Ravanmathi shikhiae books and stories free download online pdf in Gujarati

રાવણમાંથી શીખીએ

  • રાવણમાંથી શીખીએ
  • §

    રાવણ પર વિઘાતક તીર છોડીને તેને ધરાશયી કર્યા બાદ રામે લક્ષ્મણને રાવણ પાસે જઈને તેની પાસેથી જ્ઞાન પ્રાત્પત કરવાનું કહ્યું,' તેણે જે કાંઈ પણ ભૂલ કરી પણ રાવણ એક વિદ્વાન બ્રાહ્મણ છે.' રાવણ લક્ષ્મણનું મોઢું જોઈને તેનો ચહેરો નારાજગીથી ફેરવી દે છે. લક્ષ્મણ તુરંત જ ફરીયાદ કરે છે, 'ભાઈ, આ દુશ્મન તો ખૂબ અભિમાની છે. મૃત્યુ સમયે પણ તે કહેવાની સ્પષ્ટ ના પાડે છે.' પરંતુ રામ તુરંત જ પોતાના શસ્ત્રો નીચે મૂકીને રાવણનો ચરણ સ્પર્શ કરે છે અને તેનું જ્ઞાન કહે તે માટે વિનંતી કરે છે. આ સમયે રાવણના ચહેરા પર આનંદ છે અને તે બોલી ઊઠે છે, 'હે રામ, તમે મારા ચરણે બેસીને મારી પાસેથી જ્ઞાન માંગી રહ્યા છો જ્યારે લક્ષ્મણ મારા માથા પર બેસીને એક વિજેતાની જેમ જ્ઞાનની માંગણી કરે છે. મને ચોક્કસ લાગે છે કે તમે મારા જ્ઞાનના સાચા હકદાર છો. મારા મૃત્યુ પહેલા મારી પાસે જે કંઈ વિદ્યા છે તે હું તમને આપીશ. એટલું ખાસ જાણજો કે આપણું મન આપણને સારી વસ્તુથી વિમુક્ત રાખે છે અને ખરાબ વસ્તુ તરફ વધુ આકર્ષાય છે. ખરેખર તો મોક્ષ મેળવવા મનને સાક્ષી ભાવે જોવું જોઈએ. હું જ્યાં નિષ્ફળ ગયો છું ત્યાં તમે સફળ પણ થઈ શકો.' આ વાર્તા આપણે મનના વિવિધ સ્તર પ્રમાણે દરેકના મોઢે જુદી જુદી રીતે સાંભળી છે. આપણે રાવણ જેવા રાક્ષસરાજના જે વેદમાં પારંગત હતો તેવા વ્યક્તિના જ્ઞાનને મહત્ત્વ આપીને વાંચી શકીએ. જેને રામે પણ માન આપ્યું હતું. અથવા આપણે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધ તરીકે પણ આ વાર્તાને વાંચી શકીએ. એક ખરાબ વિદ્યાર્થી એ છે જે પોતાના શિક્ષકનું સન્માન નથી કરતો, જે રીતે લક્ષ્મણ રાવણના માથા પાસે ઊભો રહ્યો તે પરથી તેની વર્તણૂંક જોઈ શકાય છે. તો વળી આ વાર્તા એક સામાન્ય માણસ (લક્ષ્મણ)અને એક અવતાર પુરુષ (રામ) વચ્ચેના વર્તન ભેદની રીતે પણ જોઈ શકાય છે અથવા તો એવું પણ કહી શકાય કે રાવણ ખૂબ અભિમાની હતો કે મરતી વખતે પણ જ્ઞાન આપતી વખતે તેણે માન-સન્માનને મહત્ત્વ આપ્યું. તો બીજુ તરફ એવું પણ કહી શકાય કે રામને રાવણની આર્થિક સંપદા સાથે બૌદ્ધિક સંપદા પણ મેળવવી હતી એટલે તેમણે આવું કર્યું. જેના માટે તેમણે નમ્રતાપૂર્વક યુક્તિ અજમાવી. અને છેલ્લે એટલું યાદ રાખવું કે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા કરતા જ્ઞાન પ્રાપ્ત કરવું વધુ અઘરું છે. આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ, ત્યારે આપણે આપણી પાછળ ભૌતિક સંપદા મૂકતા જઈએ છીએ પણ ચૈતસિક સંપદા પણ લેતા જઈએ છીએ. આપણે લક્ષ્મી મૂકતા જઈએ છીએ પરંતુ સરસ્વતિ સાથે લઈ જઈએ છીએ. આપણી સરસ્વતિને સાચવવા તેને આપણાં વિદ્યાર્થીઓ સાથે વહેંચવી જોઈએ.

    આમાંનું ક્યું અર્થઘટન સાચું છે ? મોટા ભાગના લોકો નાયક અને ખલનાયકના ખ્યાલથી વધુ જુએ છે. જેના કારણે તેઓ વકીલ અને જજ બની જાય છે. પરંતુ આમ કરીને તેઓ હિન્દુ મહાકાવ્યોના સમસ્ત બંધારણને ભૂલી જાય છે. જેના પરિણામે તેમના મંતવ્યો અને તેમના વ્યક્તિગત ખ્યાલો કે જે તેમના પૂર્વગ્રહ સાથે સંકળાયેલા છે તે બહાર આવે છે.

    હિન્દુ મહાકાવ્યોમાં ગ્રીક મહાકાવ્યો જેવું નથી. અંત સાથેના અનંત જ્ઞાન સાથે નાયક બદલાતો નથી પરંતુ પરિવર્તિત થાય છે. નાયક પોતે ભગવાન છે અને ભગવાન હંમેશા સારા જ હોય. રામાયણના રામ ભગવાન છે અને તેઓ માનવોને માનવતા માટે પ્રોત્સાહિત કરે છે, અથવા તેમનામાં એક ખામી પણ દેખાય છે. ક્યારેક તેઓ સફળ થાય છે. જેમ કે તમે હનુમાનનું ઉદાહરણ લેશો તો એક વાનરમાંથી ભગવાન બનેલા હનુમાન છે. પરંતુ રાવણના કિસ્સામાં આવુ નથી. અથવા તો લક્ષ્મણના કિસ્સામાં પણ આવું નથી. રાવણ જેને મારી નાંખવામાં આવે છે પણ તે કશું શીખતો નથી. એવી રીતે સગો ભાઈ હોવા છતાં લક્ષ્મણ પણ કશું શીખતો નથી. ખરેખ તો તેઓ શું નથી શીખ્યા ? પોતાની અસુરક્ષિતા માટે આખા જગતને નિયંત્રણમાં અને દબાણમાં રાખવા અથવા તો આખા વિશ્વના સાથે અશાંતિ સર્જવાના સ્વભાવમાંથી બહાર આવવાનું તેઓ નથી શીખ્યા. જીવનને એવી રીતે જોવું જે રીતે તે છે, નહીં કે આપણે ઈચ્છીએ એ રીતે.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED