21st century monasticism - 8 books and stories free download online pdf in Gujarati

21મી સદીનો સન્યાસ - 8

21 મી સદી નો સન્યાસ -8


"પલ્લવી સારી છોકરી નથી !" મારુ આ વાક્ય ઘડીક વિસ્મય ને ધૂણાવી ચુક્યું હશે .
"ટૉપા , લખોટા , **** બોલ્યો એ બોલ્યો , ભાભી છે તારી " વિસ્મય એ એક્દમ સિરિયસ અવાજ માં કહ્યુ .
'બ્રો , એ ભાભી નહીં સવિતા ભાભી છે ' એવું હુ મન માં ને મન માં બોલ્યો કેમ કે વિસ્મય નું અકળાયેલું મોં જોઇ ને મારી હિંમત નાં થઇ આગળ બોલવાની .
પણ ગમે તે કરી ને વિસ્મય ને પલ્લવી ની અસલિયત બતાવવી જ પડશે જેથી એ ડાકણ થી હુ મારા મિત્ર ને બચાવી શકુ.
બન્ને વચ્ચે ભાગ માં સેકન્ડ હેન્ડ માં લાવેલા ફ્રિજ માંથી મે કોક કાઢી અને વિસ્મય ને આપી .
"બ્રો , કૂલ ડાઉન !" મે એને શાંત કર્યો.
કોક નાં ઘૂંટડા ભરતાં ભરતાં મે વિસ્મય ને વાતો માં જ પૂછી લીધુ ,
"હેય બ્રો, આ વિક્રાંત કોણ છે ?"

" પલ્લવી નો ફ્રેન્ડ છે " વિસ્મયે તરત કઈ દીધું એટલે પલ્લવી એ એને પેલે થી સમજાવેલો હશે વિક્રાંત વિશે.

" બે લવારો ના કર , ટાઈમ નથી તારી ભાભી માટે ગિફ્ટ લેવા જવાનું છે i -phone 6 " વિસ્મયે ગોગલ્સ ચડાવતા કહ્યું.

" કેમ આટલી મોંઘી ગિફ્ટ ? " મેં સહજ પ્રશ્ન કર્યો।

" અલા જીવ તો મારો પણ નહિ ચાલતો પણ કાલે એનો બર્થ ડે છે અને એને એજ મોબાઈલ લેવો છે !" વિસ્મય એ ખુલાસો કર્યો.

આ વાત સાંભળી ને મને ધ્વનિ એ મેળવેલી જાણકારી સાચી છે એની મને ખાતરી થઇ ગઈ કે પલ્લવી સારી છોકરી નથી અને રૂપિયા પાછળ ભાગનારી છે.

વિસ્મય અડધી રાતે મોબાઈલ લેવા ગયો ત્યારે ઉપર ઉભા ઉભા બાલ્કની માંથી જોઈ રહ્યો હતો કે એવેન્જર નો અવાજ રાત્રી ના સન્નાટા માં જેમ ખલેલ પડી રહ્યો હતો એમ વિસ્મય ની શાંત તળાવ રૂપી જિંદગી માં પલ્લવી નામ નો પથ્થર ખલેલ પડી રહ્યો હતો એ મને સાફ દેખાઈ રહ્યું હતું.

બીજે દિવસે સવારે હું એકલો પથારી માં હતો વિસ્મય નહોતો। પણ આશ્ચર્ય એનું હતું કે રજા ના દિવસે વિસ્મય ક્યારેય વેહલા ઉઠ્યો હોય એવું બન્યું નથી પણ પલ્લવી માટે ઉઠી ગયો.

ઇતિહાસ સાક્ષી છે નારી ના ચક્કર માં તો લોકો એ પોતાના રાજ રજવાડા ગુમાઈ દીધા છે તો વિસ્મય મહારાજ ની ઊંઘ શું ચીજ હતી !

હું એકલો જ હતો એટલે ચા મારે જ બનાવની હતી , આમ પણ રોજે હું જ બનાવતો હતો પણ આજે નહોતી બનાવી મારે કેમ કે મન એવું વિચારતું હતું કે " ધ્વનિ આવે તો કેટલું સારું ? આમ પણ રજા છે અને વિસ્મય પણ નથી તો શાંતિ થી વાતો કરવા મળશે !"

ફટાફટ hike ખોલી ને ધ્વનિ ને ટેક્સ્ટ મેસેજ કર્યો :

' Tea is waiting for you at my flat ' ( મારા ફ્લેટ પર ચા તારી રાહ જોઈ રહી છે )

ફોન ના કર્યો કેમ કે સવાર માં ફોન જાણે ક્યાંય પડ્યો હોય અને બીજું કોઈ ઉપાડે તો !

8:30 થયા ત્યાં સુધી હું બાલ્કની માં જ ઉભો હતો અને 8:31 એ બ્લેક કલર ની ગાડી એ એન્ટ્રી મારી અને આજની એન્ટ્રી ટેન્શન નહિ પણ ખુશી લાવી હતી !

ઉપર થી લઇ ને નીચે સુધી ફૂલ વ્હાઇટ કલર નો ડ્રેસ અને આંખે રેબન ના લેડીઝ સ્પેશિઅલ ચશ્માં !

ધ્વનિ ને જોઈ ને ગમે તેટલું ટેન્શન હોય બધું છૂ થઇ જાય છે અને ખરા ઉનાળા માં આઈસ્ક્રીમ જેટલી જલ્દી પીગળી જાય એના કરતા પણ વધારે ઝડપથી હું પીગળી જાઉં !

ડોરબેલ વાગે એ પેહલા જ દરવાજો ખોલી ને હું તૈયાર હતો અને મને ઇમ્પ્રેશન ની તો એટલી બધી પડી હતી ને કે નહાઈ ને મેં સારા પ્રસંગ પર પહેરવા રાખેલા કપડાં રાજા ના દિવસે પહેરવા કાઢ્યા। સાથે વિસ્મય નો સેન્ટ પણ ટ્રાય કરી લીધો.

જેલ થી વાળ પણ ઉભા કરી દીધા !

ધ્વનિ એ આવતા ની સાથે જ મને ટનાટન તૈયાર થયેલો જોઈ ને હાથ મોં આગળ રાખી ઝીણી સ્માઈલ કરી.

" અંદર આવું સાહેબ ? " ધ્વનિ મજાક ના મૂડ માં હતી.

" આવો ને મેમ તમારી જ રાહ હતી " મેં પણ ફલૉ ફલૉ માં જવા દીધું !

"ચા ક્યાં છે મારી " ધ્વનિ એ અંદર આવતા જ કહ્યું.

" બસ તું બનાવે એટલે તારી " આજે તો બંને મજાક ના મૂડ માં હતા અમે.

ધ્વનિ એ ગળે થી સફેદ દુપ્પટો કાઢી ને કમર પર બાંધી દીધો અને ગોગલ્સ મારા હાથ માં પકડાવી ચા બનાવવા લાગી.

થોડી વાર માટે તો અમારા લગ્ન થઇ ગયા હોય અને ધ્વનિ મારી પત્ની તરીકે ચા બનાવતી હોય એમ ફીલિંગ આવવા લાગી.

ધ્વનિ એ આજે પણ વાળ માં પેલા દિવસ ની જેમ સ્ટિક લગાવેલી હતી.

ચા બની કે નહિ એ જોવા હું ધ્વનિ જોડે ગયો અને જોગાનુજોગ એજ સમયે એનું હાથ માં ચા નો કપ લઇ ને પાછું ફરવું !

નવા નક્કોર શર્ટ પર ચા એ પોતાની ડિઝાઇન બનાવી દીધી.

ઉપર થી ચા ગરમ હતી એટલે થોડું દઝાયું પણ ખરું.

મારે તો બ્લેક શર્ટ હતો એટલે બહુ દેખાય નહિ પણ બિચારી ઘ્વનિ એ તો સફેદ ડ્રેસ પહેરેલો એના સફેદ ડ્રેસ નો તો કલર બદલી નાખ્યો તો ચા એ.

" સોરી , સોરી , સોરી , આઈ એમ સો સોરી જીતુ ” ધ્વનિ ગભરાઈ ગઈ , એને એમ કે હું ગુસ્સો કરીશ. હું અને ધ્વનિ એટલા નજીક ઉભા હતા કે એની ગભરાહટ થી જે શ્વાસોચ્છવાસ થઇ રહ્યા હતા એ હું સ્પષ્ટ અનુભવી શકતો હતો.જેથી મને બિલકુલ પણ ગુસ્સો આવ્યો નહિ.

"અરે ડોન્ટ વરી ધ્વનિ , આતો અકસ્માતે થઇ જાય !" મેં હળવાશ થી કીધું।

મેં કબાટ માંથી મારો ચેક્સ પેટર્ન વાળો શર્ટ આપ્યો અને કહ્યું " તું ચૅન્જ કરી શકે છે "

" તારે પણ ચેન્જ કરી લેવું જોઈએ , હા..હા...હા.." ધ્વનિ એ હસતા હસતા કહ્યું.

" હા પણ મારી પાસે એક જ રૂમ છે , તું ચેન્જ કરી લે હું બાર વેઇટ કરું ત્યાં સુધી." મેં સ્પષ્ટતા કરી.

ચા વાળો શર્ટ કાઢી ને હું પલંગ પર બેઠો બેઠો ન્યુઝ પેપર વાંચવા લાગ્યો.

" જીતુ , હું કેવી લાગુ છું ?" ચેક્સ પેટર્ન નો આસમાની શર્ટ જે ધ્વનિ ની કાયા ને વળગી ને પથરાયેલો હતો। મારા ફર્સ્ટ યર નો શર્ટ હોવાથી ધ્વનિ ને સહેજ નાનો પડતો હતો એટલે એની કમર સહેજ ઝાંખી બતાવી ને ગાયબ થાય અને દેખાય એમ થઇ રહી હતી. ધ્વનિ ની અદભુત કાયા ને લીધે શર્ટ ના બટન પણ માંડ માંડ બંધ થયેલા હતા એવું જણાઈ રહ્યું હતું.

વ્હાઇટ પાયજામો અને આસમાની ચેક્સ શર્ટ , ભલ ભલા ને જોવા મજબુર કરી દે એવું હોટ કોમ્બિનેશન અને એમાંય ધ્વનિ !

બે ઘડી માટે પણ હું મારી જાત ને રોકી શક્યો નહિ। પલંગ પરથી ઉભા થઇ ને ધ્વનિ ને એક હાથે ખેંચી ને આંચકા સાથે નજીક લાવી મારા બંને હાથ એની પાતળી કમર પર !

વાતાવરણ રોમેન્ટિક અનુભવાઈ રહ્યું હતું , મેં શર્ટ ન પહેરેલો હોવાથી ધ્વનિ સાથે નું આલિંગન મને અવર્ણીય લાગણી આપી રહ્યું હતું.

" ધ્વનિ યુ આર હોટ ! " મેં ધ્વનિ એ પૂછ્યું એનો જવાબ હળવે થી એના કાન માં આપ્યો.

" i know ( હું જાણું છું ) " ધ્વનિ એ એની બાહો મારા ગળા ફરતે વીંટળાયેલી હતી અને મારા કાન પાસે ધીમા સ્વરે કહ્યું.

હું હંમેશા ટીવી માં આવતી સિરિયલો ને વખોડતો કે રામ જાણે આવી પરિસ્થિતિ માં પેલો રોમેન્ટિક પવન ક્યાંથી આવવા લાગે છે। પરંતુ હવે ખબર પડી કે આવા સમયે આવતો દરેક પવન રોમેન્ટિક જ હોય છે.

વધુ આવતા અંકે.......

મિત્રો તમારા દરેક સવાલો અને પ્રતિભાવો મને 9408690896 પર પણ જણાવજો.આવનારા ભાગ વિશે ની પણ માહિતી ત્યાંથી મળી રહેશે। તમારો પ્રેમ મારા માટે બહુ મોટું સન્માન છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED