસાદનું વરદાન હતુ. બધા કારમાં બેઠા. ડ્રાઇવર સીટ પર મેઘ બેઠો અને એણે ગાડી ચલાવી. વરસાદે એને એવી કેટલીય તાકાતો આપી હતી જેની એને હજુ ખબર સુદ્ધા નહોતી.

‘કોઇ છોડી ગોતી કે નંય પછી?’, નાના પાછળથી બોલ્યા.

‘દાદા બધી જ છોકરીઓ આપડા પૈસાથી અટ્રેક્ટ થાય છે, અને મને રીઝવવા માઇન્ડ ગેમ્સ રમતી હોય છે.’, મેઘે કાર ચલાવતા ચલાવતા જ કહ્યુ.

‘તને કેમ ખબર કે એ માઇન્ડ ગેમ્સ રમતી હોય?’, નંદિની બોલી.

‘મમ્મી ૨૬ વર્ષનો થ્યો એટલી તો ખબર જ પડે ને યાર.’, મેઘે બાજુની સીટ પર બેસેલી નંદિનીને કહ્યુ.

‘બસ માંની સામે જ બોલતા આવડે છે. કોઇ છોકરી સામે હોય ત્યાં તો મુંગી મેના બની જા છો.’, નંદિની હસી.

‘મમ્મી ચીપકુ છોકરીઓ મને નથી ગમતી. એમને હું દૂરથી જ સલામ કરૂ છું. ગઇ વખતે ત્રીશા આંટીની છોકરીને તે મળાવી હતી યાદ છે ને? શી વોઝ ઓન્લી અટ્રેક્ટેડ બિકોઝ ઓફ માય વેલ્થ. જ્યારે હોય ત્યારે મારી સામે બ્રાન્ડેડ કપડાઓની વાતો જ કરતી હોય.’, મેઘે ચીડાઇને કહ્યુ.

‘હાહા. સારૂ.’, નંદિનીએ કહ્યુ.

‘મેઘ માટે તો મારે અપ્સરા લાવવી છે.’, પાછળ થી દાદી બોલ્યા.

‘એટલુ ધ્યાન રાખજો કે જીન્સ ટી શર્ટ પહેરતી હોય.’, મેઘે હસીને કહ્યુ.

‘એ હા.’, દાદી પાછળથી બોલ્યા.

બહાર પવન, વિજળી અને મેઘગર્જના એ તાંડવ મચાવવાનું શરૂ થઇ ગયુ હતુ. મેઘે વિજળી થતી જોઇને બધી બારીઓના કાચ ખોલી નાખ્યા. કાર ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચી ત્યાં રેડ લાઇટ થઇ ચુકી હતી. જોરથી પવન ફુંકાણો. રોડ પર વાહનની અવર જવર વધારે હતી. લોકો પોતાની ઉતાવળમાં હતા.

‘ખબર નહિં તને કોણ ક્યારે ગમશે?’, નંદિને સિગ્નલ તરફ નજર રાખીને જ કહ્યુ.

મેઘની નજર રોડના કિનારે ઉભેલી એક વ્યક્તિ ઉપર પડી. વરસાદના મોંટા છાંટા શરૂ થયા. અચાનક પવન વધ્યો, મેઘગર્જના તિવ્ર બની, વિજળીએ વાતાવરણને પ્રકાશમય બનાવ્યુ. વરસાદ મનમુકીને વરસવા લાગ્યો. મેઘની નજર એ છોકરી ઉપર હતી. સાદા ડ્રેસમાં ઉભેલી એ જાણે એ થોડી ડરેલી હોય એમ ઉભી હતી. એણે પોતાના બન્ને હાથ અદબથી વાળેલા હતા. એના ચહેરા પર આછી ચિંતાઓ હતી, એવુ લાગી રહ્યુ હતુ કે એને ઉતાવળ પણ હતી અને ભીંજાવુ પણ નહોતુ. એણે એના બન્ને પગ વરસાદથી ભીંજાઇ નહિં એ રીતે એકબીજાને સ્પર્શે એ રીતે રાખ્યા હતા. એનો ગોળ ગોરો ચહેરો આમતેમ જોઇ રહ્યો હતો. એના આછી લિપ્સ્ટીક વાળા હોઠ થોડા સંકોચાઈ રહ્યા હતા. મેઘની આંખોમાં દૂરથી આ બધી જ ઘટનાઓ અંકિત થઇ.

એ તરૂણીએ ભીંજાવાના ભોગે એક પગલુ રોડ ક્રોસ કરવા તરફ મુક્યુ. મેઘની નજર એ ખુબ જ નાજુક છોકરી પર સ્થિર થઇને ચાલી રહી હતી. એ બસ રોડની વચ્ચે પહોંચી હશે અને મેઘની કાર સામેથી પસાર થઇ રહી હશે. વરસાદ, પવન, વિજળી બધુ જ એની તિવ્ર અવસ્થા પર હતુ. ત્યાંજ મેઘની નજર દૂરથી તિવ્ર ગતીએ દોડી આવેલા બકરા પર પડી. એ કુદકા મારતો મારતો પાગલની જેમ પેલી યુવતી તરફ આગળ વધી રહ્યો હતો. કુદરત આજે ફરી કંઇક કામ પૂરૂ પાડવા બેઠુ હોય એવુ લાગી રહ્યુ હતુ. હવે પાક્કુ હતુ જો પેલી યુવતી નહિં ખસે તો એ બકરો પેલી છોકરીને ઉલાળી મુકશે. મેઘે પોતાનો ચહેરો બારી બહાર કાઢ્યો.

‘મેમ…’, મેઘે જોરથી બુમ પાડી. પેલી નાજુક યુવતિએ મેઘ સામે જોયુ. ત્યાંજ પેલો બકરો એ યુવતીને બાજુ પરથી ઉલાળી ચુક્યો હતો. મેઘ તરત જ કારની બહાર નીકળ્યો. પેલી યુવતી ઘણી ફંગોળાઈ ગઇ હતી. મેઘ વરસતા વરસાદમાં દોડતો દોડતો એની પાસે પહોંચ્યો. નંદિની પણ પાછળ પાછળ દોડી. રોડ પરનો પથ્થર વાગવાથી એ યુવતિની આંખથી સહેજ ઉપરથી લોહી નીકળી રહ્યુ હતુ. એને હોશ નહોતો. જાણે રૂ પર લોહીનો ડાઘો પડ્યો હોય એવુ લાગી રહ્યુ હતુ. મેઘ એકટીસે એ યુવતિને જોઇ રહ્યો. નંદિનીએ બધા લોકોને કહ્યુ કે એ હોસ્પિટલ લઇ જાય છે. બીજી બે સ્ત્રીઓની મદદથી એ યુવતિને કારમાં બેસાડી. મેઘની નજર રીઅર ગ્લાસમાં ખોડાઇ ગઇ હતી, કાર એની પુરી જડપે નજીકની હોસ્પિટલના રસ્તે હતી.

એ યુવતી નાના નાનીના ખોળામાં હતી. રીઅર ગ્લાસમાં જોઇ રહેલા મેઘને જોઇને નંદિનીની આંખોને ક્યાંય ટાઢક મળી રહી હતી. એણે પહેલીવાર આ મેઘને જોયો હતો. એ કોઇને ખબર ના પડે એમ મેઘ સામે જોઇને મીઠુ હસી.

***

બધા હોસ્પિટલમાં એન્ટર થયા. બધી જ પ્રોસેસ નંદિનીએ મેઘને જ કરવા દીધી. ડોક્ટરે એ યુવતિના કપાળ પર ડ્રેસીંગ કર્યુ.

‘ચિંતાની કોઇ જ વાત નથી. ડરના લીધે બેભાન થઇ છે. થોડી જ વારમાં એને ભાન આવી જશે.’, ડોક્ટરે કહ્યુ.

‘ઓકેય.’, મેઘ માત્ર આટલુ જ બોલ્યો.

મેઘ હોસ્પિટલના બેડની બાજુમાં સ્ટુલ લઇને બેઠો.

એનો વ્હાઇટ ડ્રેસ ભીંજાઇ ગયો હતો. મેઘની નજર એના કપાળ પર પડી. એક દમ ગોરો વાન. કોઇ જ નિશાન નહિં. જોઇને જ લાગે કે જો એની ચામડી પર નખ પણ અડાડવામાં આવે તો લોહી નીકળી જાય. કપાળની એકદમ વચ્ચે નાની બીંદી હતી. ગળામાં કોઇ જ શણગાર નહિં. હાથમાં કોઇ જ બ્રેસલેટ કે કંગણ નહિં. આંગળીઓના નખ સહેજ પણ મોટા મહિં. મેઘને એના હાથ પર પોતાના હાથ મુકવાનું મન થઇ આવ્યુ. આજ સુધી કોઇ છોકરી પ્રત્યે એને આવી લાગણી નહોતી થઇ. આટલી પવિત્રતા એને ક્યારેય નહોતી અનૂભવાઇ. મેઘ સતત એ બંધ પાંપણો પર જ નજર માંડીને બેઠો હતો.

હાથની હલન ચલન સાથે ધીમેંથી આંખો ઉઘડી. એકદમ ધોળી મોટી આંખો અને વચ્ચે કાળી કીંકીઓ. સંપુર્ણ નિર્દોષતા. એ યુવતીની સીધી જ નજર મેઘ પર પડી. એક ક્ષણ માટે બન્નેની દ્રષ્ટિ એકબીજામાં ભળી.

‘એનો ખુબ ખુબ આભાર.’, મેઘે પોતાનો હાથ એ યુવતીના હાથ પર હાથ મુકીને કહ્યુ. બન્ને એકબીજાની આંખોમાં જોઇ રહ્યા.

***

શું મેઘને નવ્યા સાથે પ્રેમ થઇ ગયો હશે? શું નવ્યાને પણ મેઘ સાથે પ્રેમ થશે? શું હશે મેઘનું ભવિષ્ય? શું હશે નંદિનીનું ભવિષ્ય. જાણવા માટે મળીશું આવતા શુક્રવારે. તમારા રેટીંગ અને રીવ્યુઝ આપવાનું ભૂલતા નહિં.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED