Facebook Comment Friend Ghanshyam Katriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Facebook Comment Friend

ફેસબુક કમેન્ટ ફ્રેન્ડ

(Facebook Comment Friend)

ભાગ - 1

-: લેખક :-

ઘનશ્યામ કાતરીયા

આજે મારા વોટ્સઅપ માં અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો, મને આચર્ય થયું કે કોનો મેસેજ છે. મેં તરત જ એ નંબર નું પ્રોફાઈલ પિક્ચર જોયું, તો મને લાગ્યું કે આ તો કોઈ જાણીતો ચહેરો છે. હા, તે મારી ફેસબુક કમેન્ટ ફેન્ડ હતી. તમને કદાચ આચર્ય થતું હશે કે ફેસબુક ફેન્ડ તો સાંભળ્યું હતું પણ આ ફેસબુક કમેન્ટ ફેન્ડ એટલે શું?

આજ થી 6 વર્ષ પહેલા મેં કોલેજ માં એડમિશન લીધું. મેં મારી સ્કૂલ લાઈફ પૂરી કરી, અને હવે એન્જીનીરીંગ માટે અમદાવાદ માં આવ્યો. 12માં ધોરણ માં સારા એવા માર્ક્સ હોવાના લીધે મને સરળતાથી મારે જે ફિલ્ડ માં જોઈતું હતું એમાં મળી ગયું. મારા પાપા નું તો કહેવું હતું કે હું મિકેનિકલ માં એડમિશન લઉં, પણ મને એ ફિલ્ડ માં જરા પણ રસ ના હતો. મને રસ હતો તો કોમ્પ્યુટર મા. જેથી મેં ઇન્ફોરમેશન ટેક્નોલોજી માં એડમિશન લીધું.

અત્યાર સુધી તો હું ઘરે રહેતો હતો, એટલે સારું હતું પણ કોલેજ માં એડમિશન લીધા પછી સૌથી મોટો પ્રોબલેમ એ હતો કે અમદાવાદ માં કઈ રીતે હું સેટ થઈશ. અને હજુ તો અહીં રહી ને મારે મારું કેરિયર બનાવવાનું હતું. મારા મન માં આટલું બધું ચાલતું હતું, છતાં પણ મેં વિચાર્યું કે ચાલો જોયું જશે, જે કઈ પણ થશે એ. ધીમે ધીમે કોલેજ ના દિવસો શરૂ થયા. મેં હોસ્ટેલ માં એડમિશન લઈ લીધું હતું. મેં અત્યાર સુધી ક્યારેય હોસ્ટેલ લાઈફ નતી જોયી, કારણ કે હું ક્યારેય ઘરથી બહાર જ નતો નીકળ્યો. એક વાત મારા માટે સારી હતી કે મેં જ્યારે કોલેજ માં એડમિશન લીધું ત્યારે મારા મામા ના છોકરા નું છેલ્લું વર્ષ હતું, જેથી કરી ને મને કોઈ પણ જાત ની તકલીફ ના થાય, એ સાથે એક જ હોસ્ટેલ માં રહેતો હતો. હું ક્યારેક વિચારતો હતો કે હોસ્ટેલ ની લાઈફ કેવી હોય, આપણા રેવા ના કઈ ઠેકાણા ના હોય કે ના ખાવાના ઠેકાણા હોય. રેવાનું અને ખાવાનું આપણે આપણી રીતે જ કરવાનું હોય છે. ઘરે તો આરામ થી મમ્મી રસોઈ બનાવતી હતી એટલે ઘરે બેઠા બેઠા ખાવાનું મળી જતું હતું.

કોલેજ ના દિવસો ચાલુ થય ગયા, શુરુઆત માં તો થોડું અલગ લાગતું હતું કેમ કે બધા જ નવા હતા. મારા ફ્રેંડ બદલાય ગયા હતા અને અહીં નવા ફ્રેંડ બનાવવાના હતા. આ બધા કરતા પણ જો કંઈક અલગ લાગતું હતું તો એ હતું ઇંગ્લિશ મીડીયમ અત્યાર સુધી તો ગુજરાતી માં ભણી લીધું પણ હવે ઇંગ્લિશ માં ભણવાનું થયું. આપણ ને તો કઈ જ ના સમજાય હો. લેક્ચર માં જે કઈ પણ બોલે એ બધું ઉપર થી જાય. ધીમે ધીમે સમય જતો હતો અને એમ પણ આપણે થોડા કઈ સમય ને રોકી શકવાના છિયે.

એ સમય પર મને ફેસબુક નો કઈ જ આઈડ્યા ન હતો. મને તો ખબર પણ ન હતી કે ફેસબુક શું છે? એ વખતે હજુ નવું નવું જ હતું બધા માટે, મારા સિનિયર લોકો ને ફેસબુક વાપરતા આવડતું હતું. આપણ ને તો બસ એક વાર ખાલી ઈમેલ બનાવતા આવડી ગયું હતું. એક વાર હું હોસ્ટેલ માં મારા ફ્રેંડ ના રૂમ પર હતો. અમે બંને વાતો કરતા હતા, ત્યારે મેં જોયું તો એના રૂમ માં રહેતો એક ફેસબુક વાપરતો હતો અને એમાં છોકરીયો જોડે વાતો કરતો હતો. મેં પૂછ્યું કે આ શું કરો છો? તો એને કીધું કે હું ફેસબુક વાપરું છું. ત્યારે મને થોડું અજીબ લાગ્યું કે આ તો શું કઈ વાપરવા જેવી વસ્તુ છે. આખો દિવસ જ્યારે હોય ત્યારે લેપટોપ લઈ ને એની સામે બેસી જવાનું આના કરતા તો મોબાઈલ માં વાત કરી લેવી સારી અથવા મોબાઈલ માં મેસેજ કરી દેવાનો, કેમ કે એ સમય પર મેસેજ ના પેકેજ બોવ જ સસ્તા હતા. પણ મને એ જોઈ ને ત્યારે થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો ફેસબુક માં. એટલે મેં એમને કીધું કે મને આ શીખવાડો ને. તો એણે મને ફેસબુક માં મારું એકાઉન્ટ બનાવી આપ્યું અને કીધું કે હવે તું મોબાઈલ માંથી આમાં લોગીન કરજે અને જોજે બધું, બાકી નું પછી હું તને શીખવાડીશ. મેં કીધું કે કઈ વાંધો નઈ. આપણે તો લાગી ગયા એમાં, ગમે તેને રિકવેસ્ટ મોકલવા લાગ્યા, ગમે તેને મેસેજ કરવા લાગ્યા, હજુ ત્યારે મને ફેસબુક નો જરા પણ આઈડ્યા ન હતો.

આ બધું કરવા માં એક મોટો જબર દાવ થાય ગયો એતો ખબર જ ના રહી. હું જ્યારે ફેસબુક કેમ વાપરવું એ શીખતો હતો એ વખતે મેં એક મોટી ભૂલ કરી. મને હજુ એ નતી ખબર પડતી કે કોઈ ને આપણે કઈ વાત કરવી હોય તો એને પ્રાઇવેટ મેસેજ કરવાનો, નઈ કે એના વોલ પર જઈ ને પોસ્ટ કરવાની મેં આ જ ભૂલ કરી. એક છોકરી ના વોલ પર કંઈક લખ્યું, હું એને પ્રાઇવેટ મેસેજ માં કરવાનો હતો. આ બધું મારા વિચાર બહાર જ હતું. મને તો ખબર પણ ન હતી કે મેં શું કર્યું છે અને આનું પરિણામ કેવું આવશે. જ્યારે બીજા દિવસે હું કોલેજ માં ગયો ત્યારે બધા મારી સામે જોવા લાગ્યા. અને મારી હસવા લાગ્યા. બધા મને પૂછવા લાગ્યા કે તે શું કર્યું એનો તને વિચાર છે? મેં ના પાડી કેમ કે હકીકત માં મને તો ખબર જ ના હતી કે શું થયું છે. મેં એ છોકરી ના વોલ પર એવી પોસ્ટ મૂકી હતી કે 'You are looking nice when you smile'. આ પોસ્ટ નો ગુજરાતી મતલબ તો મને ખબર હતો પણ ફેસબુક વોલ પર મુકવાથી શું અસર થશે એ ખબર ન હતી. જે વાત મારે એને પ્રાઇવેટ મેસેજ માં કરવી જોઈતી હતી એ મેં એના જ વોલ પર પોસ્ટ કરી દીધી અને એના બધા જ ફ્રેંડ ને આ પોસ્ટ જોવા મલી.

હું વિચારતો રહ્યો કે આ મેં શું કર્યું? મારા કરતા વધારે તો એ છોકરી ને થયું કે જેના વોલ પર મેં આ પોસ્ટ કરી હતી. એ કલાસ માં આવતી હતી, તો પણ કોઈ સાથે બોલતી ન હતી. હું એની હાલત સમજી શકતો હતો કેમ કે એના જગ્યા પર બીજી કોઈ છોકરી સાથે જો આવું થયું હોત તો એ પણ આવી જ રીતે વર્તન કરત. મને અંદર થી એવું થયું કે મારે એની પાસે માફી માંગવી જોઈએ એટલા માટે મેં મારું ફેસબુક માં લોગીન કર્યું કે એને હું મેસેજ માં કઈ દઉં. પણ મેં જેવું ફેસબુક ખોલ્યું તો એને મને બ્લોક કરી દીધો હતો. એની જગ્યા પર હું હોત તો, હું બી એ જ કરત. હવે હું વિચારમાં પડી ગયો કે એને સોરી કઈ રીતે બોલવું? થોડા દિવસો પછી અમે લેબ માં બેઠા હતા. હજુ અમારી લેબ શરૂ થવા ને થોડી વાર હતી અને નસીબ જોગ એ દિવસે લેબ રદ થયી. એ હજુ લેબ માં બેઠી હતી અને બીજા બધા જતા રહ્યા હતા. મેં મન માં વિચાર્યું કે આ જ સારો મોકો છે આને સોરી બોલી દેવાનો. હું એની પાસે ગયો તો એ ત્યાંથી ઉભી થયી ને જવા લાગી. એટલે મેં એને કીધું કે એક વાર મારી વાત તો સાંભળ, મેં એને કીધું કે મારો મતલબ કઈ અલગ ન હતો તને કેવાનો, મને ખબર જ ન હતી કે શું થયું આ બધું એમ. કદાચ એ મારી વાત ને સારી રીતે સમજી ગયી હોય એટલે એણે મને એવું કીધું કે કઈ વાંધો નઈ, જે થયું એ. પણ હવે બીજી વાર આવું ના કરતો.

હવે મારા મન ને થોડી શાંતિ થયી, મને એવું લાગ્યું કે મારા માથા પર નો બોજ હળવો થઈ ગયો. અમે બધા ફરી થી પાછા રોજ બરોજ ની જેમ ચાલુ થઈ ગયા. આજે જેવું મારી સાથે થયું એવું નાનું મોટું ક્યારેક તમારી સાથે પણ થયું જ હશે ને. પરંતુ આ સંજોગો માં તમે કઈ રીતે સાચવો છો એ વધારે મહત્વ નું છે. આ જે કઈ પણ થયું એના લીધે મને તો ઘણો ફાયદો થયો, જેમ કે ત્યાર પછી હું ફેસબુક માં કઈ પણ કરતા પેલા વિચારતો હતો અથવા તો જેને ખબર પડતી હોય એને પૂછી ને કરતો હતો.

તમે કદાચ વિચારતા હશો કે આમાં બુક ના ટાઇટલ જેવું તો કઈ આવ્યું જ નથી. હા, તમે જે વિચારો છો એ સાચું જ છે. પરંતુ હું પણ મારી જગ્યા પર સાચો જ છું, કેમ કે ફેસબુક ની શરૂઆત તો મારા જીવન માં ત્યાર થી જ થઈ હતી ને.

- To be Continued...