એક અનોખો સંબંધ
કવિતા અને નીતિનો સાસુ વહુ નો સંબંધ પણ એવો હતો કે કોઈ કહે નહિ કે એ સાસુ વહુ હતા. મા દીકરી જ લાગતા . કવિતા એ બધી જ શક્તિ વાપરી નાંખી હતી. કઈ જ બાકી નહોતું રાખ્યું હતું . એને નીતિ પર પ્રેમ જ એટલો હતો. એક તો વહુ તરીકે અને બીજું સ્ત્રી તરીકે. એ એને કેવી રીતે એમ મૂકી દે . કેવી રીતે એના પરથી ધ્યાન હટાવી શકે . એ જેટલું થાય એટલું એનું ધ્યાન રાખતી . દિવસો , મહિના ને વર્ષો પાણીની જેમ વહેવા લાગ્યા હતા . પૂરા ૩ વર્ષ . ૧૦૦૦ ની ઉપર દિવસો વીતવા આવ્યા હતા . આટલો વખત કવિતા હારી ન હતી . રોજ એ નીતિ પાસે બેસતી ક્યારેક એને હસાવતી ક્યારેક એ પણ નીતિ સાથે રડતી . નીતિ પણ ફક્ત કવિતાને જ રિસ્પોન્સ આપતી . તુષારને પણ એ કોઈ જવાબ ન આપતી કારણ તુષાર સરખી રીતે વાત જ ન કરતો . એ બસ હંમેશ ગુસ્સો જ કરતો . હવે તો ક્યારેક તુષારને પ્રેમ પણ આવતો અને એ સરખી રીતે વાત પણ કરતો તો પણ નીતિ કાઈ ઈશારો ન આપતી . અને એના લીધે તુષાર હજી ગુસ્સે થઇ જતો . ક્યારેક વસ્તુઓ ફેંકતો . ઘરમાં રાડારાડી કરતો . પોતાને જ કોસતો કે ક્યાં નીતિ સાથે લગ્ન કર્યા . કવિતા એને કહેતી કે નીતિ ને બધું સંભળાય છે . પણ તુષાર બહુ બોલતો અને કવિતા રડે રાખતી . કવિટા, નીતિને પણ સમજાવતી કે જરા હસી લે ને . ઘરમાં શાંતિ રહેશે . પણ હવે નીતિ જીદે ભરાણી હતી એ ફક્ત કવિતાને જ જવાબ આપતી . ક્યારેક કવિતાને તુષાર માટે પણ ખરાબ લાગતું પણ ક્યારેક તુષાર નું વર્તન જોઇને એ વિચારતી કે નીતિ બરોબર જ કરે છે . કેટલા હોંશ થી દીકરાના લગ્ન કર્યા હતા પણ બધા સપનાઓ પર પાણી ફરી ગયું હતું .
પણ આખરે કવિતા પણ કેટલું કરે હવે એ પણ થાકી હતી. નાના બાળકનું કરવાનું. નીતિનું કરવાનું અને સાથે તુષારનો ગુસ્સો . પણ એની પાસે કોઈ રસ્તો ન હતો . આજે કવીતા ને બહુ ખરાબ લાગ્યું હતુ કે આ શું ?? આમ ને આમ કેટલાં વર્ષો કાઢી નાખ્યા પણ કાંઇ ફેર જ પડતો નથી...શું કરવું એ પણ સમજાતુ ન હતું... નીતી આમ ને આમ એ કેટલાં વર્ષ જીવશે.. નીતિને પેરેલીસીસ નો એટેક આવે ૩ વર્ષ થયાં..આમ તો પેરેલીસીસ માં કોઈ પણ એક ભાગ ખોટો થાય . પણ નીતિને માર માથા માં લાગ્યો હતો એટલે જરા વધારે જ તકલીફ થઇ હતી . પેરેલીસીસ માં તો લોકોએ ૨૦ વર્ષ કાઢ્યા હતા એવું પણ સાંભળ્યું હતું . અને એ સાંભળીને જ એ ડરી ગઈ હતી . કે એનાથી કેમ થાશે બધું કામ . કારણ આ રોગ જ એવો હતો કે જેમાં માણસ જલ્દી મરે નહી અને જીવે પણ તડપી તડપી ને..શું કરવું સમજાતુ ન હતુ..
કવીતા એ પોતાનાં દીકરા નાં લગ્ન ખુબ ધુમધામ થી એની ગમતી છોકરી સાથે કરાવ્યા હતા...ગુજરાતી હતી એ જ બસ હતુ..બાકી એણે કાંઇ જોયુ ન હતુ..૭ વર્ષ થયાં એ વાત ને..અને નીતીએ બધાને પ્રેમ પણ એટલો જ આપ્યો.. બધાને પોતાનાં બનાવવા મા કોઇ કચાશ નહોતી રાખી..
કવીતા તો જાણે એનાં પ્રેમ મા જ પીગળી ગઈ હતી ..ભગવાન ણી દયાથી બે વર્ષ માં સરસ મજાનો દીકરો દઈ દીધો હતો..લાગતુ હતુ જાણે સર્વ સુખ એનાં ઘર માં હતુ..ત્યાં અચાનક એક દિવસ નીતિ શાક લેવા ગઈ અને એનો અકસ્માત થયો હતો અને એને માથા માં લાગ્યું હતુ..અંદર જ લોહી વહેતું હતુ..પંદર દિવસ હોસ્પીટલમાં રાખ્યા પછી જ્યારે કઈ જ ફેર ન પડ્યો ત્યારે ડોક્ટર્સ એ જ કહ્યું કે હવે ઘરે લઇ જાઓ .
ઓપરેશન થયાં પણ એના પછી નીતિ ક્યારેય કાંઇ બોલી નહી .બસ આંખ ખુલ્લી હોય અને ક્યારેક રડે એનાં સીવાય એને બીજું કાંઇ જ નહોતુ આવડતુ..કોઇ ખવડાવે કે ન ખવડાવે એને ક્યાં ફરિયાદ કરતા આવડતી જ હતી ...ક્યારેક કવીતા નો દીકરો ગુસ્સે થઈ જતો કે મમ્મી આ શું કામ રડે છે એ પણ આપણે નથી સમજી શકતા તો આ બધું કેટલો વખત આપને સહન કરવાનું રહેશે ,dr. ને કહે ને જો કોઇ ઇજેકશન અપાતુ હોય તો આપી દઈયે કે જેનાથી એ છૂટી જાય..અને કવીતા એ દિવસે એનાં દીકરા પર બહુ ગુસ્સે થઈ હતી કે” તારાથી આમ કેમ બોલાય..તે જ પ્રેમ લગ્ન કર્યા હતા ને..માણસ છે કે કોણ એની જગ્યાએ તને આવ્યો હોત તો આ એટેક ..અને એની ચિંતા ન કર કે એ છુટી જાય . એમ કે કે તારે છુટવું છે “.
રોજ કવીતા કેટલાયે કલાક નીતિ નો હાથ પકડીને બેસી રહે અને એની સાથે વાતો કર્યાં કરે..કવિતાને ખબર હતી કે નીતિને રાજકારણ માં બહુ રસ હતો એ રોજ રાજકારણ નાં સમાચાર ધ્યાન થી છાપા માં વાંચતી. કવિતા રોજ એની પાસે છાપું પણ વાંચતી . સાથે એનાં બાળક ને પણ સંભાળવાનુ હોય ને...એટલે એ કામ કરતી જાય નીતિ ને ગીત ગાઈને સમંભળાવે અને કેટકેટલુ કરે..એ હંમેશા વિચારતી કે આ જગ્યાએ જો મારી દીકરી હોત તો હુ શું કરત...પણ આજે એને પહેલી વાર વિચાર આવ્યો કે હુ હવે થાકી ગઈ છું..
આ વિચાર પણ આમ તો બીજાની જ મહેરબાની હતી ..આજે એ બહાર ગઈ હતી ..આઠ દિવસમાં એક વાર એ બહાર જાતી અને આખા અઠવાડિયાનો સામાન ભરી લેતી . .ત્યાં એને એની એક બહેનપણી મળી ગઈ હતી ..રસ્તા માં એણે વહુ ની પુચ્છા કરી. કવિતાએ બધી વાત કહી . તો એની friend એ કહ્યું “ કેટલા વર્ષો કરી શકીશ . એને તારી માયા લાગી જશે અને જો તને કઈક થઇ ગયું તો શું કરીશ. હવે તારી ઉમર નથી કે તું આટલું કામ કરે . મારી વાત માન નીતિને હોસ્પિટલ માં દાખલ કરી દે..તે લોકો બરોબર ધ્યાન રાખે..તારે ત્યાં આવતા જતા રહેવાનું ને...એક ટ્રસ્ટની હોસ્પિટલ છે જે લોકો આ જ સેવા કરે છે. તારે જે રૂપિયા દાન આપવા હોય તે આપી દેવાના . અને તે લોકો ખુબ જ પ્રેમથી સાચવે છે .”
કવીતા ને એ વિચાર જરા ગમ્યો નહી પણ પાછુ એમ થયુ કે કદાચ ત્યાં વધારે સારી રીતે સંભાળે..કદાચ એમની સારવારથી નીતિને સારું થઇ જાય . પણ સાથે એનું મન કહેતુ હતુ ક્યાંક આ પોતાને એનાં કામ મા થી છુટવા માટેનાં બહાના તો ન હતા ને...
બે દિવસ થી હવે જરા કવીતા ને નીતી પાસે બેસવુ અને એનું કામ કરવુ ઓછૂ ગમતુ હતુ...આખરે કવીતા એ એના દીકરા ને વાત કરી..દીકરાને તો આ જ જોઈતું હતું તેણે કોઇ પણ આનાકાની વગર હા પાડી દીધી...કવીતા ને બહુ અચરજ થયુ કે તુષાર તો જાણે રાહ જોઇને જ બેઠો હતો ..આખરે સારી હોસ્પીટલ જોઇને નક્કી થયું કે નીતિને ત્યાં દાખલ કરવાની .. એમ્બ્યુલન્સ વાળા આવી ગયાં કવીતા ને એમ હતુ કે નીતિ આજે બહુ રડશે..પણ નીતિના ચહેરા નાં ભાવ જાણે એકદમ સપાટ હતા..એ કાંઇ જ નહોતી દેખાડતી...કવિતાએ નીકળતા સુધી એને બધી જ વિગતો જણાવી દીધી હતી.કવિતા એની પાસે થી જવાબની આશામા બેઠી હતી પણ નીતિએ આજે કોઈ જવાબ ન આપ્યો . અખરે એને દાખલ કરવામા આવી.
બધી જ સગવડ એને આપવામાં આવી ..એની માટે બે નર્સ અને બે આયા નો બન્દોબસ્ત કરવામા આવ્યોં ..અને કહેવામા આવ્યું કે” ખુબ સરખી રીતે ધ્યાન રાખજો આ મારી દીકરી છે એને જરાય તકલીફ ના પડે..”
થોડી વાર ત્યાં બેસીને એ લોકો ઘરે આવ્યાં .ઘરે આવીને જાણે તુષાર ને જગ્યા મળી હોય એમ એ હાશ કરીને લાંબો થયો ..કવીતા ને બહુ જ ગુસ્સો આવ્યો કે આવા કેવા હોય આ માણસો..કવીતા ને એ દિવસે ખાવાનું ન ઉતર્યું ..એનો જીવ ત્યાં જ નીતિ પાસે ચોટેલો હતો..એક દિવસ ગયો ..એ હોસ્પિટલ મા બે થી ત્રણ વાર જઈ આવી ..નીતિ કોઇ પણ જાતનો રિસ્પોન્સ નહોતી આપતી ..આ એનો ગુસ્સો હતો કે શું હતુ સમજાતુ ન હતુ.. રડતી પણ ન હતી અને હસતી પણ ન હતી તો શું સમજવુ...ચહેરાની રેખાઓ જાણે સ્થિર થઇ ગઈ હતી . નીતિએ કવિતા સાથે પણ અબોલા લઇ લીધા હતા .
બીજા બે દિવસ નીકળી ગયા, કવિતા ઘરનું કામ જલ્દી જલ્દી પતાવીને હોસ્પીટલમાં પહોચી જતી . હોસ્પીટલની નર્સ કહેતી પણ ખરી “ અગર રોજ ઐસે યહાં આના હૈ તો ઘર મેં હી રખને કા થા ના. ઇધર લાયા હી કયું “ રોજ હોસ્પિટલ માં જવાનો કવિતાનો સમય એકદમ fix હતો..એક દિવસ એનું કામ જલ્દી થઇ ગયું એણે વિચાર્યું કે વહેલી ચાલી જાઉં . બે કલાક વહેલા જ એ નીકળી ગઈ એ ખુશ હતી કે આજે જરા વધારે બેસી શકીશ નીતિ સાથે...જેવી કવિતા હોસ્પીટલમાંપહોચી નર્સ આડી અવળી થવા લાગી. એક એ કહ્યું “ કયું આજ જલ્દી આ ગયા. અભી તો સફાઈ બાકી હૈ , બહાર બૈઠો “ કવિતાને એની વાત ન ગમી કારણ સફાઈ કરવાનો સમય તો બે કલાક પહેલા જ પતી ગયો હતો . તેણે નર્સ નું કઈ સાંભળ્યું નહિ અને નીતિ પાસે પહોચી ગઈ અને એ ત્યાં પહોંચી તો જોયુ નીતિની ચાદર ભરેલી હતી ..વાસ મારતી હતી અને ત્યાં ચાર નર્સ વાતો માં પડી હતી...ત્યાં જઈને તરત જ એણે બહુ ગુસ્સો કર્યો બધા પર..અને બધી સાફ સુફી કરાવી ..અને પછી એ નીતિ પાસે બેઠી ..એનો હાથ હાથ માં લીધો તો નીતિ રડવા લાગી .અને કવીતા નુ હ્રદય જાણે વલોવાઈ ગયુ, એને થયુ કે હુ આવું ત્યાં સુધી જ આ લોકો સંભાળતા હશે પછી તો શું હાલ થતા હશે આ મારી દીકરી ના.
અને એ ક્ષણે એણે નક્કી કર્યુ કે હવે નીતી મારી પાસે જ રહેશે ... એ જ ક્ષણે ડીસ્ચાર્જ લઈને એમ્બ્યુલન્સ્માં પાછી ઘરે લઈ આવી ...નીતિ પાસે એ બેઠી . પાછો નીતિનો ચહેરો જાણે ખીલી ઉઠ્યો . કવિતા એની પાસે બેસીને ખુબ રડી . અને એણે નીતિની ખુબ માફી માંગી . અને વચન આપ્યું કે જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી હવે કોઈના ભરોસે તને નહિ રાખું . રાતના દીકરો ઘરે આવ્યો અને પાછી એણે નીતિ ને ઘર માં જોઇ તો એનાથી બોલાઈ ગયં કે “ આ શું તુ આને પાછી ઘરે લઈ આવી “ દીકરાની વાત સાંભળીને કવિતા નું માથુ ફરી ગયું અને એણે તુષાર પર ગુસ્સે થઈને કહ્યું “ જો તુષાર આ તો તારી જ પત્ની છે પણ જો હુ બીમાર પડી હોત તો તુ મને પણ ફેકી આવત..તારે જો બીજે રહેવું હોય તો તુ જઈ શકે છે . તારે બીજા લગ્ન કરવા હોય તો કરી શકે છે પણ એક સલાહ આપીશ કે બીજી છોકરીની જિંદગી ન બગાડતો કારણ તું પ્રેમને લાયક જ નથી. જેને પ્રેમ લગ્ન કરીને લાવેલી પત્નીનાં બીમાર થવાથી ત્રાસ આવી જાય એ વ્યક્તિ કોઈના પ્રેમને લાયક નથી હોતો . મને મારો દીકરો કહેતા શરમ આવે છે . નીતિ હવે મારી પાસે જ રહેશે..સમજી ગયો ને...
અને તુષાર ગુસ્સા મા બહાર ચાલ્યો ગયો.કવિતાએ નીતિ સાથે વાત કરી “નીતિ તું ગભરાતી નહિ હું છું . આવો પુરુષ જિંદગીમાં હોય કે ન હોય કોઈ ફર્ક નથી પડતો. મને ભરોસો છે તું સારી થઇ જઈશ પણ એક સલાહ આપું છું કે જો સારી થઇ જાય ને તો પણ તુષારને માફ ન કરતી . હું અને તું મળીને આપના નાના દીકરાને મોટો કરશું . અને તને જો ઈચ્છા હશે તો બીજા લગ્ન કરાવી દઈશ પણ તુષાર તો નહિ જ . આ બધું સાંભળીને નીતી નાં આંખ નાં અશ્રુ પણ રોકાતા ન હતા..નીતિને શાંત કરાવીને કવિતા એ મસ્તી માં કહ્યું “ વહુરાણી હવે બહુ પ્રેમ થઇ ગયો તારો ને મારો. હવે કામ કરવા દ્યો . “ જેવી કવિતા ઉભી થવા ગઈ ત્યાં અચાનક કવીતા ને એમ થયુ, કે જાણે નીતિ નાં હાથે જાણે જોરથી કવીતા નો હાથ પક્ડ્યોં ..અને કવીતા ખુબ ખુશ થઈ ગઈ..”નીતિ હુ તને સાજી કરીશ તુ ચિન્તા ન કર તુ મારી દીકરી છો “