ફેસબુક કમેન્ટ ફ્રેન્ડ
(Facebook Comment Friend)
ભાગ - 3
ઘનશ્યામ કાતરીયા
તમે આગળ ના ભાગ માં વાંચ્યું હશે કે અમારી ફ્રેંડશીપ ની શુરુઆત કઈ રીતે થયી. હજુ તો આ શુરુઆત જ હતી અને અમે લડવા ઝગડવાનું શુરુ કરી દીધું હતું. પરંતુ અમને બંને માંથી એક પણ ને કઈ ખબર ના હતી કે આ અમારી ફ્રેંડશીપ કેટલીક આગળ વધશે?
હવે તો અમે રોજ એક બીજા સાથે ફેસબુક માં વાતો કરવા લાગ્યા. બીજી કોઈ વાતો કરીયે કે ના કરીયે પણ રોજ એક બીજા ને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ કેવાનું ભૂલતા ન હતા, આ રોજ નું થયું. ક્યારેક એક બીજા ને પૂછી લેતા હતા કે શું કર્યું, શું ચાલે છે આવું બધું ચાલતું હતું. મને તો એવું હતું કે આ બધી વાત ની જાણ મારી ફ્રેન્ડ આરતી ને નથી, પણ કદાચ હું ખોટો હતો. આરતી ને તો બધી જ વાત ખબર હતી કે અમે કેટલા દિવસો થી વાત કરીયે છીએ અને શું શું વાતો કરીયે છીએ. એમ પણ બધા એવું કહે છે ને કે છોકરીયો ના પેટ માં કોઈ વાત ના રહે. ભલે તે ગળે સુધી આવી ને અટકી જતી હોય પણ ક્યારેક તો એના મોં માંથી નીકળી જ જાય કે આ વાત હતી. જો કે મને કોઈ રીતનું એવું ના હતું કે એ આરતી ને શા માટે કહે છે. સહજ પણ ની વાત છે કે આરતી અને રિધ્ધી, એ બંને પાક્કી બહેનપણીઓ છે તો એક બીજા ને વાત તો શેર કરતી જ હોય ને. અને એમ પણ તમે જો કોઈ ને પોતાના સારા એવા ફ્રેન્ડ તરીકે માનતા હોવ તો બને ત્યાં સુધી એક બીજા સાથે શેર કરવું જરૂરી છે. પછી ભલે એ ખુશી ના સમાચાર હોય કે કોઈ દુઃખ નું કારણ! જો તમે દુઃખ ના સમયે શેર કરશો તો તમને તમારા ફ્રેન્ડ પાસેથી થોડું આશ્વાશન મળશે અને જો તમને ખુશી ને શેર કરશો તો તમારી ખુશી બમણી થઈ જશે. મારુ તો આવું માનવું છે. જો કે બધા ની માન્યતા અલગ અલગ હોય છે આવી વાતો માં.
હવે ફરી વાત આવી ફેસબુક ના ફોટા પાર મારેલી કોમેન્ટ ની કે જે આરતી એ ફેસબુક માં મુક્યો હતો. મને તો હવે એ વાત યાદ પણ ના હતી કે મેં કોમેન્ટ શું મારી હતી પરંતુ મારી એક કોમેન્ટ ના લીધે તો હું એના ક્લાસ માં પ્રખ્યાત થઈ ગયો હોય એવું મને લાગતું હતું. કેમ કે બધા ને ખબર ના હતી કે હું આરતી નો ફ્રેન્ડ છું. આટલા સુધી તો સારું હતું કે કઈ વાંધો ન હતો. આરતી એવું કહી દેય કે હું એનો સ્કૂલ નો ફ્રેન્ડ છું. પણ જયારે એની બધી ફ્રેન્ડ ને એ ખબર પડી કે હું અને રિદ્ધિ એક બીજા સાથે વાતો કરીયે છીએ ત્યારે ખબર નહિ કે એ લોકો ને મન માં શું સુજ્યું કે ઉડાવવાનું ચાલુ કરી દીધું.
આપણી એવી ટેવ હોય છે કે આપણા ગૃપ માંથી કોઈ છોકરો હોય કે છોકરી અને એને જો બીજા કોઈ સાથે વાત કરતા જોઈ લઈયે એટલે બસ એનું તો આવી જ બેસ્યું એમ સમજી લો. હું બીજા ની વાત કરતો જ નથી, કેમ કે મને પણ ખબર છે કે આવું તો થતું જ હોય છે. જો આપણા જ ફ્રેન્ડ લોકો આપણી મસ્તી ના કરે તો બીજું કોણ કરશે, એટલે જ તો કહેવાય છે ને કે ફ્રેન્ડ નું કઈ નક્કી ના હોય કે એ આપણને ક્યાં પહોંચાડી દેય. એક દિવસ માં આર તો બીજા દિવસે પાર.
આવા માં એવું જ થયું કે આરતી ના સર્કલ માં જેટલી પણ એની ફ્રેન્ડ હતી, એણે રિદ્ધિ ની મસ્તી કરવાનું ચાલુ કર્યું. હું તો હજુ આ બધી વાત થી અજાણ જ હતો કે મારા નામ પર બીજા હેરાન થાય છે. અને રિદ્ધિ એ તો મને આવી કોઈ વાત પણ કરી ના હતી કે એને બધા ચીડવે છે, આ વાત ની જાણ તો મને ત્યારે ખબર પડી જયારે આરતી સાથે હું ફોન માં વાત કરતો હતો ત્યારે એવું કીધું કે "રીદધુ ને બધા ચીડવે તારા નામ પાર કે SB સાથે આજ કાલ બોવ વાતો કરે છે ને આવું બધું" એણે આવું કીધું એટલે હું થોડી વાર માટે વિચાર માં પડ્યો કે આ રીદધુ અને SB કોણ છે એમ? તો મેં એને તરત જ પૂછ્યું કે તે હમણાં શું વાત કરી, તો ત્યારે એણે મને સમજાવ્યું કે મને ત્યાં બધા SB તરીકે જ ઓળખે છે. કદાચ એ લોકો ને મારુ નામ બોલવામાં લાબું લાગતું હતું એટલે એ લોકો એ ટૂંકું નામ આપી દીધું SB. મને થયું કે ચાલો કઈ વાંધો નઈ, એ લોકો ને બધા ને જે રીતે અનુકૂળ લાગે એ નામ થી બોલાવે. પણ મને મારા ટૂંકા નામ નો મતલબ તો ખબર જ ના હતી. તો મને આરતી એ સમજાવ્યું કે SB મતલબ Solid Black. પછી મને સમજાયું અને એણે એ પણ કીધું કે એ રિદ્ધિ ને પ્રેમ થી રીદધુ કહી ને બોલાવે છે. હવે આવી રીતે ટૂંકા નામ થી બોલાવવું અને એક બીજા ની મસ્તી કરવી આનું જ નામ તો ફ્રેન્ડશીપ કેવાય.
હવે વાત આવી કે ક્યાં સુધી એમ જ ફેસબુક માં વાતો કરતા રહીશું? ક્યારેક તો ફોન પર વાત કરી શકીયે કે નહિ!. પણ કદાચ છોકરીયો ના મન માં એવું હોય છે કે એ બને એટલું જલ્દી કોઈ છોકરાઓ ને નંબર ના આપે. અને એવી રીતે કોઈ ને અપાય પણ નહિ, તમે કોઈ સાથે બોલતા હોય તો એ ભલે ને તમારા સારા એવા ફ્રેન્ડ હોય તો પણ એ શુરુઆત માં તો તમારા માટે અજાણ જ હતા ને, અને કોઈ અજાણી વ્યક્તિ ને નંબર એમ નમઃ જ ના આપી દેવાય. એક વાત એ પણ છે કે તમે જો એ સામે વાળા માણસ ને સારી રીતે ઓળખી ગયા હોય અને તમને એના પાર પૂરતો વિશ્વાસ બેસતો હોય તો કઈ વાંધો નઈ. મારામાં પણ એવું જ કંઈક હતું કે હું રિદ્ધિ પાસે એના નંબર માંગી શકતો ના હતો અને એ મને સામેથી નંબર આપી શકતી ના હતી. જો કે એને મારા પાર પૂરતો વિશ્વાસ તો હતો જ. પણ એક બીજા સામે નમતું લેવું અને નંબર આપવા એ થોડું કઠિન હતું. મેં ક્યારેક એને સમજાય એવી રીતે ફેસબુક માં કીધું હતું કે આપણે કેટલા સમય સુધી ફેસબુક માં વાતો કરતા રહીશુ? તો એ પણ મારા વાત નો જવાબ એવી જ રીતે આપતી કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી.
આ બધા માં સૌથી વધારે કંટાળી હોય તો આરતી, કેમ કે હું આરતી ને જયારે પણ ફોન કરતો ત્યારે એને હંમેશા રિદ્ધિ નું તો પૂછતો જ હતો. એક વાર તો એ મને ખીજાયી ગયી કે તું મારી સાથે વાત કરે છે કે રિદ્ધિ માટે થયી ને મારી સાથે વાત કરે છે?
હવે મારે એને કઈ રીતે સમજાવવું કે તું જેમ મારી ફ્રેન્ડ છે એમ એ પણ મારી ફ્રેન્ડ છે. તારી સાથે સાથે એના પણ ખબર તો પૂછું જ ને. તો એણે મને કીધું કે તું અને રિદ્ધિ જ કેમ એક બીજા સાથે ડાયરેક્ટ વાત નથી કરી લેતા. એમ પણ એવું જ થતું હતું કે મારે રિદ્ધિ ને કઈ કેહવું હોય તો હું આરતી ને કહું અને એનો જવાબ પણ મને આરતી મારફત જ મળતો હતો. આવામાં આરતી તો અમારા માટે માધ્યમ થયી ગયું હતું વાતો કરવાનું.
એક વાર અમે ફેસબુક માં વાતો કરતા હતા ત્યારે મેં રિદ્ધિ ને નંબર માટે પૂછ્યું તો એણે કીધું કે થોડો સમય જવા દે. એટલે મને કઈ વધારે સમજાયું નહિ એની વાત માં. હું વિચારતો રહી ગયો કે આનો શું મતલબ? પછી મેં વિચાર્યું ત્યારે મને સમજણ પડી કે એણે જે કીધું એ યોગ્ય જ કીધું છે, એને હજુ થોડો સમય જોઈતો હતો, મારા પર પૂરતો વિશ્વાસ મુકવા માટે. મને એમ પણ કઈ વાંધો ના હતો એના આ જવાબ પર. હું પણ એની હાલત સમજતો હતો કે કોઈ છોકરી માટે એ મુશ્કેલ છે કે અજાણ્યા છોકરા સાથે વાતો કરવા માટે તૈયાર થવું
પણ એટલું તો સમજાય ગયું હતું કે બધું જ વિશ્વાસ પર જ ચાલતું હોય છે, તમે તમારી સામે વાળા પર કેટલો વિશ્વાસ મુકો છો અને એ તમારો વિશ્વાસ કેટલા સમય સુધી જાળવી રાખે છે એ મહત્વ નું છે.
વધુ આવતા અંકે