Vishvashanti Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vishvashanti

‘વિશ્વશાંતિ’ નો નારો કઈ રીતે ગજાવાય?

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘વિશ્વશાંતિ’ નો નારો કઈ રીતે ગજાવાય?

‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવીઃ

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’...કવિશ્રી ઉમાશંકરની આ કાવ્યપંક્તિઓ ખૂબ જાણીતી થઈ છે. કોઈએ હજુ સુધી પૂછ્‌યું નહીં કે ‘માનવી’ પછી અલ્પવિરામ અથવા બહુ તો પૂર્ણવિરામને બદલે ગુરૂવિરામ શા કારણે આવી ગયું છે? ‘માનવી એક જ નથી.’ એ જાણીતા પદક્રમને બદલે ‘નથી’ અને ‘માનવી’ની અદલા-બદલી કેમ થઈ છે? (અનુષ્ટુપમાં બંને ક્રમ ચાલે એમ છે.) ‘પશુ, પંખી અને પુષ્પો, વનોની છે વનસ્પતિ’ એમ એક જ ‘છે’ થી ચાલત, ત્યાં ત્રણ ત્રણ ‘છે’ શા માટે આવી ગયા છે?

ગુરૂવિરામ વિચારવાનો લાંબો સમય આપવા આવ્યું છે. ‘નથી’ એ ભારપૂર્વક ધ્યાન ખેંચવા પહેલાં મુકાયું છે. ‘નથી’ એ ભારપૂર્વક ધ્યાન ખેંચવા પહેલાં મુકાયું છે અને ‘માનવી’ છેલ્લે એટલા માટે છે કે એ ખરેખર તો છેલ્લે હોવો ઘટે તો જ ‘શાંતિ’ મળે. અને ‘છે’ ત્રણવાર ભાર દઈને બીજાના અસ્તિત્વનો, હોવાપણાનો સ્વીકાર કરવા માટે મુકાયું છે. ‘નથી એક જ માનવી’ નો બીજો અર્થ પણ છે. તું એકલો નહીં, બીજા માનવી પણ છે.

‘વીંધાય છે પુષ્પ અનેક બાગનાં’ પંક્તિમાં ‘અનેક’ વિશેષણ પુષ્પ અને બાગ બંને સંજ્ઞાને લાગી શકે એમ છે. રોજેરોજ ‘અનેક પુષ્પ’ વીંધાય છે, ‘અનેક બાગના’ વીંધાય છે. ‘અનેક’ એટલે ઘણાં તો ખરાં જ પણ ‘વિવિધ પ્રકારનાં પણ’, ‘બાગ’ વિવિધ પ્રકારના છે. જીવનબાગ છે, શાલોદ્યાન છે વગેરે. અને ત્યાંનાં પુષ્પો ક્યાં છે તે આપણે સૌ જાણીએ છીએ. બાગનાં પુષ્પો કયાં તે આપણે સૌ જાણીએ છીએ. બાગનાં પુષ્પો ખીલતામાં જ, સવારના પહોરમાં જ, કહેવાતાં ઉમદા કારણ માટે, (પ્રભુના ગળામાં સમર્પ્િાત કરવા માટે) વીંધાય છે. બાળપુષ્પોનું પણ એવું જ છે. જન્મતાં જ સંપ્રદાયની સોયથી વીંધાઈને પ્રભુને, ખુદાને, ઈશુને સમર્પ્િાત થઈ જાય છે, માનવધર્મના મુક્ત આકાશમાં વિહરવા માટે ફેલાતી મુક્ત પાંખો પીંખાય છે,

જ્યારે ‘કલ્લોલતાં પંખીની આંખડીએ

ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં.

વળી હજુ સુધી કોઈ આસ્વાદક કે વિવેચકે પ્રશ્ન ન કર્યો કે ‘કારૂણ્‌યની મંગલ પ્રેમધારા કઈ રીતે વહાવાય? અંતર એકતારા કઈ રીતે બનાવાય? પ્રત્યેક હૈયામાં પ્રેમગાન કઈ રીતે જગાવાય? હાથમાં હાથ ગૂંથી, ખભેખભા મિલાવી ‘વસુધૈવ કુટુમ્બકમ’ નો નારો કઈ રીતે ગજાવાય?’ જો કે કવિએ એને વિશે કશી સ્પષ્ટતા કરી નથી પણ ‘કુટુંબ’ શબ્દ દ્વારા ઘણું સૂચવી દીધું છે. કવિતા સ્પષ્ટ કહે નહીં, એનું તો અર્થઘટન કરવું પડે.

કુટુંબમાં કોઈ બીજાને ભૂખ્યા રાખી એકલા એકલા ખાઈ લે? બીજાને અગવડમાં મૂકી બધી સગવડો એકલા ભોગવે? બીજાને દુભવી કે દુઃખી કરી પોતે એકલા સુખી થવાનું પસંદ કરે? બીજાનું શોષણ કરી પોતે સમૃદ્ધ થાય?

તો પૃથ્વી જો એક કુટુંબ હોય અને બધાં જીવ-જંતુ, જળચર, ભૂચર એના સભ્યો હોય તો આ બધી કુદરતી સંપત્તિની માણસ એકલપેટો થઈ લૂંટ કઈ રીતે ચલાવી શકે? હવા, પાણી, જમીન, આકાશને પશુ-પંખી વગેરેનું જ નહીં, માનવ ભાંડુઓનું શોષણ કઈ રીતે કરી શકે? અને એવું કરે અને શાંતિ-સંતોષની આશા-અપેક્ષા રાખે એ કેવી રીતે બને? કવિ ગાય છે, “પ્રકૃતિમાં રમતાં એ દુભાશે લેશ જો દિલે, શાંતિની સ્વપ્નછાયાએ કદી માનવને મળે?’’