ધર્મશાસ્ત્રમાં બ્રોમાન્સ
§
ભારતમાં બ્રોમાન્સનો અર્થ થાય, યારાના, દોસ્તાના. આપણે 1975માં શોલેમાં જોયું એમ જય અને વીરુની બાઈક પરની દોસ્તી. 1990માં પત્રકાર અશોક રો કવિએ મુંબઈ દોસ્ત નામનું પબ્લિકેશન ચાલું કર્યું હતું. 1999માં પણ હોશંગ મર્ચન્ટે ગેના જીવન પર યારાના નામની વાર્તા લખીને ભારતમાં સજાતિય સંબંધો પરની વાર્તા લખી હતી. 2008માં કરણ જોહરે દોસ્તાના ફિલ્મ બનાવી હતી. જો કે ત્યારથી યારાના અને દોસ્તાના જેવા શબ્દો સજાતિય સંબંધો માટેના સમાનાર્થીઓ બની ગયા. જો કે આજે જે બ્રોમાન્સની શુદ્ધતા છે તે વાસનાની ભૂખથી વગોવાઈ ગઈ છે.
શરીરા ત્રય, હિન્દુ ધર્મના સિદ્ધાંતો છે. જેમાં ત્રણ પ્રકારના દેહની વાત કરવામાં આવી છે. ચૈતસિક દેહ, શારીરિક દેહ અને સામાજિક દેહ. આપણું સામાજિક શરીર આપણાં નામ અને આપણી પ્રતિષ્ઠા ઉપરાંત આપણાં ભૂતકાળના કર્મો સાથે જોડાયેલું છે. જ્યારે ભૌતિક શરીર બીજા ભૌતિક શરીર સાથે જોડાય છે ત્યારે આપણે વાસના કહીએ છીએ. એવી જ રીતે ચૈતસિક શરીર પણ બીજા ચૈતસિક શરીરને આકર્ષે છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ. જ્યારે એક વ્યક્તિનું સામાજિક શરીર બીજાના સામાજિક શરીર સાથે જોડાય છે, તેને નેટવર્કિંગ કહેવામાં આવે છે.
વાસનામાં આપણે શારીરિક અંતસ્ત્રાવોની આપ-લે કરીએ છીએ. પરંતુ પ્રેમમાં આપણે એકબીજાના સહવાસનો સાચો આનંદ લઈએ છીએ. જ્યારે નેટવર્કિંગમાં આપણે સામાજિક શરતો અનુસાર લોકોની મિલ્કતનો લાભ લઈએ છીએ. સમાજના નિયમો આ ત્રણ વસ્તુની આપલેના આધારે નિર્ધારિત થાય છે.
પુરુષ અને સ્ત્રી વચ્ચે વાસના હોવી એ સ્વીકૃત છે, પરંતુ તેનો આકાર સામાજિક શરીરના આધારે એટલે કે ઉંમર, જ્ઞાતિ, ધર્મ, શિક્ષણ નક્કી થાય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમ અધિકૃત છે, પરંતુ તેને માત્ર વાસનાની દ્રષ્ટિએ જ જોવાય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે વાસના વિનાનો પ્રેમ હાસ્યાસ્પદ ગણી કાઢવામાં આવે છે. બે પુરુષો વચ્ચેનો પ્રેમ અથવા બે સ્ત્રીઓ વચ્ચેનો પ્રેમ વાસનાથી પરે હોય ત્યાં સુધી સ્વીકૃત છે. બે પુરુષો એક બીજાના મિત્રો હોય ત્યારે સખા કહેવાય છે. જ્યારે બે સ્ત્રીઓ વચ્ચેનો પ્રેમ હોય ત્યારે તેઓ સખી ગણાય છે. સખા ભાવ (બ્રોમાન્સ) એટલે હોમો સોશિયાલિટી- હોમોઈરોટિસિસમ પણ- પરંતુ હોમોસેક્સુઆલિટી નહીં. અહીં તેનો સંબંધ પ્યોર છે. અહીં વાસનાને કોઈ સ્થાન નથી.
છતાં જીવન એટલું સરળ નથી. એમાંય જ્યારે ભૌતિક શરીર લિંગ પરિવર્તન કરે ત્યારે માનસિક અને સામાજિક શરીરમાં થતાં ભેદના કારણે ગુંચવણો ઊભી થાય છે. ( જેમ કે હું પુરુષ જેવો દેખાઉં છું પરંતુ મને સ્ત્રીના કપડાં પહેરવા ગમે છે). આપણને સૌને આયોજનપૂર્વકનું જીવન ગમે છે પરંતુ જિંદગી તો આયોજન વિનાની છે.
આપણાં પ્રશ્નોની શરૂઆત જ સેક્સથી થાય છે જ્યારે બૌદ્ધ સાધુઓ તને માર તરીકે ઓળખાવે છે. માર એટલે તૃષ્ણાનો રાક્ષસ જેને હરાવીને બુદ્ધે મોક્ષની પ્રાપ્તી કરી. અત્યાર સુધી તો તે કામ દેવતા તરીકે ઓળખાતો. કામદેવ એટલે વાસનાનો ભગવાન, જેના બાણથી વાસના અને સર્જનાત્મક્તા વધે છે અને વસંતની ઋતુમાં તેની ઉજવણી થાય છે. કામ અથવા મદનનો ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને ભસ્મીભૂત કર્યો હતો. હિંદુ વાર્તાઓમાં આ વાત પ્રચલિત છે. એ પછી સુંદર એવા કામદેવ અદ્રશ્ય અનંગ બની ગયા. જ્યાં સુધી કોઈ સામાજિક ફ્રેમમાં સેક્સને મૂકવામાં ના આવે ત્યાં સુધી સેક્સ એ એક ખરાબ શબ્દ બની ગયો.
એટલે જ રામ હંમેશા સીતા સાથે છે, શિવ હંમેશા પાર્વતી સાથે છે. પરંતુ કૃષ્ણ ? તેમણે આ પ્રથા સાથે જોડાવાનું ધીકાર્યું. તેઓ રાધાને પ્રેમ કરતા, રુક્ષમણીને અને સત્યભામાને પ્રેમ કરતા. તેમણે રાધાને પ્રેમ કર્યો પરંતુ તેની સાથે ક્યારેય લગ્ન ના કર્યા. તેમણે રુક્ષમણી અને સત્યભામા સાથે લગ્ન કર્યા. શું તે ખરેખર તેમને પ્રેમ કરતા હતા ? તેઓ પાંચ પાંડવોની દ્રૌપતીને પણ પ્રેમ કરતા હતા. પરંતુ રાધા જેવો પ્રેમ નહીં. અને તેઓ અર્જુનને પણ પ્રેમ કરતા હતા. બે અજોડ મિત્રો નર અને નારાયણ. જેને કોઈ સુંદરી અલગ કરી શકે તેમ ન હતી. મહાભારતની વાર્તાઓમાં કહેવાયું છે કે કૃષ્ણ અને અર્જુનને અનેક પત્નીઓ હતી, તેઓ વિજાતીય પહેરવેશ પહેરીને વિરોધીઓને હંફાવે છે. કૃષ્ણનો અર્જુન માટેનો પ્રેમ અને અર્જુનનો કૃષ્ણ માટેનો પ્રેમ સખાભાવ હતો. ઊંડી મિત્રતા. કોઈપણ પ્રકારના પ્રેમ કરતા વધારે, જેમાં પૂર્ણ સમર્પણ અને અપેક્ષાઓ અને મદદગારી હતી. ત્યાં સુધી પદ્મપુરાણમાં કહ્યું છે કે એકવાર જ્યારે અર્જુન પ્રવાસ કરીને પાછો આવે છે ત્યારે કૃષ્ણ સાથે રાસ-લીલામાં ભાગ લેવા માટે તે સ્ત્રીનો વેશ ધારણ કરે છે. આમ વાસના અને ભગવો રંગ જે વાસનાને ગંદી રીતે જુએ છે અને નિરાશ થાય છે.
ભગવો કે ગેરુઓ રંગ એટલે સંન્યાસનો રંગ. બૌદ્ધ અને હિંદુઓમાં આ રંગ સાથે બ્રહ્મચર્ય સંકળાયેલું છે. સાધુઓમાં વાસના એક પ્રતિબંધ છે. જેનાથી સાધુતાથી વિમુખ થઈ જવા છે. એનાથી ઉલટુ વ્યક્તિ ચમાત્કારીક શક્તિ મેળવે છે. તેનું મહત્ત્વ વધે છે, જ્યાં સુધી સામાજિક રીતે તેને માણવામાં ન આવે ત્યાં સુધી તે ગંદકીનો સ્ત્રોત ગણવામાં આવે છે. કામસૂત્રમાં તેને ભોગીઓને રોકવાના રસ્તા તરીકે અને સાધુ પરંપરામાં તેને એક ખરાબ આદત તરીકે લેખવામાં આવી.
જેના પરિણામે સારી વાસના અને ખરાબ વાસના, યોગ્ય અને અયોગ્ય વાસના, ધાર્મિક અને અધાર્મિક વાસના વચ્ચેના નિયમો ઘડવામાં આવ્યા. બૌદ્ધ ધર્મના અગાઉના ઠેકેદારો રાજદ્વારીઓ હતા. પરંતુ સમય જતાં તેમનો રસ્તો બદલાવવામાં આવ્યો. જેમાં લગ્નની પ્રથાને એક પત્નીત્વ બનાવવા માટે નહીં પરંતુ એક સાથે વાસનાનો ત્યાગ કરીને સાધુ કે સાધ્વી બનાવવા માટે સ્થાપિત કરવામાં આવી. ( જેવી રીતે તમિલ મહાકાવ્યમાં મણિમેખલાઈમાં ઉલ્લેખ છે)
રોમન કેથલિક ચર્ચ દ્વારા જે પ્રકારે સેક્સ પરત્વેનો ધિક્કાર બતાવ્યો તે કંઈક અલગ પ્રકાર છે જેમાં પાપના આધાર પર સેક્સને નકારવામાં આવ્યું જે બાઈબલનો વિચાર હતો જે દરિયાઈ માર્ગે યહુદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ વેપારીઓ થકી ભારતમાં દરિયાઈ વેપારીઓ દ્વારા અને એ પછી યુદ્ધના સૈનિકો થકી ભારતમાં પ્રવેશ્યો.
વિનય પિટકમાં એક ભિક્ષુએ કેવી રીતે સજાતિય વાસનામાંથી મુક્તિ મેળવવી તે માટેના નિયમો બતાવવામાં આવ્યા છે. એક યુવાનને જ્યારે ભિક્ષુ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ તે તેની જનનૈનદ્રિય પર નિયંત્રણ નથી રાખી શકતો અને તે તેના સાથી મિત્રો સાથે વાસના ભોગવે છે ત્યારે તેને તેના અનુજો પાસે મોકલવામાં આવે છે, અહીંથી પણ તેની જ્યારે હકાલપટ્ટી થાય છે ત્યારે તેને તબેલામાં હાથી અને ઘોડાના રખેવાળો પાસે મોકલવામાં આવે છે. આવા લોકોની મશ્કરીઓ થતી અને તેમને પાંડકા (પાલી ભાષામાં સજાતીય વ્યક્તિ માટે વપરાતો શબ્દ) તરીકે સંઘમાં બોલાવવામાં આવતા. આવા વ્યક્તિઓને ખુલ્લા પાડીને કાઢી મૂકવામાં આવતા. આમ સજાતિય સંબંધો ધરાવનારા એ સમયે સજાને પામતા (આવું જ હિટરોસેક્સુઅલ અને વધુ પડતી કામવાસનાથી ભરેલી સ્ત્રીઓ માટે પણ નિયમો હતો.). મિત્રતા સહન થતી પરંતુ સજાતિયતા ખૂબ જ સંવેદનશીલ વસ્તુ હતી.
જાતક કથાઓમાં બુદ્ધ અને તેમના મુખ્ય અનુયાયી આનંદ વચ્ચેની મૈત્રી વિશેની વિવિધ વાતો છે. એક જન્મમાં ભગવાન બુદ્ધ ચંડાળ હતા અને આનંદ પણ તેમની સાથે હતો. એક બીજા જન્મમાં આનંદ અને બુદ્ધ બંને હરણ હતા. આવું જાતક કથાઓમાં લખવામાં આયું છે. જાતક કથાઓમાં એ જ પ્રકારની વાર્તા છે કે કેશવ નામનો એક વૃદ્ધ ભિક્ષુ જે પોતાના શિષ્ય કપ્પાને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે એક રાજાના આદેશથી બંને છૂટા પડે છે ક્યારે ગુરુ કેશવની તબિયત બગડે છે અને જ્યારે તેઓ ફરીથી તેમને હિમાલયમાં જુએ છે ત્યારે જ તેઓ સ્વસ્થ થાય છે. આ બધી વાર્તાઓમાં તેઓ સાધુ છે એટલે વાસનાની કોઈ ચર્ચા નથી. અને તેમના અગાઉના જન્મોમાં પણ એવી ચર્ચા નથી કરવામાં આવી. પરંતુ ત્યાં ચોક્કસ પ્રેમ તો હશે છે. એક વ્યક્તિ કેવી રીતે પ્રેમને વર્ગીકૃત કરી શકે ?
પ્રેમને તમે સારો કે ખરાબ, સાચો કે ખોટો ક્યારેય ના સાબિત કરી શકો. દરેક પ્રકારના પ્રેમ સામાજિક રીતે નિયંત્રિત કરવામાં આવ્યા છે. રામાયણમાં ભગવાન રામના વધુ પડતા હનુમાનજી પ્રત્યેના પ્રેમને કારણએ સીતા પણ વિલાપ કરતા જોવા મળે છે. તેઓ હંમેશા હનુમાનનો પક્ષ લે છે. જ્યારે હનુમાનજીએ જોયું કે રામના પ્રેમ ખાતર સીતા પોતાની સેંથીમાં સિંદુર પૂરે છે ત્યારે આ વસ્તુ જોઈને હનુમાનજીએ પોતાના આખા શરીર પર રામ રામ લઈને પોતાનો સાચો પ્રેમ સાબિત કર્યો. પરંતુ તેમના પ્રેમમાં બ્રહ્મચર્ય હતું. જેના કારણે એકર વાનર પોતાના રાજાના હૃદયમાં પત્નીની સાથે હંમેશા માટે રાજ કરતો રહ્યો. આખા વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે કે બે પુરુષો વચ્ચેની ગાઢ મિત્રતાને પ્રેમ તરીકે જોવી કે વાસના તરીકે. ગ્રીક દંતકથામાં એકિલસ અને પેટ્રોક્લસ બંન્ને સામ સામે પોતાના પક્ષ માટે ટ્રોજનની લડાઈમાં લડ્યા. 2004માં ફિલ્મ ટ્રોયમાં બ્રેંડ પિટને શુદ્ધ બતાવવામાં આવ્યો હતો જેના કારણે ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
પરંતુ 2011માં એકિલિસ માટે ગવાયેલું મેડલિન મિલરનું બેસ્ટ સેલિંગ સોંગ સાંભળીએ ત્યારે તેને હોમોસેક્સુઅલ દર્શાવવામાં આવ્યો છે જેમાં તે યુવા વાચકોને સજાતિય સંબંધો માટે પ્રોત્સાહિત કરવા માટે અપિલ કરે છે અને કહે છે કે હોમોસેક્સમાં કશું ખોટું નથી. એકિલસના આ પ્રેમમાં તેની માતા અને દરિયાની રાણી એવી થેટિસ વચ્ચે આવે છે.
બાઈબલમાં પણ આપણે સાંભળીએ છીએ કે જોનાથન અને ડેવિડ. જોનાથનના પિતા કિંગ સોલ ડેવિડને પસંદ નથી કરતાં. કારણ કે ડેવિડે ગોલિઅથને માર્યો છે. ગોડ દ્વારા ડેવિડને રાજગાદી મળવાની છે. પરંતુ જોનાથન તેના પ્રેમમાં છે અને તેની સાથે પોતાના શસ્ત્રો પણ મૂકી દે છે. ત્યાં સુધી કે ડેવિડ તેની સગી બેન સાથે લગ્ન કરે છે. પાછળથી જોનાથન લડાઈમાં માર્યો જાય છે અને ડેવિડ તેના વિલાપમાં ગીત ગાય છે- તારા વિના હું નિરાશ છું, મારા ભાઈ જોનાથન, તું મારી સાથે હતો ત્યારે હું ખુશ હતો....સ્ત્રોઓ પરત્વેના પ્રેમ કરતાં પણ તારો પ્રેમ ઉત્તમ હતો....એક તબક્કે તેને ભાઈ કહે છે અને બીજી બાજુ તેના પ્રેમની ઊંચાઈમાં તે સ્ત્રીઓ કરતાં પણ વધારે પ્રેમ કરે છે તેવી રીતે કરે છે.
બાઈબલના વિદ્વાનો કહે છે કે જેઓ વાસનાને આવી રીતે ધીક્કારે છે અને તેનું ખોટું વાસનાકીય અર્થઘટન પણ નથી કરતાં અને આધુનિક એક્ટિવિસ્ટ એવા એલજીબીટીક્યુ (એટલે કે લેસ્બિયન, ગે, બાઈસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર કે ક્વીર)ના ગ્રુપમાં પણ નથી તેવા લોકો બ્રધર મેકિંગ છે. અર્થાત્ સાચો પ્રેમ કરનારા લોકો છે. આપણે એ જ વસ્તુ જોઈએ છીએ જે આપણે જોવા માંગીએ છીએ. જે આપણને અનુકૂળ છે તેને જ આપણે સ્વીકારીએ છીએ અને તેના માટે જ આપણે પરિપક્વ હોવાનું કહીએ છીએ. પ્રેમ એ ઉચ્ચ અવસ્થા છે. જ્યારે વાસના એક ખરાબ આદત છે.