તિમિર મધ્યે તેજ કિરણ - 5 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તિમિર મધ્યે તેજ કિરણ - 5

"કાંડ?
શેનો કાંડ? કોનો કાંડ?
તમે બંને આ શું વાત કરી રહ્યા છો?? મને કોઈ કહેશો??"
પ્રણાલી અનિકેત અને અશ્ફાક બંને સામે શંકાની સોય તાકી ઊભી રહી...અને એના ચહેરા પર સ્પષ્ટ નારાજગી અને કઈક અંશે વિશ્વાસ હાલકડોલક થતો દેખાતો હતો. અનિકેત અને અશ્ફાક બંને એકબીજા સામે નજરોથી સંતલસ કરીને આંખ મીચકારી. પ્રણાલી આ જોઈને ઔર છટકી. અનિકેત સામે ગુસ્સાથી જોઈ રહી. સફેદ ટોપ જાણે એના ગુસ્સામાં ગુલાબી લાગી રહ્યું હતું. એ બોલી, "હવે જો તમે બંને નહી કહો તો હું જાઉ છું." એને ખબર હતી કે હવે આ બંનેમાંથી એક તો બોલશે જ ,એટલે જવાનું કહીને પણ એ ઉભી રહી...અને બંને દોસ્ત...એકબીજા સામે મસ્તીભરી નજરે જોતા જોતા ગાવા લાગ્યા.. 'મા કા લાડલા બિગડ ગયા.. મા કા લાડલા બિગડ ગયા..' "દોસ્તાના"નું આ ગીત સાંભળી પ્રણાલીની શંકા તેજ બની એ હવે ચાલવા જ માંડી.

અનિકેત તો ઉભો થઇ શકે એમ હતો નહિ ... એણે અશ્ફાક્ને કહ્યું , 'જા યારાં મેરી જાન કો રોક.. વરના મેરી ઔર તેરી દોનો કી છુટ્ટી કર દેગી વો.' અશ્ફાક પ્રણાલીને રોકીને કહે, રુક જા પ્રની ઐસા કુછ નહિ હૈ... યે તો મેરી ચચેરી બહનને ખૂદ્કુશીકી નાકામ કોશિશ કી થી ઉસ કાંડ કી બાત કર રહે થે હમ દોનો. તું મેરે દોસ્ત કો ઇસ હાલમે છોડ કર મત જા..' પ્રણાલીનો હાથ પકડી અશ્ફાક અંદર આવ્યો.પ્રણાલીએ અશ્ફાક્ને પૂછ્યું, “અશુ,ઐસી ક્યા નોબત આન પડી કી તેરી બહન કો ખુદ કી જાન દેને કી જરૂરત પડી..!” જવાબમાં અશ્ફાક થોડો નિરાશ થઇ બોલ્યો, “દેખ પ્રની,હમારેમે તો ભાઈ બહન કી શાદી ભી હો શકતી હૈ ઔર મેરે અબ્બા હમદોનો કી શાદી કરવાના ચાહતે થે, ઔર વો એક સિંધી લડકે કે સાથ શાદી કરના ચાહતી થી તો ઉસને ઐસા કદમ લે લીયા,પર તું ફિક્ર મત કર, વો તો અબ મેં વહા જા રહાં હું તો સબ ઠીક કર દુંગા.તું ના બસ અનિ કો સંભાલ.” પ્રણાલીનો હાથ અનિકેતને હાથમાં આપી અને કહે, "અબ મેં ચલુ વરના પ્રની કો લગેગા યે કબાબ મેં હડ્ડી યહાં સે કબ જાયેગા."

‘દીદાર એ મોહબ્બત,યાર હમ કબ ચાહતે હૈ,
હમ અહેસાસ મેં બસ સાથ રહના ચાહતે હૈ...
ઉમ્મીદ વફા કી..તમન્ના જીસ્મકી,'

ઇન પઢે-લિખો કી મોહબ્બત સે મેં ગવાર અચ્છા..’ બોલતો અશ્ફાક અનિકેતને એક ગાઢ આલિંગન આપી એના આંખના ભીના થયેલા ખૂણા દેખાય નહી એમ પ્રનીને અને અનિને બાય કહી નીકળ્યો.હજુ અનિકેત કઈ કહે એ પહેલા તો એ દરવાજાની બહાર હતો. અનિકેતને શું ખબર કે જે એ અને પ્રની નથી જાણતા એ એ અશ્ફાક જાણી ચુક્યો છે. એ ગયો ત્યાર પછી પ્રણાલીને જાણે અનિકેત ઉદાસ થયો હોય એમ લાગ્યું...એ ઉદાસ હતો કે પછી પ્રનીના મનમાં ઘેરાયેલા શંકાના વાદળોનું એ આવરણ હતું એ સમજાયું નહિ . તરતજ અનિકેત સામે ફરી કહ્યું,"હાય,ડીઅર, ગઈકાલે મને એટેક આવવાનો જ બાકી હતો જયારે અશુએ ફોન કરીને કહ્યું કે, તને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ ગયો છે એ, મારા તો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. એના મનમાં વિચાર પણ આવ્યો કે ત્યાં ડેડ મળ્યા હતા કે નહિ એ પૂછે પણ એને થયું કે અનીની તબિયતને ધ્યાનમાં રાખીને મારે બહુ સવાલો કરવા જોઈએ નહિ. એટલે એ ચૂપ રહી અને અનિની સામે એક પ્રેમાળ સ્મિત આપતી જોઈ રહી. એનો હાથ અનાયાસ અનિના માથા પર ફરવા લાગ્યો... એ હોસ્પીટલમાં હતી એ વાત ધ્યાનમાં હતી એ એક ડોક્ટરની દીકરી હતી, એટલે બંને એકબીજાની મૂક પ્રેમધારામાં ભીંજાતા રહ્યા.ત્યાંજ ડો.વિશાલ આવ્યા અને અનિકેતને કહ્યું, “હાઉ આર યુ મેન? હાવ ડુ યુ ફિલ નાવ? અને પ્રણાલીને સામે જોઇને બોલ્યા, સોરી ટુ ડીસ્ટર્બ યુ મેમ. હાઉ ઈઝ હી નાવ?” પછી અનિકેતની પલ્સ હાથમાં લઈને ચેક કરતા નર્સને કહ્યું, “ચેક ધ ટેમ્પરેચર.” કહી ડો.વિશાલ બહાર નીકળ્યા. સામેજ ડો. અનિલ મળ્યા શેક હેન્ડ કરીને "હું પછી આવું છું તમારી પાસે" કહી ડો.અનિલ અનિકેત પાસે આવ્યા. પ્રણાલીની સામે નજર મેળવતા થોડી તકલીફ થઇ અને અનિકેતને પૂછ્યું, “હાવ આર યુ ફીલિંગ નાવ? મચ બેટર? એની ન્યુ ડેવલપમેન્ટ?” અનિએ ચહેરા પર આછી મુશ્કાન સાથે કહ્યું, ‘યસ અંકલ મચ બેટર..ટુડે, આઈ હેવ નો ફિવર. ફીલિંગ ફ્રેશ.” અનિલે કહ્યું, “ઓકે, યંગ મેન, વેરી નાઈસ.” પછી પ્રણાલી સામે જોઇને કહ્યું, "યોર મોમ ઈઝ વેઈટિંગ ફોર યુ એટ હોમ, સો યુ મે ગો નાવ. હિઅર હોસ્પિટલ’સ સ્ટાફ ઇસ વેરી કો-ઓપરેટીવ એન્ડ ધે વિલ ટેક કેર ઓફ અનિકેત વેરી સ્પેશિયલી. આઈ ગેવ ધેમ પ્રોપર ઇન્સટ્રકશન.સો નોટ ટુ વરી.”

પ્રણાલી અનિચ્છાએ ઘરે પાછી જવા માટે રેડી થઇ,અનિકેતને કહ્યું, “યુ મે કોલ મી એની ટાઈમ. ઓલવેય્ઝ વિથ યુ , લવ યુ સો મચ” અને ઘરે જવા નીકળી.

પ્રણાલી ઘરે જવા તો નીકળી પરંતુ બહાર આવીને ડેડની રાહ જોવા વિચાર્યું. કેમકે એના મનમાં ઊઠતાં ઘણા પ્રશ્નોના એક પિતા પાસેથી, અને ડો.અનિલ પાસેથી એને જવાબ જોઈતા હતા. અનિકેતને વારંવાર તાવ આવવો, અની સાથે પિતાનું બદલાતું જતું વર્તન, અને ખુદ પોતાને એની વહાલી પ્રનીને શા માટે વિદેશ મુકવા ઇચ્છતા હતા..અને એ પણ આમ અચાનક?!! પ્રનીને લાગતું હતું એ સમસ્યાના પહાડ પર તો ઉભી નથીને?? મન ઘણીબધી આશંકાઓ કરતું હતું? આ બધા પ્રશ્નોના જવાબ જોઈતા હતા. એ ડેડની ગાડી પાસે જ ઉભી હતી. અને વિચારોના વમળમાં ઘુમરાતી હતી ક્યારે ડેડ એની પાસે આવીને ઉભા રહી ગયા એનો એને ખ્યાલ જ ન રહ્યો. અને ડો.અનિલ, એક સ્નેહાળ પિતા, પોતાની વહાલી દીકરીનો ચિંતાતુર ચહેરો જોઈ રહ્યા. થોડીવાર પછી બંનેને ખ્યાલ આવ્યો.. બંનેના ચહેરા પર ચિંતાના વાદળો હતા..ડો.અનિલ સમજી ગયા. એમણે દીકરીનો મૂડ બદલવા કહ્યું, “ચલ, આજે મારે તારી સાથે તું કહે ત્યાં આવવું છે...હું એકાદ કલાક તારી સાથે રહેવા માંગું છું.પિતા-પુત્રીનો એકબીજા સાથે સમય પસાર કરવાની ટેલીપથી થઇ ગઈ કે શું એમ અચરજ અનુભવતા બંને ગાડીમાં બેઠા...!

પ્રણાલીએ આજે પિતાને આશ્ચર્યમાં મૂકતા કહ્યું, “ડેડ, આઈ વોન્ટ ટુ ગો હોમ, એન્ડ વી વિલ સીટ ટુગેધર એટ માય ફેવ પ્લેસ, માય સ્ટડી રૂમ.” ડો.અનિલ, ક્યાં દીકરીને કોઈ દિવસ શેની પણ ના પાડી શકયા હતા કે આજે પાડે!! પુત્રી એ પિતાની નબળાઈ હોય છે.દીકરી વ્હાલના દરિયાને અનુભવતા પિતા અને પુત્રી ઘરે પહોંચ્યા. મીનાબહેન બંનેને જોઈ અચરજ પામ્યા પણ બંનેના ચહેરા જોઇને સમજી ગયા એટલે કઈ પણ પૂછ્યા વગર..કહ્યું,“વાહ,આજે તો સુરજ પશ્ચિમમાં ઉગ્યો કે શું! બંનેને બહુ જલ્દી ઘરની યાદ આવી. પણ આવી મજાક કરતી વખતે પણ એમના ધ્યાનમાં હતું કે બંને કોઈ ચિંતામાં લાગે છે, એટલેચૂપચાપ ફરી પોતાના કામે વળગ્યા, પણ બંનેને સ્ટડી રૂમમાં જતા જોઈ મનમાં એક ભયની લાગણી ફેલાઈ.

અનિલ હવે ડો.નું મહોરું ઉતારી માત્ર એક જવાબદાર પિતા બનીને એની વ્હાલી પ્રની સામે બેઠા હતા જાણે ઈશ્વરની કોર્ટમાં એક ગુનેગાર પિતા પોતાની દીકરીની લાગણીનો ન્યાય તોળાવવા બેઠા હતા. પહેલા તો પ્રનીએ પિતાને મનમાં ઉઠેલો છેલ્લો પ્રશ્ન પૂછ્યો, “ડેડ, વ્હાય આર યુ સેન્ડીંગ મી આઉટ ઓફ ઇન્ડિયા?” એને ખબર હતી કે આ પ્રશ્નના જવાબમાં કદાચ બધાજ ઉત્તર આવી જશે. અને ડો.ક્લીન બોલ્ડ. શું જવાબ આપે? એના અનિકેતને શું બીમારી છે એ ? કે એ ગે હોવાની શંકા નો? એ દીકરી સામે વહાલથી જોઈ રહ્યા એની આંખના ખૂણા ભીના થઇ રહ્યા હતા..એ દીકરી સામે નબળા પડે એ પહેલા જવાબ આપવો જરૂરી હતો.

એમને પ્રનીનું બચપણ યાદ આવ્યું એ જન્મી હતી એ દિવસ યાદ આવ્યો, “મેરે ઘર આઈ એક નન્હીં પરી..” એ ગીત યાદ આવ્યું અને એમને જવાબ સુઝી આવ્યો એ આપી દીધો પ્રનીને.“
બેટા,તું પરણીને મારાથી અલગ થાય એ પહેલા મારે મારી જાત ને તૈયાર કરવી પડશે એ માટે આમ કરી રહ્યો છું.”

મીનાબહેન દરવાજા પાસે ફ્રેશ ઓરેન્જ જ્યુસના ગ્લાસ લઇ ઉભા હતા. એમને ખ્યાલ આવી ગયો કે અનિલ કંઇક એવી વાતમાં ચિંતિત છે જે એની વહાલી પ્રની સાથે જોડાયેલી છે. એટલે એ જવાબ સાંભળ્યો જ નથી એમ દેખાડી બંનેને ઓરેન્જ જયુસનો ગ્લાસ પકડાવી અને રવાના થઇ ગયા, અને બોલ્યા, “આજે બાપ દીકરી ઘરેજ રહેવાના હો તો પ્રનીને શોપિંગ કરવાનું છે એ હું કરી આવું.”
અનિલએ દીકરીને કહ્યું, “બેટા, હવે જો તું રજા આપે તો હું મારા કલીનીક પર જઉં અને તું આરામથી તારી મમ્મી સાથે શોપીંગ કરી આવ.” “ઓકે ડેડ,કેચ યુ લેટર.” કહી પ્રનીએ મીનાબહેનને બુમ મારી, “મોમ, હું રેડી થઇ ને આવું છું.”

વો મુજ કો તલાશ રહે હૈ મેરી નજર સે,
કાશ વો આઈના દેખ લે, મૈ તો ઉનકી નજરો કા નૂર હૂં.

ડેડ, હું તમારી જ દીકરી છું..અને એ પોતાના રૂમમાં ગઈ. અને સ્ટડીરૂમમાં હજી સુધી બેસી રહેલા પિતા પર તેનું ધ્યાન ન ગયું.

પણ મીનાબહેનને ખ્યાલ આવ્યો કે એનો અનિલ હજુ અંદર જ છે એટલે ઝડપથી સ્ટડી રૂમમાં જઈ, અનિલને પૂછ્યું, “શું વાત છે અનિલ, બંને શું ટેન્શનમાં છો મને કોઈ કહેશો? કે તમારી બાપ દીકરીની વાતમાં સામેલ કરવા નથી માંગતા.” એટલે ડો.એ કહ્યું, “મીના તારે એક ડોક્ટરની પત્ની છો, એ વાતનો ખ્યાલ રાખીને એક વાત કહું તે સાંભળવી પડશે અને મને મદદ કરવી પડશે.” મીના ચિંતાતુર ચહેરે ડોકટરના બોલવાની રાહ જોઈ રહી. અનિલની ખામોશીથી વધુ તકલીફ થતી હતી મીનાને પરંતુ એ અનિલનો સ્વભાવ જાણતી હતી એટલે ચુપચાપ એના બોલવાની રાહ જોઇ રહી.

અનિલે ડોક્ટર હોવા છતાં સો મણનો ભાર ઉપાડ્યો હોય એવા અવાજે મીનાને કહ્યું, “અનિકેત HIV+ છે.પણ હમણાં પ્રનીને કઈ નથી કહેવું.”
આ સાંભળી મીનાનું હ્રદય એક ધબકારો ચુકી ગયું..એ સામેની ખુરશી પર ફસડાઈ પડી.એ.સી.ચાલુ હોવા છતાં પરસેવો વળવા લાગ્યો. એની વહાલી પ્રની એની નજર સામે તરવરી રહી,મારી ફૂલ શી નાજુક દીકરી પર આટલો મોટો વજ્રઘાત!! અનિલ ઉભા થઇ પત્ની પાસે આવ્યા અને એના હાથ પર હાથ પસવારીને કહ્યું, “હિંમત રાખ, આજે શોપિંગ પર તમેં બંને જાવ જ છો તો તું મન મક્કમ કરીને આપણી આ લાડલી અનિકેતને ક્યાં સુધી પામી છે એ જાણી લેજે અને હવે સિફતથી એને ખબર ન પડે એમ એક હદ બતાવાવની આપણી ફરજ છે. જરા પણ મન નબળું પાડ્યા વગર તારે આ કરવાનું છે. હમણાં એ HIV છે એવું કહેવાની જરૂર નથી.” મીના એક ડોક્ટરની પત્ની ખરી પરંતુ એક યુવાન દીકરીની મા પહેલા એ નાતે મનોબળ મક્કમ કરી અને અડગ નિર્ધાર સાથે ડોક્ટરને કહ્યું, “અનિલ, હવે આ ચિંતા મારા પર છોડી દો, હું મારી પ્રનીને સમજાવીને સંભાળી લઈશ.” આ વાત પૂરી કરીને બંને બહાર આવ્યા ત્યાં તો પ્રની પણ રેડી થઈને બહાર આવી.ડો.અનિલ મીનાબહેન સાથે વાત કરીને હળવા થયા હતા દીકરીને કહે, “આજે તારી મોમ પાસે આખું માર્કેટ લેવડાવજે.” એટલે મીનાબહેન પણ બોલ્યા, “બેટા ક્રેડીટ કાર્ડ લીધું ને? ભરશે તો તારા ડેડને, હું તો માર્કેટ પણ ઉપાડી લઈશ મારી દીકરી માટે.” એમ કહી હસતા હસતા ત્રણે ય ઘરની બહાર નીકળ્યા. ડોક્ટર પોતાની ગાડીમાં અને પ્રની અને મીનાબહેન એકટીવા પર માર્કેટ જવા રવાના થયા.

રસ્તામાં ‘બરિસ્તા’ આવ્યું એટલે મીનાબહેન એ કહ્યું, “પ્રની, બહુ દિવસે આપણે સાથે નીકળ્યા છીએ ચલ, અહી કાફેમાં બેસીએ અને કોલ્ડ કોફી વિથ વેનીલા આઈસ્ક્રીમ લઈએ મારું ફેવરીટ છે. તારા ડેડને તો ક્યાં ટાઈમ હોય છે મારી સાથે આવવાનો.” આમ કહી બંને કાફે માં એક કોર્નર પકડીને બેઠા. અને ઓર્ડર આપ્યો. હવે રાહ જોવાની હતી.

મીનાબહેને વહાલથી પ્રનીને પૂછ્યું, “પ્રની કેમ છે અનીકેતને હવે?સારું છે ને? આ અવારનવાર એને તાવ આવે છે અને એના મોમ અને ડેડ પણ અહી નથી એટલે સ્વાભાવિક ચિંતા રહે.” પ્રની એ થોડા ઉદાસ સ્વરે કહ્યું, “આમ તો તાવ આવે પછી સારું થઇ જાય છે પણ ફરી ફરીને આવે છે એટલે મને પણ ચિંતા તો થાય જ છે. ડેડ બધા રીપોર્ટસ કરાવે છે એટલે જોઈએ શું આવે છે!!” એમ કહી ચૂપચાપ બેસી રહી. એને અચાનક થયું કે મોમ ને હું પણ પૂછી જ શકુંને , ચાલ પુછી જ લઉં.અને અચાનક જ બોલી, “મોમ, તને ડેડનું વર્તન કઈક અલગ નથી લાગતું? મારા પ્રત્યે વધુ પઝેસિવ અને અની પ્રત્યે થોડું રુડ.આવું કેમ? કોઈ દિવસ આવું નથી થયું એટલે મને સમજાતું નથી કે કેમ ડેડ આવું કરે છે?” મીનાબહેન એની મેચ્યોર થતી જતી દીકરી સામે જોઈ રહ્યા. અને એના હાથ પર હાથ પસવારતા બોલ્યા, “બેટા, એ પિતા છે. એ હમેશા દીકરીના વહાલમાં બધું ભૂલી જતા હોય, એમની કોઈ પણ ચિંતા હોય, ઘરની દીકરી સામે આવે ત્યારે એક પિતા પ્રેમાળ ઘૂઘવતો દરિયો જ અનુભવે. બસ એ જ કારણથી એ આવું કરે છે.” “ પણ એક બીજી વાત, પિતાને પોતાની દીકરી ક્યારેય મોટી નહિ લાગે પરંતુ તારી મા તરીકે એક વાત કહેવા માંગું છું. સાંભળીશ?” અને પ્રની સામે મમતાભરી નજરે જોઈ રહ્યા. પ્રની પણ એના મોમ ડેડની વહાલી સમજુ દીકરી હતી. એટલે માનાં હાથ પર હાથ મૂકી ને નજરથી સંમતી આપી.

“જો પ્રની તું એમ ન સમજતી કે હું જે વાત કરું છું એ તારા પર કોઈ શંકા કરીને કે,તારા પર એક કન્ટ્રોલ રાખવા માટે કહું છું. પણ તું મારી દીકરી છો અને યૌવનના એવા નાજુક પડાવે ઉભી છો..જ્યાં પગ જો સહેજ લથડે તો ઊંડી ખાઈ છે, અનિકેત સારો સમજુ છોકરો છે પરંતુ એ છોકરો છે. તારો ગાઢ મિત્ર હતો, છે અને રહેશે પણ ખરો. પરંતુ હવે એણે જયારે તને પ્રોપોઝ કર્યું જ છે બેટા, તો તમારા બંનેના વર્તનની એક સીમા બાંધી ને રહેશો તો યોગ્ય રહેશે. કેમ કે જયારે છોકરો કે છોકરી પ્રેમમાં પડ્યા પછી...એ પ્રેમમાં મર્યાદા કે પ્રમાણભાન ચુકી જાય ત્યારે સહન કરવાનું હમેશા છોકરીને ભાગે જ આવે છે. અને સ્ત્રીની સૌથી મોટી મૂડી એનું ચારિત્ર્ય છે. બેટા, હું ઓર્થોડોક્ષ મોમ નથી પરંતુ હજુ અનિકેતના મમ્મી પપ્પા સાથે મેં અને અનિલે તારા અંગે કોઈ વાત પણ નથી કરી. જમાનો ખુબ આગળ છે. પરંતુ એક મિત્ર તરીકે કહું તો જ્યાં સુધી તમારા સંબંધને કોઈ મહોર ન લાગે ત્યાં સુધી બેટા પ્રેમમાં એક મર્યાદા હશે તો એ પ્રેમ હમેશા જીવંત રહેશે. દેહાકર્ષણ ક્ષણીક થતું હોય છે. પ્રેમ કરવો સહેલો છે નિભાવવો અઘરો.આજે તારી મા નહિ પણ મા માં રહેલી તારી ફ્રેન્ડ તને આ કહે છે એવાત યાદ રાખીશ તો તને આ સમજવું અઘરું નહિ લાગે.”

પ્રની મોમના આ નવા રૂપને અપલક નિહાળી રહી. એને સહેજ એકાદ પળ પુરતી મોમ પર શંકા પણ ગઈ કે મોમ મને અનિકેતથી દુર કરવા માટે તો આવું નથી કહેતી. પણ એકાદ પળ પછી એ પણ સમજી ગઈ કે મોમ અને ડેડ જેમણે અત્યાર સુધી મને આટલી ફ્રીડમ આપી છે, અનિકેતને પણ ઘરની વ્યક્તિ જ સમજે છે, એમના પર મારે શંકા કરવી યોગ્ય નથી. એને મોમની વાત પર ગર્વ થઇ આવ્યો કે જયારે જરૂર હતી ત્યારે સ્વંત્રતા પણ આપી જ છે. એ ચહેરા પર ગર્વની લાગણી સાથે બોલી, “આઈ લવ યુ મોમ, ડોન્ટ વરી નાવ, યોર ડોટર ઈઝ અ મેચ્યોર ગર્લ. સો બી હેપ્પી.” અને મોમને કહ્યું, “હવે આ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ પૂરો કરીને ઘરે જ જઈએ આમ પણ મારે અનીને જોવા હોસ્પિટલ તો જવું જ પડશે. તો તને ઘરે મુકીને હું ત્યાં જઈશ. બટ નોટ ટુ વરી ઓકે?”બંને કોફી વિથ આઈસ્ક્રીમ પૂરો કરી ઘરે જવા નીકળ્યા.

પ્રની મોમને ઘરે મૂકીને હોસ્પિટલ જવા નીકળી. ઘરે પહોંચીને મીનાને પણ પ્રનીની સહેજ વધુ ચિંતા થઇ આવી કેમ કે એ જાણતી હતી કે પ્રનીને જે કઈ કહ્યું એવી ટીપીકલ એ નથી પણ અનિનું HIV+ પણ નજરઅંદાઝ કરી શકાય એમ નહોતું.અને એ પણ એમની વહાલી અને એક માત્ર દીકરી માટે એ અને અનિલ કોઈ પણ ચાન્સ લેવા માંગતા નહોતા.

પ્રની પુરપાટ એક્ટીવા દોડાવતી હતી...અનિને યાદ કરતી, મનમાં ગણગણતી ..’કહેતે હે ખુદા ને ઇસ જહા મેં સભી કે લિયે....કીસીના કિસીકો બનાયા હર કિસીકે લિયે...’ ત્યાંજ ... મોબાઈલની રીંગ વાગી... એકટીવા સાઈડ પર કરી...મોબાઇલ જોયો અને એ ચમકી.

‘ડેડ, અત્યારે? હમણાં થોડા કલાક પહેલા જ તો છુટ્ટા પડ્યા શું કામ હશે.?.ફોનના સામે છેડેથી ડો .અનિલ નો ઘેરો અવાજ પ્રનીના કાનમાં પડઘાઈ રહ્યો ...“
કલીનીક પર આવ, રાહ જોઉ છું.”.......
જાહ્નવી અંતાણી