વિષ્ણુ મર્ચન્ટ - 4 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 4

(4)

    સમાજ પ્રત્યેની નફરત નુ પહેલુ બીજ મારા મનમા પ્રેમ એ રોપ્યુ. મનમાં પેદા થઇ રહેલા રાક્ષસ ને પોષણનો પહેલો કોળિયો ધર્યો.

વિષ્ણુભાઇ ના ચહેરા પર આછુ આછુ ગુલાબી સ્મિત પ્રસરવા લાગ્યુ, હોઠ થોડા ખેંચાયા, આંખો ભીની થઇ ગઇ. ચહેરો એકદમ તરોતાઝા થઇ ગયો જાણે ગલગોટાનુ ફૂલ

   કામિની જોષી ક્ષ્વિષ્ણુભાઇ ની આંખો બંધ થઇ ગઇ, ભૂતકાળ ના એ સોનેરી સમયમા જાણે એ સરી પડયા. કદાચ કામિની નો ચહેરો એમના સ્મરણમાં તરવરવા લાગ્યો, ચહેરા પર સ્મિત હતુજ્ઞ. બેજ શબ્દો એને વર્ણવવા માટે પૂરતા હતા. સરળતા અને સુંદરતા. કરોડોમાં એ એક ચહેરો હંમેશા હસતોજ હોય,એનો ચહેરો જાણે સૂર્યમુખી નુ કિલ્લોલ કરતુ ફૂલ જે કદાપિ કરમાય નહિ. એટલી સરળ કે કોઇ પણ એની સાથે કયારે પણ વાત કરી શકે પણ મારી હિંમતજ નહોતી ચાલતી.

    કામિની, એનુ રૂપ જાણે ઉગતા સૂરજ નો સોનેરી પ્રકાશ. એકવાર એનો ચહેરો જોઇલો તો જીવનભર ભૂલી ના શકો. સોળ શણગાર ને પણ પોતાના હોવા પર પશ્રાતાપ થાય.

    હુ અને કામિની પહેલા ધોરણથી એક સાથે હતા. આઠમા ધોરણ મા પહેલીવાર એણે મારુ ધ્યાન ખેંચ્યુ. પ્રેમની એ અદ્રીતીય લાગણીનો અનુભવ મને પહેલીવાર દસમા ધોરણમાં થયો. ધીરેધીરે લાગણીની તીવ્રતા વધવા લાગી. મે તો એની સાથે લગ્ન કરવાનૂ નકિક કરી લીધુ હતુ.

    હુ ભલે એને પ્રેમ કહુ પણ હજી સુધી હુ એ લાગણીને સમજી શકયો નથી. એ પ્રેમ હતો, આકર્ષણ કે પછી મુગ્ધતા. આ ત્રણેયમાં કરોળિયાના જાળા ના રેસા જેટલોજ હોય છે જો સમજી ગયા તો નાવડી પાર લાગી જાય છે બાકી એની ઊંડાઇ મા ગરકાવ થઇ જાય છે.

    આમ તો સ્કૂલ નો સમય અગિયાર વાગ્યા નો હાતે પણ હુ પોણા અગિયારે પહોંચીને સ્કૂલના દરવાજે ઊભો થઇ જતો. છેલ્લી મીનીટ સુધી એની રાહ જોતો, જેવી એ આવતી નજરો ફેરવી લેતો. ચાલુ કલાસે, પ્રેકિટકલમાં જ્યારે તક મળતી હુ એને જોઇ લેતો. રીસેસ મા પણ એ જ્યાં હોય ત્યાંજ હુ પણ હોઉ. સ્કૂલ છૂટે પછી જ્યા સુધી એ આંખો થી ઓઝલ ના થાય ત્યા સુધી હુ એને નીહાળતો. એના ટયુશનના સમયે ત્યા પણ પહોચી જતો અને છુટતા સમયે પણ હોઉ. ટૂંકમા એને જોવાનો એક પણ મોકો હુ છોડતો નહિ. એક નિર્દોષ આનંદ મળતો.

    આટ આટલા પ્રયત્નો બાદ પણ એનુ ધ્યાન ખેંચવામા હુ નિષ્ફળ રહયો. મરા મા આમ પણ આત્મવિશ્રાસની કમી હતી. ધીરેધીરે નિરાશા વધવા લાગી, ભણવામાંથી ધ્યાન હટવા લાગ્યુ. સવાર, સાંજ, દિવસ રાત કામીનીનુ મારા મન પર રાજ હતુ.

    એનુ ધ્યાન ખેંચવુ એ હવે મારી પ્રાથમિકતા હતી. એનુ ધ્યાન ખેંચવા હુ અજબગજબ ના નુસ્ખા કરતો જેમકે મસ્તી કરતો, ઊંચા અવાજે બોલતો જેથી એ મને સાંભળે. એની સામે ચાલીને જતો અને બીજુ ઘણુબધુ કરતો પણ હુ એનુ ધ્યાન ખેંચી ના શકયો,

હુ ગાંડો હતો કટાક્ષભર્યુ હસ્યા

આટલી સરળ છોકરી સાથે વાત કરતા ગભરાતો હતો, કદાચ ના કરી શકયો હોત જો એ દિવસે વાવાઝોડા સાથે વરસાદ ના પડયો હોત

થોડીવાર વાતાવારણ મા શાંતિ પ્રસરી ગઇ

કાશ એ દિવસે વરસાદ ના પડયો હોત

થોડુવાર ચુપ રહયા.

    વાપીમા વરસાદની ખાસ નવાઇ નહિ. ચેમાસામાં ગમે ત્યારે તૂટી પડે. ચેમાસાના એ દિવસે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો. સ્કૂલમાંથી જલ્દી રજા આપી દીધી પણ બધા અસમંજસ મા હતા કે જઉ તો જઉ કેવી રીતે? ઘણાને કોઇ ને કોઇ લેવા આવી ગયુ, ઘણા એકલા નીકળી પડયા. હુ હજી ઊભારે હતો કારણ કે કામિની મારી નજરની સામે હતી.

    ઘણા સમય રાહ જોવા છતાય કોઇ લેવા આવ્યુ નહિ. હવે અમે ગણ્યાગાઠયાજ વધ્યા હતા. શિક્ષકોને પણ ઘરે જવાની ઉતાવળ હતી. એવામા પંડયા સાહેબે મને બોલાવ્યો.

વિષ્ણુ તુ એકલો ઘરે જતો રહીશ?

હા

એક કામ કરીશ?

હા

કામિનીને ઘરે મુકી આવીશ

મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ

હા

કામિની બેટા અહી આવ, જો આ વિષ્ણુ છે તને ઘરે છોડી જશે

એણે આશાભરી નજરે મારા તરફ જોયુ.

    બસ આંખમાત્ર ના ઇશારાથી અમે સમજી ગયા. એણે છત્રી ખોલી અને અમે નીકળ્યા. હુ છત્રીની બહાર હતો. એણે મને અંદર બોલાવ્યો. વાવાઝોડાની આક્રમકતા ઘટી હતી છતા હજી ઘણુ તીવ્ર હતુ. એવામા પવનનો એક જોરદાર સપાટો આયો અને છત્રી કામિનીના હાથમાંથી છટકી ગઇ અને જોતજોતામા પહોચની બહાર જતી રહી. એને પકડવી અશકય હતી એટલે અમે વરસાદથી બચવા સ્કૂલની સામે આવેલા ખંડેર બસ સ્ટોપ પર ચાલ્યા ગયા. વરસાદના એ અમૃત નીરથી ભીંજાયેલો કામિની નો ચહેરો માને આજેપણ યાદ છે.

    હુ તો ભારે વિમાસણમા હતો. સમજાતુ નહોતુ કે શુ વાત કરુ?એમ તો હુ આમતેમ ડાફેરા મારતો હતો પણ મારુ ધ્યાન કામિની તરફજ હતુ. જ્યારે તમે જેને પ્રેમ કરતા હોય એ તમારી અજુબાજુ હોય મન વિચારતુ અલગ હોય અને કરતુ અલગ. હજારો વિચારોના વમળમા પણ શૂન્યમનસ્ક હોય. વિચાર અને વર્તનમા સમ્યતા ના હોય ત્યારે પરિણામ શૂન્યજ આવે. હુ કંઇજ વાત ના કરી શકયો. અડધો કલાક બસ ડાફેરા મારતો રહયો અને વિચારોમા ગૂંચવાતે રહયો.

વરસાદ બંધ થઇ ગયો, પવનની ગતિ પણ ઘટી ગઇ.

ચાલ, જઇશુ?

હુ જતી રહીશ

ના, હુ મુકી જાઉ છુ

અરે ના વિષ્ણુ, વરસાદ બંધ થઇ ગયો છે અને વાવાઝોડુ પણ શાંત પડી ગયુ છે, હુ જતી રહીશ

એના મોઢે પહેલીવાર મારુ નામ સાંભળીને જે આનંદ થયો તે અવર્ણનીય છે.

મે વધારે આગ્રહ ના કર્યો.

    બીજા દિવસે સ્કૂલના દરવાજે હુ એની રાહ જોઇને ઊભો હતો. લગભગ દસ ને પંચાવાન થયા તો પણ એ ના દેખાઇ, મને ચિંતા થવા લાગી. કેમ નથી આવી? કયાંક બીમાર તો નહિ પડી હોય ને? એકસીડન્ટ? એટલામા કામિની દેખાઇ. મને થોડી રાહત થઇ. જેવી એ મારી નજીક આવી હુ પણ મોડો પડયો હોઉ એવો ડોળ કરવા લાગ્યો.

વિષ્ણુ શુ કરે છે?

    મારા ધબકારા વધી ગયા. જીભને લકવો મારી ગયો. આટલા વર્ષોમાં પહેલી વખત એણે મને અહીંયા નોટીસ કર્યો.

કંઇ નહિ બસ.....

ફટાફટ ભાગ નહિતો પનીશમેન્ટ મળશે

અમે બંને ભાગ્યા.

પછીતો આ રોજનો ક્રમ બની ગયો

    વરસાદની એ સાંજ મને ફળી ગઇ. અમે હવે મિત્ર હતા. હુ એને પ્રેમ કરતો હતો પણ એ કરતી હતી કે નહિ મને ખબર નહોતી. પૂછવાની હિંમત પણ નહોતી. પણ પ્રેમ નો એકરાર આવી રીતે થશે અને અમે આવી રીતે છૂટા પડી જઇશુ એ મે કદાપિ વિચાર્યુ નહોતુ.

    સમય જતા અમારી મિત્રતા વધારે ને વધારે ગાઢ બનવા લાગી. એ રોજ મારા માટે કંઇક ને કંઇક ટીફીનમાં લઇને જ આવતી. હુ મોડો પડયો હોઉ તો મારી રાહ જોતી. એની ટયુશનની બધી નોટસ મને આપતી, જ્યારે પણ તક મળતી અમે વાત કરી લેતા. ઘણીવાર રવિવારે અમે લાઇબ્રેરીમાં મળતા. ધીરેધીરે મિત્રતાના બીજ માંથી પ્રેમ નાં અંકુર ફૂટવા લાગ્યા. પણ એ અંકુર છોડમા રૂપાંતરિત થાય એ પહેલાજ એને નફરત ના એસિડથી બાડી નાંખવામા આવ્યો. એ રાત હુ આજે પણ સાક્ષાત જોઇ શકુ છુ. એ ધગધગતુ અપમાન મારી જીંદગી નો ટર્નીંગ પોઇન્ટ બનીને રહી ગયુ. મે મારી જાતને સમાજથી વિખૂટી કરી નાંખી અને એકલતા સ્વીકારી લીધી.

    રવિાવારની એ સવાર હતી. અમે લાઇબ્રેરી મા મળવાના હતા. હુ લાઇબ્રેરીની બહાર એની રાહ જોઇને બેઠો હતો પણ ઘણો સમય વીતી ગયો એ ના આઇ. હુ ઘરે જવા નીકળતો હતો એટલામા રીયા દેખાઇ.

વિષ્ણુ રીયા હાંફતા હાંફતા

શુ થયુ?

લે આ ચીઠઠી, કામિનીએ મોકલાવી છે

    હુ કંઇ પૂછુ એ પહેલા તો એ જતી રહી. મને કંઇ સમજાયુ નહિ. એક પણ સેકન્ડનો સમય ના બગાડતા મે ચીઠઠી ખોલી

વિષ્ણુ, મારા પિતાજીને બધી ખબર પડી ગઇ છે. ગમે ત્યારે તારા ઘરે આવી શકે છે

    મારા પગ તળેથી જમીન સરકી ગઇ. કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ. મગજ સુન્ન મારી ગયુ. કંઇપણ સૂજતુ નહોતુ. હુ મૂરત બનીને ઊભો રહી ગયો.

હુ જરા સ્વસ્થ થયો ત્યારે મન પોતાના બચાવમા તર્ક બનાવવા લાગ્યુ.

શુ ખબર પડી ગઇ? મારી અને કામિનીની વચ્ચે તો કંઇજ નથી, એના પિતાજી પાસે કોઇ સાબિતી નથી, શુ કરી લેશે?

  બીજી બાજુ ખુશી પણ થઇ કે કામિની પણ મને પ્રેમ કરે છે.

   પાછો ડર લાગવા લાગ્યો એટલે પાછુ મન પોતાના બચાવમા અવનવા તર્ક બનાવા લાગ્યુ.

શુ કરી લેશે? એમની પાસે શુ સાબીતી છે?

પણ અહીયાં છોકરા અને છોકરીના સબંધને ખરાબ નજરેજ જોવામા આવે છે

   મન એકજ તર્ક વારંવાર વાગોળ્યા કરતુ હતુ કે એમની પાસે શુ સાબિતી છે?

કદાચ કામિનીએ તો નહિ?

   થોડા તર્ક અને વધારે ડર હતો. શુ કરવુ એ સમજાતુ નહોતુ? પિતાજીને કહી દઇ? પણ શુ કહુ? શુ કરુ મારા ધબકારા બમણા થઇ ગયા હતા.

   કામિનીના પિતા આવીને શુ કરશે? મારશે? પિતાજી મને હાથ પણ ના લગાવવા દે. પિતાજીનુ અપમાન કરશે? મારી ગભરાહટનો પાર નહોતો. ડર, ચિંતા, ગભરાહટ અને તર્ક ના વાવાઝોડામાં અટવાતો, કૂટાતો હુ ઘરે પહોચ્યો.

વિષ્ણુ કયાં હતો? પિતાજી

લાઇબ્રેરી

શુ થયુ? પિતાજી

કંઇ નહિ

ના કંઇક તો છે

પિતાજી મારા ચહેરાના હાવભાવ પરથી સમજી ગયા હતા કે હુ કંઇક ચિંતામા છુ.

     હુ ભાંગી પડયો. વરસાદની એ સાંજ થી આજની ચીઠઠી સુધીની બધી વાત શબ્દશઃ વર્ણવી દીધી.

     થોડીવાર વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઇ. કોઇ કંઇ ના બોલ્યુ.

પણ, પિતાજી મે કંઇ નથી કર્યુ

હુ જાણુ છુ

તો પછી આટલી ગભરાહટ કેમ?

ગભરાહટ નથી બેટા, આ તો નિસાસો છે

કેમ?

એ માણસને હુ સારી રીતે ઓળખુ છુ, વાતનુ વતેસર કરતા એને ખૂબ આવડે છે

પણ, પિતાજી અમે ખાલી મિત્રો છીએ

પણ એને તમારી મિત્રતા પણ સ્વીકાર નથી, તને અને મને બેઆબરૂ કરવા એ પોતાની દિકરીની આબરૂની પણ ચિંતા નહિ કરે

કેમ?

જલ્દી સમજાઇ જશે

જો બેટા ગમે તે થાય, કામિનીએ લખેલા પત્રની વાત ના કાઢતો

સારુ

      પિતાજી ઊભા થયા, મારી સામે જોયુ, આછુ હસ્યા અને નીકળી ગયા. મમ્મી મારી પાસે આવ્યા અને પ્રેમથી મારા માથે હાથ મુકયો.

સૌ સારાવાના થઇ જશે, તુ નાહક નો ગભરાઇ નહિ

શુ થશે હવે?

મને નથી ખબર પણ તારા પિતાજી શેઠ બોલાવા ગયા છે, બંને કંઇક રસ્તો શોધી કાઢશે

     ઘરમા સન્નાટો વ્યાપી ગયો, ના હુ બોલ્યો, ના મમ્મી. ઘરમા અસહય ખાલીપણુ હતુ. વાતાવરણમા શૂન્યાવકાશ હતો.

    થોડીવારમા પિતાજી અને શેઠ આવી ગયા. મને થોડી રાહત થઈ. શેઠ મારી પાસે આવ્યા, મારા માથે હાથ મુકયો.

તુ ગભરાઇશ નહિ, આમા તારે કોઇ વાંક નથી

આટલુ સાંભળતાજ મારો આત્મવિશ્રાસ બમણો થઇ ગયો.

*****