The Play - 6 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Play - 6

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

બટર ફ્લાય ઇફ્ફેક્ટ કઇ રીતે કામ કરે છે? એક વ્યક્તિએ કરેલી નાની હરકતની કેટલાય લોકો પર અસર પડતી હોય છે. એવી જ રીતે બટર ફ્લાય ઇફ્ફેક્ટ કામ કરે છે. બટર ફ્લાય ઇફ્ફેક્ટના લીધે નવ્યા અને મેઘની ફોન પર વાત થાય છે. બન્નેને ખબર પડે છે હવે એ એકબીજાને મળવા વધારે રાહ જોઇ શકે એમ નથી. બન્ને મળવાનો નિર્ણય કરે છે. ઇન્દ્ર ખુબ ગુસ્સામાં આમથી તેમ આંટા મારી રહ્યો હોય છે. એના ચહેરા પર અચાનક શૈતાની હસી આવે છે. હવે આગળ.

6. Memories

મેઘની દાઢી અને વાળ વધી ગયેલ હતા. એના કપડા મેલા હતા, એનો દેખાવ કેટલાય દિવસો સુધી નહાયેલ ન હોય એવો હતો. એનું શરીર નબળુ પડી ગયુ હતુ. રૂમમાં ચારેતરફ કાગળના ડૂંચા અને વસ્તુઓ અસ્ત વ્યસ્ત હતી. એ દિવાલને ટેકો રાખીને પંખા તરફ સતત જોઇ રહ્યો હતો. અચાનક એ હસવા લાગ્યા. એના ચહેરા પર ખુશીના ભાવો સર્જાયા. એ ઉભો થયો અને ટેબલ સામે ખુર્શી ખેંચીને બેસી ગયો. એણે પેપરનો સ્ટેક ઉઠાવ્યો અને બાજુમાં પડેલી પેન ઉઠાવી. એના ચહેરા પર ઘણા ખુશીના ભાવો હતા. એણે તરત લખવાનું શરૂ કર્યુ.

‘નવ્યા – અ બ્યુટીફુલ થિંગ એવર હેપ્પન્ડ ટુ મી. એ દિવસમાં મારી લાઇફની સૌથી બ્યુટીફુલ અને સ્ટ્રોંગ મેમરીઝ છે.’, મેઘે ડેસ્પરેટલી લખવાનું શરૂ કર્યુ. એની આંખો સતત કોરા કાગળ પર હતી.

એ દિવસે પણ એણે એનો ગમતો રંગ પહેર્યો હતો. વ્હાઇટ ટોપમાં એ આવી હતી. એણે કપાળ વચ્ચે નાની બિંદી પહેરી હતી. કાનમાં નાની બુટ્ટી પહેરી હતી. ગળામાં એક સાદુ નેકલેસ પહેર્યુ હતુ અને હાથમાં માત્ર એક લાલ દોરો બાંધ્યો હતો. આ બધાથી વધારે સુંદર એણે ચહેરા પર સ્માઇલ પહેરી હતી. મને એમ થઇ રહ્યુ હતુ એને જોઇ જ રહુ. એ હસતી જ રહે. મારા માટે અત્યારે દૂનિયાની સૌથી સુંદર વ્યક્તિ હતી. હું એ ચહેરાને સતત તાકી રહેવા માંગતો હતો. એ દૂર ઉભી ઉભી મારી આંખોમાં કેટલુ ઠાલવી રહી હતી. એક તરફ મારી આંખો એના ચહેરા તરફથી હટતી નહોતી અને બીજી તરફ મારા હાથ તડફડી રહ્યા હતા એના હાથના એકાંતની જગ્યાને ભરવા માટે. એણે દૂર ઉભા ઉભા વિશાળ સ્માઇલ કરી. હું એની તરફ આગળ વધ્યો.

‘જઇશું.’, એણે માત્ર આટલુ જ કહ્યુ. મેં કોઇ જ પ્લાન નહોતો બનાવ્યો કે ક્યાં જઇશું. મેં ધીમેંથી મારો ડાબો હાથ એના જમણા હાથમાં પરોવ્યો. એનો હાથ ઠંડો હતો. કોમળ હતો. એણે તરત જ મારા સામુ જોયુ, એના ચહેરા પર સતત સ્મિત હતુ. અમારા બન્ને વચ્ચે ખાસ કોઇ જ શબ્દોની આપલે નહોતી થઇ. જેવો મેં એના હાથમાં હાથ પરોવ્યો. એણે મારા હાથને સ્વિકારી લીધો. ધીંમેંથી મેં એનો હાથ દબાવ્યો. અમે બન્ને શહેરની સુંદર જગ્યા પર હતા. ચારેતરફ વૃક્ષો અને વચ્ચે રસ્તો. વરસાદ બે કલાક પહેલા જ વરસ્યો હતો, રસ્તા હજુ ભીના હતા. હલકો ઠંડો પવન હતો. જેના લીધે નવ્યાને થોડી ઠંડી લાગી રહી હતી. અમે રસ્તા પર થોડું ચાલ્યા. આગળ જતા એક લાકડાનો બાકડો હતો ત્યાં બેઠા.

એના બન્ને હાથ મારા હાથમાં હતા. અમે બન્ને એકબીજાની આંખોમાં જ જોઇ રહ્યા હતા. હું ચાહતો હતો કે આ મૌન તુટે. હું તો આ મૌનમાં જ હોઠોને પ્રેરી રહ્યો હતો. બટ મારામાં એટલી હિમ્મત નહોતી. આવી રીતે અમે પહેલીવાર જ મળ્યા હતા. પરંતુ મારા હોંઠને સ્પર્શ તો જોઇતો જ હતો. હું એના હાથને મારા હોંઠ પાસે લાવ્યો. મેં એના હાથને ચુમ્યા. તરત જ એનું માથુ મારા ખભા પર આવીને ઢળી પડ્યુ. એ સમયે જે હું ફીલ કરી રહ્યો હતો. આઇ કાન્ટ એક્સપ્રેસ. એ ખુબ સુંદર પળ હતી. એના હાથ મારી છાતી પાસે આવીને ઢળી પડ્યા.

‘વિચિત્ર નથી લાગતુ?’, નવ્યા બોલી.

‘શું?’, મેં પૂછ્યુ.

‘આપણે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નથી અને છતા આ બધુ થઇ રહ્યુ છે.’, નવ્યા બોલી.

‘યુ આર ધ ફર્સ્ટ પરસન. જેની સાથે હું ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છું.’, મેં કહ્યુ. એણે મારી સામે જોયુ. અમારા બન્ને વચ્ચે ખુબ ઓછું અંતર હતુ.

‘મને ખબર છે આ ઘસાઇ ગયેલ સવાલ છે, બટ હું જ કેમ?’, નવ્યાએ મને પ્રશ્ન પૂછ્યો. ખરેખર આ પ્રશ્નનો ચોક્કસ જવાબ મને પણ નહોતી ખબર. નવ્યા પાસેથી મને કોઇ જ એક્સપેક્ટેશન હતી જ નહિં. જ્યારે મેં એને પહેલીવાર જોઇ હતી ત્યારે પણ એને જોઇ રહેવા સિવાય મને કોઇ જ બીજી ઇચ્છા નહોતી થઇ રહી. ખરેખર આ પ્રશ્ન મારા માટે બહુ જ અઘરો હતો.

‘આઇ ડોન્ટ નો યટ. એવી કોઇ વસ્તુ છે જે મને ખબર નથી પણ મને તારા તરફ ખેંચે છે. કદાચ તમારૂ ઇનોસન્સ, કદાચ તમારી સુંદરતા. આઇ ડોન્ટ નો.’, મેં કહ્યુ.

‘ધીઝ ઇઝ સો વીઅર્ડ.’, એણે થોડુ હસીને કહ્યુ. હું પણ ધીમેંથી હસ્યો.

‘આઇ રીઅલી ડોન્ટ નો વોટ ટુ સ્પીક ઓફ. હું બસ ચાહું છું આપડે આમ બેસ્યા જ રહીએ.’, મેં કહ્યુ. એણે ફરી મારા સામે જોયુ. એણે ધીમેંથી મારા હોઠ પર પોતાની આંગળી મુકી.

‘ધેન ડોન્ટ સ્પીક.’, નવ્યા બોલી. એ મારી આંખોમાં સતત જોઇ રહી હતી જાણે એની આંખો અધીરી થઇને કંઇક માંગતી હોય. હું એની આંખોમાં જેમ જેમ જોઇ રહ્યો હતો એમ એમ મારી ધડકનો તેજ થઇ રહી હતી. એણે મારો હાથ વધારે ભીંસી રાખ્યો હતો. જો મેં એ આંખોનું ના માન્યુ હોત તો મારો જીવ લેવાઇ ગયો હોત. બન્નેના હાથની પકડ વધારે મજબુત થઇ રહી હતી. બન્નેના મૌન હોઠ કોઇનું માન્યા વિના આગળ વધી રહ્યા હતા.

એ હોઠોની કોમળતાએ મને અડધો મારી નાખ્યો હતો. મારા અને નવ્યાના હોઠ મળ્યા. એનો ડર હું એના ધ્રુજતા હોઠોથી મહેસુસ કરી શકતો હતો. નવ્યા તો નૃત્ય જાણતી હતી. હું મારી લાઇફમાં ક્યારેય ડાન્સ નથી શીખ્યો. છતા આ હોંઠોને ક્યાંથી આવડી ગ્યો હતો. એ ક્ષણ અનન્ય હતી. મારી સામે કોઇ જ વિચાર નહોતા. એના હોઠ સતત મારા હોઠ સાથે રમી રહ્યા હતા. લાગી રહ્યુ હતુ કે આ હોઠ લાંબા સમયથી અલગ પડી ગ્યા હતા અને આજે મળ્યા હતા. બન્નેનો વહાલ એ બન્ને સિવાય કોણ જાણે. એ હોઠોની મુલાકાત પૂરી થવાનુ નામ નહોતી લેતી. એણે એના બન્ને હાથ મારા માથામાં પરોવી દીધા. મારા હાથ પણ એના વાળમાં હતા. એ સમયે મને સમયની સહેંજે પરવાહ નહોતી. અત્યારે હું અનૂભવી શકુ છું, ત્યારે મારા માટે સમય નહોતો. જ્યારે અમારા બન્નેના હોઠો એકમાંથી બે થયા ત્યારે મારી સૌથી પહેલી નજર નવ્યાની આંખો પર પડી.

‘શું થયુ?’, મેં ખુબ ધીમેંથી પૂછ્યુ.

‘આઇ એમ ઇન લવ મેઘ. આઇ એમ ઇન લવ.’, એ ખુશીમાં રડી પડી. મેં એને કસીને જકડી લીધી. હું મારા હોઠ એની ગરદન પાસે લઇ ગયો અને કેટલીય વાર એને મેં હુંફ આપી. મેં એના આંસુઓ લૂંછ્યા.

‘જો આને જ પ્રેમ કહેવાતો હોય તો. આઇ એમ ઇન લવ ટુ.’, મેં કહ્યુ. હું ફરી મારા હોંઠ નવ્યાના હોંઠ પાસે લઇ ગયો. મેં ધીમેંથી એના હોંઠ ચુમ્યા. એ પછી અમારા બે વચ્ચે જરૂરી અને સમજપૂર્વકનું અંતર હતુ, પણ અમે અલગ નહોતા.

***

‘સ્ટોપ…. સ્ટોપ…..’, અચાનક જ લખતા લખતા મેઘ ચીંસો પાડવા લાગ્યો. એ ઉભો થઇ ગયો, એના ચહેરા પર ભયાનક ડરામણા ભાવો હતો. એણે જે પણ લખેલા પેપર્સ હતા એ ફાડી નાંખ્યા. એ સતત પોતાના વાળ પકડીને ચીંસો પાડી રહ્યો હતો. ‘યુ આર હિઅર…’, એણે ફરી ચીંસ પાડી. રૂમનો વિખરાયેલો સામાન એણે ફરી આમથી તેમ ઘા કર્યો. એણે નીચે પડેલા કાગળના ડૂંચા ખોલી ખોલીને જોયા.

‘વેર આર યુ? આઇ નો યુ આર હિઅર.’, એ પાગલની જેમ બોલતો બોલતો ચીંખી રહ્યો હતો. એની નજર દિવાલ પર ટીંગાડેલ એબ્સ્ટ્રેક્ટ પેઇંટીંગ પર પડી. એ તરત જ ત્યાં ગયો અને પેઇંટીંગને ખેંચીને એક ખુણામાં ઘા કર્યો. રૂમમાં ચારેતરફ કાંચના ટુકડા ફેલાઇ ગયા. મેઘના રૂમનો દરવાજો ખુલ્યો. નંદિની દોડતી દોડતી ત્યાં આવી હતી.

‘મોમ? વેર ઇઝ નવ્યા?’, એ એકલો એકલો બુમ પાડી રહ્યો હતો.

‘મેઘ. કામ ડાઉન.’, નંદિનીએ ધીમેંથી સમજાવવાની કોશીષ કરી. એના ચહેરા પર ચિંતાઓ જોઇ શકાતી હતી.

‘મમ્મી. મને ખબર છે એણે મારા માટે ક્યાંક મેસેજ છોડ્યો છે. એને ખબર છે એના માટે હું બુક લખુ છું. એને કહે એ મારી સામે આવે.’, મેઘ પાગલની જેમ માથાના વાળ પકડીને ઉભો ઉભો ચીંખી રહ્યો હતો.

‘મેઘ શાંત થા.’, નંદિનીએ ચીસ પાડી. મેઘ બોલતો બંધ થઇ ગયો.

‘આઇ નો યુ નો વેર શી ઇઝ.’, મેઘ થોડો શાંત થઇને બોલ્યો બટ એના ચહેરા પર ગુસ્સાના એક્સપ્રેશન્સ હતા.

‘ચુપચાપ મારી સાથે ચાલ’, નંદિનીએ મેઘનો હાથ પકડ્યો અને એ મેઘને રૂમની બહાર લઇ ગઇ.

‘રધુ કાકા ? રધુ કાકા?’, નંદિનીએ મોંટેંથી બુમ મારી. રધુ કાકા તરત જ દોડતા દોડતા આવ્યા.

‘આજે આને નવરાવો અને કપડા ચેન્જ કરાવો. જો એ કંઇ પણ હરકત કરે તો મને કહો આજે ડોક્ટરને બોલાવીએ.’, નંદિનીએ મેઘ સામે જોઇને કહ્યુ.

‘મમ્મી તુ કેમ સમજતી નથી. મારે ઘણુ કામ છે, મારી પાસે નહાવાનો ટાઇમ નથી. મારે નવ્યાનો મેસેજ શોધવાનો છે.’, મેઘ નંદિનીને સમજાવતા બોલ્યો.

‘ધેર ઇઝ નો મેસેજ ગોડડેમ ઇટ.’, નંદિની પ્રચંડ ગુસ્સામાં બોલી. આખરે એ ભાંગી પડી. એ રડી પડી.

‘સારૂ હું નાહી લવ છું. બટ પછી તારે મને હેલ્પ કરવી પડશે. નવ્યાનો મેસેજ શોધવામાં.’, મેઘે નંદિનીના ખભા પર હાથ મુકીને કહ્યુ. નંદિની આક્રંદ કરતી રહી, એ રડતી રહી.

***

‘પપ્પા’, નવ્યા એના પપ્પાના રૂમમાં આવીને બેસી.

‘બોલને બેટા.’, નવ્યાના પપ્પા વરૂનભાઇએ કહ્યુ.

‘પપ્પા મારે કંઇક કહેવાનું હતુ, પણ મને કહેતા થોડો ડર લાગે છે.’, નવ્યાએ ખુબ પારદર્શકતા વાપરી.

‘બિન્દાસ્ત કહે.’, વરૂનભાઇએ કહ્યુ.

‘પપ્પા હું કોઇક ને ડેટ કરવા માંગુ છું, ઇનફેક્ટ મને લાગે છે કે હું એને પસંદ કરવા લાગી છું.’, નવ્યાએ થોડુ લજ્જાઇને કહ્યુ અને પપ્પાના એક્સપ્રેશન્સ જોવા અટકી. વરૂણભાઈ કંઈ ન બોલ્યા. નવ્યાને થોડી ચિંતા થઇ. થોડીવારમાં વરૂણભાઇના ચહેરા પર થોડું બ્લશીંગ આવ્યુ.

‘કમ માય લીટલ ગર્લ.’, વરૂણભાઇએ પોતાના હાથ ફેલાવ્યા અને નવ્યાને છાતીએ ચાંપી લીધી.

‘લવ યુ સો મચ પપ્પા.’, નવ્યા ખુશ થઇને બોલી ઉઠી.

‘એ જે પણ હશે સારો જ હશે. આઇ ટ્રસ્ટ યુ.’, વરૂનભાઇએ કહ્યુ.

‘મેઘ, એ દિવસે મને હોસ્પિટલ લઇને આવ્યો હતો એ.’, નવ્યાએ કહ્યુ.

‘તો તમે બન્ને પહેલેથી જ ઓળખો છો?’,

‘ના પપ્પા. એ પછી. હજુ અમે એક જ વાર મળ્યા છીએ. તમને કોઇ પ્રોબ્લેમ તો નથી ને ?’, નવ્યાએ એના પપ્પા પર ઢળીને પૂછ્યુ.

‘ભલા મને શું પ્રોબ્લેમ હોઇ શકે? અત્યાર સુધી તને કોઇ નહોતુ ગમ્યુ, હવે ગમ્યુ છે. તારી લાઇફ છે. ડુ વોટેવર યુ વોન્ટ.’, વરૂનભાઇએ ખુશ થઇને કહ્યુ.

‘લવ યુ પાપા. પ્રાઉડ ઓફ યુ. બધાના પપ્પા તમારી જેવા નથી હોતા.’, ઉત્સાહ અને ખુશીમાં નવ્યાએ એના પપ્પાના ગાલ પર પપ્પી ભરી લીધી.

‘હું એમને મળવા જઇ રહી છું, કોઇ સલાહ?’, નવ્યાએ એક આંખ મારીને પૂછ્યુ.

‘હું શું સલાહ આપુ?’, વરૂનભાઈ બોલ્યા.

‘પપ્પા?’, નવ્યા બોલી.

‘હા મોડુ થાય એમ હોય તો મેસેજ કરી દેજે અને હા ધ્યાન રાખજે તારૂ અને એનું.’, વરૂણભાઇએ કહ્યુ.

‘સ્યોર પપ્પા. હું જાવ છું.’, નવ્યા બોલી.

‘હા.’

***

વેકકમ ટુ ટીમ.’, શિવે સરસ્વતિને આવકારતા કહ્યુ.

ઓહ્હ થેંક્યુ.’, સરસ્વતિ બોલ્યા.

બુદ્ધિ પરિવર્તનમાં ખરેખર તમે માસ્ટર છો.’, શિવ હસીને બોલ્યા.

તમારો અને વિષ્નુનો આદેશ હોય એટલે મારે કરવુ પડે.’, સરસ્વતિ બોલ્યા.

તમને નથી લાગતુ જેમ થતુ હતુ એમ રાખ્યુ હોત તો વધારે ટ્વિસ્ટ આવત?’, સરસ્વતિએ તરત પ્રશ્ન પૂછ્યો.

વરૂનભાઈનું કેરેક્ટર ખુબ ઇમોશનલ છે, કન્ઝર્વેટીવ ફેમેલીમાં ઉછેરાયા છે એટલે તમે ધાર્યા પ્રમાણેના ઇસ્યુ આવત . ફાધર ડોટરના ઇમોશન ડ્રામા થાત. બટ આપણે નથી કરી રહ્યા. નવ્યા અને મેઘના મેરેજમાં જે ધમાલ થાય છે બતાવવાની છે. એટલે પ્રોસેસ દૂર કરવી જરૂરી હતી. એટલે એમને બનાવી દીધા ગુડ ફાધર, તમારી મદદથી.’, શિવે હસીને કહ્યુ.

અરે તમે તો ડીટેઇલ્ડમાં સમજાવી દીધુ.’, સરસ્વતિ પણ હસી પડ્યા.

ઇન્દ્ર સાથે વાત થઇ હતી પછી?’, શિવે પૂછ્યુ.

ના, મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી ખુબ ગુસ્સામાં છે. એમને હમણા કામથી દૂર રહેવુ જોઇએ.’, સરસ્વતિએ કહ્યુ.

ગુસ્સામાં તો હું પણ છું એમના.’, શિવે કહ્યુ.

આપ તો શિવ છો, એમને માફ કરી દો. હવે પછીનો સીન ક્યારે છે?’, સરસ્વતિએ પૂછ્યુ.

નેચરલ ફ્લો છે. ખાસ કંઇ જરૂર નહિં પડે. બટ આઇ એમ ઇગરલી વેઇટીંગ ફોર ધીઝ સીન.’, શિવે સ્મિત સાથે કહ્યુ.

ડોન્ટ ફોલ ઇન લવ વિથ નવ્યા, તમને સૂચના મળી છે ખયાલ તો છે ને ?’, સરસ્વતિએ યાદ અપાવ્યુ.

યા આઇ નો.’, શિવ ખુબ સરળતાથી બોલ્યા.

આઇ એમ ગોઇંગ ફોર પઝલ-ચીલ. ડૂ યુ વોન્ટ ટુ કમ?’, બુદ્ધીની દેવી સરસ્વતિએ કહ્યુ.

આઇ વિલ હેવ ચીલ ટાઇમ વિથ ધીઝ.’, શિવે ગાંજાની ચલમ બતાવતા કહ્યુ. બન્ને હસી પડ્યા.

***

શિવ પોતાના મનપસંદ કલ્પવૃક્ષ નીંચે આવીને બેઠા. આ વૃક્ષ નીચે એમણે કેટલાંય નાંટકોની કલ્પનાઓ કરી હતી. અફવા તો એવી પણ હતી કે કલ્પવૃક્ષ નીંચે જે પણ ઇચ્છા કરો એ પૂરી થઇ જાય. શિવે નંદિને બોલાવ્યો અને થોડીવાર ધ્યાનસ્થ થયા. પોતાના ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે નંદિ સામે જ હતો. એણે ચલમ તૈયાર કરી હતી.

‘લ્યો.’, નંદિએ કહ્યુ. શિવે કંઇજ બોલ્યા વિના ચલમ લઇને એક દમ લગાવ્યો. ધ્યાન પછી શિવ થોડીવાર માટે ઓછું જ બોલતા.

‘પ્રભુ નવ્યાને ખબર પડશે કે મેઘે ખ્યાતી સાથે નાઇટ સ્પેન્ડ કરી છે તો?’, નંદિએ ન છેડવાનો વિષય છેડ્યો.

‘એ મેઘ નહોતો, એ ઇન્દ્ર હતો.’, શિવે શાંત ભાવે જ કહ્યુ.

‘પણ એ તો આપણને ખબર છે નવ્યાને થોડી ખબર છે.’, નંદિએ ચોખવટ કરી. શિવના ચહેરા પર થોડા તરંગો સર્જાયા.

‘તો હું બીજો મેઘ બનીને જઇશ.’, શિવે કહ્યુ.

‘હું માત્ર પૂછી રહ્યો છું.’, નંદિએ શિવને શાંત પાડવા કહ્યુ.

‘ઇન્દ્ર ક્યારેક મારા ક્રોધનો ભોગી બનશે હવે એવુ લાગે છે.’, શિવે કહ્યુ.

‘શાંત પ્રભુ. એમનો સ્વભાવ તો તમને ખબર છે.’

‘મારો સ્વભાવ પણ એને ખબર જ છે.’, શિવે એક લાંબો કશ માર્યો.

‘અમને પણ શામેલ કરો.’, અચાનક ઇન્દ્રનું ત્યાં આગમન થયુ.

‘તમે અહિં શું કરો છો?’, નંદિએ તરત જ પ્રશ્ન પૂછ્યુ. શિવે હાથના ઇશારાથી કંઇ ન બોલવા કહ્યુ.

‘બસ આ તરફથી પસાર થઇ રહ્યો હતો, તો થયુ કે પ્રભુને મળતો જાવ.’, ઇન્દ્રએ થોડુ કટાક્ષથી કહ્યુ.

‘ઇન્દ્ર તમે દેવ છો, એ મહાદેવ છે. તમારી ફરજ બને છે કે તમે એને પ્રણામ કરો.’, નંદિએ કહ્યુ.

‘પ્રણામ પ્રભુ. આશિર્વાદ આપો.’, ઇન્દ્ર બોલ્યો.

‘કલ્યાણમ ભવતુ.’, શિવે આશિર્વાદ આપ્યા.

‘કેવુ ચાલી રહ્યુ છે કામ પ્રભુ?’, ઇન્દ્રએ જાણીજોઇને પૂછ્યુ.

‘ખુબ સુંદર.’, શિવ અરૂચીપૂર્વક બોલ્યા.

‘કોઇ કામ હોય તો યાદ કરજો.’, ઇન્દ્રએ કહ્યુ.

‘ક્યાં જઈ રહ્યા છો?’, નંદિએ પૂછ્યુ.

‘થોડા અગત્યના કામથી.’, ઇન્દ્રએ કહ્યુ.

‘તમે તો આરામ પર છો ને?’, નંદિએ વાત આગળ ચલાવી.

‘હા આરામ પર જ છુ, પરંતુ થોડુ નીજી કામ હતુ. તો હું પોતે જ જઇ રહ્યો છું.’, ઇન્દ્રએ કહ્યુ.

‘ઇન્દ્ર તમે અત્યારે અહિંથી ચાલ્યા જાવ એ યોગ્ય રહેશે.’, નંદિ બોલ્યો.

‘હું તો મહાદેવના આશિર્વાદ લેવા આવ્યો છું.’, ઇન્દ્ર શિવ તરફ નમ્યો.

‘સુખી ભવ.’, શિવે કહ્યુ. ઇન્દ્ર થોડુ હસ્યો.

‘ચાલો ત્યારે, કંઇ કામ હોય તો યાદ કરજો.’, ઇન્દ્ર બોલ્યો. શિવે ડોકુ ધુણાવ્યુ ઇન્દ્ર શૈતાની હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો.

‘એના મનમાં કંઇ ચાલી રહ્યુ છે.’, શિવે કહ્યુ.

‘શું આપણે બ્રહ્માને કહેવુ જોઇએ?’, નંદિએ પૂછ્યુ.

‘ના, બ્રહ્માને એમ જ લાગશે કે આ મારો પ્રાત્રો પ્રત્યેનો અતિપ્રેમ છે.’, શિવે શાંત ભાવે જ કહ્યુ.

‘તો?’, નંદિએ પૂછ્યુ. શિવ ધ્યાન્સ થયા. જ્યારે એમની આંખો ખુલી ત્યારે એમની આંખો ભીની હતી.

‘લાગે છે આ નાટક મારા હાથમાં નથી.’, શિવ બોલ્યા. નંદિના ચહેરા પર ગંભીર આશ્ચર્યના ભાવ હતા.

***

ઇન્દ્ર શિવ પાસેથી નીકળીને સ્ટેજ પોર્ટલ પર પહોંચ્યો. સ્ટેજ પોર્ટલ એ સ્થળ હતુ જ્યાંથી પાત્રોને સ્ટેજ પર મોકલવામાં આવતા હતા. ઇન્દ્રએ ખુબ જડપથી રહસ્યમય મંત્રો બોલીને દરવાજો ખોલ્યો. ઇન્દ્રએ વેશ પલટો કર્યો.

‘શિવ હવે તમે મને પણ આ નાટકમાં જોશો.’, ઇન્દ્ર પૃથ્વી મંચ પર પહોંચતા રાક્ષસી હસીને બોલ્યો.

***

એવું તે શું થયુ હતુ મેઘ સાથે, શું નવ્યા અને મેઘ અલગ પડી ગયા હતા? ઇન્દ્ર શું હરકત કરશે? જાણવા માટે વંચો ધ લાસ્ટ યર ચેપ્ટર – ૭. આવતા શુક્રવારે. Please to Share and Rate store. Don’t forget to send me your views and reviews.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com