વિષ્ણુ મર્ચન્ટ - 5 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 5

(5)

    અમે ચારેય જણ આવનારા તોફાનની રાહ જોઇને બેઠા હતા. મને અંદાઝ પણ નહોતો કે તોફાન આટલુ ખુવાર કરીને જશે. અમારી જીંદગી તહેશનહેશ કરી નાંખશે, મને અંદાઝ નહાતો કે સમાજ પ્રત્યે મને આટલી નફરત થઇ જશે. હુ પોતાને એકલતા ઘનઘોર જંગલમાં ધકેલી દઇશ.

   અને એ સમય આવી ગયો. શાંતિ ડહોળાઇ.

   બહાર નીકળ

   માદરભગત, બહાર નીકળ

   પિતાજી અને શેઠ ઊભા થયા. હુ પણ સફાળો ઊભો થઇ ગયો. બધાના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા. મને બહાર આવવાની ના પાડી દીધી.

    પિતાજી અને શેઠ બહાર નીકળ્યા. બહાર શુ થવાનુ હતુ એનાથી હુ તદ્રન અજાણ હતો.

    થોડીવાર આમને આમ વીતી ગયો. મારો જીવ તો અધ્ધરજ હતો. એટલામા કોઇ આવતુ જણાયુ. જોડે જોડે થોડી ગાળો પણ સંભળાતી હતી અને ધીમે ધીમે અવાજની તીવ્રતા વધતી જતી હતી.

    બે પડછંદ વ્યકિતઓ પ્રવેશ્યા, પાછળ પિતાજી અને શેઠ આવ્યા. બંને જણ મને પકડીને લઇ જવા આવ્યા.પાછળ પાછળ પિતાજી અને શેઠ પણ આવ્યા. પેલા બંન્ને જેવા મને પકડવા ગયા શેઠ વચ્ચે પડયા.

આમ સાવ નપુંસક થાવ નહિ, મોટાઓએ આનો નીવેળો લાવાનો હોય, ચાલો બહાર

કેમ? ગુન્હેગાર તો એજ છે

   મને ધ્રાસ્કો પડયો. હુ કેમનો ગુન્હેગાર થઇ ગયો, હુ ખૂબજ ડરી ગયો હતો.

એણે કોઇ ગુન્હો નથી કર્યો

એ તમારે નકિક નથી કરવાનુ, લઇને આવો સાલાને બહાર નહિતર અમે ઘસડીને લઇ જઇશુ

   આટલુ બોલતા, એ બંને જણ બહાર નીકળી ગયા. હુ ઊભો થયો.

તારે બહાર આવવાની જરૂર નથી શેઠ

   પિતાજી ચૂપચાપ ઊભા હતા. બહારથી ટોળાનો અવાજ સંભળાતો હતો.

પોલીસ બોલાવવી છે? શેઠ

તમને શુ લાગે છે પોલીસ અમારો પક્ષ લેશે?

હુ છુ ને

જુઓ શેઠ, મારે પોલીસના ચકકરમાં નથી પડવુ, સમાધાન થઇ જાય તો બસ

તો વિષ્ણુને બહાર લઇ જઇએ, જો હરિલાલ તુ ગભરાઇશ નહિ, હુ છુને. વિષ્ણુનો વાળ પણ વાંકો નહિ થવા દઉ

    અમે ત્રણેય ઘરની બહાર નીકળ્યા. ઘરની બહાર ટોળુ ઊભુ હતુ. અમે બધા સોસાયટીના મેદાનમાં ગયા. અમારી સામે વીસ—પચ્ચીસ જણનુ ટોળુ હતુ વચ્ચે કામિનીના પિતા હતા. અમેની બાજુમાં કામિની બેઠી હતી. એની આંખમાંથી આંસુ સરી રહયા હતા.

    સોસાયટીના બીજા સભ્યો પણ જાણે એમના પક્ષમાં હતા એમ અમારી સામે ઊભા હતા. એક બાજુ અમે ત્રણ તો સામે આખી સોસાયટી, કામિનીના પિતાજી અને એમના ભાડુતી ગુંડા.

તો આ છે ગંદા લોહીની પેદાશ

મુકેશભાઇ, જરા મો સંભાળીને વાત કરો પિતાજી

તુ તારા છોકરાને સંભાળ, તો હુ મારુ મોં સંભાળીશ

મુકેશભાઇ, તાળી એક હાથે નથી વાગતી, તમારી છોકરી પણ એટલીજ જવાબદાર છે જેટલો વિષ્ણુ શેઠ

મારી છોકરી પર કિચ્ચડ ના ઉછાળો

તમેજ એના પર કિચ્ચડ ઉછાળવા અહિંયા લઇ આવ્યા છો, એટલેજ કહુ છુ આ બબાલ છોડો

   કામિનીને આગળ ધરી

બોલ બેટા, વિષ્ણુ સાથે તારે શુ સંબંધ છે?

  કામિની રડવા લાગી.

કહી દે, સંભળાવી દે કે કોઇ સંબંધ નથી

  કામિની રડયાજ કરતી હતી.

કહી દે, કહી દે

મુકેશભાઇ, રહેવા દો એના આંસુજ કહી જાય છે કે શુ સંબંધ છે?

મારી દીકરી પર લાંછન ના લગાળો, આ ગંદા લોહીની પેદાશેજ એને ચીકણી—ચુપળી વાતો કરી ફસાવી હશે, જુઓ કેટલી ડરી ગઇ છે

મુકેશભાઇ, છેલ્લે કહુ છુ મોં સંભાળીને વાત કરો પિતાજીએ જરા ઊંચા અવાજે

શુ કરી લઇશ, શુ કરી લઇશ તુ હે, ભેણચોદ મુકેશભાઇ ગુસ્સામાં લાલચોળ

મુકેશભાઇ, ગાળો ના બોલશો, સમાધાનની ભાષા બોલીએ એ સારુ

સમાધાન શુ કરવાનુ હોય, વિષ્ણુ અને એના પરિવારે સજા ભોગવવા તૈયાર રહેવુ પડશે

શેની સજા?

મારી છોકરીને ફસાવવાની

તમારી છોકરીને કોઇએ ફસાવી નથી, જોડે ભણે છે એટલે મિત્રતા બંધાઇ, બસ. આટલુ ચોડીને ચીકણુ ના કરશો

શેની મિત્રતા? વિષ્ણુને ખબર હોવી જોઇએ કોની જોડે મિત્રતા કરાય ના કરાય

એ તો કામિનીને પણ ખબર હોવી જોઇએ

     મે શેઠનો હાથ પકડયો. જ્રા જોરથી દબાવ્યો. આંખથીજ કહી દીધુ કે કામિનીને આમા ના ઘસેડશો.

જે થયુ તે તમારે  માટે અનઇચ્છનીય છે, ચલો કબૂલ. હવેથી વિષ્ણુ કામિનીને આંખ ઉઠાવીને પણ નહિ જુએ.

એનાથી, શુ થશે?, જે થઇ ગયુ એનુ શુ?

શુ થઇ ગયુ?

સમાજમાં તો અમારી આબરૂજ ના રહી, બધા વાતો કરે છે કે બ્રાહમણની દિકરી અને વણકરનો દિકરા વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે

પણ એવુ તો કંઇ છે જ નહિ

વિષ્ણુએ કબૂલ કરવુ પડશે કે એણે કામિનીને ફસાવી છે

પણ એવુ કંઇજ નથી, તાળી એક હાળે નથી વાગતી

મારી દિકરી પર કાદવ ના ઉછાળશો, એક ક્ષત્રિય થઇને એક અશ્પૃષ્યનો સાથ આપો છો ગુસ્સામા

હુ જ્ઞાતિ જોઇને સાથ નથી આપતો, સત્યનો સાથ આપુ છુ. હજી સમય છે સમાધાન કરી લો

હુ સમાધાન નથી ઇચ્છતો

તો તમે શુ ઇચ્છો છો?

આ હરામી પોતાનો અપરાધ કબૂલ કરે અને સજા ભોગવવા તૈયાર રહે

એ શકય નથી

સજા તો ભોગવવી પડશે, ના માને તો બળજબરી કરવી પડશે

તો પોલીસને વચ્ચે નાખવી પડશે

નાખો

તમારી પાસે શુ સાબિતી છે કે વિષ્ણુએ કામિનીને ફસાવી છે?

કામિની પોતે

બળજબરીથી પોતાના મન ની વાત એની પાસે બોલાવવાનો પ્રયત્ન ના કરો, કેમ ઊંચા બનવાના સ્વાર્થ માટે દિકરીની આબરૂ ને ભર બજાર ઉછાળો છો, કેમ પોતાના અહંમ ને સંતોષવા તમારી દિકરીના નાજૂક માનસ સાથે રમો છો. જાણો છો આની તમારી દિકરીના માનસ પર ખરાબ અસર પડશે

આબરૂ તો આ ગંદા લોહી એ ઉતારી છે

મુકેશભાઇ પિતાજી આગળ વધ્યા અને મુકેશભાઇનો કોલર પકડી લીધો

     કોઇની પણ વચ્ચે પડવાની હિંમત ના થઇ.

હવે એક વખત બાલો, પછી તમને બતાવુ કે આ ગંદુ લોહી શુ કરી શકે છે

   બધા એકદમ સ્તબ્ધ થઇ ગયા. પિતાજીનુ આવુ રૂપ બધાએ પહેલી વખત જોયુ હતુ. મુકેશભાઇને પણ આવી આશા નહોતી.પરિસ્થિતિ વણસી જણાતા અમારા પડોશી વચ્ચે પડયા.

મુકેશભાઇ પોતાને બ્રાહમણ બ્રાહમણ કહો છો તો બ્રાહમણના સંસ્કારો તો પાડો

હરિલાલ એને છાડો

   અમારા પડોશી કેશવકાકાએ પિતાજીના ખભા પર હાથ મુકયો. પિતાજીનો ગુસ્સો શાંત થઇ ગયો.પિતાજીએ લાગણીભરી નજરે કેશવાકાકા તરફ જોયુ.

મુકેશભાઇ, સમાધાન કરી લો

મુકેશભાઇ ગભરાઇ ગયા હતા.

કોઇ સાબિતી છે કે વિષ્ણુ કામિનીને પરેશાન કરતો હતો

કામિની પોતે

મુકેશભાઇ, એ કંઇજ બોલી નથી

વિષ્ણુ, તારે કંઇ કહેવુ છે, તુ નિર્દોષ સાબિત થઇ શકે એવી કોઇ સાબિતી છે?

   મારી પાસે કામિનીનો પત્ર હતો પણ મે ના આપ્યો.

ના

મતલબ કે કોઇની પાસે કોઇ પાસે સાબિતી નથી

    મુકેશભાઇની હાથમાંથી બાજી ખસતી દેખાતા આજુબાજુ ઊભેલા બધાને ભડકાવવાની શરૂઆત કરી દીધી.

સાંભળો, કાલે તમારી દિકરી સાથે આવુ થશે તો તમારે પણ સાબિતી આપવી પડશે નહિતો આ ગં.... લોકો પોતાની મનમાની કરશે

આ મારી દિકરીનો ચહેરો તો જુઓ બિચારીને કેટલી ગભરાવી દીધી છે આ રાક્ષસે કે કંઇ બાલી પણ નથી શકતી પણ હવે એ ચૂપ નહિ રહે

      એનુ રડવાનુ હજુ ચાલુ હતુ

બોલ બેટા, ગભરાઇશ નહિ

     એનુ રડવાનુ વધી ગયુ.

બોલ બેટા

    હવે કદાચ એની સહનશકિતની હદ વટાવી ચુકી હતી, એણે આંખો બંધ કરી અને બોલવાનો પ્રયત્ન કર્યો.એ એકજ શબ્દ બોલી.

હા

   મુકેશભાઇના ચહેરા પર ચમક આવી ગઇ.

જોયુ, આ વિષ્ણુએ જ એને ફસાવી છે

   ત્યાં ઊપસ્થિત બધાને ખબર હતી કે મુકેશભાઇ ખોટો અપરાધ લગાવી રહયા છે પણ કોઇ અમારી બાજુ નહોતુ. બધાના પોતાના સ્વાર્થ જોડાયેલા હતા. જે લોકો અમને પહેલેથી નફરત કરતા હતા એ બધા અમારા વિરોધ મા ઊભા થઇ ગયા અને ગણગણાટ શરૂ થઇ ગયો. બધા જાણે કામિનીના જવાબ ની રાહ જોઇનેજ બેઠા હતા.

શુ જોઈએ છે તમારે?

બાપ—બેટો બંને મારા અને કામિનીના પગે પળીને માફી માંગે

એ તો કદાપિ શકય નથી શેઠ

તો પછી એના પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે

જાવ તમારાથી થાય એ કરી લ્યો શેઠ

મને મંજૂર છે પિતાજી

હરિલાલ, જો તમે એવુ કરશો તો આપોઆપ ગુન્હેગાર સાબિત થઇ જશો

    આ બાજુ ટોળામા બૂમબરાળા ચાલુ થઇ ગયા. ભાડુતી ગુંડા અમારી તરફ આગળ વધ્યા. એમને સોસાયટીના બધા રહીશોને સહકાર પણ હતો. એ લોકો પણ અમારી તરફ આગળ વધ્યા. મારા ધબકારા વધવા લાગ્યા, પરસેવો છુટવા લાગ્યો. પિતાજી મારી તરફ ધસ્યા. એ લોકો મારુ બાવળુ પકડે એ પહેલા પિતાજી મારી આગળ દિવાલ બનીને ઊભા રહી ગયા. શેઠ અને કેશવાકાકા પણ અમારા બચાવમાં આવી પહોચ્યા પણ વ્યર્થ.

મને મંજૂર છે

    પછૌ મને અને પિતાજીને પહેલા કામિની અને પછી મુકેશભાઇના પગે પડીને માફી મંગાવવામા આવી. પિતાજી અપમાનને એ ઘૂંટળો પી ગયા. અપમાનની આગમાં જૂલસતો, સળગતો એ ચહેરો મને આજે પણ યાદ છે. મુકેશભાઇ ના પગે પડતા વખતે મારા પિતાજીએ અનુભવેલી વેદના ને શબ્દોમાં કહેવી અશકય છે. આટલુ ઘોર અપમાન એટલા માટે કે મે એક નીચી જાતિના છોકરાએ એક ઊંચી જાતિની છોકરી સાથે મિત્રતા કરી.

   મુકેશભાઇની ઊંચાઇ બે ઇંચ વધી ગઇ. એમની છાતી ફુલી ગઇ, એમના ચહેરો અભિમાનથી ખીલી ઉઠયો. એ અભિમાન હતુ બીજાને નીચે બતાવવાનુ, પોતાને બીજાથી ઊંચા બતાવવાનુ.

   જ્તા જતા મુકેશભાઇએ અમારા તરફ જોયુ અને બોલ્યા

ગંદુ લોહી

   અપમાનથી ધૂધવાતાં મનને મુકેશભાઇએ છંછેડયુ, પિતાજીએ ના આવ દેખ્યુ ના તાવ અને સીધા દોડયા મુકેશભાઇ તરફ. મારા ચહેરા પર થોડી ચમક આવી.

   પિતાજીએ મુકેશભાઇનુ બાવળુ પકડયુ અને એક જોરદાર મુકકો ધરી દીધો. મુકેશભાઇ તમ્મર ખાઇને નીચે પડયા. આજુબાજુ ઊભેલાઓને તો એજ ના સમજાયુ કે થયુ શુ?

   મુકેશભાઇના ભાડુતી ગુંડા આગળ તો વધ્યા પણ પિતાજીને ગુસ્સાથી ધૂંધવાતો ચહેરો જોઇને ગભરાઇ ગયા. કોઇની હિંમત ના ચાલી પિતાજી સામે આવવાની.

  લગભગ પાંચ મીનીટ થઇ મુકેશભાઇને સામાન્ય થવામા.

હરિલાલ, તારે આનુ પરિણામ ભોગવવુ પડશે

જા જા હવે તો તારાથી થાય એ કરી લે

તુ જો હુ તારા શુ હાલ કરુ છુ, ના ઘર નો છોડીશ ના ઘાટનો

   મુકેશભાઇ જતા રહયા.

   મારા મનમા એકજ સવાલ ઘૂમ્યા કરતો હતો.

મુકેશભાઇ હવે શુ કરશે?, ધમકી આપીને તો ગયો છે

******