TIMIR MADHYE TEJ KIRAN - 10 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TIMIR MADHYE TEJ KIRAN - 10

Episode #10 (TEAM B)
WRITTEN BY ..સ્મિતા શાહ "મીરાં "

વિક એન્ડમાં મોર્નિંગ ટી લીધા પછી થોડી ફ્રેશ થઇ ભારતી ટીવી સામે બેઠી .એકલતા અને એકાંતનો કદાચ આ બહુ મોટો સહારો હોય છે .ટીવી અથવા ફેસબુક ...આપણને સતત કોઈક ને કોઈક સાથે હોવાનો આભાસ લાગ્યા કરે .
ચાની ચૂસકી લેતા લેતા એણે ઇન્ડિયન ચેનલ ચાલુ કરી .કોઈ ચેનલ પર ઈચ્છાધારી નાગ નાગિન તો ક્યાંક કોઈ માતાજી ..તો ક્યાંક ઐતિહાસિક પ્રસંગો ... !!! ઇન્ડિયા ક્યાં જઈ રહ્યું છે ...એને વિચાર આવી ગયો .ટીવી બંધ કરી કપ સિન્કમાં મુક્યો .નહાવા જવાનો વિચાર જ કરતી હતી

ત્યાં મોબાઈલ ઉપર અજાણ્યો નંબર ઝબકયો .નંબર તો ઇન્ડિયા નો હતો ...! કોણ હશે
અત્યારે ?અનિકેત ..? બીમાર હતોને હમણાં તો , પણ આ નંબર તો સાવ અજાણ્યો છે .અનિકેત હોસ્પીટલમાં છે... વધુ તકલીફમાં તો નહી હોય ? ગભરુ ભારતી અમંગળ વિચારોથી ઘેરાઈ ગઈ. અનિકેતે ફોન કર્યો એના જવાબમાં પોતે કરેલી વાત યાદ આવતા એ અપરાધભાવ અને પરવશતા અનુભવી રહી .એના હૃદય માં એક સણકો ઉઠીને બેસી ગયો ...સામાન્ય રીતે અજાણ્યા ફોન રીસીવ કરવાના એ ટાળતી .હરિવદન અને અનિકેત થી અલગ પડ્યા પછી હૃદય પર જાણે પથ્થર મૂકી દીધો હતો ભારતીએ ફોન માં લાઈટ હજુ ઝબુકતી હતી .એણે એક બે વાર ઇગ્નોર કર્યા પછી ફફડતા મનને સંયત કર્યું ..અને ફોન ઉપાડી, પ્રયત્નપૂર્વક ઠંડા અવાજે 'હેલો' કહ્યું.

'હેલો' કહ્યા પછી સામેથી કોઈ જવાબ ન આવ્યો .એને અકળામણ થઇ આવી ..." અરે ભલા માણસ ,વાત નથી કરવી તો ફોન શું કામ કરો છો !" એમ કહી ફોન ડીસ્કનેકટ કરી દીધો . એ નંબર પર થી સતત રીંગ આવ્યા કરતી હતી . છ સાત રીંગ પછી એણે ગુસ્સાથી ફોન રીસીવ કર્યો .એ કઈ બોલે એ પહેલા સામેથી અનિકેતનો આજીજી ભર્યો અવાજ આવ્યો . "મમ્મા. ...ઇટ્સ મી ...અનિ યોર ચાઈલ્ડ ...પ્લીઝ ફોન મૂકી ન દેતી ...ઇટ્સ માય ન્યુ નંબર .મોસ્ટલી આપણે ઓનલાઈન મળી લઈએ એટલે કદાચ તમારી પાસે મારો નવો નંબર નહીં હોય .એન્ડ સોરી મોમ હું કેટલો દૂર નીકળી ગયો તમારાથી ...પણ ખબર છે.? બેક ઓફ ધ માઈન્ડ તમે સતત રહ્યા છો .મારી પાસે આવો ને પ્લીઝ .
આઈ નીડ યુ !...યોર ચાઈલ્ડ નીડ્ઝ યોર સપોર્ટ મોમ . આઈ લવ યુ ... આઈ મિસ યુ સો મચ ...અનિકેત ચોધાર આંસુએ રડતો હતો .
"શું થયું દીકરા ! કેમ રડે છે .? મને વાત કર શું થયું છે ?અનુ બેટા ... અનુ ..અનિકેત ...!!! ભારતીની છાતીમાં જામેલો વર્ષો નો બરફ ઓગળી રહ્યો હતો .દીકરાના એક એક આંસુથી મા આખેઆખી પીગળીને મીણની જેમ વહી રહી હતી ...

" અનિ ,બેટા .રડવાનું બંધ કર . મમ્માને બધી વાત કર તો બચ્ચા !" અનિકેત જાણે બે ત્રણ વર્ષનું બાળક જ હતો એના માટે . જ્યાંથી અલગ પડ્યા ,એ ક્ષણ થી સમય ત્યાં જ તો થંભી ગયો હતો !!! એક ડગલું પણ આગળ ક્યાં વધાયું જિંદગીમાં !!!

અનિકેત પણ મા નો અવાજ સાંભળી લાગણીશીલ થઇ ગયો .પોતે મા સાથે કેવો રુક્ષ વ્યવહાર કર્યો હતો ! ઉપેક્ષા કરી હતી !!! પપ્પાએ જે કહ્યું તે માનતો ગયો ... !
ક્યારેય કોઈ પ્રશ્ન કેમ ન ઉઠ્યો મનમાં ? મા કોઈજ કારણ વગર આમ કરે ? બાળકથી દૂર થાય ? પ્રણાલીના મમ્મીને જોઈ એના મનમાં થતું કે મારી મમ્મી હોત તો એ પણ આમ જ કાળજી રાખતી હોત .!!!

બસ આ જ તો કમી હતી જિંદગીભર ! સુતી વખતે મમતાથી માથા ઉપર હળવેથી ફરતો હાથ ,ધીમા અવાજે ગણગણતું ગીત .. મા નો હુંફાળો ખોળો ...મમ્મીની સુગંધ .. સુંવાળો સ્પર્શ ... મીઠું મધુરું જિંદગીનો થાક ઉતારી દે તેવું મીઠું સ્મિત ...!! કેટલી ખાલીખમ હતી જિંદગી ... પપ્પાનો પ્રેમ ,લાડ ,કાળજી પૈસા ...કશાથી એ ખાલીપો ન પુરાયો .કેટલું ખરાબ લાગતું જયારે પોતાના કોઈ ફ્રેન્ડ ને સવારે મમ્મી ઓફીસ જતા ડ્રોપ કરે અને સાંજે પપ્પા પીકઅપ કરવા આવે ...!!! એ કાયમ ઉદાસ થઇ જતો .પણ પપ્પાની વાતો યાદ આવતા મન મનાવી લેતો કે મમ્મીને એની કોઈ ચિંતા કે લાગણી નથી .પપ્પાએ એનું બ્રેઈનવોશ કરવામાં કોઈ કસર નહોતી છોડી .છતાં પપ્પાની પાસે આવતી સ્ત્રીઓ ,ભક્તાણીઓ અનિકેત ને જરાય ન ગમતી . ઘણી આંટીઓ ચોકલેટ વગેરે ગીફ્ટ લાવતી .એને વ્હાલ કરવાનો પ્રયત્ન કરતી .પણ એમાંની એકે એને મમ્મી જેવી ન લાગતી .એ કાયમ બધાથી દુર રહેવાનો જ પ્રયત્ન કરતો .આમ એ બધાથી વિમુખ થતો ગયો .દોસ્તો સાથે મોજમસ્તી માં વધારે સમય ગાળવા માંડ્યો ... એને ઇન્ડિયા આવ્યો તે સમય ... દોસ્તો સાથેની મઝા .. અશ્ફાક અને પ્રણાલી સાથેની ગાઢ દોસ્તી ...બધું જાણે હમણાં જ બન્યું હોય એમ તાજું થઇ ગયું .હૃદય માં ન સમજાય એવી મૂંઝવણ થવા લાગી . માતા પિતાના હુંફાળા સહવાસ માં ઉછરતા ચકલીના બચ્ચાની જેમ કદી મુક્તપણે ચહેકી જ ન શકાયું એ વસવસો એને કોરતો હતો .બસ દિલમાં ઉઠતી આ ચૂભન શબ્દો બનીને આંસુ સાથે વહેવા લાગી અને ભારતીનાં દામનને ભીંજવતી ગઈ ...!!

અનિકેતે રડતા રડતા વિક્રમ અંકલ ના ઈ મેલ વિષે વાત કરી ."મમ્મા તમે કોઈ દિવસ તમને પોતાને ઇનોસન્ટ પુરવાર કરવાનો પ્રયત્ન પણ ન કર્યો ?પપ્પાની ખોટી વાતને એન્કરેજ કેમ કરી ?"

" બેટા મારું સ્વમાન અને તને નુકસાન ન થાય એ ભાવનાથી જ મેં વનવાસ વહોર્યો .હું એક એક પળ બળી છું ... તરફડી છું મારા એકના એક દીકરા માટે !, યોર મોમસ કેન્ડલ હેસ બર્ન્ડ ડાઉન ફ્રોમ ધ બોથ એન્ડ્સ "ભારતી રડી રહી હતી .
"પણ મારો શું વાંક મમ્મા !"

અનિકેત કલ્પાંત કરતો હતો .તમારા બે જણ વચ્ચે ગમે તે હોય .પણ મારો તો વિચાર કરવો હતો !" મા બાપના ઝગડામાં ભોગવવાનું તો હંમેશા સંતાનો ને જ આવે . પણ અનિનું આક્રંદ તો અહં અને જિદ્દના યુદ્ધની ભયાનક વિનાશકતા વર્ણવી રહ્યું હતું , જાણે ...!!
.
અનિકેત આગળ બોલતો ગયો અને ભારતીના પગ નીચેથી
જાણે જમીન ખસી રહી હતી .
દીકરો હોસ્પિટલ માં હોવાની ખબરથી વિચલિત તો હતી .પણ કશુક સીરીયસ છે એવી આશંકા એને ઘેરી વળી હતી .મનમાં જાત જાતના રોગોની ભૂતાવળ નાચતી હતી. અનિકેત બોલતો હતો . એના શબ્દો જાણે બધિર થઇ જવા માગતા કર્ણપટલ પર અથડાઈને આતંક મચાવી રહ્યા હતા ."ડોક્ટર સરૈયા એ કશું જણાવ્યું ના હતું ,પણ પ્રણાલી અને અશ્ફાક ના ચિંતાતુર ચહેરા ..હોસ્પિટલ ના સ્ટાફની શંકાસ્પદ દોડાદોડી ..બધા કશું જાણે છે પણ એને કહેતા નથી એવી થતી જતી ખાત્રી ...કોઈ ઇન્ફેકશન ..ક્યાંથી ?...કેમ્પમાં પાવડો વાગ્યો હતો ,એટલું જ યાદ આવતું હતું . બોલતાં બોલતાં અનિ હાંફી રહ્યો . ઉભરતા જતા શ્વાસની ઉફાન શબ્દોને ગળવા લાગી .

મા માટે તરફડતો ... કરગરતો .. એનો દીકરો ....!! એના કાળજે અરેરાટી થઇ આવી . એણે રડતા રડતા કહ્યું ,"હું આવું છું દીકરા .ડોન્ટ યુ વરી એટ ઓલ "
."
" મમ્મા , તું ને પપ્પા સાથે આવો .મારી ખુબ ઈચ્છા છે કે હું તમારા બંનેની સાથે હોઉં .કેન યુ ડુ ધેટ મચ પ્લીઝ મમા ?"

" હા બેટા , બધુજ શક્ય છે .થશે . હું તારા પપ્પાને હમણાં જ ફોન કરું છું .અમે બંને આવીએ છીએ ."

અને ભારતી ફોન મૂકી હરિવદન ને કેવી રીતે બોલાવવો અને શું વાત કરવી તે અવઢવ માં પડી .એક ઊંડો શ્વાસ લઇ દીકરાની મુસીબત માં એની પડખે ઉભી રહેવા મા તત્પર થઇ હતી .જિંદગીની કોઈ પણ મુસીબત ને મ્હાત આપવા માટે .
એક ક્ષણ પોતે દીકરા માટે અપશુકનિયાળ છે ...એવી પતિની ઠોકી બેસાડેલી માન્યતાએ એને રોકી .પણ હવે એ કોઈનું નહીં સાંભળે .જયારે દીકરો સાજો હતો ત્યારે એનાથી દુર થવું પડ્યું ..અને હવે બીમાર છે ત્યારે !!!.. ના ના .. હવે પોતે કઈ નહીં સાંભળે .દીકરાના પડખેજ રહેશે .મનમાં મક્કમ ગાંઠ વાળી એણે વિક્રમને ફોન જોડ્યો .
" હેલો વિક્રમ .તું અને આરોહી હમણાં જ આવો પ્લીઝ .જલ્દી આવો .મારો અનિ ... બોલતા બોલતા એને ડૂમો ભરાઈ આવ્યો .સામેથી સુધીરનો ચિંતાતુર અવાજ આવતો હતો . "પ્લીઝ ભારતી રડ્યા વગર કહે શું થયું છે અનિ ને ? આમ અડધી વાત કરે તો અમારા હૃદય પણ બેસી જાય ." ભારતી ચોધાર આંસુ થી રડી રહી હતી .
પાંચ જ મિનીટ પછી એના અપાર્ટમેન્ટની ઇન્ટરકોમ બેલ રણકતી હતી .ટીવી સાથે જોડાયેલા સિક્યોરીટી કેમેરાના સ્ક્રીનમાં એણે .આરોહી અને સુધીરને લાંબો ઓવર કોટ પહેરીને ઉભેલા જોયાં .બહાર ઠંડી વધી રહી હતી . આ કાતિલ ઠંડીમાં પણ એના આ પરમ મિત્રો એના સંકટ સમયે હૂંફ દેવા આવી પહોંચ્યા હતા . ભારતી આરોહીને વળગીને રડતી હતી ."આઈ ગોટ માય ચાઈલ્ડ બેક આરોહી ... પણ મારો દીકરો ઇન્ડિયા માં ખુબ બીમાર છે .હોસ્પીટલમાં છે ..."

સુધીરે એને આશ્વાસન આપ્યું .શાંત થઇ જા ભારતી .મેં તારી જાણ બહાર તારા દીકરાને મેઈલ કરેલો . તારી અને હરિવદન ની વચ્ચેની સચ્ચાઈ પણ મેં એને જણાવી . ક્યાં સુધી તારે આમ દીકરાથી દૂર રહેવાનું ?ક્યાં સુધી પોતાની જાતને અપશુકનિયાળ માનીશ તું ? મારું ચાલે તો હરિવદન ને ...!!!"આરોહી ના ઈશારે સુધીર બોલતા અટકી ગયો .

આરોહી દોડીને કિચનમાંથી પાણીનો જગ લઇ આવી .ભારતીને પાણી પીવડાવ્યું .જરાક સ્વસ્થ થતા ભારતીએ અનિકેતના ફોન ની વાત કરી .એનો ઝુરાપો ...પપ્પા મમ્મીની સાથે રહેવાની અદમ્ય ઈચ્છા ... કોઈક અજાણ્યું ઇન્ફેકશન અને તેના લીધે બગડતી દીકરાની હાલત ... !!! સુધીર અને આરોહી સ્તબ્ધ થઇ બેઠા હતા .આ ક્ષણે શું કરવું તે સમજાતું ન હતું . સુધીરે બાજી સાંભળી લીધી . "ભારતી , ઇફ યુ રીઅલી લવ યોર કિડ ધેન ,આઈ થીંક ઇટ ઇસ હાઈ ટાઈમ ધેટ યુ કોલ હરી "

ભારતી અને આરોહી બંને આશ્ચર્યથી સુધીરને જોઈ રહ્યા . કદાચ ભારતીને જે સાંભળવું હતું એ જ સુધીર કહી રહ્યો હતો . એના આ વાક્યથી અડધી ચિંતા ઓછી થઇ ગઈ એમ લાગ્યું .બધા પોતપોતાની રીતે થોડી વાર સુધી વિચાર કરતા રહ્યા .
આરોહી અને ભારતી નાનપણ થી ફ્રેન્ડસ હતા .સાથે ભણ્યા મોટા થયા . આરોહી એન્જીનીયર સુધીર સાથે પરણી અને એના લગ્ન હરિવદન પંડ્યા સાથે થયા. .પ્રશ્નોરા બ્રાહ્મણ .કર્મકાંડી ,જ્યોતિષ અને વેદો નો પણ અભ્યાસ કર્યો હતો .સાથે સાયન્સ ની પણ માસ્ટર ડીગ્રી લીધી હતી . ઊંચા ગોરા અને દેખાવડા હરિવદન ને પણ રૂપાળી ઢીંગલી જેવી ભારતી ગમી ગયેલી ... લગ્નજીવન ની શરૂઆત તો ખુબજ સરસ હતી .લોકો કહેતા કે 'ખરેખરું મેઈડ ફોર ઈચ અધર કપલ છે હોં .!'જિંદગી કેટલી ખુબસુરત લાગતી હતી ત્યારે.

હરિવદન પંડ્યા હેરી તરીકે ઓળખાતો . યુએસએ માં જાણીતો એસ્ટ્રોલોજર ગણાતો હેરી ઇન્ડિયન્સ માં જ નહીં ,એશિયન અને ગોરાઓ માં પણ પોપ્યુલર હતો . એની ખાસી મોટી ફેન ક્લબ હતી .જોબ ને બદલે આમાં જ અઢળક આવક હોવાથી હેરી ને ક્યારેય જોબ કરવી નહોતી પડી .એનું પ્રારંભિક ઉછેર ઇન્ડિયા માં થયો પછી ભણવા માટે અમેરિકા આવ્યો .પણ એનું આકર્ષક વ્યક્તિત્વ,અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ,સંસ્કૃત ,વેદો અને પ્રશ્ન કુંડળીનો અભ્યાસ એને પ્રસિદ્ધ અને પોપ્યુલર બનાવતું ગયું .
લગ્ન માટે અમેરિકાની સીટીઝન છોકરી પસંદ કરવી હતી . આમ તો એ ધારત તો કોઈ પણ ગોરી છોકરી લગ્ન માટે તૈયાર થઇ જાત .પણ પોતાની જાતની જ છોકરી કે છોકરા સાથે પરણવાનો એક ખ્યાલ હજુ પણ ભારતિયો છોડી શક્યા નથી . એક વિશ્વાસ ની લાગણી ...

એણે પસંદગી નો કળશ ભારતી પર ઢોળ્યો . પૈસાવાળા પટેલ .. મોટેલ વાળાની દીકરી .રૂડી રૂપાળી પણ રૂઢીચુસ્ત બ્રાહ્મણ રીતિરીવાજો થી અનભિજ્ઞ .એનું અજ્ઞાન અને ભોળપણ હેરી ઉર્ફે હરિવદન પંડ્યાને ગમતું . વ્હાલું લાગતું ..ભારતી એની જોબ માં રજા લઇ થોડોક ટાઇમ ઘરે રહી . કાયમની જેમ જ હેરીની સ્ત્રી મિત્રો , ભ લગ્ન પછીના સાત વર્ષ બન્ને ભારત શિફ્ટ થઇ ગયા હતા કેમકે હારીને જ્યોતિષ શાસ્ત્રનો વધુ અભ્યાસ કરવો હતો .આ દરમિયાન અનિકેતનું આગમન થઇ ચૂક્યું હતું અમેરિકા પાછા આવ્યા પછી ,ભક્તાણીઓની અવરજવર ચાલુ રહેતી . મુક્ત વ્યવહાર થી ટેવાયેલા હેરીને હવે ભારતીની હાજરી કઠવા લાગી .એને ફરી જોબ જોઈન કરવા માટે હેરીનો આગ્રહ ભારતીના શક ને મજબુત કરતો હતો .સુખી દામ્પત્ય માં ઝેર ક્યારે વવાઈ ગયું તે ખબર જ ન પડી .બંને વચ્ચે ના ઝગડા હવે મિત્રોમાં પણ ચર્ચાવા લાગ્યા હતા .
અનિકેત ધીમે ધીમે મોટો થઇ રહ્યો હતો .સાથે સાથે ભારતી અને હરિવદન ના સંબંધ વચ્ચેની ખાઈ પણ ...!!

હેરીએ ધીમે ધીમે નવો દાવ ખેલ્યો . અનિકેત ની સામાન્ય માંદગીઓ ની સાથે એ ભારતીના મનમાં ઠસાવવા માં કામિયાબ રહ્યો કે એનો પડછાયો અનિકેત માટે મનહુસ છે .એને જીવ નું જોખમ છે ભારતી થી . આ વાત એને ફ્રેન્ડ સર્કલ માં ,સ્ત્રી મિત્રોમાં વહેતી કરી દીધી . ધીમે ધીમે બધાનું બદલાતું વલણ અને તિરસ્કાર ભરી નજરો થી ભારતી અંદરથી તૂટતી ગઈ .એક ભયાનક ડીપ્રેશન માં એક દિવસ એ દીકરા અને પતિને છોડી ને નીકળી ગઈ . શરૂઆતમાં મોટેલમાં રૂમ રાખી .પણ આરોહી અને સુધીર અહી પણ એને કામ લાગ્યા .એમની કોમ્યુનિટી માં એક અપાર્ટમેન્ટ રેન્ટ પર અપાવી દીધું જેથી તકલીફ માં એકબીજાના પડખે ઉભા રહી શકાય .હેરીએ એક બે વખત મળવાનો પ્રયત્ન કર્યો .પણ મુલાકાતનું પરિણામ ઝગડો જ આવતું . પતિ પત્ની છુટા પડ્યા .વચ્ચે ભીંસાતો રહ્યો કુમળો અનિકેત .

"દુનિયામાં આવા હજારો બાળકો ઉછરી રહ્યા છે .સિંગલ પેરન્ટ પાસે .ક્યાંક સમજણ નો અભાવ તો ક્યાંક સમજણથી થયેલા સેપ્રેશન્સ માં બાળક ના મન પર શું અસર થાય તે માત્ર સોશિયલ સર્વે સુધીજ સીમિત રહે છે . બાળકો માં ડેવલપ થતી હાઈ ઈન્સીક્યોરીટી ,અસહિષ્ણુતા ,ગુનાહિતતા ને રોકવાના રુટકોઝ સુધી જવાની માબાપની તૈયારી કેટલી ?જો સ્વસ્થ ઘર આપી શકીએ તો જ સ્વસ્થ સમાજ ની અપેક્ષા રાખી શકાય .નહીતો આવતી પેઢી આમજ અરાજકતા અને અવિશ્વાસ માં ઉભી થશે ." ..આવું તો કંઈ કેટલું ભારતી અને હરિવદનના વાંચવા ,સાંભળવામાં આવ્યું હતું , પણ કોણ જાણે કેમ હરિવદનના જિદ્દી મગજમાં એક વાત કાયમ થઇ ગઈ હતી કે આવી વાતો એના દીકરાને લાગુ નથી પડતી . અનિનો માં અને બાપ એ એવી રીતે બનશે કે ભારતીનું અસ્તિત્વ એ હમેશા માટે મિટાવી શકશે, એ અનિકેતની સ્મૃતિમાંથી ....!

હેરીએ વાત્સલ્યના અંચળા પાછળ છુપાયેલા સ્વાર્થ માટે એમજ કર્યું . ભારતીને અનિકેતની જિંદગીથી દુર કરી .પોતાની સ્વતંત્રતા માટે . અનિકેત માટે એ બધુજ કરતો .સ્કુલે લેવા મુકવા જવું ,પાર્કમાં રમવા લઇ જવું ,ભણાવવું ... બધું જ કરવા છતાં અનિકેતના મનમાં ઉછરતું એકાંત એ ન સમજી શક્યો . મા વિષે કંઈ પણ પૂછે તો હેરી મન ફાવે એવા જવાબ આપી અનિના કુમળા મનમાં મા વિષે તિરસ્કાર ઉભો કરતો ગયો . વિક્રમ એનો બોયફ્રેન્ડ છે અને એની સાથે ભારતી ભાગી ગઈ છે .એવી વાત અનિકેતના મનમાં સજ્જડ રીતે બેસાડી દીધી .જેથી પોતાને ત્યાં આવતી સ્ત્રીઓ અને એમની સાથેના સંબંધોને જસ્ટીફાય કરી શકે . બહુ લાંબી ગેમ રમ્યો હતો હેરી .
હેરીના સ્ત્રી સંબંધો વિષે ભારતી ઘણું સંભાળતી .એને પોતાના દીકરાની ખુબ ચિંતા થઇ આવતી .. પણ હૃદય પર પથ્થર મૂકી જીવતી હતી .બસ યંત્રવત જીવાતું હતું .જિંદગીનો એક એક દિવસ, આવનારા દિવસમાં ઓગળી જતો . જિંદગી બસ એક સંવેદનારહિત ગઠ્ઠો બનીને જામી ગઈ હતી . આરોહી અને વિક્રમ વર્ષોથી એકધાર્યો સબંધ નિભાવી રહ્યા હતા .

આજે પણ દુઃખની ઘડીમાં આ દંપતી પડછાયાની જેમ જ સાથે હતું . સંતાનનું દુઃખ શું હોય એ આરોહી બરાબર સમજતી હતી . ઈશ્વરે એને સંતાનથી વંચિત રાખી હતી પણ હૃદય તો સ્ત્રી નું હતુંને !

આખરે હેરીને ફોન કરવાનું નક્કી થયું .
ભારતીના ગળે શોષ પડતો હતો . ટૂંકા લગ્નજીવન અને અણગમતી ઘટનાઓ ની વ્યથા તાજી થઇ ગઈ . મનપર માંડ કાબુ મેળવી એણે હેરીના ઘરનો ફોન જોડ્યો . સામેથી ઘૂંટાયેલો ,ઘેઘુર અવાજ ..."

હેરી હિયર .હુઝ કોલિંગ ?હાઉ મે આઈ હેલ્પ યુ ?"

ભારતી મિશ્ર ભાવોમાં અટવાઈ ગઈ .ગળું ખંખેરીને ધીમેથી બોલી ," ઇટ્સ મી .ભારતી .પ્લીઝ ડોન્ટ પુટ ધ ફોન ડાઉન . નીડ ટૂ ટોક ટૂ યુ અર્જન્ટલી .કેન વિ મીટ ટૂડે ?"
સામેથી હેરીનો મજાકિયો સ્વર આવ્યો ." હજુ ડિવોર્સ લીધા નથી એટલે આઈ ડોન્ટ થીંક કે મારે એલીમની કે સપોર્ટ ચૂકવવાનો હોય . અનિ ઇન્ડિયા છે અને આપણી કેમેસ્ટ્રી ખતમ થઇ ચુકી છે ."

એના અવાજમાં કંટાળો હતો .ભારતીને મળવાની એની સહેજપણ તૈયારી ન હતી .
ભારતીએ સહેજ રીક્વેસ્ટ કરી .
"પ્લીઝ .ખુબ જરૂરી છે મળવું .ફોન પર નહીં કહી શકાય .ઈટ ઇસ નોટ અબાઉટ મી હેરી "
હેરી જ્યોતિષ હતો .પ્રશ્ન પૂછવા કે સામેની વ્યક્તિ ના ફોન કરવાના સમય ની હોરાની ગણતરીથી જ એ સમજી જતો કે વ્યક્તિને શું કામ હશે .આપણા ઋષિઓએ શોધેલું આ વિજ્ઞાન આજેય અજોડ છે .એના મનમાં ગણતરીઓ ચાલુ થઇ ગઈ .એને ખરેખર ચિંતાજનક લાગ્યું .અડધા કલાકમાં ઘર પાસે આવેલા મોલમાં સ્ટારબક્સમાં મળવાનું નક્કી થયું . હેરી અને ભારતી ભવિષ્યની કોઈ અટપટી બાજી ના પ્યાદાની જેમ જ દોરવાઈ રહ્યા હતા .

ભારતીને મોલ સુધી અને સુધીર આરોહી લઇ આવ્યા . બંને પાર્કિંગ માં કાર મૂકી કારમાં બેઠા . ભારતી એકલી જ હેરી ને મળવા ગઈ .આમ પણ હેરીને આરોહી અને સુધીર માટે અકારણ ગુસ્સો હતો . જોકે એમના સપોર્ટ થી જ ભારતી સર્વાઇવ થઇ હતી એ એને સારી રીતે ખબર હતી .

કેફેમાં હેરી પહેલેથી જ આવી ગયો હતો . ભારતીને જોઈ એક ફોર્મલ સ્માઈલ આપી ને ચેર બહાર ખેંચી . ભારતી બેઠી પછી એ પણ પોતાની ચેરમાં ગોઠવાયો . બે ગ્રાન્દે મોકા કોફીનો ઓર્ડર પહેલેથીજ આપી દીધો હતો હેરીએ .એને ભારતીની પસંદ નાપસંદ નો બરાબર ખ્યાલ હતો .ભારતીની સામે જોઇને એણે કન્સર્ન બતાવી વાતની શરૂઆત કરી . " સો ,આફ્ટર અ લોંગ ટાઈમ હં !હાઉઝ લાઈફ ?" ત્યાં સુધીમાં તો ભારતી નીચું મોં રાખી રડતી હતી . જાહેરમાં મોટેથી હસવું ,રડવું ...કોઈક વાર ગેરસમજ ઉભી કરી શકે .ત્યાં હાજર રહેલા લોકોમાં . આમ ભલે એકબીજાની કઈ પડેલી ન રાખે .પણ દુઃખી દેખાતા વ્યક્તિની મદદ કરવા એકબે જણ આવીજ જાય .

હેરીએ હવે સીધું જ પૂછ્યું ."શું થયું અનિકેતને ? વોટ ડૂ યુ નો અબાઉટ હિમ .ડીડ હી કોલ યુ ? વ્હેન ? કમ ઓન ટેલ મી .

ઈઝ એનીથિંગ સીરીયસ ?વ્હાય ડીડ 'ન્ટ હી કોલ મી ?
ઓહ યા ! હી ડીડ .બટ... .એક્ચ્યુઅલી આઈ હેવ ગોન થ્રુ અ સ્મોલ સર્જરી . વોઝ નોટ એબલ ટુ ગો ધેર ."

હેરી એક શ્વાસે બોલતો હતો .પિતા હતો અને એક એક ક્ષણ ઉછેર્યો હતો .ચિંતા કેમ ન થાય ? આ ક્ષણે દીકરા સિવાય કઈ મહત્વનું નહોતું .
ભારતી પોતાના હોઠે આવેલી ફરિયાદોને ગળી ગઈ .અનિકેત ની માંદગી ની અને એના વિલાપની વાત કરતા કરતા કરગરી ગઈ ભારતી .
" હેરી ,તમેતો આટલા મોટા જ્યોતિષ છો . હું જાણું છું કે કોઈ પ્રશ્ન પૂછે તો જ તમારાથી એનું પ્રીડીક્ષન કહી શકાય .હું પ્રશ્ન પૂછું છું તમને . મારા દીકરા વિષે કહો . એના જીવ ને તો જોખમ નથીને ?"

હેરી એ આંખ મીંચી દીધી . . થોડીક વારમાં આંખ ખોલી .એના કપાળ પર સળ પડી ગયા . આંખોમાં લોહી ધસી આવ્યું જાણે . તૂટક તૂટક શબ્દોમાં એ બોલી શક્યો ," તારા દીકરાને .. આપણા દીકરાને વિષયોગ છે .કોઈક ભયાનક ઈન્ફેકશનની હન્ડ્રેડ પરસેન્ટ શક્યતા છે .આમ પણ એનું આયુષ્ય ...!બોલતા બોલતા ગળગળો થઇ ગયો હેરી . એણે સામેની ચેર પર બેઠેલી ભારતીના હાથ જોર થી પકડી લીધા .એક સેકન્ડ બંને સ્તબ્ધ હતાં .

"એન્ડ વી ગોના પ્રૂવ ધેટ પ્રીડીક્શન વોઝ રોંગ , આરન્ટ વી ..?"અચાનક ભારતી, હેરીની આંખમાં આંખ નાખીને પૂછી બેઠી .
ભારતીનો હાથ છોડી હેરી ઉભો થઇ ગયો .ભારતી આશ્ચર્ય થી એની સામે જોઈ રહી .હેરીનો હાથ અચાનક ભારતીના ખભા પર હતો . "લેટ્સ ગો ટુ ઇન્ડિયા .અવર ચાઈલ્ડ નીડ્સ અસ ." ભારતીની હા ના ની રાહ જોયા વગર એજન્ટ ને ફોન કરી દીધો .બે ટીકીટ મુંબઈ ની .અરજન્ટ ..!!.
દસ મિનીટ પછી ભારતી કારની બેક સીટમાં હતી . સામાન્ય રીતે શાંત ભારતી એક ધારું બોલતી હતી .

"અમે અમારા દીકરા પાસે જઈએ છીએ .ઇન્ડિયા .થાક્યા હશો તમે બન્ને . હેરી મને લેવા આવશે . ઘરે જઈને બેગ પેક કરવી પડશે . જોબ પર ઈ મેલ ..યુટીલીટીના બીલ્સ તો ભરાઈ ગયા છે , પણ મેઈનલી પાસપોર્ટ ,ઓ.સી.આઈ કાર્ડ ચેક કરી લેવું પડશે ." આરોહી કઈ બોલ્યા વગર 'હમમ' બોલી . સુધીરે ગાડી ઘર તરફ લીધી ...
હેરીનો ફોન આવી ગયો . પાંચ કલાક પછી ફ્લાઈટ હતી ... ભારતીને એક એક મિનીટ એક યુગ જેવી લાગતી હતી ... વર્ષો પછી એનો દીકરો એને મળવાનો હતો . બે હાથ જોડી એણે ઈશ્વરને યાદ કરી લીધા .બે કલાક પછી બંને અપાર્ટમેન્ટના પાર્કિંગ લોટમાંથી એકજ મંઝીલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા . તો આરોહી અને સુધીર એમના ઘરના ડ્રાઈવ વે માં કાર પાર્ક કરીને એક સંતોષ સાથે ઉતરી રહ્યાં હતાં કે હવે બધું સારું જ થવાનું હતું .

ગાડી એરપોર્ટ તરફ ભાગી રહી હતી .ભારતી મૌન હતી .આટલા વર્ષો માં સ્નેહના બંધન તો ક્યારના તૂટી ગયા હતા . બે જણ વચ્ચે જયારે કનેક્શન તુટવા માંડે ત્યારે વાતો પણ ખૂટી જાય ... લગભગ તો પુરુષો તરફથી જ હું. ..હા ..માં વાત ટૂંકી થઇ જાય . પત્નીના હોઠે આવેલી વાતો સાંભળવાનો સમય લગભગ મોટાભાગના પતિઓને નથી હોતો ...લગ્નના થોડા વર્ષો પછી .

હેરીએ પણ કૈંજ બોલ્યા વગર રેડિયો ઓન કર્યો .સ્નો સ્ટોર્મ ની ચેતવણી અપાતી હતી .લોકોને સેફ જગ્યાએ શેલ્ટર લેવા વારંવાર રીક્વેસ્ટ થતી હતી .એટલામાં મોબાઈલ ની રીંગ વાગી . ટીકીટ એજન્ટ હતો . ફ્લાઈટ કેન્સલ થઇ હતી . સ્ટોર્મ પતી જાય પછી જ કઈ નક્કી થાય . હેરીએ ભારતીની સામે જોયું . ભારતીની આંખમાં આંસુ હતા .મારા અને મારા દીકરા વચ્ચે આ કઈ જાતનો સંજોગ કે મળાય જ નહીં ?
ભારતી ની અધીરાઈ વધતી હતી . હેરીએ નેક્સ્ટ એક્ઝીટ લઇ લીધી . ગમેતેમ પણ ઘર ભેગા તો થવુંજ પડે . ખબર નહીં તોફાન કેટલું સ્ટ્રોંગ હોય .. કેટલા કલાકો પછી રસ્તા ખુલે ..કઈ નક્કી ન કહેવાય ...

થોડી વારમાં એને પોતાના ઘર તરફ જવાનો રસ્તો મળી ગયો . ગાડીમાંનું હીટર તેજ કર્યું હેરીએ . અચાનક ચાલુ થયેલી ફ્લરી, સ્નોમાં બદલાવા લાગી હતી . . મોસમ પલટો ખાઈ ગઈ હતી .કોને ખબર ભાવિનાં ગર્ભમાં શું છુપાયું હશે પણ ગાડી હેરીના ગરાજમાં જઈ ઉભી રહી ."બહાર લોન પર સ્નોની સફેદી ,મૃતદેહ પર ઓઢાડેલી સફેદ ચાદર જેવી કેમ લાગી ? " ..માથું ધુણાવીને ભારતીએ વિચારોને ખંખેરી નાખ્યા . દાંત ભીંસીને મનમાં જ બોલી ..."ટુ હેલ વિથ એસ્ટ્રોલોજી , વી વિલ પ્રૂવ ઇટ રોંગ " .હેરીએ ગરાજને અડેલું ડોર ખોલતા જ ભારતીને કમને ઘરમાં જવું પડ્યું . એક એક પગલે ભૂતકાળના પડ ખુલતા હતા .પોતે સજાવ્યું હતું ,બધું એ નું એ જ અને એવું જ હતું .એને ઘર અપરિચિત ન લાગ્યું .લીવીંગ રૂમ માં એ પહોંચી ત્યાં સુધી હેરી એમનો સમાન ઘર માં લઇ આવ્યો

મોમ સાથે વાત થયા પછી અનિકેતને બહુજ સારું લાગવા માંડ્યું . વર્ષો જૂની દીવાલો ધસી પડી હતી .હવે નવી હવા ,નવો સુરજ ઉગ્યો હતો જાણે .
અશ્ફાક ,પ્રણાલી ,મીનાબેન ,ડો સરૈયા એની સાથે ને સાથેજ હતા ... અનિકેતનો તાવ ઉતરવા લાગ્યો હતો .થોડું ખાઈ પણ શક્યો . મોઢા પર થોડી તાજગી આવવા લાગી હતી .

ડો સરૈયાએ ફરી બ્લડ સેમ્પલ ચાર લેબોરેટરી માં તપાસવા મોકલી દીધું . બસ,રીપોર્ટસ આવી જાય પછી હોસ્પિટલ માં થી ઘરે .
અનિકેતની તબિયત સુધારા પર જોઈ પ્રણાલી અને અશ્ફાક ખુશ થઇ ગયા . બંને લગભગ આખો વખત વારાફરતી હોસ્પિટલ માં રહેતા જેથી અનિકેતને એકલું ન લાગે .
ગમેતેટલી સહાનુભુતિ હોવા છતાં ડો સરૈયા અને મીનાબેન ને એક જાતની છુપી ચિંતા રહેતી હતી .એ પતિપત્ની બેય ને ખબર જ હતી કે જયારે અનિકેતને એના ઈન્ફેકશનની ખબર પડશે ત્યારે અનિકેત ના પ્રત્યાઘાત કેવા હશે .! તે વખતે પ્રણાલીને કેવી રીતે હેન્ડલ કરવી તે મીનાબેન મનમાં ગોઠવતા હતા . દીકરીને મનોમન કેટલી વાર સમજાવી ચુક્યા હતા .સંવાદ કરી ચુક્યા હતા .

આજે સાંજે અનિકેતના રીપોર્ટસ આવવાના હતા . બધા રાહ જોતા હતા અધીરાઈ થી .અનિકેતના મોબાઈલમાં ' ડેડ કોલિંગ '.. ઝબકયું . અનિકેતે અધીરાઈ થી ફોન ઉપાડ્યો .
"હાય હેન્ડસમ ! વોસ્સ્પ ? હાઉ વોઝ ધ ડે ટુડે ? ફીલિંગ વેલ હં !!!" એના ડેડ નો અવાજ એને બહુ ગમતો .ઘેરો અને આકર્ષક .એના ચહેરા પર હાસ્ય આવી ગયું . "ફીલિંગ ગ્રેટ ડેડ .નો ફીવર નથીંગ ટુ વરી અબાઉટ . મે બી ગોઇંગ હોમ ટુડે ."
સામેથી ડેડ નો ઉમળકા ભર્યો અવાજ આવ્યો ." ઇટ્સ અ ગુડ ન્યુઝ સની .જલ્દી ઉભો થઇ જા . અને એક મિનીટ હોલ્ડ કર તારા માટે સરપ્રાઈઝ છે ." અનિકેત વિચારમાં પડી ગયો .ડેડ અને સરપ્રાઈઝ ...! સામેથી મીઠો પણ ચિંતાતુર અવાજ આવ્યો . "ઇટ્સ મી. ..મોમ ...દીકરા .કેમ છે હવે તને ?સારું તો છે ને ? "

અનિકેતને સુખદ આંચકો લાગ્યો . મોમ ... તું ને ડેડી સાથે !! વન્ડરફુલ .બસ હું આ જ તો માંગતો હતો ગોડ પાસે .હવે બીજું કઈ નહીં જોઈએ મોમ .માય લવલી મોમ "બંને બાજુ ગંગા જમના વહી રહી જાણે લાગણીનો ત્રિવેણી સંગમ .
ગળું ખંખેરી ભારતીએ કહ્યું ,"બેટા ,અમે તો આજે જ ઇન્ડિયા નીકળવાના હતા .પણ અમારી ફ્લાઈટ કેન્સલ થઇ છે .અત્યારે સ્નો ચાલુ થઇ ગયો છે .સ્ટોર્મ આવવાનું છે .હવે જયારે બુકિંગ મળશે એટલે અમે આવીશું ."

" અરે ના .અત્યારે નહીં આવતા . મને સારું છે .સાંજે તો ઘરે જઈશ .પ્લીઝ ડોન્ટ પેનિક .સારું લાગશે એટલે હું જ આવું છું ઘરે ." ઘર બોલતા બોલતા તો એનું ગળું અને મોં ભરાઈ ગયું જાણે . કેટલું ઝંખ્યું હતું એ ઘર ... જ્યાં મમ્મી અને પપ્પા બંને હોય !
અનિકેત આંખ બંધ કરીને પડી રહ્યો .એની આંખના ખૂણામાંથી આંસુ અવિરતપણે વહી રહ્યા હતા . પ્રણાલી અને અશ્ફાકે એને રડી લેવા દીધો .આ તો સુખના આંસુ હતા. ..વહે તોયે મઝા આવે .

ડો સરૈયા એમની ઓફિસમાં ચિંતાતુર બની બેઠા હતા . ડો
વિશાલ સામેની સીટ પર બેઠા હતા . એમના હાથમાં કેટલાક કાગળિયાં હતા .અનિકેતના ચારેય જગ્યાએથી રીપોર્ટસ આવી ગયા હતા .એચ આઈ વી કન્ફર્મ થઇ ગયું હતું .હવે આટલા નાના પેશન્ટને હકીકત જણાવવાની હતી .એ પણ જાણીતો . અજાણ્યા ને કહી પણ શકાય .

ડો વિશાલ ઉભા થયા ."સર હું વાત કરું ?તમને અન- કમ્ફર્ટેબલ લાગતું હોય તો ?"
ડો સરૈયા પણ ઉભા થયા ."નો આઇએમ ઓલ્સો કમિંગ .આઈ નીડ ટૂ ટોક ટૂ હિમ ." બંને જણ અનિકેતની રૂમ તરફ ગયા .

ડોક્ટર ને જોઈ અનિકેત બેઠો થઇ ગયો . ખાસો ફ્રેશ હતો .તાવ પણ ઉતરી ગયો હતો અને પેટ ભરીને જમ્યો પણ હતો . સ્પંજ ને બદલે જાતે નાહીને ચોક્ખો થયેલો અનિકેત કોઈ રીતે બીમાર નહોતો લાગતો . ડોક્ટર સામે જોઇને હસીને બોલ્યો .
"શું કહે છે મારા રીપોર્ટસ ? ડેથ સેન્ટન્સ ?" ડો વિશાલ ગંભીર હતા . એ જોઈ અનિકેત પણ એલર્ટ થઇ ગયો .પ્રણાલી અને અશ્ફાક કોઈ આશંકાથી ખૂણામાં ઉભા હતા .
ડો સરૈયાએ એની સામે ચશ્માં ની આરપાર ધારદાર નજરે જોયું ." વી નીડ ટૂ ટોક ." યસ સર .આઈ એમ રેડી ફોર એનીથિંગ .પ્લીઝ ટેલ મી ."

ડો વિશાલે એના હાથમાં કાગળનો બન્ચ મુક્યો . અનિકેત વાંચવા માંડ્યો .એને કઈ સમજાયું નહીં .એ ણે ડો સરૈયા તરફ પ્રશ્નાર્થ ભરી નજર થી જોયું .
ડો સરૈયા ચેર ખેચી ને અનિકેતની નજીક બેઠા .બાકીના બધાને પણ બેસવા ઈશારો કર્યો . લૂક યંગ મેન .લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી .યુ હેવ કોટ અ બેડ ઇન્ફેકશન .આઇએમ શ્યોર યુ મસ્ટ હેવ હર્ડ અબાઉટ એચ આઈ વી .
આજસુધી ઓછામાં ઓછા અઢી મીલીયન લોકોને આ ઇન્ફેકશન છે . રોગ વિષે જાણીને એ લોકો પોઝીટીવ લાઈફ જીવી રહ્યા છે .થોડી સાવચેતી સાથે ઘણું ઘણું નિવારી શકાય છે .પહેલા મને તારા અને અશ્ફાક ના ગે હોવાની શંકા હતી . સજાતીય સંબંધો માં પણ અનસેફ સેક્સ ખતરનાક બની શકે . બાય ધ વે .થોડો આરામ કર્યા પછી રૂટીન વર્ક ચાલુ . એવરી મન્થ ડો વિશાલને કન્સલ્ટ કરી લેવાના . હેલ્ધી ડાયેટ અને હળવી એકસરસાઇઝ .યુ વિલ બી ઓલ રાઈટ ." સરૈયા એક શ્વાસે બોલી ગયા અને રૂમાલ કાઢી માથાનો પરસેવો લૂછ્યો . અનિકેત ,અશ્ફાક અને પ્રણાલી સ્તબ્ધ થઇ બેઠા હતા .ડો સરૈયા આમ સીધો બોમ્બ ફોડશે એવી પ્રણાલી અને અશ્ફકને કલ્પના પણ નહોતી .અનિકેત મૂઢ થઇ બેઠો હતો .આંખ માં નરી શૂન્યતા ... !!!

અશ્ફાક ઉઠીને અનિકેત પાસે આવ્યો અને એના ખભા પર હાથ મુક્યો . પ્રણાલી પણ ઉભી થઈને અનિકેતની બાજુમાં જઈને ઉભી રહી .

ડો સરૈયા ,ડો વિશાલને ડીસ્ચાર્જ પેપર્સ તૈયાર કરવાનું કહી ઓફીસ તરફ ગયા .એમનું મન પણ ભારે હતું આજે ... ક્યાંય સુધી એમજ બેસી રહ્યા પણ ડોર નોક કરવાના અવાજ થી અચાનક ઝબકી ગયા ." કમ ઇન !" અને ડોર ખોલી અનિકેત અને અશ્ફાક અંદર આવ્યા . જીન્સ અને વ્હાઈટ શર્ટ માં અનિકેત ખુબ હેન્ડસમ લાગી રહ્યો હતો .ડો સરૈયાએ બંનેને બેસવાનો ઈશારો કર્યો . અનિકેત સહેજ લાગણીશીલ થઈને બોલ્યો ." થેંક યુ અંકલ ફોર એવરીથીંગ .મારું આટલું ધ્યાન રાખ્યું .એટલી હદ સુધી ,કે હોસ્પીટલનું બીલ પણ ન ભરવા દીધું .હું આપ સહુનું ઋણ કેવી રીતે ચૂકવીશ ? પણ હા ,મારા તરફ થી નચિંત રહેજો . પ્રનીને આંચ પણ નહીં આવે .મારું પ્રોમિસ છે અંકલ ." ડો સરૈયા પણ સાંભળીને ભાવુક થઇ ગયા .ઉભા થઈને અનિકેતને સહેજ નજીક ખેંચી પીઠ થાબડી .

અનિકેત એમની રજા લઇ અશ્ફાક સાથે હોસ્પીટલની બહાર આવ્યો . પ્રણાલી કારમાં એની રાહ જોઇને જ બેઠી હતી .ગાડી બંનેને લઇ અનિકેતના ઘર તરફ જતી હતી અને પ્રણાલીએ કોઈ પણ સંજોગો માં અનિનો સાથ નહીં છોડવાનો નિર્ણય લઇ લીધો હતો . ચોવીસ વર્ષની પતંગિયાની જેમ ઉડાઉડ કરતી છોકરી અચાનક ગંભીર બની ચૂકી હતી , તો અનિ ...?
કારમાં એ કેમ પાછળ જઈને બેઠો અને અશફાકને એણે પોતાની બાજુમાં આગળ બેસાડી દીધો ? એ વિચારી રહી .

"હેય સ્ટુપીડ , પ્લે સમ મ્યુઝિક વિલ યુ ..?" ..અનિ એ પાછળથી પ્રનીની પોની ટેઈલ ખેંચતા કહ્યું .

"અનિ ,આઈ વિલ કિલ ..." સ્વભાવ મુજબ બોલવા જતી પ્રણાલી કોણ જાણે કેમ ,આગળ "યુ " બોલી ના શકી .ડૂસકું જાણે આગલો શબ્દ "યુ " ગળી ગયું . આ "યુ " ને કારણે જ જાણે જિંદગીને યુ ટર્ન વાગી ગયો હતો .

કાંઈ બોલ્યા વગર અશ્ફાકે રેડીઓ ઓન કર્યો .

"મુજે નીંદ આયે જો આખરી ,તુમ મેરે ખ્વાબોમે આતે રહેના ,મૈ રહું યા ના રહું ,તુમ મુજમે કંહી બાકી રહેના , બસ ઇતના હૈ તુમસે કહેના ..."
કારમાં ગોરંભાઈ રહેલો અરમાન મલિકનો ઘેરો અવાજ ...રેર વ્યૂ મિરરમાં અનિકેતના રમતિયાળ ચહેરા સામે જોતી અશફાક અને પ્રનીની ચાર આંખો ...અને રેર વ્યૂ મીરરમાં દેખાતી સરકી રહેલી જિંદગીના ચહેરા પર વધતી જતી ધૂંધળાશ ....!!!!

[ક્રમશ:]