Vamad - 25 books and stories free download online pdf in Gujarati

વમળ - 25

પ્રકરણ -25

લેખક બેડલી: અજય પંચાલ અને નિમિષ વોરા

ફાઈવસ્ટાર હોટેલની રૂમમાં સલોનીની ધૂંધવાતી હતી. એનું દિલ એના મગજ પાર હાવી થઇ ગયું હતું. આર્યનને પામવાની એની તૃષ્ણા ઘેલછામાં પરિવર્તિત થતી હતી. એણે ટીપોય પર પડેલી બિયરની બોટલ ઉઠાવી અને ગ્લાસ ભર્યો. ચિલ્ડ બિયર એના ગળામાંથી ઉતરીને ધીરે ધીરે એના મગજ પાર હાવી થતો જતો હતો. આર્યનને પામવાનો એનો પહેલો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો હતો. આર્યનની સાથેની મુલાકાતની શરૂઆતમાં તો આર્યન એના તરફ ઢળતો લાગ્યો હતો પણ અંતે એ ધુત્કાર પામી હતી. એણે વિચારવા માંડ્યું કે સીધી રીતે જો આર્યન એનો નહિ થાય તો હવે કોઈ પેંતરો રચીને એવી પરિસ્થિતિ ઉભી કરવી કે જેથી આર્યનને એના પ્રેમની ઉત્ક્ટતાનો ખ્યાલ આવે. પછી તો આર્યન એનો જ થઇને રહેશે. સલોની ધનવાન માબાપનું ફરજંદ હતી એટલે સ્પોઇલ્ડ તો હતી જ. ધારેલી ચીજ વસ્તુને પામવામાં ક્યારેય એને કોઈ સંઘર્ષ કરવો પડ્યો નહોતો. પણ આર્યનના પ્રેમને પામવા એ હવે કોઈ પણ હદ પર જવા તૈયાર હતી.

તેણે તરત અનુરાધા ને ફોન જોડ્યો.

"અનુ, આઈ નીડ યોર હેલ્પ. આઈ કેન્ટ લિવ વિધાઉટ આર્યન. કેન યુ મીટ મી નાઉ?

અનુરાધા એ ફોનની વાત પરથીજ લાગ્યું કે સલોની બરાબર ધૂંધવાઈ છે. તે સલોનીને બરાબર ઓળખતી હતી અને તેનાં ગુસ્સાને કેમ હેન્ડલ કરવું એ પણ જાણતી હતી..

તે સલોનીની રુમમા પહોંચી. સલોની હાથમાં બિયરના ગ્લાસ સાથે રિવોલ્વિંગ ચેર પર ઝુલતી હતી. ચેરનો અવાજ જાણે આવનારી કોઈ મુસીબતનો એંધાણ આપતું હોય તેવું અનુરાધાને લાગ્યું. તે જ્યારે સલોની પાસે પહોંચી તો સ્તબ્ધ થઈ ગઇ. રોઈ રોઈને તેની આંખો લાલ થઇ ચૂકી હતી, તરત સલોનીને પોતાની બાહોમાં જકડી, ધીરે ધીરે એ એની પીઠ પાર હાથ ફેરવતા ધીરેથી બોલી "ઓહ ડિયર, આટલો પ્રેમ કરે છે તું તારા આર્યનને ? તને તો ખ્યાલ છે જ કે એ તારો નથી થવાનો. તું તેને ભૂલી કેમ નથી જતી ? એવા તો કેટલાય આર્યન તારા માટે આંટા લગાવતા આવશે."

એક જ ઝાટકે તેને પોતાથી અળગી કરી વીફરેલી વાઘણની જેમ તે ગરજી,

"તારે મને ભાષણ આપવું હોય તો અહીંથી ચાલી જા.. હું આર્યન વિના મારૂં જીવન કલ્પી શકું તેમ નથી.. જો એકવાર તેને ઉંમર કેદ થઈ જાય તો હું પણ મારૂં આયુષ્ય પુરું જ કરી દઈશ.. પણ તેને બીજા કોઈનો નહીં જ થવા દઉં."

અનુરાધા સમજી ચૂકી હતી કે નશામાં સલોનીનાં બધાય ઉભરા બહાર આવી રહ્યાં છે.. છતાં તેણે એક છેલ્લા પ્રયાસ રૂપે તેને સમજાવવાની કોશિષ કરી,

"સલોની હજુ મારા મનમાં એક પ્લાન છે જે તમને બન્નેને એક કરી શકે છે પણ તે પ્લાન થોડો રિસ્કી છે."

"અરે, આર્યન નહીં મળે તો હું મરવા તૈયાર છું એનાથી વધુ રિસ્ક શું હોઇ શકે ? જે કહેવું હોય તે જલ્દી બક." સલોનીનો નશો હવે વધતો જતો હતો.

અનુરાધા નેતરની ખુરશી પોતાની તરફ ખેંચી સલોનીની નજીક ઉભડક બેસી પોતાનો પ્લાન રજુ કરવાનું ચાલુ કર્યું,

"જો ડિયર, આર્યનના જેલમાં રહેવાથી આપણો કોઈ ફાયદો નથી, તે કરતાં આપણે કાંઇક એવું કરીએ કે આર્યન હંમેશ માટે તારો થઇને રહે.. તેં કરેલા ઉપકાર તળે દબાઈ જાય.." અનુરાધાએ પોઝ લીધો પણ સલોની તરફથી કોઈ રીપ્લાય ના આવતાં તેણે બોલવાનું ચાલુ રાખ્યું.

"જો આપણે કોઈપણ રીતે આર્યનને લોકઅપમાંથી ભગાડીએ તો એ જીવનભર તારો ઋણી બની રહેશે અને તમે બન્ને દુર શહેર કે વિદેશ જઇ આરામથી જીવન પસાર કરજો.. જયાં તમે બે જ હોવ.."

અનુરાધાનું આ છેલ્લું વાક્ય સાંભળી સલોની તો જાણે ખજાનો મળ્યો હોય તેમ ખુશ થઈ બોલી,

"વ્હોટ અ બ્રીલિઅન્ટ આઈડિયા.." પણ બીજી જ પળે તેનો નશો ઉતરી ગયો હોય તેમ બોલી," પણ, આપણે બન્ને તેને હથિયારધારી પોલીસ પાસેથી કેવી રીતે ભગાવી શકીશું ?"

"ડોન્ટ વરી ડાર્લિંગ, ફોર ધેટ વી વીલ ટેક હેલ્પ ઓફ જસબીર માય બોયફ્રેન્ડ, પણ એક જ પ્રોબ્લેમ છે કે તે ફ્રી માં આ કામ નહીં કરે."

એક આંખ મીચકારી અનુરાધા બોલી અને પોતાનો મોબાઇલ લઇ એક વ્હોટસ્એપ મેસેજ મોકલ્યો અને બ્લ્યુ ટીક જોતાં જ મોબાઇલ ગજવામાં મુકી સલોનીને કહ્યું,"હવે વધુ પીવાનું રહેવા દે આપણે પ્લાનિંગ માટે તારું હોશમાં રહેવું જરુરી છે."

તેઓ બન્ને ફ્રેશ થયા એટલામાં જ જસબીર પણ આવી પહોંચ્યો.

સલોની અને જસબીરને એકબીજાનો સામાન્ય પરિચય તો હતો જ અને સલોનીની હમણાંની સ્થિતિની પણ તેને અનુરાધા દ્વારા જાણ હતી જ. શરૂઆતની થોડી ઔપચારિક વાતો પતાવ્યા પછી અનુરાધાએ તેને માંડીને વાત કરી. આમેય અનુરાધાએ જસબીરને સલોની વિષે વાત તો કરી જ હતી. બિયરના સીપ લેતા લેતા એક ખતરનાક પ્લાન બનવા માંડ્યો.

જસ્બીરે પ્લાન રજુ કર્યો। "કાલે આર્યનની કોર્ટની તારીખ છે.. સવારે 9.30 વાગ્યે તેને જેલમાંથી કોર્ટ તરફ લઇ જશે.. હવે આજ સમયે આપણે પોલીસવેન આંતરી અને આર્યન ને છોડાવી લઇએ. સલોની તો આર્યનને પામવાની ઘેલછામાં જ હતી. એ કાંઈપણ કરવા તૈયાર જ હતી.

પોલીસ લોક-અપમાં હવે આર્યન એક જાતની ગૂંગળામણ અનુભવતો હતો , તેને બહાર નીકળવું હતું થોડો બહારની હવા જોઈતી હતી.. પહેલી વાર તેને ખ્યાલ આવી રહ્યો હતો કે આઝાદી શું વસ્તુ હોય છે. તેણે સવારે નાસ્તો પતાવ્યો ત્યાં જ ઇન્સપેક્ટર પાટીલ પહોંચ્યો,"ચાલો, મી. આર્યન આજે તમારી કોર્ટ પેશી છે, આજે તમને જામીન મળી જાય એ માટે પ્રાર્થના કરો.. લેટ અસ ગો નાઉ..." કાઈ પણ બોલ્યા વિના આર્યન તેની પાછળ ચાલવા લાગ્યો સાથે ખરેખર તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યો. વિધિએ નક્કી કાર્ય મુજબ આ પ્રાર્થના તેને મુકત કરવા માટે કામ લાગવાની જ હતી પણ કંઇક અલગ જ રીતે.

વહેલી સવારે સડસડાટ જતી પોલીસ જીપને અચાનક એવી બ્રેક મારવી પડી. રસ્તો એકદમ વળાંકવાળો હતો. આસ્ફાલ્ટના રસ્તા પર ચિચોડા બોલાવતી જીપ ઉભી રહી. રસ્તા પર વહીલ્સ ઘસાવાથી ટાયર બાળવાની વાસ ફેલાઇ રહી. એકદમ વળાંક પાસે એક જીપ બિલકુલ રસ્તા ત્રાંસી થયેલી વચ્ચે ઊભી હતી. ઇન્સ્પેક્ટર પાટીલે જોયું કે જીપના સ્ટિયરિંગ પર એક સ્ત્રી માથું ઢાળીને લગભગ બેભાન જેવી ઢળેલી હતી. એના માથા પાસેથી જીપનું ડાબી સાઈડનું બોનેટ ડેમેજ થયેલું હતું. ઇન્સ્પેકટર પાટીલને લાગ્યું કે કોઈ ગંભીર અકસ્માત થયો છે. આગળ જ બેઠેલો પાટીલ તરત હરકતમાં આવી ગયો. તે સહસા જીપમાંથી કૂદીને બહાર નીકળ્યો. પાછળ બેઠેલા કોન્સ્ટેબલ્સને એને મદદ માટે જોરથી હાંક મારીને તે ઝડપથી જીપ પાસે પહોંચ્યો. બંને કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર પાટીલની પાછળ દોડ્યાં. આ ઇન્સ્પેક્ટર પાટીલની મોટી ભૂલ હતી.

બંને કોન્સ્ટેબલ બહાર નીકળ્યા એટલે જીપની પાછળની સીટ પર આર્યન એકલો પડ્યો. હજુ તો એ પરિસ્થિતિને કાંઇક સમજે તે પહેલા જીપની પાછળ એક કાર આવી ઉભી જે એક યુવાન ચલાવી રહ્યો હતો. કાર બહુ જ સિફતથી પોલીસ જીપની એકદમ નજીક આવીને ઉભી રહી. યુવાનની બાજુમાં પેસેન્જર સીટ પર આર્યનની નજર પડતાં જ તે ચોંકી ઉઠ્યો કેમકે એ બીજુ કોઈ નહીં પણ સલોની હતી. સલોની દોડીને જીપ પાસે આવી અને એણે આર્યનનો હાથ પકડીને બહાર ખેંચ્યો. સલોની એ સહેજ પણ અવાજ ના કર્યો પણ આર્યનને ઇશારાથી સમજાવ્યું. આર્યન પોલીસ કેદમાં ત્રાસી ગયો હતો. એને પણ આઝાદી જોઈતી હતી. એને તો બસ કેમેય કરી આઝાદ થવું હતું. ત્યાં રક્ઝક કરવાનો તો સવાલ જ નહોતો. અને બધું બન્યું પણ એટલું જલ્દી કે એણે આ કાર્યના શું પરિણામ આવશે એ વિચાર્યા વિના જ સલોની સાથે દોડીને કારની પાછળની સીટ પાર બેસી ગયો. અમુક ક્ષણમાં હજુ તો પાટીલ અને તેની ટિમ પેલી એક્સિડન્ટ થયેલી જીપ સુધી પહોંચે ત્યાં સુધી તો તે કાર પુરપાટ ઝડપે તે લોકો પાસેથી જ પસાર થઇને પેલી એક્સિડન્ટ થયેલી જીપ આગળથી પસાર થઈ ગઇ. ત્યાં જ પેલી એક્સિડન્ટ થયેલી જીપ પર પણ એકસિલેટરનો અવાજ આવ્યો અને તે કાર પાછળ જ રીતસર ઊડી રહી. ઇન્સ્પેકટર પાટીલ એ વખતે જીપની પાસે પહોંચી જ ગયો હતો. એ એટલો નજીક હતો અને એને એવો ખ્યાલ પણ ના હતો કે એ જીપ એટલી જલ્દીથી ભાગશે. જીપના ધક્કાથી પાટીલ સડકના કિનારે પડ્યો.

પળવારમાંજ પાટીલને પોતાની ભુલ સમજાઈ ગઇ. કોન્સ્ટેબલો પણ બેબાકળા થઇ ગયા હતા. પાટીલે બુમ પાડીને ટીમને જલ્દીથી જીપમાં બેસી પીછો કરવાનું કહ્યું...

ચિચિયારીઓ પાડતી પોલીસ કાર પણ ઉપડી. અચાનક એન્જીન રેઈઝ થવાથી પાછળ ધુમાડાનો ગોટ ઉડ્યો. પોલીસ કાર ફુલસ્પીડમાં ભાગી. આ ટોળકીએ જગ્યા પણ એવી જ પસંદ કરી હતી કે જે મેઈન રોડથી થોડે દૂર હતી. જયાં આ બનાવ બન્યો તે સિંગલ રોડ હતો. થોડે દુર જયાં ચાર રસ્તા ભેગા થતા હતાં તે મેઈન રોડ સાથે કનેક્ટ થતો હતો. અનુરાધા અને જસ્બીરે પોત પોતાના પ્લાન મુજબ અલગ અલગ દિશામાં પોતાની ગાડી દોડાવી. પાછળ પીછો કરતા પાટીલ ચાર રસ્તા પાસે આવીને બે પળ માટે મૂંઝાયો પણ તરત તેના ડ્રાઇવરને સુચના આપી,

"જીપ કો જાને દો, ઉસ કાર કા પીછા કરો.. અબ એક્શન કા સમય આ ગયા હૈ.." આટલું બોલી પોતાની પોલીસ કોલ્ટ પર હાથ ફેરવ્યો. એ જાણતો હતો કે આટલા ભીડભાડવાળા રસ્તે શૂટિંગ કરવામાં સલામતી તો નહોતી. પણ એ પોલીસની જેમ જ વિચારતો હતો.

આગળની ગાડી ભયાનક સ્પીડે ભાગતી હતી. ગાડી ને આગળથી ડાબી તરફ ટર્ન લેતી જોઈને પાટીલ સમજી ગયો કે આ લોકો પુણે તરફનો હાઈ વે પકડવાના છે અને તેથી જ તે એકદમ સતર્ક થઈ ગયો. આ સમયે તે હાઇવે પર ખૂબ ભીડ હશે તેની તેને બરાબર ખબર હતી. આગળ ભાગતી કાર પોલીસ જીપને હંફાવી રહી હતી તે પણ હવે તેની સહનશક્તિની બહાર હતુ. પાટીલનો પિત્તો ખાંસી ગયો હતો. એના લમણાંની નસો ઉપસી આવી હતી. તેણે ડરાઇવરને એક ગાળ દઈને કહ્યું, " સાલે હરામખૉર મેરી શાદી મેં આયા હૈ ક્યા ? ભગા જલ્દી સે.. બતાતેં હૈં ઇન અમીરઝાદોં કો પુલિસસે પંગ઼ા લેને કા નતીઝા..." આટલું કહી તેણે પોલીસ ગન બહાર કાઢી. ગાળથી ગિન્નાયેલા ડ્રાઈવરે પૂરા જોશથી એકસ્લરેટર પર પગ મુક્યો. જીપ ભયાનક વેગથી પીછો કરવા લાગી અને તે સાથે જ બંને ગાડીઓ વચ્ચેનું ડિસ્ટંસ ઘટવા લાગ્યું.

આગળની ગાડી લેન બદલતી ચપળતાથી સરકતી જતી હતી. એ કારણો ડરાઇવર ખુબ જ કુશળ લાગતો હતો. પણ પાટીલ એ ડરાઇવરની કુશળતાની તારીફના મૂડમાં નહોતો. પાટીલનો ગુસ્સો હદ વટાવતો હતો. એને પોલીસ કોલ્ટનો સેફટી લેચ ખોલ્યો. જમણો હાથ બહાર કાઢીને એકદમ નિશાના સાથે પાટીલે પહેલી ગોળી છોડી. પણ ચાલતી જીપમાંથી પુરપાટ સરકતી ગાડી પર નિશાન લેવું એટલું આસાન ન હતું.

સનન...ન..ન કરતી બુલેટ આવી અને પાછળની વિન્ડ શીલ્ડ પર વાગી. પાટીલની ગોળી કર્ણ પતરામાં વાગી. પાછળની સીટ પર બેઠેલો આર્યન ગભરાઈને નીચો નમી ગયો. હવે એને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. એણે બમ પાડી,

"ધેટ બાસ્ટર્ડ ઇઝ ફાયરિંગ, મુવ ફાસ્ટ." જસબીરને ખ્યાલ હતો જ કે પોલીસ જરૂરથી ફાયરિંગ કરશે જ. ગોળી વાગતા જ જસ્બીરે ગાડી વધુ જોરથી ભગાવી અને ફરી ડિસ્ટંસ વધારી મૂક્યું. પણ હવે રસ્તો સીધો ન હતો તેથી સતત સ્પીડમાં ગાડી ફાસ્ટ ભગાવવાનું શકય ન હતું. પાછળ નીચે નમેલો આર્યન જરા ઉભો થવા ગયો કે ત્યાં જ નિશાન તાકી બેઠેલા પાટીલે તરત ગોળી છોડી. પણ જોગાનુજોગે એ જ સમયે કારે વળાંક લેતા ઊંચો થવા જઇ રહેલો આર્યન ફરી સીટ પર પટકાયો. નસીબજોગે આર્યને તે ગોળી ચૂકવી હતી. એક ક્ષણ નો સવાલ હતો. એકાદ ઇંચનો જ તફાવત હતો નહીંતર એ ગોળીએ આર્યનના માથાનું નિશાન લીધું જ હોત. આર્યન વીંધાતા બચી ગયો. પણ એ બુલેટ આર્યનને ચૂકીને આગળ વધી ને આગળની સીટ પર બેઠેલી સલોનીની પીઠમાં ઉતરી ગઇ. સલોનીની પીઠમાંથી ગરમ ગરમ લોહીનો ફુવારો છૂટ્યો હોય તેમ લોહી વહેવા માંડ્યું. ગોળી વાગતાં જ ભયાનક ચીસ પાડતી સલોનીનું માથું આગળ ડેશ બોર્ડ પર ભટકાયું. જસબીર પોલીસ ચેઇઝથી ભયાનક તનાવમાં તો હતો જ. એમાં ફાયરિંગ થતા એ પણ નર્વસ હતો. એ કઈ કોઈ રીઢો ગુનેગાર નહોતો કે સ્વસ્થતા રાખી શકે. એને એક હાથથી આગળ ઢળી પડેલી સલોનીને સંભાળવાનો પ્રયત્ન કર્યો. સલોનીના શરીરમાંથી વહેતુ લોહી જોઈને એની નર્વસતા પણ હદ વટાવી ગઈ હતી. એનું મગજ તનાવમાં હતું. હૃદય ભયાનક વેગથી ધડકતું હતું. એના હાથ કંપતા હતા. નર્વસ જસ્બીરથી ગાડીનું બેલેન્સ રાખવું કપરું બન્યું. એણે સ્ટિયરિંગ પરનો કંટ્રોલ ગુમાવ્યો. એની કાર હાઇવે લેન પરથી ત્રાંસી થઈને સામે બાજુમાં ઊભેલા લાંબા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાઈ પડી. કારનું બોનેટ મજબૂત ટ્રેઇલરની બોડી સાથે ઘસાઈ. બે મેટલના ઘસવાથી તણખા થયા. ખુબ જ વેગથી અથડાયેલી કાર ટ્રેઇલરથી ઘસાઈ તેથી એક બાજુનું પડખું તૂટી ગયું. અને કાર ગોળ ચક્કર ફરી પલટી મારીને બીજી તરફના પડખે આડી થઇ સડક સાથે થોડે દૂર સુધી ઘસડાઈને રસ્તાની વચ્ચોવચ આડી ઉભી રહી. પોલીસ જીપના ડરાઇવરે આગળની કારને અથડાતાં અને પલ્ટી ખાતાં જોઈ બ્રેક પર જોશથી પગ લગાવ્યો. પોલીસ જીપ ચિચિયારીઓ પાડતી અટકી પણ એ પણ પાછળથી જસબીરની કારને અથડાઈ. નસીબજોગે પોલીસજીપમાં બધા સલામત હતાં. ઇન્સ્પેક્ટર પાટીલે તરત જ કંટ્રોલ રૂમને કોલ લગાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મંગાવી.

પ્રાઇવેટ ડિટેક્ટિવ જગડ઼ુ ખરબંદા સવારથી જ પોલીસ લોકઅપ પાસે આંટા મારતો હતો. એટલે એ પણ પોલીસ જીપનો છેક લોકઅપથી પીછો કરી રહ્યો હતો એ આખા ડ્રામાથી ખૂબ જ હેબતાઈ ગયો હતો. આટલી લાંબી ચેઈઝ કરવાની તેની ખખડધજ બાઇકમાં તાકત પણ ન હતી.. તેથી આર્યનને ભગાવી જનારી કારની પાછળ ભાગતી પોલીસ જીપનો અમુક અંતર સુધી પીછો કરી તેણે ના-છુટકે બાઇક ઊભી રાખવી પડી એટલે એણે ફોન જેપી ને ફોન લગાવ્યો. એ વખતે

જે.પી.ની વિનાયક અને નિર્મલ સાથે હાઈપ્રોફાઇલ મીટીંગ ચાલુ જ હતી. જે.પીના ફોન પર જગડ઼ુએ નાટકીય ઢબે ફરાર થયેલા આર્યનના સમાચાર આપી આખી ઘટના ટૂંકમાં વર્ણવી. આ સાંભળતા જ જે.પી.ના પગ તળેથી જમીન સરકી ગઇ

"વોટ?? અત્યારે કઇ બાજુ લઇ ગયા તે લોકો આર્યનને ? "

"અત્યારે તેઓ પૂના રોડ તરફ ગયા છે પણ હું તેમને ટ્રેક નથી કરી શક્યો"

"ઓહ યુ ઇડ઼િયટ રાહ કોની જોઇ રહ્યો છે !? તું જા એમની પાછળ.. આઈ વિલ પે યુ વ્હોટ એવર એમાઉન્ટ યુ વોન્ટ.." આટલું બોલી ફોન કાપી નાખી જે.પી. સાવ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.. "મારો દિકરો.. આર્યન....! " આટલું બોલતાં તે રીતસર રડી પડ્યો.

"સોરી, વિનાયક મારી હાલત બરાબર નથી.. આપણે ફરી ક્યારેક મળીશું."

"બટ વ્હોટ હેપન્ડ?" વિનાયકે જે.પી.ને પૂછ્યું. એના અવાજમાં સહાનુભૂતિ અને ચિંતા પણ હતી.

નિર્મલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. આ ભલભલાને હંફાવનાર જે.પી. આજે આક્રંદ કરી રહ્યો હતો. હવે નિર્મલને પણ પોતે કરેલી ભુલનો પારાવાર પસ્તાવો થતો હતો. આવો રસ્તો અપનાવવા માટે તેણે વિનાયકની નારાજગી તો વહોરી લીધી જ હતી. વિનાયક આવે વખતે પણ પોતાની ખાનદાની ચુક્યા વિના જે.પીને સાંત્વના આપીને ફરી મળવાનો વાયદો કરી નીકળી ગયો.

છુટા પડતી વખતે એ લોકોને ક્યાં ખ્યાલ હતો કે અમુક કલાકો બાદ જ તેઓ ફરી મળવાના જ છે.

ક્રમશ:

લેખક: નિમિષ વોરા અને અજય પંચાલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED