Gujarati Bhasha Vaparvani Jarur Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gujarati Bhasha Vaparvani Jarur

સૌને ગુજરાતી ભાષા વાપરવાની જરૂર શા માટે પડે છે?

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સૌને ગુજરાતી ભાષા વાપરવાની જરૂર શા માટે પડે છે?

આપણે જ્યારે કહીએ છીએ કે ગુજરાતી ભાષા અનેક લોકની છે ત્યારે આપણા મનમાંએ ગુજરાતી ભાષા જે જે લોકો-જૂથો-સમુદાયો વાપરે છે એ બધાં જ છે એ સ્વાભાવિક છે. ભાષા જીવે છે એના વપરાશથી, એના વપરાશમાં.એ સૌને ગુજરાતી ભાષા વાપરવાની જરૂર શા માટે પડે છે? એ પ્રશ્નનો ઉત્તર શોધીએ તો વાત જરૂર સમજાય.

આદિવાસી સમુદાયો ઘરમાં તો તેમને વારસામાં મળેલી આદિવાસી બોલીઓ અથવા ભાષાઓ બોલે છે. ભીલી, રાઠવી, ચૌધરી વગેરે. તેઓ નિશાળમાં ભણવું છે. ત્યાં ભીલીમાં ભણવાની વ્યવસ્થા નથી તેથી ગુજરાતી ભાષાનો વપરાશ કરવો પડે છે. કેટલાક ભણેલા (અને અભણ પણ કોઈકથી દોરાયેલા) આદિવાસીઓ તો જાહેરમાં કહેતાંય ખચકાતા નથી કે આપણે બાળકોને સીધાં અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી દઈએ. તો એમને ગુજરાતી ભાષા ભણવાની કડાકૂટ નહીં. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જુનિયર કે.જીથી અંગ્રેજી માધ્યમથી શાળા શરૂ પણ થઈ છે અને અઢી-ત્રણ વરસનાં બાળકો સીધાં અંગ્રેજીમાં ભણવા માંડયાં છે. વાલીઓને વિશ્વાસ છે કે, શાળામાંથી અને ટી.વી.માંથી બાળકો હિન્દી પણ શીખી લેશે પછી એમને ગુજરાતીની જરૂર ગુજરાતના બજારમાં, ગુજરાતી ઓફિસમાં, ગુજરાતની ગલીઓમાં રહેશે નહીં.

મા-બાપ કે વાલીઓનો આ વિશ્વાસ સાવ ખોટો છે એમ પણ કહી શકાશે નહીં. ભલે ઓછી સંખ્યામાં પણ આપણે એવા અનેક બિનગુજરાતી માણસોને ઓળખીય છીએ કે તેઓ અનેક વર્ષોથી ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતીઓને અંગ્રેજી ભાષા કે પછી વાણિજ્ય, મેનેજમેન્ટવ, એન્જિનિયરિંગ કે મેડિસીન જેવા વિષયો શીખવતા હોય કે અન્ય કામગીરી કરતા હોય પણ ગુજરાતી સમજતાં પણ ન આવડયું હોય અથવા તો તેઓ દંભ કરતા હોય તોય નિવૃત જીવન પણ તેઓ નિરાંતે ગુજરાતમાં ગાળે છે.

આતો સાવ સામા છેડાની વાત થઈ પણ આવું બન્યું છે તેથી પ્રશ્ન થઈ શકે કે, આવું કેમ બને છે?

જવાબ સીધો છે. પણ વ્યક્તિ પોતાની માતૃભાષા સિવાયની બીજી ભાષા ત્યારે જ વાપરે છે કે, જ્યારે એનો વપરાશ એને લાભકારક હોય અથવા તો, જે સમાજમાં રહે છે. તેના સભ્યો સાથે અવગમન સાધવા માટે કોઈને કોઈ પ્રકારનું દબાણ ઊંભું થાય.

માણસનો સ્વભાવ છે કે, એની પાસે જે કંઈ હોય અથવા એને જે કંઈ મળ્યું હોય તેના પોતાના લાભમાં ઉત્તમ ઉપયોગ કરીને એ સમાજમાં સત્તા, પ્રતિષ્ઠા પદ, પૈસા વગેરે મેળવવના પ્રયાસો કરે. એને બુદ્‌ધિ એને આવડતની જેમ જ ભાશા પણ મળી છે. એના પ્રયત્નો રહેવાના કે એનો ઉપયોગ કરીને સમાજમાં જે મેળવવા જેવું મનાયું છે તે મેળવવામાં કોઈ કસર ન છોડે.

સમાજમાં જે મેળવવા જેવું મનાયું છે તે મેળવવાની હરીફાઈમાં ભાષા બહું ઉપયોગી સાબિત થાય છે. જેનું ભાષા ઉપર પ્રભુત્વ અથવા જે બહુ સારો પ્રત્યાયનકાર એ પોતાની આવડત, બુદ્‌ધિ, રૂપનો વધુ સારો વેપાર કરી શકે એ દેખીતું છે. જેને માતૃભાષા સિવાયની બીજી ભાષામાં એ કામગીરી કરવામાં આવે તો એ કામગીરા એની ફાવટ ઓછી આવે એવું પણ બની શકે. કોઈપણ ભાષા સમાજમાં આ બનવાનું ભાષાની આવડત કેળવવી પડતી હોવાથી અને એના વપરાશનું પ્રભુત્વ બધાંનું એક સરખુ ન હોવાથી દેરક ભાષાક એક સરખો લાભ મેળવી શકે એ શક્ય નથી.

ખાસ કરીને સાહિત્ય, લેખન, શિક્ષણ જ નહીં પણ શાસનમાં પણ માન્ય મનાતી ભાષાના વપરાશનો આગ્રહ એટલા માટે રહે કે તેનાથી વપરાશની એકવાક્યતા જળવાય અને એ વાજબી તથા તાર્કિક પણ છે.

સમસ્યા ત્યારે ઊંભી થાય છે કે એ માન્યતાના માપદંડમાં ભેળસેળ થઈ હોય છે. એ માન્યતાના માપદંડોનો ઠેકો એક જ લાભ મેળવનાર સમુદાયના હાથમાં આવી ગયો હોય. બાકી કોઈપણ ભાષાના વપરાશમાં તો વપરાશકારો તેટલું વૈવિધ્ય જોવા મળવાનું.

વળી, જે અનેક સમુદાયો ગુજરાતી વાપરે છે તેઓ કાં તો ગુજરાતીની કોઈને કોઈ પ્રાદેશિક કે સમાજિક બોલીનો માતૃભાષા તરીકે ઉપયોગ કરે છે. અથવા કેટલાક સુમદાયોની તો માતૃભાષા જ ગુજરાતી નથી. આ સૌ ભાષાજ વપરાશકારો તેમનાં મુલ્યો, વિચારો, પોતીકી સંસ્કૃતિ,રિત-રિવાજો વગેરેની ગુજરાતી ભાષામાં લેખો રૂપે, નિબંધો રૂપે કે સાહિત્યિક કૃતિઓ રૂપે જરૂરથી સ્થાન આપી જ શકે. લેખન અને સાહિત્યમાં તો સ્વીકારાયું તે સફળ.

તો શાસનની વાત જુદી છે બાકી ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણમાં તો, આ સમુદાયો પોતાની માતૃભાષાના વપરાશ માટેની વ્યુહરચના ધડી જ શકે તો, જ એ બોલીઓ અને તેનો વપરાશ લાંબું જીવી શકે અને જે તે સમુદાયનાં બાળકોને હરિફાઈમાં ટકાવા માટેની સજ્જતા પ્રાપ્ત થાય. એ માટે તો જે તે સમુદાયે જ મથવું પડે બાકી પારકી આશા સદા નિરાશા.