આપણે ધર્મગ્રંથો કેવી રીતે વાંચીએ છીએ
હેરી પોટરની સિરિઝ તમે જોઈ હશે. અચાનક બાળકો સામે અવનવા જાદુ આવી જાય. જો કોઈ ભારતીય બાળકને પોતાના જ સમાજમાં જાદુ જોવું હોય તો તે ધર્મશાસ્ત્રોની વાર્તાઓ વાંચશે તો તેને લાગશે કે હા આ તો ખરેખર રસપ્રદ છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે આ વાર્તાઓનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે. ખરેખર તો ભારતીય બાળકોના મનમાં યુરોપિયન અને અમેરિકન પ્રોસેસને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે.
હું થોડા સમય પહેલા એક જાણીતા નૃત્યકારને મળ્યો હતો અને તેણે મન કહ્યું હતું કે રામે કેવી રીતે આર્યસંસ્કૃતિની સ્થાપના કરી અને કાળી ચામડીવાળી રાક્ષસ જાતિને હરાવીને પોતાનું અધિપત્ય સ્થાપ્યું. જે રીતે અગાઉ રાક્ષસોએ ઉત્તર ભારતના શહેરોને નષ્ટ કર્યા હતા તેવી જ રીતે રામે પણ દક્ષિણમાં આર્ય સંસ્કૃતિની સ્થાપના કરી હતી. હવે આ નૃત્યકાર તેમણે દોરેલી સીમારેખામાં મને રામાયણ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા.
ખરેખર તો આ પ્રકારની પૌરાણિક વાતો તો બ્રિટિશ મૂળવાદીઓએ પણ મૂકી હતી. આ અંગ્રેજો ભારતને સમજવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા. ખરેખર તો તેમને પોતાની રંગભેદની નીતિને લઈને કદાચ આ પ્રકારની વાત ઘડી કાઢી હશે અને એટલે જ તેમણે આ પ્રકારની રંગભેદ આધારીત સ્ટોરી બનાવી દીધી. જેના દ્વારા તેમણે ગોરી ચામડીવાળા લોકોની સર્વોપરિતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. આ થકી તેમણે પોતાના શાસનને પણ ન્યાયના ત્રાજવે તોળી દીધું. જેથી ગોરી પ્રજા જે રીતે ભારત પર રાજ કરતી હોય તો લોકોને બહું અસ્વીકૃત ના લાગે. આપણે ભારતના ઈતિહાસમાં જોઈશું તો મુસ્લિમ બાદશાહોના શાસનમાં પણ તેમના મંત્રીઓ બ્રાહ્મણો હતા અને તેઓ અગાઉના રાજાઓને કે શાસકોના વારસદારો જ હતા. તો શું આ સાચી પ્રથા છે ? આપણે ક્યારેય નહીં સમજી શકીએ. જો કે આવી ચર્ચા પર આપણે એક ચાની ચુસ્કી વધુ મારીને કરી લઈશું.
એ પછી એકવાર મારા પર એક સામાજિક એક્ટિવિસ્ટનો ઈમેઈલ આવ્યો હતો. તે ઘણાં ગુસ્સે હતા. તેમણે મને પ્રશ્ન પૂછ્યો કે હિંદુઓ એવા પુરુષની કેમ પૂજા કરે છે જે પોતાની ગર્ભવતી સ્ત્રીને જંગલમાં છોડીને ચાલ્યો ગયો ? એ બોલ્યો એ પછી મને ખ્યાલ આવ્યો કે મને એક ધાર્મિક વ્યક્તિ અને હિંદુ તરીકે રામના મુદ્દા પર બોલવા માટે પ્રેરી રહ્યો છે. એણે પોતાના મનથી જ કેટલાંક મતમતાંતરો ધારણ કરી લીધા હતા. હવે આ વ્યક્તિ આગળ હું રામની તરફેણમાં કંઈ પણ બોલું તેને તે અસ્વીકૃત જ ગણશે એ વાત હું જાણતો હતો.
રામાયણમાં ન્યાય કરવાની જે વાત છે તે ખરેખર તો અમેરીકન વિદ્વાનો દ્વારા પ્રચલિત કરવામાં આવી છે. અમેરિકા આ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સામંતશાહી પ્રથાનો અંત આણ્યો હતો અને રાજાશાહી સામે પણ બળવો કર્યો હતો. એ પછી આ દેશે પોતાની એક નવી લોકશાહી સ્થાપિત કરી હતી. અને આ જ કારણે અમેરિકન વિદ્વાનોએ યેન કેન પ્રકારેણ એક આદર્શ રાજાને જોવા ટેવાયેલા છે. આમ એક એક્ટિવિસ્ટ માટે રામ એક ગાજરની મૂળી જેવા બની ગયા છે કે જેમને કોઈપણ આવીને કાપી જાય. એવી જ રીતે કૃષ્ણ કોઈપણ નિયમનો ભંગ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. આપણાં ભારતીય લેખકો અને પત્રકારો હંમેશા સચ્ચાઈને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને એટલે જ યુરોપમાં સત્યવાદના નામે આ પ્રકારની ગેરસમજો ઊભી થાય છે. આના કારણે જ એક વામપંથી પક્ષ ઊભો થયો છે અને તેમને આ પ્રકારની ચર્ચાઓ દ્વારા સતત પેટ્રોલ મળતું જાય છે. આવા પ્રકારના વ્યક્તિઓ સામે કોઈ ચર્ચા જ ના થઈ શકે.
તમારે હિંદુ ધર્મશાસ્ત્રને સમજવા હશે તો તે પ્રમાણેની સમજણ પણ કેળવવી પડશે. જે ખરેખર આજના મોડર્ન જમાનાને જોતા અઘરું છે. એક તો આપણે ત્યાં પુનર્જન્મનો ખ્યાલ છે. જેમાં રામાયણ અને મહાભારતની રજૂઆત એવી રીતે કરવામાં આવે છે જેમાં દરેક તબક્કે દરેક પાત્રના પહેલાના જન્મની ચર્ચા કરવામાં આવે છે. જેના કારણે ભોગ બનેલા વ્યક્તિને તમે સરળતાથી બિચારો કે નકારાત્મક પાત્રને તમે ખરાબ કે નાયકને તમે હીરો ના કહી શકો. આ શબ્દો ગ્રીક ધર્મશાસ્ત્ર પ્રમાણે પૂર્વાપર સંબંધ રાખે છે. રામ અને કૃષ્ણ હીરો નથી, ના તો એ સુપરહીરો છે. તેઓ અવતારી પુરુષો છે. જેનો અર્થ પશ્ચિમના દેશોમાં કરવો નિરર્થક છે. આ પ્રકારના ધારાધોરણોના કારણે ચર્ચા વધુ પડકારજનક થઈ જાય છે. અને આપણાં મનને પણ એવી રીતે બાધિત કરવામાં આવ્યા છે કે જેથી લોકો સાવ સરળ જ વાત સમજે અથવા તો માત્રને માત્ર માન્યતા કે સત્યને સીધી રીતે જ સમજાવવામાં આવે.