કસુર - ૩ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસુર - ૩

સામાન્ય રીતે દિવ્યા ના વ્યંગબાણો થી થાકીને શ્રેયાંશ હોલ માં સુઈ જતો અને બીજા દિવસે પોતે જ દિવ્યા ને મનાવી લેતો પણ આજે શ્રેયાંશ રાતના ૩ વાગા સુધી પણ ઘરે નહોતો આવ્યો એટલે દિવ્યા નું મન કચ્વાતું હતું. તેણે શ્રેયાંશ ને ૭-૮ વાર ફોન કરી જોયો પણ શ્રેયાંશ ફોન ઉપાડતો નહોતો.

દિવ્યા ને ક્યારેય નહોતું લાગતું કે તે કંઈ ખોટું કરી રહી છે. પણ આજે શ્રેયાંશ નું ઘરે ના આવવું તેનાથી સહન થતું નહોતું.

તેને ધ્યાન આવ્યું કે પોતાના કટાક્ષ માં શ્રેયાંશ જમ્યા વગર જ નીકળી ગયો હતો. દિવ્યા ને પણ ભૂખ લાગી હતી. જેમ તેમ પોતાનું મન શાંત કરી તે જમવા બેઠી પણ પેહ્લો કોળીયો લેતા જ તેને ઉબકા આવવા લાગ્યા.

***

રાત વીતતી રહી અને શ્રેયાંશ નો નિર્ણય વધારે દ્રઢ થઇ ગયો.તે ઓફીસ માં જ પોતાના ડેસ્ક પર પોતાના કમ્પ્યુટર માં નેટ સર્ફ કરી રહ્યો હતો. તેણે નક્કી કરી લીધું કે રાગીની ને આ ઓફીસ અને પોતાની ઝીંદગી થી બહુ દુર મોકલીને રહેશે. તે મનોમન ચેસ બિછાવવા લાગ્યો કે કઈ ઇન્ફર્મેશન ને કઈ રીતે રાગીની ની વિરુદ્ધ વાપરી શકાય. ત્યાંજ તેણે જોયું કે રાગીની કોન્ફરન્સ રૂમ માંથી બહાર આવી અને શ્રેયાંશ ની તરફ નજર કર્યા વિના જ ઓફીસ ની બહાર નીકળી ગઈ.

રાગીની ની આ હરકતે શ્રેયાંશ ની અંદર સળગતી આગ માં ઘી હોમ્યું અને શ્રેયાંશ કોન્ફરન્સ રૂમ માં કંઇક એવું શોધવા લાગ્યો જેનો તે વ્યવસ્થિત ઉપયોગ કરી શકે. તેની નજર રાગીની ના લેપટોપ પર પડી. તેણે લેપટોપ ઓપન કર્યું તો પાસવર્ડ હિન્ટ માં SBdt લખેલું હતું. ખબર નહી શ્રેયાંશ ને શું વિચાર આવ્યો અને તેણે પાસવર્ડ માં Shreyansh146 નાખ્યું. અને તેના આશ્ચર્ય ની વચ્ચે પાસવર્ડ એક્સેપ્ટ થઇ ગયો અને લેપટોપ ઓપન થઇ ગયું.

***

સવાર ના ૪:૩૦ થવા છતાં શ્રેયાંશ ઘરે આવ્યો નહોતો. દિવ્યા માટે શ્રેયાંશ નું આ વર્તન તદ્દન નવો અનુભવ હતો. દિવ્યા ને સતત બેચેની થતી હતી અને તેમાં શ્રેયાંશ ની ચિંતા તેને વધુ વ્યાકુળ કરી રહી હતી. તે કંઈ પણ ખાતી તો તરત ઉબકા શરુ થઇ જતા. ત્યાંજ તેનું ધ્યાન કેલેન્ડર પર ગયું. તેણે ફટાફટ પોતાના કબાટ માંથી પ્રેગનન્સી ટેસ્ટ કરવાનું નક્કી કર્યું.

***

પાસવર્ડ થી શ્રેયાંશ એટલું તો સમજી જ શકતો હતો કે રાગીની હજી તેને પ્રેમ કરતી હતી પણ અત્યારે તેને એ કંઈ જ સમજવું નહોતું તેણે તો બસ રાગીની ને પોતાની લાઈફ અને ઓફીસ થી દુર કરવાનું જુનુન ચડ્યું હતું. તે લેપટોપ ને વિખતો રહ્યો અને અંતે તેને કંપની ના રિસેન્ટ પ્રોજેક્ટ્સ ના એનાલીસીસ અને ટેન્ડર ની બધી ડીટેઈલ્સ વાળું ફોલ્ડર મળ્યું. તેણે જરા પણ સમય ગુમાવ્યા વગર ફોલ્ડર પોતાની સીસ્ટમ માં લઇ લીધું.

શ્રેયાંશ ને ઘરે જવાની કોઈ ઈચ્છા તો નહોતી પણ હવે તે સિવાય કોઈ છુટકો પણ નહોતો. તે તેના ઘરે પોહ્ચ્યો ત્યારે ૫ વાગ્યા હતા. દિવ્યા દરવાજા પાસે જ ઉભી હતી પણ શ્રેયાંશ તેની સામે નજર સુદ્ધાં કર્યા વિના પોતાના રૂમ માં જતો રહ્યો. દિવ્યા તેની પાછળ આવી પણ શ્રેયાંશે તેના ચેહરા પર દરવાજો બંધ કરી દીધો.

દિવ્યા ને ઘણું બધું કેહવું હતું પણ શ્રેયાંશે કંઈ કેહ્વાનો મોકો જ ના આપ્યો. ૯ વાગે રૂમ થી બહાર આવીને પણ તે નાસ્તો કર્યા વિના જ ઓફીસ માટે નીકળી ગયો. દિવ્યા એ તેને બોલાવવાની કોશિશ કરી પણ શ્રેયાંશ નો તમતમી ગયેલો ચેહરો તેને કંઈ ના બોલવા જ કહી રહ્યો હતો.

શ્રેયાંશે વિશાલ સાથે મળીને બધા જ રાઈવલ્સ નો ડેટા ભેગો કર્યો જેને તે રાગીની ની વિરુદ્ધ વાપરી શકે. અને બપોર પેહલા તો તેની પાસે માસ્ટર પ્લાન રેડી હતો.

***

“મિસ ઠકકર તમારા સિવાય આ ડેટા કોઈ પાસે હતો જ નહી, આ ડેટા ત્યાં પહોચવાનો તમે મતલબ સમજો છો?” ચેરમેન શ્રીવાસ્તવ મોટા અવાજે રાડો નાખી રહ્યો હતો

“યેસ સર બટ મને સાચે નથી ખબર” રાગીની હતપ્રભ હતી

“આપણે આ પ્રોજેક્ટ ક્ન્ટીન્યુ નહી કરી શકીએ હવે, તે લોકોએ અનાઉન્સ કરી નાખ્યું છે અને હવે જો આપણે આ પ્રોજેક્ટ પર કામ કરીશું તો કોપીરાઇટનો પ્રોબ્લેમ આવશે.” શ્રીવાસ્તવે હથીયાર નાખતા કહ્યું.

“વોટ ઈઝ ઓર્ડર ફોર મી?” રાગીની એ સીધું પૂછી નાખ્યું.

“યુ હેવ ટુ ફાઈન્ડ અનધર પ્રોજેક્ટ” શ્રીવાસ્તવ ના ચેહરા પર હારવાનો વિષાદ હતો.

રાગીની ની ૨૬ વર્ષ ની ઉમર માં તેણે બીજી વખત હાર નો સામનો કર્યો હતો. હારી જવું, ના કરી શકવું, ના થઇ શકવું આ બધું રાગીની ને ફાવતું જ નહી.

શ્રીવાસ્તવ ની કેબીન થી બહાર નીકળતી વખતે તેણે નક્કી કરી લીધું કે તે આ કમ્પની છોડી દેશે.

આટલા દિવસ થી તે શ્રેયાંશ ની બોસ હતી એટલે તેનાથી ઔપચારિક વાતો થી વધારે વાત ના કરતી પણ હવે જયારે જવાનું નક્કી કરી જ લીધું હતું તો શ્રેયાંશ ને પોતાના મનોભાવ વ્યક્ત કરીને જ જવું રાગીની ને વ્યાજબી લાગ્યું.

તેણે રેઝીગ્નેશન લેટર ટાઇપ કરી શ્રીવાસ્તવ ને આપી દીધો અને સડસડાટ નીકળી ગઈ. તેણે ખુબ હિમત કરી ફોન કરવાની શ્રેયાંશ ને પણ તેનું મન કચ્વાતું હતું. ફ્લેટ પર આવી પોતાની હાર ના ગમ માં અને શ્રેયાંશ ને ફોન કરવાની હિમત ભેગી કરવા તે વોડકા ના શોટ્સ લેતી ગઈ. અને આખરે તેણે નંબર ડાયલ કર્યો.

ક્રમશઃ ...