ઓથાર અંક-૨ Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓથાર અંક-૨

“ઓથાર”

અંક-૨

આગળ આપણે જોયું...

રાહુલ સવારે ઉઠી ને ભગવાન ના દર્શન કરી માતાપિતા ના આશીર્વાદ લઇ ને પરિણામ જોવા જાય છે. પણ એના મન ના આજે પણ એજ સપનું યાદ આવ્યા કરે છે અને વિચારે છે કે આત્મહત્યા કરવાવાળું એ વ્યક્તિ કોણ હશે, અને લીફ્ટ માંથી રૂમ જોડે જવાવાળું એ બીજું વ્યક્તિ કોણ હશે. રાહુલ ને લાગ્યું કે બીજી વ્યક્તિ પેલી છોકરી ની આત્મહત્યા નું કારણ તો નઈ હોય ને ?

અને હવે આગળ...

રાહુલ પરિણામ જોવા ની લાઈન મા ઉભા ઉભા આ આ બધું વિચારતો હોય છે અને અચાનક રાહુલ નું ધ્યાન ફરીથી પેલી છોકરી ઉપર જાય છે અને એ છોકરી નું ધ્યાન પણ રાહુલ ઉપર જાય છે રાહુલ એને હાથ વડે હાઈનો ઈશારો કરી ને સ્માઈલ આપે છે અને સામે પેલી છોકરી પણ રાહુલ ને ઓળખી જાય છે અને સ્માઈલ આપે છે. રાહુલ તો પરિણામ આવતા પેહલાજ જ ખુશ થઇ જાય છે. થોડી વાર પછી રાહુલ ફરીથી એને ત્રાસી નજર થી જોવે છે. રાહુલ નું ધ્યાન એના ભોળા મોઢા પર, એના ચૂડીદાર ડ્રેસ પર અને એની લટકતી બુટ્ટી પર જાય છે. એ જોવામાં અને જોવામાં રાહુલ નો પરિણામ જોવાનો વારો આવે છે. રાહુલ એનું પરિણામ જોવે છે. રાહુલ પાસ થઇ જાય છે. હવે એનું તરત જ ધ્યાન પેલી છોકરી ઉપર જાય છે એનું મોઢું માયુસ થયેલું જોવે છે રાહુલ એને પૂછવા જાય એ પેહલા એ ત્યાથી જતી રહે છે આજુ બાજુ માં પૂછતા એને ખબર પડે છે કે તેનું નામ જ્યોતિ છે અને એ નાપાસ થયેલ છે.

(જ્યોતિ ૧૯ વર્ષ ની બિલો મિડલ ક્લાસ કોમન ગર્લ છે. જેને પોતાના કોઈ સપના નથી. એ સાદાઈ થી રહે છે. એના એક હાથ માં વાગેલા નું નિશાન છે. હમેશા ડ્રેસ પહરે છે. લટકતી બુટ્ટી નો એને શોખ છે. એને ફક્ત એના માતાપિતા થી બીક લાગે છે કે તે એના માતા પિતા ની ઈચ્છાઓ પૂરી નઈ કરી શકે તો? જ્યોતિ ના માતા સિલાઈ નું કામ કરે છે અને પિતા સ્કૂલ માં ક્લાર્ક છે. જેઓ હવે ટુક સમય મા રીટાયર થવાના છે તેમની હવે એક માત્ર દીકરી જ્યોતિ છે. એક દીકરો હતો જે ભવિષ્ય માં એમનો સહારો બનવાનો હતો પણ અકસ્માત માં મૃત્યુ પામ્યો. હવે તેઓ ની બધી આશા જ્યોતિ ઉપર છે કે જ્યોતિ ભણી ગણી ને ઘર ની જવાબદારી ઉઠાવશે. એના કારણે જાણતા અજાણતા તેઓ જ્યોતિ ઉપર ભણવામાં દબાણ પણ કરતા હતા.)

રાહુલ થોડોક ઉદાસ થાય છે અને ઘરે જઈ ને માતા પિતા ને પરિણામ જણાવે છે બધા ખુશ થઇ જાય છે રાહુલ ની પહેલેથી ઈચ્છા એન્જીનીયર બનવાની હતી અને હવે તેની આ ઈચ્છા સારું પરિણામ આવવાના કારણે પૂરી થશે. રાહુલ જયારે તેના માતાપિતા ને પોતે શુ બને એ સવાલ કરતો ત્યારે તેના માતાપિતા એકજ જવાબ આપતા કે તને જે વસ્તુ ગમે અને જે કરવાથી તને કંટાળો ના આવે એજ કરજે અને એજ બનજે. ચિત્ર દોરવાનું ગમતું હોય તો ચિત્રકાર બને, સંગીત ગમતું હોય તો સંગીતકાર અથવા ગાયક બને, એન્જિનિઅરીંગ ગમે તો એન્જીનીઅર બને અને મેડીકલ ગમે તો ડોક્ટર બને. રાહુલ ને પહેલેથી મશીનો ખુબ ગમે છે માટે એ મીકેનીકલ એન્જીનીઅર જ બનવા માંગતો હતો.

પરિણામ આવવાના કારણે બધા સાજે હોટેલ માં જમવા જાય છે. રાહુલ એના માતા પિતા જોડે પિતા એ નક્કી કરેલી હોટેલ માં જાય છે રાહુલ નું ધ્યાન એ હોટેલ ના નામ પર જાય છે હોટેલ/રેસ્ટોરેન્ટ નું રીસેપ્શન એકજ હતું માટે રીસેપ્શન પર નામ લખઈ ને ત્યાં બેસે છે. બેસતા બેસતા રાહુલ નું ધ્યાન બધે જાય છે એને એવો એહસાસ થાય છે કે આ બધું એને પેહલા ક્યાંક જોયું છે.

હોટેલ માં ડીનર લઇ ને રાહુલ ઘરે જાય છે. થોડી વાર બધા મિત્રો અને સગાસંબધિઓ જોડે પરિણામ આવ્યું હોવાથી ફોન પર વાત કરે છે અને પછી રાહુલ પોતાના રૂમ માં જઈ ને ઊંઘી જાય છે અને આજે પણ એજ સપનું આવે છે પણ આજે રાહુલ ને સપના માં આત્મહત્યા કરનાર છોકરી નો ડ્રેસ એની બુટ્ટી અને હાથ પર વાગેલા નિશાન પર પણ દેખાય છે. અને પછી એક્દમજ રૂમ ની ઘડિયાળ પર નજર જાય છે જેમાં રાત ના ૧૧.૩૫ થયેલા બતાવે છે. રાહુલ સપના માંથી એકદમ જાગી જાય છે અને ઘભરાઈ જાય છે કે આ તો એજ છોકરી છે કારણકે એને પણ હાથ માં એજ વાગેલા નુ નિશાન હતું પરિણામ જોતી વખતે આજે આજ ડ્રેસ અને એજ લટકતી બુટ્ટી પેહરી હતી. રાહુલ ને એ ખબર હતી કે એ નાપાસ થયેલ છે. એને તરત ખબર પડી કે આ એજ છોકરી છે જે આત્મહત્યા કરવાની છે એને તરત ઘડિયાળ માં જોયું. ઘડિયાળ માં રાત ના ૧૧.૧૧ થયેલ છે. રાહુલ ને ખબર પડે છે કે હવે તેની જોડે માત્ર ૨૪ મિનટ છે.

પણ રાહુલ ને એ ખબર નથી પડતી કે કઈ હોટેલ માં જઈ ને જ્યોતિ ને બચાવે. પછી રાહુલ ને એજ રેસેપ્સન ટેબલ અને હોટેલ યાદ આવે છે જે એને જમવા ગયા ત્યારે હોટેલ માં જોયું હતું અને નામ પણ એજ હોય છે જે એને સપના માં જોયું હતું. તરત જ રાહુલ તેના માતાપિતા ની કીધા વગર ઘરે થી હોટેલ જવા નીકળે છે જે એના ઘરે થી ૩૫ મીનીટ ના અંતરે હતી પણ એની જોડે ફક્ત ૨૪ મિનટ હતી.

આ ૨૪ મિનટ માં એને એજ બધું ફરીથી ને ફરીથી યાદ આવ્યા કરે છે.

હોટેલ એ પોચતાજ બધું વસ્તુઓ એને ચોક્ખી દેખાવા લાગી જે એને સપના માં જોઈ હતી. એ અધૂરું હોટેલ નું નામ એજ રેસેપ્સન ટેબલ. રેજીસ્ટર મા જોયા વગર રાહુલ લીફ્ટ તરફ જાય છે. આમ અજાણી વ્યક્તિ ને હોટેલ માં અંદર આઈ ને લીફ્ટ જોડે જતા જોઈ ને રેસેપ્સનિસ્ટ રાહુલ ની બૂમ પડી ને રોકવાનો પ્રયત્ન કરે છે પણ રાહુલ લીફ્ટ માં ઘુસી જાય છે અને ઉપર જતો રહે છે. રેસેપ્સનિસ્ટ હોટેલ ના મેનેજર ને ફોન કરે છે અને મેનેજર તરતજ હોટેલ ના સ્તાફ્ફ સાથે રાહુલ ને પકડવા એની પાચળ દોડે છે. રાહુલ લીફ્ટ માંથી નીકળી ને તરતજ એજ રૂમ આગળ જઈ ને જોર જોર થી દરવાજો ખખડવા લાગે છે. કોઈ દરવાજો ખોલતું નથી માટે હોટેલ નો સ્ટાફ રાહુલ ને પકડી લે એ પેહલા રાહુલે તરતજ લાત મારી દરવાજો તોડી નાખ્યો. રાહુલ રૂમ ની અંદર નું દ્રશ્ય જોઈ ને સ્તબ્ધ થઇ જાય છે કારણકે આજ આબેહુબ દ્રશ્ય એને સપના માં જોયું હતુ. રાહુલ જ્યોતિ ને પંખા થી લટકેલી અને તડપતી જોવે છે. શુ કરવું એની ખબર નથી પડતી અને વધારે વિચાર્યા વગર તરતજ રાહુલ એને પગે થી પકડી લે છે જેથી જ્યોતિ શ્વાસ લઇ શકે. રાહુલ ને પકડવા આવલો હોટેલ નો સ્ટાફ પંખા માંથી એનો દુપટ્ટો કાઢી ને એને નીચે ઉતારવામાં રાહુલ ની મદદ કરે છે.

પછી એને યાદ આવે છે કે સપના માં જોએલ વ્યક્તિ જે લીફ્ટ માં ઉપર જાય છે એ બીજુ કોઈ નઈ પણ રાહુલ પોતેજ હતો.

રાહુલ ના માતા ને ઘર માં કઈક અવાજ આવે છે ઉઠી ને બહાર આવે છે તો તેઓ રાહુલ ને ક્યાંક મોટર સાઇકલ પર ખુબ સ્પીડ માં જતા જોવે છે. તેઓ રાહુલ ને બુમ પણ પાડે છે રાહુલ તેની માતા ને સાંભળે છે પણ સમય ખુબ ઓછો હોવાથી તે જવાબ આપ્યા વગર જતો રહે છે. રાહુલ ની માતા આની જાણ તેના રાહુલ ના પિતા ને કરે છે અને બંને લોકો રાહુલ ની પાછળ હોટેલ એ આવી પહોચે છે અને રાહુલ તેમને તેના સપના અને આ હકીકત વિષે બધું જણાવે છે. હોટેલ નો મનેજર જયારે રાહુલ ને પૂછે છે કે રેજિસ્ટર જોયા વગર રૂમ નંબર કેવી રીતે ખબર પડી? ત્યારે રાહુલ કહે છે કે એ સપના માં જયારે લીફ્ટ ઉપર જઈ ને અટકી જાય છે એ ત્રીજો ફ્લોર હોય છે અને પાછળ ના આકડા તો એને સપના માં જોયેલા જ હતા આ બધું સાંભળી ને હોટલ નો મેનેજર, સ્ટાફ અને બધા ગેસ્ટ સ્તબ્ધ થઇ જાય છે. રાહુલ અને તેના માતાપિતા ને હવે ખબર પડે છે કે રાહુલ ને ભૂતકાળ ના નહી પણ ભવિષ્ય ના સપના આવે છે.

હોટેલ નો મેનેજર પોલીસ અને એમ્બ્યુલન્સ ને ફોન કરી ને હોટેલ પર બોલાવે છે. જ્યોતિ ની હાલત ખુબ ખરાબ હોવાથી પોલીસ એને કઈ પૂછ્યા વગર હોસ્પિટલ માં દાખલ કરવાનું કહે છે. પોલીસ મેનેજર જોડે થયેલી ઘટના વિષે બધી પૂછ પરછ કરે છે પણ મેનેજર ને આ ઘટના વિષે વધારે ખ્યાલ નથી હોતો માટે રાહુલ સામેથી પોલીસ ને પોતાના સપના વિષે અને અત્યારે થયેલી ઘટના વિષે બધુજ સમજાવે છે. પોલીસ આ બધું માનવા તયાર નથી અને રાહુલ ને પકડી લે છે અને વધારે પૂછ પરછ કરવા પોલીસ સ્ટેશન લઇ જાય છે. બીજા દિવસે રાહુલ ના માતા પિતા તેમના ફેમીલી ડોક્ટર ને લઇ ને પોલીસ સ્ટેશન જાય છે અને એ પોલીસ ઓફીસર ને રાહુલ ની આ બીમારી વિષે સમજાવે છે અને એના મેડીકલ રીપોર્ટસ પણ બતાવે છે. પોલીસ ઓફીસર હજુ પણ માનવા તયાર નથી હોતા કારણકે આ પ્રકાર નો કેસ તેમને પેહલી વાર જોયો હતો પણ ડોક્ટર ના કહેવાથી અને રીપોર્ટસ પરથી તેઓ રાહુલ ને છોડી દે છે.

રાહુલ અને તેને માતાપિતા તરતજ જ્યોતિ ની ખબર કાઢવા હોસ્પિટલ જાય છે ત્યારે ખબર પડે છે કે જ્યોતિ નાપાસ થઇ હોવાથી માતાપિતા ની બીક ના કારણે એને આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને રાહુલ ના માતાપિતા જ્યોતિના માતા પિતા ને સમજાવે છે કે સારું પરિણામ એ બાળક ના જીવન થી મુલ્યવાન નથી.

હવે રાહુલ ને સપના આવતા બંધ થઇ જાય છે. રાહુલ અને જ્યોતિ સારા મિત્રો બને છે. રાહુલ સારી કોલેજ માં એડ્મીસોન લે છે અને જ્યોતિ ફરીથી ધોરણ ૧૨ ની તયારીઓ કરે છે. જેમાં રાહુલ તેની મદદ કરે છે. જ્યોતિના માતા પિતા ને તેમની ભૂલ સમજાય છે અને તે લોકો પણ જ્યોતિને સપોર્ટ કરે છે. જ્યોતિ આ વર્ષે પાસ થઇ જાય છે. અને એજ કોલેજ માં એડ્મીસોન લે છે જ્યા રાહુલ ભણે છે....

સુકેતુ કોઠારી