ઓથાર અંક -૧ Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓથાર અંક -૧

“ઓથાર”

આજે રાહુલ ની બોર્ડ ની ( ધોરણ ૧૨ ) પરીક્ષા નું પ્રથમ પેપર છે. રાહુલ ને તેની આખા વર્ષ ની મેહનત પર અને માતાપિતા ના આશીર્વાદ પર પૂરો ભરોસો છે.

( રાહુલ ૧૯ વર્ષ નો ધોરણ ૧૨ માં ભણતો છોકરો છે જે નસીબ કરતા વધારે મેહનત કરવામાં માને છે રાહુલ તેના માતાપિતા નો એક માત્ર દીકરો છે. રાહુલ ને ફક્ત એકજ મુશ્કેલી છે એને ઊંઘ માં અજીબોગરીબ સપના આવે છે જેને એ કે એના માતા પિતા સમજી નથી શકતા. ઘણા ડોક્ટર ને બતાયું પણ મેડીકલ સાયન્સ માં આ વિષે કોઈ માહિતી નથી અને દવા પણ નથી. ફક્ત એટલુજ તારણ આવ્યુ કે સપના ત્યારેજ બંધ થશે જયારે એ કોઈ પણ એક સપનું કોનું છે અને શેના વિષે છે એ જાણી લે. )

રાહુલ ને ૧૧ માં ધોરણ માં એટલા સારા માર્કસ ન્હોતા આવ્યા છતાય માતાપિતા તરફ ૧૨ માં ધોરણ માં સારા માર્ક્સ લાવવા કોઈ પણ પ્રકાર નું દબાણ ન હતું.

( રાહુલ ના માતા પિતા ખુબ ભણેલા છે. રાહુલ ના પિતાને ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ નો ધંધો છે. રાહુલ ના માતા પિતા ખુબજ મોર્ડન અને ખુલ્લા વિચારો વાળા છે. તેઓ માને છે કે વ્યક્તિ એ જે કામ ગમે તેજ કરવું જોઈએ અને એજ બનવુ જોઈએ. તે રાહુલ ને પણ તેના નિર્ણયો જાતે લેવામાં ઘણી મદદ કરે છે અને રાહુલ ને એક ઈન્ડીપેન્ડન્ટ અને સારો વ્યક્તિ તરીકે જોવામાં વધારે માને છે. )

માતાપિતા ના આશીર્વાદ લઇ ને અને ભગવાન ના દર્શન કરી ને રાહુલ પરીક્ષા આપવા જાય છે. જે સ્કૂલ મા નંબર આવ્યો હોય છે ત્યાં પહોચી ને રાહુલ એના જેવા પરીક્ષા આપવા આવેલા બીજા વિદ્યાર્થીઓ અને તેમની જોડે આવેલા તેમના માતાપિતા ને જોવે છે અને નવાઈ લાગે છે. દરેક માતા પિતા તેમના બાળક ને જાત જાત ની સલાહ આપે છે જેમ કે જે આવડે એ પહેલા લખવાનું, લખવામાં ઉતાવળ રાખવાની, બાથરૂમ જવામાં ટાઈમ નઈ બગાડવાનો, બઉ ચેક ચાક નઈ કરવાની વગેરે..વગેરે..અમુક માતાપિતા તો સ્કૂલ ની બહારજ બેસવાની તયારીઓ સાથે નાસ્તા પાણી લઇ ને આવ્યા હતા અને ઘણી બધી માતાઓ તો ભગવાનનું નામ જ લીધા કરતી હતી. રાહુલ ના કિસ્સા મા આ બધું ન્હોતું. રાહુલ બોર્ડ ની પરીક્ષા હોવા છતા એની માટે તો આ બાકી ની પરીક્ષા ની જેમ જ હતી. રાહુલ ને બીજા લોકો ની જેમ પરીક્ષા ના છેલ્લા ટાઇમ સુધી વાંચવાની ટેવ નથી એ માનતો કે આખુ વર્ષ ના વાચ્યુ હોય તો પછી છેલ્લા સમયે વાંચવાથી શુ ફાયદો અને જો આખુ વર્ષ વાંચ્યું હોય તો છેલ્લા સમયે વાંચવાની શુ જરૂર હોય?

આ બધું જોઈ ને રાહુલ મન મા ને મન મા હસી ને સ્કૂલ ની બહાર લગાવેલા બોર્ડ પાસે જાય છે અને એના પરથી રાહુલ એનો પરીક્ષા મા બેસવા નો રૂમ નંબર જોવે છે. સ્કૂલ બિલ્ડીંગ મા નજર ફેરવે છે પણ નવી સ્કૂલ હોવાને કારણે જલદી રૂમ નથી મળતો એટલે ટાઇમ બગાડ્યા વગર રાહુલ કોઈ પટ્ટાવાળા ને પૂછી ને એ ક્લાસ સુધી જાય છે. ક્લાસ માં જઈને પોતાનો સીટ નંબર શોધી ને બેસી જાય છે. પરીક્ષા રૂમ ખુબ મોટો હતો અને પરીક્ષા હોવાના કારણે દરેક બેંચ ઉપર એકજ વિદ્યાર્થી અને બે વિદ્યાર્થી વચ્ચે એક બેંચ ખાલી રાખવામાં આવેલી જેથી કોઈ પરીક્ષા મા ચોરી ન કરી શકે.

રાહુલ જોડે લાવેલો વધારાનો સામાન પરીક્ષા ખંડ ની બહાર મુકી આવે છે પણ બીજા બધા વિદ્યાર્થીઓને હજુ પણ ચોપડી લઇ ને વાંચતા જોવે છે. વિશાળ રૂમ હોવાથી અને ઓછા વિધ્યાર્થીઓ ની બેઠક વ્યવસ્થા હોવાના કારણે બધા ને સરળતા થી જોઈ શકાતું હતું. રાહુલ બધા ને જોતો હતો અને અચાનક તેની નજર એક સુંદર છોકરી ઉપર પડે છે અને એને જોતાજ રાહુલ ના મોઢા પર સ્મિત આવી જાય છે. રાહુલ ને એ છોકરી નું માસુમ ચેહરો યાદ રહી જાય છે.

હવે રોજ ક્લાસ માં પોતાની સીટ પર બેસતા પેહલા એની નજર એ છોકરી ને શોધે, એ દેખાય એટલે મન મા હશે અને પછી બેસી ને પેપર લખવાનું ચાલુ કરે. પેપર લખતા લખતા કોઈ પ્રશ્ન ના આવડે એટલે અટકી જાય અને પાછુ ધ્યાન પેલી છોકરી ઉપર જાય, એની બુટ્ટી પર, એના હાથ પર, હાથ પર વાગેલા નિશાન પર, એની સાદાઈ ઉપર અને એના નિર્દોષ ચેહરા પર જાય. પ્રશ્ન નો જવાબ યાદ આવતાજ પાછુ લખવાનું ચાલુ કરી દે. આવું રોજ ૨-૩ વાર થાય. રોજ આમ ને આમ થતા પરીક્ષા નો છેલ્લો દિવસ અને છેલ્લી પરીક્ષા આવે છે. પરીક્ષા ના છેલ્લા દિવસે બીજા બધા વિદ્યાર્થી પરીક્ષા પૂરી થવાના કારણે ખુશ હોય છે જયારે રાહુલ થોડોક ઉદાસ થઇ જાય છે. રાહુલ ઉદાસ થવાનું કારણ પેલી છોકરી હોય છે કારણકે રાહુલ ને ખબર છે કે હવે રાહુલ એને મળી કે જોઈ નઈ શકે.

થોડાક દિવસો પસાર થાય છે અને હવે પરીક્ષા નું પરિણામ એક વીક પછી આવવાનું છે. રાહુલ ને ફરીથી પહેલા ની જેમ સપના આવવાનું ચાલુ થાય છે આ વખત નું સપનું રાહુલ ને વધારે હચમચાવી દેવનારું હોય છે. રાહુલ એના માતા પિતા ને વાત કરે છે કે સપના મા તે કોઈ ને આત્મહત્યા કરતા જોવે છે. રાહુલ ના માતા પિતા પણ ગભરાઈ જાય છે કારણકે આવુ ભયાનક સપનું રાહુલ ને પેહલા ક્યારે પણ નથી આવ્યું હોતું. પણ તેઓ રાહુલ ને આગળના સપના ની જેમ ભૂલી જવાનું અને હિમ્મત રાખવાનું કહે છે.

હવે રોજ રાહુલ ને આજ સપનુ આવે છે.

પ્રથમ દિવસે : રાહુલ સપના મા કોઈ વ્યક્તિને રાત ના સમયે એક હોટેલ મા જતા જોવે છે. એ વ્યક્તિ રીસેપ્શન પર કઈક વાત કરે છે અને પછી પૈસા આપી ને રૂમ બૂક કરાવે છે.

બીજા દિવસે : એજ સપના માં રાહુલ આજે એ વ્યક્તિ ને લીફ્ટ મા થઇ ને રૂમ માં જતા જોવે છે.

ત્રીજા દિવસે : હવે એ વ્યક્તિ પોતાનો દુપટ્ટો કાઢી ને પંખા માં ભરાવે છે અને ગળા નો ફાસો બનાઈ ને ટેબલ પર ચડી ને એમાં પોતાનું માથું નાખે છે. રાહુલ એક્દમજ ઊંઘમાંથી ઉઠી જાય છે અને ગભરાઈ જાય છે. રાહુલ ને પરસેવો પરસેવો થઇ જાય છે.

ચોથા દિવસે: રાહુલ ને આ વખતે હોટેલ નુ નામ થોડુક થોડુક દેખાય છે. રાહુલ ને હોટેલ ના નામ મા ખાલી _ _ _ ઇન જ વંચાય છે. આગળ ના ૩ અક્ષર એ નથી વાંચી શકતો અને જોડે જોડે રૂમ નબર પણ દેખાય છે (રૂમ ન. *૨૭). આગળ નો એક અક્ષર નથી દેખાતો.

સવારે ઉઠી ને રાહુલ આખો દિવસ એ સપના વિશેજ વિચાર્યા કરે કે આ કોણ છે આ વ્યક્તિ જે હોટેલ માં જઈ ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.

પાંચમ દિવસે : રાહુલ આજે લીફ્ટ માં કોઈ ને ઉપર જતા જોવે છે અને એની પાછળ ચાર થી પાંચ લોકો એને પકડવા દોડે છે.

છ્ઠા દિવસે : આ આખુ સપનું રાહુલ ને ફરીથી આવે છે.

આજે સાતમો દિવસ છે બોર્ડ ની પરીક્ષા ના પરિણામ નો દિવસ.

રાહુલ સવારે ઉઠી ને ભગવાન ના દર્શન કરી માતાપિતા ના આશીર્વાદ લઇ ને પરિણામ જોવા જાય છે. પણ એના મન મા આજે પણ એજ સપનું યાદ આવ્યા કરે છે અને વિચારે છે કે આત્મહત્યા કરવાવાળું એ વ્યક્તિ કોણ હશે, અને લીફ્ટ માંથી રૂમ જોડે જવાવાળું બીજું વ્યક્તિ કોણ હશે. રાહુલ ને મન મા પ્રશ્ન થયો કે બીજી વ્યક્તિ પેલી છોકરી ની આત્મહત્યા નું કારણ તો નઈ હોય ને ? ....વધુ અંક-૨ મા....