Kasoor - 2 books and stories free download online pdf in Gujarati

કસુર - 2

શ્રેયાંશ અને રાગીની એક જ કોલેજ માં અને એકજ ક્લાસ માં હતા. રાગીની ને જીતવાનો નશો હતો. કોઈ કોમ્પીટીશન હોય કે એક્ઝામ, ફર્સ્ટ રેન્ક હમેશાં રાગીની નો જ હોય. તે સાથે જ કોઈ પણ ઇવેન્ટ હોસ્ટ કરવામાં પણ પેહલી પસંદ રાગીની જ રેહતી. શ્રેયાંશ રાગીની જેટલો બહિર્મુખી કે સેન્ટર ઓફ એટેન્શન તો નહોતો પણ કોલેજ ની લગભગ દરેક વ્યક્તિ શ્રેયાંશ ને ઓળખતી જરૂર.

શ્રેયાંશ ની વાત કરવાની ઢબ, તેનું વ્યક્તિત્વ અને તેનું રૂપ ધીમે ધીમે રાગીની ની અંદર ઉતરવા લાગ્યું. તેણે ધીમે ધીમે મિત્રતા કરી અને તે મિત્રતા રાગીની ના ગળાડૂબ પ્રેમ માં પરિણમી.રાગીની એ મન બનાવી લીધું હતું કે તેના જીવન માં એકજ પુરુષ રહેશે શ્રેયાંશ, અને જો શ્રેયાંશ ના પાડશે તો તેના સિવાય કોઈને ક્યારેય પ્રવેશ નહી આપે પોતાની લાઈફ માં. શ્રેયાંશ ને ફોન કરી તેણે કોલેજ ની બહાર કોફી શોપ માં કોલેજ ના છેલ્લા દિવસે મળવાનું નક્કી કર્યું.હાઈ શ્રેયાંશ ૪૪૦ વોટ નું સ્માઈલ આપતા રાગીનીએ કહ્યું.આઈ નો રાગીની યુ લાઇક મી એન્ડ તે એટલે જ મને બોલાવ્યો છે રાઈટ?” શ્રેયાંશે ધડકતા હ્રદયે સીધો પોઈન્ટ મુક્યો.યસ શ્રેયાંશ આઈ લાઈક યુ, ઇન ફેક્ટ આઈ લવ યુ.રાગીની આઈ એમ સોરી બટ આ નહી થઇ શકેશ્રેયાંશ હું તારા માટે કઈ પણ કરી શકું છુ, તું કહીશ એવી બની જઈશ, મારું સમગ્ર અસ્તિત્વ બદલી નાખીશ, તું બસ હા પાડ. રાગીની આંસુ સાથે કીધું.રાગીની ઈ નથી શક્ય, મને ભૂલી જા પ્લીઝ, બની શકે તો મને ક્યારેય ના મળતી. અને શ્રેયાંશ ત્યાંથી ઉભો થઇ ને નીકળી ગયો.શ્રેયાંશ કોઈ જુદો પુરુષ નહોતો, તે પણ રાગીની ના રૂપ અને બુદ્ધી થી આકર્ષાયો હતો. પણ તેનું માનવું હતું કે જે સ્ત્રી સાથે લગ્ન ના કરી શકે તે સ્ત્રી સાથે મિત્રતા થી વધારે વ્યવહાર ના જ રાખી શકાય. શ્રેયાંશ ના રૂઢીચુસ્ત પરિવાર માટે રાગીની થોડી એડવાન્સ હતી. તે ક્યારેક સિગરેટ કે વોડ્કા પી લેતી. તે બહુ સ્પષ્ટ વક્તા હતી. તે જેવું માનતી તેવું જ જીવતી. શ્રેયાંશ જાણતો હતો કે તેનો પરિવાર આ નહી સ્વીકારે.શ્રેયાંશે રાગીની ના તમામ નબળા પાસા જોઈ આગળ ના વધવાનું જ મુનાસીબ સમજ્યું.

રાગીની એ શ્રેયાંશ નું કીધેલું પાળી બતાવ્યું. તેણે ફરી ક્યારેય શ્રેયાંશ ને મળવાની કોશિશ ના કરી. શ્રેયાંશે પણ રાગીની પ્રત્યે નું આકર્ષણ હ્રદય ના એક ખૂણા માં દબાવી માતાપિતા એ પસંદ કરેલી દિવ્યા સાથે લગ્ન કરી લીધા.

આજે એને પેહલી વાર વિચાર આવતો હતો કે કાશ તેણે થોડીક હિંમત કરી હોત, કાશ પોતાના પ્રેમ ને એક તક આપી હોત.

તેણે ઘડિયાળ માં જોયું તો રાતના ૧૧:૩૦ વાગ્યા હતા. ઘરે તો નહોતું જ જવું તે નક્કી હતું. બાર ની બહાર નીકળી અનાયાસે જ તેનાથી બાઈક ઓફીસ તરફ લેવાઈ ગયું. ઓફીસ પોહચી તેણે જોયું તો કોન્ફરન્સ રૂમ ની લાઈટ્સ ચાલુ હતી અને રાગીની ત્યાં વર્ક કરી રહી હતી. શ્રેયાંશ થી અંદર ગયા વગર ના રહેવાયું.મે આઈ કમ ઇન મેડમ?” શ્રેયાંશે થોડા ડર અને સંકોચ સાથે ડોર ખોલતા પૂછ્યું.મિસ્ટર જોશી તમે અત્યારે અહીં?” રાગીની એ આશ્ચર્યવશ પૂછ્યું.મેડમ બસ એમજ થોડા ડોક્યુમેન્ટ્સ લેવા આવ્યો હતો પણ તમે અહિયાં?”ઘરે જવાની જલ્દી એને હોય જેની ઘરે કોઈ રાહ જોતું હોય મિસ્ટર જોશી રાગીની શ્રેયાંશ ની આંખ માં આંખ નાખયેસ શ્રેયાંશ તું બરાબર જ વિચારશ, મેં લગ્ન નથી કર્યારાગીની શું કામ?”મેં મારી ઝીંદગી માં એક વખત પ્રેમ કરી લીધો છે, બીજી વખત કરવાની ઈચ્છા જ ના થઇ રાગીની હસતા હસતા કહ્યું.થોડી વખત બન્ને વચ્ચે મૌન તોળાતું રહ્યું. પછી શ્રેયાંશે જ હિમત કરી વાત આગળ વધારીમારી પાસે કારણ હતા રાગીની, મારી ફરજો, મારી જવાબદારીઓ અને મારી ઝીંદગી માં તું ફીટ નહોતી બેસતી. તારે પૂરું આકાશ જોતું હતું અને મારી પાસે તો જમીન નો ટુકડો પણ નહોતો. હું શું કરી શકત? તું જ જવાબ આપમેં પૂછ્યું મિસ્ટર જોશી? તમે ડોક્યુમેન્ટ્સ લેવા આવ્યા છો, પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ રાગીની બોસ ની અદા સાથે કહ્યું અને ત્યાં ચેર પર થી ઉભી થઇ ગઈ.રાગીની પ્લીઝ જસ્ટ અ મિનીટ શ્રેયાંશે તેનો હાથ પકડ્યઆઈ એમ યોર પ્રોજેક્ટ હેડ મિસ્ટર જોશી, મેડમ ઓર મિસ ઠકકર વિલ બી ગુડ આઈ ગેસ રાગીની પોતાનો હાથ છોડાવ્યો.યુ મે લીવ નાઉ રાગીની છેલ્લું તીર માર્યું.

શ્રેયાંશ લગભગ રઘવાઈ ગયો. શ્રેયાંશે જો તેની આંખ માં જોવાની તસ્દી લીધી હોત તો તે જાણી શક્યો હોત કે પોતાના ઘમંડ ની આડ માં રાગીની પોતાનો પ્રેમ છુપાવતી હતી પણ શ્રેયાંશ રાગીની ના જવાબ થી હચમચી ગયો હતો.તેણે વિચાર્યું હતું કે રાગીની તેની સાથે ઝઘડશે , જવાબ માગશે, રડશે અને પોતે એને સમજાવશે બધું જ પણ રાગીની ના જવાબે તેનો ઈગો છંછેડી મુક્યો.

દિવ્યા પ્રત્યે નો ગુસ્સો, દારૂ ની અસર, પોતાનું ગીલ્ટ અને રાગીની ના આવા જવાબ બધાની મિશ્રિત અસર થી શ્રેયાંશે ગાંઠ વાળી લીધી કે રાગીની ને તેની સજા જરૂર આપશે. તે રાગીની ને પ્રોજેક્ટ હેડ ની પોસ્ટ થી હટાવીને રહેશે.

*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED