કસુર Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસુર

“કોફી પીવી પણ છે કે ખાલી હલાવે જ રાખીશ?” પોતાના પ્રીયમીત્ર નો અવાજ સાંભળી શ્રેયાંશ પોતાના વિચાર માંથી ઝબકયો અને બનાવટી સ્મિત લાવી કોફી પીવા લાગ્યો. તેણે જોયું કે તેનો મિત્ર હજી તેની સામે જ જોઈ રહ્યો હતો એટલે તેણે જ વાત ની શરુઆત કરી.

“અરે વિશાલ જસ્ટ નવા પ્રોજેક્ટ વિષે વિચારતો તો, કઈ સમજ નથી પડતી એમાં.” શ્રેયાંશ આટલું જ બોલ્યો ને વિશાલે તેના ખભા ધબ્બો મારતા કહ્યું

“ભાઈ ૪ વર્ષ થી ઓળખું છુ તને, બોલ ભાભીએ આજે શું મરચા લીધા?”

“અરે દિવ્યા એ સાચે કઈ નહિ કર્યું યાર, નવો પ્રોજેક્ટ જ નથી સમજતો”

“પ્રોજેક્ટ કે પ્રોજેક્ટ હેડ?” વિશાલ જોરથી હસવા લાગ્યો પણ શ્રેયાંશ માં કઈ વધારે ફેર પડતો નહોતો. વિશાલે નોંધ્યું કે પ્રોજેક્ટ હેડ ની વાત પર શ્રેયાંશ ક્ષણભર માટે વિચલિત થયો હતો પણ તરત જ તેણે પોતાનું વર્તન સાચવી લીધું હતું. વાત આગળ ના વધારવાના ઉદેશ્ય થી શ્રેયાંશ કેન્ટીનમાં મળતી અતિ વાહિયાત કોફી પર કમેન્ટ કરવા લાગ્યો અને વાત આડા રસ્તે ચડી ગઈ.

શ્રેયાંશ પોતાનું લંચ મોટાભાગે કેન્ટીન માં જ વિશાલ સાથે કરતો. અને ઓફીસ પણ બન્ને લગભગ સાથે ને સાથે જ રહેતા. પણ આજે શ્રેયાંશ વિશાલ થી દુર રેહ્વાનો પ્રયત્ન કરતો હતો. જાણે અજાણે તેને બીક હતી કે તે તેની મનઃસ્થિતિ સમજી જશે.

શ્રેયાંશ ના દિમાગ માં રહી રહીને સવાર ની મીટીંગ આવી જતી હતી.

“એન્ડ અલાવ મી ટુ પ્રિઝેન્ટ યુ ધ કેપ્ટન ઓફ ધ શીપ મિસ રાગિની ઠક્કર” અને ત્યાંજ મીટીંગરૂમ ના દરવાજા માંથી હાઈ હિલ્સ ના અવાજ સાથે રાગિની દાખલ થઇ. લગભગ મીટીંગ ના બધાજ તેનાથી અભિભૂત થઇ ગયા હતા. ખુબ ફુરસદમાં બનાવેલી હોઈ ભગવાને એવી બલાની ખુબસુરત સ્ત્રી હતી તે. આવીને તેણે જે રીતે મીટીંગ નો દોર હાથમાં લીધો તે પરથી તેની સલુકાઇ અને તેની અતિ કુશાગ્ર બુદ્ધી થી મીટીંગ ના બધા સભ્યો અંજાયા હતા.

શ્રેયાંશ અભિભૂત તો હતો જ પણ તેથી વધારે અવાચક હતો.શ્રેયાંશને તો કલ્પના પણ નહોતી કે તે રાગિની ને આમ અચાનક મળશે. શ્રેયાંશ અને રાગિની ની નજર પ્રેઝન્ટેશન દરમ્યાન મળી હતી પણ રાગિની ના ચેહરા ની એક રેખા સુદ્ધાં બદલાઈ નહોતી. તેનું આ પ્રોફેશનાલિઝમ શ્રેયાંશ ને અંદર થી હચમચાવી ગયું હતું.

રાગિની જ કારણ હતી જેણે શ્રેયાંશ ને બેચેન બનાવીને રાખ્યો હતો.

***

શ્રેયાંશ હજી ઘરે પોહ્ચ્યો જ હતો અને દિવ્યા એ પોતાની આદત મુજબ વ્યંગબાણો નો મારો શરુ કરી દીધો. દિવ્યા લગ્ન કરીને આવી ત્યારથી લગભગ રોજ શ્રેયાંશ સાથે રોજ કોઈપણ કારણો લઇ શ્રેયાંશ સાથે ઝઘડવા લાગતી.

દિવ્યા ને પોતાના પર જાન ખુંવાર કરતા, સતત પોતાના વખાણ કરતા પુરુષ ની આશા હતી. જયારે શ્રેયાંશ તદ્ન વિરુદ્ધ સ્વભાવ નો હતો. પ્રેમ તે કરી શકતો પણ તે પ્રેમ જ્તાવતા તેને નહોતું આવડતું. આ એક કમી દિવ્યા સહી ના શકી અને લગ્ન ના પેહલા દિવસ થી જ તેણે ઝગડો શરુ કરી દીધો.

તેને શ્રેયાંશ નું વ્યવ્ક્તિત્વ ધીમે ધીમે વામણું લાગવા લાગ્યું. અને તેને ઉતારી પાડવાની, તેને નીચું દેખાડવાની તેને મજા આવવા લાગી.

અતિશય જિદ્દી દિવ્યા એ શ્રેયાંશ ની અનિચ્છાએ તેનું ટ્રાન્સ્ફર લેવડાવી તેના માતાપિતા થી દુર કરી દીધો.શ્રેયાંશે પણ હવે ઝીંદગી થી સમાધાન કરી લીધું હતું. પણ આજે રાગીની ને અચાનક પોતાની ઝીંદગીમાં આવતી જોઈ તે મનોમન વલોવાઈ રહ્યો હતો. ત્યાંજ દિવ્યા એ શ્રેયાંશ નો ખભો પકડી તેને પોતાની તરફ ફેરવ્યો.

“ક્યારની બડબડ કરું છું, તમે સાંભળતા કેમ નથી?”

“બોલ શું કેહવું છે?” શ્રેયાંશે કંટાળા સાથે કહ્યું.

“હું આખો દિવસ બધું કામ કરું છું તમારું પણ તમારે મારી સાથે વાત પણ નથી કરવી હોતી, આવા પતિનું

શું કરવું મારે? તમારા કરતા બીજે પરણી હોતતો સારું થાત”

સામાન્ય રીતે ક્યારેય કઈ ના બોલતો શ્રેયાંશ આજે ધૂંધવાયો હતો.

“દિવ્યા તારે જવું છે તારા બાપ ના ઘરે તો અત્યારે નીકળ, રોજ રોજ લોહી પીવાનું બંધ કર”

“હા, તું લાયક જ નથી મારા જેવી સારી પત્નીને, ,મારી કઈ જરૂરિયાત નું ધ્યાન રાખ્યું છે તે? મારા અને ઘરના ફર્નીચર માં ફરક જ કેટલો છે?” દિવ્યા એ શ્રેયાંશ નો કોલર ખેચ્યો શ્રેયાંશ નું મગજ બહુ ખરાબ રીતે છટક્યું અને તે કોલર છોડાવી દિવ્યા ને ધક્કો મારી બહાર નીકળી ગયો.

તેના ઘર થી થોડે દુર આવેલા બાર માં બ્લેક લેબલ ના નીટ ઘુટ ભરતા ભરતા શ્રેયાંશને રાગીની યાદ આવી ગઈ.

“શ્રેયાંશ હું તારા માટે કઈ પણ કરી શકું છુ, તું કહીશ એવી બની જઈશ, મારું સમગ્ર અસ્તિત્વ બદલી નાખીશ, તું બસ હા પાડ.”

“રાગીની ઈ નથી શક્ય, મને ભૂલી જા પ્લીઝ, બની શકે તો મને ક્યારેય ના મળતી.”

***

ક્રમશ:...