Facebook Comment Friend - 2 books and stories free download online pdf in Gujarati

Facebook Comment Friend

ફેસબુક કમેન્ટ ફ્રેન્ડ

(Facebook Comment Friend)

ભાગ - 2

-: લેખક :-

ઘનશ્યામ કાતરીયા

આગળ ના ભાગ માં તમે વાંચ્યું હશે કે મેં ફેસબુક વાપરવાનું કઈ રીતે શુરુ કર્યું, પણ આ તો હજુ શુરુઆત જ હતી. એ સમય માં હજુ ફેસબુક નવું નવું હોવાના લીધે બધા માટે સારું હતું પણ જેને ના આવડતું હોય એના માટે તો દાવ કરવા જેવું જ હતું.

ધીમે ધીમે કોલેજ ના દિવસો પસાર થતા ગયા એમ ફેસબુક વાપરવાનો મોહ જાગતો ગયો. કોલેજ માં બુક કરતા તો ફેસબુક વધારે ઓપન થવા લાગ્યું. ક્લાસ રૂમ માં ભલે ને નજર સામે બુક હોય પરંતુ બુક ની ઉપર તો મોબાઈલ માં ફેસબુક જ ચાલતું હતું. બધા ને આવી રીતે જોઈ ને મને થતું કે આ ફેસબુક માં આવું તો વળી શું હશે? જેથી બધા એમાં એટલા બધા મગ્ન હોય છે. પણ આવું વિચારવામાં હું એ ભૂલી ગયો કે હું પણ આમાં નો એક જ છું. એ બધા ની જેમ હું પણ ફેસબુક પાછળ જ પડેલો હતો. પરંતુ મને ફેસબુક સાથે બોવ લાગણીઓ ના બંધાયી કેમ કે ફેસબુક શુરુ કરતા ની સાથે જ જે ઘટનાઓ મારી સાથે બની એ પર થી મને એવું લાગ્યું કે આ ફેસબુક આપણા કામ નું નથી હો ભાઈ!

એક વાર મને કોલેજ માં જ મારા એક ફ્રેન્ડ પાસે થી એક બીજી ફ્રેન્ડ નો નંબર મળી ગયો, જે મારી સાથે 5માં ધોરણ થી સાથે જ હતી. અને અમે બંને એક જ નિશાળ માં ભણતા હતા. 10માં ધોરણ પછી બધા અલગ અલગ થય ગયા હતા. એ પણ અહીં અમદાવાદ માં જ કોલેજ કરતી હતી. પરંતુ એ મેડિકલ માં હતી, એને ડોક્ટર બનવું હતું. મેં એને એક દિવસ સાંજે ફોન કર્યો, શુરુઆત માં તો મારે એને ઓળખાણ આપવી પડી હતી કેમ કે અમે 4 વર્ષ પછી એક બીજા સાથે વાત કરતા હતા.

વાત કરતા કરતા ખબર જ ના રહી કે કેટલો સમય નીકળી ગયો. કદાચ 1-2 કલાક સુધી વાત ચાલતી રહી. એક બીજા સાથે 10માં ધોરણ થી અલગ પડયા પછી કોલેજ માં એડમિશન લીધું ત્યાં સુધી ની વાતો ભેગી થયી હતી. એમ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી છોકરીઓ (સ્ત્રી) ને વાતો કરવાની બોવ જ ટેવ હોય છે. જો કે આને ખરાબ ટેવ તો ના જ કેવાય, આ પણ એ કલા છે કે લાંબા સમય સુધી કોઈ ને કોઈ ટોપિક પર વાતો કરતા રેહવું.

એક બીજા સાથે વાતો કરવામાં નવી નવી ઓળખ નીકળી, આ ઉપરાંત સ્કૂલ માં સાથે રહી ને જે ધમાલ મસ્તી કરી એ બધી યાદો ને તાજી કરી. મને ખબર છે ત્યાં સુધી, હું સ્કૂલ માં ધમાલ મસ્તી કરવા માં બધા થી આગળ રહેતો હતો કે જો કે મને વધારે માજા આવતી હતી. અને એમાં પણ છોકરીઓ સાથે લડવાનું હોય, એટલે એમાં આપડે તો આગળ જ હોય. પછી ભલે ને એ ગમે તેની સાથે ઝગડો થયો હોય, અને વાત પ્રીન્સીપાલ સુધી પહોંચી ગઈ હોય. આપણે તો બસ લડવા જગાડવાનું કામ જ કરવાનું, ક્યારેક જરૂર પડે ત્યાં મદદ પણ કરતો, પરંતુ એના માટે આપડો મૂડ હોવો જોઈએ અને બીજું એ કે સામે વાળા સાથે આપણું કેટલું ભડે છે. મારો કેવાનો મતલબ એ જ છે કે સામે વાળા જ્યારે આપડી જરૂરિયાત માં સાથે ઉભા રહે છે કે નહીં જો કે સ્કૂલ માં તો બધા સરખા જ હતા અને કઈ આવી બધી બોવ ખબર પડતી ન હતી.

એટલા માં થયું એવું કે એણે મને વાત વાત માં જ પૂછી નાખ્યું કે હું ફેસબુક વાપરું છું કે નહીં? હવે એને હું કેમ સમજાવું કે ફેસબુક વાપરતા તો મને બીક લાગે છે અત્યારે. કેમ કે એ એવું કહેતી હતી કે એ ફેસબુક વાપરે છે અને એમાં એ રોજે ઓનલાઇન હોય છે. હવે એ સમયે આપણી પાસે મોબાઈલ માં આટલી બધી બેલેન્સ પણ નથી હોતી કે આપણે ગમે ત્યારે કોલ કરી ને વાત કરી શકીયે ફ્રેન્ડ સાથે. તો પણ મેં તો એને કીધું કે હા હું ફેસબુક વાપરું છું, એટલે એને મને રિકવેસ્ટ મોકલી અને મેં એને એડ કરી. હવે એની તો આદત હતી રોજે રોજ ફેસબુક માં અપડેટ મુકવાની, એની સાથે મેસેજ માં વાત કરવાનું સારું હતું. મેસેજ માં વાત કરીયે તો ચાલે કેમ કે એમાં કંઈક લખ્યું હોય તો એક બીજા સમજી લઈએ. પણ જ્યારે એ ફેસબુક માં એનું કોઈ સ્ટેટસ મૂકે અથવા તો એ પોતાનો કે બધી ફ્રેન્ડ સાથે ફોટો મૂકે ત્યારે આપડે તો ખાલી એના ફોટા ને લાઈક જ કરવાનું રહ્યું.

આવા માં એક વાર બન્યું એવું કે મેં એને રાતે 10 વાગ્યા પછી કોલ કર્યો, એ કદાચ સુઈ ગઈ હશે તો એના બદલે એની રૂમ પાર્ટનર એ ફોન ઉપાડ્યો અમારી વચ્ચે ની નાની એવી વાર્તાલાપ આ મુજબ હતી,

હું : હેલો

ફ્રેન્ડ : હેલો

હું : (હું એનો અવાજ ના ઓળખી શક્યો, મને એવું લાગ્યું કે સામે ફોન પર મારી ફ્રેન્ડ જ વાત કરે છે) શું કરે છે?

ફ્રેન્ડ : એ સુઈ ગયી છે.

હું : (હું થોડી વાર માટે વિચાર માં પડી ગયો કે આ શું? હું મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું, એને જ મેં કોલ કર્યો છે. અને સામેથી કોઈક એવું બોલે છે કે એ સુઈ ગયી છે, તો મારી સાથે ફોન માં વાત કોણ કરે છે?) તો તમે કોણ?

ફ્રેન્ડ : હું એની રૂમ પાર્ટનર બોલું છું.

હું : હા, ઠીક છે સારું તો, એને કહેજો ને કે કોલ આવ્યો હતો.

ફ્રેન્ડ : હા, સારું

હકીકત માં એને એ દિવસો કોલેજ માં પરીક્ષા ચાલતી હતી તો મારી ફ્રેન્ડ વહેલા સુઈ ગયી હતી જેથી કરી ને એ સવારે વહેલા ઉઠી ને વાંચી શકે.

બીજા દિવસે મારી ફ્રેન્ડ નો કોલ આવ્યો ત્યારે એણે મને કીધું કે એ એની રૂમ પાર્ટનર હતી જેણે મારો કોલ ઉપાડ્યો હતો. મેં કીધું ઠીક છે કઈ વાંધો નઈ. ત્યારે મને એનું નામ ખબર પડી, એનું નામે હતું રિધ્ધિ. પણ મારી ફ્રેન્ડ એને રીદધુ નામે બોલાવતી હતી. મને તો એના વિશે કઈ જ ખબર ના હતી, કે એ કોણ છે અને સ્વભાવ માં કેવી છે. મેં તો બસ ખાલી એક વાર જ ફોન માં વાત કરી હતી, એની સાથે. એટલે મેં પછી તરત જ ફેસબુક ખોલ્યું અને એમાં મારી ફ્રેન્ડ ની ફ્રેન્ડલિસ્ટ માં જોયું તો રિધ્ધિ કરી ને કોણ હતું એમ. રિધ્ધિ ની પ્રોફાઈલ મેં ખોલી અને એમાં જોયું તો એ પણ સુરત ની જ હતી.

થોડા દિવસો પછી મારી ફ્રેન્ડ એ ફેસબુક માં એક ગૃપ ફોટો મુક્યો હતો, મેં એ ફોટા ને લાઈક કર્યો અને પછી કંઈક કૉમેંટ મારી તો રિધ્ધિ ની તરત જ કૉમેંટ માં રિપ્લાય આવ્યો કેમ કે મેં કદાચ એ ગૃપ ને લાગુ પડે એવી કૉમેન્ટ મારી હતી. હવે તો આગળ શું થવાનું હતું, જે આપણે સ્કૂલ માં કર્યું એ જ કે લડાઈ ઝગડો કરવાનું. ત્યારે તો ફેસબુક માં એ જ ફોટા પર કૉમેન્ટ ની સાથે કૉમેન્ટ આવવા લાગી. હું અને એ, અમે બંને ફેસબુક માં જ લડવા લાગ્યા. આ બધી જ્યારે મારી ફ્રેન્ડ ને ખબર પડી તો એને અમને બંને ને કોલ કરી ને કીધું કે તમારે બન્ને ને ઝગડો કરવો હોય તો ફેસબુક માં મારા ફોટા પર કૉમેન્ટ કરી ને ના કરો. તમે બંને એક બીજા સાથે ડાયરેક્ટ મેસેજ માં જ વાત કરી લો. પછી તો અમે બંને એ કૉમેન્ટ મારવાનું બંધ કર્યું અને જોત જોતા માં જ એનો મેસેજ આવ્યો ફેસબુક માં. એ સમય પર ફેસબુક નું એ સારું હતું કે એક બીજા ને એડ કર્યા વગર પણ મેસેજ કરી શકતા હતા.

ત્યારે અમે એક બીજા સાથે મેસેજ માં થોડો લડાઈ ઝગડો કર્યો અને પછી વાત ને પૂર્ણ વિરામ આપ્યું. પરંતુ મને ખબર ના હતી કે આની સાથે કેવી ફ્રેંડશીપ થશે. જેની સાથે મેં શુરુઆત જ લડવા થી કરી. પણ મેં એવું સાંભળ્યું છે કે 'જે એક બીજા સાથે વધારે લડતા હોય, ઝગડતા હોય, એ જ એક બીજા ને વધારે પ્રેમ કરતા હોય છે, પછી ભલે ને એ ભાઈ-બહેન નો પ્રેમ હોય કે બંને ભાઈ નો પ્રેમ હોય.' અહીં મારી વાત માં એક ફ્રેન્ડ ની પણ ફ્રેન્ડ હતી, જેની સાથે સારી એવી ફ્રેન્ડશિપ થવા લાગી હતી.

વધુ આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો