The Play - 10 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Play - 10

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

બ્રહ્મા દ્વારા નાટ્યને સ્થગિત કરવામાં આવે છે, શિવ અને ઇન્દ્રને પૃથ્વી પર રહેવાની સજા આપવામાં આવે છે. મેઘની માનસિક સ્થિતી ખરાબ છે. એને સતત નવ્યાનાં અવાજો સંભળાય છે. એ નક્કિ કરે છે કે એ ઘરેથી નીકળી જાય. મેઘ નંદિનીને આવીને વાત કરે છે. આખરે નંદિની મેઘને રોકતી નથી મેઘ નીકળી જાય છે. બસમાં એને લિઅમ અને ડેરેન મળે છે. એ લોકો જંગલ તરફ જઇ રહ્યા હોય છે. મેઘ પણ એ તરફ ચાલી નીકળે છે. મેઘને ફરી સપનું આવે છે, નવ્યા સાથે સપનામાં વાત થાય છે. સપનામાં જ નવ્યા એનાથી દૂર થાય છે. હવે આગળ.

10. દ્રશ્યપાન

મેઘે ચિલમ હાથમાં લીધી અને એક લાંબો કશ લીધો, પરંતુ બીજી જ ક્ષણે એનાં ફેફસાંએ જવાબ આપી દીધો. મેઘને ખાસી ઉપડી. તરત જ મેઘને નવ્યાનોં કટાક્ષથી હસવાનોં અવાજ સંભળાયો. ડેરેને મેઘને પાણી આપ્યુ. મેઘની આંખમાંથી પાણી નીકળી ગયુ. ગાઢ જંગલની વચ્ચો વચ્ચ જમાવડો હતો. સભ્યતાથી દૂર અહિં લોકો પ્રાકૃતિક હતા. કોઇ જ સંસ્કારોનાં કપડા નહિં.

મેઘના ઉંડે સુધી ખુણે ખાંચરે છુપાયેલા ભાવો નવ્યાનીં કટાક્ષ વાળી હંસી બહાર કાઢી રહી હતી. મેઘે થોડીવારમાં તરત જ ફરી એક કશ લગાવ્યો. ફરી એને નવ્યાનોં હસવાનોં અવાજ આવ્યો. મેઘનું મન થોડું રોષથી ભરાયું એણે ફરી ચીલ્લમનોં એક ઉંડો કશ લીધો. એના વિચારો ધીમાં થયા. એણે એક વૃક્ષનો ટેકો લીધો અને લંબાણો. મેઘે પહેલીવાર ગાંજો પીધો હતો. બપોરનાં આછા તડકામાં એની સફર ચાલુ થઇ ગઇ હતી.

***

વિચારોના વળાંકો શરૂ થયા. વાસ્તવિકતા અને ભ્રમણાઓ વચ્ચેનો કહેવાતો ભેદ ભુંસાઈ રહ્યો હતો. મેઘનો આ અનૂભવ ખુબ મુંજવણ ભર્યો હતો. એ જોઇ શકતો હતો કે વિચારો કઇ રીતે આંકારો લઇ રહ્યા હતા. ક્યા સ્થાનેથી ઉદભવી રહ્યા હતા. ક્યા વિચારો સાથે સંમીલીત થઇને બીજા વિચારોનો વિસ્તાર કરી રહ્યા હતા. એના શ્વાસથી માંડીને શરીરની દરેક ક્રિયાને જોઇ શકતો હતો. એણે એના મગજમાં એક વિશ્વ વસાવી લીધુ હતુ. જ્યારે એ આંતરીક સફરમાંથી બહાર આવ્યો ત્યારે એનો પહેલો પ્રશ્ન હતો – વાસ્તવિકતા શું છે?

***

‘યુ વેર સ્ટોન્ડ.’, મેઘ જાગ્યો એટલે લિઅમે હસીને કહ્યુ. મેઘ પણ થોડુ હસ્યો.

‘મારો પહેલો અનૂભવ હતો.’, મેઘે હસીને કહ્યુ.

‘વોઓઓ. કેવો રહ્યો?’,

‘મને અંદરથી હચમચાવી નાખ્યો. મારૂં મન વાસ્તવિકતા બાબતે પ્રશ્ન કરે છે.’, મેઘે કહ્યુ. ડેરેનને પણ વાતમાં રસ પડ્યો.

‘તો આજે રાત્રે જે થશે એ તો અલગ કક્ષાનું હશે.’, ડેરેન હસીને બોલ્યો.

‘એટલે?’, મેઘનાં ચહેરા પર ઉત્સુકતાનાં ભાવો હતા.

‘રીઆલીટી ઇઝ વેરી ઇલ્લ્યુઝીવ.’, લિઅમ હસીને બોલ્યો.

***

‘તો, તું શું કરે છે?’, ડેરેન, લિઅમ અને મેઘ જંગલનીં બસ્તીઓ વચ્ચે આંટા મારવા નીકળ્યા હતા.

‘નથીંગ મોસ્ટલી.’, મેઘે કહ્યુ.

‘એવું તો બની જ ન શકે. જીવવા માટે શું કરે છે?’

‘ટિપીકલ ઇન્ડિયન હેરીટેજ.’, મેઘ ખુલીને હસ્યો.

‘ધેટ્સ ગુડ.’,

‘એવરીવન હેઝ અ રીઝન. વ્હાય “યુ” આર ઓન ટ્રાવેલ.’, લિઅમ બોલ્યો. જે પ્રશ્નનો મેઘને ઉતર નથી આપવો એ જ મેઘ સામે આવીને ઉભો રહી ગયો. તરત જ મેઘનાં કાનમાં અવાજ સંભળાયો.

‘મને પામવા માટે મને ભૂલવી પડશે.’

મેઘે લિઅમનાં સવાલનો કંઇજ જવાબ ન આપ્યો.

‘નેવરમાઇન્ડ, ડરનાં બંધનથી બધા જ બંધાયેલા છે.’, લિઅમે મેઘનાં ખભા પર હાથ થપથપાવ્યા.

‘ઇટ્સ રિઅલી બ્યુટીફુલ હિઅર.’, મેઘને નદિનો પટ દેખાણો એટલે કહ્યુ.

‘ચલ હું તને દેવતી અમ્માનેં મેળવુ.’, લિઅમને દૂરથી એક ડોશીને જોઇને કહ્યુ.

‘કોણ છે એ ?’,

‘દેવતી અમ્મા, કબીલાનાં ચારથી પાંચ સૌથી ઘરડા લોકોમાંના એક છે. એમની ઉંમર લગભગ ૧૧૩ વર્ષ છે છતા એ હજુ બધુ જ કામ કરી શકે છે.’,

‘તમને કઇ રીતે ઓળખે?’, મેઘ બોલ્યો.

‘અમે અહિં ચાર વર્ષથી આવીએ છીએ, દર વખતે એમની પાસેથી કંઇક નવુ જ જાણવા મળે. કહેવાય છે કે આ પાંચ લોકો પાસે એવી શક્તિઓ છે જેનાથી એ લોકો પોતાના શરીરને ત્યાગી શકે છે પાછા પોતાના શરીરમાં પ્રવેશ પણ કરી શકે છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે એ લોકોનીં ઉંમર ક્યાંય વધારે છે.’

‘દેવતી અમ્માનું શું કહેવું છે?’

‘એ આ વાતનેં હસી કાઢે છે. કહેવાય છે કે આ બસ્તીમાં દર ૨૦ વર્ષે એ લોકો એક વ્યક્તિનેં નીમે છે અને પોતાની બધી શક્તિઓ એ વ્યક્તિનેં આપી દે છે અને પોતે નિર્વાણનેં પામે છે.’, ડેરેને ખુબ જ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો.

‘અમ્મા…’, દેવતી અમ્મા પાસે પહોંચતા લિઅમ ઉતાવળો થયો અને મોંટેથી બોલ્યો. એ ગોઠણીયાભેર પડ્યો. દેવતી અમ્માએ પોતાનો હાથ જાણીને આગળ ધરી દીધો. લિઅમે પોતાનીં બન્ને આંખ પર દેવતી અમ્માનાં હાથનોં સ્પર્શ કરાવ્યો અને પછી એણે હાથનેં ચુમ્યો. લિઅમ પછી ડેરેને પણ આ જ વિધીથી દેવતી અમ્માને માન આપ્યુ.

દેવતી અમ્માએ માત્ર પોતાના અંગો પર કપડા ઢાંક્યા હતા. એમના વાળ ધોળા અને લાંબા હતા. ગળામાં હાથીનાં દાંતથી બનાવેલા ઘરેણા હતા. કાન નાક અને ગળાને વિંધીને કેટલીય કડીઓ પહેરેલી હતી. મેઘને ખબરના પડી કે એને શું કરવું? મેઘ નીંચે નમ્યો. દેવતી અમ્માએ મેઘનાં માથા પર હાંથ મુકી દીધો. તરત જ મેઘનીં આંખો ઉપર ચડી ગઇ. દેવતી અમ્માએ પણ પોતાનીં આંખો બંધ કરી લીધી. લિઅમ અને ડેરેન બન્ને આશ્ચર્યથી જોઇ રહ્યા. દેવતી અમ્માનોં હાથ ધ્રુજી રહ્યો હતો. એમનીં બંધ આંખો આમતેમ ફરકી રહી હતી. તરત જ બીજા ત્રણ વૃદ્ધ પૂરૂષ અને એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી પહોંચ્યા. ડેરેન અને લિઅમ બન્ને એમને નમ્યા. એ લોકોએ આવીને મેઘનાં માથા પર હાથ મુકી દીધા અને બધાએ આંખો બંધ કરી લીધી. બધાનાં બંધ આંખો વાળા ચહેરા પર કૂતુહલતાનાં ભાવો હતા. કેટલાય સમય સુધી આ ચાલ્યુ. ડેરેન અને લિઅમ માટે આ નવું હતુ. જ્યારે પાંચેય વૃદ્ધોએ આંખો ખોલી ત્યારે એમના ચહેરા પર આનંદનાં ભાવો હતા.

મેઘ બેભાન અવસ્થામાં હતો. બે લોકોને બોલાવીને એને એક કુબામાં લઇ જવામાં આવ્યો. એક લાંબા પથ્થર પર એને સુવાડવામાં આવ્યો. અને પાંચેય વૃદ્ધો એનીં આસપાસ બેસીને કંઇક મંત્રો બોલવા લાગ્યા. આ વિધી લિઅમ અને ડેરેન ચાર વર્ષમાં પહેલી વાર જોઇ રહ્યા હતા. અંતે બધાએ મેઘનાં કપાળ પર ચુંબન આપ્યુ અને કુબામાં રહેલા આસનો પર બેસ્યા. એમના ચહેરા પર સતત પ્રસન્નતા હતી. ડેરન અને લિઅમ એમની સામેં જ બેસેલા હતા. મેઘ વિશે એમની પૂછવાનીં હિમ્મત ના થઇ. એટલે એ માત્ર બેસી જ રહ્યા. થોડીવારમાં મેઘ પોતાનાં આસન પર બેઠો થયો. એણે પોતાના હાથ સામે જોયુ અને પોતાના ચહેરા પર હાથ ફેરવ્યા. એણે આંખો ચોળી અને ચારેતરફ જોયુ. એમની સામે આ કબીલાની પંચ પ્રજ્ઞાઓ હતી. મેઘ ઉભો થયો અને પંચ પ્રજ્ઞા સામે પડેલ આસન પર બેઠો. પાંચેય વૃદ્ધોનીં આંખો મેઘ પર જ હતી.

***

‘હું છુ વન્ય.’, સૌથી પહેલા બેસેલ વૃદ્ધ બોલ્યા.

‘હું છું શ્રુતા.’, વન્યની બાજુમાં બેસેલ વૃદ્ધા બોલી.

‘હું સાંખ્ય.’, ત્રીજો અને વચ્ચેનો વૃદ્ધ બોલ્યો. જે સૌથી વધારે વૃદ્ધ દેખાઈ રહ્યો હતો.

‘દેવતી’, દેવતી અમ્મા બોલ્યા.

‘પ્રાર’, છેલ્લો મધ્ય ઉંમરનોં વ્યક્તિ બોલ્યો.

‘મને કંઇ સમજ નથી પડતી. મને શું થઇ ગયુ હતુ. મને ન,’, મેઘ ખુબ જ મુંજવણમાં બોલ્યો અને નવ્યાનું નામ લેતા પહેલા જ અટકી ગયો.

‘સ્મરણ વ સ્મૃતિ વરદાન છે અને શ્રાપ પણ.’, વચ્ચેનો વૃદ્ધ બોલ્યો.

‘કઇ સ્મૃતિ, ક્યુ સ્મરણ. એ પણ આ જ વાત કરે છે.’, મેઘ નવ્યાનું નામ ન લઇ શક્યો.

‘કોણ વાત કરે છે?’, દેવતી અમ્મા બોલ્યા.

‘ડર?’, શ્રુતા અમ્મા બોલી.

‘હું એનું નામ નથી લેવા માંગતો.’, મેઘ થોડું ચીડાઈને બોલ્યો.

‘જેટલો પ્રેમ એટલી જ ધૃણા?’, પ્રાર બોલ્યો.

‘તમને આ બધી કેમ ખબર?’, મેઘ વધારે ચીડાયો. લિઅમ અને ડેરેન આ વાર્તાલાપ શાંતીથી સાંભળી રહ્યા હતા.

‘શાંત.’, સાંખ્ય અપ્પા બોલ્યા.

‘મને વારંવાર એ ભૂલવાની વાત કેમ કરે છે? હું એને ભૂલી શકુ એમ નથી. હું એની શોધમાં નીકળ્યો છું. મારે અહિંથી જવુ પડશે.’, મેઘ ખુબ જ અધીરાઈથી બોલી રહ્યો હતો. પંચ પ્રજ્ઞાએ મેઘનાં હાથને સ્પર્શ કર્યો. ફરી મેઘ ધ્યાનમાં ચાલ્યો ગયો. આ વખતે એને એના જન્મથી લઇને અત્યાર સુધીની બધી ઘટનાઓ દેખાણી. એવી ઘટનાઓ પણ જેમાં મેઘ નહોતો. પરંતુ અમુક વ્યક્તિઓનાં ઉદભવ સ્થાન એને ના મળ્યા. એણે થોડીજ ક્ષણોમાં નવ્યાનાં જન્મ સુધીના બધા ચિત્રો જોઇ લીધા. ક્ષણ પછી પંચ પ્રજ્ઞાએ પોતાના હાથ દૂર કર્યા.

‘સ્મરણ વરદાન છે.’, ફરી સાંખ્ય અપ્પા બોલ્યા.

‘મારે બધુ જ જાણવુ છે.’, મેઘ ગંભીર થઇને બોલ્યો.

‘એના પહેલા બધુ જ ભૂલવુ પડે.’, શ્રુતા અમ્મા બોલ્યા.

‘મારે એને મળવું છે.’, મેઘ બોલ્યો.

‘એના માટે આ શરીર ત્યાગવું પડે.’, દેવતી અમ્મા બોલ્યા. મેઘનો ચહેરો થોડો પડી ગયો.

‘તારે અહિંયા રહેવું હોય એટલુ રહી શકે અને જવુ હોય ત્યારે જઇ શકે.’. વન્ય અપ્પા બોલ્યા.

‘જાણીને ગુમાવ.’, સાંખ્ય અપ્પા બોલ્યા.

‘જાણીને ગુમાવ.’, બીજા ચાર લોકો પણ બોલ્યા. અને શાંત થઇને ક્ષણભર આંખો બંધ કરી. મેઘ પંચ પ્રજ્ઞાઓને જોતો રહ્યો.

બધા જ એકસાથે ઉભા થયા. દેવતી અમ્માએ બે લોકોને બોલાવીને ચર્ચા કરી. એ બે લોકો મેઘ, લિઅમ અને ડેરેનને એક પથ તરફ લઇ ગયા. એમને રહેવા માટે સુવ્યવસ્થા કરવામાં આવી હતી. મેઘને અલાયદો કુબો આપવામાં આવ્યો અને લિઅમ અને પરિવારને એક કુબો. બધાએ સાથે જમ્યા. બધા સાથે મેઘે ચલમનોં દમ માર્યો અને એ પોતાના કુબામાં જઇને આડો પડ્યો. એણે આંખો બંધ કરી.

***

‘વર્ષો પછી કોઇ આવ્યુ છે.’, પ્રાર બોલ્યો. પંચ પ્રજ્ઞાઓ અગ્નિ પ્રજ્વલિત કરીને એની ચારે તરફ બેઠા હતા.

‘પરંતુ એને હજુ સ્મૃતિ નથી મળી.’, દેવતી અમ્મા બોલ્યા.

‘સમય લાગશે. પરંતુ એ મેળવશે. એના જીવનની ઘટનાઓ સામન્ય નથી. જે રીતનું એના જન્મનું કારણ છે એ સામાન્ય વ્યક્તિ નથી.’, વન્ય અપ્પા બોલ્યા.

‘સ્મૃતિ વિના એ પીડાય છે.’, શ્રુતિ અમ્મા બોલ્યા.

‘એનાં મનમાંથી એની પ્રેમિકાની સ્મૃતિ મીટાવવી જરૂરી છે.’, પ્રાર બોલ્યો.

‘કૂદરત બધુ જ કરશે.’, સાંખ્ય અપ્પા ખુબ જ શાંત ભાવથી બોલ્યા.

‘તો આપણે કંઇ નહિં કરીએ?’, પ્રાર બોલ્યો.

‘કોણ શું કરી શક્યુ છે અહિં? અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ મુક્ત છે એનાથી જે થશે એ કરશે.’, સાંખ્ય અપ્પા બોલ્યા. એમણે આંખો બંધ કરી અને થોડીવારમાં ખોલી.

‘કહેરાવો કે આજે દ્રશ્યપાન થશે.’, પંચજ્ઞાતાઓનાં ચહેરા પર થોડું આશ્ચર્ય થયુ.

‘આટલી જનસંખ્યામાં?’, દેવતી અમ્માએ સહજ ચિંતા વ્યક્ત કરી.

‘વર્ષો પછી ક્ષણ આવી છે. આનંદિત ભવ.’, સાંખ્ય અપ્પાએ મુસ્કાઈને કહ્યુ.

***

સાંજ સુધીમાં આખા કબીલામાં વાત ફેલાઈ ગઇ હતી કે ‘આજે દ્રશ્યપાન થવાનું છે.’. લોકો ખુબ જ ખુશ હતા. કબીલામાં જેટલાં પણ પીણા બનાવવામાં આવતા એમાં સ્મૃતિપાન, શ્રાવ્યપાન, સંસર્ગપાન, ભ્રામકપાન, કંપનપાન અને દ્રશ્યપાન જેવા પીણા બનાવવામાં આવતા. એમાંથી સ્મૃતિ અને દ્રશ્યપાન સૌથી અમુલ્ય અને દૂર્લભ હતા. દ્રશ્યપાન બનાવવાનો હુકમ માત્ર અને માત્ર પંચપ્રજ્ઞા માંથી સૌથી વૃદ્ધ વ્યક્તિ જ આપી શકે. કબીલામાં ચર્ચા થઇ રહી હતી કે ૪૦ વર્ષ પછી દ્રશ્યપાન થવા જઇ રહ્યુ છે. ચારે તરફ ઉત્સાહનોં માહોલ હતો. દ્રશ્યપાન માટેની જડ્ડીબુટ્ટીઓનોં ઉકાળો બનાવવામાં લોકો લાગી ગયા હતા. જેમ જેમ સાંજ ઢળી રહી હતી એમ એમ ઉત્સવની ઉર્જા વધી રહી હતી. પરંતુ મેઘ મૌન બનીને નદિના કિનારે ઢળતા સુર્યનું પ્રતિબીંબ જોઇ રહ્યો હતો. એના વિચારોમાં માત્ર અને માત્ર નવ્યા હતી. એ જ નવ્યા જે મેઘને સતત કહી રહી હતી કે એ નવ્યાનેં ભુલી જાય.

***

‘દૂનિયામાં ખુબ ઓછા લોકો ખાસ હોય છે.’, લિઅમે પાછળથી આવીને કહ્યુ. મેઘનાં ચહેરા પર સ્મિત આવ્યુ. લિઅમ પણ નદિ કાંઠાની ખડક પર બેઠો.

‘આઇ ડોન્ટ નો આઇ એમ સ્પેશ્યલ ઓર નોટ.’, મેઘે સ્મિત સાથે જ કહ્યુ.

‘યસ યુ આર અ સ્પેશ્યલ. પંચ પ્રજ્ઞાઓ એવી રીતે કોઇ પણ સાથે વાત નથી કરતી. દ્રશ્યપાન વિશે તો મેં માત્ર સાંભળ્યુ જ હતુ. આજે આખો કબીલો તારા લીધે જ એ પાન કરશે.’, લિઅમે સમજાવતા કહ્યુ.

‘ખબર નહિં મારામાં એવું શું છે? મારી સાથે એવું શું થયુ છે અને થયુ છે તો શામાટે થયુ છે? આઇ એમ સો કન્ફ્યુઝ્ડ. એ લોકો જ્યારે પણ મને ટચ કરે છે મને એવી યાદો આવે છે જે મેં જોઇ પણ નથી.’, મેઘ બોલ્યો.

‘મેં ક્યાંક વાંચ્યુ છે એને કહે છે સ્મૃતિ. જે બધાને નથી મળતી.’, લિઅમે કહ્યુ.

‘એ સ્મૃતિનું શું કામ જે દૂખ આપતી હોય.’, મેઘ બોલ્યો અને સુર્ય આથમ્યો. એક કુબાંમાં ધ્યાનસ્થ સાંખ્યનાં ચેહરા પર સ્મિત રેલાયું.

***

જંગલની મધ્યે નગારાનાં પ્રચંડ અવાજો થઇ રહ્યા હતા. ચારેકોર મશાલોથી આગ પ્રગટાવવામાં આવી હતી અને નૃત્ય થઇ રહ્યા હતા. લોકો મદ્યપાન કરી રહ્યા હતા. નાચી રહ્યા હતા, કુદી રહ્યા હતા, ગાન કરી રહ્યા હતા. ચારે તરફ આમ સ્ત્રી પૂરૂષના પ્રેમનાં દ્રશ્યો ઉપસી રહ્યા હતા. પૂરા કબીલામાં નાના વૃંધ બની ચુક્યા હતા. એવા જ એક વ મોટા વૃંદમાં મેઘ બેઠો હતો. એ વૃંદમાંજ પંચ પ્રજ્ઞાઓ હતી. વૃંદ મધ્યે પારંપરીક નૃત્ય થઇ રહ્યુ હતુ. મેઘ માટે ખાસ સેવકો રાખવામાં આવ્યા હતા. જે મેઘને નહોતુ ગમી રહ્યુ. પરંતુ વાતાવરણમાં આનંદ હતો. બધાને મદ્યપાન આપવામાં આવ્યા. ચારેબાજું ચલમો ફૂકાતી હતી. મેઘ પણ ધીરે ધીરે આ રંગમાં રંગાઈ રહ્યો હતો. એણે બને ત્યાં સુધી વિચારોમાં ન ઉતરવાનું નક્કિ કર્યુ હતુ. પરંતુ અહિં કરવાથી કંઇજ નથી થતુ. અહિં માત્ર થતુ હોય છે.

આખરે રાત ચડી અને એ ક્ષણ આવી. દ્રશ્યપાનનાં પ્યાલા તૈયાર કરવામાં આવ્યા. પંચ પ્રજ્ઞાઓનાં હાથમાં પ્યાલા આપવામાં આવ્યા. સાંખ્ય અપ્પા ઉભા થયા.

‘સ્મૃતિ એ પરમ જ્ઞાન છે. દ્રશ્ય એ સ્મૃતિ અનૂભૂતીનું અદભૂત માધ્યમ છે. પૂનઃઉક્તિ કરીને કહુ છુ સ્મૃતિ વરદાન અને શાપ બન્ને છે. જે લોકો ખોજમાં છે એમને સ્મૃતિએ હંમેશા મદદ કરી છે. તમે માનો છો તમે દૂનિયા માટે મહત્વ ધરાવો છે, અહિં બધાએ પોતપોતાનાં પાત્રનેં ન્યાય આપવાનો હોય છે. અમૂક વ્યક્તિઓ હોય છે જે આ મહાનાટ્યમાંથી બાકાત હોય છે. દ્રશ્યપાન એ સ્મૃતિ તરફ લઇ જતો રસ્તો છે. બ્રહ્માંડમાં બંધનોથી મુક્ત થઇને રજળતા રહેવાનું હોય છે. મુક્ત જીવન અઘરૂ છે, એટલે જ સ્મૃતિઓ પણ અઘરી છે. દ્રશ્યપાને જીવન પરિવર્તીત કર્યા છે, દ્રશ્યપાન તમને પણ દિશા વિહીન બનાવે. દ્રષ્ટા ભવઃ’, સાંખ્ય અપ્પાએ પોતાનું પ્રવચન પૂર્ણ કર્યુ અને દ્રશ્યપાનનો પ્યાલો મોઢેં માંડ્યો. એક પછી એક બધાને દ્રશ્યપાનનો પ્યાલો આપવામાં આવ્યો. મેઘ પાસે પ્યાલો આવ્યો.

થોડો ગરમ, સુગંધિત. મેઘે પ્યાલો મોંઢે માંડ્યો. થોડો કડવાશ ભર્યો. મેઘનું મોં થોડૂ વગડ્યુ. પરંતુ પછી એ એક જ શ્વાસે મોટો પ્યાલો ગટકી ગયો. પંચ પ્રજ્ઞાઓ મેઘને જોઇ રહ્યા. દ્રશ્યપાન એ ધીમેં ધીમેં પીવાનું પીણુ હતુ. ટેવાયેલા લોકો જ એક સાથે એક પ્યાલો પી શકતા. થોડી જ વારમાં મેઘને પરસેવો વળવા લાગ્યો. મેઘને તરત જ એના કૂબામાં લઇ જવામાં આવ્યો. બે સેવકો એને પવન ફેંકી રહ્યા હતા. મેઘને ઉબકા આવવાનું શરૂ થઇ ગયુ હતુ. એ થોડી થોડી વારે કુબાની બહારની વાડમાં જતો અને ઉલટી કરવાની ટ્રાય કરતો પરંતુ કંઇજ બહાર નહોતુ આવતુ.

‘આ સામાન્ય છે કર્ત નામનોં સેવક બોલ્યો.’, મેઘે એના તરફ ધ્યાન ન આપ્યુ. એ ફરી કુબામાં આવ્યો. એણે થોડી હવા ખાધી. પરંતુ થોડી વારમાં જ એ દોડતો દોડતો બહાર નીકળ્યો. આ વખતે એને ઉલટી થઇ ગઇ. એણે જે પણ લીધુ હતુ એ બહાર આવી ગયુ. એના પેટમાં શાંતિ થઇ ગઇ હતી. એણે પાણી પીધુ અને એ લાંબો થયો. એની આંખો તરત જ બંધ થઇ ગઇ. સેવકો એને પવન નાખી રહ્યા હતા. દરવાજા પર સાંખ્ય અપ્પા આવ્યા.

‘ધ્યાન રાખજો એ અચેતન અવસ્થામાં ક્યાંય બહાર ન ચાલ્યો જાય.’, સાંખ્ય અપ્પા દરવાજા પાસે જ ઉભા રહીને બોલ્યા.

‘જી.’, કર્ત અને શર બન્ને બોલ્યા અને એણે હવા નાખવાનું શરૂ રાખ્યુ. સાંખ્ય અપ્પા માથુ હલાવીનેં ચાલ્યા ગયા.

મેઘની આંખો ફરવા લાગી હતી. એ ઉંઘમાં નહોતો. એ કંઇક જોઇ રહ્યો હતો. સ્મૃતિના દ્રશ્યો સાથે આજે મેઘની મુલાકાત હતી. અનંત વર્ષોનાં અંતરની સ્મૃતિ.

***

શું થશે મેઘ પર દ્રશ્યપાનની અસર? શું મેઘ નવ્યાનેં ભુલી શકશે? શું ફરી મેઘની નવ્યા સાથે વાત થશે? શું મેઘ નવ્યાનેં મેળવી શકશે? જાણવા માટે વંચો ધ પ્લે ચેપ્ટર – ૧૧. આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com