Gujarati Bhashano Vaparash Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gujarati Bhashano Vaparash

દરેકને ગુજરાતી ભાષાનો

વપરાશ શીખવો હોય છે

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

દરેકને ગુજરાતી ભાષાનો વપરાશ શીખવો હોય છે

ઘણાંને ગુજરાતી શીખવું હોય છે. કેટલાંકની તો માતૃભાષા જ ગુજરાતી હોય છતાં ગુજરાતી શીખવું હોય છે. આ ઉપરથી કહી શકાય કે દરેકને ગુજરાતી ભાષાનો જુદા જુદા પ્રકારનો વપરાશ શીખવો હોય છે. ધારો કે બિન ગુજરાતીઓને ગુજરાતી શીખવું હોય તો, તેણે ગુજરાતી સાંભળીને સમજતાં, વાંચીને સમજતાં, સામી વ્યક્તિઓ સમજી શકે તેવું બોલતાં અને લખતાં ગુજરાતી શીખવું હોય છે. પણ જેની માતૃભાષા ગુજરાતી હોય તેને તો ગુજરાતી આવડતું હોય છે. તેને ગુજરાતી શીખવું હોય એટલે ગુજરાતી ભાષા વાંચતાં-લખતાં શીખવાની ઈચ્છા છે એમ સમજવાનું.

પણ, આમ છતાં ગુજરાતી જ નહીં કોઈ પણ ભાષા શીખવાનું કોઈને ય સહેલું લાગતું નથી. બિન ગુજરાતીને તેનાં ઉચ્ચારણો તેની ઉક્તિઓનો લય, તેનું વ્યાકરણ વગેરે બહુ અટપટું લાગે છે. તો ગુજરાતી જ જેની માતૃભાષા છે તેને ગુજરાતીની લખાણ વ્યવસ્થા ઘણી અટપટી લાગે છે. ક્યાંક હ્ય્સ્વ અને ક્યાં દીર્ઘ, ક્યાં ક્યો જોડાક્ષર અને કયાં વિરામચિન્હએ બધી બાબતો એટલી બધી અનિયમિત લાગે કે બે-પાંચ અઠવાડિયાં માથાકૂટ કરીને એ શીખવાનું જ છોડી દીધાનાં અસંખ્ય ઉદાહરણો છે.

આવાં ભાષા શીખવાથી ડરી ગયેલા ભાષકોને જો કહેવામાં આવે કે તમે ધારો છો એટલું ગુજરાતી સમજતાં- બોલતાં -લખતાં અથવા માત્ર વાંચતાં લખતાં અઘરૂં નથી તો, તેઓ માની શકશે નહીં. પણ માત્ર દોઢ એક મહિનામાં બિન ગુજરાતીઓ વપરાશ પુરતું ગુજરાતી લખતાં-વાંચતા થઈ ગયાંના અથવા જેમની માતૃભાષા જ ગુજરાતી હોય તેઓ તો, માત્ર ત્રણ દિવસમાં કાર્ય શિબિરમાં ખૂબ સરળતાથી વાંચતા -લખતાં થઈ ગયાંના અનેક કિસ્સાઓ છે તેમ કહેવામાં આવે તો આ કોઈ અતિશયોક્તિ નથી. અને કિસ્સાઓ કંઈ કાલ્પનિક કે અપવાદરૂપ પણ નથી.

એક મુખ્ય વાત છે શીખનારની ગરજ અને બીજી મુખ્ય વાત છે, શીખવનારની સજ્જતાની. ગુજરાતી વાંચતા-લખતાં આવડતું હોય તેવી કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને ગુજરાતી શીખવાડી શકે એવું માની લેવામાં આવે છે. આ માન્યતા સાવ ખોટી નથી પણ ભાષા શીખવવી એ ખાસ પ્રકારનું કૌશલ છે અને તે પણ શીખવું પડે એ સ્વીકારવી પડે તેવી હકીકત છે.

ભાષાવિજ્જ્ઞાનનો અભ્યાસ ભાષાની પ્રકૃતિને તેના સ્વરૂપને, તેની લાક્ષણિકતાઓને તેના અનેક ક્ષેત્રોમાં થતાં વિવિધ વપરાશને ઝીણવટથી સમજે છે. એ બધું કઈ રીતે આત્મસાત થાય છે અથવા અમુક તબક્કાઓમાં શીખાય છે તેનો ઝીણવટથી અભ્યાસ કરે છે. દરેક શીખનારની જુદી જુદી શીખવાની રીતે હોય છે. તેની જાણ હોવાથી તે મુજબની વ્યુહરચના અપનાવે છે અને શીખવાની આખી પ્રકિયાને વૈજ્જ્ઞાનિક, ઝડપી, સરળ અને આનંદદાયક બનાવે છે.

જગતની અનેક ભાષાઓ આજે આવી પૂર્ણ વૈજ્જ્ઞાનિકતાથી શીખવવામાં આવે છે. કેટલાક દાયકાઓથી ગુજરાતી ભાષા પણ આવી વૈજ્જ્ઞાનિક પદ્ધતિથી શીખવવામાં આવે છે.

ગુજરાતના એક મૂર્ધન્ય ભાષા વિજ્જ્ઞાની ડો. પ્રબોધ પંડિત ઈ.સ. ૧૯૬૫માં ડેક્કન કોલેજના વિનિયોગી ભાષા વિજ્જ્ઞાન વિભાગના વડા થયા અને તેમણે ભાષાવિજ્જ્ઞાનના અભ્યાસનો વૈજ્જ્ઞનિક રીત વિનિયોગ (ઉપયોગ) કરીને ગુજરાતી કેટલું અસરકારક રીતે છતાં આનંદદાયક રીતે શીખવી શકાય તેના પ્રયોગ કર્યા, અભ્યાસક્રમ તૈયાર કર્યો, સામ્રગી પણ તૈયાર કરી અને કેટલાક બિનગુજરાતીઓને ગુજરાતી શીખવ્યું તેમના સહાયકો તરીકે કામ કરનાર લોકોએ જુદી જુદી જગ્યાએ કામગીરી આગળ વધારી.

ગુજરાત યુનિવર્સ્િાટીના ભાષાવિજ્જ્ઞાન વિભાગે અમેરિકન ઈન્સ્ટિટ્‌યૂટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે એંસીના દાયકાથી એ કામગીરી આગશ ધપાવી છે. આ ઉપરાંત આ સંસ્થા હવે ભારતભરમાં ગુજરાતી ઉપરાંત હિન્દી,બંગાળી, મરાઠી, ઉર્દૂ જેવી પંદર ભાષાના વર્ગો દર વેકશનમાં યોજે છે. માત્ર દોઢ-બે મહિનાના સંપૂર્ણ સમયના અભ્યાસક્રમોની મદદથી અનેક અમેરિકન વિદ્યાર્થીઓ ગુજરાતી શીખ્યાં શીખનારાઓની જરૂરને અને શીખવાની રીતને ધ્યાનમાં લઈને દર વખતે સામગ્રીમાં ફેરફાર કરવામાં આવ્યા. એ ફેરફારની પ્રકિયા આજે પણ ચાલુ છે.

ગુજરાતી જાણનારાં પણ ગુજરાતીઓ અસરકારક અને પ્રભાવક ઉપયોગ કરી શકે એ માટેના અભ્યાસ અને સામગ્રી પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં છેલ્લાં બે વર્ષથી એકવીસ દિવસના (રોજ સાંજે દોઢ કલાક) એવાં ‘માતૃભાષા કૌશલ’ના અભ્યાસક્રમો ચાલે છે. એ માટે એ સંસ્થા ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર’ પણ ચલાવે છે અને સારી રીતે સજ્જ એવાં શીખનારાં અભ્યાસક્રમોમાં ગુજરાતી શીખવે છે. પત્રકારો, શિક્ષકો, વ્યાવસાયિકો વગેરે ઉપરાંત વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ પણ તેનો લાભ લે છે.

ઈચ્છાવામાં આવે તો, આ અભ્યાસક્રમોને જરૂર મુજબ પૂર્ણસમયના બનાવીને ટૂંકા ગાળાના પણ બનાવી શકાય. આગળ નોંધ્યું તેમ જેમની માતૃભાષા ગુજરાતી હોય પણ ગુજરાતી વાંચતા લખતાં ન આવડતું હોય (ખાસ કરીને બિન નિવાસી ગુજરાતીઓ) તેમને માટે માત્ર ત્રણ દિવસના પૂર્ણસમયના કાર્યશિબિરમાં વાંચતાં લખતાં શીખવાનું સાવ સરળ છે. મન હોય તો માળવે જવાય