ખલનાયિકા - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

ખલનાયિકા - 1

------ વેશ્યા – 1

લગભગ બપોરના બે વાગ્યે હું બસ સ્ટેશને આવ્યો, ને કંડક્ટર વગરની બસ ની ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભો રહ્યો. મેં ની ગરમી, તડકો, પરસેવે રેબ-ઝેબ, મને લાગ્યું કે હું પડી જઈશ. બોટલ માંથી પાણીનો છેલ્લો ઘૂંટ પીધો, ને આજુ બાજુ અન્યમનસ્કપણે જોતો રહ્યો. ગોબરા -ગંધાતા લોકો, કે પછી ગરમીને કારણે મને એવું લાગતું હતું...

મારી પાછળ એક સ્ત્રી આવી, તેણે લગભગ બે'ક વર્ષની છોકરી ઊંચકેલી હતી, ને તેની પાસે બે હેન્ડબેગ હતી, જે તે ઘસડતી ઘસડતી લાવી ને લાઈનમાં ઉભી રહી ને લાઈન તરફ ઈશારો કરીને મને પૂછ્યું, ''અમદાવાદ?'' મેં ડોકું હલાવીને હા પડી. તેણે હેન્ડબેગો છોડી દીધી ને એક હાથે રૂમાલ થી મોઢું લુછ્યું, તે ખૂબ જ થાકેલી ને કંટાળેલી લગતી હતી, જે સામાન અને દીકરીને ઊંચકવાનો કારણે હતું. મેં તેની સામે જોઈ રહ્યો હતો, તે પાંત્રીસેક ની અને સુંદર કહી શકાય તેવી હતી, તેણે ગુજરાતી સાડી પહેરી હતી. તેણે ઊંઘતી છોકરીને ઊંચકવામાં ખુબ તકલીફ પડતી હોય તેમ સાફ જોવાતું હતું. તે સ્વગત બબડતી હોય તેમ બોલી ''આ ગરમીએ તો મારી નાખ્યા છે...''

મેં વિવેક કર્યો ''તમે છાંયડામાં ખુરશી પર બેસો, હું તમારી ટિકિટ લાવી આપું છું.''

તે થેન્ક્સ કહીને એક હાથે બ્લાઉઝમાંથી નાની પાકીટ કાઢી, પણ તેને એક હાથે પૈસા કાઢતા ફાવતું નહોતું, ''તમે ત્યાં બેસીને શાંતિથી પૈસા કાઢો, ત્યાં સુધી હું ટિકિટો લાવું છું.'' કહીને મેં તેની બે બેગો ઊંચકીને ખુરશી પાસે મૂકી, તે પલાંઠી વાળીને ખુરશી પર બેઠી ને છોકરીને ખોળામાં સુવડાવી.

મેં બે ટિકિટ લાવી ને એક તેને આપી, તેણે મને પૈસા આપ્યા ને ઉભી થવા માટે પગ નીચે કર્યા, ને બોલી ''ક્યાં છે બસ?''

''બેસો, બેસો, હજુ બસને અડધો-પોણો કલાકની વાર છે. પાણી લાવું?''

''હા''

મેં બોટલ લાવી આપી, તેણે મને પૈસા આપ્યા. ''ખુલ્લા નથી, રહેવા દો પછી આપી દેજો.''

''તમે પણ બેસો ને...'' કહીને તે આજુ-બાજુ જોવા લાગી, કોઈ ખુરશી ખાલી નહોતી.

'' હું બરાબર છું, અને અહીં જ ફરું છું.''

''તમે મને આ બેગો બસમાં ચઢાવી આપજો.''

''હા, જરાય ચિંતા ના કરો, હું અહીં જ છું. તમારી દીકરી સ્વસ્થ તો છે ને? આટલી ગરમી માં પણ મજાની ઊંઘી રહી છે, એટલે પૂછ્યું...''

તે હસી ને બોલી ''બિલકુલ ફિટ છે, તે છે જ એવી, તેને ઊંઘવું હોય તો તે ઊંઘી જ જાય છે.''

હું આમ-તેમ ફરવા લાગ્યો, ને બુક સ્ટોલ પર પાના ફેરવતો રહ્યો, બસ આવી તો તે સ્ત્રીની બંને બેગો મેં ઊંચકી લીધી ને બસ માં પણ તેને બરાબર ઉપર ગોઠવી આપી. અમે બેની સીટ પર બેઠા, હવે તે રિલેક્સ લાગતી હતી. તેની દીકરી હજુ ઊંઘતી હતી. તેનો વાન વધારે દૂધ નાખેલી ચા જેવો હતો. તેની માંસલ જાંઘો અને આછા પણ કાળા ભમ્મર વાળવાળી પિંડીઓ હાથ ફેરવવો ગમે તેવી હતી. તેના બ્લાઉઝ માં બગલ પાસે પસીનાથી મોટા ધાબા પડેલા હતા, તેથી તેની બ્રાની પટ્ટીઓ સ્પષ્ટ જોવાતી હતી. તેને હાથ-પગના નખ સફાઈથી રંગેલા હતા, ને વાળનો ઊંચો અંબોડો બાંધ્યો હતો, અને બોચી અસ્ત્રો ઘસીને સાફ કરેલી હતી. ટૂંકમાં તે પોતાને શું શોભે છે, તે સારી રીતે જાણતી હતી ને તે માટે સભાન પણ હતી.

''અમદાવાદ જ રહો છો? શું કરો છો?'' તે મારી સામે જોઈને બોલી.

''હા, હું લેખક છું, તમે?''

'ઓહો, સરસ, લાગતા તો નથી, સ્ટુડન્ટ જેવા લાગો છો, શું લખો છો? હું તો કશું નથી કરતી.''

''વાર્તાઓ લખું છું, હા સ્ટુડન્ટ કહી શકો, હજુ શીખું જ છું, ભલે ત્રીસનો છું.''

''હું પણ...હમણાં શું લખો છો?''

મારા મોં પર વ્યંગભર્યુ સ્મિત આવ્યું, ને બોલ્યો ''હમણાં તો કશું લખતો નથી, પણ એક વાર્તા માટે થોડું રિસર્ચ કરું છું, પછી લખીશ.''

''કેમ હસ્યાં? હું ત્રીસની કહ્યું એટલે? અને એવી કેવી વાર્તા લખો છો કે કે રિસર્ચ કરવું પડે?''

હવે હું ખુલીને હસ્યો, ને હસતા હસતા બોલ્યો ''હા, તમે ત્રીસ ના છો પણ બિલકુલ લગતા નથી, બહુ સારું બોડી મેન્ટેન કર્યું છે, પુરા પાંત્રીસના જ લાગો છો...... હા હા હા ! સોરી, મજાક કરું છું, બાકી તમે ખુબસુરત જ છો.''

તે હસી પડી, ને બોલી ''હું ત્રીસની જ છું, બસ આગળ 'ચો' લગાડી દેવાનું...તમે કહ્યું નહિ કે શું રિસર્ચ કરો છો?''

''વેશ્યાઓ, સેક્સ વર્કર વિષે... મારી વાર્તાની નાયિકા વેશ્યા છે, એટલે તેઓના જીવન વગેરે વિષે જાણવું જરૂરી છે.''

તેના મોં પર અણગમાના ભાવ આવ્યા, કે મને લાગ્યું, પણ તે થોડીવાર મારી સામે જોઈને પછી નજર ફેરવી લીધી ને બારી બહાર જોવા લાગી. તેના અંબોડા માંથી છૂટી પડેલી લટ ઉડીને મારા મોં પર આવતી હતી, અને તે તેને વારંવાર સમેટતી હતી. તે પછી તે કશું બોલી નહિ. મને પણ લાગ્યું કે હું એક ગૃહિણી પાસે વધારે પડતું બોલી ગયો છું.

થોડીવારમાં તેની દીકરી જાગી ગઈ, તેણે મારી પાસે બેગ ઉતરાવી, અને નાસ્તો કાઢ્યો. હું ખસીને સીટના છેડે ગયો ને વચ્ચે બેબી માટે જગ્યા કરી આપી. તેણે નાસ્તાનું પડીકું પોતાની બે જાંઘો વચ્ચે રાખ્યું હતું, મને પણ ખાવા કહ્યું, મેં ના પડી તો તેણે મને આગ્રહ કરીને ખવડાવ્યું. મેં કહ્યું ''સોરી, તમને ખોટું લાગ્યું...''

''ના, ના, મને કશું ખોટું નથી લાગ્યું, તમારું નામ અને નંબર તો આપો કે જેથી હું પણ બધાને કહી શકું કે તમારા જેવા મોટા મોટા લેખકો સાથે મને ઓળખાણ છે.''

પુરી સફર દરમ્યાન ધીરે ધીરે વાતો થતી રહી. હવે તેની બગલ પાસેનો પસીનો સુકાઈ ગયો હતો, ને સફેદ ધબ્બા જોવાતા હતા. તેની દીકરી બારી પાસે બેસતી તો તે ખસીને મને અડી જતી, હું સંકોડાતો ને વધારે છેડા તરફ ખસતો જોકે તેનો સ્પર્શ મને ગમતો હતો પણ મારી સંસ્કારિતાનો નકાબ ક્યાંક ઉતરી ન જાય તે માટે હું સભાન હતો.

દીકરી છે એટલે પરણેલી જ હશે, પતિ પણ હશે.. ખરેખર તેનો પતિ નસીબદાર છે...,

હાથમાંથી પેનનું ઢાંકણ નીચે પડ્યું, હું વાંકો વળીને હાથથી ફંફોસવા લાગ્યો ને મારા હાથમાં તેના પગની એડી આવી ગઈ. તેને મીડીયમ હિલની સેન્ડલ પહેરી હતી, તે કારણે તેની એડીની ઉપરની ચામડી સંકોચાઈને સળો પડી હતી. અને તેને અડતા જ મારા શરીરમાં ઝણઝણાટી ફરી વળી, મારા માટે સ્ત્રીના શરીરનો આ સૌથી કામોત્તેજક ભાગ છે, તે પગ સહેજ પણ ખસેડ્યા વગર બોલી ''શું થયું? મળ્યું?''

''હા'' કહીને હું ટટાર થયો, મારી ધમનીઓમાં વહેતુ લોહી અચાનક ઓર્ડર મળ્યો હોય તેમ પોતાનો પ્રવાસ પડતો મૂકીને પોતે ક્યાંક પાછળ ના પડી જાય, તેમ મારા શિશ્ન તરફ ધસવા લાગ્યું. તે ક્યાંક મારી આંખોના ભાવ ના વાંચી લે.... મેં આંખો બંધ કરી દીધી ને સુવાનો ડોળ કર્યો.

આમ પંદરેક દિવસ નીકળી ગયા, તે રોજ સવારે વ્હોટ્સ એપ પર ગુડ મોર્નિંગ લખતી અને હું પણ સામે લખતો, બસ તે સિવાય કશી વાત થતી નહિ. મને તેના માટે કશું જ નહોતું, હા, હું આકર્ષાયો જરૂર હતો, તે પણ ફક્ત તેના શરીર ને લીધે... અને તે તો કુદરતી છે, ઘણીવાર અને ઘણી છોકરીઓને જોઈને મને આવું થાય છે, પણ ક્યારેય મેં મારા સંસ્કાર છોડ્યા નથી.

આજે તેણે ગુડ મોર્નિંગ ને સાથે લખ્યું '' શું થયું? તારું રિસર્ચ કેટલેક પહોંચ્યું?''

તે સીધી જ 'તું' પર આવી ગઈ હતી, મને ગમ્યું, પણ મેં તો તેને તમે જ કહ્યું. ''ના, કશી ખાસ પ્રગતિ થઇ નથી, ચાલી રહ્યું છે.''

'' કેમ? પ્રોબ્લેમ શું છે?''

''પહેલા તો હું તેમને શોધી શકતો જ નથી, કે કોઈને કહી શકતો પણ નથી, શોધીને મળું છું ત્યારે કોઈ વાત કરવા જ તૈયાર નથી, ખુબ ઉતાવળમાં જ હોય છે, જયારે મને સેક્સ નહિ પણ તેમની સાથે વાતો જ કરવી હોય છે.''

''ઓકે, પછી વાત કરીએ, રાત્રે આઠ વાગ્યે મને ફોન કરજે''

મને કઈ સમજાયું નહિ, ગમે-તેમ તેણે સામેથી ફોન કરવાનું કહ્યું તે મને ગમતી વાત હતી. બરાબર રાત્રે આઠ વાગ્યે મેં ફોન કર્યો, તે બોલી '' તને જે જાણવું છે કે જે માહિતી જોઈએ છે, તે મેળવવા માટે હું તારી મદદ કરી શકું એમ છું.''

''તમે? કઈ રીતે?''

''એ બધું છોડ, પણ તારે થોડો ખર્ચ કરવો પડશે..''

''ભલે, કેટલા થશે?''

''નક્કી નહિ, તારી વાતો ને સમય પર આધાર રાખે છે, તોયે બે'ક હજાર જેવા તો થશે જ.''

''બે હજાર? અરે મારે ખાલી વાતો જ કરવી છે...''

''હા, વાતો ના જ... બાકી તો પાંચ આપવા પડે.''

''ભલે...''

''તું સવારે અગિયાર વાગ્યે પાલડી બસ સ્ટેશન આવી શકે?''

મારા મનમાં ધમાસાણ મચ્યું હતું, આખી રાત મને ઊંઘ આવી નહિ. તે સ્ત્રી મને કઈ રીતે મદદ કરવાની હતી? તે કોઈને ઓળખે છે? તેને એવી છોકરીઓ જોડે સબંધ છે? જેમ જેમ હું વિચારતો રહ્યો તેમ તેમ તે મને વધારે રહસ્યમયી લાગવા માંડી. જે પણ હોય, હું તેને કાલે મળીશ, ને તેની સાથે સબંધ થોડો વધશે, એજ મારા માટે મહત્વનું હતું.

તે પોતાના સ્કૂટરને ટેકે ઉભી હતી. મેં પણ મારુ સ્કૂટર તેની બાજુમાં પાર્ક કર્યું, ને હસીને હાથ મેળવ્યો. તે આજે બસમાં જોઈ હતી તેના કરતા વધારે સુંદર લગતી હતી. તેને જીન્સ અને સફેદ કુર્તુ પહેર્યું હતું, ને હાઈ હિલ સેન્ડલ પહેરી હતી. તેના ખભે નાની હેન્ડબેગ લટકતી હતી. તે કોઈ કંપનીની એકઝીકયુટીવ જેવી લગતી હતી, ટટાર, મગરૂર અને આત્મવિશ્વાસુ…..

ચાલ આઈસ્ક્રીમ ખાઈએ, કહીને તે મને પાર્લરમાં લાવી.

હું તેની દીકરી માટે લાવેલ ચોકલેટ ટેબલ પર મુકતા બોલ્યો ''તમારી દીકરીને નથી લાવ્યા?''

''ના, ઘેર જ છે. હવે બોલ તારે શું શું જાણવું છે?''

''બધું જ, અને પહેલે થી... જુવો હું બધા પોઇન્ટ પણ લખીને લાવ્યો છું, ને તમને કેમ કહું? તમે મારા વતી પૂછી લાવવાના છો? મને તેની સાથે સીધી વાત કરાવો તો જ સારું.''

''તને જ વાત કરાવીશ, પૈસા લાવ્યો?''

મેં પાંચસોની ચાર નોટ તેને આપી, તે બેગમાં મૂકી ને બોલી, ''તારે જે પૂછવું હોય તે પુછજે, પણ પહેલા મારી શંકાનું તો સમાધાન કરી લવ...તું શું જાણવા માંગે છે? તારી હિરોઈન આપણે જેને ચકલા બજાર કહીએ છીએ તેવા પ્રકારની છે?''

''ના, તે થોડી હાઈ પ્રોફાઈલ છે, કોલ ગર્લ કહી શકો. મારે જાણવું છે કે આ પ્રકારની કઈ રીતે આ ધંધામાં આવે છે? દલાલની શું ભૂમિકા હોય છે? કઈ રીતે દલાલ નો સંપર્ક થાય છે? કેટલું કમિશન આપવું પડે? ક્યાં અને કેવી રીતે બધું સેટિંગ થાય છે? અને તે પછી, કેવા અને કયા પ્રકારના ક્લાયન્ટ હોય છે? તે બધાને તે હેન્ડલ કઈ રીતે કરે છે? ભાવ કોણ અને શેના આધારે નક્કી થાય છે? વગેરે, વગેરે બધું જ...''

''ઓ બાપ રે.. તારા સવાલો એટલા છે કે બે બે હજારવાળી પાંચ મિટિંગ પણ ઓછી પડશે.. ખૈર, તે વેશ્યા છે, અને તું તેને હિરોઈન કહે છે?.''

''હા, કેમકે તે છે જ...''

''ઓકે, એનો અર્થ એમ કે તું માને છે કે તે જે કામ કરે છે, તેમાં કશું જ ખોટું નથી, બરાબર? તું તેના કામને કઈ રીતે જસ્ટિફાય કરે કે યોગ્ય ઠેરવે છે?''

''હું કશું માનતો નથી, કે હું તેના કામને જુસ્ટિફાય કરતો નથી, મારી નાયિકા પોતે પોતાના કામને જસ્ટિફાય કરે છે.''

તે હસી, ને બોલી '' ભલે એમ તો એમ...તું ડરપોક છે...તો લેખક મહાશય કહો કે તમારી નાયિકા પોતાના કામને યોગ્ય ઠેરવવા માટે શું દલીલો કરે છે, કે શું માને છે? જોકે પાત્રના મોઢે બોલાયેલા શબ્દોમાં લેખકની માનસિકતા, તેના વિચારો નજરે ચડી જ જતા હોય છે.''

હું તેની વાતોથી ઈમ્પ્રેસ થતો જતો હતો ને મારુ તેની તરફ માન વધતું જતું હતું. હું બોલ્યો ''નાયિકા પોતે માને છે કે તે કશું જ ખોટું કરતી નથી, અને જે લગભગ બધા જ કરે છે, તે જ તે કરે છે. ફરીથી કહું છું, આ મારી નાયિકાના વિચારો છે. તે માને છે કે તે પણ મહેનત કરે છે, દુનિયાના દરેક લોકો કમાવા માટે પોતાની પાસે જે હોય તેને જ વટાવીને રોકડા કરે છે. કાંતો મગજ કાંતો શરીર... ખેલાડીઓને જુઓ..કલાકારો, ગાયકોને જુઓ, ફિલ્મી એકટ્રેસોને જુઓ...તેના લટકા-ઝટકા, તેની અદાઓ, તેના વળાંકો, વગેરે બતાવીને જ તે રોકડા કરે છે, ને આપણે તેને ટેલેન્ટ કહીએ છીએ. આવું મારી નાયિકા વિચારે છે.''

તે ઉભી થઇ ને બોલી ''મારે ઘેર જઈને તારી આ આઈસ્ક્રીમનો છેદ ઉડાડવા ચા પીવી પડશે, તું પણ ચાલ.. લે આ ચોકલેટ, તું જ મારી દીકરીને આપજે.

મને તેને ઘેર જવું અજુગતું લાગતું હતું, તેથી કહ્યું ''મને મોડું થાય છે, ફરી કોઈવાર આવીશ, હમણાંતો ફક્ત તમે મારી મુલાકાત કરાવી આપો તો બસ.''

''શેનું મોડું થાય છે? તું કઈ નોકરી કરે છે? ચાલ ને....''

કહીને તે પોતાના સ્કૂટર પાસે ગઈ ને મને સત્તાવાહી સ્વરે કહ્યું ''મારી પાછળ આવ...''