Chavi Samaan sandarbho books and stories free download online pdf in Gujarati

ચાવી સમાન સંદર્ભો

  • ચાવી સમાન સંદર્ભો
  • §

    જો તમે ભક્ત છો તો મંદિરે જશો. પરંતુ તમે મંદિરે જાઓ છો, તો શું તમે ભક્ત છો ? આ પ્રશ્ન હું હંમેશા કર્મકાંડમાં માનનારા અને આ વાતનું ન્યાયીકરણ કરીને તેઓ સાચા જ છે એમ પોતાના બાળકોમાં પણ જાગ્રૃતિના નામે કર્મકાંડને થોપનારા લોકોને હંમેશા પૂછું છું. આમ કરવાથી બાળક કર્મકાંડ કરતાં તો તેના ભયથી પીડિત થઈને તેની સાથે સંકળાય છે અને વિચારે છે કે આવું કરવાથી સારું કે ખરાબ. અને આખરે તે કર્મકાંડ કરવામાં જ પોતાની સુરક્ષા અનુભવે છે. આવા લોકો કે જે કોઈ કર્મકાંડનો હેતુ નથી જાણતા તેઓ ખરા અર્થમાં ભક્ત નથી. બાળકોને બળજબરી આ પ્રકારના કર્મકાંડમાં નાંખીને માતા-પિતા એવું માને છે કે તેઓ પેઢી દર પેઢી પોતાની પરંપરાને વધારી રહ્યા છે પરંતુ આ તો માત્ર બહાર બહારનું ખોખલાપણું છે જેમાં કોઈ પ્રકારનું તથ્ય જોવા મળતું નથી. આપણાં વર્તણુંકના વિજ્ઞાનમાં આ પ્રકારના અનેક ધર્મસંકટો છે જેમાં આપણે માત્ર બહારથી જ નક્કી કરીએ છીએ. જેમ કે તમે ખૂબ નમ્ર છો, એટલે તમે વધુ આદરને પાત્ર છો, જો તમે ઉત્સાહથી તમારા મિત્રોને સાઁભળો છો તેનો મતલબ કે તમને તેમની દરેક વાતમાં રસ છે. જો તમે સારા કપડા પહેરો છો એટલે લોકો તમને વધુ ગંભીરતાથી જુએ છે.

    તેઓ આવું જ કરે છે, કરે છે ને ? તમે જોઈ શકો છો કે એક ફાઈવ સ્ટાર હોટલમાં સારા કપડાં પહેરીને આવનારાને અને સુંદર પ્રવાહી અંગ્રેજી બોલનારને જુદી રીતે માન આપવામાં આવે છે. જો તમે કોઈ મોંઘી ગાડીમાં આવશો અને કોઈ મોંઘા ફોન પર વાતો કરતા હશો તો લોકો તમને જુદી રીતે આવકારશે. લોકો બાહ્ય દેખાવને જ મહત્ત્વ આપે છે. સુંદર વ્યક્તિત્ત્વ ધરાવતા છોકરા, છોકરીઓને ઈન્ટરવ્યૂમાં વધુ પસંદગીનો મોકો મળે છે. જે વ્યક્તિ સહકાર અને ટીમ વર્ક જેવા શબ્દોનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે તે સારો ટીમ લીડર બને છે. બહ્યા દેખાવ જરૂરી છે. આપણને એવી રીતે હંમેશા સફળ લોકોમાંથી કંઈક શીખીને કોપી કરવાનું કહેવામાં આવે છે. જેટલું તમે મિમિક કે કોપી કરશો તેટલા તમે સફળ થશો. આપણને આડકતરી રીતે તેમનો બેંચમાર્ક આપણાં પર મૂકવામાં આવે છે. જેને આદર્શના સ્વરુપમાં મૂકવામાં આવે એટલે કોપી જેવું ના લાગે. બેંચમાર્ક એ કોપી કરતા વધુ સારો લાગતો શબ્દ છે એટલે આવું કહીને પણ આપણાં પર થોપવામાં આવે છે.

    કોઈની નકલ કે આદર્શ બનાવવા વિશેની રામાયણ આધારિત એક ગુજરાતીમાં વાર્તા છે જે મને મારા બિઝનેસ મિત્રો દ્વારા એકવાર કહેવામાં આવી હતી. એક વાર રાવણે સીતાનું દિલ જીતવાનું નક્કી કરી લીધું. સીતાને તો તે ખરેખર હરણ કરીને લાવ્યો હતો. સીતાને જીતવા માટે તે જાત જાતના અખતરા કરે છે. જેમ કે ભગવાનું સ્વરુપ લઈને તે સીતાને સમજાવે છે અથવા તો રાક્ષસનું સ્વરૂપ લઈને તે ડરાવે છે. પરંતુ આમાની એક પણ ચાલાકી તેને સફળતા અપાવતી નથી. છેલ્લે તે પોતે માયાવી હોવાથી રામ બનીને સીતાની પાસે જાય છે. જેવો તે રામ બને છે કે તરત જ તેનામાં કેટલાંક પરિવર્તનો આવવા લાગે છે. તેની આસપાસના વાતાવરણમાં તે કરુણા ફેલાવે છે, જે લંકા તેણે કુબેર પાસેથી પડાવી લીધું હતું તે રાજ્ય પોતાના ભાઈ કુબેરને પાછું આપવાનો વિચાર કરે છે. પોતાની અંદર આવેલા આ પ્રકારના ફેરફારોને જોઈને રાવણ પોતે ગભરાઈ જાય છે અને પોતે રામના વેશમાંથી બહાર આવી જાય છે.

    આપણે એવું વિચારીએ છીએ કે કોઈના જેવી વર્તણુંક કરીશું તો તેના ગુણ આપણામાં આવવા લાગશે અને આપણે એક સફળ વ્યક્તિ જેવું વિચારતા થઈશું. એક લેક્ચરમાં મેં સાંભળેલી વાત છે, કે એક વાર સ્ટિવ જોબ્સને પૂછવામાં આવ્યું કે તે દરેક સાથે કેમ આટલું ઉદ્ધતાઈભર્યુ વર્તન કરે છે. સ્ટિવે જવાબ આપ્યો કે તેની અધિરાઈ અને પરફેક્શનના આગ્રહના કારણે જ તે આઈપેડ જેવી પ્રોડક્ટ બનાવી શક્યો. અહીં ખરેખર તો કારણ અને તેની અસર મૂંઝવણમાં મૂકી દે તેવા છે. આનો અર્થ એ થયો કે જે લોકો પરફેક્શનના આગ્રહી છે તેઓ ઉદ્ધત છે. પરંતુ એવા પણ ચીવટતાના આગ્રહીઓ પડ્યા છે જેઓ પરફેક્શન ઈચ્છે છે અને સાથે સારા પણ છે. બીજી તરફ એવા લોકો પણ છે જેઓ ખૂબ ઉદ્ધત છે અને પરફેક્ટ નથી. પરંતુ આપણાં મનુષ્યોમાં દરેક વસ્તુઓના કારણો શોધવાની આદત છે જેના કારણે આપણે એવું નક્કી કરી લઈએ છીએ કે જેઓ નિયમિત છે તેઓ સફળ છે, જેઓ કાર્યદક્ષ અને ચીવટવાળા છે તેઓ સફળ છે, જેઓ સારા કપડાં પહેરે છે તેઓ સફળ છે. આવી રીતે આદતોને જોડીને આપણે સફળતાના કારણો શોધીએ છીએ અને તેને બંધબેસતા બેસાડીએ છીએ. પરંતુ શું આ વાત સાચી છે ? અથવા તો એવું થઈ શકે કે આપણે કોઈ સફળ વ્યક્તિની નિયમિતતા, કાર્યદક્ષતા, કપડાં અને સારાં ગુણોની નકલ કરીએ તો આપણે તેના જેવા જ સફળ બની જઈએ?

    આ સમગ્ર વાતમાં નકલની આદત સાથે આપણે સંવેદનશીલતાને ભૂલી ગયા, આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તેની કૂતુહલતા અને કેવી રીતે સંકલ્પબદ્ધ થવું તેની આતૂરતા. આસપાસના વાતાવરણમાં સ્વીકૃતિ મેળવવાની અને તેને અનુકૂળ થવાની આપણી ક્ષમતા આપણે સફળ બનાવે છે સાથે અન્યને પણ આપણે ઈચ્છીએ છીએ એ રીતે કામ કરતા કરાવવાની આવડતને કારણે સફળતા મળે છે. માત્ર આદતોથી કશું નથી થતું. એ. સફળતાની કોઈ ફોર્મ્યુલા નથી અને આવી કોઈ ફોર્મ્યુલા વિશે કોઈ કશું જ જાણતું નથી. ત્યાં સુધી કે સફળ વ્યક્તિઓ સફળતાની ફોર્મ્યુલાને પામી શક્યા નથી. કારણ કે દરેક તબક્કે સમય બદલાય છે. દરેક વખતે પ્રોત્સાહનથી કામ નથી ચાલતું. આપણે એ જ કરીએ છીએ જે આપણે જાણીએ છીએ. આ બધા વચ્ચે એક વાત આપણે ખાસ સમજવી જોઈએ અને સ્વીકારવી જોઈએ કે દરેક સમસ્યા આગવી છે અને દરેક સમસ્યાનું નકલછાપ આદર્શ સોલ્યુશન ના પણ હોય. આપણે આપણી સમસ્યાઓને ઉકેલવા માટે લોકોની જરુર છે. મશીનની નહીં.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED