A Girl who Married Stranger books and stories free download online pdf in Gujarati

A Girl who Married Stranger

અજાણી વ્યક્તિ

લેખક :-

ઘનશ્યામ કાતરિયા

હું બેડ પર સુતી હતી, મને કઈક અલગ જ મુંજવણ હતી. મેં મારી ડાયરી ખોલી અને એમાં લખ્યું કે 'હું એક અજાણી વ્યક્તિ ને પરણી" અને પછી તરત જ મેં એ ડાયરી ને મારા ગાદલા નીચે સંતાડી દીધી મારું આખું શરીર કંપતું હતું
મેં મારી જાત ને મન માં એક પર્શ્ન કર્યો કે 'હું શું કરું છું ?'
મારા મન માં એક જ પ્રશ્ન હતો કે હું અજાણી વ્યક્તિ ને પરણી છું?
આ બધા વિચારો માં ગુચ્વાયેલી હતી હું એવા માં જ બારણું ખુલવાનો મેં અવાજ સાંભળ્યો, હું થોડી ડરી ગયી, કેમ કે જે માણસ ને હું ક્યારેય પેલા મળી પણ ના હતી એની સાથે આજે મારા લગન થય ગયા હતા. અને આ મારો પેહ્લો દિવસ હતો સાસરીયા માં.
હું હજુ નીચે જ મો રાખી ને બેઠી હતી, મારા માં ઉપર મો કરી ને એમની સામે જોવાની પણ હિમ્મંત ન હતી. એ મારી પાસે આવે અને મને કઈક બોલે તો હું એમની સાથે શું વાત કરીશ?

એટલા માં જ એ મારી પાસે આવ્યા, અને હું કઈ બોલું એ પેલા જ એને મને કીધું કે હું નીચે સુઈ જાઉં છું. હું થોડી વાર માટે અચરજ માં ડૂબી ગયી કે એમને આવું કેમ કીધું? કારણ કે મેં સાંભળેલું હતું કે જો પેલા દિવસે આવું થાય તો તમે એક પત્ની તરીકે નિષ્ફળ છો. આ બધું હું વિચારતી હતી એવામાં જ મને ખબર ના રહી કે મને ક્યારે ઊંઘ આવી ગયી.
હું સવારે ઉઠી તો મેં જોયું કે બોવ જ મોડું થય ગયું હતું ઉઠવા માં, અને નીચે જોયું તો એ ત્યાં ના હતા, એમની આ હરકત ના લીધે હું ફરીથી મુન્જ્વન માં મુકાય ગયી. આટલી જ વાર માં એ મારા માટે ચા લઇ ને આવ્યા. આ શું વળી? એમને મારા માટે ચા બનાવી, જો કે આ જગ્યા પર મારે વહેલા ઉઠીને એના માટે ચા બનાવવી જોઈતી હતી, પણ એમને ચા બનાવી આપી. એમને મારી સામે ચા નો કપ લાંબો કર્યો અને મને કહ્યું "લ્યો આ ચા પી લો".
સવાર સવાર માં આવું થયા પછી મારા મન માં ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા કે આવુ કેમ થયું? એ શા માટે મારા માટે ચા બનાવી ને લાવ્યા. એમને મને સવાર માં જાગવાનું પણ ના કીધું અને એ પોતે વહેલા ઉઠી ગયા. શું એના મન માં મારા માટે કોઈ દ્વેષ હશે કે પછી એને મારી કોઈ વાત નું સારું ની લાગ્યું હોય? આ બધું વિચારતી હતી હું એવા માં એ બોલી ઉઠ્યા કે ખોટી ચિંતા ના કરો, હું તમને સારી રીતે સમજુ છું કે અત્યારે તમારા મન માં ઘણા બધા પ્રશ્નો ઉઠેલા હશે. આ બધા જ પ્રશ્નો નો જવાબ તમને મળી જશે પણ તમે થોડી ધીરજ રાખો.
મેં મારા મન ને સમજાવ્યું કે ચાલો કઈ ખોટું તો નથી થય રહ્યું, જો એમને મને આટલી શાંતિ થી સાંત્વના આપી છે તો એ પણ કઈક તો સારું વિચારતા જ હશે. હવે મારા મન માં રહેલો ડર થોડો ઓછો થયો. એટલે મેં એમની સાથે થોડું ખુલી ને વાતો કરવાનું શુરુ કર્યું. એટલે મેં એમને તરત જ એ પ્રશન પૂછી નાખ્યો કે આજે સવારે વહેલા ઉઠીને તમને ચા પીવડાવવાની મારી ફરજ હતી, પણ તમે કેમ આવું કર્યું? આટલા માં એમને વળતો જવાબ આપ્યો જે સાંભળી ને મને થોડું આચર્ય થયું. એમણે વિસ્તાર માં સમજાવતા કહ્યું કે તમારા માટે આ ઘર માં પેહ્લો દિવસ છે, એટલે તમને અમારા ઘર ના એક મહેમાન તરીકે છો. અને ક્યારેય કોઈ મહેમાન પાસે કામ ના કરાવે, કદાચ તમારે હજુ આ ઘર માં સેટ થતા થોડા દિવસો વીતી જશે, પણ તમે આ મારી ટેવ ને સાચવી લો. હું એવું નથી માનતો કે કોઈ પણ સ્ત્રીજ્યારે કોઈ પુરુષ ને પરણે છે ત્યારે એ ફક્ત એના ઘર ના કામ માટે અથવા તેના પતિ ની સારવાર માટે જ હોય છે. એક સ્ત્રી પોતિ પણ કઈક ઇચ્ચાતી હોય છે, જેવી રીતે દરેક પુરુષ ની કંઈક જન્ખ્નાઓ હોય છે એવી જ રીતે દરેક સ્ત્રી ની પણ કઈક ઈચ્છાઓ હોય છે જીવન માં કઈક કરવાની. મારા તરફ થી તમને આ બાબત માં બધી જ રીતે છૂટ છાટ આપવામાં આવે છે. તમે જે ઈચ્છતા હોય એ તમે કરી શકો છો. તમારા મન પસંદ કામ કરવા માટે અહી તમને કોઈ જ રીત ની રોક- ટોક ની લગાવવામાં આવે.
એ આટલું બધું બોલતા ગયા અને હું એમને ખાલી સંભાળતી જ રહી , મને થોડી શાંતિ થયી કે એ પોતે કેટલા બધા સમજદાર છે . એમના મત પ્રમાણે તો એક પત્ની ની વ્યાખ્યા જ અલગ હોય છે . હું મારા ઘર માં જોતી હતી તો મારા ઘર માં મારી મુમ્મ્ય બસ અખો દિવસ ઘર નું કામ જ કરતી હતી અને મારા પાપા ની સેવા માં રેહતી હતી . એમને પોતાના મન મુજબ કઈ પણ કરવાની પરવાનગી ના હતી . આ ઘર માં તો મારા પતિદેવ જ આટલું સમજે છે તો પછી વાત જ અલગ રહી ને . મેં મનોમન એમનો આભાર વ્યક્ત કર્યો . અને એમની સામે જોઈ ને હાસ્ય આપ્યું તો એમને પણ મને વળતા જવાબ માં એના ચેહરા પર થોડું સ્મિત પાથર્યું .
હજુ તો મારે આ ઘર માં ખાલી એક જ રાત થયી હતી , અને હું જે મુન્જ્હ્વાનો સાથે આ ઘર માં આવી હતી એ બધી જ મુજ્હ્વાનો ખાલી એક જ પલ માં દુર થાય ગયી હોય એવું મને લાગતું હતું . મને મારા પતિ પ્રત્યે મારું માન થોડું વધી ગયું હતું કેમ કે હું પોતાને નસીબદાર માનવા લાગી હતી કે મને એમની જેવા સમજદાર પતિ મળ્યા . આજ ના દિવસો માં તો હું દર એક ઘર માં પતિ પત્ની નો જ્હાગડો જોતી જ હોવ છું . પણ મને નથી લાગતું કે મારી સાથે આવું કઈ પણ બને . જો મારા પતિ મને એટલી હદ સુધી સમજતા હોય તો એમની તો શી વાત જ કરવી !
અમે બંને તૈયાર થયી ને બહાર જવા નીકળ્યા , એટલા માં અમે રસ્તા માં વાતો કરતા હતા . અમે બંને બને ત્યાં સુધી એક બીજા ને સારી રીતે સમજવાની કોશિશ કરતા હતા . કારક કે બંને પતિ પત્ની જ્યાં સુધી એક બીજા ને સમજી ના સકે ત્યાં સુધી કદાચ એમની વચ્ચે એટલો સ્નેહ ભાવ ના રહે , આવું મારું માનવું છે . એમની વાતો અને એમના વિચારો તો મને બોવ જ મોહક કરતા હતા . હું એમની વાતો થી એટલી પ્રભાવિત હતી કે વાત જ શું કરું !
આજ ના યુગ માં કોઈ પણ સ્ત્રી પોતાના જીવનસાથી તરીકે જેવા માનસ ને શોધતી હોય છે મને એવા જ મળ્યા છે , આ વિચારી ને હું બોવ જ ખુશ હતી . દર એક સ્ત્રી ના મનમાં હમેશા એવી જન્ખના રેહતી હોય છે કે તેમનો સાથીદાર હમેશા માટે તેમની સાથે ઉભો રહે , ખાલી ઉભ્વા માટે જ નહિ . પણ પોતાના દર એક સુખ -દુખ માં સહભાગી બને , આપડી બધી જ મુશ્કેલીઓ ને તે પોતાની માનતો હોય . જીવન ની દર એક સેકન્ડ માં જયારે પણ એની જરૂર વર્તાય ત્યારે એ સામે આવી ને ઉભા રહે .
આટલું જોત જોતા માં સાંજ પડી ગયી અને અમે ઘરે પાછા આવ્યા . અમે સાંજ નું જમવાનું લીધું અને ફરી થી બેડ પર હું આડી પડી . મેં મારો 24 કલાક નો એક દિવસ એમની સાથે પસાર કર્યો . મારી નવી લીફે માં મને કઈક અલગ જ ફિલ થતું હતું . એક દિવસ પેહલા હું જે ચિંતા માં હતી એ બધી જ ચિંતા અત્યારે જતી રહી હતી . મને તરત જ મારી ડાયરી યાદ આવી , જે મેં ગઈ કાલે મારા બેડ નીચે મૂકી હતી . મેં એ ડાયરી કાઢી અને એમાં જોયું તો લખેલું હતું કે "હું એક અજાણી વ્યક્તિ ને પરણી ", મેં તરત જ એ લખેલું ભૂસી નાખ્યું અને મન માં વિચાર્યું કે શું હું સાચે અજાણી વ્યક્તિ ને પરણી છું?

બીજા રસપ્રદ વિકલ્પો