21 mi sadi no sanyas - ek sachi prem kahani : part-2 Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21 mi sadi no sanyas - ek sachi prem kahani : part-2

21 મી સદી નો સન્યાસ - એક સાચી પ્રેમ કહાની

લેખક વિશે। .

જીતેન્દ્ર પટેલ , એટલે આમ તો સામાન્ય પણ અસામાન્ય વાતો કરતો 19 વર્ષ નો યુવાન. સમાજ માં બનતી ઘટના ને પોતાના જીવન નો એક ભાગ ગણી ને ચિંતા માં ઉતરી જાઉં છું ક્યારેક.જીવન ને પોતાના અલગ જ દ્રષ્ટિ થી નિહાળે છે અને એને પોતાની ઉત્કૃષ્ટ લેખન કળા દ્વારા સજાવવા નો પ્રયત્ન કરે છે.

બાળપણ થી જ 90 % ઉપર લાવનાર જીતેન્દ્ર પટેલ હજુ પણ પોતાના એન્જિનીયરીંગ માં પણ 8 ઉપર s.p.i લાવે છે। અથાર્થ ભણવામાં ક્યારેય રુચી ઓછી નથી કરી પણ પોતાને ભગવાને આપેલી દરેક કળા જેમ કે public speaking , writing , marketing ,acting દ્વારા બીજાને વધુ માં વધુ મદદ કરી શકાય એવી ભાવના રાખી છે.

અને કોલેજીયન હોવાથી લવસ્ટોરી ની નોવેલ ને સારા દ્રષ્ટાંતો મળી રહે છે। આથી " 21 મી સદી નો સન્યાસ " નોવેલ ને રૂપ મળ્યું છે।

આમ તો એક રીતે સંતૃપ્ત માણસ છું. એટલે હંમેશા જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના પ્રભુ ને કરી છે.

આપ પોતાની દરેક ઈચ્છા અને મંતવ્યો કે મારા વિષે કંઈપણ વધુ જાણવું હોય ,કહેવું હોય તો નીચે આપેલા કોઈ પણ સરનામે કહી શકો છો।

અને હા હું આપના મંતવ્યો અને સવાલો ની કાગડોળે રાહ જોઈ રહ્યો છું।

whatsapp : 9408690896

email :

21 મી સદી નો સન્યાસ - એક સાચી પ્રેમ કહાની

અત્યાર સુધી આપડે જોયું કે મિત ,જીતું અને ધ્વની ની સારી મિત્રતા છે, મિત સ્વભાવ માં રમતિયાળ છે ,જીતું નો પરિવાર મિત અને ધ્વની જેટલો ધનિક નથી।જીતું ને ભણવામાં રસ ના હોવા છતાં ભણતો અને સારા માર્ક્સ પણ લાવતો પણ એ એના સન્યાસી જેવા જીવન થી કંટાળી ગયો હતો। હવે આગળ.....

પરિક્ષા ના છેલ્લા દિવસે ત્રણેય જણા ભેગા થાય છે ,

" ખજુર , સાચે સાચું બોલી જજે કેટલા ટકા આવશે?" મિતે જોરદાર ધબ્બો મારતા કહ્યું।

" સ્કોલર ને ના પૂછવાનું હોય " ધ્વની એ મિત ની હા માં હા પુરાવતા કહ્યું।

" ના ના , મારે પરિક્ષા સારી નથી ગઈ " મેં નનૈયો ભણ્યો।

" જાને , ખજુર તારું દર વખત નું આવું છે , પરિક્ષા માં કે કઈ નઈ આવડ્યું પણ રીઝલ્ટ વખતે તો 90 ઉપર જ હોય છે." મિતે મારી ઠેકડી ઉડાડતા કહ્યું।

" હા , સાચી વાત છે। ચલ 90 % ની પાર્ટી આપી દે અત્યાર થી " ધ્વની એ નવો ચીલો પાડ્યો।

" અહિયાં 20 રૂપિયા નથી પુરા ને આને પાર્ટી કરવી છે " મેં મનોમન કહ્યું।

" બે , શું વિચારે છે ખજુર , ચલ હું આપું આજે પાર્ટી " મિતે પ્રસ્તાવ મુક્યો।

જાણે મિત મનોમન મારી વ્યથા સમજી ગયો હોય મને એમ લાગ્યું પણ એના નખરાળ સ્વભાવ ના લીધે એના ચેહરા પર એ ભાવ દેખાયો નઈ.

" હા ચાલો , આપડા ,નિરાંત ચોકડી પાસે પેલી સાત પાણી વાળી પકોડી મલે છે ચાલો ત્યાં જઈએ " ધ્વની એ જગ્યા પણ નક્કી કરી લીધી।

આમ તો પાર્ટી કરવી મારા માટે તો વરસ ના વચલા દિવસે એક વાર હોય એમાય ના થોડી પડાય જયારે મારે પૈસા ના કાઢવાના હોય!

" હા , ચાલો " મેં કહ્યું।

હું ,મિત અને ધ્વની ત્રણેય પેપર ના છેલ્લા દિવસે પરિક્ષા આપી ને સીધા નિરાંત ચોકડી પહોચ્યા।

અમારે ત્યાં સાત પાણી વાળી પકોડી બઉ વખણાતી એટલે અમે એજ જગ્યા નક્કી કરી .પાર્ટી જામી ગયી હતી . અમે પકોડી ની ખુબ મજા માણી.અને આજે ધ્વની ની વાત કરું તો પકોડી તીખી લગતા ધ્વનિ જે આંખો મીંચી ને મો બનાવતી એ જોઈ ને તો જાણે માણસ ઉભા ઉભા પીગળી જાય!

પરીક્ષા પતિ ગયેલી એટલે હવે કોઈ ને ઘરે જવાની ઉતાવળ નહોતી .અને પાર્ટી ની તો હજુ શરૂઆત હતી .

" ચાલો ,પિત્ઝા ખાવા જઈએ " ધ્વનિ એ નવો પ્રસ્તાવ મુક્યો .

" હા ચાલો જામો પડી જશે !" મિત એ પ્લાન મંજુર કર્યો .

મારી વાત કરું તો હજુ મેં પિત્ઝા ટીવી માં જ જોયેલા હતા !

અમે અમારા રિંગ રોડ પર આવેલા યુ.એસ પિત્ઝા માં ગયા અને ભરપૂર પિત્ઝા ની મોજ માણી. અને છેલ્લે પીરસેલા આઈસક્રીમ નો સ્વાદ તો હજુય નથી જતો. મીત ધ્વનિ નું ધ્યાન ના હોય એટલે એના આઈસ ક્રીમ માં તરાપ મારી લેતો પછી ધ્વની એને હળવા હાથે એક બે થપાટ મારતી . આ જોઈ ને મને એજ લાગતું તું જે તમને અત્યારે લાગી રહ્યું છે.

અમે સાંજ ની રાત ક્યારે કરી નાખી ખબર જ ના પડી.મારા માટે આજ નો દિવસ ભુલાય તેમ નહોતો મીત અને ધ્વની માટે કદાચ આ સામાન્ય હશે પણ મારા માટે તો આવા જલસા ભાગ્યેજ હોય એટલે મને તો બહુજ મજા આવી .પાર્ટી પતાવી ને આખાય એરિયા માં રખડી ને અમે ઘરે પાછા આવ્યા .મારા રસ્તે ઘરે જઈ રહ્યો હતો પણ રસ્તા માં તો આજ ના દિવસ ના સીન ફરતા તા . હજુયે યુ। એસ પિત્ઝા વાળી હોટલ ની એસી નો ઠંડો પવન અનુભવતો હતો.

"ઉઠ બેટા ! ઉઠ નાહી લે , એક તો મેહમાંન આવવાના છે ને તું હજુ સૂતો છે." કચરો વાળતા વાળતા સાવરણી નજીક આવી અને મેં આંખો ખોલી.

"મમ્મી સુવા દે ને , કાલે મોડે થી સૂતો છું." મેં આંખો ચોળતા કહ્યું.

" બપોરે સુઈ જજે અત્યારે મહેમાન આવવાના છે ચાલ તૈયાર થઇ જા."

" જેમ તેમ કરી આળસ ની ચાદર હાટાવી હું ઉભો થયો અને નહાઈ ને બહાર આવ્યો ત્યાં જ .....

'રાણી કલર નું પ્રેસ કરેલા ફોર્મલ પેન્ટ ને ફાંદ પર બ્લેક કલર ના પાતળી પટ્ટી વાળા બેલ્ટ થી બાંધેલું હતું , શરીર પર xxl સાઈઝ નો દુધિયા કલર નો શર્ટ , ભરાવદાર મૂછો અને બેતાલા ના ચશ્મા ચઢાવીને મારા પપ્પા સામેં આરામ ખુરશી માં બેઠેલા કાળું સાહેબ '

કાળું સાહેબ અમારી આખી શાળા માં સૌથી વધુ ભણેલા સાહેબ .મારા પપ્પા એ એમની સાથે સૌથી વધુ મિત્રતા કેળવેલી એટલે વેકેશન માં ચા પાણી માટે આવ્યા હશે એવો મેં અંદાજો લગાવ્યો.

હું સાહેબ ને પગે લાગી ને પાપા પાસે ખાટલા માં બેઠો .

" જો ! બળદેવ તારો મિત્ર છું એટલે સલાહ આપું છું .તારો છોકરો આટલો હોશિયાર છે એટલે રખડવા લાગે એના કરતા વેકેશન માં ૧૧-૧૨ સાયન્સ નું ટ્યુશન રખાવી દેજે .આપડે અહીં શાળા ની પાછળ જ એક સારા સાહેબ છે , મારા જાણીતા જ છે હું તને એમનો નંબર આપીશ."

કાળું સાહેબે જાણે તિર ભોંક્યું હોય એવો ઝાટકો લાગ્યો !

કાચ ના અરીસા ને પત્થર મારીએ અને જેમ ચકનાચુંર થઇ જાય એમ મારી ગયી કાલ ની મોજમસ્તી ના અવિસ્મરણીય સ્વાદ ને ફિક્કો પડતા એક સેકન્ડ પણ ન લાગી !

" હા ! કાળું ,બસ મારો જીતુ આ ૧૧-૧૨ સાયન્સ પાસ કરી લે એટલે મારા માથે થી મોટી ચિંતા ઘટી જશે." મારા પપ્પા એ સિક્કો મારી દીધો .

હજુ વેકેશન નો "વ" પણ મેં નતો જોયો ને ટયુશન?

દરેક ના જીવન માં આ પલ આવતી જ હોય છે કે બાળક કૈક બીજું ઈચ્છતો હોય અને પરિવાર કૈક બીજું ઈચ્છતા હોય ત્યારે બાળક તો બિચારું ધર્મ સંકટ માં ફસાઈ જાય છે !!

પણ પછી મમ્મી પપ્પાની આંખો માં પોતાના દીકરા ના ભવિષ્ય ની ચિંતા થતી જોઈને મને બધું ભુલાઈ ગયું.

પણ હવે ફરી જીવન ના આનંદ અને ભણવાની જરૂરિયાત વચ્ચે નો ફરક સમજવામાં ને સમજવામાં જ ગૂંચવાયો.

" બળદેવ પૈસા ની ચિંતા ના કરતો , આપડો જીતુ હોશિયાર છે એટલે એના પૈસા હું આપી દઇસ.તું તારી સગવડે આપજે." કાળું કાકા એ મારા પપ્પા ને પૈસા બાબતે મદદ કરવાનો વાયદો કર્યો.

પરિવાર ની આર્થિક સ્થતિ પર દબાણ આવતું જોઈ ને મને 16 વર્ષ ની ઉંમર માં પરિવાર ને આર્થિક સહકાર આપવાનો વિચાર આવ્યો જે 20 થી 22 વર્ષ ના યુવાનો ને ભણતર પૂરું કર્યા પછી એ નથી આવતો.

હવે તો ખરેખર મન ચકરાઈ રહ્યું હતું .અમારી સોસાયટી ની બહાર એક રામજી મંદિર છે.આમ તો બપોર ના સમયે તો કોઈ મંદિરે જાય નઈ પણ તોય જમ્યા પછી હું મંદિરે જવા નીકળ્યો .

મંદિર માં ભગવાન ના દર્શન કરવા નઈ પણ મન માં એક પછી એક ટકોરા મારતાં સવાલો ના જવાબ મેળવવા !

લગભગ 2 કલાક જેટલો હું ઉપર થી છત હતી એવી જગ્યા એ જઈ ને ,લીમડા ના ઝાડ માંથી આવતી સોડમ ને માણતા માણતા હું સતત વિચારો માં પરોવાયેલો રહ્યો.

"શું કરવું, ટ્યુશન માટે હું પૈસા જમા કરું તો? કે પછી 11-12 સાયન્સ ના લઉં અને કૉમર્સ લઇ લઉ ?

ના..ના..મમ્મી પપ્પા ની કેટલી ઈચ્છા છે કે હું સાયન્સ ભણું!

હા!! આઈડિયા !"

***********************************************************************

વાચક મિત્રો માટે ,

જીતુ ને કયો આઈડિયા આયો હશે?

શું જીતુ સાયન્સ ના લેવા માટે એના મમ્મી પપ્પા ને મનાવશે?

પરિવાર પર આવતું આર્થિક દબાણ જીતુ ને કઈ તરફ લઇ જશે?

*************************************************************************

" શકીલ ભાઈ ! તમારું એક કામ છે "

શકીલ ભાઈ એટલે ' અમારી સોસાયટી માં રોજ સવારે છાપું નાખવા આવતો , બંને પગે પાયસા વાળેલુ વાદળી કલર નું જીન્સ ઉપર ચેક્સ શર્ટ અને બે બટન ખુલ્લા અને માથે ગોળ ટોપી.

" હા ,બોલ બીડું " ચાલુ સ્કૂટી એ પોતાના આગવા અંદાજ માં શકીલ ભાઈ એ પૂછ્યું.

" શકીલ ભાઈ ,મારે છાપું વેહચવાનું કામ જોઈએ એ મળશે? " શકીલ ભાઈ ને મેં આશાસ્પદ સવાલ કર્યો. મેં મારા ટયુશન ની ફી મારી રીતે સગવડ કરવાનું વિચાર્યું હતું.

મારા પરિવાર ને આર્થિક રીતે મદદ કરવાનો વિચાર મને 16 વર્ષ ની ઉમરે આવ્યો , કદાચ આ વિચાર આજ ના 21-22 વરસ ના યુવાન ને પણ નથી આવતો!

"3000 મળશે બોલ ! આપડી 3 સોસાયટી માં નાખવાનું પેપર " શકીલ ભાઈ એ મારી મૂંઝવણ દૂર કરી .

આમ તો 3000 ફી તો એક વિષય ની જ થઇ જશે .પણ ' ના મામા કરતાં કાણો મામો શું ખોટો ?' એમ વિચારી ને મેં હા પાડી .

અને આ વાત ઘરે કઉ તો ચોક્કસ ના જ પાડત પણ હવે મંદિર પર માણેલો ટાઢો પવન અસર કરી ગયો હતો.

ધ્વનિ અને મિત પણ પ્રવાસે ગયા હોવાથી કોઈ વાંધો નહોતો.

બીજે દિવસે સવારે વહેલા સાડા ચાર વાગે હું મારી હીરો ની સાયકલ ને ઓઇલિંગ કરી રહ્યો હતો ત્યાંજ મમ્મી ઉઠી ગયી.

આખો દિવસ ઘરનું કામ કર્યા પછી પણ ખબર નઈ મમ્મી સવારે વહેલા કેમ ની ઉઠી જતી હશે , ભગવાને મમ્મી ને બહુ જ કઠોર બનાવી છે.

" બેટા , આટલી સવાર સવાર માં ક્યાં જાય છે ?" મમ્મી એ મને પુછયુ.

" કસરત કરવા મમ્મી , સવાર માં કસરત કરવાથી શરીર સારું રે ને !" જેમ પાણી ની ખાસ જરૂર હોય અને અચાનક જ જુના કપડાં ના ખિસ્સા માંથી એક રૂપિયા નો સિક્કો મળી આવે અને કામ થઇ જાય . એમ મારા મન માં અચાનક જ મમ્મી એ પૂછેલા સવાલ નો ઉત્તર ફૂટી આવ્યો.

બરોબર પાંચ માં દસ બાકી હતી ને હું શકિલભાઈ ને ત્યાં પહોંચ્યો.

શકીલ ભાઈ પેપર ની થપ્પી કરી રહ્યા હતા એમની સ્કૂટી આગળ.

" આવી ગયો બીડું ! બાકી ટાઈમસર આવી ગયો છે."ઘડિયાળ માં જોતા શકીલ ભાઈ એ કહ્યું.

"સારું ચાલ અહીંથી આ થપ્પી લઇ લે " ખૂણા માં પડેલી લગભગ પચાસેક પેપર ની થપ્પી તરફ ઇશારો કરતા કહ્યું.

" આપડી કાશીનાથ પાર્ક સોસાયટી જોઈ છે ને ત્યાં પચાસે મકાન માં આપડેજ પેપર નાખીએ છીયે.આ થપ્પી ત્યાં નાખવાની તારે રોજ ઓકે?"

મેં હકાર માં માથું હલાવતા સાયકલ સ્ટેન્ડ પર લગાવી .

પેપર ની થપ્પી લઇ ને હું નીકળી પડ્યો કાશીનાથ તરફ.લગભગ 30-40 મિનિટ માં આખી સોસાયટી નું કામ પતિ ગયું.

આ વખતે સાયકલ ચાલવવાનો મને થાક નહોતો લાગી રહ્યો કેમ કે શકીલ ભાઈ ના હાથે મળનારી ૧૦૦ રૂપિયા ની નોટ કેવી લાગશે એમાં જ મન હતું.

એક મહિના નું વેકેશન મેં ટયુશન અને પેપર નાખવામાં જ ગાળી નાખ્યું.

હવે સમય હતો મમ્મી પપ્પા ને સરપ્રાઈઝ આપવાનો !

મેં બચાવેલા 3000 રૂપિયા મમ્મી પપ્પા સમક્ષ રજુ કર્યા.

'કદી ના જોયેલો સાપ નરી આંખે દેખાયો હોય એમ મારા મમ્મી પપ્પા સ્તબ્ધ થઇ ગયા'.છેવટે મેં મારા સવાર ના પાંચ થી સાત ની મારી 'સાયકલ ની કસરત ' ની ગાથા નો ફોડ પાડ્યો.

ભલે રકમ નાની હોય પણ મેં મારા મમ્મી પપ્પા ને જાણે BMW ગાડી લાવી આપી હોય એવા ગર્વ થી મારા પપ્પા ની છાતી પહોળી થઇ ગયી.મને પણ અંદરથી મારા પ્રત્યે ખુબ સમ્માન જાગ્યું.

આમ પણ મેં મારા જીવન માં કરેલી પહેલી નોકરી હતી એ એટલે મને એ 3000 રૂપિયા બહુ જ વહાલા લાગ્યા અને કદાચ મારા કરતા મારા મમ્મી પપ્પા ને !

ધ્વનિ અને મીત પણ હવે પાછા આવી ગયા હશે .પ્રવાસે થી તો ખરા જ પણ એ પછી પોતાના સગાં સબંધી ને ત્યાં જવાના હતા ત્યાંથી પણ આવી ગયા હશે કેમ કે એક મહિનો થઇ ગયો હતો.

હવે ટૂંક જ સમય માં એડમિશન શરુ થવાના હતા.એટલે મેં મીત ના ઘરે જઈ ને સાયન્સ માં કઈ શાળા માં જઈશું , શું જલસા કરીશું એનો પ્લાન બનાવવાનું નક્કી કર્યું.

પણ મારુ જીવન તો જાણે બે ઘડી નો આનંદ પ્રભુ થી સહેવાતો નઈ હોય ! એમ એ દિવસ મારા માટે કંઈક બિજુ જ વિચારી ને બેઠો હતો.

************************************************************

વાચક મિત્ર માટે ,

એવું તે શું વિચારી ને બેઠો છે દિવસ ?

હવે નવો કયો વણાંક આવશે?

કેવું રહેશે ધ્વનિ , મીત અને જીતુ નું સાયન્સ નું જીવન?

**********************************************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

  • Jitendra.officially@facebook.com
  • jitendraking7@gmail.com
  • whatsapp : 9408690896
  • matrubharti comment box.