તિમિર મધ્ય તેજ કિરણ - 15 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તિમિર મધ્ય તેજ કિરણ - 15

બારણે ટકોરો મારવા જ જતી હતી અને પોતાની હથેળીમાં મહેંદીનો ઘટ્ટ થતો રંગ જોઇને પ્રણાલીને અનિ સાથેની મધુર સાંજ યાદ આવી . "પ્રની મારી જીંદગીનું સૌથી મોટુ સપનુ છે તારા મહેદીવાળા હાથે મારું મોઢું મીઠું કરાવે."

એટલે જ તો મહેંદી મૂકી હતી હાથોમાં..અને . ફરેરોની સ્વીટ ચોકલેટનું બોક્સ લીધું હતું. જે એકટીવાની ડેકીમાં ભૂલી ગઇ હતી. આજે તો અનિડાને સાકરીયો કરી દઇશ. બહુ દૂર ભાગવાનાં અભરખાં છે ને.. આજે એની પ્રનીને દુલ્હન જેવી જોઇને એ કયાંય એક દી પણ નહી જઇ શકે..અને તે પાછી વળી..મગજમાં શરણાઇનાં સૂર છેડાઇ ગયા હતાં અને એના સ્વરોએ જુગલબંધી કરી..

મોહે રંગ દો લાલ, નંદ કે લાલ..છેડો ના છેડો ના મૂજે નંદ કે લાલ..
દેખું મે દેખું તૂજે હોકે નિહાલ..છેડો ના બસ મૂજે રંગ દો લાલ...
કલરવ કરતી કોયલ પોતાનાં પિયૂનાં માળા તરફ આગળ વધી..મનમાં અનેક ઉથલપાથલ હતી..

અપાર્ટમેન્ટના બારણા તરફ આગળ વધતાં પ્રની વિચારી રહી .મનોમન જ અનિ સાથે વાત કરતી રહી . લખનૌમાં સેલ ફોનનાં રિશેપ્સનનાં ધાંધીયા હતાં તો અનિ તું એટલો ડોબો તો છે નહી કે બીજા સર્વિસ પ્રોવાઇડરનું સીમ લઇને વાત ના કરે, અરે તું કોઇનો પણ ફોન લઇને મને મિસકોલ કરી દેતો .હું ચોવિસ કલાક ફોન છાતી સરસો રાખતી હતી..અને લેંડલાઇનમાં કયા ટાવરની તકલીફ હતી ?..હું તારા અને અશુ માટે શક નથી કરતી પણ તું અશ્ફાકને મળે પછી મને સાવ વિસરી જ જાય છે...અને જયારે પણ ફરિયાદ કરું..હસીને મને જકડી લે છે અને કપાળે ચૂમ્મી આપીને પટાવી લેશે.."
પ્રની આ નવાબ તારી શોકય બની જતી તો..?" અનિની મજાક સામે પ્રની મીઠો ગુસ્સો કરતી .

" બંધ કરને તારી બકવાસ અનિ, મને તારી મસ્તી સહેજ પણ પસંદ નથી, આઇ કેન્ટ શેર યૂ યાર".. પણ આજે તો જેવો એ એસયૂસવલ હસતો જઇને હાથ ફેલાવીને ઉભો થઇ જશે..હું પાસે જ નહી આવવા દઉં..થોડીક વાર બોલીશ જ નહી એટલે પ્રની પ્રની કરતો આવશે.સોરી બાબા..આ છેલ્લી ભૂલ માફ કરી દે" પછી જેવો પાસે આવશે હું છાતીમાં મૂકકા મારતી જઇને એની બાંહોમાં સમાઇ જઇશ.. તરૂણી જે રીતે વિચારોમાં મગ્ન પોતાની ધૂનમાં ચાલતી હોય છે..એકલા એકલા હસતી..,એ રીતે પ્રની રૂમ પાસે પહોંચી..મનમાં થોડીવાર માટે અબોલા રાખવાનો મક્કમ નિર્ધાર સાથે દરવાજો નોક કર્યો. એક, બે ,ત્રણ નોકસ ...!!

એણે થોડો ગુસ્સામાં હાથ પછાડ્યો અને દરવાજો અંદર તરફ ખૂલી ગયો . કંઇક રંગે હાથ પકડવાના ઉમળકામાં એક ધ્રાસકા સાથે ફાળ પડી. અને સાથે સાથે એક હાશકારી હવાની પોટલી પણ શ્વાસનળી નીચે ઉતરી કે " અનિ મારી કેટલી રાહ જોતો હશે, એટલે દરવાજો ખૂલ્લો રાખ્યો હશે.અને હમણાં એ ઇડીયટ બેસૂરા ઘાંટા પાડશે..

" સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે.."..

પ્રનીનાં ધબકારા દરેક કદમ સાથે મલ્ટીપ્લાય થતા હતાં. અને કેમ ના થાય, એના મનનો માણીગર હતો અનિ . તોફાની કાનૂડો કયાંક છુપાયેલો હશે અને નાના બાળકો જેવા તોફાન કરતો અચાનક સામે આવશે..એજ ડરાવશે અને પાછો એજ બાહોમાં જકડી લેશે અને કહેશે "અનિકી બાંહોમે આપ મહેફૂજ હો હુજુર,ઐસે ઙરા ના કીજીયે.." હમણા અચાનક કયાંકથી નીકળી કાનમાં જોરથી બરાડશે અથવા પાછળથી આવીને એનાં હાથથી મારી આંખો બંધ કરી દેશે. એકસાથે આવા અનેક વિચારોનું મલ્ટી ટાસ્ક કરતી આજુબાજુ નજર નાંખતી અને કાનને સાવધાનીનાં મોડ ઉપર મૂકી એણે છ સાત પગલા ભર્યા હશે અને ચિરશાંત રૂમમાં એક ભેંકાર ચીસ ગુંજી ઉઠી.

અનનનનનનનીઈઈઈઈઈઈઈઈઇઇઇ.......

મોઢામાં ફીણ આવેલા, એક પગ નીચે અને એક પગ સોફા ઉપર, અનિના લાંબા હાથ પૈકીનો એક ફર્સને અડતો ફેંકાયેલો હતો અને એક હાથ કમર નીચે દબાયેલો હતો. પાણીમાંથી કાઢી લીધેલી માછલી જે રીતે આળીયો ફાડીને શ્વાસ લેવા મથે એ રીતે ધમણની માફક અનિ નું પેટ ઉછળતું હતું.

"અનિ, જો હું આવી ગઇ છું,..

અનિ .. આંખો ખોલ...યાર ..

અનિ ..મારી સામે જોને પ્લીઝ

અનિ ..જાન ..મને ડર લાગે છે...

તારી બાંહોમાં લે અનિ...હું તારાથી કદી નહી રીસાઉં..અનિ..મારી જાન ..
અનિ..મને માફ કરીદે.પ્લીઝ કંઇ બોલ અનિ..આંખો ખોલ અનિ ..હું તારી સાથે રહીશ.તારી દરેક વાત માનીશ.પ્લીઝ મારી સાથે વાત કર અનીઈઈઈઈઈ...."
પ્રનીનાં અફાટ આક્રંદને સમાવવા માટે રૂમની દિવાલો નાની પડી રહી હતી . પ્રનીની અશ્રૂ ગ્રંથીઓ બેકાબુ બની ચૂકી હતી હ્લદયનાં છલકાયેલા ડેમમાંથી લાગણીઓ પાણીદાર આંખો અને ઘાટીલા નાક વાટે બેઇખ્તિયાર બનીને પૂરમાં ગાંડીતૂર બનેલી નદી જેમ વહી રહી હતી . સોફા ની પાસે જ ફસડાઇ પડેલી પ્રની અનિનાં ગાલ પર ટપલીઓ મારતી ..હાથ વડે અનિ નું મોઢું હલાવતી, અનિ ની ચોડી છાતી પર ટપારતી, અનિનો હાથ પોતાનાં હાથમાં લઇને પોતાનાં માથા પર મૂકી, પોતાના ગાલ પર ફેરવતી..રડતા જઇને એક જ આજીજી કરતી હતી .

." અનિ તારી પ્રની તારી પાસે આવી ગઇ છે. આંખો ખોલ જાન, મારી સાથે વાત કર...અનીઇઇઇઇઇ.... પોતાના દુપટ્ટા વડે અનિનાં મોઢા પરની ફીણ અને કફ જેવુ મ્યૂકસ સાફ કર્યુ.

"એની લોહીની ઉલટીઓ સાફ કરવી પડશે . તું એને પથારીવશ જોઇ શકીશ ? એની સતત ખડે પગે ચાકરી કરવી પડશે . અનિ જોડેની જીંદગી તું માને છે એટલી આસાન નથી બેટા. છતા પતિએ તને એને તારા શરી રથી દૂર રાખવો પડશે. અને તારી ભાવિ પેઢી...? ઓ બેટા.. પ્રેમ અને વાસ્તવિકતાનો ભેદ સમજ"

છેલ્લા કેટલાયે દિવસથી ચારે પહોર મમની એક સરખી વાગતી કેસેટ યાદ આવી ગઇ . અને દરેક વખતે પ્રનીનો દ્રઢ જવાબ રહેતો." મમ, તારી વાત માની ને મે? અનિથી દૂર રહેવા કોશિષ કરીને? પણ અનિને મારાથી દૂર કરવાની તુ જેટલી કોશિષ કરતી ગઇ એટલો જ તું અનિ ને મારી નજદીક કરતી ગઇ. હું શું કરું મમ, મારા રોમરોમમાં અનિ સમાઇ ગયો છે. એના વગર હું એક અબજમાંથી આગળનો એકડો કાઢી નાંખ્યા પછી જે વધે એવી થઇ જઇશ. તું આ વાતને મારી નાદાની સમજ, હઠ સમજ કે તારો અનાદર સમજ પણ અનિ મારો પ્રખર પ્રેમ છે. હું એની ઉલટીતો શું એનું મળમૂત્ર પણ સાફ કરીશ. હું મારા અનિનો સાથ કદી નહી છોડું . પ્લીજ મમ મને અનિથી દૂર કરવાના વિચારો છોડી દે "

આંખોમાં પાણીને લીધે અનિનો ચહેરો ધૂંધળો દેખાતો હતો.
અનીઇઇઇ ઉઠ..ચિટિંગ ના કર, રિસાઇ જવાનો વારો મારો હતો ને તું રીસાઇને બેઠો છે . પ્લીઝ આંખો ખોલ અની..તું તો કહેતો હતો ને ઓલવેઝ કે "પ્રની જીંદગીમાં ગમે તેવી ટસલ થશે આપણે દશ મિનિટમાં પેચ અપ કરી લઇશું.તારો જ કોલ હતો ને. પ્લીઝ વાત કરને મારી સાથે" પ્રનીનું એકધારુ ડૂસકાભર્યું આક્રંદ કોઇ જડને પણ રડાવી દેવા મજબૂર કરી દે એવું હતું . અનિનું મોઢું એક હાથે સાફ કરતા જઇને બીજા હાથે નાના બચ્ચાને કપાળ ઉપર હાથ ફેરવતી હોય એ રીતે હાથ ફેરવવા લાગી.અને અચાનક ભીનું કપાળ અને આટલો બધો પરસેવો જોઇને એને કંઇક યાદ આવ્યું . અને તરત પ્રેમિકામાંથી મેડિકલ ફ્રેટરનિટિ બની ગઇ . આખર એ શહેરનાં ખ્યાતનામ ડોકટરની બેટી હતી . ડે ટૂ ડે ઇમરજન્સી વિષે વગર શીખ્યે ડેડનાં ફોનકોલ સાંભળીને ઘણું શીખી ગઇ હતી . આવો બનાવ તો રોજ એકાદ વાર બનતો જ. ડો . સરૈયા કહેતા "
શરીર ઠંડુ પડતું હોય અને સખત પરસેવો છુટતો હોય તો એ હાઇપોગ્લાયસેમીયા કહેવાય. તરત એને ગ્લૂકોઝ આપો અને જો ન મળે તો ખાંડ આપો..સૂગર વધે એનો વાંધો નહી પણ ઘટે કે તરત કંટ્રોલ કરવું જ પડે નહિતર પેશન્ટ શોકમાં જતું રહે, અનકોન્સિયસ થઇ જાય અને બ્રેઇન ડેડની સંભાવના વધી જાય" વાત યાદ આવતાં જ એ મોરસ લેવા દોડી. કોણ જાણે કેમ પણ મન પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર નો'તું .મન કહી રહ્યું હતું , સાલો હમણા મોરસ સાથે મારી આંગળીઓ પર પણ બચકુ ભરશે અને કહેશે .."ડાર્લિંગ મોરસ કરતા તો તારી આંગળીઓ વધૂ મીઠી છે. એજ ચુસાડી દેતી ".મુઠ્ઠી ભરીને મોરસ લાવી પણ મોઢામાં મોરસ નાંખવા ગઇ અને એક વ્રજઘાત થયો .. "અનિ ને તો હોંશ જ કયાં છે કે મીઠું મોઢું કરવાનો...?"
મુઠ્ઠીમાંથી મોરસ જિંદગીની માફક સરકી રહી હતી .
બ્રેઈન ડેડ ...!!!

ડેડની વાત પરથી એને તારણહાર સમા ડેડ યાદ આવ્યા ,એની આંગળીઓ સરૈયાને સ્પિડ ડાયલ કરી ચૂકી હતી .આવા સમયે ગમે તેવા નાસ્તિકને પણ ઇશ્વરમાં માનવુ જ પડે એવી હિમ્મત ઇશ્વર આપતો હોય છે . પછી એ પાંચ વર્ષનું બાળક કેમ ના હોય. એની માઁ મરતી હોય અને એ એકલો હોય તો ગમે ત્યાંથી પાણી લાવીને એની માઁ નાં મોઢામાં નાંખશે જ . પ્રણાલીમાં પણ જાણે કે આવી જ ઇશ્વરીય શકિતનો સંચાર થયો . "હેલ્લો ડેડ, આઇ જસ્ટ કેમ ટૂ અનિ'સ હાઉસ. આઇ ફાઉંડ હીમ ફેઇન્ટેડ.""
વોટ? વોટ યૂ સેઇડ બેટા?" પ્રનીની સ્વસ્થતા જોઇને સરૈયાને અચરજ થયું. પણ તરત જ ડોકટર એકશનમાં આવી ગયાં "
બેટા કેન યુ ડુ વન થીંગ?"'
આઇ કેન ડેડ, ટેલ મી વોટ ટુ ડૂ?'"
ગીવ હીમ ડીપ પેઇન ઓર સ્પ્રીંકલ વોટર ઓન હીઝ ફેસ"'
વેઇટ ડેડ'
અને ફોન ચાલુ રાખી પ્રણાલીએ અનિનાં મોઢા ઉપર પાણી છંટકોર્યુ. નાક અને આંખનાં વચ્ચેનાં ભાગે અંગૂઠો મુકી જોરથી દબાવ્યો . સાંથળમાં ચીમઠી ભરી . પગનાં તળીયામાં ચાવી ફરાવી.."
નો રિસ્પોંસ ડેડ"'
ઓકે..મીન્સ હી ઇઝ અનકોન્શિયસ. ડૂ વન મોર થીંગ બેટા. ઓપન યોર ફોન એપ્સ. એન્ડ મેઝર એસ.પી.ઓ.ટુ.'
પ્રણાલીએ પોતાના ફોનની એપ ચાલુ કરી અને અનિ ની આંગળી કેમેરા ઉપર મૂકી "
ડેડ ઇટસ 78-160"'
ઓહ માય ગોડ...શીટ્ટ..'સરૈયાથી લાંબો નિશાસો નખાય ગયો .
અને પ્રણાલીની ચીસ નીકળી ગઇ..

"ઇસ હી સિન્કીંગ? ડેડ...પ્લીઝ સેવ માય અનિ ...પ્લીઝ ડેડ ..પ્લીઝ .." ડુસકામાં અવાજ અટકી ગયો.'
હીમ્મત રાખ પ્રની, હી નીડસ એમ્બયૂલંસ વીથ વેંટીલેટર. આઇ વીલ અરેંજ એવરીથીંગ..ઇટ વીલ બી ધેર ઇન ટેન મીનીટસ . ટીલ ધેન.ઇફ પલ્સ ગોઝ ડાઉન બીલો ફોર્ટી ,ધેન યૂ વીલ હેવ ટૂ ગીવ હીમ કાર્ડીઆક મસાજ એન્ડ ઇફ રેસ્પીરેશન રેટ ગો ડાઉન બીલો ટ્વેલ્વ ..ગીવ હીમ માઉથ રેસ્પીરેશન..ઓનલી ટેન મિનિટસ બેટા.." ..ડો . સરૈયાએ બને એટલી સંયતતા જાળવીને કહ્યું .
પ્રનીનાં આંસૂ હવે ધોધમાર વહેવા લાગયા હતાં . જે એને ચૂંટલી ભરી રોજ પજવતો એને આજે જોરથી ચીમટી ભરી અને કંઇ ના બોલ્યો. થોડીવાર પહેલા જેને છાતીમાં મૂક્કા મારવા વિચારતી હતી એને સાચે જ મૂકકા મારવા પડશે??એક એક વાત યાદ આવતી ગઇ અને દરેક યાદ, રંગબેરંગી માછલી બની આંસુઓના અગાધ દરિયામાં તરતી રહી ..

અવાજથી એની તંદ્રા તૂટી અને રણમાં પાણી જોવાઇ ગયું હોય એવી થોડી હાશ થઇ .ઇમરજન્સી સ્પેશિયલીસ્ટ ડોકટરે આવતામાં જ પોર્ટેબલ ઓકિસજન કોન્સન્ટ્રેટર લગાવી દીધું અને અસ્કલટેશન કરી તરત ફોલ્ડીંગ સ્ટ્રેચરમાં લેવાનો આદેશ આપ્યો .હેલ્પર તરત કામે લાગી ગયા. અને સ્ટ્રેચરમાં લેવા અનિના નીશ્ચેઠ શરીરને ઉંચકવા લાગ્યા."
ભાઇ, જરા સાચવીને" પ્રનીથી અનાયાસે ગળગળા અવાજે બોલાઈ ગયું .
અનિનો એક હાથ કમર નીચે દબાયેલો હતો. જે એને ઉંચકવામાં નડતો હતો . બીજો હેલ્પર બોલ્યો." ચલેગા અબ, ઉઠા લે ને, ઇસકો કહાં દર્દ હોને વાલા હે"
આ સાંભળતાજ પ્રની રણચંડીની જેમ પેલા બીજા હેલ્પર પાસે ધસી ગઇ . " કયા બોલા? હેં કયા બોલા તું?ચલેગા? કયા ચલેગા?યે મેરા શૌહર હે. તેરી બીબી જબ ઐસી બિમાર પડેગી તો ઘસીટતા, રેંગતા હુઆ લે જાયેગા કયા? હટ જાઓ,મે અકેલી લે જાઉંગી પર ઉસે તકલીફ નહી હોને દુંગી"

ડોકટરે વચ્ચે પડી સમજાવીને અનિને એમ્બયૂલન્સમાં લીધો અને વેંટીલેટર તૈયાર રાખ્યું
હોસ્પિટલનો રસ્તો કલાક જેવો હતો. ડોકટરે તાત્કાલિક આવશ્યક ટ્રિટમેન્ટ શરૂ કરી દીધી હતી. અને મોનિટરીંગમાં વ્યસ્ત હતો પ્રની અનિ નાં પગ પાસે બેઠી હતી અને નાની અમથી વિંડોમાંથી હોસ્પિટલ આવવાની રાહ તાકતી હતી. " ડેડ, તમે અને તમારી કોર્પોરેટ હોસ્પિટલ્સ મહીને કરોડો કમાઇ છે પણ થોડાક લાખની એર એમ્બ્યુલન્સ નથી વસાવતા . એવો રૂપિયો શું કામનો જે પોતાના સ્વજનને મરતો બચાવવામા કામ ના લાગે ."

ટ્રાફીક ચીરતી જઇને એમ્બ્યુલન્સ ગતિ વધારવાની નિષ્ફળ કોશિષ કરતી આગળ વધતી હતી. આવા સમયે માણસમાં અજબગજબનાં સૂચનો સ્ફૂરતા હોય છે . પ્રનીને પણ થયું શા માટે એમ્બ્યુલન્સ માટે એક રાઇટ લેન રીઝર્વ રાખવામાં નથી આવતી? સાયરનનો અવાજ પ્રનીનાં કાનના પડદા ફાડીને મગજમાં પછડાયને સીધો હ્રદયમાં ઘા કરતો હતો . લોકોની એમ્બ્યુલન્સ તરફ ઉત્સુક અને દયામણી નજરો પ્રની નાની ટીલ્ટેડ વિન્ડોમાંથી જોઇ શકતી હતી. એક મોટા ટ્રેલરને ઓવરટેક કરવામાં ડ્રાઇવરને તકલીફ પડતી હતી .પાછળ લખેલા વાકયો "ના જાણ્યૂ જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે, ઘર કબ આઓગે..." પ્રનીની કેમ કોર્ડર જેવી આંખોનાં લેન્સને વધૂને વધૂ ધૂંધળી કરતા ગયા. સૂરજનો પ્રકાશ વિન્ડોમાંથી આવી રહ્યો હતો . થોડા કલાકોમાં આ સુરજ પણ ઢળશે , પ્રનીએ વિચાર્યું . ડૂબતો સૂરજ કેપ્ચર કરવો પ્રનીને બહુ ગમતો . અનિ કાયમ ટોકતો .

."પ્રની હું નથી માનતો શૂભ-અશૂભ પણ જયારથી તું મારી લાઇફ બની છે ત્યારથી હું કોઇ ચાન્સ લેવા નથી માંગતો . આ અશૂભ ફોટો ના લે જાન..પણ તારી ખૂશીથી વધારે પણ મારા માટે કંઇ નથી"

કહીને એડી પર ઉંચી થઈને ફોટો લેવા મથતી પ્રનીને ઉંચકીને એ એના ચૌડા ખભા ઉપર બેસાડી દેતો...

"લે ડાર્લિંગ , શાંતિથી કેપ્ચર કર"

'અનિડા, જો પાડી ના દેતો..નકર મારી નાંખીશ'

"અરે સ્વીટી, અનિમાં જાન છે ત્યાં સૂધી એની જાનને કોઇ આંચ નહી આવે"

'તુ તો મારો સૂપરહીરો છે' કહીને ખભા ઉપર બેઠી બેઠી ઝુકીને અનિ નાં ગાલ ચૂમી લેતી. એજ એનો સૂપરહીરો આજે પોતાનો હાથ ઉઠાવવા પણ અક્ષમ હતો .અનિનાં પગ ઉપર જ માથું ઢાળીને પ્રની ફરી ધ્રૂસ્કા લેવા લાગી .

કઠણ કાળજાનો ડોકટર પણ આ જોઇ મનોમન દ્રવી ઉઠ્યો ."
મેડમ બી પેશેન્ટ, વી આર ઓલમોસ્ટ ટુ રીચ. એવરીથીંગ વીલ બી ઓલરાઇટ"'
ડોક, ડૂ યૂ નો એની ફોર્મૂલા બાય વીચ વિ કેન ટોક ટૂ ધ ગોડ? આઇ એમ નોટ લૂકીંગ ફોર અ લોંગ લાઇફ. બટ એટલીસ્ટ આઇ કેન એક્સપેક્ટ થર્ટી ઈયર્સ ફોર મી? ઇફ આઇ કેન હેવ ઓન્લી થર્ટી મોર યર્સ. ધેન આઈ વિલ ડીવાઇડ ધેમ બીટવીન મી એન્ડ માય અની? વી બોથ વીલ હેવ ફીફટીન યર્સ..મીન્સ ઓલમોસ્ટ 5500ડેસ..કેન યૂ ઇમેજીન ડોક..હાઉ મચ લાઇફ વી કૂડ લીવ..કેન ઇટ પોસીબલ ડોકટર..ડૂ સમથીંગ ડોકટર..ટેલ ગોડ..ગીવ અસ ઓનલી ફીફટીન યર્સ..ડોક...ડોક..." પ્રનીએ ડોક્ટરનું કાંડુ જોરથી પકડી રાખ્યું હતું .
પ્રનીનો અવાજ રૂંધાવા લાગ્યો ..વાળ વિખેરાઈ ગયા હતા અને એની ડોકટરના કાંડા પરની પક્કડ ધીરે ધીરે ઢીલી પડી રહી હતી . .. એમ્બ્યુલન્સ સીધી ઇમરજંસી વોર્ડમાં એન્ટર થઇ...ડેડને ઇન્ફોર્મ કરવા સેલફોન કાઢયો અને મેસેજ બ્લીંક થયો. જે અઠવાડીયા પહેલાનો પેન્ડીંગ પડ્યો હતો.."
તુમ સે જુદા હો કર મૂજે દુર જાના હૈ,
પલભર કી જુદાઇ ફીર લૌટ આના હે,
સાથિયા સંગ રહેગા તેરા પ્યાર,
સાથિયા રંગ લાયેગા ઇંતેજાર ..
યોર સાથિયા..."'

====================================================================================================================

ચેન્નાઇથી ચાલીસ કીલોમીટરનાં અંતરે અરીગનાર અન્ના ઝૂઓલોજીકલ પાર્કથી થોડું આગળ અફાટ કૂદરતી સાંનિધ્યમાં આવેલ કરુણા આશ્રમમાં માઇક ઉપર વારંવાર એનાઉન્સમેંટ થઇ રહયું હતું . " અપની જીંદગીમે શાંતિ ઔર સહી સૂકૂન પાને કે લીયે ગૂરુજીકી નયી કીતાબ "જીને કી રાહ" અવશ્ય પઢે. લિમિટેડ કોપી બચી હે . જલ્દ હી બહાર બૂકસ્ટોલપે અપની કોપી બૂક કરવાયે . .સેવા શૂલ્ક સિર્ફ દો હજાર રૂપિયા..તરત જ ટોન બદલાઇ જતો.

"ઔર ગૂરુજી કે આશિર્વાદ કે લીયે હમારે બીચ પધારે હે બેંગાલૂરૂ કે એમ.પી...કલ ભૂતાન કે રાજવી પધારને વાલે હે ". ચંદીગઢકે એક બીઝનેસમેનકો ગૂરુજીકે આશિર્વાદસે બહોત ફાયદા પહોંચા..ઉન્હોને દશ કરોડકા દાન કીયા હે..બોલો ગુરૂ કૃપાનંદ સ્વામીકી જય.. કૃપયા શાંતિ બનાયે રખે ..ઔર ગૂરૂજીકે દર્શનકે લીયે સંયમ બનાયે રખે..."

અને રોજનાં આવા એકધારા શોર બકોર વચ્ચે પોતપોતાની કુટીરમાં લોકોની ગૂફતેગુ ચાલતી રહેતી. અંહીનું મેડીટેશનનું સેશન અનેરું હતું .તેમાં અવશ્ય માનસિક શાંતિ મળતી. મોટેભાગે હાઇપ્રોફાઇલ ભક્તો હતા. કેમ કે ગરીબો તો સૂકુનની બે સૂખી રોટલી ખાયને પોતાની જ ઝુંપડીમાં ચેનની ઉંઘ લઇ લેતો હોય છે . આવી જ એક લાભાર્થી હતી મીના સરૈયા. આમતો એ વર્ષમાં બે વાર અંહી આવતી. પણ ગૂરુજીનાં આશિર્વચનો કરતા દિલ્હીની મલ્ટીમિલિયોનેર રીટાને મળીને મીનાબેનને ખરૂ સૂકુન મળતું હતું રીલેક્સેશન સમય દરમ્યાન રીટા એને સેન્ટ થોમસ ચર્ચ અને પાર્થસારથી મંદીર ફરાવી લાવી હતી . પરિસ્થિતિ સાથે ઉલજેલી મીના કંઇ પણ કરવા તૈયાર હતી.આશિર્વાદ લેવા માટે એનો નંબર આવ્યો . ગૂરુજીમાં અતૂટ શ્રધ્ધા રાખતી મીના મકકમ નિર્ધાર સાથે પોતાની વ્યથા ગૂરુજીને કહેવા ફોન સાયલંટ મોડ કરીને રીટાને આપીને સ્ટેજ તરફ વધી . રીટા ,દૂરથી રડી રડીને કંઇક યાચના કરતી મીનાને જોઇ રહી હતી. દશેક મિનિટ ચાલેલા સતસંગ પછી ગૂરુજીએ મીનાનાં માથા પર હાથ મૂકીને કંઇક સૂચનો આપ્યા . અને થોડી હાશ અનુભવતી હોય એમ મીના હકારમાં માથું ધૂણાવતી રહી . અને સ્ટેજ ઉપરથી ઉતરતા થોડી હળવી લાગતી હતી. મીના આવી અને બંને કુટીર તરફ આગળ વધ્યા. ગૂરુજી ખરેખર મહાન છે . "

મમતાનું ગળુ ન ઘૂંટાય અને માતૃત્વને આળ ના રહે એવી સમજ કોઇ દિવ્યવ્યક્તિ જ આપી શકે.." મીના બોલતી જતી હતી ઉત્સાહમાં અને રીટાએ ફોન પરત આપ્યો . ફોન પરત આપતી રીટાને સપને પણ ખ્યાલ ના હતો કે એ મીના અને ગુરુજીનું મિલન જોવામાં મશગુલ હતી ત્યારે ,સાઈલન્ટ મોડ પર રહેલા મીનાના ફોન પર ડો .સરૈયાના દસ મીસકોલ હતાં . " દસ કોલ? હે ભગવાન શું થયું હશે. અનિલ આમ કારણ વગર કદી ફોન ન કરે" ફોન તરફ જોઈ રહેલી મીનાનાં મોઢા ઉપર આવેલો ગુલાબી રંગ તરત ફેડ થવા લાગ્યો. સરૈયાને ફોન લગાડવા એ જતી જ હતી કે એના ફોનનો સ્ક્રીન ઇન કમિંગ કોલથી ઝબકી ઉઠ્યો .." મેડમ મિડિયાએ સ્ટોરી બ્રેક કરી છે . દરઅસલ છેલ્લા ત્રણ મહીનામાં હીપેટાઇટીસ-બી અને એચ.આઇ.વીનાં કેસીસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ક્ષેત્રીય સંક્રામક રોગચાળો ફાટયો હોય તેવી સીચ્યૂએશન બની ગઇ છે . એટલે હેલ્થ મિનિસ્ટ્રી સફાળી જાગીને એકશનમાં આવી ગઇ છે . એ.એમ.પી. ફાઉન્ડેશન અને બીજા ઘણા બધાં એન.જી.ઓ. તરફ પણ શંકાની સોય તકાઇ છે .સ્ટાફની બેદરકારી પ્રાથમીક તપાસમાં બહાર આવી છે . યુઝડ નીડલ રીયૂઝ થઇ છે.. આપણાં દરેક સ્ટાફ મેમ્બર અને વોલન્ટિયર્સનાં સેમ્પલ લઇ ગયાં છે ."
ગભરાયેલા અવાજમાં બોલી રહેલા સેક્રેટરીને વચ્ચે રોકતા મીનાથી અનાયાસે પૂછાઇ
ગયું " કોઇને પોઝીટિવ તો નથી આવ્યું??"

'ડોન્ટ નો એક્ઝેકટલી.. વી વિલ હેવ ટુ વેઇટ ફોર રીપોર્ટસ..'

"ઓકે..કીપ અપડેટીંગ,હું જલદી પહોંચું છું."

એણે ફોન ડીસકનેકટ કર્યો..રીટાને ટેક્ષી મંગાવવાનું કહીને પોતે બેગ લેવા જતી રહી...
કુટિરમાં એની વસ્તુઓ બેગમાં ભરતાં એ વિચારે ચઢી કે અમૂક એન.જી.ઓ. એવોર્ડની લાલચમાં પ્રોફેશનલ ડોનર પકડી લાવે છે. અને કદી નથી વિચારતા એના વિપરીત પરિણામો. અને અમૂક રીયલ ડોનર શંકાનાં દાયરામાં આવી જાય છે . પોતાના અરેંજ કરેલા કેમ્પસ એ યાદ કરવા લાગી .

"અનિલ,મીના,પ્રણાલી અને ફાઉંડેશનનો સ્ટાફ કેટલી લગનથી કામ કરતો હતો .દરેક વોલંટિયર કેટલા ઉમંગથી કામ કરતાં હતા . અનાયાસે એને અનિકેત યાદ આવી ગયો. કેટલો ઉત્સાહ અને ઉમળકો હતો એને .સો બોટલનો રેકોર્ડ પૂરો કરવા પોતે જ રક્તદાન કરવા સૂઇ ગયો હતો. ધત્ત..કંઇક મોટી ભૂલ થઇ ગઇ હોય એમ..પોતાના વાળમાં હાથ નાંખીને ખેંચવા લાગી. અનિને ઇંફેક્શન ત્યાંથી તો નહી લાગી ગયું હોય?? કાશ મે રેકોર્ડની મહત્વકાંક્ષા ન રાખી હોત .એક હસતુ રમતું ફૂલ ખીલતા પહેલા જ કરમાઇ ગયું. અને હું...? મે કેવો વ્યવહાર કર્યો એની સાથે? મમ્મી..મમ્મી કરતા ગળુ નહોતુ સૂકાતુ એનું.. અને હું એનો પીછો છોડાવવાનાં નવાનવા કિમિયા વિચારતી રહી..અરે ગૂરુજીને પણ કોઇ પણ રીતે અનિ થી છુટકારો મેળવવા અરજ કરી..અને ગમે તેટલી તોછડાઇ કરી એ હંમેશા હસતો જ રહેતો..ઓહ મીના..તે આ શું કરી નાંખ્યુ? મારો અનિ..ઉફફ..અનિ..મારૂ બચ્ચુ.. પહેલું કામ તારા તરછોડેલા બાળકને એની મીના મમ્મી પાછી આપવાનું કરજે. વ્હાલનો દરિયો ઠાલવી દે જે.."

મનોમન વલોપાત કરતી મીનાની આંખોમાંની ખારાશ પાણી બની બહાર નીકળી પડી .અને સેલફોનની રીંગ વાગી..ઓહ ..મનમાં ચાલતાં આ તુમુલ યુધ્ધમાં અનિલને પાછો ફોન કરવાનું તો ભૂલાઈ જ ગયું હતું ."
મીના, જે પણ પહેલી ફલાઇટ મળે બૂક કર, તારો ભગવાન સાચે જ આપણી ખૂશીઓ જીરવી નથી શકયો . આપણી જીંદગીનો અનમોલ હીસ્સો એની જીંદગીની છેલ્લી લડત લડી રહ્યો છે." સરૈયાનાં ચટ્ટાન જેવા કઠણ કાળજામાં કોઇ બાકોરુ પાડી ગયાનું તેના આતંકિત અવાજ ઉપરથી સ્પષ્ઠ પ્રતિત થતું હતું

"વ્હોટ?? વ્હોટ અનિલ? વોટ હેપ્પનડ?'' મીનાનો અવાજ બેબાકળો બનીને હાઇપીચ થઇ ગયો.."
પ્લીઝ કમ એસ સૂન એસ પોસિબલ..મીના ..મારી ઢીંગલી મારાથી નહી સચવાય..તૂટી જશે ડેડાનું ટેડૂ બેર.."

અને રૂંધાતા અવાજ સાથે ફોન ડીસકનેક્ટ થઇ ગયો...!!============================================================================================================================

કસ્બા વિસ્તારની એક સાંકડી ગલી માં હકડેઠઠ ભીડ હતી. લાઇનસર રેકડીઓ પર કયાંક મોટી કઢાઇમાં સમોસા તળાઇ રહયા હતા, કયાંક ભટ્ટીઓ પર સળીયામાં શીકકબાબ તો કોઇક લારી પર બેજાન મરધીઓ ઉંધી લટકેલી હતી.અને કયાંકથી માલપૂઆની મીઠી સોડમ આવતી હતી.કોઇ અંધ વ્યક્તિ પણ આવી વિશિષ્ઠ ખૂશ્બૂનાં કારણે આવા વિસ્તારમાં પઞ મૂકતા જ કહી દે કે આ કોઇ મૂસ્લિમ વિસ્તાર છે . આ સાંકડી ગલી માં છ આકૃતિઓ મોઢા ઉપર થોડા ખોફ સાથે પ્રમાણમાં થોડી વધુ ઝડપ સાથે ચોક્કસ સ્થળ તરફ પ્રયાણ કરી રહી રહી હતી. એમાંના એક જૂવાનિયા અશ્ફાકે સાથે ચાલતા એક પ્રૌઢને ટોકતા પૂછયું..

"બડે અબ્બા હમારી કૌમ યે ગંદગી સે કબ બહાર આયેગી? હાયજીન જૈસીભી કોઇ ચીજ હોતી હે કી નહી . જીસે દેખો ઐસી ગંદગીકે બાવજૂદ ખાને મે લગા હે"

'દો કીતાબે કયા જયાદા પઢલી, તૂજે પૂરી કૌમસે શિકાયતે હો ગઇ? દેખ લીયા બરકત, જયાદા પઢાઇકા નતીજા? યે અંગ્રેજ નૌજવાન અબ હમ બૂજૂર્ગો કો મશવરા દેને લગે હે' પ્રૌઢે તિરસ્કાર ભર્યા અવાજમાં અશ્ફાકને વધુ કોઇ દલિલ ન કરવા ઇશારો કરી દીધો..તેઓ ગલીનાં બીજા નાકા પર પહોંચીને એક મકાન તરફ વળી ગયા.

એ પુરાણી હવેલીનૂમાં મકાનમાં બહાર મોટા વરંડામાં જ લાલ મખમલનાં ગાલિચા ઉપર બે સામસામેની દિવાલોને અડીને દશ દશ તકીયા મૂકેલા હતાં . અને વચોવચ એક ગાદી અને તકીયો હતાં. એકબાજુ સમાજનાં અગ્રણીઓ અને સામે બાજુ અશ્ફાક, એનાં અમ્મી અબ્બુ અને મોટી બૂઆ તથા કુંટુંબનાં બીજા એક બે વડીલ બેઠા હતાં . એક લાલ દાઢીવાળા, પઠાણી પહેરેલા લાંબાચોડા શરિર વાળા પ્રોઢ મોઢામાં પાઇપ લઇને ઘરમાંથી બહાર આવ્યા .અને વચ્ચેની ગાદી ઉપર જઇને તકીયાને ટેકો દઇને બેસી ગયાં . બધાંએ વારાફરતી સલામ કરીને આદાબ કર્યુ . પાસે પડેલી થૂંકદાનીમાં લાલ પીચકારી મારી દાઢીમાં હાથ પસારતા જઇને પ્રૌઢ આદેશાત્મક સ્વરમાં બોલ્યા .

" હાં તો એહમદ મિંયા કયા માજરા હૈ ફરમાઇયે"
એક જુવાન આવેગમાં આવીને ઉભો થયો."
સદર સાબ, બરકતઅલીને અપને બેટે અશ્ફાક કે બહેકાવેમે આ કે અપની ભતીજીકો દૂસરે મજહબ કે લડકે સે બીયાહને કા ફૈસલા કીયા હે . કયા પઠાનોમેં મર્દોકી કમી દીખી ઉન્હે? યે હજરાત તો કલ અપના મૂંહ ઉઠાકે નિકલ લેંગે. હમને જબસે સૂના હે શર્મ સે બહાર કદમ નહી રખ પા રહે હે. ઐસી નાપાક હરકત કે લિયે ઉન્હે કૌમસે બરખાસ્ત કીયા જાયે વરના આને વાલી નસ્લોપે ઇસકે બહૂત ગલત અસરાત પડેંગે." ઉંચા અવાજમાં દલીલો કરીને એ જુવાન બેસી ગયો .

ફરીથી પાનની પીચકારી મારતા જઇને ગાદી ઉપર બીરાજમાન પ્રમુખ બોલ્યા."
દેખો અશ્ફાક મિંયા, અગર ઐસા કૂછ ભી હોતા હે તો પૂરી કૌમ કો શર્મસાર હોના પડેગા. ગર દૂસરે મજહબમે હમારી લડકી જાતી હે તો, વોહ તો હમ કતઇ બરદાસ્ત નહી કરેંગેં. આપકી બેહતરી ઉસીમે હોગી કી આપ અપની હરકત સે બાજ આ જાઓ. કૌમસે માફી અરજ કરો . તુમને એક ગૈરમજહબી લડકેસે હમારી પાક લડકી બીયાહને કી જૂર્રત કૈસે કર લી? કલ કો હમારી બેટી બૂતખાનેમે જાયેગી. જહન્નૂમ મે...."

અત્યાર સૂધી અદબ વાળીને શાંત બેઠેલો અશ્ફાક અચાનક ઉભો થયો . અને પ્રૌઢને વચ્ચેથી જ બોલતો અટકાવ્યો.."
માફ કીજીયે સદર સાબ, આપકી સોચ પે મૂજે તરસ આતી હે. આપકી યે યહાંવહાં થૂંકી હુયી જગહ પે આપ સજદા કર શકતે હૈ ઔર મંદીર જૈસી સાફસૂતરી જગહ આપકો રાશ નહિ આતી ? કયાં વહાં ખૂદા નહી હૈ? મૂજે ઐસી જગહ બતાદો જહાં ખૂદા નહી હે. ઔર આપકા ભતીજા જબ ગૈરમજહબકી લડકીસે નિકાહ કર આયા તો જન્નતી હો ગયા? કીતને માસૂમોને ભૂગતા થા તૂમ્હારે ભતીજેકી કરતૂત કી વજહ સે?તબ કહાં ગઇથી આપકી તરબીયત? તબ આપ કયૂં શર્મસાર નહી હુએ?"

પાસે બેઠેલા બડે અબ્બા ધમકાવતા જઇને ઉંચા સ્વરમાં બરાડયા. " ઇતની બદતમીજી? સદર સે ગૂસ્તાખી? બરકત...યે તેરી તરબીયત હૈ?અરે તેરે વાલિદને ઇસલીયે તૂજે પઢને ભેજા થા?ઔર પઢાઓ.બચ્ચો કો ઔર જલીલ હોતે જાઓ"
"બડે અબ્બા , કૂરાનશરિફ નાજીલ હુઆ તો પહેલા લફ્જ થા 'ઇકરા'.મતલબ સમજતે હો 'ઇકરા' કા? પઢો...ઐસા ખૂદાને સબસે પહેલે કહા હે .ઔર દૂસરી બાત આપ યે બારબાર તંજ કીયે જાતે હો "ઈસ લીયે પઢાયા,ઇસ લિયે પઢાયા?" ..અરે ઔલાદકી અચ્છી તરબીયત ઔર અચ્છી પઢાઇ હરએક વાલીદેનકી ફર્જ હૈ. આપ કોઇ એહસાન નહી કરતે હો બચ્ચો પે, ઉસકી પઢાઇમેં આપકે ખ્વાબ ઔર આપકા નાક ભી હોતા હે . વાલીદેનકે પૈરો તલે જન્નત હે ઇસકા મતલબ ખૂદાને યે હરગીજ નહી કહા હૈ કી આપ જીંદગીભર અપને પૈરો તલે ઔલાદકો કૂચલતે રહો."અશ્ફાકનો ગૌર ચહેરો લાલધૂમ થઇ ગયો હતો . લાંબાવાળ આમતેમ ઝાટકતો જઇને એકધારૂ બોલી રહયો હતો.."
ઔર આપ કે મૂંહ સે ઇસ્લામકી બાતે અચ્છી નહી લગતી . અરે ઇસ્લામતો અમનકી બાત શીખાતા હે . મોહબ્બતકી બાતે શીખાતા હે . જો મજહબ કેહતા હે ખૂદ ખાને સે પહેલે દેખલો અપના પડોશી ભૂખા તો નહી હે. ઐસે ખૂબસૂરત મજહબકો આપ જૈસે લોગ બદનામ કરતે હે. નફરત કરના ઇસ્લામને કતઇ શીખાયા નહી હે .વહાં મેરા જીગરી જો ગેરમજહબી હે અપની જાનલેવા બિમારીકે બાવજૂદ અપની મૂસલમાન બહનકે લિયે યહાં આતા હે ઔર ખૂદાકી બારગાહમે હાથ ઉઠાતા હે. ઔર મૈ મેરે અઝીઝકી સેહતકે લિયે હર મન્નત માન રહાં હૂં . મજહબ ઇસે કહેતે હે. યે લડકી ખૂદકૂશી કરને ચલી થી. અગર હરામ મૌત મર જાતી તો વૈસે ભી દોજખમે જાતી ઔર ગર,અબ બચ હી ગઇ હે તો આપકો ઉસકે જીને પે ભી ઐતરાજ હે? ચંદર ઉસે બાઇજ્જત અપની બીબી બના રહા હે .ઔર આપને કયા કીયા બડે અબ્બા? આપકો નિકાહ કરકે લડકી પસંદ ન આયી, આપને સીર્ફ દો મહીનેમે બોલ દીયા બસ 'તલાક તલાક તલાક' .કયા હુઆ ફીર ઉસકે અરમાનોકા? ઉસ કી જીંદગી કા? કૈસી રેંગતી હુયી મરી હે વો ઔરત આપકો માલૂમ ભી હે? યે નફરતકી બાતે બંધ કરો મેરે ભાઇઓ..ઔરતોકી ઇજજત કરો .અપની નસ્લો કો ખૂબ પઢાઓ. યે બંધ ગલીયારો સે બહાર નીકલો દૂનિયા કાફી આગે નીકલ ચૂકી હૈ.."

હાથ જોડતો જઇને અશ્ફાક બેસવા જતો હતો અને સદરસાબ એની પાસે આવ્યા અને એને ગળે વળગાડી લીધો..."
બડા હોનહાર બેટા પાયા હે બરકત મિયાં..જીયો બેટે .ખૂદા તૂમ્હે સલામત રખે" અશ્ફાકની પેસાની ચૂમતાં એ બોલ્યા .અશ્ફાકનો ચહેરા પરનાં ગૂસ્સાનો લાલરંગ ખૂશીનાં ગૂલાબીરંગથી રીપ્લેસ થવા લાગ્યો હતો..
અને અશ્ફાકનાં ફોનમાં મેસેજ બ્લીંક થયો..અને અશ્ફાકનાં ચહેરા પરનાં બધાં જ રંગો ઉડી ગયા અને એને આજુબાજુ કંઇ જ જોયા વગર ગલી તરફ દોટ મૂકી...===========================================================================================================================

ડો. સરૈયાનાં અગાઉથી આદેશાનુસાર ડો.વિશાલ તેના ક્રિટિકલ સ્ટાફ અને ઇન્ટર્ન ટીમ સાથે સજ્જ હતાં. મોનિટર પરના આંકડાઓ ઉપર એક નજર નાખી ,ડો.વિશાલે ઇન્ટર્નને આદેશ આપ્યો. " વી વીલ ગો થ્રૂ થરો ઇન્વેસ્ટીગેશન. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટૂ કોન્સન્ટ્રેટ ઓન હીઝ બ્રેથલેસનેસ" . યૂનિટમાં શિફ્ટ કરાવતા પહેલા ઇમરજંસી વોર્ડમાં જ એ સકશન કરવાનો આદેશ આપી ચૂક્યા હતા . મોઢામાંથી ટયૂબ વાટે ખેંચાતા મ્યૂકસનાં ખર્ર ખર્ર..ના ગોઝારા અવાજ વચ્ચે સરૈયાની અનુ ભવી નજરે અનિનાં ગળાનું ઓબઝર્વેસન કરી લીધુ . વેન્ટીલેટરનાં કારણે અનિના ગળાની ત્વચા રક્તિમ લાલાશ ધારણ કરવા લાગી હતી .

"સર ,આઈ થિંક વી શુડ ગો રાઈટ અવે ફોર ટ્રેકીયોસ્ટોમી ,વી ડોન્ટ વોન્ટ એની નેક્રોસીસ ટુ ગેટ ઇન ધ વે ઓફ રીકવરી ." ડો .વિશાલ હવે બે ડગલાં આગળ વિચારી રહ્યો હતો . હોસ્પિટલનાં નોર્મ્સ અનૂસાર હોસ્પિટલ ઓથોરીટી તરફથી એક બ્રધર કન્સેન્ટ પેપર ઉપર સાઇન કરાવવા આવ્યો . પ્રણાલીએ એકદમ સ્વાભાવિકતાથી એક પળનો વિલંબ કર્યા વગર તરત 'દર્દી નાં પત્નિ' તરીકે સાઇન કરી દીધી .
સહી કર્યા પછી માથું ઉંચકતા પ્રણાલીની નજર ડો.સરૈયાની નજર સાથે મળી .

"ડેડ, માન્યુ કે આ એક લિગલ અને જરૂરી ફોર્માલીટી છે ."દર્દીને કંઇ પણ થાય એની જવાબદારી હોસ્પિટલ, સ્ટાફ કે ડોકટરની રહેશે નહી". પણ ડેડ જેનુ કોઇ જ ના હોય અને ક્રિટિકલ કઃડીશનમાં લાવવામાં આવ્યો હોય તો ડોકટર કન્સેંટની રાહ જોશે કે ટ્રિટમેંટ સ્ટાર્ટ કરી દેશે? અનિની ટ્રિટમેન્ટના પૈસા લાસ્ટ ટાઈમ પણ તમે ભરી દીધા હતા . પણ અનિ તો ત્યારે પણ કહેતો હતો કે હું તો મારી ટ્રિટમેન્ટના પૈસા ભરી શકું એમ છું ,પણ કોઈ ગરીબ વ્યક્તિ જે મહીને માંડ પાંચ હજાર કમાતો હોય છે . મોટેભાગના હોસ્પિટલમાં દર્દી પાસે પહેલા પૈસા જમા કરાવવાની પ્રથા છે . જો એવો કોઇ ગરીબ દર્દી મોત સામે જઝૂમતો લાવવામાં આવ્યો હોય તો આ ડોક્ટર્સ ટ્રિટમેન્ટ સ્ટાર્ટ કરશે કે એડવાંસની રાહ જુએ ? માલદાર ડોક્ટર્સ દશ હજારનું પરફ્યૂમ છાંટીને બાષ્પીભવન કરી નાંખશે પણ ત્રણ હજાર વગર કોઇનો જીવ ઉડતો નહી બચાવે." પ્રણાલી સ્કૂલની બાળકી પૂછતી હોય એમ નિર્દોષભાવે સો મણનો સવાલ પૂછી ગઇ.
સરૈયા જેવા અનુભવી અને વિશાલ જેવા તજજ્ઞ તબીબ પાસે આ વાતનો કોઇ જ જવાબ નહોતો

"યૂ નો ડેડ, અનિ અને નવાબ કાયમ કહેતા કે જો તારા ડેડ ઓનરરી સેવા આપવા રાજી થઇ જશે તો આપણે ગરીબો માટે એક ચેરિટેબલ હોસ્પિટલ સ્ટાર્ટ.કરીશું."

જૂની વાતો યાદ કરતાં આંખો છલકાઈ ગઈ એની ...વ્હાલી દીકરીની જાણ બહાર સરૈયાએ એ જ સમયે આ નવજુવાન પેઢીના આટલા ઉચ્ચકોટીનાં વિચારોને મનોમન સલામ કરી ઓનરરી મેડિકલ ડાયરેકટરનું પદ ગ્રહણ કરી લીધું હતું....
સક્શન અને નેબ્યૂલાઇઝેશન પછી શ્વાસમાં સૂધારો અને ઓકસિજન સેચ્યુરેશન થોડું વધતા સરૈયા અને વિશાલનાં કપાળ ઉપર થોડાં હાશનાં રંગ દેખાતા હતાં . ટ્રેકીઓસ્ટોમી પછી અનિનાં ગળામાં એક જાડી ટયૂબ, નાક વાટે એક ટયૂબ, છાતી ઉપર લાગેલી ચેસ્ટ લીડ અને એમાથી નીકળતા વાયર્સ, એક હાથનાં કાંડામાં ઇંફયૂસન પંપ, બીજા હાથમાં આંગળી ઉપર પલ્સ-ઓકસિજન મીટર, અને પેશાબ માટે કેથેટરની નળી..પ્રની એકીટશે એના અનિને જોઇ રહી હતી .અનિનો નિર્દોષ ચહેરો જાણે કે વાયરોનાં જાળામાં ફસાઇ ગયો હોયઅને બહાર કાઢવા આજીજી કરતો હોય એવું લાગતું હતું. દીવાલ પર લાગેલા કેલેન્ડરમાં કાશી,ચર્ચ અને મક્કાની સહીયારી તસવીર તરફ જોઇને મનોમન પ્રની રડવા લાગી.

"હે ઇશ્વર, તે સર્જેલો આ એ જ માણસ છે જે બે મહીના પહેલા ચાલીસ પચાસ કીલો વજન રમતા જઇને જીમમાં ઉંચકી લેતો હતો? જે એની પ્રનીને વાતે વાતે અમસ્તો ઉંચકી લેતો હતો? અને આજે આમ લાચાર પડયો છે? ભગવાન તારા સમીકરણો બધાં જ સારા નથી જ હોતા. ..તું પણ થાપ ખાય છે. ન્યાય કરવામાં.. ."
આઈસીયુ માં બહુ સમજાવવા છતાં પ્રની એકની બે ના થઇ. અનિને એકલો મૂકવા ધરાર ના પાડીને રહી..એ એક જ દલીલ પર કાયમ હતી ." ડેડ, તમે ગળામાં ટયૂબ નાંખી દીધી છે એટલે અનિ થી કંઇ બોલી શકાશે તો નહી. એ ગમે ત્યારે હોંશમાં આવશે એની આંખો મને જ શોધશે . એ ઇશારાથી વાત કરશે જે હું જ માત્ર સમજી શકીશ ..મને મારા અનિ પાસે રહેવાદો..એની દેખભાળ કરવા દો..તમારા હાથ જોડું ...

ઇરફાન સાથિયા