21 mi sadi no sanyas- ek sachi prem kahani -part 3 Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21 mi sadi no sanyas- ek sachi prem kahani -part 3

21 મી સદી નો સન્યાસ

લેખક વિશે,

" મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં

કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા

માં લેખક કહી શકો છો. "

નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .

ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું

છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા

જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના

રોજે પ્રભુ ને કરું છું .

introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો !

પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ ' dreamer boy ' નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા

આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો

અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું .કદાચ ક્યારેક

કોઈ ને પ્રત્યુતર આપવાનો રહી ગયો હોય તો

માફ કરજો અને ફરી મને જણાવજો .મારા વિશે વધારે મારા કામ થી જણાવીશ

21 મી સદી નો સન્યાસ .

આપડે આગળ જોયું કે ,

વેકેશન માં જીતુ એ પેપર નું કામ કરી ને મમ્મી પપ્પા ને 3000 રૂપિયા ની મદદ કરી કેમ કે એને સાયન્સ ની ફી ભરવાની હતી ,

ધ્વનિ અને મીત નો પ્રવાસ પતિ ગયો છે ,જીતુ સાયન્સ માં ક્યાં ભણવાનું છે એની વાત કરવા મીત ને મળવા જાય છે ,

હવે આગળ .....

"આવો સ્કોલર આવો !" ફરી મને તેના ગેટ આગળ આવતા જોઈ ને મિતે ઉપર થી બુમ પાડી.હું ઉપર ગયો .

"શું જીત્યા તું આયો નઈ ને પ્રવાસ માં બાકી મજા કરી છે ને જામો પડી ગયો બાકી!!!"

મારા પગ છત પર પડતા ની સાથે જ એના પ્રવાસ ની રેસિપી જાણે તૈયાર જ રાખી હોય એમ પીરસવા મંડ્યો .

" બધા સર અને મેડમ પણ આયા તા તોય અમે ફુલ જલસા કર્યા બોસ " એક પછી એક તેના પ્રવાસ ની બધી નાની મોટી વાર્તા ઓ તેને એકી શ્વાસે બોલી દીધી .

"સારું ! સારું ! હવે મને એમ કે સાયન્સ નું એડમિશન કઈ સ્કૂલ માં લેવું છે ? " હું જે વાત કરવા આવ્યો તો તેની શરૂઆત કરી .

"શું લ્યા તુંય મૂડ મારી નાખે છે ,માંડ વેકેશન ગાળી ને આયો છું ને ભણવાની વાતો કરી ને બધો સ્વાદ ફિક્કો કરી નાખ્યો ! " મિતે મને ધબ્બો મારતાં કહ્યું.

"અને ધ્વનિ ને ના બોલાઈ આજે ? " ને પ્રશ્ન કર્યો .

" ના હજુ તો એ એના મામા ને ત્યાં જ છે કાલે આવશે પછી "

" તમે સારી ખબર રાખો હો ધ્વનિ ની !!" મેં મીત ને ટોન્ટ મારતાં કહ્યું .

બપોર સુધી આખી દુનિયા ની વાતો કરી ને પછી હું મીત ના ઘરે થી નીકળ્યો .

ઘરે આવી ને જમી ને , બપોરે ખાટલા માં આરામ કરતા કરતા સુઈ ગયો કે સાયન્સ માં શું થશે ?

હવે આર્થિક સ્થિતિ વિષે જાણતો હોવાથી હવે તો માત્ર ભણવાના જ વિચાર આવતા ,ભલે પરાણે તો પરાણે !

દિવસ ઢળવા આવ્યો ,સાંજ પડી ગયી હતી અને આ સાંજ મારા માટે નવો વણાંક લઇ ને આવી હતી .

મીત નો ફોન આવ્યો મારા પાપા ના નોકિયા 130 ના ડબલા પર ..

"જીતુ ,કામ છે મંદિરે આવ !" બે જ સેકન્ડ માં 140 સવાલ આઈ ગયા મારા મગજ માં કે કેમ બોલાયો હશે?

મીત નો આવો કોલ કે મંદિરે મળવા બોલાવે એ સહેજ અજુગતું લાગ્યું .એના અવાજ માં પણ રમુજ નહોતી દેખાતી .

બે ઘડી તો મને મારી '૨૧ મી સદી માં સન્યાસ ' જેવી જિંદગી પર આશ્ચર્ય થયું કે સાલું એક પછી એક ઝટકા જ મળે છે .

તરત જ હું ખાટલા માંથી ઉભો થયો ને મીત ને મળવા માટે મંદિરે ગયો.

જે પાળ પર હું બેઠો તો એજ પાળ ઉપર આજે મીત બેઠો હતો એટલે મને લાગ્યું કે ક્યાંક તો અમારા વિચાર મળતા આવ્યા .

ચેક્સ વાળા શર્ટ અને ચડ્ડો પેરી ને પાળ પર બેઠા બેઠા નીચે પડેલા મોટા પથ્થર ને નાના કાંકરા વડે ટાંકતો હતો મીત.

ધોળા દિવસે તારા દેખાવા ,મરઘી ના ઈંડા માંથી ચકલી નિકળવી, સૂરજ પશ્ચિમ માંથી ઉગવો જેવી ના માનવાં જેવી વાત , આખા ક્લાસ ને હસાવનારો મીત આજે ઉદાસ બેઠો હતો.

"શું થયું મિત્યા? " હું પણ એની બાજુ માં બેસી ને ગંભીરતા ને અનુકૂળ બન્યો.

લગભગ પાંચ મિનિટ સુધી અમે મૌન રહ્યા.

"જીતુ ! હવે આપડે અલગ થઇ જઈશું! હવે આપડે ભેગા નઈ રહીએ "

મંદિર ની પાળે આવતા પવન નો અવાજ અચાનક બંદ થઇ ગયો ,બધું સુન્ન પડી ગયું હતું .

" શું ? કેમ ? આ શું બોલે છે ? " મેં સવાલો નો મારો ચલાવ્યો

"જીત્યા મારા પપ્પા એ બરોડા માં ઓફીસ ટ્રાન્સફર કરી છે ,એટલે હવે બધા જ ત્યાં રેવા જતા રેહવા ના છીયે અને મારે કોમર્સ લેવાનું કઈ દીધું છે પપ્પા એ !" મિત ફરી ઉદાસ બની ને બેઠો.

"પણ તારે કોમર્સ લેવું છે ?" મેં પૂછ્યું.

"ખબર નઈ યાર , પણ પપ્પા એ કીધું એટલે હવે ફાઇનલ "

"પણ મિતુ......."

"ચાલ હું જાઉં છું મારે પેકિંગ કરવાની છે , કાલે સવારે જ નીકળું છું" મિતે ધીમા સ્વરે કહ્યું.

મને રડવું આવતું તું પણ ગળે ડૂમો બાઝી જાય એમ હું ચુપ રહ્યો.

જીવન માં ક્યારેક નિર્ણય ના લઇ શકે એવી પરિસ્થિતિ ઓ પણ આવતી હોય છે . જે માતા પિતા એ બાળપણ થી આપડને વહાલ આપી ને આપડો ઉછેર કર્યો હોય , જેમના લાડ પ્રેમ આપડ ને જોઈએ એ મેળવી આપતા હોય , દીકરા ના એક ઉંકારે અડધી રાતે ઉઠી જતા હૉય એ માં બાપ જયારે બાળક મોટું થાય ત્યારે મારુ બાળક આવું ભણે એવી ઈચ્છા રજુ કરે અને બાળક ને એ ભણવામાં રસ ના હોય ત્યારે બાળકે શું નિર્ણય કરવો ? કઈ દિશા માં જવું ?

આવી પરિસ્થિતિ માં બાળક કંઇજ નિર્ણય કરી શકતો નથી, બસ મુંજવણ ની દુનિયા માં આ નિર્ણય પરથી પેલા નિર્ણય પર ઝોલા જ ખાધે રાખે છે .

આથી બાળક અને માતાપિતા વચ્ચે બને એટલી પારદર્શકતા હોવી જોઈએ.નઈ તો બાળક મૂંઝાઈ ને મરી જાય પણ ઉંકારો પણ ના કરે એવી વાત છે!

કદાચ મીત પણ આજ સ્થિતિ માંથી પસાર થઈ રહ્યો હતો.

***********************************************************

વાચક મિત્રો માટે ,

શું મીત એના પપ્પા ને મનાવશે?

શું હવે આ ત્રિપુટી ક્યારેય નઈ મળે ?

ધ્વનિ નો નિર્ણય શું હશે?

***********************************************************

આખરે એજ થયું જે નતું થવું જોઈતું . રિઝલ્ટ આવી ગયું હતું જીતુ 90% સાથે પ્રથમ નંબર પર હતો શાળા માં , ધ્વનિ 85% અને મીત 78 % સાથે પાસ થયો હતો.

પણ આટલા સારા રિઝલ્ટ હોવા છતાં કોઈ ખુશ નહોતું .

ધ્વનિ એનાં મામા ને ત્યાં રહી ને સાયન્સ કરવાની હતી , મિત બરોડા કોમર્સ અને જીતું અમદાવાદ માં સાયન્સ .

આમ ત્રણેય ની જોડી અહીંયા થી જ છૂટી પડી ગયી .

સમય બળવાન હોય છે એ સાંભળ્યું હતું આજે જોઈ લીધું .જોત જોતા માં સમય ક્યાં વીતી ગયો ખબર જ ના પડી .હવે જીતુ બધા ને ભૂલી ગયો હતો ..જીતુ સાયન્સ માં સારા માર્ક્સ સાથે પાસ થઇ ને અમદાવાદ માં આવેલી પ્રતિષ્ઠિત કોલેજ એલ.જે માં મિકેનિકલ માં t.f.w સીટ માં એડમિશન લઇ લીધું હતું.

નવું વર્ષ , નવી કોલેજ , નવા લોકો હવે તો ઘણા નવા બદલાવ જીતુ ના જીવન માં રાહ જોઈ રહ્યા હતા .આજ સુધી ભણી ભણી ને થાકી ગયેલો જીતુ મોજ અને મસ્તી ની નવી દુનિયા માં એન્ટર થવાનો હતો.

દરેક ભણેલો વ્યક્તિ ને એની જીવન માં કઈ યાદ રે કે નરે પણ કોલેજ લાઇફ એ ક્યારેય નઈ ભૂલે .

કોલેજ લાઈફ ના મજા કઇક અલગ જ હોય છે .

હવે આજ સુધી પહેરેલો ફોર્મલ શર્ટ અને પેન્ટ એ હવે જીન્સ માં ફેરવાઈ જવાનું હતું.

નિરાંત ચોકડી ની પકોડી હવે કેન્ટીન ની કોફી બની જશે.

દરેક બાબતે છોકરી થી શરમતો જીતુ હવે તો ગર્લફ્રેન્ડ બનાવશે .

100 % હાજરી વાળો જીતુ બંક મારતો થઇ જશે.

કોલેજ નો પહેલો દિવસ હતો ..શનિ વાર હોવા છતાં આજે તો તેલ નાખેલું માથા માં ખોટા વિખરેલા વાળ થી જીતુ ની ઈંપ્રેશન ના બગડે!

મોટા ચેક્સ વાળી ટી શર્ટ , 300 વાળું જીન્સ અને 200 વાળા લાલ દરવાજા ના બુટ . આ હતો જીતુ નો શણગાર .

દુનિયા ની બધી જ ડિગ્રી એની કોલેજ માં થતી હતી એટલે સ્વભાવિક રીતે અવનવા લોકો ને મળવાનું થશે.

કોલેજ થોડી દૂર હોવાથી જીતુ એ ત્યાં નજીક માં જ એક રૂમ રાખી લીધી હતી.એકલા ને તો 2000 ભાડું પોસાય નઈ એટલે એક રૂમ પાર્ટનર પણ રાખ્યો હતો જે એની જ કોલેજ માં ભણતો આઈ ટી નો છોકરો ' વિસ્મય શાહ ' નામ જેટલું પાર્ટી એમ એના મોમ ડેડ પણ પાર્ટી જ હતા પણ તોય એ રૂમ રાખી ને કેમ રહેતો એ ખબર નહોતી.

કોલેજ નો પહેલો દિવસ ,

અમદાવાદ માં થયેલો ફ્લાવર શો જોયેલો એની જેમ જ રંગ બિરંગી અને અવનવી ભાત વાળા કપડાં પહેરેલા વિધાર્થી ઓ ( કહેવાના જ વિધાર્થી ) ,પહેલા દિવસ થી જ બની ગયેલું કપલ , ઊંચકાતું ના હોય તોય સ્ટાઇલ મારવા માટે માથે ઢંગ ધડા વગર ની ટોપી સાથે હાથ માં ગિટાર લઇ ને ઉભેલા કલરીયા , કેન્ટીન માં સિગરેટ ના ધુમાડા ઉડાડતા દાદા ઓ આ બધું એક તરફ અને એક તરફ ગરમ તવા પર કોઈ હાથ મુકાવી દે , ઠંડા બરફ થી શરીર ખોટું પાડી દે , તોય આંખો ની નજર ના હટે એવી એક મેક થી ચડિયાતી અપ્સરા ઓ જોઈ ને એમ લાગતું કે જાણે મેં તો કોઈ જિંદગી જીવી જ નહોતી અત્યાર સુધી.

મારે આખી કોલેજ જોવી હતી એટલે હું 1 કલાક વહેલો જ નીકળી ગયેલો.

પહેલો દિવસ એટલે હજુ ક્લાસ ક્યાં છે એની કઈ ખબર નહોતી .મહા મહેનતે નોટિસ બોર્ડ મળ્યું અને મારા ડીપાર્ટમેન્ટ નો ક્લાસ નંબર લઇ લીધો. ઘડિયાળ માં જોયું તો ખબર પડી કે નવી દુનિયા નિહાળવા માં ને નિહાળવા માં હું 10 મિનિટ લેટ થઇ ગયો હતો.ફટાફટ મેં અડધું બેગ લટકાવી ને મારા ક્લાસ ભણી દોટ મૂકી.

હવે આને કૃષ્ણ ની લીલા કઉ કે મારા સદનસીબ કે એના બદનસીબ ,

અંગ્રેજી ના અક્ષર આડા અવળા લખેલા એવી ચુસ્ત લેગીસ અને કેસરી કલર નું ટોપ જેમાં માય લાઈફ માય રૂલ્સ લખેલું , હાથ માં કિંમતી બ્રેસલેટ , એક ઝાટકે પાણી પાણી થઇ જાય જોઈ ને એવી કામણગારી આંખો , આવી સ્વર્ગ માંથી સીધી ઉતરી ને આવેલી સુકન્યા એટલે પલ્લવી !

મારો ડીપાર્ટમેન્ટ સામે અને રસ્તા માં આવતા વણાંક પર આઈ ટી નો ડીપાર્ટમેન્ટ , એ વણાંક માંથી એ અચાનક આવી અને મારે સીધુ જવાનું હતું હું બ્રેક ના મારી શક્યો અને બસ ના થવાનું થઇ ગયું .

" એ હલકટ , આંધળો છે , દેખાતું નથી , તમારી આ બધી આદતો થી હું અજાણ નથી , છોકરી જોઈ નથી ને હાલકટ વેળા ચાલુ !! " 2 મિનિટ માં એ સુકન્યા એ મારી પર ઘોર આરોપ મૂકી દીધા .

પણ સાચું કઉ તો મેં એનો એકપણ આરોપ સાંભળ્યો નહોતો .એના ચહેરા પર થી જે વાક વચનો આવતા હતા ત્યારે ફિલ્મો માં જેમ સ્લો મોશન માં હોઠ ફફડતા બતાવે એમ હું સ્લો મોશન માં ચાલ્યો ગયો હતો.

એ તો બોલી ને ક્યારની નીકળી ગયી હતી પણ હજુ એનું ચિત્ર ત્યાંજ આંટા મારતું હતું .હું અને મારો શ્વાસ બેય થંભી ગયા હતા.મારી 10 મિનિટ 30 મિનિટ માં ફેરવાઈ ગયી.

આખો ક્લાસ ભરાઈ ગયો હતો ( પેલા દિવસે જ આટલા બધા કેમ આયા હશે?) .મેં દરવાજે રહી ને "may i come in sir ?" કહી ને પરવાનગી માંગી .

" આવો લેટ કમર્સ ! તમારા જેવા ની ઓળખાણ કરાવી પડે ને કલાસ ને , સ્ટુડન્ટસ આ છે આપડા ક્લાસ ના મિસ્ટર લેટ . , ક્યાં હતા અત્યાર સુધી ? સિગરેટ ના પીએ કેન્ટીન માં ! " આખા કલાસ વચ્ચે સાહેબે મારી એડવેર્ટીઝ મેન્ટ કરી નાખી.

" ના ! સર હું સિગરેટ નથી પીતો . " મેં મારો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.

" જા ,હવે શાણી સીતા , બેસ ! " ધાર્યું નતું એવું પેહલા જ દિવસે ઠપકો !

લોકો ના પેહલા દિવસ કોલેજ ના કેટલા મસ્ત હોય અને મારી સાથે જ કેમ આવું ?

સાંજે 7 વાગતા હું મારી રૂમ પર પહોંચ્યો .

રૂમ માં એક જ બેડ હતો .એટલે હું રોજે પથારી એ સૂતો આમેય મધ્યમ વર્ગ ને ટેવ હોય એટલે ચાલે.

મેં રૂમ પર જોયું કે......

*********************************************************************

વાચક મિત્રો માટે ,

શું પેલી સુકન્યા સાથે જીત નો ભેટો થશે?

જીતે રૂમ પર શું જોયું?

કોલેજ લાઈફ કંઈક નવો વણાંક લાવશે?

***********************************************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

Jitendra.officially@facebook.com

jitendraking7@gmail.com

whatsapp : 9408690896

matrubharti comment box.

  • આ પ્રક્રિયા ઘણી ફળી છે અમુક વાચકો ના અભિપ્રાય પ્રમાણે નોવેલ ને રૂપ આપ્યો છે આ ઉપરાંત એક લેખક મિત્ર ભાવિષા બેન ના સજેશન પ્રમાણે નોવેલ ને ઝડપી બનાવવા નો પ્રયત્ન કર્યો છે.
  • અને હા આપના મંતવ્યો ની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું.