Kavishree Rajendra Shukla Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kavishree Rajendra Shukla

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ

સાથે એક કલાક...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે એક કલાક...

આપણે ચિંતવ્યો અર્થ કોઈ નથી, ઉગરવાનું હવે સાવ સહેલું.’ લગભગ આવા મતલબની કાવ્યપંક્તિ સાંભળતો સાંભળતો કવિમિત્ર રાજેન્દ્ર શુક્લ સાથે હું મારા ઘરમાં પ્રવેશ્યો.

એમના કહેવા મુજબ, ’ઈશ્વરી સંકેત’ હશે તે અમે રસ્તામાં મળી ગયા સહજભાવે, ’થોડી કવિતા અને એક કપ ચા થઈ જાય’ એમ કહેતામાં એ સાથે થયા. પચાસ વરસ જૂના સંબંધો પણ આટલું લાંબુ અને આટલું નિરાંતે પહેલી વાર બેઠા.

આપણી આખી શિક્ષણવ્યવસ્થા માણસનાં શક્તિ-સામર્થ્યને બહારથી પ્રમાણપત્ર આપે છે એ બરાબર નથી. એ પ્રમાણપત્ર એને અંદરથી, પોતાની જાતમાંથી મળવું જોઈએ તો આત્મવિશ્વાસ કેળવાય, સાચો વિકાસ થાય.

બહાર ખુલ્લામાં થોડાં ફૂલ-છોડ વચ્ચે હીંચકા પર અમે બેઠા હતા. ’મારો અડધો દિવસ લગભગ અહીં જ પસાર થાય છે.’ મેં કહ્યું, ’તો તો, પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’ એવો વસવસો કરવાનો સમય તમારે નહીં આવવાનો. એમણે કવિશ્રી ઉમાશંકરની એક કાવ્યપંક્તિ યાદ કરી કહ્યું, ’મેં ઉમાશંકરને કે સુરેશ જોશીને ક્યારેય મારી કવિતા છાપવા નથી મોકલી.’ મારી આંખમાં પ્રશ્ન જોઈ ચોખવટ કરી, ’એ લોકો કૃતિના સ્વીકાર-અસ્વીકારનો જવાબ ક્યારેય ન આપતા. પ્રશ્ન કૃતિના સ્વીકાર-અસ્વીકારનો નથી, પ્રશ્ન સર્જકના સ્વીકારનો છે.’

હું મૌન રહ્યો. એમણે પૂછયું, ’કેમ ચૂપ રહ્યા? તમારા તો ઉમાશંકર ગુરૂજી.’ મેં કહ્યું, ’એટલે જ હું ચૂપ રહેવાનું પસંદ કરૂં છું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ક્યારેક એવું બોલાય-લખાય જાય કે સાંભળનાર-વાંચનાર ’શબ્દોની વચ્ચે’ વાંચવા માંડે તે ઠીક નહીં.’ "વાત સાચી, આત્મશ્લાઘા એ બહુ લપસણી ભૂમિ છે અને ગમે તેવા મહાન માણસમાંય બધા સદ્દગુણો જ હોય એવું ય નથી હોતું. અમારી જ વાત કરો ને ! ’રે’ મઠના મારા સિવાય બધા ઉમાશંકર વિશે જાહેરમાં એલફેલ બોલેલા પણ વળી પાછા એ બધા જ ખાનગીમાં ઉમાશંકરની ’ચા’ પી આવેલા અને ચાપલૂસી પણ કરી આવેલા.’

વ્યક્તિને લાગે કે પોતે જે કંઈ કર્યું છે તે દિલથી કર્યું છે. અંદર દિલ રેડી દઈને કર્યું છે. માત્રને માત્ર સંતોષ અને આનંદ માટે કર્યું છે, પોતાની છે એટલી બધી શક્તિ લગાવી દઈને કર્યું છે ત્યારે જ એની મજા...

વાત નીકળી એમની પૌત્રીના શાળાપ્રવેશની. ’હવે એને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની છે.’ ન માનતો હોઉ એ રીતે જોઈ રહેલા મને કહે, ’સાવ સાચું. ધૈવતને અને નાનાને ભણવા ન મોકલવાનો નિર્ણય અમારો હતો. બહું ચોખ્ખું હતું કે આપણી આખી શિક્ષણ વ્યવસ્થા માણસનાં શક્તિ-સામર્થ્યને બહારથી પ્રમાણપત્ર આપે છે એ બરાબર નથી. એ પ્રમાણપત્ર એને અંદરથી, પોતાની જાતમાંથી મળવું જોઈએ તો આત્મવિશ્વાસ કેળવાય, સાચો વિકાસ થાય. નહીં તો અનેક પદવીઓ, એવોર્ડો, માન-ચાંદો, પ્રમાણપત્રો મેળવ્યાં પછીયે માણસ ખાલીને ખાલી જ રહે. એના કામને, એની જીવવાની રીતને, એની સફળતાને અને આખરે એના સંતોષ-આનંદને ય બહારથી કોઈ પ્રમાણપત્ર આપે કે ’ના, તમે બહુ સુખી છો.’ ત્યારે જ માણસને લાગે કે તે સુખી છે-કદાચ ત્યારેય અહેસાસ ના થાય કે તે સુખી છે.

વધુમાં એમણે જણાવ્યું, ’વ્યક્તિને લાગે કે પોતે જે કંઈ કર્યું છે તે દિલથી કર્યું છે. અંદર દિલ રેડી દઈને કર્યું છે. માત્રને માત્ર સંતોષ અને આનંદ માટે કર્યું છે, પોતાની છે એટલી બધી શક્તિ લગાવી દઈને કર્યું છે ત્યારે જ એની મજા... અને અમારો દાખલો જુઓ ચાલીસ વરસથી કોઈ નોકરી કરી નથી છતાં ગાડું સારી રીતે ગબડયું છે. લાયકાત પ્રમાણે કામ સામેથી આવી મળ્યાં છે. નિશાળે એક પણ દિવસ ગયા વિના આજે બંને છોકરાઓ ઘણું સારૂં કમાય છે, અંગ્રેજીમાં ભાષણો આપે છે. શાળાએ ગયા વિના બાળકો ઉત્તમ રીતે શી રીતે કેળવાય તે વિશે લોકો અમને સાંભળવા આવે છે. પણ બહાર રજતતુલા અને સ્વર્ણતુલા થતી હોય છતાં ઘરમાં તૃણતુલા ચાલતી હોય એવું બને છે. પુત્રવધૂ જ અમને સાંભળવા તૈયાર નથી. એ કોઈ જોખમ લેવા માગતી નથી અને એ માન્યતાને કારણે જ એ મોટામાં મોટું જોખમ લેવા તૈયાર છે. વિધિની વક્રતા તે આ...’