pappa prem joie chhe Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

pappa prem joie chhe

પપ્પા , પ્રેમ જોઈએ છે

લેખક વિશે। .

જીતેન્દ્ર પટેલ , એટલે આમ તો સામાન્ય પણ અસામાન્ય વાતો કરતો 19 વર્ષ નો યુવાન। અત્યાર સુધી ઘણા આન્ત્રપ્રીનોર ( નવું જોખમ લેવાની ઉદ્યોગ સાહસિકતા ) પર ઘણી વાર સ્પીચ આપેલા છે.જીવન ને પોતાના અલગ જ દ્રષ્ટિ થી નિહાળે છે અને એને ઉત્કૃષ્ટ પોતાની લેખન કળા દ્વારા સજાવવા નો પ્રયત્ન કરે છે.

બાળપણ થી જ 90 % ઉપર લાવનાર જીતેન્દ્ર પટેલ હજુ પણ પોતાના એન્જિનીયરીંગ માં પણ 8 ઉપર s.p.i લાવે છે। અથાર્થ ભણવામાં ક્યારેય રુચી ઓછી નથી કરી પણ પોતાને ભગવાને આપેલી દરેક કળા જેમ કે public speaking , writing , marketing ,acting દ્વારા બીજાને વધુ માં વધુ મદદ કરી શકાય એવી ભાવના રાખી છે.

પપ્પા , પ્રેમ જોઈએ છે


તીર્થ 8 વર્ષ નો નાનો બાળક જેને તેના પપ્પા પાસે થી પ્રેમ જોઈએ છે ,
પણ એ આવું કેમ બોલે છે ?
દરેક પપ્પા પોતાના બાળક ને પ્રેમ આપેજ આમાં માગવા જેવું કઈ ના હોય!
તો પછી તીર્થ કેમ આવું બોલતો હતો ?
જોઈએ ,
આજ ના આધુનિક યુગ માં આંગળી ના ટેરવે દુનિયા જોવા મળે છે. એક ક્લિક ના સહારે જે જોઇએ એ હાજર થઇ જાય છે. હજારો કિલોમિટર દુર રહેતા હોય તોય પળ વાર મા એક બીજા નો સમ્પર્ક કરી શકે છે. આથી આમ જોતા સામાન્ય પરિવાર ની એક મુશ્કેલી દુર કરી છે પણ જેમ ગુલાબ સાથે કાંટો તેમ આ સુવિધા ની સાથે અનેક તકલીફ પણ વધી છે . માણસ ની આ હાલક ડોલક થાતી જીવન ની નૈયા માં જે પરિવર્તનો આવે છે એના પાછળ નું એક કારણ આ પણ છે।

તીર્થ તો હજુ બાળક છે એને આ બધા થી શું ફરક પડે ? પણ ખરેખર તો આપડે ક્યારેક બાળક સાથે થતા આપડા વ્યવહાર થી અજાણ હોઈએ છીએ.અને પરિણામ મોટું આવે છે।
તીર્થ ના પપ્પા ની વાત કરીએ તો ૫ વર્ષ પેલા તેમની પાસે સારી પરિસ્થિતિ ન હતી પણ અત્યારે એના કરતા ઘણી સારી છે. આમ પણ ગરીબ ને જો ૧૦ રૂપિયા રોજ ના મળતા હોય અને અચાનક ૧૦૦૦ રૂપિયા મળે એટલે એના માટે તો સારી જ પરિસ્થિતિ કેવાય બસ એજ રીતે આમને પણ આવુજ હતું. પણ આખા ભારત નાં દરેક મધ્યમ વર્ગ નો સર્વે કરીએ તો ૯૦%લોકો પરિસ્થિતિ સુધરે એટલે સૌથી પેલા એક મોબાઈલ વસાવશે , એ પેલે થી હોય તો જુનું ડબ્બો થઇ ગયેલું ( ડબ્બો એમના માટે હો ! બાકી બીજા ગરીબ માટે તો એ એક ગીફ્ટ જ છે ) t .v બદલી ને રંગીન અને ૪૨ ઇંચ નું ( ૩૬ નું પણ નાનું પડે હો ! ) l .e .d લાવે અને એય હોય તો પછી માધ્યમ વર્ગ માં ના આવે !
પણ આ બધી કલર ફૂલ દુનિયા માં તીર્થ જેવા માસુમ બાળકો નું બાળપણ ઘસાઈ રહ્યું છે .મોજ શોખ કરવાની જીવન માં કોઈ ને મારી નાં નથી એના માટે જ મેહનત કરો છો પણ જીવન માં એજ બધું નથી હોતું .આપડે ભૂલીએ છીએ કે આપડી પડખે એક નાની કુંપણ જન્મ લઇ રહી છે .જેમ છોડ ને વધી ને ઝાડ થવા માં તે યોગ્ય સુર્યપ્રકાશ , પવન , પાણી બધું જોઈએ છે એમ આ બાલ રૂપી કુંપણ ને પણ એના વિકાસ માટે માતા પિતા ની હુંફ જોઈએ છે .તીર્થ ને એના પપ્પા પાસે થી એજ જોઈતું હતું. એના પપ્પા સવારે નાઈ ટીફીન લઇ ને ( મધ્યમ વર્ગ ના ખરા ને એટલે બાર ના જમે રોજ ) જાય તે સાંજે ઘરે આવે સાંજે આવતા ની સાથે મોબાઈલ ને charger સાથે લગાવી ને મોબાઈલ માં તીન પત્તી નો અવાજ ચાલુ થઇ જાય ..ખન ...ખન ...ખન .... એટલે આ ટેવ તો એવી છે કે હવે તો આ આવાજ જ એમની ઓળખ થઇ ગયી છે જયારે પણ ખન ...ખન ..ખન ...અવાજ આવે એટલે મીસીસ ને પણ ખબર પડે કે હવે આવી ગયા છે .લગભગ ત્યારે જ તીર્થ પણ એના પપ્પા નું મોઢું જોતો કેમ કે સવારે તો એ નિશાળે જતો રે ત્યારે એના પપ્પા તો સુતા હોય .અને સાંજે તીર્થ અને એના પપ્પા બંને ઘરે આવે એટલે બેય રમવા લાગે ! તીર્થ ના પાપા મોબાઈલ માં અને તીર્થ લાલ કલર ના ૧૦ રૂપિયા વાળા ફુગ્ગા થી રમે અને એના પપ્પા સામે નાખે પણ પપ્પા નું ધ્યાન તો તીન પત્તી માં પેલી ચિપ્સ બાટે એને ખુશ કરવામાં જ હોય છે પણ તીર્થ ને ખુશ કોણ કરશે ? એને કોણ રમાડશે ?એની માં? જેનાં 100 જેટલાં ફોટા સેલ્ફી ના એક દિવસ ના હોય છે ?
આવા મોબાઈલ ના વરવા યુગ માં સારું છે હું બાળક નથી .
દીકરો મોટો થાય પછી ઘણું બધું માંગે છે એ વાત સાચી પણ નાનો હોય ત્યારે તો એને એના ફેકેલાં લાલ કલર નાં ફુગ્ગા ને કોઈ પ્રેમ થી પાછો આવવા દે એવા માતા અને પિતા જોઈએ છે ,એના ક્લાસ માં શીખવાડવા માં આવતા one..two..three...ને રોજ ઘરે રમતા રમતા બોલાવે એવી હુંફ જોઈએ છે ,બે ઘડી ખોળા માં બેસાડી ને ' મારો દીકલો ,મારો લાડલો, શું કરે છે ? ' એવું કાલુ બોલનાર પાપા જોઈએ છે .
પણ જાણે એના પપ્પા અને મમ્મી ને એની કઈ પડી જ નાં હોય એમ બાળક ને રઝળતું મૂકી દે છે .બસ તીર્થ વતી મારે એક જ વિનંતી છે કે ક્યાંક એવું ના બને કે એ પણ તમારી જેમ મોબાઈલ નો કીડો બની ને રહી જાય .એને સમાજ ના રીતી રીવાજ ને જાણવા નો મોકો જ નાં મળે અને સગાં સબંધી ને પગે લાગવાનું ભૂલી ને whatsaap માં jsk ( jay shree Krishna પણ પુરુ નઈ હો !!) લખતો થઇ જાય ! સંસ્કાર નો ગુજરાતી અર્થ મોબાઈલ માં સર્ચ કરતો ના થઇ જાય !કેમ કે બાળક પોતાની આસપાસ ના વાતાવરણ માંથી જ બધું શીખતો હોય છે .અને એને કેવું વાતાવરણ આપવું એ એના માતા-પિતા ના હાથ માં છે, પછી ઘરડાં થઇ ને આજ વિચારશો કે કદાચ એ સમયે જીતેન્દ્ર ભાઈ ની વાત માની લીધી હોત તો આજે આ દિવસો ના જોવા ના મલત !
હા હું માનું છું કે પરિવર્તન સમાજ નો નિયમ છે એના અનુસાર ચાલવું જ પડે પણ તમે એનો સદુપયોગ પણ કરી શકો જેમકે એજ મોબાઈલ માં તમે બાળક ને સારી સારી વાર્તા ઓ વાંચી સંભળાવી શકો ( કેમ કે તમને તો ના આવડે ).
હું આધુનિકતા નો વિરોધ નથી કરતો પણ મારા મત અનુસાર કદાચ હવે બાળપણ ની ઉંમર ઘટતી જાય છે .
અને તમને કઈ દઉ કે વૈજ્ઞાનિક કારણોસર મોબાઈલ નો વધુ ઉપયોગ કરવાથી માણસ નો સ્વભાવ ચીડિયો બનતો જાય છે , આંખો માં બળતરા થાય છે , માથું દુખવું જેવા રોગ થવા ની પુરેપુરી સંભાવના છે .
એટલે તમારા સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખું છું .
રહી વાત આપડા તીર્થ ની તો એને આજે પપ્પા ને ફરી કીધું પપ્પા કૈક જોઈએ છે , પણ સાંભળે તો અહિયાં એક બાજી રહી જાય ને !
મારા મતે ફરી તીર્થ એ કહ્યું હશે : પપ્પા પ્રેમ જોઈએ છે , અને એનાં પપ્પા એ શું કીધું હશે ખબર છે ? રે બેટા આ બાજી પતે એટલે ડાઉનલોડ કરી દઉં !!
( જો આનું પ્રમાણ વધતું રહ્યું તો ખરેખર એક દિવસે પ્રેમ ડાઉનલોડ જ કરવો પડશે ! મેં મારા થકી આ દુષણ અટકાવવા નો પ્રયત્ન કર્યો છે તમે તમારા થકી થાય એટલું કરજો )

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને મદદ રૂપ થઇ શકો છો.

 • http//:www.facebook.com/jitendrapatel
 • jitendraking7@gmail.com
 • mo : 9408690896
 • matrubharti comment box.