સાજીશ - 7 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

સાજીશ - 7

સાજીશ (ભાગ-૭)

અત્યાર સુધી .....

(સ્નેહા અમદાવાદ થી રાજકોટ માં વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે, પણ સ્નેહા ખૂબ જ ઉદાસ રહેતી હોય છે, અવારનવાર જૂની યાદો માં ખોવાયેલી રહેતી હોય છે. અમદાવાદ માં કોલેજ માં એની મુલાકાત મૌલિક નામ ના એક છોકરા સાથે થાય છે, જે પોતે પણ કોલેજ માં નવો આવેલો હોય છે. મૌલિક સાથે ની મુલાકાત પછી સ્નેહા મૌલિક તરફ આકર્ષાય છે. મૌલિક ને એક વેન માં કોઈ લોકો પોતાની સાથે લઇ જાય છે ત્યાં એક બોસ હોય છે જે મૌલિક ને એની સાથે કામ કરવાની ઓફર કરે છે. મૌલિક એ ઓફર સ્વીકારી કોલેજ છોડીને જતો રહે છે. આથી સ્નેહા અમદાવાદ થી રાજકોટ આવી જાય છે. થોડા સમય માં સ્નેહા બધું ભૂલી ને ખુશ રહેવા લાગે છે, અને પછી સ્નેહાની મુલાકાત આદર્શથી થાય છે આદર્શ સ્નેહાને ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે બીજી વખત બંને મોલ માં મળે છે, બંને ની દોસ્તી થાય છે, બંને સન્ડે ના દિવસે સાથે બહાર ફરવા જાય છે.)

હવે આગળ.......

સ્નેહા અને આદર્શ મોલ થી બાઈક માં કાલાવાડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર જાય છે. ત્યાં દર્શન કરી ને થોડી વાર બેસે છે સન્ડે હોવાથી બહુ ભીડ રહેતી હોય છે. ત્યાંથી બંને રેસકોર્સ ગાર્ડન જાય છે, ત્યાં ફેમસ પાણીપુરી ખાય છે અને બાજુ માં જ આવેલા ફન વર્લ્ડ માં જાય છે ત્યાં થી બંને યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવના મંદિરે જાય છે. આદર્શ અહી અવારનવાર આવતો હોય છે. મંદિરમાં બંને સાથે ઉભા રહી ને પ્રાર્થના કરે છે. મંદિરમાં દર્શન કરતાં જાણે ભગવાન શિવ ખૂદ બંનેને એકબીજાના બનવા ના આશીર્વાદ આપતા હોય એવો બંને ને આભાસ થાય છે. મંદિરની બહાર નીકળતા જ વરસાદ ધીરે ધીરે શરૂ થાય છે જાણે આશીર્વાદ આજે જ સાચા પડવાના હતા.

બંને જાણ ત્યા થી આજીડેમ તરફ જાય છે. આજીડેમ પાસે એક મોટો એન્ટ્રી ગેટ છે.ત્યાં થી અંદર જતા ડાબી બાજુ ગાર્ડનની શરૂઆત થાય છે. ગાર્ડન માં ઘણી બધી સ્લાઇડો છે જેમાં બાળકો રમી ને એન્જોય કરે છે. અને વાલીઓ ગાર્ડન ની લોન માં બેસી શકે છે. સન્ડે ના લીધે ત્યાં બહુ જ ભીડ હોય છે. ત્યાં થી આગળ વધતા ડાબી તરફ દૂરદર્શન નું કેન્દ્ર આવેલું છે. ત્યાં થી આગળ વધતા રસ્તા ની બંને તરફ પ્રાણીસંગ્રાલય શરૂ થાય છે જેમાં હરણ, સાબર ખુલ્લી જગ્યા માં ચરતા જોવા મળે છે. આદર્શ અને સ્નેહા ત્યાં પહોચે છે ત્યાં વરસાદ ની સ્પીડ થોડી વધી એવું લાગે છે. થોડે આગળ ઉંચાઈ તરફ જતા આદર્શ સ્નેહા ને સિહ અને વાઘ ના પાંજરા પાસે લઇ જાય છે. ત્યાં નાના બાળસિહ પણ રમતા જોવા મળે છે. ત્યાં થી જમણી બાજુ જતા એક પાણી ભરેલા હોજ માં મગર જોવા માળે છે. અને ડાબી બાજુ જતા રીંછ અને ચિત્તા ને જોઈ શકાય છે. રીંછ ના પાંજરા થી આગળ વધતા ટેકરી ઉપર સુંદર માછલી ઘર આવેલું છે ત્યાં અલગઅલગ પ્રજાતિ ની માછલીઓ જોઈ સ્નેહા અને આદર્શ ડેમ તરફ આગળ વધે છે.

આજી નામની નદી પર આ વિશાળ ડેમ બનાવેલો હોવા થી એનું નામ આજી ડેમ પડ્યું. આદર્શ સ્નેહા ને પૂરી ડીટેલ માં માહિતી આપતો હતો. ચોમાસાની સીઝનમાં તો અહી બહુ જ ભીડ રહેતી. સ્નેહા અને આદર્શ ડેમની દીવાલ પર ચાલતા ચાલતા બિલકુલ વચોવચ પહોચી ગયા હતા. વરસાદ હવે એની ગતિ પકડવા માંડ્યો હતો, આદર્શે સ્નેહા ને પાછા જવા માટે પૂછ્યું પણ સ્નેહા વરસાદી મોસમ માં ખૂબ જ રોમાંચિત થઇ ગઈ હતી. અને આવી કુદરતી જગ્યા પર થી વરસાદ ની મજા લીધા વગર સ્નેહા જવા નહોતી ઇચ્છતી.

ચોમાસું સારું હોવાથી આજી નદી માં પાણી પણ બહુ જ જમા થયું હતું. આથી આજીડેમ ના દરવાજા પણ ખોલવામાં આવેલા હતા. ડેમ નું પાણી ઉપર થી પડતા જોવાની મજા જ કઈ અલગ હતી. જાણે કોઈ ધોધ પડી રહ્યો હોય. કેટલાક એની મજા લેવા તો છેક ધોધ નું પાણી જ્યાં નીચે પડે છે ત્યાં પહોચી ગયા હતા. જેમાં પ્રેમી પંખીડાઓ ની સંખ્યા વધારે લગતી હતી. પણ આદર્શ અને સ્નેહા ડેમ ની ઉપર થી આ નજરો જોતા હતા. ડેમ પરથી એક તરફ વિશાળ આજી નદી અને બીજી તરફ એકદમ વિશાળ જગ્યામાં ફેલાયેલું લીલુંછમ ગાર્ડન. અને એમાં પણ ફૂલ વરસાદ. આવા દ્રશ્ય એ આદર્શ અને સ્નેહા બંને ને રોમાંચિત કરે છે. અને એમાં પણ સ્નેહા જેવી ખૂબસુરત છોકરી સાથે હોય અને વરસાદ માં તમે એનીસાથે પલળેલા હોવ તો કોઈ ને પણ પોતાના પર કાબુ રાખવો મુશ્કેલ બની જાય છે.

બંને ના મન એકબીજા ની નજીક આવવા માટે તરસતા હતા, ત્યાં સ્નેહા આદર્શ ના હાથ પર હાથ મુકે છે. અને બંને ના શર્રીર માં એક કંપારી પસાર થઇ જાય છે. અને ત્યાજ એક જોરદાર વીજળી ચમકે છે અને એના અવાજ થી સ્નેહા ડરી ને ચીસ પાડી બાજુ માં ઉભેલા આદર્શ ને બાથ ભરી લે છે. બે જવાન દિલ નું ધડકવા નું શરૂ થઇ જાય છે. અને સમય જાણે ત્યાં જ ઉભો રહી જાય છે. આદર્શ અને સ્નેહા ભાવનાઓ માં વહેવા લાગે છે. આદર્શ પણ સ્નેહા ને બંને હાથ થી પોતાની બાહોમાં જકડી લે છે. બંને યુવાન હૈયાઓ માટે આ અહેસાસ સાવ નવો જ હતો, બંને એકબીજા ના શ્વાસ ને મહેસૂસ કરી શકતા હતા. થોડી વાર પછી આદર્શ પોતાની બાહો ની પકડ ઢીલી કરે છે અને અને એક હાથ થી સ્નેહા ના ચહેરા ને પોતાની તરફ કરે છે. બંને એકબીજાની આંખો માં જોયે છે. આદર્શ સ્નેહા તરફ નમે છે અને સ્નેહા ની આંખો બંધ થાય છે, અને આદર્શ પોતાના હોઠ સ્નેહા ના હોંઠ પર મુકે છે. સ્નેહા ના મુલાયમ હોંઠ ની ગરમી થી બંને ના શરીર માં ફરી એક વાર કંપારી પસાર થઇ જાય છે. આદર્શ ચુંબન થોડું ગાઢ કરે છે,અને અને ફરી બને એકબીજા ની બહો માં જકડાઈ જાય છે. અને આદર્શ સ્નેહા ને પોતાના પ્રેમ નો એકરાર કરે છે.

“સ્નેહા આઈ લવ યુ...”

“આઈ લવ યુ ટૂ આદર્શ...”

બંને માટે આ જીવન નો યાદગાર સમય હતો. જાણે બંને ને સ્વર્ગ ની પ્રાપ્તિ થઇ હોય એવી અનુભૂતિ થતી હતી. બંને ખૂબ જ ખુશ હોય છે. બંને એકબીજાના હાથ માં હાથ પકડીને કલાક સુધી ડેમ ની પાળી પર બેસીને વાતો કરે છે. અને પછી વરસાદ બંધ થતા બંને ચાલતા ચાલતા મેઈન ગેટ પાસે આવે છે, ત્યાં થી પાછા મોલના પાર્કિંગ પાસે આવે છે, અને ત્યાં થી સાથે ઘર તરફ જવા નીકળે છે. બંને ખૂબ જ ખુશ લાગતા હોય છે.

********************************************

હવે તો બંને દરેક સન્ડે ના બારે ફરવા જવા લાગ્યા હતા, અને એકબીજા સાથે સમય વિતાવવા થી એકમેક ને વધુ સારી રીતે ઓળખવા અને સમજવા લાગ્યા હતા. આખરે બે મહિના પછી એક દિવસ આદર્શ સ્નેહા વિશે એના ઘરે એના માતાપિતા ને વાત કરે છે. આમ તો આદર્શ એકનોએક દીકરો હોવાથી ના પડાવાનો તો સવાલ જ નતો અને આદર્શ ની પસંદ પર વિશ્વાસ હોવાનો જ, પણ આદર્શની સાથે સાથે એના માતાપિતા ને પણ સ્નેહા પસંદ હતી, આથી એક દિવસ આદર્શ ના પિતા શ્રીકાંત મિશ્રા આદર્શ અને સ્નેહા ના સબંધ ની વાત કરવા સ્નેહા ના પપ્પા પાસે આવે છે. સ્નેહા ના પપ્પા પણ મોટા ઘરે થી સબંધ નો પ્રસ્તાવ આવા થી ખુશ થાય છે. પણ એમને વિચારવાનો સમય જોતો હોય છે. આથી આવતી કાલે જવાબ આપવાનું કહે છે.

ક્રમશ............

શું સ્નેહા ના પપ્પા લગ્ન માટે હા કહેશે.? શું સ્નેહા નો ભૂતકાળ ક્યારેય સ્નેહા જીવન માં પાછો આવશે ? જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો..........

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com