વિષ્ણુ મર્ચન્ટ - 22 - છેલ્લો ભાગ Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 22 - છેલ્લો ભાગ

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 22

મે તરતજ મમ્મી સામે જોયુ. મમ્મીએ મને ઇશારાથી હુકમ આપી દીધો પણ અશોક હજી એટલો કમજોર નહોતો કે મને આટલો જલ્દી હિંમત હારવા દે.

“વિષ્ણુભાઇ..... ના” અશોક

મે એની તરફ જોયુ. એ મારી એકદમ નજીક આવ્યો, અમારી આંખો વચ્ચે એકજ વેતનુ અંતર હતુ. એને મારી આંખોમાં આંખો પરોવી કહ્યુ

“એ નાનકડા જીવે તમારુ શુ બગાડ્યુ છે?, એ નિર્દોષને મારીને તમને શુ મળશે?”

“બેટા તુ આ નાલાયકની વાતોમાં ના આવીશ, આ તો ડરપોક છે, એ તને શુ સમજ આપવાનો કે તારા માટે શુ સારુ છે શુ ખરાબ”

હુ દરવાજા તરફ આગળ વધ્યો. અશોક મારી સામે આવીને ઊભો રહી ગયો અને મને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હુ રોકાયો પણ ખરો, એટલામાં મમ્મી વચ્ચે પડ્યા અને મમ્મીએ અશોકને ધક્કો માર્યો, અશોક પાછો આવી ગયો, મમ્મીએ પાછો એને ધક્કો માર્યો. અશોકે મમ્મીને હાથ પણ ના લગાવ્યો. હુ થંભી ગયો.

“વિષ્ણુભાઇ, પ્લીઝ.....” અશોક મારા પગે પડ્યો

મમ્મીએ ફરી પાછો અશોકને ધક્કો માર્યો. અશોકે મમ્મીનો કંઇ પ્રતિકાર ના કર્યો. એ પોતાનુ બધુ જોર મને મનાવવામાં લગાવી રહ્યો હતો. દરવાજાથી પાંચ ફૂટ દૂર હુ પથ્થર બનીને ઊભો હતો. આ બાજુ અશોક અને મમ્મીનો ઝઘડો વધારે ને વધારે તીવ્ર બની રહ્યો હતો અને હુ સ્તબ્ધ થઇને ઊભો હતો. મને ખૂબજ ગુસ્સો આવ્યો, માનસિક સંતુલન ગુમાવી બેઠો.

“બસ.........” મે જોરથી રાડ નાખી

ના આવ દેખ્યો ના તાવ, ઉપડ્યો દરવાજા તરફ. મમ્મીએ અશોકનો હાથ પકડી રાખ્યો હતો. એ બૂમો પાડી રહ્યો હતો પણ મે એની તરફ ધ્યાન ના આપ્યુ. દરવાજો ખોલતા પહેલા મે મમ્મી તરફ એકવાર નજર કરી, મમ્મીએ આંખથી ઇશારો કરી મને આગળ વધવા કહ્યુ અને મે દરવાજો ખોલ્યો.

પછી તમને શુ વર્ણવુ આદિત્યભાઇ, એ રાક્ષસી કૃત્યનુ વર્ણન કરવુ મારા માટે.... અશક્ય ખૂબજ નાનો શબ્દ છે.

[વિષ્ણુભાઇ એમની જગ્યા પરથી ઊભા થઇ ગયા, બંન્ને હાથ માથે રાખ્યા અને આમતેમ આંટા મારવા લાગ્યા, નીચે બેસી ગયા, દિવાલમાં મુક્કા મારવા લાગ્યા, માથુ દિવાલમાં પછાડવા લાગ્યો, હુ પણ ઊભો થઇ ગયો, એમની પાસે ગયો, એમના ખભા પર હાથ મુક્યો]

હુ તો એની હત્યા કરવાનો હતો પણ મે જેવી એને ઉઠાવી મનમાં વાસનાનો સાગર ઊમટ્યો અને એ નાની કિકલીની આંખમાંથી વહેતી અશ્રૂધારા પણ મને મનુષ્ય બનાવી ના શકી. મે એના નાના કુમળા શરીર પર બચકા ભર્યા, એની ઉમરની પણ પરવાહ કર્યા વગર એની સાથે બલાત્કાર કર્યો.

[વિષ્ણુભાઇ શાંત થઇ ગયા, આંખો ઊભરાઇ આવી, ખાસ્સો સમય અમે બન્ને શાંત રહ્યા]

જ્યારે બઘુ પતાવી હુ એની હત્યા કરવા જતો હતો મે મમ્મીને આમતેમ શોધી પણ એ ના દેખાઇ. હુ મમ્મી ને બતાવવા માંગતો હતો કે જો મે કોઇનુ ભલૂ કરવા જઇ રહ્યો છુ. હુ કિચનમાં ગયો, બાથરૂમમાં ગયો. બાથરૂમમાં અશોક બેઠો હતો. મે એને પૂછ્યુ “મમ્મી ક્યા છે?” એણે મને ધક્કો માર્યો પણ એના હાથ મારી આરપાર નીકળી ગયો. હુ ચોંક્યો. આમતેમ આથડવા લાગ્યો.

“મમ્મી ક્યા છે? મમ્મી, મમ્મી, મમ્મી........... ”

મમ્મી ક્યાય નહોતી. હુ માથે હાથ દઇને પ્રિયા પાસે બેઠો. સમતોલન ગુલાવ્યુ, મારો હાથ પ્રિયાના શરીરમાંથી નીકળતા લોહી પર પડ્યો. હુ ઝબકીને પાછળ જતો રહ્યો, ઘભરાઇ ગયો. દિવાલે ટેકો દઇને બેસી ગયો.

“તમે આ શુ કરી નાખ્યુ?” અશોક

મે એની સામે જોયુ.

“તમને કેટલો રોકવાનો, સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તમે ના માન્યા અને આ શુ કરી નાખ્યુ?”

હુ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.

“મને બચાવી લે”

અશોક થોડીવાર ચૂપ રહ્યો.

“હજી ચાદર બાંધેલી છે, આજ છેલ્લો રસ્તો છે”

મે પંખા સામે જોયુ.

“શુ વિચારો છો, દુનિયાના હાથમાં આવી જશો તો તમને તડપાઇ તડપાઇને મારશે”

હુ ઊભો થયો.

“પહેલા આને ખતમ કરી દો” અશોક

મે અશોક સામે જોયુ. અશોક પણ મમ્મીની ભાષા બોલવા લાગ્યો હતો.

દરવાજે ટકોરા પડ્યા.

“વિષ્ણુભાઇ, પ્રિયા તમારી પાસે છે?” રવિભાઇનો અવાજ હતો

“દરવાજો ના ખોલતા, ચાદર હજી ત્યાંજ છે”

હુ પ્રિયા તરફ આગળ વધ્યો. એણે મે મારા બંન્ને હાથોથી ઊંચકી અને ઉપડ્યો દરવાજા તરફ. અશોકે બહુજ પ્રયત્ન કર્યો મને રોકવાનો પણ હુ ના માન્યો. મને એવો અહેસાસ થઇ ગયો હતો કે મે રાક્ષસી, જઘન્ય કૃત્ય કર્યુ છે, સજ્જન મન હજી મારામાં જીવિત હતુ. મે અશોક તરફ ના જોયુ, ની એની એક વાત સાંભળી, એવો પણ ના વિચાર્યુ કે આ દરવાજો હુ ખોલીશ તો આખી જીંદગી મારે હજારો મોત મરવુ પડશે. મે કહ્યુને હજી ક્યાંક એ સજ્જન મન જીવિત હતુ અને હવે એનુ સામ્રાજ્ય હતુ અને એ મન હવે એ બધી સજા ભોગવવા તૈયાર હતુ જે પાપ રાક્ષસ મને કર્યુ હતુ કારણ કે છેલ્લે તો બંન્ને એકજ હતાને. સજ્જન મન પ્રાયશ્ચિત કરવા તૈયાર હતુ.

મે દરવાજો ખોલ્યો. મારી સામે રવિભાઇ અને એમની પાછળ ભાભી ઊભા હતા. એ લોકોને સમજતા વાર ના લાગી, રવિભાઇએ તરતજ પ્રિયાને મારા હાથમાથી છીનવી લીધી અને ભાભીએ જોરથી ચીસ પાડી, હાંફળા ફાંફળા બની પ્રિયાના શરીરનુ નિરિક્ષણ કરવા લાગ્યા. એમણે મારી તરફ જોયુ અને તૂટી પડ્યા. ગાલ પર લાફા, છાતી પર મુક્કા અને સાથે સાથે અવિરત અશ્રૂધારા. હુ સ્તભ્ધ બની ચૂપચાપ ઊભો રહ્યો. રવિભાઇએ મારી સામે જોયુ, એમની આંખો ગુસ્સામાં લાલચોળ હતી પણ એ સમયે એમની પ્રાયોરીટી પ્રિયા હતી. એ પ્રિયાને લઇને ભાગ્યા.

ભાભીની રાડ સાંભળી પડોશીઓ આવી પહોચ્યાં. એ લોકોને પણ સમજતા વાર ના લાગી કે મે શુ કર્યુ છે. ફટાફટ ફોન રણકવા લાગ્યા. એક પછી એક બધા ભેગા થવા લાગ્યા. હુ નજર નીચી રાખીને હજી ત્યાંજ ઊભો હતો. જેવા રવિભાઇ પ્રિયાને લઇને ગાડીમાં બેઠા, બધા સીધા ઉપર આવ્યા પછી તો લાફા. મુક્કા અને લાતોનો વરસાદ ચાલુ થયો. હુ દરવાજામાંજ ઢળી પડ્યો, બધા મારા પર તૂટી પડ્યા, હુ ટૂંટીયુ વાળીને પડી રહ્યો.

“નીચે લઇ ચલો સાલાને”

મને ટીંગા ટોળીને કરીને નીચે લઇ ગયા. જમીન પર નાખ્યો અને ફરી પાછા તૂટી પડ્યા. પંદર વીસ મીનીટ સુધી એવુજ ચાલ્યુ. બધા ખૂબજ ગુસ્સે હતા. મારતા જતા અને ગાળો બોલ્યે જતા. જે આવતુ એ જોડાઇ જતુ. હુ તો જીવતી લાશ બનીને પડ્યો હતો. એક થાકતો તો બીજો એની જગ્યા લઇ લેતો. મોંઢામાંથી, નાકમાથી, કાનમાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ.

“છોડો એને” અવાજ સંભળાયો

એ સોસાયટીના વડિલ હતા. રાજકારણમાં પણ એમની ઊંચે સુધી પહોંચ હતી. એમણે બધાને મારાથી દૂર કર્યા અને મારી પાસે બેઠા. મારા ચહેરાને ઊંચક્યો અને થૂંક્યા. બધા ફરી પાછા તૂટી પડ્યા. પેલા વડિલે રોક્યા.

“સોસાયટીનો મેઇન ગેટ બંધ કરો, અને એક જણ ત્યા ચોવીસ કલાક હાજર રહેવો જોઇએ, બહારનો એકપણ માણસ અંદર ના આવવો જોઇએ”

“લઇ ચલો આને ક્લબ હાઉસમા”

મને ટીંગાટોળી કરીને ક્લબ હાઉસમાં લઇ ગયા. ત્યાં મને પટક્યો અને ફરી પાછો ચાલુ થયો લાતોનો વરસાદ. પેલા વડિલે બધાને રોક્યા.

“જાઓ રસ્સી લઇ આવો, આ થાંભલા સાથે એને બાંધી દો”

ત્યાં બઉજ ગણગણાટ ચાલતો હતો એટલામાં મારા મકાન માલિક આવ્યા.

“જુઓ મગનલાલ”

એ મારી પાસે આવ્યા. મારી આંખમાં આંખ મીલાવી. મારી આંખમાં આંસુ હતા. પશ્ચાતાપ હતો, મે જેમતેમ કરીને હાથ જોડ્યા. એ માથુ ધૂણાવતા ઊભો થયા.

“રમણલાલ, પોલીસને કહ્યુ?”

“એ તો આવશેજને, રવિભાઇ હોસ્પિટલ પહોંચી ગયા છે”

“ત્યા સુધી આનુ શુ કરીશુ?”

“પોલીસને હુ સાચવી લઇશ, આપણે આને આજે તો નથીજ આપવાનો, પોલીસના હાથમાં જતો રહેશે તો આપણે એને એના કર્યાની સજા નહિ આપી શકીએ, વધારે માં વધારે ઉમરકેદ થશે”

“આપણે એને એવી સજા આપવાની છે એ જીંદગીભર દર્દથી કણસતો રહે, એને એ દર્દનો અહેસાસ થાય જે એણે..... જે એણે.... એ નાનકડી જાનને આપ્યુ છે”

એ વડિલ મારી તરફ આવ્યા અને જોરદાર લાત મારી.

“હુ બધુ સંભાળી લઇશ, બસ આ મરવો ના જોઇએ”

મને એક થાંભલા સાથે બાંધવામાં આવ્યો. લાતો, મુક્કા, લાફા મારીને થાક્યા એટલે આવી લાકડીઓ. હુ તો હવે પથ્થર બની ગયો હતો. હવે તો દર્દ પણ થતુ નહોતુ.

રાત પડી ગઇ. જે પણ આવતુ, મારતુ. અચાનક બધા શાંત થઇ ગયા. મને પણ કંઇક આભાસ થયો. મહા મહેનતે મે નજર ઉઠાવી તો સામે રવિભાઇ હતા. રડી રડીને આંખો સુકાઇ ગઇ હતી, રડતા હતા પણ આંસુનુ એક ટીંપુ પણ નહોતુ. ચહેરા પર અપાર વેદના અને પીડા હતી. એમને જોતાજ મારી આંખો ઊભરાઇ ગઇ અને તરતજ નજરો નીચી થઇ ગઇ. પણ મે હિંમત કરીને એમની આંખોમાં આંખો મીલાવી. એ કંઇ ના બોલ્યા પણ એકજ સવાલ હતો એમની આંખોમાં

“મારી દિકરીએ તમારુ શુ બગાડ્યુ હતુ?”

હુ માફી પણ કયા મોઢે માંગુ. એ મને મારવા આગળ વધ્યા પણ મારી ના શક્યા. બસ રડતા રડતા નીકળી ગયા.

રાત પડી એટલે લોકોમાં રહેલો શૈતાન જાગ્યો. સૌથી પહેલા તો મારા બધા કપડા ફાડી નાખ્યા અને પછી શરૂ થયો અસલી ખેલ. મને ખોલી નાખ્યો, ખાલી હાથ બાંધી રાખ્યા. ઊંધો ઊભો રાખીને મને પાછળ બહુજ દંડા માર્યા. એનાથી થાક્યા ત્યા દંડા નાંખવાનો પણ પ્રયાસ કર્યો. મારા વૃષણો પર દંડા માર્યા. ત્યાં ડામ પણ દીધા. શિશ્ન પર પણ ડામ દીધા. સીગારેટના ડામ દીધા. કારણ કે જ્યારે એ માર ખઇખઇને હુ પથ્થર બની ગયો હતો એટલે જ્યારે એ મારતો હુ કોઇ પણ પ્રતિભાવ નહોતો આપતો એટલે મારો દર્દથી કણસતો ચહોરો જોવા એ લોકો નવા નવા પેંતરા અપનાવતા.

એ લોકો ચર્ચા કરતા હતા.

“સાઉદી જેવુજ હોવુ જોઇએ, બલાત્કાર કરે એટલે કાપી નાખવાનો”

“ચલો કાપી નાખીએ સાલાનો”

એ લોકોએ એવા એવા આઇડીયા પર ચર્ચા કરી રહ્યા હતા કે તો મને થયુ કે બધાની અંદર એક હેવાન હોય છે, એને લગામમાં રાખવો પણ આપણાંજ હાથમાં છે. એ દિવસે ત્યા જેટલા પણ હતા બધા પોતાની અંદર રહેલા હેવાનને કંટ્રોલજ કરી રહ્યા હતા બાકી હુ જીવતો ના રહત.

કાશ હુ કરી શક્યો હોત.

બસ પછી જે થયુ એ તમને ખબરજ છે.

*******

આદિત્ય મહેતા

હુ ભારે મન સાથે જેલની બહાર નીકળ્યો. એમા તો કોઇ બે મત નહોતા કે વિષ્ણુભાઇ ગુન્હેગાર હતા અને એમને જે ગુન્હો કર્યો હતો એ લગીરેય ક્ષમાને પાત્ર નહોતો. પણ એમનો પશ્ચાતાપ સાચો હતો, એમના આંસુ સાચા હતા, એમની પીડા, એમની વેદના, એ દર્દ સાચુ હતુ. મે એમની આંખમાં જોયુ હતુ. હુ એમના વિષે શુ વિચારુ છુ એના કરતા એ વધારે મહત્વનુ છે કે દુનિયા શુ વિચારશે.

મને એમના માટે કંઇક કરવાની ઇચ્છા થઇ જે એમને પશ્ચાતાપની આગમાં ખુશીની બે ક્ષણ આપી શકે. હુ એમની આંખોમા ખુશીના બે આંસુ જોવા માંગતો હતો.

મમ્મી, પપ્પા, આર્યા, અમન, આદિત્ય બધાને શોધવા લાગ્યો.

******

એક મહિનામાં મે બધાને શોધી કાઢ્યા. વિષ્ણુભાઇના મમ્મી તો ગુજરી ગયા હતા.

સૌથી પહેલા એમના પિતાજીને મળ્યો.

“તમે કેમ વિષ્ણુભાઇને મળવા નહોતા આવ્યા?”

“મને જ્યારે ખબર પડી કે આવુ કંઇ થયુ છે તો હુ એના મમ્મીને લઇને હરિદ્વાર ચાલ્યો ગયો, એને ત્યા એક આશ્રમમાં છોડી પાછો આવ્યો, એ વખતે મીડિયાવાલા અમને શોધતા હતા એટલે પાછો જતો રહ્યો, સાથે સાથે અસ્થિ લઇ ગયો અને એની મમ્મીને કહી દીધુ કે વિષ્ણુ મૃત્યુ પામ્યો. હુ જાણતો હતો કે એ વિષ્ણુના મૃત્યુને કદાચ સ્વીકારી લેશે પણ.... એને નહિ સ્વીકારી શકે, મૃત્યુને સ્વીકારી લીધુ પણ એ વધારે સમય જીવી ના શકી, છજ મહિનામાં એનો પણ સ્વર્ગવાસ થઇ ગયો, હુ પાછો આવી ગયો અને હુ જાણતો હતો કે વિષ્ણુ મારી સાથે આંખો પણ મીલાવી નહિ શકે, હુ એને વધારે શર્મિંદા કરવા નહોતો માંગતો, એટલે હુ એને મળવા ના ગયો”

“તો હવે સમય આવી ગયો છે એમને મળવાનો”

એમની મુલાકાત જોઇને મારી આંખો ઊભરાઇ ગઇ. વિષ્ણુભાઇ આંખના પલકારામાં ઊભા થઇ ગયા, એમના ચહેરા પર ખુશીની રેખાઓ ઉપસી આવી પણ લાંબો સમય ના ટકી, એ તરતજ ઊંધા ફરી ગયા, માથુ નીચે નમી ગયુ અને કદાચ આંખો આંસુથી ઊભરાઇ ગઇ હશે કારણ કે પછી મે એમને એકલા છોડી દીધા પણ જ્યારે એમના પિતા ગયા અને હુ અંદર ગયો ત્યારે એ મને ભેટીને રડતાજ રહ્યા.

પછી અમન, આદિત્ય, નિશિતા અને શિવાંગીને પણ લઇ આવ્યો. બધા મિત્રોએ ખૂબજ વાતો કરી, કોલેજની એ સૂવર્ણ દિવસો યાદ કર્યા. વિષ્ણુભાઇ ખૂબજ ખુશ હતા પણ એમની આંખોને કોઇની તલાશ હતી.

એ બધા ગયા પછી હુ એમની પાસે થોડો સમય બેઠો.

“તમે આ ઠીક નથી કરી રહ્યા”

“કેમ?”

“હુ આ ખુશીઓનો હકદાર નથી, પ્રિયા..... એના ઝખમ પર હજી પણ રૂઝ નહિ આવી હોય, એ હજી પણ એકલી નહિ રહી શકતી હોય, કોઇના પર વિશ્વાસ નહિ કરી શકતી હોય, હજી પણ કોઇકવાર ઊંઘમાંથી ઝબકીને ઉઠી જતી હશે, એ ખુશ નહિ હોય તો હુ કેવી રીતે ખુશ થઇ શકુ”

મારી પાસે એનો કોઇ જવાબ નહોતો એટલે હુ ખાલી ખભા પર હાથ મુકી નીકળી ગયો.

બસ હવે હુ એમને એ ખુશી આપવાનો હતો જેની એ ક્યારનાય રાહ જોઇને બેઠા હતા.

[આર્યા]

આર્યાને જોઇને એ પોતાનુ સમતોલન ગુમાવી બેઠા. આંખોમા સૂર્ય જેવી ચમક આવી ગઇ, એક બાજુ ચહેરા પર ચંન્દ્ર જેવી શીતળતા હતી તો બીજી બાજુ ચહેરો ગલગોટાની જેમ ખીલી ઉઠ્યો હતો. આખા શરીરમાં ધ્રૂજારી છુટી ગઇ. એમના શરીરની કપકપાહટ હુ દસ ફૂટ દૂરથી મહેસૂસ કરી શકતો હતો. હુ એમની નજીક નહોતો, જો હોત તો એમના ધબકારા પણ સાંભળી શકત. એ જ્યાં ઊભા હતા ત્યાંજ ફસડાઇ પડ્યા.

હુ એ બંન્ને વચ્ચે કબાબમાં હડ્ડી બનવા નહોતો માંગતો એટલે ત્યાંથી નીકળી ગયો. એ બંન્ને અડધો કલાક જેવુ બેઠા. આર્યા બહાર આવી, એની આંખોમાં આંસુ હતા. એ મને ભેટી પડી.

“થેન્ક્સ”

એ તરતજ નીકળી ગઇ.

અંદર વિષ્ણુભાઇ ટેબલ પર માથુ ટેકવીને રડી રહ્યા હતા. હુ જેવા અંદર ગયો એ મને ભેટીને બસ રડતાજ રહ્યા, રડતાજ રહ્યા. થોડા સમય પછી એમણે મને છોડ્યો અને બોલ્યા.

“પ્રિયા કેવી છે?”

“સારી છે, એ હવે સામાન્ય થઇ ગઇ છે, સ્કૂલે જાય છે, મિત્રો સાથે રમે છે”

“રવિભાઇ અને ભાભી”

“એ પણ પ્રિયાને સામન્ય થતા જોઇ બધુ ધીરે ધીરે ભૂલી રહ્યા છે”

એ પાછા ચાલ્યા ગયા. એમણે પાછા વળીને મારા તરફ ના જોયુ. એ જાણતા હતા કે હુ પ્રિયાની ખબર લઇનેજ આવ્યા હઇશ.

*******

“આદિત્યભાઇ, જેલર બોલુ”

“હા બોલો”

“વિષ્ણુભાઇએ આત્મહત્યા કરી લીધી”

મને વિશ્વાસ ના થયો. તરતજ ભાગ્યો. વાત સાચી હતી. જેવો પહોચ્યો જેલરે મને એક ચીઠ્ઠી આપી.

મે ખોલી.

“મે તમને એક વાત નહોતી કહી કે અશોક હજી મારી સાથેજ હતો. આપણી આખી વાતચિત દરમિયાન એ મારી અને તમારી વચ્ચે ટેબલ પરજ બેઠો હતો. તમે મને એ ખુશીની ક્ષણો આપી જેનો હુ હકદાર નહોતો. એ જાણીને આત્માને સંતોષ થયો કે પ્રિયા સામાન્ય થઇ રહી છે. મનને રાહત થઇ. કદાચ એટલેજ આ વખતે હુ અશોકને ના ના પાડી શક્યો એટલે એની સાથે ઉપડી ગયો”

“એ આશા સાથે વિદાય લઉ છે કે આવતા જન્મે હુ પ્રિયાની કુખે દિકરી બનીને પેદા થઉ”

“તમારો ખૂબ ખૂબ આભાર”

[સમાપ્ત]

મિત્રો, હુ તમારા સહુનો ખૂબ ખૂબ આભારી છુ કે તમે સંયમથી મારી નવલકથા વાંચી અને પ્રામાણિક પ્રતિભાવ આપ્યા.

વાચકો લેખકનુ સાચુ પ્રતિબિંબ છે.

હવે મળીશુ એક નવી નવલકથા સાથે જેના પર હુ રીસર્ચ કરી રહ્યો છુ.

નામ હોઇ શકે છે “ઇસ્માઇલ ત્રીવેદી”

ઇસ્માઇલ અને ત્રિવેદી, કેવીરીતે?

આપણા દેશના પ્રધાનમંત્રીની હત્યા થાય છે અને એ કરે છે આપણાજ દેશવાસીઓ. આપણા પ્રધાનમંત્રી એવુ કંઇક કરે છે જેથી આખો દેશ એમના વિરોધમાં રસ્તા પર ઉતરી આવે છે. “રીવોલ્યુશન” કહી શકાય. પ્રધાનમંત્રએજ પોતાની હત્યાનુ કાવતરુ ઘડ્યુ હોય છે. એમની હત્યા કરવા આખો દેશ એક થઇ જાય છે. એ વખતે ના કોઇ હિન્દુ હોય છે, ના મુસ્લીસ, ના શીખ કે ના ઇસાઇ, બધા ખાલી ભારતીય હોય છે.

પ્રધાનમંત્રી એજ ઇચ્છતા હોય છે.

આ બધાની પાછળ એકજ વ્યક્તિ હોય છે અને એ હોચ છે “ઇસ્માઇલ ત્રિવેદી”

આ સસ્પેન્સ થ્રીલર નથી.

9879585712 – Call or SMS or Whatsapp

OR

You can write me on

OR

Post you review:

Chetan Gajjar

A/502, Shukan 6,

Off Sama Savli Road,

Vemali,

Vadodara - 390024