કેવું આ શહેર Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેવું આ શહેર

કેવું આ શહેર (હાઈકુ)

હાઇકુ વિષે...

હાઈકુ કવિતા નો એક પ્રકાર છે.

હાઇકુ એક એવા પ્રકાર ની કવિતા છે જેમાં ફક્ત ત્રણ પંક્તિઓ માં અને સત્તર સિલેબસ માં આખી કવિતા નું વર્ણન કરવાનું હોય છે.

માટે આમાં દરેક શબ્દ ખુબ સમજી ને વાપરવાનો હોય છે જેથી વાત વાંચનારાઓ સુધી પહોચી શકે.

જરૂરી નથી કે પેહલી પંક્તિ ની કોન્ટીન્યુંટી માં બીજી કે ત્રીજી પંક્તિ હોયજ, ના પણ હોય. કવિતા સમજ્વા દરેક પંક્તિ પછી થોડી વાર વિચાર કરવો જરૂરી છે જેથી કવિતા સમજી શકાય.

કવિતા વિષે...

આ કવિતાઓ માં હાઇકુ ની મદદ થી શહેર અને શહેર ના લોકો ને સમજવાનો અને થોડો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

આશા રાખું છુ કે તમને ગમશે. આ મારો હાઇકુ લખવાની સૌપ્રથમ અનુભવ છે માટે કઈક ભૂલ થઇ હોય તો ભૂલ સમજી જતી કરવી.

કેવુ આ શહેર

૧)

ખબર પૂછી.

મને કીધું ના હોય

મન જીતી ગ્યું

૨)

અહીં બે માંથી

એક. સ્વાર્થ પૂરતા !

મનથી નઈ.

૩)

અહી ના મળે ,

સુગંધ માટી ની

ન મિત્ર સાચો

૪)

કાલે મિત્રતા

ખરીદી. બઉ મોંઘી

નકલી હતી.

૫)

પતંગ ઊંચી

ફરતી અને ઉડતી

દોરી ખરિદો

૬)

જાળી - આશ્રમ

ગૂંચવાડો સાચો છે.

દેખાડો નહિ

૭)

સમય થયો.

શહેર શોધતા આ.

હવે તું બેસ !!

૮)

હવા રમાડે

પાણી ચડે મગજે

ટકી બતાવો

૯)

ત્યાં આત્મશાંતિ

અહીંયા છે સુવિધા

કરો હિસાબ

૧૦)

ઓળખાણ છે?

મેહનત કરશો?

કોની છે બોલો?

૧૧)

પ્રદુષણ છે

સબંધો નું તો પણ

શ્વાસ લેતા રો.

૧૨)

ચાલ શોઘી લે

નઈ શોધી શકે. આ

રહ્યો હું સામે.

૧૩)

રસ્તો ના શોધ

મંઝિલ નક્કી કર

આ રહી ચાવી !

૧૪)

આતો પૂછ્યું

એટલે જીવી ગયા.

એટલે કીધુ

૧૫)

દોસ્તી ની મજા

સહનશક્તિ છે ?

તો રહેવાદે.

૧૬)

મરવુ નથી

કઠીન જીવવુ

કઠીન ગમે

૧૭)

દુર નથી એ

અભિમાન વધારે

એટલે દુર

૧૮)

સમય = પાણી

માન પાન = ખાતર

સબંધો માંગે

૧૯)

કાલ જે હતો

આજ કદાચ નથી

કાલ ચોક્કસ

૨૦)

શોધું પોતાને

પોતાનું સરનામું

યાદ કરી ને

૨૧)

કાચ જેવો છુ

સંબંધ મારો સાફ

તૂટું પણ એમજ

૨૨)

સુગંધ એની

એહસાસ પણ એનો

શોધું પોતાને

૨૩)

વખાણ કર

ખોટા તો ખોટા કર

વાત તો કર.

૨૪)

હવા માં નથી

ઝેર. સબંધો માં છે.

સમય ઓછો.

૨૫)

તું પણ અહી

હું પણ અહીયાજ

માટી કોની તો ?

૨૬)

અઘરું ખુબ

સહેલું ઓછુ આપે

અઘરું માંગો

૨૭)

એ નથી હવે

જે પેહલા હતો એ

હું પણ નથી

૨૮)

એ નથી હવે

સુગંધ હતી જેવી

ફક્ત ઈર્ષા

૨૯)

આખો માં ઈર્ષા

હોઠો પર સ્મિત છે

આવું શહેર

૩૦)

બોલે કશુક

કરે પણ કશુક

શીખવું પડે

૩૧)

પૂછું કશુક

જવાબ મળે બીજો

જાણી જોઈ ને

૩૨)

એને ફેરવે

અને એ એને પણ

બે એકબીજાને

૩૩)

પેટ્રોલ એનું

કીધું ઝીંદગી તું લે

આ ભાગીદારી ?

૩૪)

એમજ હસ્યો ?

એ ધંધાદારી ! તારા

પત્તા નબળા.

૩૫)

આ શહેર માં

બધું મોટું વિશાળ .

ના બધુ નહિ !

૩૬)

ખરા છે લોકો

મિત્રતા નો અરથ ,

નફા માં શોધે .

૩૭)

ન આવડતું

શીખવું પડ્યું છે.

પાસ પણ થ્યા.

૩૮)

ક્યા હતું આ

ઘણું ગુમાવ્યું પણ ,

નફા માં રહ્યો .

૩૯)

હવા ચતુર.

ચતુર નથી લોકો

ચતુર બન્યો ?!

૪૦)

બિચારા લોકો .

રમતો વધારે છે.

નથી નિયમો .

૪૧)

શોધતા મળે

મંદિર. ઘર ન મળે ,

માણસ પણ .

૪૨)

તમે માત્ર છો.

રમશે પણ બીજા ,

હિસાબ પણ .

૪૩)

પુછિયે તો ના !

ના પુછિયે તો પૂછે.

પૂછ્યા કરે..

૪૪)

અરીસા ઓછા

દીવાનખંડ મોટા

વરંડા નાના

૪૫)

ઓછુ અંતર

સારું વધુ અંતર

અંતર સારું

૪૬)

બધુ સરળ

અઘરું છે બધું

સાચું કે ખોટું.

૪૭)

વાંક છે તારો

ગમે પણ તું જ છે.

આજ તો ભૂલ.

૪૮)

એને ના જોયું

હું ન રહી શક્યો

જોયા જ કર્યું

૪૯)

આ રહી માટી

ક્યાં છે લોહી લાલ

માત્ર બેરંગ.

૫૦)

સ્વાર્થી નથી એ

બને ટકવા માટે

બની રહે છે.

૫૧)

આજ ક્યાં છે

જે કાલ હતી જેવી

હું પણ નથી.

૫૨)

જીવું છુ વાત

કર. જતો રહીશ

યાદ કરીશ.

૫૩)

પૈસો પૈસા ને

નફરત બી મારે

પ્રેમ તો પ્રેમ

૫૪)

હિંમત રાખ

રસ્તો ખરાબ ખરો

પણ રસ્તો છે.

૫૫)

ઉડવું સારું

નીચે જોવું જરૂરી

મંઝીલ છે જ્યાં.

૫૬)

શું છે વધારે ?

અંત નથી જેનો એ ?

અંત ઓછા નો.

૫૭)

આ તો રહ્યો હું

તારામાં અને બધે

શોધે છે ક્યાં ?

૫૮)

ત્રાજવું કોનું?

લાગણી તારી મારી

તોલે એ ત્રીજો.

૫૯)

અસ્તિત્વ નથી

ઝગડું હું જેના થી

ને જેના માટે

૬૦)

ભૂલી જવાની

ટેવ સારી, વધારે

જવા દેવાની

સુકેતુ કોઠારી