The old diary shahid દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The old diary

શીર્ષક : નામ : શાહિદ શબ્બીરભાઈ હસન

ઈમેઈલ : Mobile : +917048666657

શીર્ષક : ધ ઓલ્ડ ડાયરી

શબ્દો : 1880

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ધ ઓલ્ડ ડાયરી


આ વાત છે 11 સાયન્સમાં ભણતા ચાર મિત્રો ની રોજની જેમ આજે પણ રોહન, શયાન , આતીફ અને વિવેક સ્કુલની કેન્ટીનમાં બેઠા - બેઠા વાતો કરતા હતા.


અચાનક શયાન એની બેગમાંથી એક જુની ડાયરી કાઢી અને બોલ્યો કે આજે આપણે બધા આ ડાયરીમાં આપણું આવનાર ભવિષ્ય લખશું.


સો પ્રથમ શયાન એ ડાયરી માં લખ્યું કે હું એક મોટો આર્કિટેક્ટ બનીશ. શયાન નું લક્ષ્ય એના પર બરોબર બંધબેસતું હતું. બાળપણથી જ એ ક્રિએટીવ અને મહાત્વાકાંક્ષી હતો.


ત્યાર પછી રોહન એ એકટર બનવાનું સપનું ડાયરી માં લખ્યું. રોહન દેખાવડો અને ડ્રામેબાજ સ્વભાવનો હતો અને તેને સ્કૂલમાં પણ બધાં હિરો કહીને જ બોલાવતા પણ હતા.

જયારે આતીફ નું સપનું બધા કરતા અલગ તો નહિ પરંતુ સામાન્ય હોય એવું કહી શકાય, કેમ કે આતીફે એ ડાયરીમાં શિક્ષક બનવાનું લખ્યું હતું. આતીફ ભણવામાં સૌથી હોશિયાર, સ્કૂલમાં પણ કાયમ પ્રથમ નંબર જ આવતો.

હવે વિવેકનો વારો, પણ વિવેક ને તો ડાયરીમાં લખવાની પણ કંઈ જરૂર ન હતી, કેમ કે એને ડૉકટર બનવું હતું અને એ વાત તો સૌ કોઈ જાણતા હતા.


(2 વર્ષ પછી.. )


સપના જોવા અને પુરા થવામાં એટલો જ ફરક છે. જેમ જમીન અને આસમાનમાં છે. તો શું સપના જોવાનું છોડી દેવું જોઈએ ?


શયાન ધ આર્કિટેક્ટ આજે એક સરકારી કૉલેજમાં સીવીલ એન્જિનિયરિંગ કરતો હતો. હા એનું આર્કિટેક્ટ બનવાનું સપનું જરૂરથી તુટી ગયું હોય પણ ગગન ચુમતી ઇમારત બનાવાનું ઝનૂન તો હજુ પણ એટલું જ છે. પૈસા ન હોવાને કારણે અને નાની કૉલેજ છોડીને એક સરકારી કૉલેજમાં ભણવું પડયું. પણ હજુ પણ શયાન એનું સપનું જીવતો હોય એવું લાગતું હતું. શયાન ખુબજ મન લગાવીને ભણતો હતો. એ સાથે એને સ્ટોરી અને નોવેલ લખવાનું પણ શરૂ કર્યુ.


જયારે બીજી બાજુ ધ બોલીહુડ એકટર રોહન એક નાની કૉલેજમાં એમ.બી.બી.એસ કરતો હતો. ન એને ડૉકટર બનવામાં રસ હતો ન ભણવામાં, પણ પિતા ડૉકટર હોય એટલે બેટા ને પણ ડૉકટર બનવું જ પડે. આવી વિચારધારા ધરાવતા રોહનનાં કુટુંબીઓ પાસે રોહનનું કંઈ ચાલે એમ ન હતું.


જયારે આતીફ ને જોતા એવું લાગતું હતું કે એને એના સપના કરતા પણ અધીક મળ્યું છે. કેમ કે આજે એ બોમ્બે આઇ.આઇ.ટી માં ભણતો હતો. જયારે તમારો પ્રેમ નોકિયા 3310 થી હોય પછી આઇ.પી.એચ.એન 6.5 મળે તો પણ ખુશી ન થાય. આ તો થયો એક મોબાઇલ ફોનનો દાખલો પણ આતીફ સાથે આવું જ કંઈક હતું.


જયારે વિવેક ? એક એમ.બી.બી.એસ ને એક નર્સ બનવું પડે તો કેવું લાગે ? બસ વિવેક સાથે આવુંજ કંઈક થયું હતું. ઓછું પરિણામ અને ગરીબ પરિવાર ના લીધે એનું એમ.બી.બી.એસ કરવાનું સપનું નર્સ સુધી આવીને સીમીત રહી ગયું હતું. જે મળે એમાં જ ખુશ રહેવું જોઇએ એમ માની ને તે તન અને મન લગાવીને ભણાવા લાગ્યો.

આ વાત છે. 11 માં ધોરણની, વિવેક ને અલીફા નામની છોકરી બહુજ પસંદ હતી. અલીફા દેખાવે ખુબ જ ખુબસૂરત હતી. એની આંખો જોતા એવું લાગતું કે ભણે ચાઈનીઝ ગર્લ હોય ફિગર અને એટીટ્યુડમાં તો અને કોઈ ન પહોંચી શકે. માત્ર વિવેક જ નહિ પરંતુ વિવેક જેવા ઘણા એના આશીક હતા. "પ્યાર અંધા હોતા હૈ" આ વાત તો સાચી છે. પરંતુ આ કેસમાં નહિ. સૌ જાણતા કે વિવેક અલીફાને બહુજ પસંદ કરે છે. આ વાત અલીફા પણ જણાતી એને છતાં બન્ને અલગ હતા. અલગ હોય પણ કેમ નહિ ? અલીફા માત્ર દેખાવ માં જ સારી ન હતી. પરંતુ ભણવામાં પણ સ્કૂલ માં હંમેશ પ્રથમ નંબર લાવતી હતી. એ સિવાય રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓ માં પણ અવ્વલ નંબરે હતી. ટૂંકમાં એક પરફેકટ ગર્લ હતી. બીજી બાજુ વિવેક સામાન્ય દેખાતો મીડલ ક્લાસ છોકરો, બન્નેનો કોઈ મળે જ ન હતો. 11 અને 12 ધોરણ દરમિયાન બે વાર વિવેકે અલીફા ને પ્રપોઝ કર્યુ પરંતુ અલીફાની સાફ ના જ હતી.


જયારે શયાનનું કૉલેજનું ફાયનલ વર્ષ ચાલતું હતું ત્યારે અલીફાએ શયાનને પ્રપોઝ કયાઁ. શયાને તરતજ વિવેક ને વિસ્તૃતમાં બધી વાત જણાવી. નવાઈ જેવી વાત એ હતી કે વિવેકે ગુસ્સો કરવાને બદેલ પ્રેમથી શયાન જોડે વાત કરી. એટલું જ નહિ પરંતુ શયાનને સમજાવ્યો કે અલીફા જેવી છોકરી સામેથી તને પ્રપોઝ કરે છે. તો તું ના તો ન જ પાડી શકે! હા, એ વાત સાચી છે કે આજ પણ હું અલીફાને એટલો જ લવ કરું છું. જે 4 વર્ષ પહેલા કરતો હતો. પણ મને એનાથી પ્રેમ છે પણ એને મારાથી પણ પ્રેમ હોય એવું જરૂરી તો નથી? જો શયાન સંભાળ, તને અલીફા પસંદ હોય તો તુ અને અવશ્ય હા પાડી શકે છે. તુ મારા વિશે વિચારતો હોય કે મને કેવું લાગશે ? તો સાંભળ મને તો ગમશે. તુ અત્યારે પણ મારો સારો ફ્રેન્ડ છે. અને અલીફા અને તુ જોડાશો તો પણ તુ મારો સારો ફ્રેન્ડ રહેશે. હવે તારા પર છે કે તારે આલીફાને હા પાડવી કે ના પાડવી. વિવેક તો એની ફરજ બજાવીને જતો રહયો હવે બધું જ શયાન પર હતું કે અલીફાની પ્રપોઝલનો જવાબ શું આપવો ? "યે ઈશ્ક બડા કાતીલાના હૈ " અડધાથી વધારે સ્કૂલ જે છોકરી પર મરતી હોય અને એ સામેથી આપણને પ્રપોઝ કર્યું હોય, એમ છતાં જો શયાન એના પ્રપોઝલની ના પાડતો હોય તો કારણમાં કોઈક બીજુ તો હોવુજ જોઈએ એની લાઈફમાં, અને એ હતી સોફિયા. સોફિયા, શયાનની બાળપણની ફ્રેન્ડ, બાળપણનો પ્રેમ. પણ આ બન્નેની પરિસ્થિતિ તો વિવેક અને અલીફા કરતા પણ ખરાબ છે. કેમ કે શયાને હજી સુધી સોફિયાને એક પણ વાર એની દિલની વાત નથી કરી. અત્યારની પરિસ્થિત જોવા જઈએ તો છેલ્લા 7 વર્ષથી શયાને એ સોફિયા જોડે વાત નથી કરી. પ્રશ્ર્ન જરૂરથી થાય છે. કેમ વાત નથી કરી.

10 વર્ષ પહેલાની વાત છે. શયાનના પપ્પા અને સોફિયાના પપ્પા બંન્ને સાથે બિઝનેસ કરતા હતા. પણ કંઈક સમસ્યા કે કોઈ અંગત વિરોધને લીધે એક-બીજાના પરિવારો જાણે કે દુશ્મન બની ગયા હતા. પણ શયાન અને સોફિયા ની દોસ્તી હજુ સુધી કાયમ હતી. 2વર્ષ સુધી બેન્ને એક-બીજાને ચોરી-ચોરી મળતા હતા, અચાનક જ સોફિયા અને એનો પરીવાર શહેર છોડીને ચાલ્યા ગયા. આ વાત હતી 10 વર્ષ પહેલાની છેલ્લા 8 વર્ષથી સોફીયા અને શયાનનો કોઈ સંપર્ક જ નથી. પ્રશ્ર્ન એ છે શું સોફિયા ને શયાન યાદ હશે ? અને યાદ હોય તો 8 વર્ષ દરમિયાન એક પણ વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો? શરૂઆતના સમયમાં શયાને એ માટે અઢળક પ્રયત્નો કર્યા હતા કે કોઈપણ રીતે સોફિયાને કોન્ટેક કરી શકે પરંતુ શયાન નિષ્ફળ નિવડયો. અને ત્યારે પછી એણે પણ ઉમ્મીદ છોડી દીધી હતી તો પછી આજે શયાને અલીફા ને ના કેમ પાડી ? આ પ્રશ્ર્નનો એક જ જવાબ છે. 'લવ,' ઇશ્ક,' મોહબત,' પ્રેમ,'


અલીફાની લવ સ્ટોરી બધા કરતા અલગ હતી. અલીફાને બોમ્બે આઇ.આઇ. ટી.માં એની જ કલાસમેટ સાથે પ્રેમ થઈ ગયો હતો. અને એ છોકરીનું નામ પ્રિયા હતું. અલીફની સ્ટોરી વિવેક અને શયાન જેવી ન હતી. પ્રિયા અને આતીફ બન્ને એક બીજાને ખરા હૃદયથી પ્રેમ કરતા હતા.


આ વાત સાંભળીને તમને એવું લાગતું હશે. કે આલીફની લાઈફ કેટલી સરળ હશે. પરંતુ એવું બિલકુલ ન હતું. આલીફ જયારે 10માં માં હતો ત્યારે એની એંગેજમેન્ટ ને લઈને ખુશ રહેતો હતો. પરંતુ આઇ. આઇ. ટી માં પ્રિયા ને મળ્યા પછી એને એનો એંગેજમેન્ટ ને લઈને સમસ્યા થવા લાગી અને થાય પણ કેમ નહિ ? પ્રિયા એના કરતા એક લાખ ગણી બેટર હતી. અને આતીફ ની કલાસમેટ બી હતી. એની બેસ્ટ ફ્રેન્ટ પણ અને એ આઇ. આઇ .ટી માં હતી. આતીફની ફિયાન્સી ગામડી, ગવાર અને દેખાવમાં પણ ઠીક લાગતી હતી. અને એની & સામે પ્રિયા હિંદુ હતી જયારે આતીફ મુસલમાન હતો. જયારે આપણા દેશમાં હિદું મુસલીમની વાત આવે એટલે લડાઈ, અને નફરતની જ યાદ આવે. અને આતીફના મા-બાપ પ્રિયાને અપનાવી શકે એટલા સમજદાર પણ ન હતા. તો શું એમની ના સમજણને કારણે આતીફ ને પ્રિયા ને છોડી દેવી જોઈએ ? જોકે ન્યુ જનરેશનની નઝરે જોઈએ તો પ્રિયા અને આતીફ એક-બીજા માટે પરફેટ છે. પણ સમાજની નજરે બિલ્કુલ નહી. શું આ પ્રકારનો સમાજ આપણ દેશના વિકાસને અવરોધ છે? બંન્ને પ્રેમ કરતા ને ન અપનાવા એ જ આપણ દેશની સંસ્કૃતિ છે ? આ બધા પશ્ર્નો ના જવાબ તો મારી પાસે પણ નથી. પરંતુ એટલું ખબર છે આતીફ ના મમ્મી પપ્પા મરી જશે પણ પ્રિયાને કયારે પણ નહિ અપનાવે. પુત્રની ખુશી કરતા સમાજની બેડીઓ વધારે મજબૂત છે. એટલેજ તો આતીફના મમ્મી અને પપ્પા પ્રિયાને કયારેય નહીં અપનાવી શકે. એક તરફ ઉજ્જવળ ભવિષ્ય હતું, એક તરફ પ્રિયા હતી અને ખુશીઓ હતી. બીજી તરફ આતીફના મા-બાપ હતા અને સમાજ હતો. બસ માત્ર દુ:ખ જ દુ:ખ હતા, હવે આતીફ પ્રિયા સાથે જશે કે એના મા-બાપ સાથે એતો હવે આતીફ પર જ નિર્ભર હતુ.


રોહનની તો લવસ્ટોરી ચાલુ થતા પહેલાજ ખતમ થઈ ગઈ હતી. રોહન જે છોકરીને પસંદ કરતો હતો. એ છોકરી એજ એને ચીટ કર્યું હતું. જેથી રોહન ખુબજ નર્વસ રહેતો હતો. અને કૉલેજમાં પરિણામ ઉપર પણ અસર થતી અને તે ફેલ થતો હતો. રોહનનું કોઈ સાથે ન બોલવું ઉદાસ રહેવું આ બધુ એની મમ્મીથી જોયુ ન જતુ હતુ. તેથી રોહનની મમ્મીએ રોહનની એંગેજમેન્ટ નક્કી કરી નાખી. રોહનની મમ્મીની ચોઈસ ખુબજ સારી હતી. છોકરી ડૉકટર હતી સંસ્કારી હતી. ખુબસુરત હતી, ટુંકમાં પરફેકટ હતી. પણ એ છોકરી કોણ હતી ? એ હતી સોફિયા ! રોહનને સોફિયા અને શયાનની કઈ વાતનો ખ્યાલ ન હતો. રોહન એ બધા મિત્રો ને વાત કરી. બધા ફ્રેન્ડ એને વધામણાં આપ્યાં. શું શયાને પણ એને વધાઈ આપી હશે ? હા.! શયાન એ પણ વધાઈ આપી, કેમ કે શયાનમાં એટલી હિંમત જ ન હતી કે રોહનને જઈને બંધુ કહી શકે. કેમ કે જો વિવેક એના પ્યારની કુરબાની આપી શકે. તો શયાન કેમ નહિ.?


(3 વર્ષ પછી- - - )


આજે વિવેક માત્ર નર્સ ન હતો. પરંતુ એને બધા લોકો જીવનદાતા કહેતા હતા. એના હાથોમાં એવું જાદુ હતુ કે જે પેશન્ટની સારવાર કરે. એ જલ્દીથી સાજુ થઈ જતુ હતુ. એની વેલ્યુ આજે ડૉકટર કરતાં પણ વધારે હતી. વિવેક અને અલીફા ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડ તો ન હતા. પરંતુ સારા મિત્રો તો બની ગયા હતા. જિંદગીએ વિવેકને સેકન્ડ ચાન્સ આપ્યો હતો. અલીફાને મેળવવાનો. જયાં આતીફ એની એન્જીનરની જોબ છોડીને એક નાની કૉલેજમાં લેકચરની જોબ કરતો હતો. અને એને પ્રિયા સાથે કૉર્ટમેરેજ કરી લીધા હતા. આતીફ અને પ્રિયા બંન્ને બહુજ ખુશ હતા. હા, દુ:ખ એ વાતનું હતું. કે આતીફના મમ્મી -પપ્પા આતીફને હજુ પણ નહોતા બોલાવતા. પણ આતીફના લગ્નના એક વર્ષ પછી અચાનક આતીફની મમ્મી એ આતીફ સાથે ફોન પર વાત કરી. વાત કર્યા પછી આતીફને ઉમ્મીદ જાગી કે કદાચ આવનાર સમયમાં મારા મમ્મી-પપ્પા અને પ્રિયાને અપનાવી પણ લે. રોહનનાં એંગેજમેન્ટ થયા પછી શયાન દેશ છોડી ને જતો રહયો હતો. અને ત્યાં એક મોટી કમ્પનીમાં એ આર્કિટેક્ટની જોબ કરતો હતો.

એ સિવાય શયાન એ એક નાની નોવેલ લખી હતી. જે સફળ રહી હતી. આજે શયાન ફકત ધ આર્કિટેક્ટ જ નહિ પરંતુ એક સફળ રાઈટર તરીકે પણ ઓળખાતો હતો. હા એ વાત પણ સાચી હતી, કે શયાન એના એક પણ મિત્ર સાથે કોન્ટેકમાં નહોતો રહયો, એનું કોઈ બીજું કારણ નથી, પરંતુ સોફિયા અને રોહનને તે કદાચ સાથે જોઈ શકયો ન હતો. બીજી બાજુ સોફિયાના સપોર્ટ અને ગાઈડલાઈન હેઠળ રોહન એ ડૉકટરી છોડીને એક ડ્રામા એકેડમી જોઈન કરી લીધી હતી. અને આજે રોહન એક સારા અને સફળ એકટર તરીકે ઓળખાતો હતો. બનવાજોગ એવું બને છે કે રોહનને એક મોટી ફિલ્મની ઓફર મળે છે અને ફિલ્મની સ્ટોરી એ શયાનની નોવેલ "'ધ ઓલ્ડ ડાયરી" પરથી હોય છે. પણ આ વાતનો ખ્યાલ રોહન ને નથી હોતો કે હું જે ફિલ્મ કરવાનો છું. એ સ્ટોરી બીજા કોઈની નહિ પરંતુ મારા મિત્રની નોવેલ ની જ છે. રોહન જેમ-જેમ ફિલ્મ માં એકટીંગ કરતો જાય છે. તેમ- તેમ એને એવું લાગે છે. કે જોણે. એ શયાનની લાઈફ જીવતો હોય. પણ એક પોઈન્ટ પર આવી ને રોહન એકટીંગ કરવાનું બંધ કરી દે છે. રોહનને એવું લાગતું હતું કે હવે હું વધારે શયાનની જીદંગી નો રોલ ભજવી નહીં શકીશ, રોહને નક્કી કર્યું કે જયાં સુધી હું શયાનને મળી નહીં લઉં ત્યાં સુધી આ ફિલ્મ અધુરી જ રહેશે. રોહનને શયાન અને સોફિયાની વાત સમજમાં આવી ગઈ હતી. અને રોહને નક્કી કર્યુ. કે હું શયાન અને સોફિયાને મળાવીને જ રહીશ. શયાન અણજાણ હતો. પણ એને પણ જીદંગીએ સેકેન્ડ ચાન્સ આપ્યો સોફિયાને મળવાનો. રોહનને પણ જીદંગીએ સેકન્ડ ચાન્સ આપ્યો હતો. શયાન અને સોફિયા ને મળવાનો અને એની અધુરી ફિલ્મ પુરી કરવાનો.

શીર્ષક : નામ : શાહિદ શબ્બીરભાઈ હસન

ઈમેઈલ : Mobile : +917048666657