Vahali Dikari Vase Chhe Dariyapaar Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vahali Dikari Vase Chhe Dariyapaar

વહાલી દીકરી વસે છે દરિયાપાર...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વહાલી દીકરી વસે છે દરિયાપાર...

હવે તો મોતિયાનું ઓપરેશન એટલે કંઈ નહીં. જો કે હાય માયોપિયા(વધુ પડતાં દૂરના નંબર) હોય એટલે આંખનું પ્રેશર તપાસાવી લેવું પડે, ઉંમર પણ થોડી વધુ હોય એટલે બીપી, ડાયાબિટીસ વગેરે ચેક કરાવી લેવું પડે. રેટિના પણ ઓપરેશન ખમી શકે તેટલો સક્ષમ રહ્યો છે કે નહીં તે ચકાસાવી લેવું પડે. બસ પછી બે દિવસ અગાઉથી સૂચવેલાં ટીપાં દર ચાર-છ કલાકે આંખમાં નાખો, સામાન્ય રોજિંદી જિંદગી જીવો, આગલા દિવસ સાંજથી ડૉકટરે આપેલી એન્ટિબાયોટિક ગોળીઓ નિયત સમયે લેવા માંડો ને ડૉક્ટરે આપેલા સમયે હોસ્પિટલમાં પહોંચી જાવ.

ડૉક્ટરે સવારે સાડા અગ્િાયારનો સમય આપેલો. પતિ-પત્ની નિયત સમયે પહોંચ્યાં. પતિને મોતિયો ઉતરાવવાનો હતો. સિત્તેરની ઉંમર કંઈ વધુ ન કહેવાય. ટીપાં નખાયાં, દસ મિનિટ પછી ફરી નખાયાં. અગ્િાયાર વીસે ટોપી પહેરાવવામાં આવી અને ઓપરેશન થિયેટરમાં પ્રવેશ થયો. ભત્રીજો પેટના રોગોનો નિષ્ણાત પણ ઓપરેશન કરનાર આંખના ડૉક્ટરની પત્ની એની પેશન્ટ એટલે ઓપરેશન સમયે એ પણ સાથે જ ઓપરેશન થિયેટરમાં ગયો.

બાજુના ઓરડામાં સૂચના આપી કે ઓપરેશન શરૂ થયું છે અને ટીવીના પડદે દેખાશે. અન્ય દર્દીઓનાં સગાં-વહાલાં સાથે પત્ની અને મોટોભાઈ ઓપરેશન જોવા માંડયાં.

એક પાતળા ચીપિયાથી કીકી ઊંંચકાઈ અને એક ખૂણામાંથી સોય જેવું સાધન કીકીની નીચે પ્રવેશ્યું. તેણે લગભગ દસેક મિનિટ કીકીની નીચે સફાઈ ચલાવી. થોડા પરપોટા, કશુંક પ્રવાહી દબાણ સાથે પ્રવેશતું હોય તેવાં દ્રશ્યો, આંખના સફેદ ભાગ ઉપર લોહીની ટશરો ફૂટતી હોય તેવી લાલાશ અને વચ્ચે વચ્ચે આંખમાં નખાતાં દવાનાં ટીપાં-છેલ્લે એક પાતળો લેન્સ, ગડી વળેલો કીકીની નીચે પ્રવેશ્યો અને ટીવી બંધ.

અગ્િાયાર પંચાવને તો દર્દી આંખ ઉપર પટ્ટી સાથે બહાર.

‘પંદરેક મિનિટ બેસવું પડશે, પછી પટ્ટી ખોલી, આંખમાં દવા નાંખી, ગોગલ્સ પહેરી ઘેર જવાની છૂટ.’ સૂચના આવી.

‘સારૂં એવું પેઈન થતું હતું. કીકીની નીચે કશુંક જોરથી ઘસાઈને ફરતું હતું.’ દર્દીએ કહ્યું.

‘હા, અમે એ બધું ટીવી પર જોયું.’ પત્નીએ કહ્યું, ત્યાં મોબાઈલની ઘંટડી વાગી.

‘દીકરાનો ફોન હશે.’ મોટાભાઈએ કહ્યું.

‘ના, અમે બંને છોકરાઓને ના પાડી છે. ત્યાં મધરાત હોય નકામો ઉજાગરો કરવોને. સવારે ફોન કરશે.’ પત્નીએ જવાબ આપ્યો અને ફોન લીધો, ‘વર્ષાબેન, હું કલાકેક પછી તમને ફોન કરૂં.’

“હવે મને સારૂં છે, લાવ, મોબાઈલ મને આપી દે.’ પતિએ સહજ રીતે મોબાઈલ લઈ લીધો. પત્ની દવાનાં ટીપાં કઈ રીતે નાંખવાં. એન્ટિબાયોટિક કયાં સુધી લેવી વગેરે સૂચના સાંભળવામાં ગૂંથાઈ.

‘હા, અમે ગૌરવ-નીરવ બેયને ના જ પાડી’તી. થાક્યાં-પાક્યાં કયાં ઉજાગરો કરે? પણ મને લાગે છે કે હું નીરવને તો વાત કરી જ દઉં. એ જાગતી હશે.’ મોટાભાઈને કહી એણે ફોન જોડયો.

‘મને હતું જ કે તું જાગતી હઈશ...ઘેર કરી જોયો? ત્યાં તો ઘંટડી જ વાગે ને?....એકાદ વાગે પહોંચીશું....છેક સુધી કૌશલ સાથે હતો. વીસ મિનિટમાં પતી ગયું....બધાં ઊંંઘી ગયાં છે? હા, પણ એ તો થાક્યાં-પાક્યાં સૂઈ જ જાય ને? આ કાકા બાજુમાં જ બેઠા છે. મમ્મી પણ છે ને! હા, પણ હવે તું શાંતિથી સૂઈ જા સવારે નિરાંતે વાત કરીશું. ફોન મૂકી કહે, ‘દરિયાપાર દીકરી હોય એટલે ચિંતા તો રહે જ.’ હું કહેવા જતો’તો, ‘દરિયાપાર કયાં છે? સતત તારા દિલમાં તો છે ને એના દિલમાં તું.’ પણ પછી ચૂપ જ રહ્યો.