TIMIR MADHYE TEJ KIRN Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TIMIR MADHYE TEJ KIRN

ઐસે હી કિસીકે અરમાનો કી બસ્તીમે ચાલે આના,

ઉસુલ યે ભી હે કી તુમ વાપસ અકેલે મત જાના..

ધીમા વોલ્યુમે ચાલતી ગઝલના શબ્દો અને મોઘીદાટ ગાડીના સાવ ચિલ્ડ થઇ ગયેલા વાતાવરણમાં પણ પરસેવે રેબઝેબ ડોક્ટર સરૈયાને ઘર ક્યારે આવી ગયું એ ખબર જ ન રહી.ઘરના દરવાજામાં પેસતા જ મનમાં ફડક પડી ગઈ કે શું કરું ...??....હું મારી લાગણીઓ અને ગુસ્સો કેવી રીતે કાબુમાં રાખી શકીશ. એકબાજુ મીનાને મારા વર્તનમાં આવેલા એકાએક બદલાવ વિશેની શંકા અને માય ડીયર પ્રણાલીના અનિકેત તરફના આવેગ-ઉન્માદની ચરમસીમાના આખરી પડાવ વિશેનો ભય.વિશાળ ડ્રોઈંગરૂમમાં સોફા પર જઈને ડોક્ટર સરૈયા બેસી ગયા કે ફસડાઈ પડ્યા એ પણ ખબર ન પડી.

એજ વખતે અંદરથી પ્રણાલી દોડતી બહાર આવીને બોલી “ડેડ તમે ક્યારે આવ્યા ?હું તમને ક્યારની ફોન કરું છું.ચાલો ફટાફટ ઉભા થાઓ અશ્ફાકનો ફોન આવ્યો છે કે અનિકેતને બેભાન અવસ્થામાં હોસ્પિટલ દાખલ કર્યો છે”

સફાળા જાગીને ડોક્ટર સરૈયા બોલ્યા “શું વાત કરે છે ક્યારે?”

“ડેડ કમ ફાસ્ટ ...વી વીલ ટોક ઇન ધ કાર ...”

પાણીના રેલાની જેમ દોડતી કારમાં મૌન બેઠેલા બંને જણા ક્યાંથી શરૂઆત કરવી એની મથામણમાં હતા,પ્રણાલી વિચારી રહી હતી કે અશફાકના કહેવા પ્રમાણે ડેડ અનિકેતને બીમાર હાલતમાં ઇગ્નોર કરી નીકળી ગયા અને ડેડ તો મારી સામે અજાણ્યા થહોવાની વાત કરે છે. ડોક્ટર સરૈયા પણ વિચારી રહ્યા હતા કે પ્રણાલીને શું કહેવું?શું છાનું રાખવું ?

થોડાક વરસાદથી ભીના થયેલા રસ્તા પર સ્ટ્રીટલાઈટના લીસોટાઓની વચ્ચેથી પસાર થતી કારની અંદરનું વાતાવરણ હળવું કરવા ડોકટરે મ્યુઝીક ઓન કર્યું ...

જહાં છોડ આયે થે મુઝે,વો મહેફિલ સુહાની થી

બસ તેરા રૂઠ કે જાના હી કયામતકી કહાની થી...

અને બંને જણાએ આશ્ચર્યના ભાવો સાથે એકબીજા સામું જોયું.

******

સો વરસ જૂની એ હોસ્પીટલમાં બધું જ બદલાયેલું લાગતું હતું ,કોઈ ફાઈવ-સ્ટાર હોટેલની જેમ તેમાં ચોખ્ખાઈ હતી પણ પેશન્ટોના સગાઓના માસુમ અને ચિંતિત ચહેરા આમતેમ દોડાદોડી કરીને કૈક જુદું જ ચિત્ર ઉપસાવતા હતા.રૂમ નં.207 પર આવીને બંનેના પગલા અટક્યા. અશ્ફાક અનિકેતના હાથને એક હાથમાં લઇ બીજા હાથથી તેના વાળ પસારતો હતો,ડોક્ટર સરૈયાને જોતા જ અશ્ફાક ઉભો થઇ ગયો અને એકદમ દયામણા સ્વરે બોલ્યો અંકલ અનિકેતને તો ......

અશ્ફાકના વાક્યને એક ઝાટકે કાપી સરૈયા બોલ્યા “ચિંતા ન કરીશ હું છું ને ...!!!કદાચ એ વધારે સ્ટ્રેસ્ડ હશે અને એમાં પેલા હુક્કા ખેંચ્યા હશે ..એક કામ કર અશ્ફાક તું ચલ મારી સાથે આપણે ડોક્ટર વિશાલને મળી આવીએ, એ મારા પરમ મિત્ર છે ...પ્રની તું અહી બેસ અમે આવીએ ”

બહાર નીકળીને તે બંને સીધા ડો.વિશાલની કેબીનમાં ગયા સરૈયાને જોઇને યંગ ડોક્ટર વિશાલ ઉભો થઇ ગયો અને બોલ્યો “ઓહ સર તમે અહીયાં ....આ સમયે ???એનીથીંગ સીરીયસ ??”

“યસ વિશાલ 207 માં જે પેશન્ટ છે તે અનિકેત મારી ડોટરનો ખાસ ફ્રેન્ડ છે “

“ઓહ અનિકેત પંડ્યા ...આ રહી એની ફાઈલ હું એનો જ રિપોર્ટ વાંચી રહ્યો હતો,આમ તો બધું નોર્મલ છે પણ હું બ્લડટેસ્ટના રીપોર્ટની રાહ જોઈ રહ્યો છું...એ આવે એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય.”

“હી ઇઝ એચઆઈવી પોઝીટીવ” ડોક્ટર સરૈયા અશ્ફાકની સામું જોઇને બોલ્યા.

“વ્હોટ...અંકલ ..???” અશ્ફાક એકદમ ઉછળીને બોલ્યો.

“યસ કામ ડાઉન ...”

“સર આર યુ સીરીયસ ??”ડો.વિશાલે ડો.સરૈયાની સામું જોઇને પ્રશ્ન કર્યો.

“યા વિશાલ ...આઈ એમ નોટ જોકિંગ ...આઈ ટૂ , ડીડ કમ ટુ નો ઓન્લી ફયુ ડેઝ એગો ..”

અશ્ફાકના મોઢા પરનું બધું નૂર હણાઈ ગયું હતું,તેના પગ પાણી પાણી થઇ ગયા હોય તેવું અનુભવી રહ્યો હતો,શું પૂછવું તેની વિમાસણમાં હતો.તેને/ અત્યારે મૌન રહેવાનું પસંદ કર્યું .તે ઉભો થવા જતો હતો ત્યાં જ ડોક્ટર સરૈયાએ તેને રોક્યો.

“વન ફેવર ફોર મી અશ્ફાક ..પ્લીઝ કીપ ઇટ સિક્રેટ ફ્રોમ અનિકેત એન્ડ પ્રણાલી....!!” ડોક્ટર સરૈયાએ ગળગળા અવાજે વિનંતી કરી.

અશ્ફાક ધડામ દઈને પાછો ખુરશીમાં બેસી ગયો.તેનું મગજ બહેર મારી ગયું હોય તેમ તે અનુભવી રહ્યો હતો.તેની આંખોમાં અનિકેત પ્રત્યેની અપાર લાગણીમાં છુપાયેલો વિષાદ સરૈયા જોઈ રહ્યા હતા.એ લાગણી કે સંબંધને શું નામ આપવું તે વિચારવું તેમના માટે કઠીન બની ગયું હતું.

********

સફેદ ડાયમંડના ઝુંડ વચ્ચે નીલા રંગના ડાયમંડથી અંગ્રેજી અક્ષર ‘એ’ લખેલી વીંટીથી સુશોભિત આંગળી રમાડતી પ્રણાલીની આંખો ધીરે ધીરે ભાનમાં આવી રહેલ અનિકેતના ચહેરા પર સ્થગીત થયેલી હતી.આછી આછી લીલી બરછટ દાઢીવાળો અનિકેતનો ચહેરો એકદમ ફિક્કો લાગી રહ્યો હતો.આંખો ઉઘાડવા મથી રહેલો અનિકેત કોઈ અગમ્ય થાક હેઠળ પાછો આંખ બંધ કરી સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

પ્રણાલી વિચારી રહી હતી કાયમ મસ્તી અને તોફાનોમાં મેં ક્યારેય આ માસુમ ચહેરો આટલા ધ્યાનથી જોયો ન હતો.ડેડીનું અનિકેત તરફ એકાએક બદલાયેલું વર્તન અને અનિકેતનું આમ બીમાર પડી જવું કોઈ નેગેટીવ સંકેત આપી રહ્યું હોય તેવું લાગ્યું ? ત્યાંજ સરૈયા અને અશ્ફાક સાથે ડોક્ટર વિશાલ અંદર પ્રવેશ્યા,સાથે હાથમાં ફાઈલ લઈને એક નર્સ અંદર આવી. ડોક્ટર વિશાલે નર્સને ફાઈલમાં કશુક લખીને આપ્યું નર્સ ફાઈલ લઈને તરત બહાર જતી રહી.

“હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બોટલ આખી રાત ચાલવાની છે અને અનિકેત તો આરામથી ઊંઘવાનો જ છે એટલે સર હવે તમે ઘેર જઈને આરામ કરો” ડો.વિશાલે સરૈયા સામું જોઇને કહ્યું.

“પણ ડોક્ટર એકાએક આવું થવાનું કારણ તો કહો”પ્રણાલીએ અધીરી થઈને પૂછ્યું.

“અરે બેન આવડા મોટા ડોક્ટર ઘરમાં હોય પછી મારે શું જવાબ આપવાનો હોય?”

ડોક્ટર સરૈયા પ્રણાલીના ખભા પર હાથ મુકતા બોલ્યા ”બેટા ગભરાવા જેવું કશું છે નહિ,રાતોના ઉજાગરા,હુક્કા,સિગરેટ કેટલા કારણ આપું તને...ચલ ઘણું મોડું થઇ ગયું છે અશ્ફાક છે અહિયાં એટલે વાંધો નથી.”

“હા તમે બંને જઈ શકો છો અહીના ડોક્ટર પણ અંકલના જાણીતા છે એટલે તો હવે કોઈ વાંધો જ નથી”

“અશ્ફાક તને કઈ પણ જરૂર હોય તો ગમે ત્યારે તું ફોન કરી શકે છે...ઓકે ..બાય ...ટેક કેર ઓફ હીમ એન્ડ યોરસેલ્ફ ઓલ્સો.

સરૈયા અને પ્રણાલીના ગયા પછી અશ્ફાક વિચારમાં પડી ગયો.એચઆઈવી પોઝીટીવ અને એ પણ અનિકેતને ....???

અશ્ફાક એકદમ ઉભો થયો અને નર્સને બોલાવી કહ્યું કે આનું ધ્યાન રાખજે હું ડોક્ટરને મળીને આવું

******

ડોક્ટર વિશાલની કેબીનમાં તેમની સામે બેઠેલો અશ્ફાક ચિંતાગ્રસ્ત ચહેરે બોલ્યો.

ડોક્ટર , માના કી , સેફ સેક્સકે વાસ્તે ઢેર સારી ચીજે અવેલેબલ હૈ બાઝાર મેં , પર યકીન માનીએ યે સબ બાતે અનિકે સિલેબસમેં હો હી નહીં શકતી .

અશ્ફાક મિયાં , માનતા હૂં મૈ આપકી બાત , પર યે આપકી નઈ જનરેશન ,સબ કુછ થોડી ના બતાયેગી , ઔર ફિર યે તો ઠહરી સારી પ્રાઈવેટ બાતે ..

દો સાલસે રહેતા હૂં ,ઉસકે સાથ સરજી , બહોત હી ગહેરા યારાના હૈ .. વો ના,.કભી કૂછ ભી નહીં છીપતા મુજસે ." અશ્ફાકની અકળામણ વધતી જતી હતી.

"હો શકતા હૈ વો કંઈ સાલોસે એચ આઈ વી પોસિટીવ હો ..." ડોકટરે શંકા વ્યક્ત કરી .

નહીં ડોક્ટર , કોઈ એક સાલ પહેલે હી દોનોને બ્લડ ડોનેટ કિયા થા , અગેર વો પોઝીટીવ હોતા તો ખૂન થોડી ના લેતે ઉસકા ..."અશ્ફાક બોલ્યો .

વ્હેન એન્ડ વ્હેર ડીડ યુ ગાયસ ડોનેટેડ ધ બ્લડ ? ...ડોક્ટરને હવે વધારે રસ પડ્યો .

"વો ગયે સાલ હમારે એક યાર કો લીલાવતીમેં એડમીટ કિયા થા , તબકી બાત હૈ ..""
ઇફ ઇટ વોઝ ઇન લીલાવતી ,ધેન ધેર ઈઝ નો ક્વેશ્ચન ઓફ કેરલેસનેસ . હા અગર કોઈ બ્લડ કેમ્પમેં કિયા હો તો ચાન્સીસ હો શકતે હૈ , વહાં પર કંઈ દફા યુસ્ડ સિરીંજકી વજહસે હો શકતા હૈ ."

"એકઝેટલી સર , ધેન હાઉ ઇસ ઇટ પોસીબલ ? ..ઇસકા કોઈ ના કોઈ હલ તો હોગા ના ...કેન્સરકી તરાહ સ્ટેજીસ ભી તો હોંગે . અનિકે વાલિદાન સે ભી તો બાત કરની હોગી "અશ્ફાક એકદમ અકળાઈ ગયો હતો તેની અકળામણ હવે તેની આંખોમાં અને વાતોમાં સ્પષ્ટ દેખાતી હતી .

લૂક યંગ મેન , આઈ અંડરસ્ટેન્ડ યોર ફીલિંગ્સ . લેટ અસ નોટ ટેક એની સ્ટેપ્સ ઇન હરી , ઓકે ? ..આઈ હેવ આસ્ક્ડ ફોર એડવાન્સ રીપોર્ટસ ,વી વિલ બી ગેટીંગ ઇટ બાય ટેન ઓક્લોક ટુમરો ..અભી તૂ અપને દોસ્તકે પાસ જાકે બૈઠ ,મુજે ભી રાઉન્ડમેં જાના હૈ "ડોકટરે ઉભા થઈને અશફાકના ખભે હાથ મુકીને કહ્યું.

"સોરી ,ડોક્ટર મૈ ભી ના ,આપકો ખામખાં તકલીફ દે રહ હૂં .."

"ઇટ ઇસ ક્વાઈટ ઓલરાઈટ , યુ મે ગો નાઉ"

દરવાજામાંથી બહાર નીકળી 207 તરફ થોડેક આગળ વધેલા અશફાકને ડોકટરે બુમ પાડીને બોલાવ્યો...... “ અરે હાં....વાતોમાં ને વાતોમાં તને કહેવાનું તો ભુલાઈ જ ગયું કે હું લેબમાંથી નર્સને મોકલું છું તારું બ્લડ સેમ્પલ લેવા માટે,કદાચ અનિકેતને બ્લડ ચઢાવાની જરૂર પડે તો અમારી પાસે ડેટા અવેલેબલ હોય.”
ગુજરાતી ડોક્ટર વિશાલ પલ ભર ભૂલી ગયા કે અશ્ફાક હિન્દી ભાષી હતો .

ડો .વિશાલ હિન્દીમાં કહેવા જાય ,એ પહેલા જ અશ્ફાક બોલી ઉઠ્યો ..

"કોઈ દિક્કત નહીં સર , અનિકેત ઔર ઉસકી દોસ્તકે સાથ રાહ કર થોડી બહોત ગુજરાતી જબાન તો સમજ ભી લેતા હૂ , ઓર બોલ ભી લેતા હૂં . અનિકેત કે પૈસે સે તો યે ખૂન બના હૈ , વારના મેરે જૈસે મિડલ ક્લાસ લડ્કેકો ઇતને બડે શહરમેં કૌન પનાહ દેનેવાલા થા ?"...
અને ડો.વિશાલ એમ વિચારતા વિચારતા ત્યાંથી નીકળી ગયા કે સરૈયા સરને એવો તો શું શક પડ્યો હશે કે તરત જ મને મેસેજ કર્યો હશે કે પેલા અશ્ફાક નવાબનું પણ સેમ્પલ લઈને ટેસ્ટ કરી લેજે.

ઘેરી નિંદ્રામાં સુતેલા અનિકેતની બાજુમાં બેસી અશ્ફાક વિચારતો હતો કે ચારેક મહિના પહેલા જે વિલેજ કેમ્પમાં ગયા હતાં ત્યાં અનિકેતને પગમાં પાવડો વાગતા બે-ત્રણ ટાંકા લેવા પડ્યા’તા,અને કેટલીય સમજાવટ પછી પેલા લોકલ ડોકટરે ટીટનસનું ઇન્જેક્શન આપ્યું હતું.શું એ વખતે આ ઇન્ફેકશન ...???

વિચારોમાં ને વિચારોમાં પેશન્ટ બેડ પર માથું મૂકી પોતે ક્યારે સુઈ ગયો તે અશફાકને ક્લ્હાબર જ ના પડી.

********

વહેલી સવારે વોર્ડબોય અંદર આવીને અનિકેત માટે ગરમ ચા આપી ગયો ત્યારે અનિકેત અને અશ્ફાક વાતો કરતા હતા,વોર્ડબોયને પણ નવાઈ લાગી કે અત્યારે અનિકેત કાલ રાત કરતા ઘણો સ્વસ્થ હતો.

અનિકેત બોલ્યો “તારે ખરેખર ત્યાં પહોચવું જોઈએ તારા અબ્બુ તારી રાહ જોતા હશે..આવા સંજોગોમાં તારી ગેરહાજરી તારા ઘરવાળા બધાને ખુંચે જ ને..?? ”

“યાર..પણ તને આ હાલતમાં છોડીને જવું મને યોગ્ય નથી લાગતું.”

“ડોન્ટ વરી યાર ....પ્રનીને ફોન કરી દીધો છે એટલે એ આવતી જ હશે...અને ત્યાં માં-બાપ વગરની પેલી છોકરી ...સંજીદા હોસ્પીટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે એટલે તારે ત્યાં પહોચવું વધારે જરૂરી છે.”અનિકેતના અવાજમાં સ્વસ્થતાનો રણકો દેખાઈ રહ્યો હતો.

“પણ યાર ત્યાં જઈશ એટલે પોલીસના લફરાં પણ એટલા જ હશે ..આ સુસાઈડ એટેમ્પ્ટ કેસ છે.!!!”અશ્ફાક મનની મુંઝવણ છુપાવી બોલવાનો પ્રયત્ન કરતો હતો.

“ઓ ..બે ..લલ્લુ એમાં તારી કેમ ફાટે છે..??....તારે કારણ થોડું એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે?”

નહીં યાર , કલ કમ સે કમ બારાહ મરતબા ઉસસે ફોન પર બાત હુઈ હોગી મેરી ,ઉસે કુછ હુઆ તો ફોન રેકોર્ડકે મુતાબિક, મેરી તો વાટ લગ જાયેગી નાં ?,યે સંજીદા વાળી બાત હી તુજે ડીટેલ્સમેં બતાના ચાહતા થા કાલ, પર ઠીકસે બાત હો હી નહી પાઈના ઇસ કોહરામમેં ”

એની અડધી વાત કાપતા જ અનિકેત બોલ્યો “વાહ....સાલા..તું છુપો રુસ્તમ નીકળ્યો ...હો .”

“અબે ગધે ...પહેલે મેરી બાત તો સુન ....તુ સોચતા હે એસા કુછ ભી નહીં હૈ ....વો કિસી સીંધી લડકે કે સાથ શાદી કરના ચાહતી હૈ બસ ઉસી બાત પે તો ઉસને યે કાંડ કર દિયા ....!!”

એટલામાંજ ધડામ દઈને દરવાજો ખોલી પ્રણાલી અંદર પ્રવેશી ને બોલી “કોણે કાંડ કર્યો એ તો મારે જાણવું છે। ..!!”

એકદમ ચપોચપ બ્લુ જીન્સ અને સફેદ પારદર્શક સ્લીવલેસ ટોપ પહેરીને આવેલી પ્રણાલીને જોઇને બંને મિત્રો એકબીજાની સામું અને પ્રણાલીની સામું જોવા માંડ્યા.