નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૨૨
શવસાધનાની શરુઆત કરતી વખતે આવી ભયાનક ક્ષણ પ્રચંડ વિસ્ફોટની જેમ ફાટશે એવી કહ્લપના પણ ક્યાં કરી હતી? પણ આ પળનું આ જ સૌથી મોટું સત્ય હતું: પોતાનાં નગ્ન શરીરની નીચે દૃબાયેલી કોઈ અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર લાશ, જમીનથી અધ્ધર થઈ ગયેલું એનું માથું અને ત્રાટક કરી રહેલી બે મરેલી આંખો!
મિશેલની રગોમાં વહેતું લોહી થીજી ગયું. દિૃમાગમાં છવાયેલો દૃેસી દૃારુનો તલવારની ધાર જેવો નશો ઝાટકામાં ઉતરી ગયો. શું હું જેને મડદૃું સમજી રહી હતી એ ખરેખર મડદૃું નથી? જેના ખુહ્લલા શરીર પર હું બેઠી છું એ જુવાન માણસનો જીવ પૂરેપૂરો ગયો નથી? કે પછી, શવસાધનાને કારણે એમાં નવેસરથી ચેતના સળવળી છે?
અચાનક જમીનમાં ખોડેલી મશાલ એક ઝાટકામાં ઓલવાઈ ગઈ! ભડભડી રહેલી જ્વાળા શૂન્ય થઈ ગઈ. ચોમેર કારમું અંધારું દૃાંતિયા કરતું ઊભું રહી ગયું. મિશેલના ધડકી ઉઠી. કશું જ દૃેખાતું નથી, સિવાય કે કોયલાની જેમ ચમકી રહેલી મડદૃાની ફાટેલી ભયંકર આંખો! અંધારાનો અજગર બધું જ ગળી ગયો છે. થોડી વારમાં એ મને વીંટળાઈ વળશે, ભીંસી નાખશે, મારો શ્ર્વાસ રુંધી નાખશે...
પણ આ આંખો...ઓહ ! આંખો મિશેલના ચહેરાથી લગભગ લગોલગ થઈ ચુકી હતી. મિશેલને પરસેવો છૂટી ગયો. કોહવાયેલી ગંદૃી વાસ એના નાકમાં પ્રવેશી ગઈ. શું તે મડદૃાએ ફેંકેલા ઉચ્છવાસની ગંધ છે? તો શું લાશમાં શ્ર્વાસની આવનજાવન થઈ રહી છે? પણ એવું કેવી રીતે બને?
સળિયોે!
કાળા ડિબાંગ આકાશમાં વીજળી ત્રાટકે એમ મિશેલના દિૃમાગમાં ઝબકારો થયો: અઘોરી ગોરખનાથે મને એક નાનો અણીદૃાર સળિયો આપ્યો હતો! એમણે કહ્યું હતું કે મડદૃું હલે કે તરત સળિયો એના કપાળમાં ખૂંચાડી દૃેજે... મડદૃું શાંત થઈ જશે!મિશેલને થયું કે ઊંડી ખીણમાં ફેંકાતા પહેલાં સાવ ધાર પાસે આવીને પોતે અટકી ગઈ છે.
...પણ ક્યાં છે એ સળિયો? આવા અંધારામાં ક્યાં શોધવો એને?
એક હાથમાં ગોરખનાથે આપેલી યંત્ર તરીકે ઓળખાતી નાનકડી વસ્તુ હતી, જે શવસાધના દૃરમિયાન સતત ધારણ કરી રાખવાની હતી. મિશેલે ઘાંઘી થઈને બીજો હાથ જમીન પર ફંફોસ્યો. કશુંક હાથમાં આવ્યું. કપડાંની થેલી! હા, ગોરખનાથે નાનકડી થેલી પણ આપી હતી. મિશેલે એમાં હાથ નાખ્યો. આંગળીઓને પોચી કોથળીનો, કાચની બાટલીનો સ્પર્શ થયો. શું છે આ બધામાં? જવાબની કહ્લપના કરવાનો અત્યારે સમય નહોતો.
આ રહ્યો!
મિશેલના હાથમાં કોઈ લોખંડી વસ્તુ આવી ગઈ. એકાદૃ ફૂટ લાંબી, અણીદૃાર વસ્તુ. આ જ છે સળિયો!
મિશેલે સળિયો બહાર ખેંચી કાઢ્યો. પેલી બિહામણી આંખો એકધારી તગતગી રહી હતી. પોતાના મુખથી માંડ દૃોઢ-બે વેંતના અંતરે હશે એ! સડી ગયેલી બદૃબૂ વધારે તીવ્ર બની ગઈ હતી. મિશેલે સળિયો મુઠ્ઠીમાં મજબૂતીથી પકડ્યો, નિશાન લીધું અને શરીરમાં હતી એટલી તાકાતથી સળિયાની અણી બે આંખોની વચ્ચે ભોંકી દૃીધી!
ભફાંગ!
એક સાથે બે ક્રિયા બની. એક તો,અડધું બેઠું થઈ ગયેલું મડદૃું ધબ્બ કરતું જમીન પર પછડાયું અને એ જ ક્ષણે બૂઝાઈ ગયેલી મશાલ રહસ્યમય રીતે પાછી ભડકી ઉઠી! લબકારા લેતી જ્યોતના પ્રકાશમાં મિશેલે જોયું કે લાશના કપાળની મધ્યમાંથી જાંબલી રંગના પ્રવાહીનો રેલો વહીને ડાબા ગાલ પર સરકી રહ્યો છે. લાશની આંખો બંધ થઈ ગઈ છે. મડદૃું હવે ખરેખર મરી ગયું છે!
મિશેલના જીવમાં જીવ આવ્યો. ઓહ ભગવાન... શું હતું આ બધું? જે કંઈ હતું તે ખોફનાક હતું, જીવ શોષી લે એવું વિકરાળ હતું. સારું થયું કે દૃેસી દૃારુ પીધો હતો. એના કડક નશાના જોરમાં હું ટકી ગઈ, પણ ધારો કે નશો ન કર્યો હોત તો? ખેર, વિશ્ર્લેષણ કરવાનો આ સમય નથી. જે કંઈ બની ગયું તેનો ફકત સ્વીકાર લેવાનો છે. આ ક્ષણનું સૌથી મોટું સત્ય એ જ છે કે હું સલામત છું, જીવું છું! અને એક ભયાનક કટોકટી પસાર થઈ ચુકી છે... કદૃાચ!
મિશેલે આસપાસ જોયું. જમીન પર દૃોરેલા વર્તુળની અંદૃર પોતે હજુય નગ્નાવસ્થામાં ઉઘાડી લાશ પર બેઠી છે. હજુય ભડભડતી મશાલની આગને બાદૃ કરતાં ચોમેર કાળી નિર્જનતા ઘૂંટાયેલી છે... અને શવસાધના હજુય બાકી છે!
મિશેલને અચાનક ભાન થયું કે એનો મંત્રજાપ ક્યારનો અટકી ગયો છે. ગોરખનાથે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે કંઈ પણ થાય, મંત્રજાપ એક પળ માટે પણ બંધ થવો ન જોઈએ. તો શું મારી શવસાધના હવે ફોક ગણાશે? અત્યાર સુધી જે કંઈ મહેનત કરી અને માનસિક યાતના સહી તે સઘળું પાણીમાં જશે? તો શું એનો અર્થ એમ પણ થયો કે હજુ પણ હું સલામત નથી? હજુય કશીક અણધારી, કશીક બિહામણી કટોકટી કોઈ પણ દિૃશાાંથી ત્રાટકી શકે છે? મિશેલના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.
પણ ના! કશું આડુંઅવળું વિચારવું નથી. શવસાધના પૂરી કરીને બને એટલા જલદૃી અહીંથી નાસી છૂટવું છે...
મિશેલે ખુહ્લલી આંખે પુન: જાપ શરુ કરી દૃીધા. આંખો બંધ કરતાં હવે ડર લાગતો હતો. સમય વીતતો ગયો. દૃસ મિનિટ, પંદૃર મિનિટ, વીસ મિનિટ...
વાતાવરણના સન્નાટો ઘૂંટાતો ગયો.
અચાનક મશાલના ફગફગતા ઉજાસમાં દૃૂર કશુંક દૃેખાયું... એક ચોપગું જનાવર! જંગલી કૂતરો છે? ના, શિયાળ જેવું કશુંક લાગે છે...
મિશેલ ટટ્ટાર થઈ ગઈ. ગોરખનાથે કહ્યું હતું કે મા સ્મશાનતારા પ્રાણીનું રુપ લઈને નજીક આવશે. એને ભોગ માંસ અને મદિૃરાનો ભોગ ચડાવજે!
માંસ અને મદિૃરા! મિશેલને એકદૃમ સમજાયું કે થેલીની કોથળીમાં માંસ અને બાટલીમાં શરાબ ભર્યો હશે. પ્રાણી - એ શિયાળ જ છે! - ધીમે ધીમે નજીક આવતું વર્તુળની બહાર શાંતિથી ઊભું રહી ગયું. મિશેલ મડદૃા પરથી હળવેકથી ઊભી થઈ. મડદૃા સાથેનો શરીરસંપર્ક તૂટ્યો, શવસાધના શરુ થઈ પછી દૃોઢ કલાકે પહેલી વાર. મુઠ્ઠીમાં પકડી રાખેલું યંત્ર નીચે મૂક્યા વગર થેલીમાં મૂકાયેલા માંસની કોથળી અને મદિૃરાની બોટલને વર્તુળની બહાર મૂક્યા. ઠંડું માંસ ક્યા જનાવરનું છે તે સમજાતું નહોતું. શિયાળ માંસને સૂંઘતું સૂંઘતું ઊભું રહી ગયું.
આ મા સ્મશાનતારા છે? અઘોરીઓ જેને પોતાના દૃેવી ગણે છે એ?
મિશેલના મનમાં અશ્રદ્ધાનો પરપોટો પેદૃા થયો, પણ એણે પ્રયત્નપૂર્વક વિચારને એક તરફ હડસેલી દૃીધો. ઘૂંટણિયે બેસીને એણે બે હાથ જોડી નમન કર્યા. હવે સ્મશાનતારાને પ્રાર્થના કરીને વિનંતી કરવાની હતી કે હે મા, મારા ગુરુની એટલે કે બાબા ગોરખનાથની મનોકામના પૂરી કરજો. આ સૂચના પણ ખુદૃ ગોરખનાથે આપી રાખી હતી. મિશેલે વિચારોને ગોઠવ્યા. ચિત્તમાં શાંતિ ધારણ કરી. મુઠ્ઠીમાં યંત્ર પકડી રાખીને, આંખો બંધ કરીને મનોમન બોલી:
હે મા સ્મશાનતારા! મને ખબર નથી કે તું સ્મશાનતારા છે કે કેમ, પણ આ ક્ષણે હું તને, મારી સામે ઊભેલા ચોપગા પ્રાણીને સમગ્ર દૃૈવી ચેતનાનું પ્રતીક ગણીને પ્રાર્થના કરી રહી છું. ગોરખનાથ તો સિદ્ધ અઘોરી છે. એમની મનોકામનાને તારા કરતાં વધારે સારી રીતે બીજું કોણ સમજી શકવાનું છે? પણ મારી પ્રાર્થના છે કે હું જે મિશન માટે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી છું એમાં મને કામિયાબ બનાવજે! અને મારું મિશન શું છે તે પણ તું સારી રીતે જાણે છે....
મિશેલે આંખો ઉઘાડી. શિયાળ સ્થિર તાકી રહ્યું હતું. ચાર આંખો મળી. તારામૈત્રક રચાયું. મિશેલને લાગ્યું કે ધરતી ડોલી રહી છે. અંધકારના વમળમાં પોતે વલોવાઈ રહી છે. સભાનતા ક્રમશ: ઓગળવા માંડી. તીવ્ર ઘેન જેવી અનુભૂતિ ઘૂંટાતી ગઈ. આ ભાવસ્થિતિ થોડી વાર ટકી ન ટકી ને મિશેલ બેશુધ્ધ થઈને જમીન પર ઢળી પડી.
૦ ૦ ૦
માયા ઝબકીને જાગી ગઈ.
છત પર બંધ પંખા ફરતે કાળો ઓળો હલી રહ્યો હતો. એ ડરી ગઈ. માથેરાનના બંગલાની પાછળ જંગલ તરફના હિસ્સામાં રોજ રાત્રે લાઈટ જલતી ત્યારે વૃક્ષોની ડાળીઓના પડછાયા ખેંચાઈને બેડરુમની દૃીવાલો તેમજ જ છત પર નાચવા લાગતા. આ રોિંજદૃો ઘટનાક્રમ હતો, પણ કોણ જાણે કેમ આજે આ ઘ્રૂજતી આકૃતિઓને જોઈને માયાનો ડર વધારે ખેંચાયો. ધીમે ધીમે એને સમજાયું કે એના ભયનું કારણ આ પડછાયા નથી, કંઈક જુદૃું છે. મન ચુંથાઈ રહ્યું હતું, પણ આંગળી મૂકીને દૃર્શાવી શકાય એવું કોઈ કારણ સ્પષ્ટ થતું નહોતું. માયા બેઠી થઈ ગઈ. સાઈડટેબલ પરથી પાણીની બોટલ ઉઠાવીને ઝડપથી ઘૂંટ ભરી લીધા.
માયાએ મોક્ષ તરફ જોયું. એ ચત્તો થઈનો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. શ્ર્વાસોચ્છવાસના દૃબાયેલા અવાજની સાથે એની છાતી લયબદ્ધ હલી રહી હતી. માયા એને દૃબાઈને પાછી લેટી ગઈ.
"મોક્ષ...
મોક્ષ પર કશી અસર ન થઈ એટલે માયાએ એને સહેજ હલાવ્યો. એણે આંખો ખોલી. મોં પર માયા ઝળુંબી રહી હતી.
"માયા? વર્તમાનની સપાટી સાથે સંધાતા મોક્ષની અડધી જ ક્ષણ લાગી.
માયા વળગી પડી.
કેમ?ઊંઘ નથી આવતી? મોક્ષે પૂછ્યું, કંઈ જોઈએ છે તને?
ના.
તો?
કંઈ નહીં!
કમ હિઅર.
માયાને ગાઢ આિંલગનમાં જકડીને એ હળવે હળવે ચુમવા લાગ્યો. પ્રેમની ભીની ક્ષણો વરસી ગઈ. મોક્ષના માંસલ હોઠના એકધારા પૌરુષિક સ્પર્શથી માયાએ સુરક્ષા કવચ જેવું સુખ અનુભવ્યું. એણે મોક્ષની છાતી સાથે મોં દૃબાવી દૃીધું.
હવે બોલ, મોક્ષે કહ્યું.
શું?
હું જોઈ રહ્યો છું કે માથેરાન આવ્યાં ત્યારથી તું થોડી અન્કમ્ફર્ટેબલ રહ્યા કરે છે.
માયાએ જવાબ ન આપ્યો.
શું વાત છે, માયા? ટોક ટુ મી.
આઈ ડોન્ટ નો, મોક્ષ!
કંઈક તો હશેને. ડિડ આઈ સે સમિંથગ? મનમાં જે કંઈ તે બહાર ઠાલવી નાખ.
"મનમાં કંઈ જ નથી મોક્ષ, પણ મને... ખબર નહીં કેમ, બહુ ડર લાગ્યા કરે છે. કારણ વગર ફફડી ઉઠું છું હું...
અરે? મોક્ષને આશ્ર્ચર્ય થયું, કેમ?
એ જ સમજાતું નથી.
ઓકે, લેટ મી ગેસ. જ્યારથી તેં પેલી બુરખાવાળી ઔરતને જોઈ છે ત્યારથી તારા મનમાં ડર બેસી ગયો છે.
મોક્ષ અને માયા માથેરાનના બંગલે આવ્યાં એ જ દિૃવસે પથરીલા ચહેરાવાળી કોઈ અજાણી
00000000000000000000000000000
000000000000000000000000000000000