ખલનાયિકા - 2 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

ખલનાયિકા - 2

વેશ્યા – 2

તેણે પાર્કિંગ માં સ્કૂટર ઉભું રાખ્યું, ને મને કહ્યું ''મારુ નામ શું છે?''

''મને શું ખબર, મેં ક્યાં પૂછ્યું જ છે...''

''હા તો પૂછ ને...''

''ઓકે, તમારું નામ શું છે?''

''માલતી, પૂરતું છે કે આગળ કહું?''

''ના, બસ, પૂરતું જ છે.''

હું હોલમાં સોફા પર બેઠો હતો, સામે દીવાલ પર ટીવી ટીંગાડેલું હતું. એક બેડરૂમ-કિચન નો નાનો ફ્લેટ હતો, સ્વચ્છ, બધું વ્યવસ્થિત અને જગ્યાએ મૂકેલું હતું. દરવાજા પાસે જૂતાના સ્ટેન્ડ પર લગભગ પચીસેક જોડી લેડીસ જૂતા હતા, તે બધા માલતીના જ હશે, પુરુષ રહેતો હોય તેવી કોઈ નિશાની મને જોવાઈ નહિ.

ઘરનો દરવાજો તેની 17-18 વરસની કામવાળી છોકરીએ ખોલ્યો, નાની બેબી માલતીને જોઈને દોડીને તેના પગ પકડી લીધા, માલતીએ તેને ઊંચકીને બચીઓ ભરી ને કહ્યું કે જો અંકલ તારે માટે શું લાવ્યા છે? મેં તેને ચોકલેટ આપી, માલતીએ બેબી કામવાળીને આપી અને કશું કહ્યું, તે બેબીને લઇ ને બહાર જતી રહી.

હું સોફા પર બેઠો હતો, ને માલતી બેડરૂમ માંથી બહાર આવી, મને એમ કે તે કપડાં બદલવા ગઈ હશે, પણ તેના કપડાં બદલેલા હતા નહિ. તે બોલી ''આરામથી બેસ, હું ચા લાવું છું.'' કહીને તે કિચનમાં જતી રહી. મને કોઈ અજીબ ગૂંગળામણ થતી હતી.

તે ચા ને બિસ્કિટ લાવી ને મારી સામે બેઠી, અને મારી આંખમાં તાકવા લાગી, મેં નજર હટાવીને આમ-તેમ ડાફરિયા માર્યા ને બોલવા ખાતર બોલ્યો ''તમારી ફેમિલી કે પતિ ??''

''કોઈ નથી, હું અને મારી દીકરી, બસ...''

હું જલ્દી અહીંથી ભાગવા માંગતો હતો, પણ જે કામ માટે આવ્યો હતો તે તો અધૂરું જ હતું. તે મને જ તાકી રહી હતી, તે હસી પડી, ને બોલી ''શું થયું? ક્રાંતિકારી અને બહાદુર લેખક કેમ શિયા-વિયા ને ભીગી બિલ્લી બની બેઠા છે???''

''મને મોડું થાય છે, ને આપણે અહીં ટાઈમ બગાડી રહ્યા છીએ.''

''તું ટાઈમ બગાડે છે, પૂછ ને જે પૂછવું હોય તે....''

''એટલે??''

''શું એટલે? ગાંડો છે કે નાટક કરે છે? હું જ છું જેને તું શોધે છે...''

''તું? તમે?? મને વિશ્વાશ નથી આવતો, કે તારા જેવી... છોડ..''

કહીને હું ઉભો થઇ ગયો, તે પણ ઉભી થઇ ગઈ ને તુચ્છકારભર્યું હસતા બોલી '' કેમ? તમે લોકો ફક્ત વાતો જ કરો છો, વાસ્તવિકતાને પચાવી નથી શકતા? કાગળ અને પેન થી જ ક્રાંતિ કરશો? કાગળના વાઘ....''

હું કશું બોલ્યો નહિ ને દરવાજા તરફ ગયો, તે બોલી ''ઉભો રહે, તારા પૈસા લેતો જા''

પણ હું રોકાયો નહિ ને સડસડાટ બે માળ ઉતરી ગયો.

મને શું થયું હતું કે મને કેવું ફીલ થતું હતું તે ખબર નથી, પણ હું ખુબ જ ડિસ્ટર્બ હતો. સુનકાર ફેલાયો હોય તેવું લાગતું હતું, ચબુતરા પાસે ઉભો રહ્યો, એક મરેલા ઉંદરને ચાર-પાંચ કાગડા નોચતા હતા.

આજે ત્રીજો દિવસ છે, હવે તો તે ગુડ મોર્નિંગ પણ લખતી નહોતી. મને મારા વર્તન પર હવે આશ્ચર્ય થતું હતું. કેમ? તે ગમે તે હોય મને શું ફર્ક પડે? તેનો ને મારો સબંધ શું છે? અને સબંધ હોય તો પણ શું તેના કામથી કોઈ ફર્ક પડે? પડવો જોઈએ? હું જ લખું છું, એમ કહો કે નાયિકા પાસે બોલાવડાવું છું કે તે કામ ખોટું નથી, પોતાની ઈચ્છાથી ગમે તે કામ ખોટું નથી, કે પછી માલતી કહે છે તેમ એ બધું લખેલું અને ચોપડીઓમાં જ સારું લાગે છે? કાગળનો વાઘ.....

મારી વાર્તા માટે મને જે માહિતી જોઈએ તે બધી માલતી આપી શકે તેમ છે, અને બસ મારે મારા કામ જેટલો જ મતલબ રાખવો જોઈએ...ઊંડા ઉતરવું નહિ.

તે ઓનલાઇન હતી, મેં લખ્યું કે મળવું છે. તરત જ તેનો ફોન આવ્યો ''કેમ?''

''બસ એમ જ..'' અને હસતા હસતા કહ્યું ''બે હજાર તો વસુલ કરવા પડશે ને...''

''તેની ચિંતા કરીશ નહિ, ગમે ત્યારે તું પાછા લઇ જઈ શકે છે, બસ? હવે તો નથી મળવું ને??''

''હું તો મજાક કરતો હતો, મને સાચે જ મળવું છે. આજે સાંજે?''

''આજે તો હું ફ્રી નથી, કાલે સાંજે ફોન કરીને આવી જજે.''

''ના, હું તમારા ઘેરે નહિ આવું, આપણે બહાર કશેક મળીશું ને ડિનર કરીશું.''

''કાલે કહું, ફરી સવારે ફોન કરજે.''

તેની દીકરીએ એક હાથ મારો અને એક હાથ માલતીનો પકડ્યો હતો, ને અમે રિવર ફ્રન્ટ પર ફરી રહ્યા હતા.

''હું તમને તું કહી શકું?''

''પૂછે છે શું કરવા? મેંય ક્યાં તને પૂછ્યું હતું.''

''એક વાત પૂછું? આ તારી દીકરી.......?''

''મારી છે બસ.... ફક્ત મારી જ....મને કોઈક જોઈતું હતું, કે જેને હું મારુ કહી શકું, પ્યાર કરી શકું, મારી એકલતા ભરી શકું...તે મારી મરજી હતી, તેનો બાપ કોણ હશે, તે પણ મારી પસંદગી હતી, એટલે તે ફક્ત મારી જવાબદારી છે.''

અમે રોજ ફોન પર વાતો કરતા, અને અવાર-નવાર બહાર કશે મળતા. તેના જેવી દોસ્ત હોવી તે મારા માટે ગર્વની વાત હોત જો તેનું કામ...પણ કામ અને દોસ્તીને શું સબંધ? મારે શું? તે જાણે... તે જેવી છે તેવી મને ગમે છે, તેની સાથે વાતો કરવી, ફરવું, ગમે છે. જો તેને જાતે ના કહ્યું હોતું તો હું સપનામાં ય તેના કામ વિષે વિચારી શકતો નહિ... ગમે તેમ તે હવે મારા દિમાગ પર છવાયેલી જ રહેતી હતી. મને તેની સાથે વાતો કરવી ખુબ ગમતી, હા તેની ભાષા અમુક સમયે તોછડી કહી શકાય તેવી લગતી, પણ તે તેના કામને લીધે આવી હતી, તેનું કામ એવું હતું કે થોડું અકડપણું, તોછડાપણું જરૂરી પણ હતું.

મેં તેને ફોન કર્યો ''તારા ઘેરે આવું?''

''આવ ને, પૂછે છે શું...''

''બહાર જ છું, બારણું ખોલ.''

માલતી બારણું ખોલીને બોલી '' અહીં સુધી આવી જ ગયો હતો પછી ફોન કરીને પૂછવાની શું જરૂર?''

''હા, આવી તો ગયો પણ પછી લાગ્યું કે તું કદાચ બીઝી હોય, એટલે પૂછી લેવું સારું.''

''બીઝી હોઉં તો ઘરમાં ન હોઉં, અને ઘરમાં છું તેનો અર્થ કે બીઝી નથી... આ મારુ ઘર છે, ને કામ હું બહાર કરું છું, અહીં તારા સિવાય કોઈ આવી શકતું નથી, સમજ્યો?''

તેની દીકરીને ઊંચકીને મેં કિસ કરી અને તેને ચોકલેટ આપી, તે પણ હવે મને ઓળખી ગઈ હતી.

માલતી બોલી ''હું બે કલાક માટે બહાર હોઉં તો પણ ઘર તો ખુલ્લું જ હોય છે, મારી દીકરી અને મેઇડ તો હોય જ છે, એટલે તું ગમે ત્યારે આવી શકે છે.''

હું સોફા પર બેઠો, તેની મેઇડ કિચનમાં હતી, માલતી મારી સામે ઉભી હતી, ને તેની પાછળ બારી હતી, જેમાંથી સાંજનો તડકો આવતો હતો. તેણે ગાઉન પહેર્યો હતો, પાછળ તડકાને લીધે તેના બંને પગ છાયા ચિત્રની જેમ મને જોવાતા હતા. તે મને જ તાકી રહી હતી. મેં બાજુમાં હાથ ઠપકારીને કહ્યું ''અહીં બેસ ને..''

''થોભ, પહેલા હું ચા લઇ આવું.'' કહીને તે કિચનમાં જતી રહી.

તે ચા લાવીને મારી બાજુમાં બેઠી, મેં જમણો હાથ તેની જાંઘ પર મુક્યો, તે હસી... તેને કિસ કરવા માટે ઝૂક્યો, તે પણ મારી તરફ ઝૂકી ને અમારા બંનેના હોંઠ ભીડાયા, બંનેની જીભ એક-બીજામાં ગૂંથાવા મથવા લાગી. માલતીએ ધક્કો મારીને મને પાર લૌકિક દુનિયા થી બહાર લાવી દીધો.

''માલતી, એક વાત કહું? આઈ લવ યુ...''

તે ખીલખીલાટ હસતા-હસતા બોલી ''મને આ વાક્યની જરાયે નવાઈ નથી, લગભગ રોજ સાંભળું છું.''

મારુ મોં ખાટું થઇ ગયું ને વોમિટ થવા જેવું લાગ્યું. હું કશું બોલ્યો નહિ, ને ચુપચાપ નીચું જોવા લાગ્યો.

તે મારી સામે ઉભી રહી અને મારુ મોઢું પકડીને ઊંચું કર્યું, ''રિસાઈ ગયો? ઓકે, સોરી, તું મને પ્યાર કરે છે, પ્યાર કરવા માંગે છે, બરાબર? તો કર ને... કોણે રોક્યો છે? આમેય તારા બે હજાર તો મારી પાસે જમા જ છે.''

હવે મને ખરેખર ગુસ્સો આવ્યો, નોર્મલી હું જલ્દી ગુસ્સે થતો નથી, પણ આજે શું થયું ખબર નહિ, પણ હું ઉભો થયો ને તેનો ચોટલો પકડીને ખેંચ્યો, તેનું માથું તેની પીઠ તરફ ખેંચાયું, તેના મોં માંથી ઉંહકારો નીકળ્યો, મેં ઝટકાથી ચોટલો છોડી દીધો, ને બહાર નીકળી ગયો.

--------- બાકી છે...