Akkal To Matrubhashama Ja books and stories free download online pdf in Gujarati

Akkal To Matrubhashama Ja

અક્કલ તો

માતૃભાષામાં જ

સહજ રીતે ચાલે

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અક્કલ તો માતૃભાષામાં જ સહજ રીતે ચાલે

પ્રાથમિક શાળાનું શિક્ષણ માતૃભાષામાં મેળવનાર વ્યક્તિઓ સામાન્ય રીતે માતૃભાષા ઉપર એટલું પ્રભુત્વ મેળવી લે છે કે પછી એના ઔપચારિક શિક્ષણ વિના પણ એ બોલચાલમાંથી, પુસ્તકો વાંચીને પોતાની માતૃભાષાને સતત સમૃદ્ધ કરી શકે છે. માનવામાં આવે છે કે, આ કક્ષા સુધીમાં વ્યક્તિમાં એટલી પક્વતા આવી જાય છે કે, તે અનુભવોને અન્યોન્યની સાથે સાંકળી શકે છે. સરખા અનુભવોને અન્યોન્યની સાથે સાંકળી શકે છે, સરખા અનુભવોમાં જે સામાન્યપણું હોય તેને તારવી શકે છે, એ તારવેલા સામાન્યપણાને આધારે કેટલાક વ્યવહારૂ નિયમો અને તેના અપવાદો તારવી શકે છે અને તેને આધારે પોતાના જીવનના માર્ગદર્‌શક સિદ્ધાંતોને સહજ રીતે આત્મસાત કરી શકે છે.

એક સાદું ઉદાહરણ લઈએ. બાર-તેર વરસની ઉંમર સુધીમાં એટલે કે ભણવાનું શરૂ કર્યાનાં આઠેક વરસ સુધીમાં એ એવી પચીસ-પચાસ વાર્તાઓ સાંભળે કે વાંચે છે કે, જેમાં ખરાબ રીતે વર્તનારાં પાત્રો અંતે પોતે જ હેરાન થાય છે, દુઃખી થા છે તો આ સામાન્યપણા ઉપરથી એને કોઈએ કહ્યા વિના જ એ તારવે છે કે, ખરાબ રીતે વર્તનારાં અંતે દુઃખી થાય છે. કોઈએ કહ્યા વિના જ એ એવી સમજને દૃઢ કરતી જાય છે કે, ખરાબ રીતે વર્તવું વ્યક્તિના પોતાના જ હિતમાં નથી.

કોઈને પ્રશ્ન થઈ શકે કે, અન્ય ભાષમાં ભણનારાં અને અન્ય ભાષામાં આવી જ વાર્તાઓ સાંભળનારાં આવો માર્ગદર્‌શક સિદ્ધાંત એક સમજ રૂપે શા માટે દૃઢ શા માટે દૃઢ કરી શકે નહીં? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે. પહેલું તો બીજી ભાષામાં રજૂ થનારી વાર્તાઓનું સામાજિક વાતાવરણ એને માટે અજાણ્‌યું હોય છે બીજા ભાષા પોતે અજાણી હોય છે અને એ દ્વારાએ અનુભવને નહીં પણ માત્ર માહિતીને અથવા વિગતોને સમજવાની કોશિષ હોય છે. આ કારણે એને વાર્તાઓ કે કવિતા દ્વારાએ અનુભવને નહીં પણ માહિતી મળતી હોય છે. તેથી એને એ પોતાના અનુભવો સાથે સાંકળી શકતી નથી ચકાસી શકતની નથી, એના કાર્ય-કારણના સંબધોને સમજી શકતી નથી.

આ વાતની ખાતરી માતૃભાષાના માધ્યમમાં ભણતા અને માધ્યમ તરીકે અન્ય ભાષામાં ભણતાં બાળકોના લેખનને સરખાવવાથી થશે. અંગ્રેજી માધ્યમમાં ભણતી વ્યક્તિઓ પુછેયેલા પ્રશ્નનો જવાબ એક પણ શબ્દકે વાક્યના ફેર વિના એક સરખો આપશે. જ્યારે માતૃભાષાના માધ્યમમાં ભણતી વ્યક્તિઓ શિક્ષકે ખૂબ ગોખાવડાવ્યા છતાં પોતાના ઉત્તરમાં શબ્દોનો ક્રમ જ આડઆવળો નહીં કરે, ધણીવાર શબ્દો પણ જુદા વાપરશે. આનો અર્થ એ થયો કે, માતૃભાષાના માધ્યમાં ભણતા બાળકે તેનેજે શીખવવામાં આવ્યું છે તેનું માત્ર અર્થગ્રહણ જ નહીં અર્થઘટન પણ કર્યું છે. ખાસ કરીને જ્યારે સંક્ષેપીકરણ અને સારાંશ લેખન કરવાનું કહેવામાં આવે

ત્યારે આ તફાવત બહુ સ્પષ્ટ થઈ જાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો પોતાના લખાણમાં પણ મૂળ પરિચ્છેદમાં વપરાયેલા શબ્દો જ નહીં, વાક્ય રચનાઓ સુદ્ધાં અકબંધ રાખશે-માત્ર વધારાના શબ્દો પદો હટાવી દેશે. જ્યારે માતૃભાષામં ભણતાં બાળકોના સાર લેખનમાં શબ્દો જ નહીં રચનાઓ પણ બદલાયેલી જોવા મળશે. આ જ કારણે માતૃભાષાની સાહિત્ય કૃતિઓના આસ્વાદ સમયે અર્થધટનો વધુ થઈ થઈ શકતાં હોઈ તેના આસ્વાદમાં વૈવિધ્ય, વિસ્તાર અને ઊંંડાણ વધુ હોય છે. જ્યારે પર ભાષાની સાહિત્યકૃતિમાં અર્થઘટનોની સીમાઓ સીમિત થઈ જવાની તેમાં મૌલિકતા,વૈવિધ્ય ઊંંડાણ નહીંત્વ હોય છે.

આગળ જતાં આ અર્થ ગ્રહણ- અર્થઘટનની પ્રક્રિયા પરભાષાને કારણે ઘડાતી, કેળવાતી નથી તેથી સ્વતંત્ર રીતે વિચારવાનું અત્યંત મુશ્કેલ બનતું જાય છે. પોતે જેટલું વાંચ્યું, યાદ રાખ્યું હોય તેટલાનું જ પુનઃ લેખન કરવાનું વધુને વધુ બનતું જાય છે. આથી અભિવ્યક્તિમાં પોતાનાપણું, મોલિકતા ક્યાંય આવતી નથી તો, સર્જકતા તો આવે જ ક્યાંથી? એટલે અંતે આખો જીવનનો અભિગમ અનુકરણયુક્ત, નકલખોર થઈ જાય છે.

માતૃભાષા ઉપર પકડ ધરાવતી વ્યક્તિઓ વિચારને જુદી જુદી તેમનાં અર્થ ધટનો કરવાનો પ્રયત્ન કરી શકે છે તે વિચારોના મેળવણી-ગોઠવણી, સરખામણીઓ વગેરે કરીને તર્કપૂર્‌ણ, પ્રસ્તૃત, મુદ્દાલય શું તે સમજી શકે છે. તે વિશે સ્વતંત્ર રીતે વિવેકપૂર્ણ તારણો પર આવી શકે છે. લખાણમાં નવા નવા પ્રયોગ કરી શકે છે. આ કારણે તેની વિચારશક્તિ, વિવેકશક્તિ અને સર્જનશક્તિ ઘડાય છે, કેળવાય છે. આજ કારણે માતૃભાષાના નવા વિચારો, નવાં

સંવેગનો, નવી કલ્પનાઓ, નવા સંશોધનો રજૂ કરવાનાં સરળ અને અસકારક હોય છે કવિવર રવીન્દ્રનાથની “ગીતાંજલિ” મૂળ એમની માતૃભાષા બંગાળીમાં લખાયેલી એટલું જ નહીં આઈન્સ્ટાઈનની જગજાહેર વૈજ્જ્ઞાનિક “થિયરી” એણે એની માતૃભાષા હિબ્રૂંમાં પહેલા લખેલી પછી તેનો અનુવાદ અંગ્રેજીમાં થયો.

તમે જ જરા ઝીણવટથી વિચારજો, થોડા અધરા વિચારને, ઊંંડો સંવેદનને કે તીવ્ર લાગણીને સીધી પરભાષામાં રજૂ કરવાનું તેમને કેટલું ફાવે છે? ઈચ્છો કે ન ઈચ્છો પહેલાં બધું માતૃભાષામાં ગોઠવાય છે ને? પછી એનો ઝડપથી અથવા યાંત્રિક ઝડપે આપોઆપ પરભાષામાં અનુવાદ થવા માંડે છે ને?

એટલે તો કહ્યું છે કે પરભાષામાં નકલ થઈ શકે પણ અક્કલ તો માતૃભાષામાં જ સહજ રીતે ચાલે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED